________________
બપોરના જયંતીલાલ શાહ અને હિરભાઈ મળળા આવ્યા. તેમણે પાઈપ લાઈન અંગે તા. ૧૦મીની ધોળકાની મિટિંગનો અહેવાલ આપ્યો. પાઈપ લાઈનમાં મશીન નિભાવ ખર્ચ અને રનીંગ ખર્ચ પ્રજાએ આપવાનો છે. આપણે એમ કહીએ છીએ કે છેવટે માલિકી સરકારની છે એટલે સરકાર એમાં હિસ્સો આપે. વળી લોકલબોર્ડને હવે કૂવા-તળાવ નહિ કરવા પડે. એટલે થોડો ખર્ચ એણે રનીંગમાં આપવો જોઈએ. મહારાજશ્રીએ વાતો સાંભળી બોર્ડના કોંગ્રેસ પક્ષ ઉપર એક પત્ર લખી આપ્યો.
અહીં ભૂદાનમાં ૩૬ એકર જમીન મળી છે. તેને ચાર કુટુંબોને વહેંચી આપી છે. તેની વ્યવસ્થા કરી, આ લોકોને આ સાલે ખેડવા આપી દેવી એમ નક્કી થયું. બે કુટુંબો જે બાકી રહ્યાં એને સરકારી પડતર જમીન મળે તે માટે ગામે મદદ કરવી એમ નક્કી કર્યું.
તા. ૧૨-૨-૧૯૫૬ : મિયાળા
ફતેપુરથી નીકળી પચ્છમ થઈ કમિયાળા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. સાથે ઘણા ભાઈઓ આવ્યા હતા. ગામે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ. શરૂઆતમાં મણિભાઈએ ગ્રામસંગઠન અંગે કહ્યું, મહારાજશ્રીએ મંડળને મજબૂત બનાવવા અનુરોધ કર્યો. નાનચંદભાઈએ તપ, ત્યાગ વિશેષ કરવા કહ્યું.
અહીં ઠેઠ સાંતલપુર વિભાગમાંથી ચાર ખેડૂતો મહારાજશ્રીને મળવા આવ્યા હતા. એમની વાત એ હતી કે ત્યાં છ ગામ રાજગોરોનાં છે. વીઘોટી તેઓ બેઆના એકરે ભરતા હતા. હવે સરકારે પસાયતી જમીન ગણીને પૂર્વાકાર ભરવાનું ઠરાવ્યું છે. આ આકાર ઘણું વધારે છે. ત્યાં જમીન હલકી છે અમને ન્યાય અપાવો. એમની વાત સાંભળી બનાસકાંઠાના કાર્યકરો ગલબાભાઈ, માણેકલાલ વખારિયા અને લછીરામ ઉપર પત્રો લખી
આપ્યા.
તા. ૧૩-૨-૧૯૫૬ : નાનીબોરુ
કમિયાળાથી નીકળી નાનીબોરુ આવ્યા. અંતર સાડાસાત માઈલ હશે. વચ્ચે ભોળાદના ગામલોકોએ સ્વાગત કર્યું. ત્યાં થોડું રોકાયા. અહીં આવતાં વચ્ચે ભોગાવો નદી આવે છે. એનું પાણી દૂર સુધી આવે છે. પણ હજુ સાધુતાની પગદંડી
૨૦૭