________________
ષોડશક પ્રકરણ - ૮ न तु निज-भाव-विषय-देवतामन्तरेणान्यस्य । वचननीत्या आगमोक्तन्यायेन उच्चैःअत्यर्थम्। ___ यद्यपि वचनानुष्ठान-व्युत्पत्ति-महिम्ना विहित-क्रियामात्रे एव नियमतः स्मर्यमाणभगवद्गुणानां स्वात्मनि स्थापनं सम्भवति तथापि यदेक-गुण-सिद्ध्युद्देशेन यदनुष्ठानं विहितं तत स्तदेक-गुण-द्वारा प्रायः परमात्म-समापत्तिर्युत्पन्नस्य सम्भवति, इह तु स्थापनोद्देशेनैव विधिप्रवृत्तेस्तस्या भावतः सर्वगुणारोपविषयत्वात्सर्वैरेव गुणैः ‘स एवाहम्' इति स्वात्मनि परमात्मा स्थापितो भवतीति महान् विशेष, इतच्च उच्चैरिति पदेनाभिव्यज्यते । अयं भावस्तात्त्विक-प्रतिष्ठा।
— बाह्या तु जिनबिम्बादिः [गता प्र.] 'स एवायम्' इति निजभावस्यैव मुख्यदेवताविषयस्योपचारात्मिका प्रतिष्ठितत्त्वज्ञानाहितभक्तिविशेषेण लोकानां विशिष्टपूजाफलप्रयोजिकेति द्रष्टव्यम् ।
एतेन प्रतिष्ठाकारयितृगतादृष्टं न पूजा-फल-प्रयोजकं परेषां तदभावात् तददृष्टक्षये प्रतिमा-पूज्यतानापत्तेः चाण्डालादिस्पर्शेन व्यधिकरणेन तन्नाशायोगाच्चेति प्रतिष्ठाहिता चाण्डालादिस्पर्शनाश्या शक्तिः पूजा-फल-प्रयोजिकेति मीमांसक मीमांसितमपास्तम् । प्रतिष्ठितत्त्व-ज्ञानाहित-भक्ति-विशेषद्वारा प्रतिष्ठायाः पूजा फलप्रयोजकत्वाद् अस्पृश्यस्पर्शादिप्रतिसंधानस्य च भक्तिविशेष-व्याघातकत्वेन अनुपपत्त्यभावात् शक्तिपक्षे चाप्रतिष्ठितत्त्व-भ्रमेऽपि विशिष्टपूजाफलापत्तेः। एतेन 'प्रतिष्ठाध्वंश एवास्पृश्यस्पर्शाभावविशिष्टः पूजा-फलप्रयोजक' इति मणिकृन्म-तमप्यपास्तमिति दिग् ।
પ્રભુપ્રતિષ્ઠા કે બીજું કોઈ પણ ધર્માનુષ્ઠાન- ધર્મક્રિયાઓ જિનવચનના આધારે - શાસ્ત્રોક્ત રીતે કરવાની હોય છે. તે દરેકમાં પરમાત્માના સ્મરણદ્વારા પરમાત્માના ગુણોનું આત્મામાં સ્થાપન થાય છે એને સમાપરિયોગ કહેવાય છે. પરંતુ બીજાં બધાં ધર્માનુષ્ઠાનોમાં અને પ્રભુપ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં ઘણો મોટો તફાવત છે. તે તે એક ગુણની સિદ્ધિના ઉદ્દેશથી વિહિત કરેલાં ધર્માનુષ્ઠાનોમાં તે તે એક ગુણદ્વારા પરમાત્મા સાથે સમજુ - વિવેકીને સમાપત્તિયોગ સિદ્ધ થાય છે. જ્યારે પ્રભુપ્રતિષ્ઠામાં, પરમાત્મા જેવા સર્વગુણથી સંપન્ન છે, હું પણ તેવો જ સર્વગુણ સંપન્ન છું આ ભાવપૂર્વક પરમાત્માનું પોતાના આત્મામાં સ્થાપન થાય છે; એટલે પ્રભુપ્રતિષ્ઠામાં સર્વગુણો દ્વારા પરમાત્મા સાથેના સમાપત્તિયોગની સિદ્ધિ થાય છે. આ રીતે શાસ્ત્રોક્તવિધિ વિધાનપૂર્વક થયેલી પ્રતિષ્ઠાથી ભવ્ય જીવોને પ્રતિષ્ઠાતત્ત્વનું જ્ઞાન થાય છે અને એથી ભક્તિપૂર્વક વિશેષ પ્રકારની પૂજા કરવામાં કારણભૂત બને છે, તેમજ પૂજાભક્તિનો ભાવ ઊછળે છે. એટલા જ માટે પૂજા-ભક્તિનો ભાવ જગાડનારી પ્રતિષ્ઠાને ફળદાયક પ્રતિષ્ઠા કહી અને એવી જુદા જુદા પ્રકારની પ્રતિષ્ઠાઓને જ્ઞાનીભગવંતોએ માન્ય રાખી છે. એવી કેટલીક પ્રતિષ્ઠાઓ પૂજાવિશિકામાં નીચે મુજબ છે.