Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| સામાયિક (ચાલુ)
૬૪૨ એ મન આકાશપાતાલના ઘાટ ઘડયા કરે છે. તેમ જ ભૂલ, વિસ્મૃતિ. ઉન્માદ ઈત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીશ દોષ ઉત્પન્ન થાય છે. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દોષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે. મનના દશ દોષ કહું છું. ૧. અવિવેકદોષ - સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એવો વિચાર કરે કે આથી શું
ફળ થવાનું હતું? આથી તે કોણ કર્યું હશે? એવા વિકલ્પનું નામ “અવિવેકદોષ'. ૨. યશોવાંછાદોષ - પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્યો જાણે તો પ્રશંસા કરે તે ઇચ્છાએ
સામાયિક કરે ઈ0 તે “યશોવાંછાદોષ'. ૩. ધનવાંછાદોષ - ધનની ઇચ્છાએ સામાયિક કરવું તે “ધનવાંછાદોષ'. ૪. ગર્વદોષ - મને લોકો ધર્મી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું? એ
ગર્વદોષ'. ૫. ભયદોષ - હું શ્રાવકકળમાં જન્મ્યો છું; મને લોકો મોટા તરીકે માન દે છે, અને જો
સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતો; એથી નિંદા થશે એ “ભયદોષ'. ૬. નિદાનદોષ - સામાયિક કરીને તેનાં ફળથી ધન, સ્ત્રી, પુત્રાદિક મેળવવાનું ઇચ્છે તે
નિદાનદોષ”. ૭. સંશયદોષ - સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય? એ વિકલ્પ તે “સંશયદોષ'. ૮. કષાયદોષ - સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કંઈ કારણથી પછી ક્રોધ, માન,
માયા, લોભમાં વૃત્તિ ઘરે તે “કષાયદોષ'. ૯. અવિનયદોષ - વિનય વગર સામાયિક કરે તે “અવિનયદોષ'.
૧૦. અબહુમાનદોષ - ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે “અબહુમાનદોષ'. હવે વચનના દશ દોષ કહું છું.
૧. કુબોલદોષ - સામાયિકમાં કુવચન બોલવું તે કુબોલદોષ'. ૨. સહસાત્કારદોષ - સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાક્ય બોલવું તે
“સહસાત્કારદોષ'. ૩. અસદારોપણદોષ - બીજાને ખોટો બોધ આપે તે “અસદારોપણદોષ”. ૪. નિરપેક્ષદોષ - સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાક્ય બોલે તે “નિરપેક્ષદોષ'. ૫. સંપદોષ - સૂત્રના પાઠ ઇત્યાદિક ટૂંકામાં બોલી નાખે; અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે
“સંક્ષેપદોષ”. ૬. ક્લેશદોષ - કોઇથી કંકાસ કરે તે “ક્લેશદોષ'. ૭. વિકથાદોષ - ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે ‘વિકથાદોષ'.