Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૮૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્તંભનના ઔષધ સરખા અષ્ટાનિકા મહોત્સવને મેટી ઋદ્ધિ વડે કરે છે.
તે પછી તે સેનાપતિ મંત્રવાદી જેમ મંડલ આલેખે, તેમ અખંડ તંદુલ વડે મંગળના કારણરૂપ આઠ મંગળ આલેખે છે. આલેખન કરીને ઇંદ્રના વજની જેવા, બૈરીનો વિનાશ કરનારા ચકવતિના દંડરત્નને પિતાના હાથે ઉપાડે છે. બને કમાડને પ્રહાર કરવા ઇરછતે તે સાત-આઠ પગલાં ખસે છે, “ગજેન્દ્ર પણ પ્રહાર કરતાં પહેલાં કાંઈક ખસે છે જ ! ” ખસીને વાજિંત્રની જેમ તે કંદરાને મોટેથી ગજાવતે સેનાપતિ ત્રણવાર તે દંડ વડે બને કમાડને તાડન કરે છે.
તે વખતે મૈતાઢય પર્વતના અત્યંત મીંચાઈ ગયેલા નેત્રોની જેવાં વજીથી બનેલાં તે બને કમાડે ઊઘડે છે. તે દંડના તાડનથી ઊઘડતી વખતે તડ–તડ શબ્દ કરતાં તે બંને કમાડે જાણે મોટેથી આનંદ કરે છે ! - સેનાપતિ ઉત્તર ભરતખંડના જયપ્રસ્થાનના મંગલરૂપ તે કમાડ ઉઘડવાના સમાચાર ચક્રવતિને જણાવે છે. હવે ભરતરાજા ચંદ્રની જેમ પ્રૌઢ પરાક્રમવાળા હસ્તિરત્ન ઉપર બેસી તમિસ્ત્રાગુફામાં આવે છે.
મણિરત્ન અને શકિણીરત્નનું વર્ણન શિખાબંધનની જેમ મસ્તક ઉપર રહેલા જેના વડે કયારે ય તિર્યંચ-મનુષ્ય અને દેવાથી ઉત્પન્ન થયેલા 1 ઉપસર્ગો થતા નથી, જેનાથી અંધકારની જેમ સમસ્ત