________________
श्री सङ्घाचार भाष्यम्
૬૩ દેવ પોતાના સ્થાને ગયો. દ્રમક સવારે ઊઠીને રોહણાચલને ખણવા લાગ્યો. કેટલાક દિવસો વિતી ગયા પછી દેવ ફરી આવ્યો અને કહ્યું, “અરે ભાઈ! હજું પણ તું ગયો નથી?”
ના, હું ચિંતામણી રત્નને ગ્રહણ કર્યા વિના જવાનો નથી.” આ સાંભળી મકને દેવે કહ્યું, “જો ભાઈ! તારે જોઈએ જ છે તો તું સવારે આવી ચિંતામણી રત્ન ગ્રહણ કર અને સુખી થા.”
આટલું કહીને દેવે ત્યાંથી વિદાય લીધી. ભઈઅ સવારે જાગ્યો. આજે તો ચોક્કસ ચિંતામણિ રત્ન મળી જ જશે, એવી ઈચ્છાથી રોહણાચલ પર્વતને ખોદવા લાગ્યો. ત્યાં તો દશે દિશાને પ્રકાશિત કરતા ચિંતામણિ રત્નને જોયો. રત્નને ગ્રહણ કરવા માટે સ્નાન કર્યું અને પૂજા કરી. તેણે ચિંતામણિ રત્નને નમસ્કાર કરી કહ્યું કે તમે સાચે જ ચિંતામણી હો તો પ૦૦ સુવર્ણ મુદ્રા ઉપર બિરાજમાન થાવ. આટલું બોલી ભઈએ સૂઈ ગયો.
બીજે દિવસે સવારે તે જાગ્યો. ૫૦૦ સુવર્ણમુદ્રા ઉપર ચિંતામણિ રત્નને જોઈ તે પોતાની જાતને કૃતાર્થ માનવા લાગ્યો. હવે મારા દેશમાં જઈ આ ઋદ્ધિના ફળને હું ભોગવું એવી ચિંતનધારામાં ચડ્યો.
કહ્યું પણ છે. તે સંપત્તિને શું કરવાની કે જે પરદેશમાં હોય અથવા જેના ભોગવટાના સમયે મિત્રોનો સંગાથ ન હોય અને શત્રુઓ જેને દેખી શકતા ન હોય.
ભઈએ સ્વદેશ જવા માટે એક વાંસની ટોચે ઘાસના પૂળાને બાંધ્યો. આ બાજુ ત્યાંથી એક વણિક સાર્થવાહ પસાર થતો હતો. વણિકે ભઈ અને બોલાવીને પૂછ્યું, ભાઈ, તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે?
ભઈએ કહ્યું- સાર્થજનો મને ભોજન વિના ટળવળતો મૂકી ચાલ્યા ગયા છે.
સારુ ભાઈ! તું કિનારા સુધી આવ. હું તને ત્યાં ભોજન આપીશ” સાર્થવાહે તેને જમવાનું આપ્યું. ભઈએ તેના વહાણમાં ચઢી ગયો. પોતાના દેશ તરફ આવી રહેલા ભઈએ એક દિવસ રાત્રે નિદ્રામાંથી જાગૃત થયો અને અચાનક પૂર્ણિમાનો ચંદ્ર તેને દેખાયો. દિશામંડલને ઉદ્યોતિત કરતા ચંદ્રમાને જોઈને વિચાર આવ્યો કે ચંદ્ર જેવી બીજી કોઈ વસ્તુ છે કે નહિ? ત્યાં તો તેને પોતાના મણિની સ્મૃતિ થઈ ગઈ. ચંદ્ર તથા ચિંતામણિ રત્ન બંનેમાં સુંદર કોણ છે એવું જોવા માટે વિસ્મય પામીને ચિંતામણીને હાથમાં લઈને જોવા લાગ્યો. ત્યાં વહાણમાં આંચકો આવતા મણિ હાથમાંથી સરી પડ્યો.
| ચિંતામણિ રત્ન સાગરના જળમાં પડી ગયો છે એવો ખ્યાલ આવતા ભઈએ વહાણમાં પટકાઈ પડ્યો.
“અરેરે! હું લુંટાઈ ગયો, લુંટાઈ ગયો.” ભઈએ વિલાપ કરવા લાગ્યો. વહાણના