Book Title: Sankheshwar Mahatirh Author(s): Jayantvijay Publisher: Vijaydharmsuri Jain Granthmala View full book textPage 7
________________ આપીને અમારા પ્રકાશનકાર્યને જે ઉત્તેજન આપ્યું છે, તે માટે અમે તેમને અનેકશઃ ધન્યવાદ આપીએ છીએ, અને અન્ય સાહિત્યપ્રેમી સખી ગૃહસ્થને તેમનું અનુકરણ કરવા માટે ભલામણ કરીએ છીએ. શ્રાદ્ધવર્ય સ્વ. શેઠ મોતીલાલ મૂળજીભાઈનું તથા શ્રેષ્ઠીવર્ય સ્વ. શેઠ જીવણલાલ કેશરીચંદનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને તેઓની પ્રતિકૃતિ, આ પુસ્તકની પાંચસો પાંચસે નકલે માં, તેઓની ઉદાર સહાયતા બદલ આપતાં અમને આનંદ થાય છે. આ પુસ્તકમાં શંખેશ્વર મહાતીર્થનાં જે સુંદર ચિત્રો (ફટાઓ) આપ્યાં છે તે, શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ ઉપર અત્યંત શ્રદ્ધા રાખનાર, અમદાવાદનિવાસી, ગુજરાત ઈલેકટ્રીક કંપનીના માલિક શેઠ શ્રી બચુભાઈ નથુભાઈએ લઈ આપ્યાં છે અને એ રીતે તેમણે એ મહાતીર્થ પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે તે માટે તેમને ધન્યવાદ આપવા સામે તેમને આભાર માનીએ છીએ. અંતમાં ગુરુદેવ અમને આવું લેકોપયોગી બીજું વધારે સાહિત્ય પ્રસિદ્ધ કરવાનું સામર્થ્ય આપે, એ જ મહેચ્છા. --પ્રકાશક.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 562