Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૫૧
સારે અનુક્રમે ચૌદ પૂર્વ સહિત દ્વાદશાંગી રચે છે. હવે દેવા વડે પિરવરેલા ઇન્દ્ર દિવ્યચ્ણુથી ભરેલા રત્નમય સ્થાલ ગ્રહણ કરીને તીર્થંકરના ચરણ સમીપે ઊભા રહે છે.
હવે ઋષભદેવ પ્રભુ ઊભા થઈને ગણધરાના મસ્તક ઉપર અનુક્રમે વાસક્ષેપ કરતા ‘સૂત્ર વડે, અથ વડે, તદુભય વડે, દ્રવ્ય-ગુણ-પર્યાય વડે અને નય વડે” પણ પાતે અનુચેાગની અનુજ્ઞા અને ગણની પણ અનુજ્ઞા આપે છે.
તે પછી દેવા, મનુષ્યેા અને સ્ત્રીએ દુ ંદુભિનાનાદપૂર્વક તે ગણધરાની ઉપર ચારે તરફથી વાસક્ષેપ કરે છે, તે ગણધરો પણ અંજલિસ’પુટ રચી, વૃક્ષેા જેમ મેઘજળને સ્વીકારે તેમ સ્વામીનાં વચનને સ્વીકારતા ઉભા રહે છે. તે વખતે સ્વામીરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ દેશનારૂપી પ્રચંડ ભરતી સરખી મર્યાદા સરખી પ્રથમ પૌરુષી સમાપ્ત થઈ.
એ વખતે અખડ, ફોતરા વગરના, ઉજજવલ કલમ ચેાખા વડે બનાવેલે, ચાર પ્રસ્થ પ્રમાણ, થાળમાં રહેલા, દેવા વડે ગધ નાંખવાથી ખમણી કરાઈ છે. સુગંધ જેની એવા, પ્રધાન પુરુષો વડે ઉપાડાયેલા, ભરત મહારાજાએ કરાવેલા, દેવદુ‘દુભિના અવાજના પ્રતિશબ્દ વડે ઉદ્ઘાષિત કર્યા છે દિશાઓના મુખ જેણે એવે, મંગલગીત–ગાનમાં તત્પર એવા સ્ત્રીજના વડે અનુસરાતે, નગરજને વડે પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પુણ્યરાશિની જેમ ઘેરાયેલા અલિ પૂર્વંદ્વારેથી સમવસરણમાં પ્રવેશ કરે છે. પ્રભુને પ્રદક્ષિણા કરીને કલ્યાણરૂપી ધાન્યના શ્રેષ્ઠ બીજને વાવે તેમ પ્રભુની આગળ ખિલ ફેકે છે.