________________
થયાં, કે તરત બીજા ઘણા અગત્યના રોકાણ હોવા છતાં, રામ અટકતા નથી. પણ સમયસર પહોંચવા માટે વિમાનમાં અયોધ્યા પહોંચી જાય છે. કારણ કે ભારતને વચન આપ્યું છે કે ૧૪ વરસ પછી તરત આવી જઈશ. વિભીષણના મેળાવડામાં પણ હાજર રહેતા નથી. વાલીના ઘરે પધારતાં નથી. પણ તાપસ વેશમાં અયોધ્યા પધારે છે. કેટલી ઝીણવટભરી કાળજી દરેક વાતમાં રાખે છે !
કોઈપણ નિર્ણય લેવો હોય તો અંતઃકરણને જ વફાદાર રહેવાનું હોય છે. પણ અંતઃકરણની પ્રેરણા સાચી છે કે ખોટી એને જુદી રીતે ચકાસવું જોઈએ. સમાજનાં જૂનાં શાસ્ત્રો, ગુરુ અને છેવટે કહ્યું, પોતાની સત્યબુદ્ધિ કહે તે પ્રમાણે કરવું. આપણું મન કોઈપણ વસ્તુનો નિર્ણય ના કરી શકે, ત્યારે તેને કોઈ શ્રદ્ધેય તત્ત્વ ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ. કેટલીકવાર આપણી પ્રસન્નતા ખોવાઈ જાય છે. એનું કારણ ગીતા બતાવે છે. કોઈપણ ક્રિયા ફળ વગરની નથી હોતી. પણ ફળની પાછળ આસક્તિના અંશો હોય ત્યારે આપણે એકદમ અવળા નિર્ણયો લઈ લઈએ છીએ. ચાલો ત્યારે પ્રસન્નતા માટે વચન તોડી નાખીએ. પણ તેથી તો આત્માનો કલેશ થયા કરે છે. હવે શું કરવું ? ગુરુજીના વચનો ઉપર વિશ્વાસ રાખવો આપણે દરેક પ્રશ્ન આ રીતે વિચારવા જોઈએ. નાનચંદભાઈએ મારું ધ્યાન ખેંચ્યું કે ગુજરાત છોડવાની વાત મૂકી તે બરાબર ન લાગ્યું. મનમાં જે આવે તે રજૂ કરવું. તે યોગ્ય છે કે નહિ ? વિદ્વાન એકલો પડી જાય ત્યારે સમાજ કે સંસ્થાનું સ્વરૂપ ડહોળવું ન જોઈએ. બુદ્ધિભેદ ઊભો ન કરવો જોઈએ. જગતગુરુ શંકરાચાર્યે કહ્યું જ છે. વ્યક્તિનું મૂલ્ય ન જવું જોઈએ. તેની સાથે સમાજને ડહોળવો પણ ના જોઈએ.
મૌન વખતે એક બે વ્યક્તિ ઘાટકોપરના ઉપાશ્રયમાં મને આવવા મના કરતા હતા. આખો સમાજ તરફેણ કરતો હતો. તો શું કરવું ? બે વ્યક્તિના અહંમને પોષવો કે શું કરવું ? ત્યારે મને લાગ્યું કે એમાં બે વ્યક્તિનો સવાલ નથી. પણ એથી સમાજ ડહોળાઈ જશે એટલે કહ્યું, સર્વાનુમતે નિર્ણય ના થાય તો મારે ઉપાશ્રયમાં ના આવવું. નિરાશામાંથી આ વિચાર આવ્યો ન હતો. કે દુઃખ લાગ્યું માટે ભાગી જવું. તેની સાથે બળાત્કાર કોઈના ઉપર વિચારો લાદવા નહિ એમ પણ હું સમજું છું. કોઈને લાગશે સાધુતાની પગદંડી
રે ૫૭