Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ..
છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે; પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહોતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી.
(પૃ. ૨૦૪). T આ જ ભવને વિષે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે
વ્યવહારને વિષે ક્વચિત જ, મંદપણે પ્રવર્તે છે. (પૃ. ૪૫૮). I પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે. પોતાનું દૃગંત આપતાં
જણાવ્યું કે પોતાને ઇડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમ જ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઇ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ કે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પર નિમિત્ત કારણ છે.
(પૃ. ૭૬૮) . ' .. સ્વપ્ન
ગઇ કાલ રાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું; પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો
હતો. (પૃ. ૨૩૫) : . સ્વભુવન | 1 એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે, તે જોઉં તો ખરો, પછી આપણે આપણે
માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો (આત્માઓ), ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા.
એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં.” “કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. માત્ર કેટલાક દેહધારીઓ હતા; જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી ? (નેપથ્ય) તેઓ સુખનો વિચાર પણ કરી શકતાં નથી. દુ:ખથી બિચારાં પરાધીન છે. બેઇન્દ્રિય જીવો કેમ આવ્યા નથી ? (નેપથ્ય) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ. તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે ? તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં. (નેપથ્ય) એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો. પછી બીજી વાત કરો. ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જન્મ્યો. (નેપથ્ય) હવે ખેદ કાં કરો છો ? મને દર્શન થયું તે શું સમ્યફ હતું? “હા”. સમ્યફ હોય તો પછી ચક્રવર્યાદિક તે દુઃખી કેમ દેખાય ? ‘દુ:ખી હોય તે દુઃખી, અને સુખી હોય તે સુખી દેખાય.” ચક્રવર્તી તો દુઃખી નહીં હોય ? “જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે.”