________________
૨૦૪
श्री सङ्घाचार भाष्यम् દ્વિતીય પ્રસ્તાવનો પ્રારંભ
છે નમઃ પ્રાવનિકેભ્યઃ પાંચ અભિગમ નામનું બીજું દ્વાર વર્ણવ્યું. પાંચ અભિગમનું વર્ણન કરી જિનાલયમાં પ્રવેશ કેવી રીતે કરવો તેનો વિધિ બતાવ્યો. હવે ચૈત્યવંદન કેવી રીતે કરવું તેનો વિધિ બતાવાય છે. કઈ દિશામાં રહીને ચૈત્યવંદના કરવી તેની પ્રરૂપણા માટે દુટિસી' નામનું તૃતીય દ્વાર ગાથાના પૂર્વાર્ધ દ્વારા વર્ણવામાં આવે છે.
ગાથા - વંદંતિ જિર્ણ દાહિણ દિસિઢિયા પુરિસ વામ દિસિ નારી!
ગાથાર્થ પુરુષોએ જિનાલયમાં જમણી બાજુ ઊભા રહીને અને સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભા રહીને ચૈત્યવંદન કરે.
ટીકાર્થઃ જિનાલયમાં પુરુષોએ મૂળનાયક ભગવાનની દક્ષિણ બાજુમાં ઉભા રહીને પ્રભુજીની પ્રતિમાની સ્તુતિ કે પ્રણામ કરવાનો હોય છે. પુરુષોએ પ્રભુજીની જમણી બાજુ ઊભા રહેવાનું કારણ - ધર્મમાં પુરુષની પ્રધાનતા છે.
સ્ત્રીઓ મૂળનાયક પ્રભુજીની ડાબી બાજુ ઊભા રહીને ચૈત્યવંદનાદિ કરે છે. આવો નૈસર્ગિક વિધિ છે.
બધાં જ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનોમાં જો વિધિની પ્રધાનતા હોય તો જ તે મહાફળદાયી બને છે, પણ જો એમાં અતિચાર સેવવામાં આવે તો ક્યારેક આ અનુષ્ઠાન શ્રી દત્તાની જેમ અનર્થકારી પણ બને છે. કહ્યું છે કે - ધર્માનુષ્ઠાન વૈતા પ્રત્યપાયો મહાન ભવેત્ .
रौद्रदुःखौधजनको, दुष्प्रयुक्तादिवौषधाद् ॥ ધર્માનુષ્ઠાનોમાં અતિચારોનું સેવન કરવાથી મહાન વિઘ્નો ઊભા થાય છે. અવિધિથી કરાયેલા ઔષધની જેમ આવું ધર્માનુષ્ઠાન ભયંકર દુઃખની પરંપરા ઊભી કરે છે.
ચૈત્યવંદનાદિ જો અવિધિથી કરવામાં આવે તો તે અતિચારથી યુક્ત હોવાથી આગમમાં પણ પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે.
મહાનિશીથના સાતમા અધ્યયનમાં કહ્યું છે: વિહી રેડ્યાણં વંવિક્કી तस्स णं पायच्छितं उवइसिज्ज, जओ अविहीए चेइयाई वंदमाणो अन्नेसिं असलं ગોડ઼ રૂ ૩૫ – અવિધિપૂર્વક ચૈત્યવંદન કરે તેને પ્રાયશ્ચિત આવે છે. કારણકે ચૈત્યવંદન અવિધિથી કરવામાં આવે તો બીજા જીવોને અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે.
આથી શ્રદ્ધાળુ અશ્રદ્ધા ઊભી થાય તેવી રીતે ધર્માનુષ્ઠાન ન કરે, કારણકે શ્રદ્ધાળુનું લક્ષણ જ એ છે કે સમ્ય વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન કરે તે શ્રદ્ધાળુ શક્તિમાન હોય તો વિધિપૂર્વક જ અનુષ્ઠાન આરાધે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવ ના દોષના કારણે કદાચ વિધિપૂર્વક અનુષ્ઠાન ન કરી શકાય એમ હોય તો એ અનુષ્ઠાન પ્રત્યેનો પક્ષપાત અર્થાત્ કરવાની રુચિ કે આદરભાવ રાખવાનો છે.