________________
તા. ૨૧-૪-૧૯૫૬ થી ૧૧-૫-૧૯૫૬ ઃ રાણપુર
ઉમરાળાથી નીકળી રાણપુર આવ્યા. અંતર સાડાપાંચ માઈલ હશે. ઉતારો ફૂલછાબ કાર્યાલયમાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું. અહીંના નિવાસ દરમિયાન રાત્રે જુદી જુદી જગ્યાએ જાહેર સભાઓ ગોઠવાઈ હતી. તા. ૨૧ થી ૨૮ સુધી ગુજરાતના કાર્યકરોની ચિંતન શિબિર રાખવાની હતી. પણ એ બંધ રાખી તા. ૮ થી ૧૦ સુધી રાખવાનો વિચાર કર્યો. તેમાં કાર્યકર્તાઓ સાથે રાજકારણની શુદ્ધિ, સહકારી પ્રવૃત્તિ અને ગ્રામસંગઠન અંગે સારી વાતો થઈ હતી. દિલીપભાઈ, વાલજીભાઈ દરજી, ધરમચંદભાઈ વગેરેએ સારી સેવા બજાવી હતી.
તા. ૧૨, ૧૩-૫-૧૯૫૬ : બરાનીયા
રાણપુરથી નીકળી બરાનીયા આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. પ્રવચનમાં બહેનો ભાઈઓએ સારી હાજરી આપી હતી.
તા. ૧૪-૫-૧૯૫૬ ઃ વાગડ
બરાનીયાથી નીકળી વાગડ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો મણિબહેનને ત્યાં રાખ્યો હતો. દરબારોએ બહુ રસ નહિ બતાવ્યો. એક જ કણબીનું ઘર છે. દરબારોની વસ્તી મુખ્ય છે. રાત્રે જાહેરસભા થઈ. પણ સંખ્યા ઓછી હતી.
અહીં એક બનાવ બની ગયો. રાત્રે કોઈએ મણિબહેનના ઘર ઉપર પાંચ-છ પથ્થરો ફેંક્યા. જો કે કોઈને ઇજા ન થઈ. એક ભાઈ બહાર સૂતા હતા. એમને થોડું વાગ્યું. મહારાજશ્રીની હાજરીમાં આવું બને તે ઇરાદાપૂર્વકનું ગણી શકાય. એટલે પ્રસંગને અનુરૂપ શુદ્ધિપ્રયોગ કરવાનું વિચાર્યું. નાનચંદભાઈએ ત્રણ ઉપવાસ કર્યા, દીવાનસંગભાઈએ બે, અભેસંગભાઈએ એક, પૂજાભાઈએ એક અને કેટલાક સ્થાનિક ભાઈઓએ પણ ઉપવાસ કરેલા. તેમનાં પારણાં તો બીજા ગામમાં જ થતાં. વાતાવરણ સ્વચ્છ થયું. પણ ગુનેગારો સાબિત થયા નથી. એટલે પ્રયોગ ચાલુ છે. તા. ૧૫-૫-૧૯૫૬ : અણીયાળી
વાગડથી અણીયાળી આવ્યા. અંતર ચાર માઈલ હશે.
૨૩૬
સાધુતાની પગદંડી