________________
૩)
श्री सङ्घाचार भाष्यम् ફોરવી દીક્ષાનો અંગીકાર કરે છે તથા સતત જન્મ અને મૃત્યુની શ્રેણિથી ભયંકર ભાસતા સંસારને દેખીને જેઓ વૈષયિક સુખોને વિષની જેમ ફેંકી દે છે તેઓ ભાગ્યશાળી છે. મારો એવો પુણ્યોદય જાગે અને પ્રભુ મહાવીર પધારે તો હું પ્રભુ પાસે મોક્ષને આપનાર એવી દીક્ષાને સ્વીકારીશ.
એવું કયું વર્ષ, માસ, પખવાડીયું, દિવસ, તિથિ, નક્ષત્ર, પ્રહર કે મુહૂર્ત હશે કે જેમાં હું દીક્ષિત બનીશ? આ પ્રમાણે મૃગાવતી રાણી બાકી રહેલી રાત્રિને શ્રાવકજનને યોગ્ય એવા સુંદર મનોરથોને સેવતી પસાર કરે છે.
આફત આવી પડે તો પણ તેમાં જે મુંઝાતો નથી અને પોતાના આનંદને છોડતો નથી તેની ઉન્નતિ થાય છે એવું જાણે સૂચવતો હોય તેમ સૂર્ય ઉદય પામ્યો.
રાત્રિએ મૃગાવતી રાણીએ પ્રભુ મહાવીરના આવવાના મનોરથો સેવ્યા અને એ મનોરથો તરત જ ફળ્યા. પ્રભુ વીર મારી, વેર, યુદ્ધ, દુર્બુદ્ધિ, દુભિક્ષ, રોગ અને ઈતિ આદિ ઉપદ્રવોને સવાસો યોજન સુધી શમાવતા કૌશાંબી નગરીમાં પધાર્યા. ચંદ્રાવતાર ઉદ્યાનમાં પ્રભુજી આવ્યા. જાણે દિવસના ઉદયે સૂર્યથી અનુસરાતા ન હોય તેવું ભામંડલ પ્રભુની પાછળ શોભતું હતું.
પ્રભુને સમવસરેલા જાણી મૃગાવતી રાણી નગરની બહાર નીકળી. પ્રભુને વંદન કરીને બેઠી. ચંડપ્રદ્યોત રાજા પણ આવીને પ્રભુને સ્તવવા લાગ્યો. (‘જય શ્રી સર્વસિદ્ધાર્થ'. આ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરી.)
રાજા દ્વારા પ્રભુની સ્તવના થયા બાદ પ્રભુની દેશનાનો પ્રારંભ થયો. એક યોજના પ્રમાણ સમવસરણની ભૂમિમાં કરોડો મનુષ્યો, દેવતાઓ અને તિર્યંચો બેઠા હતા. સહુ પોતપોતાની ભાષામાં સમજી શકે એવી તથા એક યોજન સુધી સંભળાય તેવી સુંદર વાણીથી, કર્મના નાશથી થયેલા અતિશયથી પ્રભુ દેશના આપવા લાગ્યા.
વીરપ્રભુની દેશના “સંસારી જીવો સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ આ પાંચે વિષયમાં આસક્તિ વાળા છે. વિષયોની આ લાલસા જીવોને વિરતિમાં આળસુ બનાવે છે અને અંતે વધ, બંધ, છેદ તથા મરણ આદિ કષ્ટોને પામે છે. આ લોકમાં પાંચ પ્રકારના વિષયસુખોની ઈચ્છાથી પરવશ જીવો વિષયની વિરતિથી પ્રાપ્ત થતાં સાચા સુખને મેળવી શકતા નથી અને સંસારમાં વારંવાર ભટક્યા જ કરે છે.”
વૈરાગ્યને જગાડનારી, કર્ણને માટે અમૃતની નીક સમાન અને સ્વર્ગના માર્ગ સ્વરૂપ દેશનાનું દાન જ્યારે પ્રભુ કરી રહ્યા હતા તે જ સમયે એક માણસ ત્યાં આવ્યો. તેણે ધનુષ્યને હાથમાં ધારણ કર્યુ હતુ. ધનુષ્ય ઉપર બાણ ચઢાવેલું હતું. તેની ભુજા વિશાળ હતી. ક્રોધાવેશને કારણે તેનું આખું શરીર પરસેવાથી નીતરતું હતું. પ્રભુની પાસે આવીને મસ્તક નમાવી મનથી જ પ્રશ્ન પૂછ્યો. પ્રભુવીરે તેને કહ્યું કે ભાઈ! તું