________________
તા. ૧૭-૭-૧૯૫૬ :
આજે પારણાનો દિવસ હતો. વહેલી સવારના પ્રાર્થના પછી મહારાજશ્રીએ એનિમા લીધો. વજન ૧૪૪ થયું. ૧૨ રતલ ઘટ્યું. આજે ઉપવાસનાં કારણો અને રહેલી સ્થિતિ અંગે એક નિવેદન લખ્યું. પ્રાર્થનામાં લોહાણા અને રજપૂત બોર્ડિંગના વિદ્યાર્થીઓ આવી ગયા હતા. પછી ગામના ભાઈબહેનો આવવા લાગ્યા. બરાબર ૮-૩૦ વાગ્યે પ્રાર્થના શરૂ થઈ. પછી મણિભાઈએ નિવેદન વાંચ્યું. મહારાજશ્રીએ ‘સર્વથા સૌ સુખી થાઓ'નો મંત્ર બોલાવ્યો. પછી દેવીબહેને ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ.' ગીત ગાયું. ત્યારબાદ મહારાજશ્રીનો પારણા વિધિ શરૂ થયો. આમ તો જૈન જ વહોરાવે છે પણ આપણે નવું મૂલ્ય ઊભું કરવા માગીએ છીએ. એટલે વિધિ નવી જ ઢબે ગોઠવાયો. પ્રથમ ખેડૂતમંડળના પ્રમુખ શ્રી વીરાભાઈએ ત્યારબાદ પછાત વર્ગના મગનભાઈ નાથાભાઈ પછી કાશીબહેન, ફૂલજીભાઈ પછી તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુદાસભાઈ, વૈદ્યભા પછી વિદ્યાર્થીઓ પ્રાયોગિક સંઘના છોટુભાઈ વગેરેએ વહોરાવ્યું હતું.
તા. ૧૮-૭-૧૯૫૬ :
આજે મૌનવાર હતો. બપોરના જયંતીલાલ અને નાનચંદભાઈ સારંગપુરથી આવ્યા. એમણે આઘાતજનક સમાચાર આપ્યાં કે મંદિર સાથે થયેલું સમાધાન તૂટી ગયું છે. અને ગઈ રાતના ૯-૩૦ વાગ્યે ફરીથી શુદ્ધિપ્રયોગ શરૂ થયો છે. નવલભાઈ કાચા લવાદી ખતમાં સામીલ હતા એટલે તેમની બેવડી જવાબદારી ઊભી થઈ હતી. તેથી તેમને પાંચ ઉપવાસની જાહેરાત કરી પ્રયોગ શરૂ કર્યો.
કુરેશીભાઈએ મામલતદારને કોલ કર્યો હતો કે સારંગપુરમાં મંદિરવાળા ગણોતિયાની જમીનનો વાવેલો પાક પાડી પોતાનું વાવેતર કરી નાખે છે. તમારે તરત તપાસ કરી રિપોર્ટ કરવો જોઈએ. આ ઉપરથી મામલતદારે સર્કલ ઇન્સ્પેક્ટરને સારંગપુર મોકલ્યા. પ્રથમ તો તેઓ મંદિર ગયા હશે. જયંતીભાઈ બોટાદથી સાથે થઈ ગયા હતા. એટલે કેટલીક વાતો થઈ. સર્કલ કાર્યકરો પાસે આવ્યા. અને કહ્યું કે તમારી મદદ માગું છું. કાર્યકરોએ કહ્યું કે તમારી ફરજ છે. ખેડૂતોને લઈ જાઓ પણ પરિસ્થિતિ એવી હતી કે થોડું મોડું થાય તો મંદિરવાળા ઘોડો મોકલી સાંતી છોડાવી નાખે. એટલે સાધુતાની પગદંડી
૨૬૧