________________
હતા ખરા. પણ નવી સમાજ રચના સ્થાપવાનું વાતાવરણ નહોતું. રામ આવ્યા પછી નવી સમાજ રચના ઊભી થઈ. શૂદ્રો અને પછાતો આગળ આવ્યા. વાલીને બદલે સુગ્રીવનું શાસન સ્થપાયું. રાવણને ઠેકાણે વિભીષણનું રાજ સ્થપાયું. લોકોને ખ્યાલ આવી ગયો કે રાક્ષસી તત્ત્વો કે દુષ્ટ તત્ત્વોનું રાજ ચાલી શકતું નથી. ભોગવાદી અને સત્તાવાદી સંસ્કૃતિ ચાલી શકતી નથી એ લોકોએ અનુભવ્યું.
વંશપરંપરાથી ચાલી આવતી પ્રણાલિકા કે મોટાભાઈને ગાદી મળે એને બદલે રામે નવો ચીલો પાડ્યો કે નાનો ભાઈ રાજગાદી કેમ ન કરી શકે ? સમગ્ર પ્રજાને એ વાત ગળે ન ઊતરે ત્યાં સુધી ધીરજ રાખી, સંયમપૂર્વક પોતાનાં આચરણથી એ વાત ગળે ઉતરાવવી એ તેમનો હેતુ હતો. ધોબીનો પ્રસંગ શાખ પૂરે છે. નારી જીવનની મહત્તા સ્વીકારવામાં આવી છે. એક પત્નીવ્રત. શબરી પણ માર્ગદર્શક થઈ શકે છે. ગુહ જેવા શૂદ્ર પ્રતિષ્ઠિત થઈ શકે છે. એ સિદ્ધાંત સ્થપાયો. વાનર જેવા બિલકુલ અશિક્ષિત જંગલમાં ભટકતાં લોકો પાસેથી શિસ્તબદ્ધ સૈન્ય ઊભું કરી શકાય છે અને રાક્ષસી તત્ત્વો પર જીત મેળવી શકાય છે. આમ બધાંનો સમન્વય સ્થપાઈ જાય છે. એમાં બ્રાહ્મણો, વૈશ્યો, ક્ષત્રિયો, શૂદ્રો બધાં જ આવે છે અને સમન્વય સ્થાપી નવો સમાજ રચાય છે. કૃષ્ણજીવનમાં જુદું છે. શ્રીકૃષ્ણને નાનપણથી જ નેસડામાં જવું પડે છે. કુબ્બા જેવી કદરૂપી સ્ત્રીમાં આત્માની ઉQળતા જોઈ શકે છે. ઝીલી શકે છે. નાગ લોકોને બિવડાવતો હતો તેને લોકો નાથી શકે છે. ઇંદ્ર બિવડાવતો હતો તેને બચાવે છે. લોકો નગરલક્ષી થતાં હતાં. તેને બચાવે છે. કાનો દાણ માગે, એટલે ગામડાંનો માલ બહાર જાય તો કાનો તેને ઓક્ટ્રોય ડ્યૂટી લેશે. તમારે બીજા ઉપર આધાર રાખવો પડે તે ઇચ્છનીય નથી. ગ્રામ સ્વાવલંબન કરીને પછી શહેરોને આપો નહિ. દૂધ અને બીજી વસ્તુ ગ્રામવાસીઓને પ્રથમ મળે એવું આયોજન એમણે કર્યું.
ક્ષત્રિય સમાજમાં એવું અટવાઈ જવું પડ્યું કે ઓધવજીના કહેવા છતાં, ગોવાળિયાનો પ્રેમ હોવા છતાં, પાછા આવી શકતા નથી. અને એ ગ્રામીણ જનતા આગળ આવે, તે પ્રક્રિયા થઈ શકતી નથી. ઋષિઓ લોકસંપર્કમાં આવ્યા છતાં, નવાં મૂલ્ય, સ્થાપી શકતા નથી. એટલે કે ક્ષત્રિયોને બ્રાહ્મણના આધીન બનવું જોઈએ તે બનતું નથી અને યુદ્ધ થાય છે. ૨૧૪
સાધુતાની પગદંડી