Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૨૫
મન (ચાલુ) | સ્તંભત રાખી સર્વ જય કર્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડયા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે; અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. (પૃ. ૧૦૭-૮) D મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની
મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી. મન વડે ઈદ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું. નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. મન અકસ્માતુ કોઇથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિJથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જયારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે, લોક-લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. (પૃ. ૧૦૮) “મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી... ના યથા ૦” મનને લઈને આ બધું છે' એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ “મન”, “તેને લઇને', અને “આ બધું” અને “તેનો નિર્ણય', એવા જે ચાર ભાગ એ વાકયના થાય છે, તે ઘણા કાળના બોઘે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે: વર્તે છે. એ વાત નિશ્ચયરૂપ છે: તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાકય
લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. (પૃ. ૩૩૦). T મન જો શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યાનુયોગ” વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું, હોય તો
“ચરણકરણાનુયોગ વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ” વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો “ગણિતાનુયોગ વિચારવા યોગ્ય છે. (પૃ. ૧૫) D સ્વમનના પર્યાય જાણી શકાય, તો પરમનના પર્યાય જાણવા સુલભ છે. સ્વમનના પર્યાય જાણવા પણ
મુશ્કેલ છે. સ્વમન સમજાય તો તે વશ થાય. સમજાવા સુવિચાર અને સતત એકાગ્ર ઉપયોગની જરૂર છે. (પૃ. ૩) સંબંધિત શિર્ષક મનોનિગ્રહ