________________
ષોડશક પ્રકરણ - ૬ निर्व्याज-प्रवृत्ति-गतात् ॥११॥
: योगदीपिका : अतीत्यादि । एषां-भृतकानाम्, अतिसन्धानं च न खलु-नैव कर्त्तव्यं धर्ममित्राणांधर्मसुहृदां, किमिति ? इह शुभ-कर्मणि न व्याजाद्धर्म-किन्तु शुद्धाशयादेव-निर्व्याज परिणामादेव ॥११॥
देवोद्देशेनैतद् गृहिणां कर्तव्यमित्यलं शुद्धः।। अनिदानः खलु भावः, स्वाशय इति गीयते तज्ज्ञैः ॥१२॥
विवरणम् : "स्वाशयवृद्धिः' इत्युक्तं, तत्र कः स्वाशय इत्याह - देवेत्यादि ।
देवोद्देशेन-देवाभिसन्धिना-एतज्-जिन-भवनं गृहिणां कर्त्तव्यं-विधेयम् इत्यलं, शुद्धो-दोषरहितः अनिदानः खलु भावो-निदानरहित एव भावः-अध्यवसाय: स्वाशय इति गीयते तज्ज्ञैः-शुभाशय इत्युच्यते तद्वेदिभिः ॥१२॥
योगदीपिका : अथ स्वाशयवृद्धिर्वाच्या, तत्र कः स्वाशय इत्याह-देवेत्यादि ।
देवोद्देशेन-जिनभवनभक्त्यभिसन्धिमात्रेण, एतद्-जिनभवनं गृहिणां कर्त्तव्यं न तु ऐहिकादिफलाभिलाषेण इत्येष अलम्-अत्यर्थं, शुद्धो - निर्दोषो अनिदानः खलु-निदानरहित एव भावो अध्यवसायः स्वाशयः-शुभाशय इति
(૩) મંદિર બાંધવાનું કાર્ય કરનાર કારીગરોને ઠગવા નહીં એમ કહ્યું. હવે તે બાબત સ્પષ્ટ કરે છે. ધર્મમિત્ર જેવા એ કારીગરોને ઠગવા નહીં. કપટ (દભ) પૂર્વક કરેલો ધર્મ, ધર્મ નથી પરંતુ શુદ્ધભાવપૂર્વક-કપટરહિતપણે કરેલો ધર્મ, હકીકતમાં ધર્મ છે. ૧૦ - ૧૧
(૪) જિનમંદિરનું કાર્ય ચાલું હોય ત્યારે શુભ પરિણામની વૃદ્ધિ કરવી એ પણ એક કર્તવ્ય બતાવ્યું હતું.
હવે એની સ્પષ્ટતા કરે છે.
અનંત ઉપકારી ભગવાન જિનેશ્વરદેવનું ભક્તિભાવપૂર્વક મંદિર બંધાવવું એ અમારું કર્તવ્ય છે. આવા ભાવને શુભભાવ કહેવાય. એ ભાવ પણ શુદ્ધ-નિર્દોષ, નિયાણારહિત એટલે કે – આલોક - પરલોકના સુખની અભિલાષા વગરનો હોવો જોઈએ. એના જ્ઞાતા વિદ્વાનોએ આવા ભાવને જ શુભાશય કહ્યો છે. ૧૨
હવે એ શુભભાવની - શુભાશયની વૃદ્ધિ કઈ રીતે કરવી, એ બતાવે છે. જિનમંદિરનું બાંધકામ ચાલુ હોય ત્યારે આટલું કામ થયું, આટલું ભવિષ્યમાં કરવાનું બાકી