________________
श्री सङ्घाचार भाष्यम् મસ્તકને નમાવ્યું અને સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી બોલ્યો, “વાસુદેવનો પિતા એવો હું સાચે જ ભવ્ય હોઉ અથવા તો ઉત્તમ પુરુષ હોઉ તો સમ્યગ્દષ્ટિ દેવો આ સિદ્ધાયતનના દ્વાર ખોલી નાખો.”
વસુદેવ આ પ્રમાણે કહેતો હતો ત્યાં તો જિનાલયનું દ્વાર સ્વયં જ ઉઘડી ગયું. પ્રભુની પ્રતિમાના દર્શન થતાં વસુદેવે “નમો જિણાણું કહી પ્રણામ કર્યા, ત્યારબાદ પ્રક્ષાલ કરી વિધિપૂર્વક પૂજા કરી. પૂજા બાદ ચૈત્યવંદન કર્યું. બીજા વિદ્યાધરોએ પણ આ પ્રમાણે જ જિનભક્તિ મહોત્સવ કર્યો.
આમ, વસુદેવે જિનેશ્વર પ્રભુના સફળ દર્શનની સાથે દરેક ક્ષણે પ્રદક્ષિણામાં તત્પર બની દક્ષિણાવર્ત વિધિપૂર્વક પ્રદક્ષિણા આપી. ત્યારબાદ દેવો આદિ જેની પાછળ જઈ રહ્યા છે એવો વસુદેવ જ્યાં ભદ્રાસનમાં બેસે છે ત્યાં આકાશવાણી થાય છે.
“આ દિવ્ય ભદ્રાસન ઉપર બિરાજમાન વસુદેવ, બળદેવ અને વાસુદેવના પિતા છે. તેમને પૂર્વભવમાં કરેલા સુકૃતોનું ફળ હમણાં પ્રાપ્ત થયું છે. સાધુઓ પ્રત્યે તેઓ વિનયી છે. પૂર્વભવમાં વસુદેવે સુસાધુ ભગવંતોની ઘણી જ વૈયાવચ્ચ કરી છે તેનું જ ફળ તેમને હમણા પ્રાપ્ત થયું છે, જેથી એ જિનાલયને ઉઘાડી શક્યા અને ભદ્રાસન ઉપર બેસી શક્યા.'
વસુદેવે ફરીને ચેત્યોને વાંદ્યા અને તાયપુર તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને દોગંદક દેવની જેમ પોતાનો સમય સુખમાં પસાર કરવા લાગ્યા. *-
હે ભવ્યજીવો! વસુદેવનું આ દૃષ્ટાંત સારી રીતે સાંભળીને જ્ઞાનાદિત્રિકની આરાધના કરવા માટે ત્રણ પ્રદક્ષિણા આપીને ચેત્યોને વાંદવા.
પ્રદક્ષિણાત્રિકમાં હરિકૂટ પર્વતનો સંબંધ સમાપ્ત. જિનાલયને ત્રણ પ્રદક્ષિણા આપ્યા બાદ મુખ્યમંડપની આદિમાં દેરાસરની અંદર બીજી નિસીહિ કરવાની છે. આ નિસીહિ કરવાથી જિનાલયનો હિસાબકિતાબ, પત્થર ઘડાવવા આદિ તેમજ નોકર-ચાકર આદિની સારસંભાળ આદિ વ્યાપારનો નિષેધ થઈ જાય છે. બીજી નિસીહિ કર્યા બાદ મૂળનાયક પ્રભુની સન્મુખ થઈને પ્રણામત્રિક કરવાનું છે..
ચેઈયવંદણ મહાભાસઃ तत्तो निसीहियाए पविसित्ता मंडवंसि जिणपुरओ। महीनिहियजाणुपाणी करेइ विहिणा पणामतियं ॥
(ચેત્યવંદન મહાભાસ - ૧૯૩) બીજી નિસાહિ બોલવા પૂર્વક મંડપમાં પ્રવેશ કરીને મૂળનાયક પ્રભુના બિંબની સામે ગુડા અને મસ્તકને પૃથ્વી ઉપર સ્થાપી પ્રણામત્રિક વિધિપૂર્વક કરવાના છે.
પ્રણામત્રિક કર્યા પછી હર્ષોલ્લાસવાળો ભાવિક મુખકોષ બાંધી જિનપ્રતિમાના