Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૭૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અનુગ્રહ કરીને તેને પોતાના કીર્તાિકારકની જેમ ત્યાં જ સ્થાપન કરે છે. તે પછી વરદામપતિ પ્રસન્નતાપૂર્વક બોલાવીને, વિસર્જન કરીને વિજયવંત એવો રાજા પિતાની છાવણીમાં આવે છે. રથ ઉપરથી ઉતરીને, સ્નાન કરીને તે રાજમૃગાંક અષ્ટમભક્તને અંતે પરિવાર સાથે પારણું કરે છે, તે પછી તે વરદામપતિને અષ્ટાબ્રિકા મહોત્સવ કરે છે, “મેટા પુરુષે લેકમાં મહત્ત્વ આપવા માટે પિતાના માણસનું સન્માન કરે છે.
દિગયાત્રામાં પ્રભાસતીર્થને અધિકાર
તે પછી પરાક્રમ વડે બીજા ચંદ્રની જે તે ચકવતિ ચકને અનુસરત પશ્ચિમ દિશામાં પ્રભાસ સન્મુખ ચાલે છે, છિદ્રરહિત સિન્યની રજવડે આકાશ–પૃથ્વીને ભરી દે તે કેટલાક પ્રમાણે વડે પશ્ચિમ સમુદ્ર પાસે પહોંચે છે. સેપારી-તાંબૂલી (નાગરવેલ) અને નાળીયેરના વનથી વ્યાપ્ત સમુદ્રના પશ્ચિમ કાંઠે છાવણી સ્થાપે છે, ત્યાં રાજા પ્રભાસપતિને ઉદ્દેશીને અષ્ટમભક્ત કરે છે, પૂર્વની જેમ પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરે છે, પૌષધવ્રત પૂર્ણ થયે રાજા રથમાં ચઢીને બીજા વરુણદેવની પેઠે સમુદ્રમાં પ્રવેશ કરે છે, ચકનાભિપ્રમાણ જળને ઓળંગીને રથ ઊભે રાખીને ધનુષ્યને દેરી ઉપર ચઢાવે છે, જ્યલક્ષ્મીની કીડા કરવાની વિણ સરખા ધનુષ્યની તંત્રીની
જેમ ધનુષ્યની દેરીને હાથ વડે મોટેથી વગાડે છે, - સમુદ્રના વેત્રદંડની જેમ ભાથામાંથી બાણને ખેંચે છે,