________________
કઠણ જીવન જીવે છે. આ બાજુ ક્યાંય ઝાડ નથી. ધૂળના ગોટેગોટા ઊડે અને પાણીનો ત્રાસ છતાં લોકો મસ્ત જીવન જીવે છે.
એક હરિજનભાઈ થાળીમાં ખાંડ અને દશ રૂપિયાની નોટ મૂકી ભેટ ધરવા ખાવ્યા. એમને સમજાવ્યા. તેમના પ્રેમની કદર કરી પૈસા પાછા આપ્યા. તા. ૧૩-૩-૧૯૫૬ : ભાણગઢ
રાહતળાવથી નીકળી ભાણગઢ આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો સૌરાષ્ટ્ર સેવા સમિતિની ધર્મશાળામાં રાખ્યો. વચ્ચે માધવપુરા ગામ આવ્યું. લોકો ભજન-મંડળી લઈને આવ્યા. તેમનું સ્વાગત કર્યું. એક દીકરી કળશ લઈને આવી હતી.
ભાલ-નળકાંઠામાં અડધા ઉપરાંતની વસ્તી, મજૂરી માટે બહારગામ ગઈ છે. તળાવ સારું છે. લોકો કપડાં ધૂએ છે. તેથી બગડી જવા સંભવ છે તે જ પાણી પીવાય છે. તા. ૧૪, ૧૫-૩-૧૫૬ : મિંગલપુર
ભાણગઢથી નીકળી મિંગલપુર આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો સૌરાષ્ટ્ર સેવા સમિતિના મકાનમાં રાખ્યો હતો. ગામે ભજનમંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. આ આખું ગામ ગણોતધારાના વિરોધમાં જમીન ત્યાગ કરવા તૈયાર થયું છે. ગામ તદ્દન ગરીબ છે. છતાં તેમનો પ્રેમ દેખાઈ આવતો હતો. બહેનો મોટી સંખ્યામાં ગીતો ગાતાં ગાતાં આવ્યાં હતાં.
બપોરના મારવાડથી બે જૈન સાધુઓ મુનિશ્રી ડુંગરશી મહારાજ અને મુનિશ્રી નેમિચંદ્રજી મહારાજ પૂ. સંતબાલજીને મળવા ખાસ આવ્યા હતા. ગૂંદીથી ત્રણ દિવસ રોજ બારબાર માઈલનો પ્રવાસ કરીને તાપમાં ભાલનળકાંઠાના સૂકા ગામડાંમાં પ્રવાસ કરીને આવ્યા. આવવાનું ખાસ પ્રયોજન તો અહીં ખેડૂતો તથા ખેડૂત કાર્યકરોની મિટિંગ રાખી હતી તેનાથી પરિચિત થવાય તે હતું.
બંને મુનિઓ આવવાના સમાચાર મળ્યા કે તરત થોડા આગેવાનો અને બહેનો એકત્ર થઈ ગયાં. ભજનમંડળી શરૂ થઈ અને ગીતો ગાતાં ગાતાં તેમનું સ્વાગત કર્યું. પૂ. સંતબાલજી ગોચરી કરતા હતા તેમણે સમાચાર જાણ્યા એટલે ગોચરી અધૂરી મૂકી સામે ગયા. સાધુઓનાં પાત્રો લઈ લીધાં. સાધુતાની પગદંડી
૨ ૨૫