Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| માન (ચાલુ)
૪૩૨ બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તોપણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટકયું હતું. જયારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લશે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જયારે સદ્ગુરુ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદગુરુનું જ માહાસ્ય દર્શાવ્યું છે. (પૃ. ૫૩૧).
વૈરીના સત્ય વચનને માન આપું. (પૃ. ૧૩૯) T સંબંધિત શિર્ષક: અભિમાન માયા
ધુમાડા જેવાં લૂગડાં પહેરી તેઓ આડંબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા યોગ્ય છે.
આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. (પૃ. ૭૨૯). | તત્ત્વ આપતાં માયા કરું નહીં. (પૃ. ૧૪૦)
આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં. (પૃ. ૧૪૦)
માયાકપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું - બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડયું હોય અને પદ્માત્તાપ કરે, તો પ્રથમવાળા
કરતાં કાંઈક ઓછું પાપ લાગે. (પૃ. ૭૦૧) I પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ,
સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે. (પૃ. ૩૨૦) D માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને “સંત” સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે, તો પછી
હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્રર્ય નથી એમ જરૂર જાણજો. માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે; અને કાં કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકતો એવો આ માયાપ્રપંચ છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જોગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કોટયવધિ યોજનો ચાલ્યા કરે છે; ત્યાં જોગ્યતાનો અવકાશ કયાંથી હોય ? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે.