________________
૭૪
श्री सङ्घाचार भाष्यम् આ આપ દેવાનુપ્રિય માટે પૂર્વમાં તથા પછી પણ કલ્યાણકારી છે, કરણીય છે.
પરિજન સ્વજન અને શરીર આદિ સર્વનો પણ જો આદર કરવામાં આવશે તો તે સંસારની વૃદ્ધિ માટે થાય છે જ્યારે વીતરાગ પરમાત્માની ભક્તિ તો સંસારના નાશનું કારણ બને છે.
સામાનિક દેવોના મુખેથી આ સાંભળીને વિજયદેવ હર્ષ અને તોષને પામ્યા. હર્ષથી તેમના ચક્ષુ અને ચિત્ત વિકસિત થયા. ત્યારબાદ વિજયદેવ શયામાંથી ઊઠી પૂર્વ દિશામાં જાય છે. વાવડીમાં જઈ જલથી સ્નાન કર્યુ. આમ, અત્યંત પવિત્ર અને શૂચિભૂત થયેલા વિજયદેવનો સામાનિક દેવોએ અભિષેક કર્યો, પછી અલંકાર સભામાં જઈને સંપૂર્ણ શરીરને સુગંધિત ગંધકાષાયિક વસ્ત્રથી લૂછયું. ગોશીર્ષ ચંદનથી શરીરનું વિલેપન કર્યું. દેવદૂષ્ય યુગલનું પરિધાન કર્યું. હાર તથા અર્ધહારથી શરીરને શણગારી વ્યવસાય સભામાં વિજયદેવ ગયા.
પુસ્તક રનનું વર્ણન વ્યવસાય સભામાં જઈને પુસ્તક રત્નને ગ્રહણ કરે છે. આ પુસ્તકનું પૂંઠું રિઝરત્વનું છે. પાના ચાંદીના છે, રિઝરત્નના અક્ષરો છે, પાનામાં પરોવેલો દોરો તપનીય સોનાનો છે. એ દોરાની ગાંઠે વિવિધ પ્રકારના મણિ લગાવેલા છે.
સ્યાહીનો ખડીયો વૈડૂર્ય રત્નનો છે, ખડીયાની સાંકળ તપનીય સુવર્ણની છે, ખડીયાનું ઢક્કણ રિઝરત્વનું છે. સ્યાહી રિઝરત્નની છે, લેખિની ચાંદીની છે.
વિજય દેવે ધાર્મિક પુસ્તકમાંથી ધાર્મિક વ્યવહારને વાંચીને ગ્રહણ કર્યો અને ત્યારબાદ નંદા વાવડીમાં ગયા. ત્યાં જઈને હાથ પગ ધોયા અને નીલકમળને ગ્રહણ કર્યા. નિર્મળ પાણીથી એક રુપાની ઝારીને પૂર્ણભરીને દેવોથી પરિવરેલા સિદ્ધાયતન તરફ ગયા. તેમની સાથે ચાર હજાર સામાનિક દેવો, પરિવાર સહિત ચાર અગ્ર મહિષીઓ, ત્રણ પર્ષદા, સાત પ્રકારનું સૈન્ય, સાત સેનાધિપતિ, ૧૬ હજાર આત્મરક્ષક દેવો તથા બીજા પણ ઘણા વિજયા રાજધાનીમાં વસતા વાણવ્યંતર દેવો તથા દેવીઓ હતી.
સર્વપ્રકારની ઋદ્ધિ, સર્વકાંતિ, સર્વબળ, સર્વપ્રયત્ન, સંપૂર્ણ આદર, સર્વવિભૂતિ સંપૂર્ણ ઉત્સાહ, જાતજાતના પુષ્પો ગંધ માળા તથા અલંકારો, સઘળા વાજિંત્રોના શબ્દોના પ્રતિધ્વનિ આદિથી યુક્ત થયેલો આ દેવસમૂહ શંખ, ડંકો, નગારા, મુરજ, મૃદંગ અને દંદુભિના નાદ સાથે સિદ્ધાયતનમાં પહોંચ્યો.
સિદ્ધાયતનમાં પ્રવેશીને ત્રણ પ્રદક્ષિણા આપી.પ્રદક્ષિણા આપીને પૂર્વના દ્વારે પ્રવેશ કર્યો. જ્યાં દેવછંદામાં રહેલી જિનપ્રતિમા છે તે બાજુ આવ્યા. પ્રતિમાના દર્શન થતાં જ પ્રણામ કર્યા. મોરપીંછીથી પ્રાર્થના કરી. પ્રથમ ગંધોદકથી પ્રક્ષાલ કરી શુદ્ધ પાણીથી પ્રક્ષાલ કર્યો.