________________
श्री सङ्घाचार भाष्यम् ..
૬ ૧ આદિમાં (નીલફુગઆદિના) કારણે પ્રદક્ષિણા કરી ન શકે તો પણ બુદ્ધિશાળી પુરુષે પ્રદક્ષિણાના પરિણામ સદા માટે છોડવા ન જોઈએ.
ભાવ અરિહંતની કલ્પના કરી પ્રદક્ષિણા આપવીઃ જ્યારે જિનચૈત્યમાં પ્રભુજીની પ્રતિમામાં ભાવ અરિહંતનો આરોપ કરી નમુસ્કુર્ણ સૂત્ર ભણવામાં આવે છે, સચિત્ત દ્રવ્યનો ત્યાગ આદિ પાંચ પ્રકારના અભિગમ કરવામાં આવે છે અને આ પ્રમાણે ભાવ અરિહંતપ્રભુની પૂજા કરવામાં આવે છે. પ્રદક્ષિણાના અવસરે પણ પ્રભુજીની પ્રતિમામાં ભાવ અરિહંતનો આરોપ કરી પ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા કરવી.
પ્રદક્ષિણાસિકની શાસ્ત્રીયતા વિજય નામના દેવે પોતાની રાજધાનીમાં રહેલા સિદ્ધાયતામાં ત્રણ પ્રદક્ષિણા કરી હતી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ ત્રીજા ઉપાંગ જીવાજીવાભિગમના વિવરણમાં ઉપરોક્ત શાસ્ત્રપાઠની વ્યાખ્યા કરી છે.
તેમજ વસુદેવ હિડિમાં પણ પ્રદક્ષિણાત્રિકનો ઉલ્લેખ છે. વિદ્યાધરાધિપતિ અમિતતેજ ના ચૈત્યગૃહમાં બે ચારણ શ્રમણોએ પ્રદક્ષિણા આપી હતી. બાળચંદ્રા નામની વિદ્યાધરીએ વૈતાઢ્ય પર્વત સ્થિત સિદ્ધાયતનમાં ત્રણ પ્રદક્ષિણા આપી હતી.
વસુદેવ હિડિમાં બતાવેલા આ પ્રસંગો અહીંયા અવસરે પ્રતિપાદન કરવામાં આવશે.
પ્રદક્ષિણાલિક પર હરિકુટ પર્વતનો સંબંધઃ વૈતાઢ્ય પર્વતના એક નગરમાં દેવઋષભ નામના વિદ્યાધર વસતા હતા. એમને ત્યાં વસતા વસુદેવને એક દિવસ તેની પ્રિયા બાલચંદ્રાએ કહ્યું અને તે હરિકૂટ પર્વત ઉપર યાત્રા માટે ગયો. હરિકૂટ પર્વત ઉપર તેને તેના મિત્ર મદનને કહ્યું, “મિત્ર! એવું કારણ શું હશે કે જેથી કરીને બધાં જ વિદ્યાધરો અહીંયા આવી રહ્યા છે?
મદને કહ્યું- સ્વામી! દક્ષિણશ્રેણિમાં અંબરતિલક નામનું નગર છે. આ અંબરતિલકનગરમાં ચિત્રવેગ નામના વિદ્યાધર ચક્રવર્તી હતા. નાના ભાઈનું નામ વિચિત્રવેગ હતું. લોકો તેને હરિના નામથી સંબોધતા હતા. વિમલગુપ્ત નામના મુનિભગવંત પાસે હરિએ ધર્મોપદેશનું શ્રવણ કર્યુ.
મુનિભગવંતની ધર્મદેશના જેમ ચિંતામણિ રત્ન ઘણા કષ્ટોની પરંપરા બાદ પ્રાપ્ત થાય છે તેમ માનવભવ પણ અત્યંત કષ્ટ સાધ્ય છે. આ મનુષ્ય ભવની પ્રાપ્તિ કર્યા બાદ પ્રમાદમાં ફસાઈ જઈને માનવભવને હારીને ભઈઅની જેમ તમે ભટકો નહિ.
ભઈઅને વૃત્તાંત ઃ રત્નપુર નામના નગરમાં એક દુઃખીઓ માણસ હતો. લોકોએ તેનું નામ ભઈએ પાડ્યું હતુ. ભઈએ જ્યારે ગર્ભમાં હતો ત્યારે પિતા ચાલ્યા ગયા અને જમ્યો ત્યારે માતા ચાલી ગઈ. આ નિર્ભાગ્ય શિરોમણિને તેના સ્વજનોએ નાની વયમાં તરછોડી દીધો હતો, પણ તેનું આયુષ્ય બળવાન હતું. આથી તે ગમે તે