Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને
૭૨૭
હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઇ તમારા પ્રત્યે રુચિ રહી નથી.
...
હે સર્વજ્ઞપદ ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, દયાવેશ કર.
હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા !
હે ૫૨મ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન.
હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા.
હે વચનસમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ ! ખળભળી રહેલી એવી જે આપ્યંતર વર્ગણા તે કાં તો આપ્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઇ ઉપશમ કરી દેવી.
જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઇ શકે, કાર્ય બળવાન થઇ શકે. (પૃ. ૮૩૧-૨) અબંધપણું
અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઇ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. (પૃ. ૬૧૭)
અસંગતા
અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. (પૃ. ૨૬૩)
જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઇ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઇ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંર્તવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી; રહ્યું જતું નથી; અને આપનો (શ્રી સૌભાગ્યભાઇનો) વિયોગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કોઇ જડતો નથી. ઉદયકર્મ ભોગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. (પૃ. ૨૭૧)
7 અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઇ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ. (પૃ. ૩૦૯)
ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકા૨માં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે; તે એટલે સુધી કે જેમને ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઇ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી; અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે તેમ ચિત્તમાં બીજાને બોધ ક૨વા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી; કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે. (પૃ. ૪૪૭)