Page #1
--------------------------------------------------------------------------
________________
થીe. As
laddau
rus
PES S
SS SSS
શ્રી ઋષભનાથ ચરિત્ર પૂજ્યપાદ આ.મ.શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ. રચિત "સિરિસિહણાઇ ચરિય’નો
ગુર્જરભાષાનુવાદ |||
- પ્રકોશકે : | શ્રી વિજ્ય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાન મંદિર, સૂરત.
*
*
*
*I
Page #2
--------------------------------------------------------------------------
________________
ॐ नमो अरिहंताणं
પૂ. આચાર્યશ્રી વિજય કસ્તૂરસૂરિ વિરચિત શિશ્પિક્ષના યિના ગુર્જર અનુવાદ
શ્રી ઋષભનાથ ચરિત્ર
• અનુવાદક :
કપૂરચંદ રણછેડદાસ વાયા
અધ્યાપક
શ્રી જૈનસૂક્ષ્મતત્ત્વમેધ પાઠશાળા – પાલીતાણા પ્રેરક : પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજય ચંદ્રોદ્રયસૂરીશ્વરજી મ.
: પ્રકાશક :
શ્રી વિજય નેમિ – વિજ્ઞાન, કસ્તૂરસૂરિ જ્ઞાનદર્
―
સૂરત.
વીર સ, ૨૫૦૩ વિ. સં. ૨૦૩૩
ત્તિ ૧લી
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાના
શ્રી વિજય નેમિ – વિજ્ઞાનકસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર C/o શાંતિલાલ ચીમનલાલ સ`ઘવી ઠે. ગેાપીપુરા, કાયસ્થ મહાલ્લા, સૂરત.
સરસ્વતી પુસ્તક ભંડાર રતનપાળ, હાથીખાના, અમદાવાદ.
*
જૈન પ્રકાશન મંદિર માસ્તર જશવંતલાલ ગીરધરલાલ ઢાશીવાડાની પેાળ, અમદાવાદ.
મુદ્રક ઃ રાજુભાઈ સી. શાહ ડેનિમેક પ્રિન્ટસ',
મામુનાયકની પેરળ,
અમદાવાદ-૧,
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
અમારું ગૌરવ :
અમારું એક પરમ ગૌરવ છે કે, પ. પૂ. ધર્મરાજા પ્રાકૃત વિશારદ સ્વ. આચાર્ય ભગવંત શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજશ્રીના રચિત-સંશોધિત કે સંપાદિત કઈ પણ નાના કે મોટા ગ્રંથનું પ્રકાશન કરીએ છીએ, ત્યારે જેન-અજૈન વિદ્યાર્થીએ-સાક્ષરે એટલી જિજ્ઞાસાથી તે તે ગ્રંથને આવકારે છે કે પ્રકાશન બાદ થોડા સમયમાં જ બીજી આવૃત્તિ છપાવવી જરૂરી બની જાય છે. ગુરુ આંજ્ઞા :
પ્રસ્તુત “સિરિસિહનાહ ચરિયમ” કે જે પૂજ્યશ્રીની પ્રાકૃત ભાષાબદ્ધ મૂળ કૃતિ છે. આ કૃતિના ઉત્થાનમાં ધર્મરાજા પૂજ્ય ગુરુદેવને તેઓ શ્રીમાનના ગુરુદેવ પ.પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રેરણા હતી કે, પિતાને પરમ વિનેયી કસ્તુર” સમગ્ર “ત્રિષષ્ટિશલાકાપુરુષ” ચરિત્રનું પ્રાકૃતમાં રૂપાંતર કરે. ગ્રન્થ પ્રારંભ :
પરમ ગુરુચરણ નિષ્ઠ ધર્મરાજાએ મુંબઈના વિ. સં. ૨૦૧૬ ના શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયે ચાતુર્માસ સ્થિરતા દરમિયાન ઉપાધ્યાય (હાલ આચાર્ય) શ્રી મેરૂ
Page #5
--------------------------------------------------------------------------
________________
વિજ્યજી ગણિકે જેઓને પિતે પિતાના ધમમિત્ર ગણતા હતા. તેમ પિતાના પ્રધાન શિષ્ય પૂ. પંન્યાસ (હાલ આચાર્ય) શ્રી યશેભદ્રવિજયજી ગણિવરની વિનંતીથી ત્રિષષ્ટિશલાકા પુરુષના પ્રાકૃત રૂપાંતર કરવાના શુભ સંકલ્પથી પ્રથમ પર્વનું કાર્ય શરૂ કર્યું. ગ્રન્થની પ્રતિષ્ઠા
વનો પ્રાકૃત અંગેને અનુભવ, ઝીણામાં ઝીણું પણ વ્યાકરણ, સાહિત્ય, વિષયક વાતે રહી જવા ન પામે તેને ખ્યાલ તેમ પ્રાકૃતના અભ્યાસીઓને પ્રાચીન-અર્વાચીન પ્રાકૃત ભાષાના શબ્દો કે ધાતુના કર્તરિ-કમિણિ કે પ્રેરક આદિના પ્રગાને અનુભવ સહજ રીતે કેમ થાય? અને આ એક ગ્રન્થના વાંચન-મનન દ્વારા અભ્યાસી પ્રાકૃતભાષામાં રસમય બની જાય તેવા લક્ષ્યપૂર્વકને શ્રમ આ ચરિત્રગ્રસ્થમાં દેખાય છે. તે આ ચરિત્ર ગ્રન્થના પરિચયમાં આવનાર સાક્ષના હોદ્દગાર રૂપ સંખ્યાબંધ અભિપ્રાય પ્રાપ્ત થયા છે. પ્રથમ વાંચન :
ચરિત્ર ગ્રન્થની રચના બાદ સ્વયં પોતે જ પોતાના શિષ્ય-પ્રશિષ્ય મુનિશ્રી અશેકચંદ્રવિવજયજી, મુનિશ્રી જયચંદ્રવિજયજીને સાંગોપાંગ વાચનાના વિષયમાં લઈ સંશોધન અને જરૂર સંવર્ધન કરી પ્રકાશન ચોગ્ય બનાવ્યું.
આજે તે મૂળ ચરિત્ર ગ્રથને અભ્યાસ પણ સારા
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રમાણમાં ચાલે છે. ભારત અને ભારત બહારના સેંકડે જન-અરેન વિદ્વાને માં, વિદ્યાપીઠમાં, અને લાઈબ્રેરીઓમાં તે ચરિત્ર ગ્રન્થ સ્થાન પામે છે. પણ– ગુર્જરનુવાદને સંક૯૫ઃ
પ્રાકૃતના પ્રારંભના અભ્યાસીઓને મૂળ તે ચરિત્ર ગ્રન્થના વાંચનમાં થોડી કઠીનતા પડતી હોવાથી તેને ગુર્જરનુવાદ થાય તેમ વર્ષોથી જરૂરિયાત છે, તેમ પૂજ્યશ્રીના ધ્યાનમાં આવ્યું હતું. અને સમયે તે કામ પણ કરવું તે સંકલ્પ પણ કર્યો હતો. આ સંક૯પની સિદ્ધિ :
વર્ષોને પૂજ્યશ્રીને સંકલપ અન્યાન્ય ગ્રથ રચનાની પ્રવૃત્તિના લીધે પૂર્ણ ન થ પણ વિ. સં. ૨૦૩૨ માં તરણ તારણ શ્રી સિદ્ધિ ગિરિરાજ ઉપર નૂતન બંધાયેલ બાવન જિનાલય આદિ જિન મંદિરમાં ૫૦૪ જિન બિઓની પ્રતિષ્ઠા મહા સુ. ૭ ની નિર્ણત થયેલ હોવાથી પૂજ્યશ્રીનું પાલિતાણું પધારવું થયું. ત્યારે પંડિત શ્રી કપૂરચંદભાઈ સાથે પ્રાકૃત અધ્યયન અંગે વિચારે થતાં અને પૂજ્યશ્રીએ સિરિચંદરાયચરિય ની વાચના પણ પંડિતજી પાઠશાળામાં સાવજ સમૂહને આપતાં હોવાથી તેમાં આવતાં કેટલાંક પ્રાગે અંગે પણ પૂજ્યશ્રી સાથે પરામર્શ થતે. અને છેવટે આવી પરિસ્થિતિમાં જે ગુજરાનુવાદ થાય તે અભ્યાસીઓને વિશેષ સહાયક બને તેમ વિચારે થતા. પૂજ્યશ્રીએ પંડિતજીને જ સિરિચંદ
Page #7
--------------------------------------------------------------------------
________________
રાય ચિરયના ગુજ રાનુવાદ કરવા આજ્ઞા કરી અને અમેાને જણાવતાં એક આનંદ થાય છે કે સિરિચંદ્રરાય રિયને અતિ અલ્પ સમયમાં પડિંત શ્રી કપૂરચ’દભાઈ એ ગુજ રાનુવાદ સપૂર્ણ કરતાં તે સપૂર્ણ અનુવાદને પૂજય ધર્માંરાજા ગુરુદેવે વૈ. વ. ૧૦ ના ખેરસદમાં સાંગેાપાંગ વાંચી તપાસી પૂર્ણ કર્યાં. પૂજ્યશ્રીની તે સમયની પ્રસન્નતા, પ્રાકૃતના અભ્યાસીઓ અંગેનુ` કા` થયાના સંતાષ અજબગજબના થયા. અને તે જ દિવસે પૂજ્યશ્રીએ પૉંડિતજી કપૂરચંદભાઈ ને પત્ર લખાવી સૂચના કરી કે આ રીતે “ ઉસહ નાહ રિય ” ને પણુ ગુજરાનુવાદ તમારે તૈયાર કરવા. તે પુત્ર પડિતજીને પાલિતાણા પહેાંચે અને તેના પ્રત્યુત્તર આવે તે પહેલાં પૂજ્યશ્રી સાજીત્રા હૈ. વ. ૧૪ની વહેલી પરાઢ સ્વર્ગવાસ પામ્યા. કાળની ગતિ ગહન છે. આજે તે પૂજ્યશ્રી સદેહે નથી પણ તેઓશ્રીની ભાવના આદેશાનુસાર ‘ઉસહચરિય'ના ગુજરાનુવાદ પૉંડિતજીએ તૈયાર કરી આપતાં અમે પ્રકાશિત કરી શકયા છીએ. ઊંચે ઊંચે સ્વગે વીરાજિત ધમરાજા ગુરુદેવ અમારા આ કાર્યને નિહાળી. પરમ સંતાષને અનુભવે એ જ હવે એક મનેાકામના.
સ્મારક સમિતિની સ્થાપના :
પૂજ્યશ્રીના સેાજીત્રા સ્વર્ગવાસ સમયે પૂજ્યશ્રીના 'તેવાસી પ. પૂ. આચાય. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી પૂજ્ય ધર્મરાજા ગુરુદેવનાં અતિમ
Page #8
--------------------------------------------------------------------------
________________
દશને આવેલા હજારે ભક્તગણને પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ રહે તે અંગે પ્રેરણું કરતાં ભાવિકેએ ૪૦ થી ૫૦ હજારનું ફંડ એકત્રિત કર્યું અને તે સમયે “જૈનાચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વર સ્મારક સમિતિ”ની નિયુક્તિ પણ કરી. સમિતિનું કાર્યક્ષેત્ર :
સમિતિએ પૂજ્યશ્રીના કાયમી સ્મારક અંગે સોજીત્રા અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર સમાધિ મંદિર બનાવવું. શેઠ શ્રી મોતીશાના જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવવા તેમજ પૂ. અકબર બાદશાહ પ્રતિબંધક પરમ શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ના ચાતુર્માસ સ્થિરતાથી પવિત્ર બનેલ ઉપાશ્રયને જીર્ણોદ્ધાર કરાવે એમ ત્રણે કાર્યો સોજીત્રામાં કરવાને નિર્ણય કર્યો. પ્રાકૃત અધ્યયન-અધ્યાપન અંગે નિર્ણય –
ધર્મરાજા પૂજ્ય ગુરુદેવના જીવનને વ્યવસાય તે સ્વાધ્યાય અને સાધનાને જ હતું. જેથી તેઓશ્રીનું સાચું સમારક પણ તેઓશ્રીને સ્વાધ્યાયના વ્યવસાયને અનુસરતું થાય તે અંગે સમિતિએ પ્રાકૃત અધ્યયન-અધ્યાપન અંગે
ગ્ય સ્થળે પાઠશાળા કે વર્ગો ચલાવવા, અભ્યાસીઓને ઉત્સાહવર્ધક પારિતોષિક આપવાં. તેમજ પૂજ્યશ્રી રચિત પુસ્તકેનું પ્રકાશન કરવું. પ્રાચીન અપ્રગટ તેમજ પ્રગટ પ્રાકૃત ગ્રન્થનું સંશોધન કે પુનર્મુદ્રણ કરવું. તેને અનુ
Page #9
--------------------------------------------------------------------------
________________
લક્ષીને અન્ય પણ પ્રવૃત્તિ કરવી, તેમ નિશ્ચય પણુ કરવામાં આવ્યા છે.
ધમરાજા પૂજ્યશ્રીની પરમ કૃપાઃ
પૂજ્યશ્રીના પરમ કૃપાના પરિબળથી સમિતિએ સેાજીત્રા સમાધિ મંદિરની ભવ્યાતિભવ્ય મહાત્સવપૂર્વક વિ. સં. ૨૦૩૩ના ફ્ા. સુ. ૩ ના ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. સેાજીત્રાના શ્રી જિન મદિર તેમ ઉપાશ્રયના જિર્ણોદ્ધાર અંગે પણ કાર્ય શરૂ કરાવ્યું. અને ચિરય ના ગુજરાનુવાદ
'
સિરિ ઉસહનાહ
આ
સમિતિનાં કેટલાંક કાચની જવાબદારી અમાએ સ્વીકારી હાવાથી, પુસ્તક પ્રકાશન અંગેનુ` કા` અમે એ સ્વીકાર્યું છે. જેથી આ ગ્રન્થ રત્નને પ્રકાશિત કરતા અમાને આનંદ થાય છે. ધર્મરાજા ગુરુદેવની કૃપાવર્ષા થતી રહે અને અમે સિવશેષ આવા ઉજ્જવળ જ્ઞાનભક્તિનાં કાચ કરવા સમર્થ બનીએ એ જ એક તેઓશ્રીને પ્રાથના.
આભાર
આ ગ્રન્થરત્નના પ્રકાશન અંગે પ. પૂ. આ. મ. શ્રી વિજયચદ્રોદયસૂરીશ્વરજી મ. ની પ્રેરણા પ્રાધાન્ય બની છે.
જ્યારે પંડિત શ્રી કપૂરચદભાઈ એ ખૂબ ખંત રાખી અતિ અલ્પ સમયમાં ગુજ રાનુવાદ તૈયાર કરી આપ્ચા છે. જ્યારે વિદ્વન્દ્વલ્લભ પૂ. ધર્માંરાજા ગુરુદેવના ધમિત્ર આચાય. મહારાજશ્રી વિજય ધમ ર ધરસૂરીશ્વરજી
Page #10
--------------------------------------------------------------------------
________________
બગુરુ શાસનસમ્રાટ સૂરિચઢચક્રવતિ પૌઢપ્રભાવશાલિ
ભટ્ટારક આચાર્ય દેવ
'શારાતસ માટે
શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જન્મ સંવત ૧૯૨૯ કારતક સુદ ૧ મહુવા – દીક્ષા જીંવત ૧૯૪૫ આચાર્યપદ ૧૯૬૪-વર્ગવાસ ૨૦૦૫ માસે વદ ૦)) મહુવા
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
મહારાજે “અર્થ” એ શીર્ષક તળે આ ગ્રંથરત્નનો જે પરિચય આપે છે, તે વાંચતા વાચકોને સહેજે ખ્યાલમાં આવી શકે તેમ છે કે ચરિત્રકાર ઉપર અને ચરિત્રના પદાર્થ પરત્વે નિવ્યાજ પક્ષપાત તેઓશ્રીને છે. જ્યારે વિદ્વવર્ય પૂજ્યાચાર્ય મ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે પણ ગુજરાનુવાદને સાંગોપાંગ જોઈ તપાસી પ્રફ સંશોધનાદિનું મહત્ત્વનું કાર્ય કરી ધર્મરાજા પૂજ્યશ્રી પ્રત્યે પિતાને આદર અને ભક્તિ પ્રદર્શિત કર્યા છે. | શ્રી લાલચંદભાઈ કે. શાહે પણ ચીવટપૂર્વક પ્રકાશન સમયસર થઈ શકે તે રીતે પ્રફરીડિંગ વગેરેનું સુંદર કાર્ય કર્યું છે.
મુદ્રણ સુઘડ અને સ્વચ્છ થાય, સમયસર થાય તે અંગે મુદ્રક રાજુભાઈ સી. શાહની અંતરની લાગણી પણ ન વિસરાય તેવી છે.
છેવટે આ તેમ અન્ય કોઈ પણ પુસ્તકાદિ છપાવવાનાં કાર્યો અંગે ગુરુભક્ત એન. એમ. બ્રધર્સવાળા રજનીકાંત શાંતિલાલભાઈની તીવ્રતા, ચીવટ અને પરિશ્રમ જે આમાં ન ભળ્યા હોત તો આ પ્રકાશન આટલું સમયસર ન થાત.
પ્રસ્તુત પુસ્તક તેમ અમારા કઈ પણ પ્રેસ કામ અંગે ડિઝાઈને, બ્લેકે, ફોટાઓ વગેરે કાર્ય માટે
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦
આત્મીયજન બની ગ્રાફીકે ટુડિયાવાળા રતિભાઈ લાલભાઈને ભુલાય તેમ નથી.
સાથે સાથે આ પ્રકાશન અંગે મુંબઈ પાયધૂની શ્રી ગોડીજી જૈન દેરાસર અને ધર્માદા ખાતા તરફથી ૭૫૦૦ તથા મુંબઈ માટુંગા તપગચ્છ જૈન શ્રીસંઘે જ્ઞાનદ્રવ્યમાંથી ૫૦૦૦ જેવી રકમથી નકલે લઈ અમને અમારા આ કાર્યને વેગ આપે છે. જેથી ઉપરોક્ત સર્વ પ્રવૃત્તિઓમાં જે જે મહાનુભાને સાથ-સહકાર મળ્યો છે તે સર્વને આ તકે આભાર માનીએ છીએ.
એજ. લિ. પ્રકાશક
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક માનવજીવનના વિકાસ માટે મહાપુરુષનાં ચરિત્રોનું વાચન અત્યંત ઉપયોગી છે. જગતમાં ઉત્તમ પુરુષની
ગણતરીમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવત, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ એમ ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષે છે. તેમાંય સૌથી ઉત્તમત્તમ પુરુષ શ્રી તીર્થકર પરમાત્મા છે. સર્વ જીને શાસનના રસિક બનાવી મોક્ષ. પમાડવાની ભાવના તેઓના આત્મામાં સતત ચાલુ હોય છે. અને તેવી પ્રબળ ભાવનાના ગે તીર્થંકરનામકર્મને બંધ કરી તીર્થંકર પદ પામી અનેક આત્માએના તારક બને છે.
આ અવસર્પિણી કાળમાં આ ભારતક્ષેત્રમાં ૨૪ તીર્થકર ભગવંત થયા છે, તેમાં સૌથી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્મા થયા છે. જેમણે વ્યવહારમાર્ગ, નીતિમાર્ગ, રાજ્ય વ્યવસ્થા તથા ધર્મમાર્ગ બતાવ્યા છે. તેથી આ અવસર્પિણી કાળમાં સર્વ પ્રાણીવર્ગ ઉપર તેમને સૌથી મહાન ઉપકાર છે.
તીર્થકર ભગવંતેના ચરિત્ર અંગે અનેક સંસ્કૃતપ્રાકૃત આદિ ભાષામાં લખાયેલા ગ્રન્થ છે. તેમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મ. વિરચિત ત્રિષષ્ટિશલાકા પુરષ ચરિત્ર અગ્ર સ્થાન ધરાવે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીએ પ્રથમ પર્વમાં શ્રી ગહષભદેવ ચરિત્ર સવિસ્તર આપેલ છે. તેના અભ્યાસથી ભગવંતના ચરિત્રના બોધ સાથે જૈનશાસ્ત્ર સંબંધી ભૂળ, ખગોળ, તત્ત્વજ્ઞાન આદિ ઘણે સુંદર બંધ થઈ શકે તેમ છે.
શાસનસમ્રાટું દીર્ઘદૃષ્ટા સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટધર સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટધર શાંતતમૂર્તિ, સૌમ્યપ્રકૃતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજશ્રીએ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રના આધારે પ્રાકૃત ભાષામાં ગદ્યબંધ સિરિ નહિંવરિયં ની સુંદર રચના કરી છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે આ ગ્રન્થ ઘણે જ ઉપયોગી છે. વ્યાખ્યાનમાં વાંચવા માટે સરલ-સુબોધ ગ્રન્થ છે.
પૂ. આચાર્યદેવશ્રીએ પ્રાકૃતના અભ્યાસીઓ માટે અનેક પ્રાકૃત ગ્રન્થોની રચના કરી છે. સૌથી પ્રથમ પ્રાકૃત ભાષાના જ્ઞાન માટે પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળાની રચના કરી છે. જેની અનેક આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. અત્યારે તે પ્રાકૃતના અભ્યાસ માટે સર્વસામાન્ય તે ગ્રન્થ થયેલ છે. તેને સાંગોપાંગ અભ્યાસ કરવાથી પ્રાકૃત સાહિત્યના વાંચનમાં સરળતાથી પ્રવેશ થાય છે. તેને અભ્યાસ કર્યા પછી અભ્યાસકે પ્રાકૃતમાં સારી રીતે વાંચન કરી શકે તે માટે પાઈઅવિન્નાણકહા, સિરિચંદરાયચરિયું અને સિરિઉસહનાહચરિય આદિ ગ્રન્થ તેઓશ્રીએ પ્રાકૃત ભાષામાં રચ્યા છે, જે આજે પાય
Page #16
--------------------------------------------------------------------------
________________
પુસ્તક તરીકે સારી રીતે સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાઓમાં ચાલે છે. આ પૂ. આચાર્યદેવશ્રી સપરિવાર વિ. સં. ૨૦૩૨ ની સાલમાં માઘમાસમાં શ્રી શત્રુંજ્ય તીર્થાધિરાજ ઉપર નૂતન બાવન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ, તે વખતે મારે તેઓશ્રી સાથે વિશેષ પરિચય થ અને પૂ. આચાર્યદેવ તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. શ્રીએ સિરિરાયશ્વેિના અનુવાદનું કામ મને સેપ્યું. હું અનેક પ્રવૃત્તિઓમાં ખૂચેલ હોઈ તે કાર્ય મેં ચોમાસા દરમ્યાનમાં પૂર્ણ કરવા કરેલ. પરંતુ પૂજ્યશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી તે કાર્ય મહા વદ ૫ના દિવસો શરૂ કરી ચૈત્ર વદ પના પૂર્ણ કર્યું અને તે દરેક અનુવાદની ને પૂજ્યશ્રીએ જાતે તપાસી સંતોષ વ્યક્ત કર્યો. આજે તે ગ્રેન્થ પણ છપાઈ રહ્યો છે.
ત્યારબાદ અમદાવાદ જતાં વચ્ચે સોજીત્રામાં પૂ. આચાર્યદેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. શ્રી કાલધર્મ પામ્યા.
અમદાવાદ પહોંચ્યા પછી તેઓશ્રીના વ્યાખ્યાનકલાદક્ષ વિદ્વાન શિષ્યરત્ન પૂ. આચાર્યદેવ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજશ્રીએ સિરિયસનાહિરિને અનુવાદ કરવાનું પણ પૂજ્ય ધર્મરાજા ગુરુદેવની આજ્ઞાનુસાર મને જ સુપરત કર્યું. તે અનુવાદ પૂ. સ્વગીય આચાર્ય
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪
શુભાશીર્વાદથી
દેવશ્રીના શુભાશીર્વાદથી વિ. સ. ૨૦૩૨ ના દિવાળીના દિવસે પૂર્ણ થયા. અને તેની બધી માટે અમદાવાદ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદ્રયસૂરિજી મ. ઉપર માકલી આપી. તેઓશ્રીને તપાસીને તુરત તે મુદ્રણ કરવા માટે શ્રી રજનીકાંતભાઈ ને આપી પણ દીધી, જેથી ટૂંક ગાળામાં આ અનુવાદ છપાઈ ગયા.
જે પ્રાકૃત ભાષાના જાણનાર નહાય તે આ અનુવાદ દ્વારા પણ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવંતનું ચરિત્ર સારી રીતે જાણી શકશે. અને રિકસનાવિયેના અભ્યાસ કરનારા પણ કાઈ ઠેકાણે સમજમાં ન આવે, તેના ઉકેલ આ અનુવાદથી કરી શકશે.
પૂ. આચાય દેવે ચંદરાયચરિય' અને સહનાહચરિય' સરલ–સુએધ પ્રાકૃત ભાષામાં રચેલ છે, સાથે સાથે વ્યાકરણને લગતા કર્તાર, કણ વગેરે પ્રયાગા, શબ્દજ્ઞાન, વિભક્તિના જુદા જુદા પ્રત્યેાગા, કાળના પ્રયાગા, પ્રેરક-ઇચ્છાદક પ્રયોગા આદિના જુદે જુદે સ્થળે પ્રયાગ કરી સરળ ભાષામાં પણ પ્રાકૃત ભાષાજ્ઞાન મેળવનાર માટે ઘણા ઉપકાર કરેલ છે.
અત્યારે તેા પ્રાકૃત વ્યાકરણજ્ઞાન માટે પ્રાકૃતવિજ્ઞાનપાઠમાળા, તે પછી વાંચન માટે ચંદરાયચરિય', ઉસહનાહચરિય' મુખ્યપણે ઉપયાગી થઈ પડડ્યા છે. તે પછી આગળ વધનારા માટે સમરાઈકહા, સવેગર્ગશાળા, પઉમચરિય' આદિ અનેક ગ્રન્થા છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
આ રીતે સ્વર્ગસ્થ પૂ. આચાર્યદેવશ્રીએ પિતાનું સમગ્ર જીવન જ્ઞાન-ધ્યાનમાં પસાર કરી, પ્રાકૃતભાષાના સુંદર ગ્રન્થોની રચના દ્વારા આત્મકલ્યાણ કરવા સાથે અન્ય છ ઉપર પણ મહાન ઉપકાર કરેલ છે.
આ અનુવાદ દ્વારા સામાન્ય જને પણ પરમાત્માનું ચરિત્ર જાણું ઉત્તમ સાહિત્યના વાંચન દ્વારા પિતાનું જીવન ઉચ્ચકોટિનું બનાવી, દશન-જ્ઞાન-ચારિત્રની આરાધના દ્વારા કર્મક્ષય કરી, શીધ્રપણે મુક્તિપદના પરમસુખના ભાગી બને એ જ અંતરની અભિલાષા. સિદ્ધક્ષેત્ર
લિ. સંઘસેવક પાદલિપ્તપુર કપૂરચંદ રણછોડદાસ વાયા વિ. સં. ૨૦૩૩
અધ્યાપક વૈશાખ સુદ 9 શ્રી જૈન સૂક્ષ્મ તત્ત્વબોધ પાઠશાળા
સોમવાર તા. ૨૪-૪-૭૭
Page #19
--------------------------------------------------------------------------
________________
“ અર્થ ?
સિરિ ઉસહનાહચરિયું ના રચયિતા પૂજય આચાર્યવર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજને શ્રમ ને શ્રદ્ધા ભરેલે પ્રાકૃત ભાષા પ્રત્યેનો પક્ષપાત વિધ૬ જગતમાં ચિરસ્મરણીય બની રહે એવો છે. તેનાં અનેક દષ્ટાંતમાં આ પ્રસ્તુત ચરિતની રચના પણ એક ઉલ્લેખનીય છે. કલિકાળ સર્વશ્રી હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિ પરથી પ્રાકૃતમાં સુવાચ્ય બને તે રીતે આ ચરિત લખાયેલ છે. તે પ્રકટ પણ થયેલ છે.
પ્રસ્તુત પુસ્તક એ પ્રાકૃત ચરિતને ગૂર્જર ભાષાનુવાદ છે. પ્રાકૃતના અભ્યાસીઓને આ ઉપયુક્ત બને એમ છે. અને શ્રી ઋષભદેવ પરમાત્માનું ચરિત્ર કથાસ્વરૂપે જેમને વાંચવું હોય તેમને પણ આ સુન્દર વાંચન રૂપે ઉપગી થાય એમ છે.
સમ્યકૃત્વ પ્રાપ્ત થયા પછી આત્માને એક વિશેષ અભિલાષ એ પણ રહેતા હોય છે. મારા દિવસે જિનેશ્વર પરમાત્માની કથામાં પસાર થાઓ.
અન્યની કથા માત્ર વ્યથાજનક હોય છે. કેવળ જિનવરની કથા અને તેમની જેમાં છાયા હોય છે, તે કથા બાદ કરીને જિનેશ્વરની જુદી જુદી કથાઓમાં પણ શ્રી ' કહષભદેવ પરમાત્માની કથા તે વિવિધ રસ અને ભાવથી
Page #20
--------------------------------------------------------------------------
________________
શાન્તમૂર્તિ વાત્સલ્યવારિધિ સમયજ્ઞ આચાર્ય દેવ
illlllllllllllllllllllllllllllllllllllll
fortuninhilifulllllllllllll
શ્રીમાન વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ જન્મ થતા ૧૯૪૭ પાટણ – દીક્ષા સંવત ૧૯૬૨ જાથાર્યપદ ૧૯૯૧-થ.વાસ ૨૦૨૨ ચૈત્ર સુદ ૧૦ ખંભાત
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
ભરેલી છે. સ્વભાવ સુન્દર એ કથા મન દઈને વાંચવામાં આવે તે વાચકને એ ખેંચી રાખે છે કે પૂર્ણ કર્યા વગર તે તેની પકડમાંથી છૂટી શકતું નથી.
શ્રી ઋષભદેવ પરમાત્માનાં ચરિત્ર ઘણું લખાયેલાં છે. નાનાં-મોટાં એ ચરિત્રો ઘણાં ખરાં સુલભ છે. છતાં પ્રસ્તુત પુસ્તક એમાં એકને વધારો કરે છે એવું વાચકને નહીં લાગે. નહીં લાગે તેનાં મુખ્ય કારણ એ પણ છે કે એકની એક વાત જુદી જુદી કહી શકાય છે. ને એક રૂપે કહેવાય તે પણ કહેનાર અને સાંભળનાર રસવાળા હોય છે ત્યારે તેની મજા વધતી રહે છે. ધનસાર્થવાહના ભવમાં સમ્યકત્વ પામ્યા ત્યારથી આરંભીને અષ્ટાપદપર્વત પર ૧૦૮ સાથે મોક્ષે પધાર્યા ત્યાં સુધીમાં કેવળજ્ઞાન ગમ્ય અનન્તા પ્રસંગો બની ગયા. તેમ છતાં મતિયુતથી જાણી શકાય અને વર્ણવી શકાય એવા પ્રસંગો એટલો છે કે જે વિસ્તારથી તેને એક એક પ્રસંગને વર્ણવામાં આવે, વિચારવામાં આવે, અનુપ્રેક્ષાનો વિષય બનાવવામાં આવે તે વર્તમાન સમયના આયુષ્યની વાત તે ક્યાં રહી, મનુષ્યભવનું સારું ગણાતું એવું આયુષ્ય પણ ઓછું પડે. . આ અંગે થોડું દર્શન કરીએ તે પ્રથમ ભવ ધનસાર્થવાહને છે. તેમાં
- (૧) મહાવિદેહક્ષેત્ર, તેનો પશ્ચિમ વિભાગ ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર.
Page #23
--------------------------------------------------------------------------
________________
(૨) ત્યાંની વ્યવહારની સ્થિતિ, વેપારની વ્યવસ્થા, રાજકીય વાતાવરણું.
(૩) તેમાં ધનસાર્થવાહ, સાર્થવાહના ગુણે, વ્યાવહારિક પોપકારપરાયણતા. ધનસાર્થવાહની વિશેષતા.
(૪) વસંતપુર જવા માટે ઢંઢેર, સર્વ પ્રકારની અનુકૂળતા કરી આપવાનું વચન.
(૫) આચાર્ય વિજયધર્મઘોષસૂરિજી મહારાજની વસંતપુર જવાની ભાવના, સાર્થમાં જોડાવા માટે કથન. મુનિવરેને આચાર.
(૬) ગ્ય સમયે પ્રયાણું.
(૭) સાથેની મુસાફરી “સબ સાથ જગન્નાથ જેવા અનેક અનુભવે.
(૮) અતુઓનાં પરાવર્તને, વર્ષાનું આગમન, સાથેનું પ્રયાણ અટકી પડ્યું.
(૯) અટવીમાં યોગ્ય આહારની દુર્લભતા. (૧૦) કોઈ શુભ સમયે ધનસાર્થવાહને દ્વારપાલના સૂકત સાંભળીને આચાર્યશ્રીની યાદ.
(૧૧) પિતાની ફરજ નથી બનાવી તેથી લજા આવા એક ઉત્તમ ગુણ પ્રત્યેના ભાવથી જીવ કે સુન્દર લાભ મેળવી જાય છે તેનું શ્રેષ્ઠ દષ્ટાંત.
(૧૨) ઘીનું દાન દેતાં વધતે જાતે ભાલાસને તેથી સમ્યકત્વની પ્રાપ્તિ.
Page #24
--------------------------------------------------------------------------
________________
- ૧૯ આ સર્વને જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી વિચારીએ તે કેટલે વિચાર કરી શકાય. તે વિકસિત ક્ષપશમવાળાને સમજવું કઠિન નથી. આમ આ ચરિત્રને સારી રીતે વાંચી-વિચારી-વાળીને જીવે નિજની ઉત્તમતામાં વધારે કરે. અને મેક્ષમાર્ગમાં વેગથી આગળ વધતા રહે તો “સિરિ ઉસહનાહચરિય”ના કર્તા સ્વર્ગમાં પણ પ્રીણિત થશે. તેને ગૂર્જર અનુવાદ કરનારા પંડિત કપૂરચંદભાઈ રણ છેડભાઈ વારૈયા પિતાના શ્રમને સાર્થક સમજશે. અને પ્રકાશક વગેરે અનેક હાથે આમાં ઉપયુક્ત બન્યા છે. તેઓ સર્વે શ્રેય માં સહભાગી બની ઉલ્લસિત થશે. સં. ૨૦૩૩
વિજયધર્મધુરન્ધરસૂરિ ૌત્ર સુદ ૮ સોમ
જૈન ઉપાશ્રય-પાંજરાપોળ તા. ૨૮-૩-૧૯૭૭.
અમદાવાદ.
Page #25
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
પ્રથમ ઉદ્દેશ પૃષ્ઠ ૧ થી ૮૫
મંગલાચરણ પ્રથમ ધનસા વાહના ભવ ધન સાવાના વસંતપુર જવા વિચાર
શ્રી ધમ ધેાધસૂરિનું આગમન
ધન સાથે ધર્મ ધાષસૂરિનું નગરમાંથી નિગ મન
ગ્રીષ્મ અને વર્ષા ઋતુનુ વર્ણન અટવીમાં નિવાસ
સાના દુઃખ વડે ધનની ચિંતા અને આચાય પાસે આગમન આચાય અને ધનસાથ વાહના વાર્તાલાપ
ધનને ધૃતદાનથી ખેાધિખીજની પ્રાપ્તિ
ધર્મોપદેશ
ધનનું વસ ંતપુરમાં આગમન
બીજો ભવ—ધનની યુગલિક મનુષ્યપણે ઉત્પત્તિ
ઉત્તરકુરૂમાં કલ્પવૃક્ષા
ત્રીજો ભવ-સૌધર્મ દેવલેાકમાં ઉત્પત્તિ
૮
૧૧
૧૧
ર
૧૩.
૧૫
૧૬
૧
૨૩
૨૩
૨૩
૨૪
૨૪
૨૫
२७
૩૦
૩૩
ચાથા ભવ-મહાબળ
શતબળના વૈરાગ્ય
મહાબળનેા રાજ્યાભિષેક, શતબળની દીક્ષા સ્વયં બુદ્ધમંત્રીનુ ચિંતન અને મહાબળને ઉપદેશ સભિન્નમતિનું ચાર્વાકમતનું દર્શન
સ્વયં યુદ્ધ ત્રીએ કરેલી જીવની સિદ્ધિ
સ્વયં બુદ્ધમ ત્રીએ કહેલ રાજાના પિતામહ અતિ બળના ધૃત્તાંત ટળ
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૧
દડકરાનના વૃત્તાંત
સ્વયં ખ઼ુદ્ધમ ંત્રિનું અકાળે ઉપદેશનું કારણ
મહાબળની દીક્ષા અને અનશન પાંચમા ભવ-લલિતાંગદેવ અને તેની સમૃદ્ધિ સ્વયં પ્રભાદેવી
સ્વયં યુદ્ધ ઈશાનક૫માં દૃઢધમ નામે દેવ થયેા નિમિકા
યુગ ધરમુનિને કેવલજ્ઞાન અને તેમના ઉપદેશ નિર્નામિકાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ-અનશન કરી તે લલિતાંગદેવની
સ્વયં પ્રભાદેવી થઈ
લલિતાંગદેવનાં ચ્યવનનાં ચિા છઠ્ઠો ભવ-વાંધ શ્રીમતીના વૃત્તાંત
શ્રીમતીનુ વજ્ર ધ સાથે પરણવુ સાતમા ભવ-ઉત્તરકુરૂમાં યુગલિક આઠમે ભવ–સોધમ દેવલાકદેવ નવમા ભવ-જીવાનદ વૈદ્ય
જીવાનંદ વગેરે છ મિત્રોએ કરેલી મુનિની ચિકિત્સા જીવાનદ વગેરે મિત્રોનું સસ્પેંયમ ગ્રહણ દેશમા ભવ-અચ્યુતદેવલાકમાં ઉત્પત્તિ અગ્યારમા ભવ-વજ્રનાભ ચક્રવતી વસેન તીથ કર થયા અને વજ્રનાભ ચક્રવતી વજ્રનાભ આદિની દીક્ષા
લબ્ધિઓનુ` વર્ણન
વજ્રનાભનું વીશસ્થાનક વડે તીર્થંકર નામ નિકાચિત કરવું મરમે ભવ-સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્ત્પત્તિ
૪૧
૪૨
૪૩
૪૪
૪૭
૪૮
૪૯
૫૧
૫૫
૫૬
૫૮
૫૯
૬૪
१७
}૭
te
Fe
૭૩
७३
૫૪
७५
७८
૭૯
સર
૮૫
Page #27
--------------------------------------------------------------------------
________________
S
૮૭
૯૦
૯૪
૧
૦ ૦
૧ ૦૨
દ્વિતીય ઉદ્દેશ પૃષ્ઠ ૮૫ થી ૧૭૬ કુલકરની ઉત્પત્તિ સાગરચંદ્ર સાગરચંદ્રનું ઉદ્યાનમાં ગમન અને પ્રિયદર્શનાનું રક્ષણ ચંદનદાસના પુત્રને ઉપદેશ સાગરચંદ્રને પ્રિયદર્શન સાથે વિવાહ અશકદત્તનું એકાંતમાં પ્રિયદર્શનાને મળવું સાગરચંદ્રની સાથે અશોકદત્તની વાતચીત સાગરચંદ્ર આદિનું મરણ પામી યુગલિકપણે ઊપજવું કાળચક્રનું સ્વરૂપ સાત કુલકરે-પ્રથમ કુલકર વિમળવાહન બીજે કુલકર-ચક્ષુમાન ત્રીજે કુલકર-યશસ્વી ચોથો કુલકર-અભિચંદ્ર પાંચમો કુલકર-પ્રસેનજિત છટ્ઠો કુલકર-મરુદેવ સાતમે કુલકર-નાભિ ઋષભ પ્રભુનું ચ્યવન મરુદેવાને નાભિરાજા અને ઈકોએ કહેલ સ્વપ્નફળ ગર્ભ પ્રભાવઃ ઋષભ જિનને જન્મ ૫૬ દિકુકમારિકાઓએ કરેલ જન્મોત્સવ . સૌધર્માધિપતિનું જિનને લઈને મેરુ પર્વત પર ગમન ઈશાનેન્દ્ર આદિનું મેરુ ઉપર આગમન અચ્યતેન્ટે કરેલ અભિષેક મહત્સવ સૌધર્મેન્દ્ર કરેલ અભિષેક મહોત્સવ ઈકે કરેલી જિનેશ્વરની સ્તુતિ
૧૦ ૩ ૧૦૩ ૧૦૪ ૧ ૫ ૧૦૫
૧૦૫
૧૦૭
૧૧૧ ૧ ૧૭ ૧૨૪
૧૨૮ ૧૩૨
૧૩૪
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૩
નદીશ્વરદ્વીપમાં ઈંદ્રાદિકે કરેલ અષ્ટાર્ટૂિનકા મહાત્સવ
ઋષભનામ અને વશની સ્થાપના
જિનના અતિશયા અને દેવા સાથે ક્રીડા
જિનેશ્વરના દેહનાં લક્ષણા
પ્રભુનુ દેવાએ કરેલ સંગીતનું જોવુ ઈંદ્ર કરેલા વિવાહના પ્રસ્તાવ
મંડપનું વર્ણન
અપ્સરાએએ સુમંગલા અને સુનંદાને તૈયાર કરવી પ્રભુના વિવાહ મહાત્સવ ભરતઆદિપુત્રોની ઉત્પત્તિ
ઈંદ્રે કરેલ જિનેશ્વરના રાજ્યાભિષેક વિનીતાનગરીનુ નિર્માણુ
જિનેશ્વરના રાજ્યનાં અંગાના સંગ્રહ
અગ્નિની ઉત્પત્તિ
શિલ્પકલા આદિનું કથન જગત્પતિની રાજ્યવ્યવસ્થા પ્રભુનું વસતાત્સવનું નિરીક્ષણ ઋષભદેવપ્રભુને વૈરાગ્ય લેાકાંતિક દેવાની પ્રાથના
તૃતીય ઉદ્દેશ પૃષ્ઠ ૧૭૭ થી ૨૫૪
ઋષભદેવપ્રભુનું ભરતને રાજ્યદાન સાંવત્સરિક દાન
ઋષભદેવપ્રભુના દીક્ષા મહે।ત્સવ
કચ્છ-મહાકચ્છ વગેરેની દીક્ષા
ઋષભપ્રભુ અને અન્ય મુનિએને આહારની અપ્રાપ્તિ કચ્છ-મહાચ્છ આદિની ચિંતા
૧૩૭
૧૩૮
૧૪૦
૧૪૨
૧૪૬
૧૪૮
૧૪૯
૧૫૧
૧૫૪
૧૫૩
૧૬૧
૧૬૨
૧૬૩
૧૬૫
૧૬૬
૧૬૮
૧૬૯
૧૭૩
૧૭૫
૧૭૭
૧૭૯
૧૮૦
૧૮૫
૧૮૬
૧૮૭
Page #29
--------------------------------------------------------------------------
________________
२४
નમિ-વિનમિનું આગમન
પ્રભુ પાસે નમિ–વિનમિની રાજ્યની માગણી અને ધરણેન્દ્રનુ
આગમન ૧૯૧
૧૯૪
નાગરાજે મિ-વિનમિને વિદ્યાધરાનું અક્ષય આપવું બૈતાઢપ ત વિદ્યાધરાની મર્યાદા
૧૯૫
૧૯૭
ઋષભપ્રભુની પ્રથમ ભિક્ષા—શ્રેયાંસકુમારનું પ્રથમ દાન
૧૯૯
પ્રભુનું બહલી દેશમાં ગમન-બાહુબલીનું વંદન માટે આગમન ૨૯ સ્વામીને ન જોવાથી બાહુબલીના પશ્ચાત્તાપ ઋષભદેવ સ્વામીને કૈવલજ્ઞાનની ઉત્પત્તિ
૨૧૩
૨૧૫
૨૧૮
૨૨૪
૨૨૫
સમવસરણ
ઈંદ્ર કરેલ પ્રભુની સ્તુતિ મરુદેવાના વિલાપ
ભરતરાજાને સ્વામીના કૈવલજ્ઞાનની ઉત્પત્તિ અને ચક્રરત્નની ઉત્પત્તિનું એકીસાથે નિવેદન
મરુદેવા સાથે ભરતનુ સ્વામિના વંદન માટે આગમન મરુદેવાના મેક્ષ
ભરતરાજાએ કરેલી જિનસ્તુતિ
પ્રભુની દેશના અને સંસારનું સ્વરૂપ
સમ્યગ્દર્શનનું સ્વરૂપ
ઋષભસેન આદિની દીક્ષા
પ્રભુના યક્ષ, યક્ષિણી, વિહાર અને અતિશય
ચતુર્થાં ઉદ્દેશ રૃ. ૨૫૫ થી ૩૪૨
ચક્રપૂજન
ભરતરાજાનું દિગ્વિજય માટે પ્રયાણુ ચક્રવતી નાં રત્ના
૧૯૦
૨૨૮
૨૨૯
૨૩૦
૨૩૧
૨૩૩
૨૩૭
૨૪
૨૫૩
૨૫૫
૨૫૭
૨૫૮
Page #30
--------------------------------------------------------------------------
________________
ર૭૪
૨૮૬
૨૮૮
૨૦૦
૩૦૨
દિયાત્રામાં માગધતીર્થને અધિકાર
૨૬૨ » વરદામતીર્થને અધિકાર
૨૭૦ પ્રભાસતીર્થને અધિકાર કૃતમાલ દેવને અધિકાર
૨૭૮ સિંધુનદીના સામે કાંઠે રહેલ શ્લેષ્ઠ ઉપર વિજય ૨૭૯ તમિસ્ત્રાગુફાના દ્વારનું ઉદ્દઘાટન
૨૮૩ . મણિરત્ન-કાકિણીરત્નનું વર્ણન
૨૮૪ ઉન્મજ્ઞા-નિમગ્ના નદી ગુફામાંથી બહાર નિર્ગમન ઉત્તર ભારતમાં ભિલો ઉપર વિર્ય સેનાપતિના અશ્વનું વર્ણન હિમવંતગિરિ કુમાર દેવને વિજય અને ઋષભકૂટ ઉપર
' નામનું આલેખન નમિ-વિનમિ વિદ્યાધરને જીતાવવું . સ્ત્રીરત્ન
૩ ૦૭ ગંગાદેવી અને નાટ્રયમાલદેવ ઉપર વિજય નવનિધિઓ અયોધ્યામાં પ્રવેશ મહત્સવ ભરતને મહારાજ્યાભિષેક
૩૨૩ ચક્રવતીની સમૃદ્ધિ સુંદરીની દીક્ષા
૩૨૮ ભરતેશ્વરે કરેલી સ્તુતિ સુંદરીએ કરેલી પ્રાર્થના , ભરતરાજાનું અટુઠાણું નાના ભાઈઓ તરફ દૂતોનું
મેકલવું તેઓનું પ્રભુ પાસે આગમન ૩૩૫ પ્રભુને ઉપદેશ-તેઓની દીક્ષા
૩ ૩૯ અંગારકારકનું દૃષ્ટાંત
૩૪૦
૩૦૪
૦
૦ છ છછ છ જ
૦ ૦ ૦
૩૧૫
૭૨૭
૩૩૩
૩૩૪
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૬
પાંચમ ઉદ્દેશ રૃ. ૩૪૩ થી ૪૨૭
""
બાહુબલિ તરતૢ દૂતનું મેકલવુ દૂતની બાહુબલી સાથે વાતચીત સુવેગદૂતનું સભામાંથી નિગમન વિનીતામાં આગમન ભરતની મંત્રીએ સાથે વિચારણા ભરતનું સંગ્રામ માટે પ્રયાણ બાહુબલિનું સંગ્રામ માટે પ્રયાણુ ભરત–બાહુબલિની સૈન્યવ્યવસ્થા અને સૈન્યનું યુદ્ધ માટે સજ્જ થવુ યુદ્ધના પ્રારંભમાં જિનેશ્વરનું પૂજન યુદ્ધ નિવારવા માટે દેવેાનુ આગમન ભરતનુ સૈન્ય આગળ ખળપ્રદર્શન ભરત બાહુબલિનું દષ્ટિપ્રમુખ યુદ્ધ ભરતનું ચક્રમાયન
છઠ્ઠો ઉદ્દેશા પૃ. ૪૨૮ થી ૫૧૬
મિરચીનું વૈષપરિવત ન કપિલ રાજપુત્રનું આગમન ઋષભસ્વામીના અતિશય અષ્ટાપદનું વર્ણન
સમવસરણ ઇન્દ્રકૃત ઋષભજિનની સ્તુતિ ભરતનું શ્રાવાને ભાજન આપવુ
ભગવંત પ્રત્યે ભરતરાજાની પૃચ્છા
અજિતનાથ આદિ ૨૩ તીર્થંકરાનુ સ્વરૂપ
ચક્રવતી એ વાસુદેવ-પ્રતિવાસુદેવ—બળ દેવ
૩૪૫
૩૪૮
૩૬૦
૩૬
. ૩૬૮
૩૭૨
૩૭૪
૩૦૧
૩૭૮
૩૮૩
૩૮૯
૪૦૨
૪૦૪
૪૧૫
૪૨૮
૪૩૧
૪૩૩
૪૩૬
૪૩૮
૪૪૨
૪૫ર
૪૫૭
૪૫૭
૪૬
૪૬૫
Page #32
--------------------------------------------------------------------------
________________
૪૭૧
૪૫.
४७८
४७८ ૪૮૫ ૪૮૯
પ્રભુનું શત્રુંજયતીર્થમાં આગમન પુંડરીકગણધરનું નિર્વાણ ભગવંતને પરિવાર
ઋષભદેવ પ્રભુનું નિર્વાણ નિર્વાણુ મહત્સવ અષ્ટાપદ ઉપર ભરતે કરાવેલ સિંહનિષદ્યા જિનપ્રાસાદ ચોવીશ તીર્થકરોની સ્તુતિ ભરતનું અયોધ્યાનગરીમાં ગમન ભારતના ભોગો ભારતને રત્નમય આરીસાહમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ ભારતનું ચિંતન અનુવાદકારની પ્રશસ્તિ
૫૯૭
૫૬૫ ૫૦૭ ૫૮૯ ૫૧ ૫૧૬
Page #33
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ. પૂ. ગુરુદેવ શ્રીમાના * વિરચિત, પ્રકાશિત, સ`પાદિત પ્રેરિત પુસ્તક
૧. પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા
૨. પાઈઅ વિન્નાણુ કહા ભા. ૧ ૩. પાઈએ વિન્તાણુ કહા ભા. ૨ ૪. સિરિ સહ નાહ ચરિય
૫. પ્રાકૃત રૂપમાળા ૬. સિરિચંદરાય ચરિય
૭. તરંગવઈ તર ગલેાલા
૮. કરુણરસ કદુ'બક
૯. લક્ષ્મી સરસ્વતી સંવાદ ૧૦. વિજ્ઞાન કથાએ ભા. ૧ ૧૧. વિજ્ઞાન કથાએ ભા. ૨ ૧૨. અભિધાન ચિંતામણી કાષ ૧૩. ચતુવિ ંશતિ સ્તવ વૃત્તિ ૧૪. પંચ પરમેષ્ઠી નમસ્કાર વૃત્તિ
૧૫. જીન સ્નેાત્ર કાષ
૧૬. વીતરાગ તેંત્ર
૧૭. જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર ૧૮. પીસ્તાલીશ આગમ પરિચય ૧૯. હરિયાળી સ`ચય
(પ્રાકૃત)
99
29
29
(પ્રાકૃત અભ્યાસી માટે) (પ્રાકૃત)
99
""
,,
૧૪
(ગુજરાતી) ૧ થી (ગુજરાતી) ૫૫ થી ૧૦૮
૨૦. સુરત શાહપુરનું જિન મંદિર
૨૧. સુરત રોયદપુરા દેરાસરનાં ચિત્રાના પરિચય
X
* ૭: વરસના જન્મદિનના મંગલ પ્રસ ંગે ભારત તેમ ભારત બહારના ૩૦૦ વિદ્વાના, યુનિવર્સિ ટીએ, જ્ઞાનભંડારી, મુનિ ભગવાને ગુરુગુણ સંભારણા નિમિત્તે ૪૫૦૦ ઉપરાંત પુસ્તક ભેટ આપેલ હતા.
Page #34
--------------------------------------------------------------------------
________________
મોટા માનવનાં. મોટા મન
66
અમેને ૫. પૂ. આચાર્ય મ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે પૂજ્યપાદ ધર્મરાજા ગુરુદેવશ્રીમાન વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ રચિત. સિરિ સહુનાહ ચરિય’ના ગુર્જ રાનુવાદ છપાઈ રહ્યો છે. પણ અમારું વિશેષ ધ્યાન તા તે રીતે દાયુ કે, પૂજ્યપાદશ્રીની એ કૃતિમાં પ્રારંભ અને અંતમાં ખે
વાર્તાના ઉલ્લેખ કરી. ગ્રન્થકારશ્રીએ પેાતાના મેાટા મનના એક ઉમદા પરિચય કરાવ્યેા છે.
પૂજ્યપાદશ્રી તેઓશ્રીના પરમતારક ગુરુદેવ શ્રીમાન આચાય મહારાજ શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાથે શ્રી ગાડીછ ઉપાશ્રયમાં કે જે ઉપાશ્રયના જિર્ણોદ્ધાર થતાં પ્રથમવાર જ પ. પૂ.
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦
શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજધિરાજ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પરિવાર પૈકીના પ્રથમવાર જ વિ.સં. ૨૦૧૬માં ચાતુર્માસ કર્યું હતું. શાસન પ્રભાવનાનાં અનેકવિધ કાર્યોની હારમાળાથી યશસ્વી બનેલ તે ચાતુર્માસને ધર્મરાજા પૂ. આચાર્ય મહારાજશ્રીએ તેને ગ્રન્થસ્થ કરી અમરત્વ અપાવ્યું છે.
સ્વાધ્યાયમગ્ન પૂ. આચાર્યશ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજે ગુરુ આજ્ઞાથી એક વિશિષ્ટ ગ્રન્થરચનાને મુંબઈ શ્રી માટુંગા જૈન મુ.પૂ. તપગચ્છ શ્રી સંઘના ઉપાશ્રયમાં પોતાના ધર્મમિત્ર ઉપાધ્યાય શ્રી મેર વિજયજી ગણી તથા પોતાના પ્રધાન શિષ્ય પંન્યાય શ્રી યશોભદ્ર વિજયજી ગણીને માટે પ્રારંભ કર્યો. અને તે આ ગ્રન્થને મુંબઈના શ્રી ગોડીજી ઉપાશ્રયમાં વિ. સં. ૨૦૧૬ના ચાતુર્માસમાં શ્રી ગેડીજી પાર્શ્વનાથ ભગવંતના સાંનિધ્યતામાં પૂરું કર્યો.
આ હકીકતને ખ્યાલ જ્યારે અમને વિ. સં. ૨૦૩૩માં ગ્રન્થકારના આજીવન ચરણસેવક પૂ. આ. મહારાજ શ્રી વિજય ચંદ્રોદયસુરીશ્વરજી મહારાજે આપ્યો ત્યારે અમો સર્વને ખૂબ આનંદ થયે કે ગ્રન્થકારે પોતાની ગ્રન્થરચનામાં પોતાના ઉદારમનને ઊંચે પરિચય આપ્યું છે.
પ્રકારની નિખાલસતા, ઉપકારીઓનું સદા ચિંતન તેમ પિતાના અમીયજન પરત્વેનું વાત્સલ્ય તથા પ્રાચીન પદ્ધતિ અનુસાર ગ્રન્થ આલેખનને પ્રારંભ તેમ. પૂર્ણાહુતિ એમ બન્નેના ઐતિહાસિક સત્યનું રક્ષણ કરવા કેટલું લક્ષ્ય રાખ્યું છે ? તે વિચાર આવતાં તેઓ પૂજ્યશ્રીના એ ગ્રન્થરાજને પ્રકાશિત કરવામાં અમો અમારી ફરજ અને કૃતજ્ઞતા સમજીએ છીએ,
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૧
અને તે મોટા માનવના મેટા મનને વંદના કરીએ છીએ.
મુમુક્ષુઓ ! ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુના આ ચરિત્રને વાંચી પ્રભુદેવ તેમ ગ્રન્થકાર મહાત્માની જેમ ઋજુતા કેળવવા ઉદ્યમશીલ બને એ જ મનીષા,
શ્રી વિજયદેવ સૂરસંઘ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર મુંબઈ. શ્રી માટુંગા જૈન શ્વે. મૂ. પૂ. તપગચ્છ શ્રીસંઘ
મુંબઈ
Page #37
--------------------------------------------------------------------------
Page #38
--------------------------------------------------------------------------
________________
પરમપૂજય પ્રાકૃતવિશારદ સિદ્ધાન્તમહોદધિ આચાર્ય દેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ
જન્મ વિ. માં. ૧૯૫૭ દીક્ષા વિ. સં. ૧૯૭૬ આચાર્યપદ વિ. સં. ૨૦૦૧ સ્વર્ગવાસ વિ. સાં. २०३२
પાષ વદ ૧ અમદાવાદ ફાગણ
3 મેવાડ
ફાગણ સુદ ૪ બુરાનપુર વૈશાક નદ ૧૪ સાજીત્રા
Page #39
--------------------------------------------------------------------------
Page #40
--------------------------------------------------------------------------
________________
॥ ॐ नमो अरिहंताणं ॥
|| नमोत्थु णं समणस्स भगवओ महावीरवद्धमाणसामिस्स ॥ नमो परमगुरुवराय रियसिरिविजयने मिलूरोसर— सिरिविजयविन्नाणसूविराणं ॥
આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિવિરચિત
सिरिउसहनाहचरियं ના ગૂજર અનુવાદ
શ્રી ઋષભનાથ ચરિત્ર
Page #41
--------------------------------------------------------------------------
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉદ્દેશ
મંગલાચરણ जयउ स उसहजिर्णिदो, भवभयभीयाण भव्वसत्ताणं । हरइ भयं जो निच्चं, किच्चा वरधम्मसत्ताणं ॥१॥
સંસારના ભયથી ભય પામેલા ભવ્ય પ્રાણીઓના ભયને હંમેશાં શ્રેષ્ઠ ધર્મરૂપી રક્ષણ કરીને જે દૂર કરે છે, તે ત્રષભજિનેન્દ્ર જયવંતા વર્તો. ૧ सिरिसंतिजिणनाहो, सुर-असुरनियरसुगीयगुणगाहो । सइ पसमरसनिमग्गो, देउ ममं संतिपरमपयं ॥२॥
સુર અને અસુરોના સમૂહે જેમની ગુણગાથા ગાઈ છે એવા અને હંમેશાં પ્રશમરસમાં નિમગ્ન શ્રી શાંતિનાથ જિનેશ્વર મને શાંતિરૂપ પરમપદને આપે. ૨ वसुदेवतणयगव्वय-जलनिहि-महण-सुरसेल-सारिच्छो । राईमइ-मणसायर-हरिणको जयउ णेमिजिनो ॥३॥
વસુદેવના પુત્ર–કૃષ્ણના ગવરૂપ સમુદ્રને મથન કરવામાં મેરુપર્વત સમાન, રાજમતિના મનરૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં ચંદ્રસમાન શ્રી નેમિનાથ જિનેશ્વર જયવંતા વર્તો. ૩ भवतावतवियसत्ते, छाहि काउं व सगफणच्छत्तो। ... विग्धहरनाममतो, पासजिणिदो सिवं दिज्जा ॥४॥
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સંસારના તાપથી તપ્ત થયેલા પ્રાણુઓને છાયા કરવા માટે જાણે સાત ફણારૂપ છત્રવાળા, વિદનને દૂર કરનાર નામરૂપી મંત્રવાળા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર મેક્ષ આપે. ૪ वंदे वीरं वीरं जलहिजलगहीरममरगिरि धीरं । कम्मरयहरसमीरं, भवदवदहण-पसमण-णीरं ॥५॥
વીર, સમુદ્રના જળ સમાન ગંભીર, મેરુપર્વત સરખા ધીર, કમરૂપી રજને દૂર કરવા માટે વાયુ સમાન, સંસારરૂપી દાવાનળને શાંત કરવા જળ સમાન શ્રી વીરજિનેશ્વરને હું વંદન કરું છું. પણ सेसा वि जयतु जिणा, भवियजणमणनयणप्पसण्णगरा । जेवि नमिरहिययपउम-सहस्सकिरणा. सिवं पत्ता ॥६॥
ભવ્યજનોના મન અને નેત્રને પ્રસન્ન કરનારા, નમસ્કાર કરનારાના હૃદયરૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન, જેઓ મેક્ષને પામ્યા છે, એવા બાકીના જિનેશ્વરે પણ જયવંતા ધરેં. ૬
जिणवरवयणुन्भूया, सन्भूअपयत्थकत्थणे .निउणा । अत्थसमत्तसरूवा, सरस्सई देउ बोहं मे ॥७॥
જિનેશ્વરના મુખમાંથી ઉત્પન્ન થયેલી, સદ્ભૂત પદાર્થને કહેવામાં નિપુણ, સમસ્ત અથવરૂપ ધારણ મને બોધ આપે. ૭
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ યત્રિ
इकारसवि गणहरे, गोयमपमुहे गुणगणसंजुत्ते । बंदामि ते वि पुज्जे, जाण पसाया सुयं हाइ ||८||
ગુણગણથી યુક્ત, પૂજ્ય એવા તે ગૌતમ વગેરે અગ્યારે ગણધરાને હું વંદન કરું છું, જેએની કૃપાથી શ્રુત થાય છે. ૮
अण्णे विय गुणगरुआ, चउदस-दसपुव्विणोऽत्थ आयरिया । मज्झ स पसीएज्जा, अमोहवयणा जुगप्पवरा ||९|| ખીજા પણ ગુણવડે શ્રેષ્ઠ, અમેઘ વચનવાળા યુગપ્રધાન ચૌદપૂર્વી અને દશપૂર્વી આચાર્યોં હંમેશાં મારા ઉપર પ્રસન્ન થાઓ. ૯
वीरजिणीसरसासण - पहावगा सुयपहावसंपुण्णा । जे अण्णे आयरिया, ते मे नाणप्पया होतु ॥१०॥
મ
વીર જિનેશ્વરના શાસનની પ્રભાવના કરનારા, શ્રુતના પ્રભાવથી સંપૂર્ણ એવા જે અન્ય આચાર્યો છે તે મને જ્ઞાન આપનારા થાઓ. ૧૦ सिरिहेमचंदसूरी, सव्वण्णुसमो जयम्मि जो जाओ । जास तिसङिचरियं, जए पसिद्धं विराus || ११||
''
શ્રી હેમચંદ્રસૂરિ કે જે જગત્માં સજ્ઞ સમાન થયા છે, જેમનુ' જગત્માં પ્રસિદ્ધ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર શાલે છે. ૧૧
तग्गयभावे गिव्हिअ, पाइअभासानिबद्धमेयं हि । બોપ્લાય—મેદ—પરિય—જ્ઞસમદાળ મદ્ દેૐ ।।
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેમાં રહેલા ભાવોને ગ્રહણ કરીને, ઉપાધ્યાય શ્રી મેરુવિજય અને પંડિત શ્રી યશોભદ્રવિજય માટે આ પ્રાકૃત ભાષામાં રચ્યું છે. ૧૨
जयउ सिरिनेमिसरी, उद्धारगरो कयंबतित्थस्स । तवगच्छभूसणं मे, पहावगो सासणे पगुरू ॥१३॥
કદંબગિરિતીર્થને ઉદ્ધાર કરાવનારા, તપગચ્છના આભૂષણરૂપ, શાસનપ્રભાવક શ્રી વિજયનેમિસૂરિ કે જેઓ મારા પ્રગુરુ છે તે જયવંતા વર્તો. ૧૩
वच्छल्लवारिही मे, विण्णाणगुरू जएउ सरिवरो । जास सुहादिट्ठीए, मन्दो वि समत्थओ जाओ ॥१४॥
વાત્સલ્યવારિધેિ મારા ગુરુ શ્રી વિજયવિજ્ઞાનસૂરિવર જયવંતા વર્તો, જેમની શુભદષ્ટિથી મન્દ એ પણ હું સમર્થ થ છું. ૧૪
कत्थूरायरिएणं विरइयमेयं महापुरिसचरियं । जाव चरमजिणतित्थं, ताव जयउ भवियबोहगरं ॥१५॥
આચાર્ય શ્રી કસ્તૂરસૂરિએ આ મહાપુરુષચરિત્ર રચ્યું છે, તે જ્યાં સુધી ચરમજિન શ્રી વીરભગવંતનું તીર્થ રહે ત્યાં સુધી ભવ્યજનેને બંધ કરનાર આ ચરિત્ર જયવંતુ વર્તે. ૧૫ .
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મહાપુરુષચરિત્રને ઉપક્રમ
अह आए ओसप्पिणीह, उसहाइ-वीरपज्जता । तित्थयरा चउवीस, बारह भरहाइणो चक्की ||१६|| पडिविण्हुणा य नव नव, बलदेवा केसवा य नरवसहा । નાયા ઉત્તમપુરિસા, તિક્રિ—સરવા, મુસિદ્ધા ।।×બા तेसि पढमं वुच्छं, जिणवर - वसहस्स तेरसभवे य । सम्मदंसणलाहा, सिवपयसंपत्तिपज्जतं ॥ १८॥
હવે આ અવસર્પિણીમાં ઋષભદેવથી વીર પત ચાવીશ તીર્થંકરા, ભરત આદિ બાર ચક્રવતિઓ, નવ પ્રતિવાસુદેવ, નવ અળદેવ અને મનુષ્યેામાં વૃષભ સમાન નવ વાસુદેવ એમ ત્રેસઠ સખ્યામાં સુપ્રસિદ્ધ ઉત્તમ પુરુષો થયા છે, તેમાં પ્રથમ શ્રી ઋષભદેવ જિનેશ્વરના સમ્યગ્દનના લાભથી શરૂ કરીને મેાક્ષપદની પ્રાપ્તિ સુધીના તેર ભવાને કહીશ. ૧૬-૧૭–૧૮
ઋષભચરિત્રમાં પ્રથમ ધન સાક્ષ્વાહના ભવ
વલયાકારે રહેલા અસંખ્ય દ્વીપ અને સમુદ્રોથી વીંટળાયેલા, એક લાખ ચેાજન પ્રમાણ લંબાઈ-પહેાળાઈવાળા, કાંઇક અધિક ત્રણ લાખ ચેાજન (૩૧૬૨૨૭ ચેાજન)ની પરિધિવાળા જ બુદ્વીપ નામે દ્વીપ છે. ગંગાસિંધુ આદિ મહા-નદીએ, ભરત આદિ સાત ક્ષેત્રા, હિમવત આદિ છ વર્ષધર પતાથી અલ'કૃત એવા તે દ્વીપના
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી કષભનાથ ચરિત્ર
L
મધ્ય ભાગમાં નાભિ જે લાખ પેજન પ્રમાણ ઊંચે, ત્રણ મેખલાથી વિભૂષિત, ચાલીશ ચીજન ઊંચી ચૂલિકાવાળ, જિનચૈત્યથી મંડિત સુવર્ણ-રત્નમય મેરુપર્વત છે. તેના પશ્ચિમ વિદેહમાં પૃથ્વીરૂપી સ્ત્રીના આભૂષણરૂપ ક્ષીતિ–પ્રતિષ્ઠિત નામે મહાનગર હતું. તે નગરમાં મોટી વૃદ્ધિવડે શોભત, દેવેન્દ્રસમાન, ધર્મકાર્યમાં હંમેશાં સાવધાન એ પ્રસન્નચંદ્ર નામે મહારાજા હતા. તે જ નગરમાં ધન નામે સાર્થવાહ હતું, તે નદીઓનું સ્થાન જેમ સમુદ્ર હોય તેમ સંપત્તિઓનું સ્થાન હતું, તેની લક્ષ્મી પણ ચંદ્રની કાંતિની જેમ અનન્ય સાધારણ અને પરોપકાર એ જ છે એક ફળ જેનું એવી હતી. તે ઔદાર્ય, ગાંભીર્ય અને શૈર્ય આદિ ગુણેથી યુક્ત સર્વજનોને સેવનીય હતો. ઘન સાર્થવાહને વસંતપુર નગરમાં જવાનો વિચાર
તેણે એક વખત મોટા કરિયાણા લઈને વસંતપુર નગરમાં જવા માટે વિચાર કર્યો. તેથી તે ધન સાર્થવાહે આખા નગરમાં પટહ વગડાવીને નગરવાસી લોકોને આ પ્રમાણે ઉદ્ઘેષણા કરાવી કે-“આ ધન સાર્થવાહ વસંતપુર નગરે જશે, જે લોકોની ત્યાં જવાની ઈચ્છા હોય, તે સર્વ એમની સાથે ચાલે, તે જેમની પાસે પાત્ર નહિ હોય તેને પાત્ર આપશે, વાહન નહિ હોય તેને વાહન આપશે, સહાય નહિ હોય તેને સહાય આપશે, ભતા રહિતને ભાતું આપશે. માર્ગમાં પણ ચાર, સિંહ આદિ કર
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્રાણીઓના સમૂહથી સહગામી બાંધવની પેઠે દુર્બલ અને મંદ એવા સર્વેનું પાલન કરશે.”
તે પછી શુભ મુહૂર્ત સધવા સ્ત્રીઓએ કર્યું છે મંગળ જેને એવો રથમાં બેસીને નગરની બહાર પ્રસ્થાન કર્યું. તે વખતે પ્રસ્થાન સમયના ભેરીનો શબ્દ સાંભળવાથી વસંતપુર નગર તરફ જનારા સર્વે લોકો ત્યાં આવ્યા.
- શ્રી ધર્મઘોષસૂરિનું આગમન
એ વખતે આચાર્ય સંબંધી ગુણગણુથી અલંકૃત શ્રી ધર્મઘોષ નામે સૂરિપુંગવ સાધુચર્યાવડે વિહાર કરતા, ધર્મોપદેશ આપવા વડે પૃથ્વીને પવિત્ર કરતા સાર્થવાહની પાસે આવ્યા. ધન સાર્થવાહ પણ તપના તેજથી સૂર્યના જેવા દીપતા તે આચાર્યવરને જોઈને સંભ્રમ સહિત ઊઠીને બે હાથ જોડી, ચરણકમળને વંદન કરીને તેમને આવવાનું કારણ પૂછયું. સૂરિવરે કહ્યું કે “અમે તમારી સાથે વસંતપુર નગરે આવીશું.”
તે સાંભળીને સાર્થવાહ કહે છે કે “હે ભગવંત! સામે જઈને વંદન કરવા લાયક એવા તમે છે, આથી અવશ્ય મારા સાથેની સાથે આવશે.” એમ કહીને પિતાના રસોઈયાને કહે છે કે-“આ આચાર્યવર્ય માટે અશન-પાન આદિ તમારે હંમેશાં કરવું. આ પ્રમાણે સાંભળીને આચાર્ય કહે છે કે–“અમને મુનિઓને પોતાના નિમિત્તે કરેલું, કરાવેલું, કે અનુમતિ આપેલ અન્ન આદિ
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
કપતું નથી, વળી હે સાર્થવાહ! શ્રી જિનેશ્વરના શાસનમાં વાવ-કૂવા–તળાવ અને નદી આદિમાં રહેલું શસ્ત્રથી હણાયા વગરનું પાણી પણ નિષેધ્યું છે. અમે માધુકરી વૃત્તિથી આહારને ગવેષનારા છીએ, તેથી એનાથી સર્યું. કહ્યું છે કે— "महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सिआ । નાજુલિયા વંતા, તે યુવતિ સાદુળો” || ૨
“મધુકર સમાન, બુદ્ધ, નિશ્રા વગરના, જુદા જુદા પિંડમાં રત, અને દાંત હોય છે, તેથી તે સાધુ કહેવાય છે.”૧.
• એ વખતે કઈક માણસે સાર્થવાહની આગળ પાકી કેરીઓથી ભરેલો એક થાળ મૂક્યો. તેથી હષથી પુલકિત મનવાળો સાર્થવાહ મુનીશ્વરને કહે છે કે-“હે ભગવંત! આ ફળે ગ્રહણ કરે અને મારા ઉપર અનુગ્રહ કરે.”
આચાર્ય કહે છે કે “શસ્ત્રથી ઉપહત ન થયેલ હોય એવા આવા પ્રકારના ફળ વગેરે અમને સ્પર્શવા પણ ન કપે, તો ખાવા કેવી રીતે કપે ?'
સાધુઓના આચારના ગુણથી રંજિત થયેલ ધન કહે છે કે–“અહો ! શ્રમણપણાનું પાલન દુષ્કર છે. અમારી જેવા પ્રમાદગ્રસ્ત છ વડે એક દિવસ પણ પાળવું અશક્ય છે. આથી પૂજ્યશ્રીને જે કલ્પી શકે એવું હશે તે આપીશ. મારા ઉપર પ્રસન્ન થાઓ. આપને અનુકૂળ હોય તે રીતે મારી સાથે આવો.” એમ કહીને મુનીશ્વરને
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૧
નમસ્કાર કરીને જવા માટે રજા આપી. તે પછી સા વાહ ચંચળ ઘેાડાએ વડે, ઊંટા વડે, બળદો વડે અને વિવિધ વાહનેા વડે, મેાટા તરંગા વડે જેમ સમુદ્ર નીકળે તેમ નીકળ્યેા.
ધન સાથે ધમ ધાષ આચાર્યનુ' નગરમાંથી નિમન
હવે સાધુપણાના મૂળગુણુ અને ઉત્તરગુણથી યુક્ત મુનિવરો સાથે આચાય પુંગવ પણ તેની સાથે ચાલ્યા. સાની રક્ષા માટે તે ધન હમેશાં આગળ અને તેના મિત્ર માણિભદ્ર પાછળ ચાલે છે. અન્ને પડખે વિવિધ શસ્ત્રાને ધારણ કરનાર અધારાહી સુભટા વડે રક્ષા કરાતા, શસ્ત્રધારી આરક્ષકા વડે ચારે તરફ વીંટાયેલા, વમય પાંજરાની વચ્ચે રહેલા હાય તેમ તે સાથે માર્ગ માં જતા હતા.
આ પ્રમાણે નિન અને શ્રીમંતેાનુ' સમભાવે ચેાગ અને ક્ષેમ કરતા ધન સર્વને સાથે નિવિંદને લઈ જતા હતા. આ પ્રમાણે સ લેાકેા વડે પ્રશંસા કરાતા તે ધન દિવસે દિવસે સૂર્યંની જેમ પ્રયાણ કરતા હતા. કેટલાક પ્રયાણ ગયા પછી પથિકજનેાને ભય કરનાર ભયંકર, અતિપ્રચંડ, સરાવર અને નદીઓના પાણીને સૂકવી દેનાર ગ્રીષ્મૠતુ આવી.
ગ્રીષ્મ અને વર્ષાઋતુનુ વન
સૂર્ય પણ અગ્નિ વર્ષાવે એવા આતપને વિસ્તારે છે. અત્યંત દુસ્સહ પવન વાય છે, તીવ્ર આતપથી પીડા
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી ષષનાથ ચરિત્ર
પામેલા સાથેના મુસાફરે દરેક વૃક્ષ આગળ બેસતા, દરેક પરબમાં પ્રવેશ કરતા, પાણું પી–પીને આળોટતા હતા, સૂર્યનાં તપાવેલ લેહ સરખાં પ્રચંડ કિરણો વડે મીણના પીંડની જેમ શરીરે પણ ઓગળી જતાં હતાં. આવા પ્રકારના ગ્રીષ્મકાળમાં સાર્થના લેકે પલાશ, તાલ, હિંતાલ, કમલિની અને કેળના પાંદડાં વડે પંખાઓ કરીને ઘામથી ઉત્પન્ન થયેલ શ્રમને દૂર કરતા હતા. તે પછી ગ્રીષ્મકાળના સ્થિતિ છેદને કરતો અને પ્રવાસીઓના ગતિવિચ્છેદને કરતે મેઘાચ્છાદિત વર્ષાકાળ આગે.
ક્ષણવારમાં મેઘ પણ ધારાવૃષ્ટિ કરતો, રાક્ષસની માફક ત્રાસ ઉત્પન્ન કરતે સાર્થના મુસાફરો વડે જોવા. તે મેઘ ઉંબાડિયાની જેમ વારંવાર વીજળીને ભમાવત, બાળક જેવા મુસાફરોને ત્રાસ પમાડતે, મુશળ પ્રમાણ જળધારા વડે વરસવા લાગે. પાણીના પ્રવાહે પૃથ્વીમાં સર્વ ઊંચ-નીચને સરખું કરી દીધું. ઘણે કાદવ થવાથી માગ પણ દુર્ગમ થશે. એક ગાઉ સે જન જે થશે. પ્રવાસીલેક ઢીંચણ સુધી ન કાદવ લાગવાથી ધીમે ધીમે ચાલવા લાગ્યા. ગાડાંઓ પણ કાદવમાં ખેંચવા લાગ્યાં. ઊંટ પણ પગમાં ખલના પામીને પગલે પગલે પડવા લાગ્યા, તે વખતે ધન સાર્થવાહ માર્ગોનું દુર્ગમપણું જોઈને તે મહાટવીની મધ્યે પડાવ કરીને રહ્યો.
અટવીમાં નિવાસ સાધુઓ સાથે આચાર્ય ભગવંતે પણ માણિભદ્રે
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મતાવેલા જંતુરહિત ભૂમિતલવાળા ઝૂપડીરૂપ ઉપાશ્રથમાં નિવાસ કર્યાં. ત્યાં સાલાક ઘણા હોવાથી વર્ષાકાળના દ્વીધ પણાથી સત્તું ભાતુ અને ઘાસ વગેરે ખૂટી ગયાં. તેથી તે સાથ લેાકેા મલિન વસ્ત્રવાળા તાપસની જેમ ક્ષુધાથી પીડા પામેલા કંદમૂલ આઢિ ખાવા લાગ્યા. સાવાસી લેાકેાનું સ્વરૂપ જાણીને માણિભદ્રે સાંજના સમયે ધન સા વાહની આગળ જણાવ્યું.
સાલાકનાં દુ:ખ વડે ધનની ચિંતા અને આચા પાસે આગમન
૧૩
સાલાકના દુ:ખશ્રવણથી ચિંતાતુર થયેલા સાવાહને રાત્રિમાં નિદ્રા પણ ન આવી. રાત્રિના છેલ્લા પ્રહરે નિમળ ચિત્તવાળે અશ્વશાળાના પહેરેગીર આ પ્રમાણે એલ્ચા—
"पत्तजसो णु सव्वत्थ, मओ वि विसमं दस । સામી બન્દાળ પાન, હિવબામો! મો” શા
“સવ ઠેકાણે યશ પ્રાપ્ત કરનાર અમાસ સ્વામી. વિષમદશા પામ્યા છતાં પણ સ્વીકાર કરેલાનું પાલન કરે છે, તે ઓાય છે!” ૨
આ સાંભળીને મારા સ્વામાં અત્યંત્ત દુઃખિત કાઈક અહી છે ? જેથી હું આના વડે ઉપાલંભ અપાશે. છું.” આ પ્રમાણે તેણે વિચાર કર્યાં · અરે ! જાણ્યુ - અકૃત-અકાતિ-અને અનનુમત પાસુ* શિશ્નમાત્રથી આષિદ્ધ કરનારા ધમ ધોધ થાય. મારી સાથે આવ્યા.
::
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
છે. જેઓ કંદમૂળ અને ફળ વગેરેને ક્યારેય સ્પર્શતા નથી. હમણું દુઃખિત સાર્થમાં તેઓ છે. તેઓને માર્ગમાં જે કાર્ય હોય તેને સ્વીકાર કરીને મારી સાથે લાવ્યો છું. આજે જ તેઓ સ્મૃતિપથમાં આવ્યા. જડ એવા મેં શું કર્યું? વચનમાત્રથી પણ આજ સુધી મેં ઉચિત ન કર્યું. આજે હવે તે સૂરિપુંગવને મારું મુખ કેવી રીતે બતાવીશ? તે પણ હજુ ય તેઓના મુખકમળને જોઈને પિતાના અપરાધે ધોઈશ. સર્વત્ર ઈચ્છારહિત વૃત્તિવાળા તેઓને મારી સાથે શું કરવાનું છે? આ પ્રમાણે ચિંતન કરતાં, મુનિદર્શન કરવામાં ઉત્સુક ચિત્તવાળે થતાં સૂર્યોદય થયો. પવિત્ર વસ્ત્રથી વિભૂષિત થઈ મુખ્ય માણસો સાથે ધન આચાર્યના ઉપાશ્રયમાં આવ્યું.
અંદર પ્રવેશ કરતાં તેણે પાપસમુદ્રના મંથનદંડ જેવા, મોક્ષના માર્ગ જેવા, ધર્મના સભામંડપ જેવા, કલ્યાણ સંપદાના હાર જેવા, મેક્ષની ઈચ્છાવાળાને કલ્પવૃક્ષ જેવા, સંઘના અલંકાર જેવા, મૂર્તિમંત આગમ જેવા, તીર્થકર જેવા ધર્મઘોષ મુનીશ્વરને જોયા. - ત્યાં કેટલાક સાધુઓ ધ્યાનાધીશ છે આત્મા જેને
એવા કેટલાક મૌનવ્રતવાળા, કેટલાક કાત્સર્ગમાં રહેલા, કેટલાક આગમ ભણવામાં તત્પર, કેટલાક વાચના આપવામાં તત્પર, કેટલાક ગુરુવંદન કરતા, કેટલાક ધર્મકથા કરતા, કેટલાક શ્રુતજ્ઞાનના ઉદેશક, કેટલાક શ્રુતની અનુજ્ઞા આપતા અને કેટલાક તને કહેતા એવા મુનિઓને તેણે જોયા.
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે ધન, આચાર્યના ચરણકમળને નમીને અનુક્રમે સાધુઓને પણ વંદન કરે છે. મુનીશ્વર પણ તેને પાપનો નાશ કરનાર “ધર્મલાભ આપે છે.
આચાર્ય અને ધન સાર્થવાહને વાર્તાલાપ
તે પછી આચાર્યના ચરણકમળમાં રાજહંસની માફક બેસીને કહેવાની શરૂઆત કરે છે કે હે ભગવંત! તે વખતે સાથે આવવા માટે આમંત્રણ કરતી વખતે મેં ફોગટ જ સંભ્રમ બતાવ્યું, કારણ કે તે દિવસથી આરંભીને આજ સુધી મેં આપનાં દર્શન કર્યા નથી અને આપને મેં વાંદ્યા નથી, અને ક્યારે ય અન્ન-પાણી કે વસ્ત્ર વગેરેથી આપને સત્કાર્યા નથી. મૂઢ એવા મેં શું કર્યું કે જેથી પૂજ્ય—એવા આપને મેં અવગણ્યા? હે ભગવંત મારા આ પ્રમાદાચરણને તમે ક્ષમા કરે. મહાપુરુષે પૃથ્વીની જેમ સર્વ સહન કરનારા હોય છે.” - આચાર્યશ્રીએ કહ્યું કે અમને માર્ગમાં દુષ્ટ શિકારી પશુઓ અને ચેર વગેરેથી રક્ષા કરતાં તે શું કર્યું નથી ? વળી તારા જ સાથેના લોકો પ્રાસુક, ક૯૫નીય, ઉચિત અન્ન-પાન આપે છે, તેથી અમારુ સર્વ કાર્ય થાય છે, કઈ પ્રકારની ન્યૂનતા નથી. તેથી હે શુદ્ધાશય ! તું ખેદ કર.” ન સાર્થવાહ કહે છે કે ઉત્તમ પુરુ ગુણને જ જુએ છે, તેથી તમે આમ કહે છે. આથી હું પોતાના પ્રમાદથી
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
લજજા પામું છું. મારી ઉપર કૃપા કરીને સાધુઓને આજ ઘરે મોકલે, જેથી ઈચ્છા મુજબ આહાર આપું.”
આચાર્ય કહે છે કે વર્તમાનયોગ વડે જેવા પ્રકારની ભિક્ષા મુનિઓને કપે છે, તે તે તું જાણે છે.”
ધન “જે નિશ્ચ ઉપકાર કરશે તે જ હું આપીશ.” એમ કહી નમીને પિતાના આવાસે ગયે. તેની પાછળ જ બે સાધુ ધનના આવાસે ગયા. તે વખતે તેના ઘરમાં નસીબ ચગે કાંઈપણ કલ્પી શકે તેવું ન હતું, તેથી અહીં તહીં તપાસ કરતાં પિતાના શુદ્ધ હૃદયની જેમ ઘી જેયું. તમને આ કપે” એમ કહીને “કપે એ પ્રમાણે બોલતાં સાધુના પાત્રમાં સર્વ થી આપ્યું.
ધનને ધૃતદાનથી બેધિબીજની પ્રાપ્તિ
હું ધન્ય છું, કૃતપુણ્ય છું', એ પ્રમાણે વિચારતો તે મુનિઓના ચરણેને નમે છે, મુનિઓ પણ સર્વકલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર સમાન ધર્મલાભ આપીને ત્યાંથી નીકળ્યા. આ પ્રમાણે ધન સાર્થવાહે તે વખતે ઘતદાનના પ્રભાવે અતિનિર્મળ ભાવવિશુદ્ધિ વડે મેક્ષવૃક્ષના બીજ સમાન અતિદુર્લભ બષિબીજ પ્રાપ્ત કર્યું.
ધર્મોપદેશ રાત્રિએ મુનિઓના ઉપાશ્રયમાં જઈને આશયને પ્રણામ કરીને આગળ બેઠે તે વખતે ધર્મઘોષસૂરીશ્વર સવ સરખા કવવિ કે દેશના આપે છે
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
'धम्मो मंगलमुकिट्ठ, धम्मो सग्गाववग्गओ। धम्मो संसारकतारू-लंघणे मग्गदेसी ॥३॥ .
ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, ધર્મ એ સ્વર્ગ અને મોક્ષને આપનાર છે, ધર્મ એ સંસારરૂપી અટવીનું ઉલ્લંઘન કરવામાં માગદેશક–ભેમિયા જેવું છે. ૩
ધર્મથી રાજા થાય, ધમથી વાસુદેવ, બળદેવ, ચકવતિ, દેવ અને ઇન્દ્ર થાય છે. ધામથી શૈવેયક અને અનુતરમાં મહમિંદ્રપણું પામે છે, એ ધર્મથી શું શું સિદ્ધ થતું નથી? કહ્યું છે કે— सग्गो ताण घरंगणे सहयरा, सव्या सुहा संपया, सोहग्गाइगुणावली विरयए, सव्वंगमालिंगण; संसारो न दुरूत्तरो सिवसुहं, पत्तं करंभोरुहे, जे सम्म जिणधम्मकम्मकरणे, पति उद्धारया ॥४॥
જેઓ સારી રીતે જિનધર્મનાં કાર્યો કરવામાં ઉદ્ધારક હોય છે, તેઓને ઘરઆંગણે સ્વર્ગ છે, સર્વ શુભ સંપત્તિ સાથે રહેનારી છે, તેને સંસાર દુરુત્તર નથી, મોક્ષસુખ તેને હસ્તકમળમાં પ્રાપ્ત થયું છે. ૪
તે ધર્મ દાન–શીલ-તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારે છે. ત્યાં શાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહ દાન વડે ત્રણ પ્રકારે કહ્યો છે. ભવ્ય જીવોને મેપદેશ વડે
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને જ્ઞાનનાં સાધન આપવા વડે જ્ઞાનદાન કહ્યું છે. જ્ઞાન વડે જીવ હિત–અહિત, જીવ–અજીવ આદિ નવતત્ત્વાને જાણે છે, વિરતિ પામે છે, તે પછી નિળ કેવળજ્ઞાન પામીને સમસ્ત લેક ઉપર અનુગ્રહ કરીને પરમપદ-મેાક્ષ પામે છે.
અભયદાન તે મન-વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમાઢવા વડે જીવાના વધના ત્યાગ કરવાથી થાય છે. અભયદાન વડે પ્રાણી જન્માંતરમાં કાન્ત, દીર્ધાયું, આરોગ્યવંત, રૂપ, લાવણ્યવત અને દૃઢ શક્તિવાળા થાય છે, તેથી પરલેાકમાં સુખ ઇચ્છનારાએ જીવા ઉપર દયા કરવી જોઈએ. કહ્યુ` છે કેइक्कस्स कए निअजीविअस्स, बहुआओ जीवकोडीओ । दुक्खे ठवंति जे केइ, ताण किं सासयं जीअं ? ||५||
“જેઓ ફક્ત પાતાના એકના જીવિત માટે ઘણા ક્રોડા જીવાને દુઃખમાં સ્થાપન કરે છે, તો શું તેઓનુ જીવિત શાશ્વત્ છે?” પ
जं आरुग्गमुदग्गमप्प डिहयं आणेसरतं फुड, रूवं अप्पाडरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं, दीह आऊ अवचणो परिणो, पुत्ता सुपुण्णासया, तं सचराचरंमि वि जए, नूणं दयाए फलं ||६||
“જે ઉત્તમ આરોગ્ય, કોઈ ઉલ્લ’ઘન ન કરે એવું નિર્મળ આજ્ઞાનુ સ્વામિત્વ, અપ્રતિરૂપ એવુ` રૂપ, અત્યંત
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
લક
ઉજજવળ ધતિ, ધન, યૌવન, દીર્ઘ આયુષ્ય; કપટ વગરને પરિજન, સારી રીતે પૂર્ણ કરી છે આશા જેણે એવા પુત્રો, આ સર્વ સચરાચર જગતમાં ખરેખર દયાનું ફળ છે.” ૬
ધમેપગ્રહદાન તે દાયક, ગ્રાહક, દેય, કાળ અને ભાવવિશુદ્ધિથી પાંચ પ્રકારે છે. ત્યાં દાયકશુદ્ધ તે ન્યાપાજિત દ્રવ્યવાળે, જ્ઞાનવંત, આશંસારહિત, પશ્ચાત્તાપ વગરને દાયક સંસારસમુદ્ર તરવા માટે જે આપે તે છે.
इमं चित्तं इमं वित्तं, इमं पत्तं निरंतरं। संजायं जस्स मे सो हं, कयत्थो म्हि त्ति दायगो ॥७॥
આવી જાતનું ચિત્ત, આવા પ્રકારનું ધન, અને આવું ઉત્તમ પાત્ર મને નિરંતર પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ છું. આ દાયક હોય તે દાયક શુદ્ધ છે.” ૭
ગ્રાહક શુદ્ધ તે સાવદ્યોગથી અટકેલા, ત્રણ ગારવથી રહિત, ત્રણ ગુતિવાળા, પાંચ સમિતિયુક્ત, રાગ-દ્વેષ રહિત, મમતા રહિત, અઢાર હજાર શીલાંગને ધારણ કરનાર, જ્ઞાન-દર્શન–ચારિત્રને ધારણ કરનાર, સોના અને પથ્થર ઉપર સમાન બુદ્ધિવાળા, શુભ ધ્યાનમાં રહેલા, જિતેંદ્રિય, જુદા જુદા પ્રકારના તપનું આચરણ કરનારા, સત્તર પ્રકારે સંયમને ધારણ કરનારા, અઢાર પ્રકારે બ્રહ્મચયને ધારણ કરનારા, આવા પ્રકારના જે ગ્રાહક (= દાન લેનાર) હોય તે ગ્રાહક શુદ્ધિમંત જાણવા.
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋલનાથ ચરિત્ર
દેવશુદ્ધ તે-બે તાલીશ દેોષ રહિત અશન-પાનખાદિમ–સ્વાદિમવસ્ર શય્યા–સથારા આદિ હોય તે.
२०
કાળશુદ્ધ તે—જે કાંઈ પણ ચેાગ્ય કાળે સયત એવા સાધુઓને અપાય તે કાળશુદ્ધ જાણુવું.
ફળની આશ'સા વિના શ્રદ્ધા વડે જે અપાય તે ભાવશુદ્ધ જાણવું'.
શરીર વિના ધમ નથી, આહાર વિના શરીર નથી,, તેથી ધર્મપિગ્રહદાન નિર'તર કરવું જોઈએ.
શીલ એટલે સાવદ્ય યાગથી અટકવુ.. તે દેશિવેતિ અને સવિરતિના ભેદે એ પ્રકારે છે.
ત્યાં દેશવિરતિ ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, સ્થૂલ અહિંસા આદિ પાંચ અણુવ્રત સ્વરૂપ બાર પ્રકારે જાણવી. આ દેશવિરતિ યતિધર્માંના અનુરાગી, શુશ્રુષા આદિ ગુણુવાળા, શમ–સ વેગ–નિવેદ–અનુક પા–આસ્તિકન્ય લક્ષણરૂપ સમ્યગ્દર્શનને પામેલા, મિથ્યાત્વ રહિત, સાનુખ ધ અન`તાનુબંધી ક્રોધના ઉદયથી રહિત, ચારિત્ર માહનીયના ક્ષચેાપશમ વડે ગૃહસ્થાને થાય છે.
સર્વથા હિંસા આદિને ત્યાગ કરવાથી સર્વવિરતિ થાય છે. તે સ્વભાવથી મઢ કષાયવાળા, સાંસારિક સુખને ત્યાગ કરનાર), વિનયાદિ ગુણૈાથી યુક્ત, મહાપુરુષ સાધુઆને હાય છે.
જે કિલષ્ટ કર્મરૂપી કાષ્ઠને ખાળે છે, તે તપ છ બાહ્ય અને છ અભ્યંતર શ્વેદે કરીને ખાર પ્રકારે જાગૃ
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૧
દર્શન–જ્ઞાન–ચારિત્રને ધારણ કરનારા ઉપર નિશ્ચલ ભક્તિ, તેઓનુ કાર્ય કરવું, તેના શુભનું ચિંતવન અને સંસાર જુગુપ્સા એ ભાવના છે. चउद्धा कहिओ धम्मों, नीसीमफलदायगो । कायव्वो भवभीरूहि, भव्वेहिं सो सुभावओ ||८||
આ ચાર પ્રકારના ધમ નિઃસીમ ફળને આપનાર કહ્યો છે, સંસારભીરૂ એવા ભવ્યજીવાએ તે ધમ ઉત્તમ ભાવપૂર્વક કરવા જોઈએ.” ૮
-
તે પછી ધપદેશ સાંભળીને ધન સાથ વાહ કહે છે કે – હે ભગવંત ! આજ સુધી મારા દિવસેા નિષ્ફળ ગયા. આજે મારા દિવસ સફળ થયેા. જેથી કયારે પણ પ્રાપ્ત નહિ કરેલા જિનર્દેશિત ધમ આજે મે' પ્રાપ્ત કર્યાં. એ પ્રમાણે કહીને પાતાને પુણ્યશાળી માનતો પેાતાના આવાસે ગયેા. પરમાનંદમાં મગ્ન થયેલા તેણે સાંભળેલા ધર્મોપદેશની વિચારણામાં રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળે મંગળપાઠક સૂઈને ઊઠેલા એવા તેની આગળ શ ́ખ સરખા ગંભીર મધુર શબ્દ વડે ખેાલે છે :-વ્યવસાયને હરણ કરનાર વર્ષાઋતુની જેમ રાત્રિ ચાલી ગઈ છે, તેજની સન્મુખ સૂર્ય થયા છે, શરત્કાલની માફક મનુષ્યેાના વ્યવસાયમિત્ર પ્રભાતકાળ વિસ્તાર પામ્યા છે, સૂર્યનાં કિરણા વડે કાદવ સુકાઈ જવાથી માર્ગો સારી રીતે ગમન થઈ શકે એવા થયા છે, આ કાળમાં વ્યવસાય વડે શાભતા સાલાકે દેશાંતર જવા માટે ત્વરા કરે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે તેનું વચન સાંભળીને “આના વડે પ્રયાણસમય જણાવા છે એ પ્રમાણે જાણીને ધન સાર્થવાહ પ્રયાણની ભેરી વગડાવે છે. તેથી પ્રયાણભેરીના શબ્દને સાંભળી સાર્થના લકે પોત-પોતાના વાહન વડે ચાલવા. લાગ્યા. ધર્મઘોષસૂરિ પણ મુનિર્વાદથી પરિવરેલા વિહાર કરવા લાગ્યા. ધન સાર્થવાહ પણ ચારે તરફથી શસ્ત્રધારણ કરનારા આરક્ષક પુરુષ વડે રક્ષણ કરાતો નીકળે. અનુક્રમે મહાભયાનક અટવીને નિર્વિક્તપણે પાર કરીને આચાર્ય શ્રી પણ સાર્થપતિની રજા લઈને અન્યત્ર વિહાર કરવા લાગ્યા. કહ્યું છે કે— समणाणं सउणाणं, भमरकुलाणं च गोकुलाणं च । अनिआओ वसईओ, सारइयाणं च मेहाणं ॥९॥
સાધુ, પક્ષી, ભ્રમરકુળ, ગેકુળ અને શરદઋતુના મેઘોનું અવસ્થાન અનિયત હોય છે.” ૯
ધનનું વસંતપુર નગરમાં આગમન સાર્થવાહ પણ ઉપદ્રવરહિતપણે જતો અનુક્રમે વસંતપુર પહોંચ્યું. ત્યાં પિતાનાં કરિયાણું વેચી નવાં કરિયાણું ગ્રહણ કરતો ઘણો સમૃદ્ધિવાળે થશે. તે પછી ધન ગ્રામાનુગ્રામ વિચરતો, પિતાનાં કરિયાણું વેચશે અને નવાં ગ્રહણ કરતો અનુક્રમે પોતાના નગરમાં આવ્યું. રાજાએ પણ બહુમાન કરી તે ધન સાર્થવાહને નગરશેઠનું પદ આપ્યું. અને લોકોને વિષમ કાર્યમાં પૂછવા લાયક અને વિશ્વાસગ્ય થયે.
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મીજો ભવ.
ધનની ચુગલિક મનુષ્યપણે ઉત્પત્તિ
૨૩
તે ધન સાવાહ અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી મુનિદાનના પ્રભાવે આ જ મૂઠ્ઠીપમાં સીતા મહાનદીના ઉત્તર તટે ઉત્તરકુરુ નામના ક્ષેત્રમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયા. ત્યાં રહેલા મનુષ્યેા અષ્ટમતપના અંતે (ત્રણ દિવસના અંતે) આહારની ઇચ્છાવાળા, યુગલરૂપ, ત્રણ ગાઉ ઊંચા, ત્રણ પક્ષ્ચાપમના આયુષ્યવાળા, પર્યંત સમયે પ્રસવવાળા, મઢ્ઢ કષાયવાળા, મમત્વ રહિત, એગણપચાસ દિવસ સુધી પુત્રપુત્રીરૂપ યુગલનું પાલન કરીને પય તે મરણ પામીને તેઓ દેવામાં ઉત્પન્ન થાય છે.
ઉત્તરકુરુમાં ભૂમિએ સ્વભાવથી રમણીય છે, મદ્યાંગ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા યુગલિક મનુષ્ચાને હમેશાં વાંછિત પદાર્થોને આપે છે. કહ્યું છે કે—
ઉત્તરકુરુમાં કલ્પવૃક્ષ
मज्जंगपमुद्दा तत्थ, दसहा कप्पपायवा । मणुआणमजत्तेण, सह अपिति वंछियं ॥ १० ॥
મદ્યાંગ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષ ત્યાં હમેશાં મનુષ્યાને યત્ન વન વાંછિત આપે છે.” ૧૦
૧. ત્યાં માંગ કલ્પવૃક્ષ સુ ંદર સ્વાદિષ્ટ મંઢિરા આપે છે, ૨. ભગ વૃક્ષેા ભાજન-પત્ર આપે છે, ૩. તુર્થાંગ વૃક્ષેા વિવિધ લયયુક્ત વાજિંત્રા આપે છે, ૪-૫ દીપશિખા અને ચૈાતિષ વૃક્ષે અતિ અદ્ભુત ઉદ્યોત કરે
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી કષભનાથ ચરિક
છે, ૬. ચિત્રાંગ વૃક્ષો પુખે અને માળાઓ આપે છે, ૭. ચિત્રરસ વૃક્ષે ભેજન આપે છે, ૮. મયંગ વૃક્ષે આભૂષણ આપે છે, ૯. ગેહાકાર વૃક્ષે ઘર આપે છે, અને ૧૦. અનગ્ન કલ્પવૃક્ષ દિવ્ય વસ્ત્રો આપે છે. બીજા પણ કલ્પવૃક્ષે ત્યાં મનવાંછિત આપનારા હોય છે.
તે ધનને જીવ કલ્પવૃક્ષ દ્વારા પ્રાપ્ત થતા છે સર્વ ભેગે જેને એ દેવની જેમ પાંચ ઇન્દ્રિયના વિષયસુખોને ભગવતો સુખપૂર્વક કાળ પસાર કરતો હતો.
ત્રીજે ભવ. સૌધર્મદેવલોકમાં ઉત્પત્તિ તે પછી તે ધનનો જીવ પોતાના યુગલિક ધર્મનું આયુષ્ય પૂર્ણ કરીને પૂર્વજન્મમાં આપેલા સુપાત્રદાનના પ્રભાવે સૌધર્મદેવલોકમાં દેવ થ.
ચોથે ભવ.
મહાબી હવે તે ધનનો જીવ સૌધર્મદેવકથી ચ્યવને પશ્ચિમ વિદેહમાં ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વત ઉપર ગંધાર નામના દેશમાં ગધસમૃદ્ધ નગરમાં વિદ્યાધરપતિ શતબળ રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. શતબળ રાજાને પુત્ર મહાબળ થશે. બળ વડે અને નામ વડે તે મહાબળ થશે. રક્ષક પુરુષેથી રક્ષા કરતે, માત-પિતા વડે લાલન કરાતો અનુક્રમે તે વૃદ્ધિ પામે. ચંદ્રની જેમ ધીમે ધીમે સમગ્ર કળાથી
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સંપૂર્ણ, લકેના નેત્રને આનંદ કરનારે મહાભાગ્યશાળી થશે. સમયને જાણનાર એ તે ચોગ્ય સમયે માતપિતાના આદેશથી સાક્ષાત્ વિનયલમી જેવી વિનયવતી નામની કન્યાને પર. હવે તે સ્ત્રી જનને વશીકરણરૂપ, રતિના કીડાવનરૂપ યૌવનને પામ્યું. એક વખત નિર્મળ બુદ્ધિવાળો, મહાશક્તિવંત, તત્ત્વને જાણનાર વિદ્યાધરપતિ શતબળ આ પ્રમાણે વિચારે છે– उत्तमा अप्पचिंता सा, कामचिंता उ मज्झिमा। अहमा अत्थचिंता सा, परचिंताऽहमाहमा ॥११॥
“આત્માની વિચારણા કરવી તે ઉત્તમ છે, કામસંબંધી ચિંતા કરવી તે મધ્યમ છે, અને અર્થ સંબંધી ચિંતા કરવી એ અધમ છે, અને પારકાની ચિંતા કરવી તે અધમાધમ છે.” ૧૧
શતબળને વૈરાગ્ય બાર દ્વારેથી મલ ઝરનાર કાયાને નિર્મળ આહારવસ્ત્ર–આભૂષણ વડે વારંવાર સત્કાર કર્યા છતાં પણ ખલપુરુષની માફક વિકિયાને પામે છે, કાંઈ પણ ગુણ કરતી નથી. શરીરમાંથી બહાર નીકળેલા મળ-મૂત્ર-શ્લેષ્મ વડે જે દુર્ગછા થાય છે, તો દેહમાં રહેલા તે પદાર્થોથી કેમ થતી નથી ? આ દેહમાં અત્યંત ભય કરનારા સપની જેમ અકાળે રોગો ઉત્પન્ન થાય છે. रूवमसासयमेवं, विज्जुल्लयाचंचलंच जए जी। संझाणुरागसरिसं, खणरमणिज्जं च तारुण्ण ॥१२॥
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
जीअ जलबिंदसमं, संपत्तीओ तरंगलोलाओ । सुमिणयसमं च पिम्मं, ज जाणसु तं करिज्जासु ॥१३॥
“આ પ્રમાણે રૂપ અશાશ્વત છે, જગતમાં જીવિત વીજળી સમાન ચપળ છે, સંધ્યાના રંગ સમાન યૌવન ક્ષણવાર રમણીય છે. ૧૨
“જીવિત એ જળમિઠ્ઠુ સમાન છે, સ`પત્તિઓ તર’ગ સરખી ચપળ છે, પ્રેમ એ સ્વપ્ન સમાન છે, આથી જે જાણેા, તે કરા.” ૧૩
શરીરની અંદર રહેલે। આત્મા કામ-ક્રોધ આફ્રિ તાપા વડે તપે છે, પરિણામે કટુ ફળ આપનારા વિષચેામાં સુખ માનનાર અશુચિમાં રહેલા કીડાની માફક આશ્ચ છે કે જરાપણ વિરાગ પામતો નથી. કામભાગમાં આસક્ત ચિત્તવાળા જેમ આંધળા કૂવાને ન જુએ તેમ પગની આગળ રહેલા મૃત્યુને જોતો નથી. વિષ સરખા વિષચેામાં આસક્ત એવા આત્મા પોતાના હિત માટે ધમ આદિ ચાર પુરુષાર્થમાં પ્રવર્તતો નથી. અનાદિકાળના અભ્યાસથી પાપસ્વરૂપ અર્થકામમાં પ્રવર્તે છે, પણ ધમ અને મેક્ષમાં પ્રવૃત્તિ કરતો નથી. અપાર સ’સારસમુદ્રમાં મહારત્નની જેમ પ્રાણીઓને મનુષ્યપણું અતિદુર્લભ છે, તે મળ્યા છતાં પણ પુણ્યના ચેાગથી જિનેશ્વર દેવ, સુસાધુ ગુરુ અને જિનેશ્વરે કહેલા ધર્મ પ્રાપ્ત થાય છે. તેથી એ મળ્યે છતે પ્રમાદ ન કરવા જોઈએ. કહ્યુ છે કે—
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
पाविअ दुल्लहलभ, विज्जुलयाचंचलं च मणुअत्तं । धम्मम्मि जो विसीयइ, सो काउरिसो न सप्पुरिसा ॥१४॥
દુર્લભ અને વિજળી જેવા ચંચળ મનુષ્યપણને પામીને ધર્મ કરવામાં જે પ્રમાદ કરે છે, તે કાયર પુરુષ છે, પુરુષ નથી.” ૧૪
તેથી “આ મહાબળકુમાર ઉપર રાજયનો ભાર આરોપણ કરીને પિતાનું ઈચ્છિત કરું ? એમ વિચારીને રાજ્યગ્રહણ માટે વિનયસંપન્ન મહાબળકુમારને બેલાવીને રાજ્ય લેવા માટે સમજાવ્યો. તેની ઈચ્છા નહિ હેવા છતાં પિતાની આજ્ઞાથી રાજ્યભાર ગ્રહણ કરવા કબૂલ કર્યું. મહાબળને રાજ્યાભિષેક અને શતબળની દીક્ષા
તે પછી તે શતબળ રાજાએ સિંહાસન ઉપર. મહાબળને બેસાડીને પિતાના હસ્તે તિલકમંગળ કર્યું. તેથી તે કુંદપુષ્પ સમાન કાંતિવાળા ચંદનના તિલકવડે ચંદ્ર વડે ઉદયગિરિ શેભે તેમ શોભવા લાગ્યો. તેના અભિષેક સમયે ચંદ્રને ઉદય થવાથી સમુદ્ર જેમ ગર્જના. કરે તેમ સર્વદિશાઓના ગર્જના કરાવતી મંગળકારી દુંદુભિ વાગવા લાગી. ચારે તરફથી મંત્રિ–સામંત વગેરે શ્રેષ્ઠ પુરુષએ આવીને બીજા શતબળ રાજાની જેમ તે મહાબળરાજાને વિનયપૂર્વક પ્રણામ કર્યા.
આ પ્રમાણે શતબળ રાજા પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને, તે પછી દીનઅનાથ વગેરે લોકોને દાન
Page #67
--------------------------------------------------------------------------
________________
२८
શ્રી ઋષભનાથ ચરિત્ર
આપીને રાજાએ કરેલા મહાત્સવપૂર્વક યુગપ્રધાન સમાન ગુણગણને ધારણ કરનાર આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે રાજર્ષિ કેવા થયા ? मिउमद्दवसंपन्ने, गम्भीरो सुसमाहिओ ।
विहरइ महि महप्पा, सीलभ्रूण अप्पणा ॥ १५ ॥
• કામળ નમ્રગુણ વડે યુક્ત, ગ’ભીર, ઉત્તમ સમાધિવાળા તે મહાત્મા સદાચારમય આત્મા વડે પૃથ્વી ઉપર વિહાર કરે છે,” ૧૫
આ પ્રમાણે તે મુનિવર ગ્રહણ અને આસેવન શિક્ષા વડે ગુરુવરની પાસે રત્નત્રયને અભ્યાસ કરતા, સર્વત્ર સમચિત્તાપણું વતા, જિતેન્દ્રિય, ક્રોધ આદિ શત્રુ સમુદાયને જીતતા, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત, શાસ્ત્રના પારગામી, સમિતિ-ગુપ્તિથી યુક્ત, દુસ્સહ પરિષùાને સહન કરતા, મૈત્રી-પ્રમેાદ-કારુણ્ય અને માધ્યસ્થ ભાવના ભાવિત ચિત્તવાળા, પરમપદમાં હોય તેમ અમઃ આનંદરૂપ રસસાગરમાં નિમગ્ન, સંયમની આરાધના કરનારા થયા. આ પ્રમાણે અનુક્રમે તે રાજિષ મહાત્મા અને તપ વડે નિર્મળ ચારિત્રની આરાધના કરીને અંતે અનશનવડે પોતાનું આયુષ્ય સારી રીતે પૂર્ણ કરીને સ્વર્ગની સ’પદ્માને પામ્યા.
ધ્યાન
હવે તે મહામળરાજા સૌન્યસહિત અનેક ખેચરાના સમૂહવડે પરિવરેલા ઇંદ્રની જેમ અખંડ આજ્ઞાવાળા પૃથ્વી ઉપર રાજ્ય કરે છે. તે મનેાહર સ્ત્રીઓથી પરિ
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી પરષભનાથ ચરિત્ર
પ્રસન્ન ચિત્તવાળે મનહર બગીચાઓની શ્રેણીમાં જેમ કમળવન ખંડમાં રાજહંસ કીડા કરે તેમ કીડા કરે છે. આગળ, પાછળ અને પડખે સ્ત્રીઓના સમૂહથી વીંટાયેલે તે સાક્ષાત્ શરીરધારી શૃંગારરસ હોય તેમ ક્યારેક દેખાય છે. આ પ્રમાણે ફક્ત વિષય-ક્રીડામાં આસક્ત, ચિત્તવાળા, ધર્મથી વિમુખ એવા તેના દિવસો નિષ્ફળ જાય છે.
એક વખત તે મહારાજા બીજા મણિમય સ્તંભ સર આ અનેક મંત્રિ-સામંત વગેરે વિશિષ્ટજથી શોભતી સભામાં બેઠે હતો. તે વખતે રાજાના મુખ્યમંત્રી સ્વયંબુદ્ધ, સં ભિન્નમતિ, શતમતિ, અને મહામતિ રાજાને પ્રણામ કરીને ગીની માફક રાજાને વિષે આપ્યું છે કે એક ચિત્ત જેણે એવા સભાની અંદર પોત-પોતાના આસન ઉપર બેઠા. તેમાં સમ્યગ્દષ્ટિ સ્વયંબુદ્ધ જે પિતાના સ્વામીની ભક્તિમાં વત્સલ, કલ્યાણમિત્ર, બુદ્ધિરૂપી રત્નને ઉત્પન્ન કરવામાં રેહણગિરિ સરખે હતો. કહ્યું છે કે – जोएइ य जो धम्मे, जीवं विबिहेण केणइ नएण । संसारचारगगय, सो नणु कल्लाणमित्तो त्ति ॥१६॥
જે સંસારરૂપી કેદખાનામાં રહેલા જીવને જુદા જુદા પ્રકાસ્ના કેઈ ઉપાયવડે ધર્મમાં જેડે, તે ખરેખર . કલ્યાણ મિત્ર છે.” ૧૬
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્વયબુદ્ધિમંત્રિનુ` ચિંતન, અને મહાબળને ઉપદેશ તે મ`ત્રી કેવળ કામભાગમાં આસકત રાજાને જોઈ ને વિચારે છે કે—અમારા સ્વામી દુĒંત ઇન્દ્રિચેાવડે વિષયેામાં આસકત થઈ અમે દેખતા છતાં હરણ કરાય છે. તેથી તેની ઉપેક્ષા કરનારા અમાને ધિક્કાર પડી !! વિષય સુખમાં મગ્ન ચિત્તવાળા, ધર્માંકથી રહિત અમારા સ્વામીને જન્મ નિરક જાય છે, એથી મારુ' મન દુ:ખ પામે છે. જો અમે સ્વામીને ધર્માં સન્મુખ ન કરીએ તો અમારામાં અને હાસ્યમત્રીમાં શુ અંતર છે ? તેથી કાઈ પણ ઉપાય વડે અમારે રાજાને હિતકારી માગે લઈ જવા જોઈ એ. કદાચ સ્વામીના વ્યસનથી જીવનારા આ દુષ્ટમંત્રી મારી નિંદા કરશે, પણ તેનાથી મારે શું? એ પ્રમાણે વિચારીને સ` મ`ત્રીઆમાં મુખ્ય તે સ્વયંભુદ્ધ મત્રી બે હાથ જોડી રાજાને વિજ્ઞપ્તિ કરે છે કે—હે 'મહારાજા ! આ સંસારમાં જેને સમુદ્ર નદીઓના પાણી વડે, વડવાનળ સમુદ્રના પાણી વડે, યમરાજા પ્રાણીએ વડે, અગ્નિ ઇ ધન વડે તૃપ્ત થતા નથી, તમ જીવ પણ પાંચ ઇંદ્રિયોના વિષય સુખ વડે કચારેય તૃપ્તિ શું પામી શકે? કહ્યુ છે કે— अथिराण चचलाण य, खण मित्तसुहंकराण पावाणं । दुग्गइ निबंधणाणं, विरमसु एआण भोगाणं ॥ १७॥
૩૦
“ અસ્થિર, ચ’ચળ, ક્ષણમાત્ર સુખ કરનારા દુર્ગતિના
ઃઃ
કારણભૂત એવા આ પાપી વિષચેાથી વિરામ પામે.” ૧૭
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
सल्लं कामा विसं कामा, कामा आसीवीसोवमा । સામે પ્રત્યે માના, વાવામાં વંતિ સુઝહું ૨૮
કામ એ શલ્ય છે, કામ એ વિષ છે, કામ એ સપની ઉપમાવાળા છે, કામની પ્રાર્થના કરનારા, ઈચ્છા પૂર્ણ થયા વિના દુર્ગતિમાં જાય છે.” ૧૮ तिलमित्त विसयसुहं, दुहं य गिरिरायसिंगतुंगयरं । भवकोडीहिं न निट्ठइ, जं जाणसु तं करिज्जासु ॥१९॥
વિષયસુખ તલ જેટલું છે, અને તેનાથી ઉત્પન્ન થનાર દુઃખ ગિરિરાજના શિખર સરખું ઘણું ઊંચું (૮) છે, ક્રોડ ભ વડે તે પાર પામે એવું નથી, માટે જે જાણ, તે કર. ૧૯ मयणेण मएणेव, जणो परवसीकओ। सयायारपहभट्ठो, पडएच्य भवाडवे ॥२०॥
મદની જેવા મદન (કામદેવ) વડે પરાધીન કરાયેલે, સદાચારના માર્ગથી ભ્રષ્ટ થયેલ માણસ સંસારરૂપી કૂવામાં નિશ્ચ પડે છે.” ૨૦
વિષયની વેલડી સરખી સ્ત્રીઓ, દશન-સ્પર્શ અને ઉપગ વડે અત્યંત વ્યાણ માટે નિચે થાય છે. વળી આ હાસ્યમિત્રો ખાવા-પીવામાં જ ચિત્ત આપનારા સ્વામીના પરલેકના હિતની ચિંતા કરતા નથી. અહે! દુર્જને ફક્ત પિતાને અર્થ સાધવામાં તત્પર હોય છે, કુળવાન આત્માઓને દુર્જનના સંસર્ગથી અસ્પૃદય ક્યાંથી
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
થાય? બેરદ્ધના વૃક્ષની પાસે કેળનું ઝાડ કયારેય શું આનંદ પામે ? તેથી હે સ્વામિન! પ્રસન્ન થાઓ, તમે પિતે વિદ્વાન છે, વિમૂઢ ન થાઓ, વ્યસનની આસક્તિને ત્યાગ કરીને ધર્મમાં મન સ્થાપન કરો. કહ્યું છે કેनरनखइदेवाण, जं सोक्खं सव्वुत्तमं लोए । तं धम्मेण विढप्पइ, तम्हा धम्मं सया कुणसु ॥२१॥
“મનુષ્ય, રાજા અને દેવેનું સર્વોત્તમ સુખ જે લકમાં છે, તે ધર્મથી પ્રાપ્ત થાય છે, તેથી હંમેશાં ધમને કરે.” ૨૧ बाणइ जणो मरिज्जइ, पेच्छइ लोगो मरतयं अन्नं । न य कोइ जए अमरो, कह तह वि अणायरो घम्मे ।।२२।।
માણસ જાણે છે કે મરવાનું છે, લેક બીજા મરનારને જુએ છે, જગતમાં કોઈ અમર (મરણ વિનાને, નથી, તો શા માટે ધર્મમાં અનાદર કરે છે?” ૨૨ धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरू । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥२३॥
ધમ એ બંધુ છે, ધર્મ એ ઉત્તમ મિત્ર છે, ધર્મ એ શ્રેષ્ઠ ગુરુ છે, મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરનારાએને ધર્મ એ ઉત્તમ રથ છે.” ૨૩
જેમ દેવ વગરનું ચિત્ય, ચંદ્રરહિત શત્રિ, શાસ્ત્રિ વિનાને યતિ, નેત્ર વગરનું મુખ શોભતું નથી, તેમ ધર્મ રામર માણસ શેલતો નથી. વધારે શું કરવું ? ધર્મ
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૩. જ મનુષ્ય સ્વર્ગમાં દેવેન્દ્ર વગેરેનાં સુખમેં, મનુષ્યભવમાં ચક્રવર્તિપણું, વિદ્યાધરપણું, અને નરેન્દ્રપણું પામીને લેકાગ્રસ્થાનને (= મોક્ષને) પામે છે, આથી હેનરવર! ઉત્કૃષ્ટપદ (મેક્ષ)ના લાભ માટે ધર્મને જ શરણું તરીકે સ્વીકારે.
* સંભિન્નમતિનું ચાવંમતનું દર્શન
આ પ્રમાણે સ્વયં બુદ્ધ મંત્રિનાં વચન સાંભળીને અત્યંત મિથ્યાત્વદેષથી કલુષિત વિષની ઉપમાવાળી બુદ્ધિવાળો સંભિન્નમતિ કહેવા લાગ્યો :" હે સ્વયં બુદ્ધ! તું બહુ સારી રીતે મહારાજાના હિતની ચિંતા કરનારે છે! ઓડકાર વડે આહારની જેમ વાણુ વડે ભાવ જણાય છે! સરળ, સદાય પ્રસન્ન મનવાળા, પિતાના સ્વામીના હિતને માટે તારા જેવા જ કુળવાન મંત્રીઓ આ પ્રમાણે બેલે, બીજા નહિ. તને ભણાવનાર ઉપાધ્યાય કેઈ સ્વભાવથી કઠણ હશે, જેથી સ્વામીની આગળ અકાળે વજપા સરખું આ પ્રમાણે બેલેટ ભેગના અર્થી પુરુષો વડે અહીં રાજા સેવા કરાય છે, તેઓ વડે તમે કામ ન લેંગ” એમ કેવી રીતે કહેવાય ? जो धुवाई परिचिच्चा, अधुवं परिसेवए । धुवाई तस्स नस्संति, अधुवं नट्ठमेव य ॥२४॥ - જે નિશ્ચિત વસ્તુને ત્યાગ કરીને અનિશ્ચિત વસ્તુને
Page #73
--------------------------------------------------------------------------
________________
-
શ્રી રાજારામ ચરિત્ર
સેવે છે, તેની નિશ્ચિત વસ્તુઓ નાશ પામે છે, અને અનિશ્ચિત વરતુ નાશ પામેલી જ છે.” ૨૪
આ તો ખરેખર હાથમાં રહેલા ચાટણને છોડીને કેણીને ચાટવા જેવું છે.
પરલેકમાં ફળ આપનાર ધર્મ છે એવું જે કહેવાય છે તે અયુકત છે. કારણકે જીવને અભાવ હોવાથી પરલેક વિ. ી, પ્રવી–પાણી-અગ્નિ અને વાયુમાંથી ચેતના, ગેળ-લેટ અને પાણી વગેરેમાં સદશક્તિની જેમ ઉત્પન્ન થાય છે. શરીરથી ભિન્ન કઈ શરીરી (આત્મા) નથી, કે જે શરીરને, છતે પરલેકમાં જાય, આથી નિઃશંકપણે પાંચ ઇન્દ્રિતા વિષયસુખને ભેગવવાં. આ પિતાના આત્માને ભેગથી ન છેતરા. શશશૃંગની માફક સુખમાં અંતરાય કરનાર “આ ધર્મ, આ અધર્મ” એવી શંકા ન કરવી. ધર્મઅધર્મ નિ નથી. કહ્યું છે કેउपजति विपति, कम्पुमा जह जंतवो। उकजतिः विकल्जेति, बुब्बुमा केम कम्मुणा ॥२५।।
જે પ્રાણીઓ, કર્મ વડે ઉત્પન્ન થાય છે અને મારે છે, તે પાણીના પરપોટા કયા કર્મવડે ઉત્પન્ન થાય છે અને મરે છે?” આ
સર્વથા જીવોના અભાવથી જે જીવ મરે છે તે જ થી મન થાય છે એ ફક્ત વચ્ચતમાત્ર જ છે. તેથી હે મહારાજા ! શિરીષપુષ્પ સરખી શય્યામાં રૂપ
છે
આ શાસ
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી કષભનાથ ચરિત્ર
૩૫
અને લાવણ્યથી યુક્ત સુંદરીઓ સાથે સ્વેચ્છાએ કીડા કરો. અમૃત સરખાં ભજન અને સ્વાદિષ્ટ પેને ઈચછા મુજબ ભેગો. કપૂર, અગર, કસ્તૂરી, અને ચંદનથી અર્ચિત શરીરવાળા એક સુગંધમાંથી ઉત્પન્ન થયા છે તેમ રાત્રિદિવસ રહો. ઉદ્યાન, યાન, ચિત્રશાળા આદિની વિવિધ શોભાને જુઓ. વેણુ, વંશ, વિષ્ણુ, મુદંગ આદિ વાજિંત્રોના અવાજે વડે રાત્રિદિવસ તમે વિલાસ કરે. આ પ્રમાણે જીવનપર્યત પાંચ ઈદ્રિના વિષચેના ઉપભગવડે સુખપૂર્વક જીવો. ધર્મકાર્યો વડે સયું, જગતમાં ધર્મ-અધર્મનું ફળ નથી.”
સ્વયંબુદ્ધમંત્રીએ કરેલી જીવની સિદ્ધિ તે પછી ભિન્નમતિનાં વચન સાંભળીને સ્વયંબુદ્ધ કહે છે: “હે સ્વભિન્નમતિ ! આ પ્રમાણે બોલનારા સ્વ અને પરના શત્રુ એવા નાસ્તિક લેકે વડે આંધળા વડે આંધળીની જેમ જ વડે દુર્ગતિમાં પડાય છે, તેઓને ધિક્કાર પડે. આ જીવ સુખ-દુઃખને જાણનારે અને પોતાના અનુભવથી જાણી શકાય એવો છે. બધાને અભાવ હોવાથી, કઈ વડે નિષેધ કરી શકાય એમ નથી. જીવ વિના
ક્યારેય “હું સુખી છું, હું દુઃખી છું” એ વિશ્વાસ કેઈને થતો નથી. આ પ્રમાણે પોતાના શરીરમાં જીવ સિદ્ધ થયે છતે, બીજાના શરીરમાં પણ છવ અનુમાનપણથી સિદ્ધ થાય છે. જેવી રીતે બીજાના શરીરમાં પણ જીવ છે. સર્વત્ર બુદ્ધિપૂર્વક ક્રિયાની પ્રાપ્તિ થતી હોવાથી.
Page #75
--------------------------------------------------------------------------
________________
છે
શ્રી બક્ષનાથ ચરિત્ર જે પ્રાણ મરે છે તે જ ફરીથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવને પરલેક પણ નિચે છે. એક જ ચૈતન્ય બાળકપણામાંથી યૌવનને અને યૌવનમાંથી વૃદ્ધત્વને પામે તેમ એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે. પૂર્વના ચૈતન્યના અનુવર્તન (સંસ્કાર) વિના, નહિ શીખેલે બાળક સ્તનપાન કેમ કરે? વળી અચેતન એવા ભૂતમાંથી ચેતન કેવી રીતે ઉત્પન્ન થાય? જગતમાં કારણને અનુરૂપ કાર્ય દેખાય છે. દેહ અને જીવનું ક્યારેય અભિપણું ન કહેવું. મરણ અવસ્થામાં શરીરમાં જીવ પ્રાપ્ત થતું. નથી. તેથી દેહથી ભિન્ન અને પરલેકમાં જનારે એ જીવ છે. ધર્મ અને અધમના કારણભૂત પરલેક પણ છે. આથી હે મહારાજ ! હંગતિએ આપનાસ, સદ્ગતિના વિધી એવા પાંચ ઇન્દ્રિયના વિષયને દૂર છે. એક રાજા થાય છે, એક રંક થાય છે. આ પ્રમાણે શ્રીમંત અને દરિદ્ર, બુદ્ધિમંત અને જડ, સુરૂપ અને કુરૂપ, સબળ અને નિર્બળ, નિરોગી અને રેગપીડિત, સુભગ અને દુર્ભગ એ દરેકનું મનુષ્યપણું સમાન હોવા છતાં જે. અંતર છે તે ધર્મ અને અધર્મનું કારણ જાણવું. એક વાહન થાય છે, બીજે તેની ઉપર ચઢે છે, એક અભય માગે છે, બીજે અભય આપે છે, આ પ્રમાણે ધર્મ–. અધર્મનું ફળ જાણીને તે સ્વામિન! દુર્જનના વચનની જેમ અધર્મ ત્યાગ કરવા ગ્ય છે વીતરાગના વચનની, જેમ મોક્ષસુખના એક કારણરૂપ ધર્મ ગ્રહણ કરવા. લાયક છે.”
Page #76
--------------------------------------------------------------------------
________________
" શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭
- આ પ્રમાણે સ્વયં બુદ્ધમંત્રી ક્ષણભંગુરવાદી શતમતિના ક્ષણિકવાદનું અને “આ જગત માયામય છે” એમ કહેનારા મહામતિના માયાવાદનું વિવિધ યુક્તિપૂર્વક નિરાકરણ કરીને રાજાને કહે છે કે... હે રાજન ! કામગમાં આસક્ત, વિવાદમાં કુશળ, પુણ્યોદયથી વિમુખ એવા આ લેકોએ તમને છેતર્યા છે. તેથી વિવેકનું આલંબન લઈને કામભેગોને દૂર ત્યજે. આ લેક અને પરલોકના કલ્યાણ માટે ધર્મને જ લેવો.
હવે ધાર્મિક વચન સાંભળવાથી પ્રસન્નચિત્તવાળે રાજા કહે છે કે- હે નિર્મળબુદ્ધિવાળા સ્વયં બુદ્ધ! તે ઘણું સારૂં કહ્યું. અવશ્ય ધર્મ કરવા લાયક છે, અમે ધર્મના વિરોધી નથી, પરંતુ સમયે જ ધર્મ આચરવો જોઈએ.
બાળપણામાં વિદ્યાનો અભ્યાસ કરે, યૌવનમાં વિષયભેગ ભેગવવા, વૃદ્ધપણે મુનિ પણું કરવું.” એથી કામભેગને
યૌવન પામીને તેના ઉચિતની કોણ ઉપેક્ષા કરે ? તે અવસર વિના ધર્મોપદેશ કર્યો, “વીણા વાગતી હોય ત્યારે વેદને ઉચ્ચાર શું શોભે?” ધર્મનું ફળ સગતિ આદિ જે કહ્યું તે સંદિગ્ધ છે, તેથી આ ભવ સંબંધી વિષયામૃતના આસ્વાદના રસને અકાળે તું કેમ નિષેધ કરે છે? સ્વયં બુદ્ધ મંત્રિએ કહેલે રાજાના પિતામહ
અતિબળને વૃત્તાંત હવે સ્વયંબુદ્ધ મંત્રી બે હાથ જોડી વિજ્ઞપ્તિ કરે
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૮
ગ્રી અભષનાથ ચરિત્ર
છે કે, અવશ્ય કરવા લાયક ધર્મના ફળમાં અન્યથા શંકા ન કરે. હે રાજન ! એક વખત બાળપણમાં આપણે નંદનવનમાં ગયા હતા. તે વખતે ત્યાં અત્યંત સુંદર રૂપને ધારણ કરનાર એક દેવને જોયા. કૃપાશીલ તે દેવે તે વખતે એમ કહ્યું હતું કે- હે રાજન ! હું તારો અતિબળ નામે પિતામહ છું. સંસારના ભયથી વિરક્ત થયેલા મનવાળા મેં તૃણની જેમ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરીને દીક્ષા લીધી. અતિનિર્મળ ચારિત્રની આરાધનાવડે અંતે અનશન ગ્રહણ કરીને લાંતક દેવલેકમાં તેને અધિપતિ થયો છું. “તારે પણ ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે ? એમ કહીને પ્રકાશિત કર્યું છે આકાશને જેણે એવો તે વિજળીની માફક અદશ્ય થશે, તેથી પ્રત્યક્ષ પ્રમાણ હોય ત્યાં બીજે પ્રમાણની કલ્પના શા માટે કરવી? આથી હે મહારાજ! પિતામહના વચનને યાદ કરી “પરલેક છે” એમ માન્ય કર.
રાજા પણ કહે છે કે- હે મંત્રીશ્વર? જે તે પિતામહનું વચન યાદ કરાવ્યું, તે સારું કર્યું. હવે હું ધર્મ અને અધર્મના કારણભૂત પરલકને માનું છું- હવે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને દૂર કરવામાં સૂર્ય સમાન તે મંત્રીશ્વર સમય મેળવીને આનંદપૂર્વક કહેવા લાગ્યા.
હે નરેશ્વર ! પહેલા તારા વંશમાં કુચંદ્ર નામે રાજા થયા તેને કુરુમતી નામે સ્ત્રી અને હરિશ્ચન્દ્ર નામે
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર પુત્ર હતો, તે રાજા બુદ્ધને ભક્ત હતો, મહારંભ અને પરિગ્રહમાં હંમેશાં આસક્ત હતો, જે યમરાજાની જેમ હંમેશાં જીવહિંસા આદિ નિંદનીય અનાર્ય કાર્યોમાં નિર્દય થશે. પાંચ ઈદ્રિયોના વિષય સુખને એકાંતે ભેગવતા, ધર્મવિમુખ એવા તેને અંતિમ સમયે નજીક આવેલી નરકના દુઃખની વાનકી સરખે સાત ધાતુને પ્રકોપ થશે. જેથી તેને સુકુમાળ શય્યા પણ કંટકશધ્યાની જેમ દુઃખદાયક થતી હતી, સ્વાદિષ્ટ સુરસ અનાદિક પણ લીંબડાના રસની જેમ વિરસ થતા હતા. ચંદન, અગરુ, કપૂર, કસ્તુરી આદિ સુગંધી પદાર્થો પણ દુધ સરખા થતા હતા. ભાર્યા, પુત્ર, મિત્ર આદિ પરિવારના લેકે શત્રુની જેમ ચક્ષુને ઉગ કરનારા થયા. અથવા તો પુણ્યને ક્ષય થાય ત્યારે સર્વ વિપરીત પણું થાય છે.
તે વખતે કુરુમતી અને હરિચંદ્ર તે રાજાને એકાંતમાં આનંદ આપનાર અશુભ પદાર્થોના ઉપચાર કરવાપૂર્વક પ્રતિજાગરણ કરતા હતા. કાસ-શ્વાસ–શૂલ-જવર આદિ વ્યાધિઓથી પીડાયેલ દરેક અંગે અંગારાઓ વડે ચુંબન કરાતો હોય તેમ દાહથી વ્યાકુલ થયેલ રૌદ્રધ્યાનમાં તત્પર એવો તે રાજા મરણ પામ્યો.
તે પછી તેને પુત્ર હરિચંદ્ર તેની મરણક્રિયા કરીને સદાચારના માર્ગમાં આ સક્ત ન્યાયપૂર્વક રાજ્ય પાળવા લાગ્યો. તે રાજા આ લોકમાં પણ પાપના ફળરૂપ પોતાના પિતાનું અત્યંત દુઃખના કારણરૂપ મરણ જોઈને ગ્રહમાં
Page #79
--------------------------------------------------------------------------
________________
- શ્રી ઋષભનાથ ચરિત્ર સૂર્યની જેમ ચાર પુરુષાર્થોમાં ધર્મની જ પ્રશંસા કરતો હતે..
' એક વખત તેણે પિતાના બાળમિત્ર શ્રાવક સુબુદ્ધિ નામના મંત્રીશ્વરને કહ્યું કે– “તમારે હંમેશાં ધર્મશાસ્ત્રનાં વિદ્વાન પાસેથી ધર્મ સાંભળીને મને કહે.” આ પ્રમાણે સાંભળીને સુબુદ્ધિ મંત્રી હંમેશાં પોતાની બુદ્ધિ પ્રમાણે રાજાની આગળ જિનેશ્વરે કહેલ ધર્મ કહેવા માટે તત્પર થશે, કારણકે અનુકૂળમાં પ્રવૃત્તિ કરવી તે સજજનેને ઉત્સાહનું કારણ થાય. આ પ્રમાણે સુબુદ્ધિએ કહેલા ધર્મને સાંભળતો, રોગથી ભય પામેલો જેમ ઔષધની શ્રદ્ધા કરે તેમ પાપથી ભય પામેલે તે, તે ધર્મની શ્રદ્ધા કરતો હતો. . એક વખત નગરની બહાર ઉદ્યાનમાં શીલંધરમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી, તેને મહત્સવ કરવા દે આવ્યા. સુબુદ્ધિમંત્રીએ એ વૃત્તાંત કહેવાથી શ્રદ્ધાથી તરંગિત મનવાળે તે રાજા અશ્વ ઉપર ચઢી તે મુનીશ્વર પાસે આવ્યા. તે મુનિને પ્રણામ કરી રાજા બેઠે. પછી તે કેવળજ્ઞાની મહામુનિએ અજ્ઞાનરૂપ અંધકારને હરણ કરનારી ધર્મદેશના કરી. દેશનાને અંતે તે રાજાએ બે હાથ જેડી તે મુનિવરને પૂછ્યું કે–હે ભગવંત ! મારા પિતા મરીને કઈ ગતિ પામ્યા? હવે તે કેવલી ભગવંતે કહ્યું કે- હે મહારાજ ! તારા પિતા તીવ્ર પાપના ઉદયે અંતે ઘણું દુઃખ અનુભવીને સાતમી નરકપૃથ્વીમાં ગયા, તેવા
Page #80
--------------------------------------------------------------------------
________________
- શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧
પ્રકારના મહાભયંકર કર્મ કરનારાને બીજું સ્થાન હેતું નથી.
" , - તે સાંભળી સંવેગ પામી તે રાજા મુનીને પ્રણામ કરી. ઉઠીને નગરમાં આવ્યા. પુત્રને રાજ્ય આપીને સુબુદ્ધિમંત્રીને કહ્યું કે –હે મંત્રીશ્વર! હું દીક્ષા ગ્રહણ કરીશ, તમે મારી જેમ મારા પુત્રને પણ જિનેશ્વરના ' ધર્મને હંમેશાં ઉપદેશ આપશે.
તે મંત્રીએ પણ કહ્યું કે—હું નરેન્દ્ર! હું પણ તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશ. મારે પુત્ર તમારા પુત્રની આગળ ધર્મ કહેશે. તે પછી તે રાજા અને મંત્રીએ કર્મ રૂપી પર્વતને ભેદવામાં વધુ સમાન મહાવતને ગ્રહણ કર્યા. અતિનિમળ વિશુદ્ધિપૂર્વક ઉગ્ર તપવડે કિલટ કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષ પામ્યા.
દંડકરાજાને વૃત્તાંત વળી તમારા વંશમાં પહેલાં પ્રચંડ શાસનવાળા દંડક નામે રાજા થયે હતો. તેને પુત્ર મણિમાલી નામે જગતમાં પ્રસિદ્ધ થશે. તે રાજા પુત્ર, મિત્ર અને સ્ત્રીઓમાં, તેમજ સુવર્ણ, મણિ, રત્ન અને રૂપા વગેરે ધનમાં - અત્યંત મૂચ્છવાળો હતો. કાળક્રમે આર્તધ્યાનમાં તત્પર તે રાજા મરણ પામીને પિતાના ભંડારમાં અજગરપણે ઉત્પન્ન થશે. ત્યાં રહેલે તે ભયંકર સ્વરૂપવાળ સર્વભક્ષી હુતાશનની માફક પ્રદીપ્ત થયેલે, જે જે ભંડારમાં પ્રવેશ કરે છે, તેને તે ખાઈ જાય છે. એક વખત ભંડારમાં
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી ષભનાથ ચરિત્ર
પ્રવેશ કરતા પિતાના પુત્ર મણિમાલીને પૂર્વજન્મ સંબંધી જાતિસ્મરણથી “આ મારે પુત્ર છે” તેમ એાળખ્યો, પ્રશાંત આકૃતિને બતાવતે તે અજગર નેહપૂર્વક સાક્ષાત પૂર્વજન્મના પિતાના બંધુની જે આ કઈ છે, એમ મણિમાલીએ જાણ્યું. તે પછી મણિમાલીરાજાએ કઈ અવધિજ્ઞાનથી સંપન્ન મહામુનિવરની પાસેથી તેને પિતાના પિતા તરીકે જાણીને, તેની આગળ બેસીને જિનેંદ્રભાષિત ધર્મ કહ્યો, તે પછી તે અજગર અરિહંતના ધર્મને પામીને અનશન સ્વીકારીને શુભધ્યાનમાં તત્પર મરીને દેવલોક પાપે. પુત્રના નેહથી સ્વર્ગમાંથી આવીને તે દેવે દિવ્ય મુક્તાફળથી મંડિત હાર આપે, તે હાર આજે પણ તમારા હૃદય ઉપર છે.
હરિચંદ્રના વંશમાં તમે, અને સુબુદ્ધિ મંત્રિના વંશમાં હું થો. તેથી માગત સ્નેહભાવથી ધર્મમાં તમને પ્રવર્તન કરાવું છું. વળી જે અકાળે વિજ્ઞપ્તિ કરૂં છું. તેનું કારણ સાંભળે.
સવર્યબુદ્ધિનું અકાળે ઉપદેશનું કારણ - જે કારણથી આજે નંદનવનમાં જગતના ભાવને પ્રકાશનારા, મહામોહરૂપી અંધકાને છેદનારા, એકત્ર મળેલા સૂર્ય-ચંદ્ર જેવા બે ચારણમુનિઓને મેં જોયા. જ્ઞાનાતિશયથી ભતા, ભવ્યજીવોને દેશના કરતા તે બંને મુનિવરેને અવરે મેં તમારા આયુષ્યનું પ્રમાણ પૂછ્યું. તેઓએ તમારું આયુષ્ય ફક્ત એક માસનું કહ્યું. આ
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૩
કારણથી હે મહારાજા ! ધર્મ માટે આપને ઉતાવળ કરાવું છું.
મહાબળરાજા પિતાનું અલ્પ આયુષ્ય સાંભળીને. કહે છે કે—હે બુદ્ધિના ભંડાર સ્વયં બુદ્ધ! તું જ મારે.
એક બંધુ છે, કે જેથી મારા કાર્ય માટે આ પ્રમાણે, ચિંતા કરે છે. વિષયાસક્ત અને મેહનિદ્રાથી નિદ્રાળું એવા મને શિખામણ આપે છે. હું શું આરાધના કરું? અલ્પ આયુષ્ય હોવાથી હમણાં મારાથી કેટલે ધર્મ સાધી શકાય ? “એકદમ અગ્નિ લાગ્યો હોય ત્યારે ફૂ દવે એ કેવા પ્રકારનું?”
સ્વયં બુદ્ધ આ પ્રમાણે કહે છે કે ખેદ ન કરો, ધીરતા ધારણ કરે, પરલેકમાં એક મિત્ર સમાન યતિધર્મ અંગીકાર કરે. एगदिवस पि जीवो, पबज्जमुवागओ अणण्णमणो । जइवि न पावइ मोक्ख, अवस्सं वेमाणिओ होइ ॥२६॥
અનન્યચિત્ત એક દિવસ પણ ચારિત્રની આરાધના કરનાર જીવ જે મેક્ષ ન પામે તે અવશ્ય વૈમાનિક થાય
મહાબળરાજાની દીક્ષા અને અનશન “સારૂં” એ પ્રમાણે કહીને પિતાના પુત્રને પિતાના. રાજ્ય ઉપર સ્થાપીને મહાબળ રાજાએ દીન–અનાથ કેને તેવા પ્રકારનું દાન આપ્યું કે જેથી કોઈ ધનરહિત ન.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હતા. બીજા ઇંદ્રની જેમ સૌત્યામાં વિચિત્ર વસ્ત્ર માણિકચ-સુવણ અને પુષ્પો વડે પૂજા અષ્ટાહ્નિકા મહેાત્સવ. પૂર્વક કરી. તે પછી સ્વજન અને પરિવારને ખમાવી આચાર્યના ચરણકમળમાં મેાક્ષલક્ષ્મીની સખી સમાન પ્રયાને ગ્રહણ કરે છે, વિશુદ્ધિમાં વતુ છે મન જેવુ એવા તે સવસાવદ્યની વિરતિની સાથે જ ચારે ય પ્રકારના આહારનું પચ્ચકખાણ કરે છે. તે પછી નિરંતર સમાધિરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થયેલા ભેાજ્યને ખાતા હોય તેમ, પેયને પીતે હાય તેમ અક્ષીણુ દેહના તેજવાળા, મહાસત્ત્વમાં શિરામણ, જરા પણ ગ્લાનિ
ન પામ્યા.
૪૪
આ પ્રમાણે ઉત્તમ સમાધિવાળા, પચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતા, ખાવીશ દિવસ સુધી અનશન કરીને ઇશાન દેવલાકમાં શ્રીપ્રલ નામના વિમાનમાં શય્યા સંપુટમાં મેઘની અંદર વિદ્યુત્સુ જની જેમ ઉત્પન્ન થયા.
પાંચમા ભવ
લલિતાંગ દેવ અને તેની સમૃદ્ધિ
दिव्वा गई सुसठाणो, सत्तधाउज्झिअंगओ । सिरीस सुउमाल गो, कतिकं तदिगंतरो || ૨૭ || वज्जकाओ महोसाहो, पुण्णलक्खणलक्खिओ । મળવો બોહિનાળી, સવિન્નાળાનો ॥ ૨૮ ॥
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દિવ્ય આકૃતિવાળો, ઉત્તમ સંસ્થાનવાળો, સાત ધાતુથી રહિત શરીરવાળે, “શિરીષ પુષ્પ સમાન સુકુમાળ અંગવાળ, કાંતિથી દિશાઓના આંતરાને વ્યાપ્ત કરનાર, વજ સમાન કાયાવાળો, મોટા ઉત્સાહવાળો, પવિત્ર લક્ષણોથી લક્ષિત, ઈચ્છા મુજબ રૂપ બનાવી શકે એવો, અવધિજ્ઞાની અને સર્વ વિજ્ઞાનમાં પારંગત (દેવ) હોય. છે.” ૨૭–૨૮
. અણિમા આદિ ગુણોથી યુક્ત, નિર્દોષ, અચિંત્ય વૈભવવાળો, એવો તે “લલિતાંગ એ પ્રમાણે યથાર્થ નામ વડે પ્રસિદ્ધ થયો, કારણ કે બંને પગમાં રત્નનાં કડાં, કેડ ઉપર કંદોરે, બે હાથમાં બે કંકણું, ભૂજાઓમાં બાજુબંધ, વક્ષસ્થળમાં હાર, કંઠમાં રૈવેયક (ગળાનું આભરણ) મસ્તક ઉપર માળા અને મુકુટ, ઇત્યાદિ આભૂષણેનો સમૂહ અને દિવ્ય વસ્ત્રો તેનાં સર્વ અંગના. ભૂષણ યૌવનની સાથે જ ઉત્પન્ન થાય છે.
મંગળ પાઠકે “જય જય જગદાનંદ' એ પ્રમાણે બાલવા લાગ્યા.
! હવે તે સૂઈને ઉડ્યો હોય તેમ ચારે તરફ જોતો. વિચારે છે કે–શું આ ઇંદ્રજાળ છે ? સ્વપ્ન છે? માયા છે? આ કઈ જાતનું છે? આ પ્રમાણે ગીત-નૃત્યે મને ઉદ્દેશીને કેમ પ્રવર્તે છે ? આ વિનયવાળો લકસ્વામી એવા મારા માટે કેમ ઊભે છે? આ ઐશ્વર્યવાળા મનેહર કલ્યાણ સદનને ક્યા કમાવડે. મેં મેળવ્યું? .. !!
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી અષભનાથ ચરિત્ર
આ પ્રમાણે વિચાર કરતા તેને સુકમળ વાણુ વડે બે હાથ જોડી પ્રતિહાર વિજ્ઞપ્તિ કરે છે કેહે નાથ ! આજે અમે ધન્ય અને કૃતપુણ્ય છીએ, જેથી સ્વામી એવા તમારા વડે અમે સનાથ થયા. નમ્ર એવા અમારા ઉપર અમૃત સમાન દષ્ટિ વડે પ્રસાદ કરે. હે સ્વામિન ! આ ઈશાન દેવલેક ઈચ્છા મુજબ આપનાર, ક્ષય ન પામે એવી ઘણી લક્ષ્મીવાળે, હંમેશાં સુખનું નિધાન છે. આ દેવલોકમાં ઘણા પુણ્યથી તમારા વડે ઉપાર્જન કરાયેલા આ શ્રીપ્રભ નાસના વિમાનને હમણાં તમે સારી રીતે
ભાવે છે. અમે તમારી સભાના મંડનરૂપ સામાનિક દે છીએ. આ ત્રાયસિંશક દેવ ગુરુ સ્થાને રહેલા છે. આ પર્ષદાના લીલા વિલાસની ગોષ્ટીમાં વિદ આપનારા છે, આ બખ્તરધારી દેવા વિવિધ શસ્ત્રને ધારણ કરનાર, સ્વામિની રક્ષા કરવામાં ચતુર આત્મ રક્ષક છે, આ લોકપાળે નગરની રક્ષાના અધિકારી છે, આ સેનાપતિએ સૈન્યમાં ધુરંધર છે. આ પ્રકીર્ણક દે નગરજન અને દેશના લેક સરખા છે. આ સર્વ દેવે તમારી આજ્ઞાને મસ્તકે ધારણ કરશે. મનને પ્રસન્ન કરનાર રતન નિર્મિત પ્રસાદો છે, આ સુવર્ણ કમળના સમૂહવાળી રસમય વાપિકાએ છે. કીડા પર્વતે રત્ન અને સુવર્ણના શિખરવાળા છે, આ સ્વચ્છ પાણીવાળી ક્રીડા ની છે. આ કીડા ઉદ્યાને હંમેશાં પુષ્પ-ફળવાળા છે. આ સભાગૃહ સુવર્ણ અને માણિક્યથી નિર્મિત છે. આ સર્વ તમાસ ચિત્તને આનંદ પમાડશે. આ ચામર– "
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ અરિત્ર
આરીસા અને પપ્પા છે હાથમાં જેને એવી વારાંગનાઓ હમેશાં તમારી સેવા કરશે. આ ગ ધ વર્ગ ચાર પ્રકારના યાજિ’ત્રોને વગાડવામાં ચતુર્ એવા તમારી આગળ સ’ગીત કરવા માટે તૈયાર થઈને ઊભે છે.
૪૭
તે પછી તે અવિધજ્ઞાન વડે પૂજન્મને યાદ કરે છે કે ધર્માંમિત્ર સ્વયં બુદ્ધમ'ત્રિએ મને જિનેશ્વરના ધર્માં બેધ પમાડો તે હુ વિદ્યાધરપતિ છે. તે વખતે મે' ચારિત્ર અંગીકાર કરીને તે વખતે જ અનશન કર્યું. તેથી હું આ સંયમની આરાધનાનું ફળ પામ્યા છે, અહા ! ધના વૈભવ કેવા છે ? એ પ્રમાણે સ્મરણ કરીને શય્યામાંડી ઉડીને સિંહાસનને શેશભાવે છે.
લલિતાંગદેવનુ` જિનપ્રતિમા અને દાઢાનું પૂજ્જુ'
તે પછી દેવાએ તેના રાજ્યાભિષેક કર્યો. ચામાથી વિઝાયેલા, ગંધવે વડે સ્તુતિ કરાયેલા તે ઉઠીને ભક્તિપૂર્ણ ચિત્તવાળા શાશ્વત જિનચૈત્યમાં જઈને જિનપ્રતિમાઓની પૂજા કરે છે. દેવા ગીતમ ગળ કરતે છતે તે વિવિધ સ્તેાત્રા વડે જિનેશ્વરની સ્તુતિ કરે છે, તે પછી જ્ઞાનદીપક એવા પુસ્તકાને વાંચે છે તે પછી માણવક સ્ત'ભમાં રહેલી જિનેશ્વરાની દાઢાને પૂજે છે.
સ્વયં પ્રભા દેવી.
હવે પૂર્ણ ચંદ્ર સરખા દિવ્ય છત્ર વડે ચાલતા તે ક્રીડાગૃહમાં ગચે. ત્યાં હારે। અપ્સરાઓના સમૂહ વગે ચારે તરફથી પરિવરેલી સ્વયં પ્રભા દેવીને જુએ છેઃ અતિ
Page #87
--------------------------------------------------------------------------
________________
- ૪૮
- શ્રી ઋષભનાથ ચરિત્ર
શય સ્નેહથી યુક્ત, કર્યું છે અમ્પત્થાન જેણે એવી તેની સાથે યૌવનવયને ઉચિત વિવિધ વિષય–ભેગને ભગવતે નિરંતર નેહવાળે તે ઘણે કાળ પસાર કરે છે. આયુષ્ય કર્મના ક્ષણભંગુરપણા વડે તે સ્વયં પ્રભા દેવી વૃક્ષ ઉપરથી પાંદડું પડે તેમ સ્વર્ગમાંથી ચ્યવન પામી. તેથી વજથી તાડિત થયો હોય તેમ તે લલિતાંગ દેવ પ્રિયાના ચ્યવનના. દુઃખ વડે મૂચ્છ પાપે. ફરીથી ચૈતન્ય પામી પ્રતિ શબ્દ : વડે શ્રીપ્રભ વિમાનને વિલાપ કરાવતે વારંવાર વિલાપ કરવા લાગે. ઉપવનમાં, વાપીમાં, ક્રીડાશૈલ ઉપર, અને નંદનવનમાં કઈ ઠેકાણે આનંદ પામતું નથી. હા પ્રિયે ! હા પ્રિયે! તું ક્યાં છે? તું ક્યાં છે? એ પ્રમાણે વિલાપ કરતે તે આ જગતને સ્વયં પ્રભામય જેતે ચારે તરફ ફરવા લાગ્યા. : .
' , સ્વયંબુદ્ધ ઈશાનક૯૫માં દઢધર્મ નામે દેવ થશે - આ તરફ તે સ્વયંબુદ્વ મંત્રી સ્વામીના મરણથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યને પામેલે શ્રી સિદ્ધાચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી દીર્ઘકાળ પર્યત સંયમનું પાલન કરીને. ઈશાન દેવલેકમાં દઢધર્મ નામે ઇંદ્રનો સામાનિક દેવ. થયે. તે પૂર્વભવના સંબંધથી–નેહથી વ્યાત એવા બંધુની. માફક તે લલિતાંગ દેવને આશ્વાસન આપવા માટે આ વચન બેલે છે હે મહાસત્ત્વશાળી! સ્ત્રીમાત્રના નિમિત્તે કેમ દેહ પામે છે? “ધીર પુરુષ પ્રાણાંતે પણ આવી અવસ્થા પામતા નથી. . . . . . . . . .
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯
લલિતાંગ પણ કહે છે કે—હેમ'! શું કહું? કારણ કે પ્રિયાના વિરહ અતિ દુસ્સહ છે. તે પ્રાણાંતે સુસહ થાય, સ`સારમાં એક સ્ત્રી જ ખરેખર સાર છે. તેના વિના ખરેખર આવી સર્વાં સપત્તિએ પણ અસાર ગણાય છે.
એનુ વચન સાંભળીને તેના દુઃખવડે દુ:ખિત થયેલા તે ઇંદ્રના સામાનિક દેવ દઢધમ પણ અવિધજ્ઞાન વડે ઉપયેગ આપીને એનું સ્વરૂપ જાણીને કહે છે કે—હે મહાભાગ ! તું ખેદુ ન કર. હમણાં સ્વસ્થ થા. મારા વડે તપાસ કરતાં તારી પ્રાણપ્રિયા મેળવાઈ છે. સાંભળ :~ નિર્નામિકા
પૃથ્વીતળમાં ધાતકી ખ`ડના પૂવિદેહમાં નાગિલ નામે દ્રિ ગૃહપતિ છે, ગાઢ પાપાયથી ઉત્તરપૂર્તિ માટે નગરમાં પ્રેતની જેમ હમેશાં ભ્રમણ કરતા, કાંઈપણ ન મેળવતા, ભૂખ્યા-તરસ્યા સૂવે છે, અને તેવા જ ઉઠે છે, દારિદ્રયની ભૂખ જેવી તેની સ્ત્રી દુર્ભાગ્ય શિરેામણિ નાગશ્રી નામે છે. તેને ઉપરાઉપરી છ કન્યાઓ થઈ. તેઓ સ્વભાવથી ઘણું ખાનારી, કુરૂપ અને સની નિદ્યાનું પાત્ર થઈ. અનુક્રમે કીથી પણ તેની શ્રી ગ`વતી થઈ. પ્રાયઃ કરીને દરિદ્રની સ્ત્રીઓ જલદી ગર્ભવતી થાય છે,” તે વખતે તે વિચારે છે કે—આ કયા કર્મીનુ ફળ છે? જે કારણથી હું' મનુષ્યલેાકમાં પણ નરકની પીડાને પામું છું. આ
૪
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી કષભનાથ ચરિત્ર
જન્મસિદ્ધ, ચિકિત્સા ન કરી શકાય એવા ઘણા દારિદ્રયના દુખવટે પીડા પામ્યો છું. આ સાક્ષાત દારિદ્રયની મૂતિ જેવ, પૂર્વ જન્મની વૈિરણિ જેવી આ કન્યાઓથી હું ઘણે પીડા છું. જે હવે મારી સ્ત્રી ફરીથી પુત્રીને જન્મ આપશે તે આ કુટુંબને ત્યાગ કરીને હું પરદેશ ચાલ્યા જઈશ. આ પ્રમાણે ચિંતા પામેલા તેની સ્ત્રીએ કાનમાં સોયના પ્રવેશ સરખી પુત્રીના જન્મને સાંભળે. હવે તે નાગિલ ઉર્વ મુખવાળે અધમ બળદી જેમ ભાર ફેંકી દે, તેમ કુટુંબને ત્યાગ કરીને વિદેશમાં ગયે. તે વખતે તેણીને પ્રસવજન્ય દુઃખમાં પતિના ચાલી જવાની પીડા ત્રણમાં ક્ષાર નાખવાની જેમ તત્કાળ થઈ તેથી નાગશ્રીએ તે પુત્રીનું નામ પણ ન કર્યું. તેથી લોકો વડે તેનું નામ “આ નિર્નામિકા છે એ પ્રમાણે કહેવાયું.
તે નાગશ્રી તેને સારી રીતે પાળતી નથી તે પણ તે નિર્નામિકા વધવા લાગી; કારણકે વજથી હણાયા છતાં પણ આયુષ્ય ક્ષીણ ન થાય તે મૃત્યુ ન થાય. માતાને પણ ઉદ્વેગ કરનારી, અત્યંત દુર્ભાગ્યવાળી તે બીજાના ઘરમાં હલકાં કામ કરતી સમય પસાર કરે છે. . એક વખત કોઈ ઉત્સવ પ્રસંગે ધનાવ્યના બાળકના હાથમાં મોદક જોઈને તે પણ પિતાની માતા પાસે મોદક માગે છે. દાંત વડે દાંતને ઘસતી માતા કહે છે, તે બરાબર છે કે તું એક માગે છે, તારે પિતા પણ મોદક ખાનાર જ છે, જે તું લાડુ ખાવાને ઈચ્છે છે, તે હે પુત્રી !
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દેરડું લઈને કાષ્ઠને ભારો લાવવા માટે અંબરતિલક પર્વત ઉપર જા.
તે નિર્નામિકા અગ્નિના તણખા જેવી માતાની વાણી વડે બળતી, રેતી રેતી દેરડું લઈને પર્વત તરફ ગઈ.
યુગધરમુનિને કેવળજ્ઞાન અને તેમને ઉપદેશ
તે વખતે ત્યાં પર્વતના શિખર પર એકરાત્રિકી પ્રતિમાને ધારણ કરનાર યુગધર મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હવે ત્યાં નજીક રહેલા દેવતાઓએ તે મુનિરાજના કેવળજ્ઞાન મહોત્સવનો પ્રારંભ કર્યો. પર્વતની નજીક રહેલા નગરવાસી લેકે હું પહેલે, હું પહેલે, એમ સરસાઈ કરવાપૂર્વક ત્યાં તે મહામુનિને વાંદવા નીકળ્યા. જુદા જુદા પ્રકારના વસ્ત્ર અને આભૂષણથી ભૂષિત, મુનિરાજને વંદન કરવા જતા લેકને જોઈને અતિવિસ્મયથી તે નિર્નામિકા ક્ષણવાર ચિત્રમાં આલેખાયેલી હોય તેમ ઊભી રહી. તે પછી તે પરંપરાઓ લેકોના આગમનનું કારણ જાણીને દુઃખના ભારની જેમ કાષ્ઠના ભારને તજી દઈને લેકેની સાથે ચાલતી નિર્નામિકા તે પર્વત ઉપર ચઢી. કારણકે “તીર્થો સર્વને સાધારણ હોય છે. તે મહામુનીશ્વરના ચરણને કલ્પવૃક્ષની જેમ માનતી આનંદપૂર્વક વાંદે છે. “મતિ ખરેખર ગતિને અનુસારી હોય છે.”
હવે જગતના જનું હિત કરનારા તે મુનિવર લેકને મેઘની જેમ આનંદ પમાડતા ગંભીર વાણી વડે ધર્મદેશના કરે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
* કાચા સૂત્રથી બાંધેલા પલંગ ઉપર ચઢવા સમાન વિષયસેવન સંસારભૂમિમાં પડવા માટે થાય છે. સર્વ પ્રાણીઓને પુત્ર-મિત્ર-સ્ત્રી આદિ પરિવારને સંગ એક ગામમાં સાથે રહેનારા સૂતેલા મુસાફર લેક જેવો છે.
રાશી લાખ ચનિ વડે ગહન ભયંકર સંસારમાં ભ્રમણ કરતા જીવને અનંતીવાર પિતાના કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલ દુઃખને સમૂહ પ્રાપ્ત થયેલ છે, લેકમાં વાળના અગ્રભાગ સરખું પણ તેવું કઈ સ્થાન નથી કે જ્યાં જ અનેકવાર દુઃખની પરંપરા પામ્યા ન હોય.
આ પ્રમાણે સાંભળીને નિર્નામિકા બે હાથ જોડીને ભગવંતને કહે છે કે–તમે રાજા–રંક, સુખી-દુઃખી, ધનવાન અને નિર્ધનને વિષે સમાન ભાવવાળા છે, આથી આપને વિનંતિ કરું છું કે આપ પૂજ્ય આ સંસારને દુઃખેની ખાણરૂપે કહ્યો, તે આ લેકમાં મારાથી પણ વધારે દુઃખી શું કઈ છે?
કેવલી કહે છે કે પોતાને દુઃખી માનનારી હે ભદ્રે ! નારક અને તિર્યંચ ગતિમાં રહેલા જીના દુઃખની આગળ તારું દુઃખ શું છે ? બીજા ના દુખને સાંભળ! - પ્રાણીઓ પોતાના કર્મને પરિણામે નરકભૂમિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જ છેદન–ભેદન આદિ વેદનાને સહન કરે છે, પરમાધામી દેવે તેને યંત્ર વડે તલને પીલે તેમ પીલે છે. કેટલાકને લાકડાને ફાડે તેમ કરવત વડે ફાડે છે. કેટલાકને શૂળની શય્યામાં સુવડાવે છે. કેટ
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૫૩ લાકને શિલાતળ ઉપર વસ્ત્રની જેમ અફળાવે છે, કેટલાકને લેહપાત્રની જેમ મુદ્ગર વડે કૂટે છે, કેટલાકના ટૂકડે ટૂકડા કરે છે. આ પ્રમાણે તે નરકના જ કરુણસ્વરે આનંદ કરતાં ફરીથી મળી ગયાં છે અંગ જેના એવા તે જીવોને ફરી ફરી તે જ દુઃખને અનુભવ કરાવે છે. તરસ્યા થયેલા તેઓને તપાવેલું સીસું પીવડાવે છે, છાયાની ઇચ્છાવાળા તેઓને અસિપત્ર વૃક્ષની નીચે બેસાડે છે. આ પ્રમાણે નરકમાં નારકીના જીવોને પૂર્વે કરેલા કર્મને યાદ કરાવતા એક મુહૂર્તમાત્ર પણ વેદના વિના રહેવા દેતા નથી. હે વત્સ ! નરકમાં રહેલા જીવને જે દુઃખ છે, તે સાંભળતાં પણ બીજા જીવને દુઃખ માટે થાય છે. - તિર્યંચગતિમાં પણ જળચર, સ્થલચર અને ખેચરછે પિતાના કર્મથી ઉત્પન્ન થયેલ દુઃખને અનુભવતા પ્રત્યક્ષ જેવાય છે, ત્યાં જળચર જી મત્સ્યગલાગલ ન્યાયે પરસ્પર–એક બીજાને ખાતાં માછીમાર વડે ગ્રહણ કરાય છે, બગલા વગેરે પક્ષીઓ વડે ગળી જવાય છે, આ પ્રમાણે કેટલાક ખીલે બંધાય છે, કેટલાક ભૂંજાય છે, ખાવાની ઈચ્છાવાળા વડે કેટલાક રંધાય છે. આ પ્રમાણે સ્થળચર એવા મૃગ આદિ પ્રાણીઓ માંસાહારી સિંહ વાઘ આદિ કૂર પ્રાણીઓ વડે ખવાય છે. શિકારમાં આસક્ત માંસાથીઓ વડે જાળવડે, અપરાધ વિના પણ તેઓ મરાય છે. સુધા, તૃષા, શીત, ઉષ્ણ-આદિ તથા અતિભાર આરોપણ આદિ વડે તેમજ ચાબૂક, અંકુશ
Page #93
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને પણ આદિ વડે તે છ અત્યંત વેદના સહન કરે છે.
તેતર, પોપટ, પારેવા (કબૂતર), ચકલાં આદિ પક્ષીઓ બાજ, સીંચાણું અને ગીધ વગેરે માંસમાં લુબ્ધ એવા તેઓ વડે ગ્રહણ કરાય છે, માંસમાં આસક્ત એવા શાકુનિકે (= પક્ષીને પકડનાર) વડે જુદા જુદા ઉપાયના પ્રપંચવડે જુદા જુદા પ્રકારની વિડંબના વડે હણાય છે, આ પ્રમાણે તિયાને જળ આદિ, શસા આદિથી ઉત્પન્ન થયેલે ભય ચારે તરફથી પિત–પોતાના કર્મબંધના કારણભૂત થાય છે.
મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ કેટલાક મનુષ્ય જન્મથી આંધળા, બહેરા, પાંગળા, અને કેઢ રેગવાળા થાય છે. ચેરી, પરદારાગમન, વધ અને બંધમાં આસક્ત, કેટલાક મનુષ્ય નારકની માફક નવ–નવા નિગ્રહ વડે કરાય છે, કેટલાક મનુષ્ય નિરંતર વિવિધ વ્યાધિ વડે પીડા પામતા, પારકાના મુખને જોતા, પુત્રવડે પણ ઉપેક્ષા કરાય છે, મૂલ્યથી ખરીદાયેલા ખચ્ચરની માફક કેટલાક તાડન કરાય છે. બીજા કેટલાક અતિભારને વહન. કરાવાય છે, અને પિપાસા આદિ દુઃખેને અનુભવ કરાવાય છે.
પરસ્પરના પરાભવથી કલેશ પામેલા, સ્વામી-સેવક ભાવથી બંધાયેલા એવા દેને પણ નિરંતર દુઃખ જ છે. સ્વભાવથી અતિ ભયંકર અસાર સંસાર સમુદ્રમાં જળ જતુની માફક દુઃખોની કઈ અવધિ નથી.
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભૂત-પ્રેત આદિથી વ્યાપ્ત સ્થાનમાં મંત્રાક્ષરની જેમ દુ:ખના ઘર સમાન સ`સારમાં જિનેશ્વરે કહેલ ધમ જ સંસારનો નાશ કરવામાં ઉપાયરૂપ છે. જીવ હિંસા કયારેય કરવી નહિ,” અતિ ભાર વડે હોડી જેમ સમુદ્રમાં ડૂબે, તેમ પ્રાણીએ હિંસા વડે નરકમાં જાય છે, ‘અસત્યને હંમેશાં ત્યાગ કરવા,’ કારણ કે જૂઠ એલવાથી પ્રાણીઓ સસારમાં લાંબે કાળ રખડે છે. કોઈની વસ્તુ આપ્યા સિવાય લેવી નહિ,' કારણ કે અદત્તાદાનથી કૌવચના ફળના સ્પર્શીની જેમ કયારેય સુખ મળતું નથી. મૈથુનના સર્વથા ત્યાગ કરવા’ કારણ કે અબ્રહ્મના સેવન વડે ગળામાં પકડીને ૨'કની જેમ માણસ નરકમાં ફેંકાય છે. પરિગ્રહ રાખવા નહિ,’ કારણ કે પરિગ્રહના લીધે અતિ ભાર વડે બળદની જેમ આત્મા દુઃખરૂપ કાદવમાં ડૂબે છે. જે આ હિંસા વગેરે પાંચના દેશથી ત્યાગ કરે, તે ઉત્તરાત્તર કલ્યાણની સ’પદ્માને પામે છે.
નિર્દેમિકાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનરાન કરી તે લલિતાંગ દેવની સ્થય પ્રભાદેવી થઈ
હવે તે નિર્નામિકા સસારના ભયથી ત્રાસ પામી, શુદ્ધ સંવેગને પામી, રાગ-દ્વેષરૂપી કમની ગાંઠને ભેદીને મહા મુનિની પાસે સમ્યગ્દર્શન પામે છે. ભાવથી જિનેશ્વરે કહેલા ગૃહસ્થ ધમ ને સ્વીકારે છે, પરલેાકના માગ માં ભાતારૂપ પાંચ અણુવ્રત સ્વીકારીને મુનિરાજને પ્રણામ કરીને, લાકડાને ભારો લઈને કૃતકૃત્ય થઈ હોય તેમ
Page #95
--------------------------------------------------------------------------
________________
પદ
શ્રી ઋષભનાથ ચરિત્ર
ષિત મનવાળી પાતાના ઘરે આવે છે. ત્યારથી માંડીને તે યુગ'ધર મહામુનિની દેશનાને પોતાના નામની જેમ નહિ ભૂલતી, દુર્ભાગ્ય કર્મીનો ક્ષય કરવા માટે જુદા જુદા પ્રકારે દુષ્કર તપને તપતી અનુક્રમે યૌવન પામી તેપણુ દુગા એવી તેને કાઈ પરણતું નથી, તેથી ઊંચા પ્રકારના સંવેગવાળી તે પર્યંત ઉપર ફરીથી આવેલા યુગંધર મુનિની આગળ હમણાં અનશન ગ્રહણ કરીને રહેલી છે. તેથી તું ત્યાં જા, તેણીને પેાતાનું રૂપ બતાવ, જો તે તારા ઉપર રાગવાળી થાય, તેા તે તારી પત્ની થાય, કારણ કે અંતકાળે જેવી મતિ હાય તેવી ગતિ થાય છે.
આ પ્રમાણે મિત્રનુ' વચન સાંભળીને તેણે તે પ્રમાણે કર્યું.
તે નિર્નામિકા લલિતાંગ દેવ ઉપર રાગવાળી થઈને મરીને પૂર્વની જેમ તેની સ્વયંપ્રભા નામે પ્રિયા થઈ. તે લલિતાંગ દેવ પણ પ્રણયના કોપથી નાસી ગયેલી હૈય એવી તેણીને મેળવીને તેણીની સાથે અધિકપણે કામભેગા સેવવા લાગ્યા.
લલિતાંગદેવનાં ચ્યવનનાં ચિહ્નો
આ પ્રમાણે તેણીની સાથે ક્રીડા કરતાં કેટલાક સમય ગયા પછી તે લલિતાંગદેવે પેાતાના ચ્યવનનાં ચિહ્નો જોયાં, તે વખતે તેના રત્નનાં આભૂષણ્ણા તેજરહિત થયાં. પુષ્પમાળાએ કરમાવા લાગી, અંગ અને વસ્ત્રો મલીન થવા લાગ્યા, કારણ કે ‘ સંકટ નજીક આવે ત્યારે લક્ષ્મી પણ
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરત્ર
લક્ષ્મીનાથ ( વિષ્ણુ )ને છોડી દે છે.’ તેને કામલેગામાં તીવ્ર આસક્તિ થાય છે. તેને સપરિવાર પણ શેક વડે વરસ ખેલે છે, ‘ ભાવિ કાર્ય મુજબ ખેલનારાની વાણી નીકળે છે.' મૃત્યુ વખતે કીડીએ જેમ પાંખ વડે આશ્રિત થાય, તેમ તે અદ્દીન હાવા છતાં દીનતા વડે, નિદ્રારહિત હોવા છતાં નિદ્રા વડે આશ્રિત થયેા. તેના શરીરના સંધિ ધના હૃદયની સાથે તૂટવા લાગ્યા. પવન વડે પણ કપાયમાન ન થાય તેવા કલ્પવૃક્ષેા કંપવા લાગ્યા. રોગરહિત એવા પણ તેને થનારા દુ તિગમનથી ઉત્પન્ન થયેલી વેદનાની શંકા વડે હાય તેમ સ અગાપાંગની સંધિએ ભાંગવા લાગી. તેની દૃષ્ટિ પણ મિલન થઈ. તે વખતે તેનાં અંગે પણ ગર્ભાવાસના નિવાસથી ઉત્પન્ન થનારા દુઃખના આગમનના ભયથી જાણે અત્યંત કંપવા લાગ્યા. તે મને હર એવા ક્રીડાપ ત, સરોવર, વાવ અને ઉપવનમાં પણ કોઈ ઠેકાણે આનદ પામતા ન હતા. તેથી પ્રિયને સ્નેહરહિત જોઈ ને તે સ્વય‘પ્રભાદેવી કહે છે કે હે પ્રિય ! મેં શુ અપરાધ કો કે જેથી તમે આ પ્રમાણે શૂન્યચિત્તવાળા દેખાએ છે?
૫૭
લલિતાંગ કહે છે કે હે પ્રિયા ! તેં કાઈ અપરાધ કર્ચી નથી, પરંતુ મે' જ અપરાધ કર્યો છે, કારણકે પૂર્વભવમાં તપ અલ્પ કર્યો, ધહીન એવા હુ' ફક્ત કામભાગામાં જ આસક્ત હતા. પૂર્વભવમાં હું વિદ્યાધરનરેદ્ર હતા, તે વખતે આયુષ્યના શેષભાગમાં પુણ્યાદયથી પ્રેરણા પામ્યા હોય એવા સ્વયં બુદ્ધિ મંત્રિએ મને પ્રતિબંધ
Page #97
--------------------------------------------------------------------------
________________
પૂ
શ્રી ઋષભનાય ચરિત્ર
પમાડી જિનેશ્વરને ધમ પમાડયો, તેથી 'તિકાળે આરાયેલા ધર્માંના પ્રભાવે આ શ્રીપ્રભવિમાનમાં સ્વામીપણે ઉત્પન્ન થયેા. હમણાં તે પુણ્ય ક્ષય પામ્યું. તેથી અહી થી હુ ક્યવીશ. આ પ્રમાણે તે કહેતા હતા તે વખતે તેની આગળ દેવેન્દ્રે આદેશ કરેલા દૃઢધમ નામના દેવ આવીને તેને આ પ્રમાણે કહે છે—
“ આજે ઈશાનેન્દ્ર નીશ્વર આદિ દ્વીપામાં જિનેશ્વરની પ્રતિમાને પૂજામહેાત્સવ કરવા માટે જશે, તેથી તું પણ તેની આજ્ઞાવર્ડ આવ
99
આ પ્રમાણે સાંભળીને અહા ! મારા પુણ્યાદયથી મારા કાળને ઉચિત સ્વામીની આજ્ઞા છે, એથી હર્ષિત ચિત્તવાળા પ્રિયાની સાથે ચાલ્યેા. નંદીશ્વરઢીપે જઇને નજીકમાં રહેલા ચ્યવનને ભૂલી જઈ ને તે પરમહવડે શાશ્વત્ પ્રતિમાઓની પૂજા કરે છે. તે પછી શુભભાવનાથી વાસિત ચિત્તવાળા અન્ય તીથીઁમાં જતાં વચ્ચે આયુષ્યપૂર્ણ થવાથી. તે મૃવ્યો.
છઠ્ઠા સ્વ : વજ્રજ ઘ
લલિતાંગ મરીને વજ્રજન્ન અને સ્વયં પ્રભા શ્રીમતી થયા. ત્યાંથી ચવીને જ ખૂદ્વીપમાં પૂર્વવિદેહમાં સમુદ્રની પાસે સીતા મહાનદીના ઉત્તરતટે પુષ્કલાવતી વિજયમાં લાહાલ મહાપુરમાં સુવર્ણ જ્ઘ રાજાની લક્ષ્મી નામની ભાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. પુત્રના જન્મનેથી
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આન પામેલા માત-પિતાએ
જ પ્રમાણે)
નામ કર્યું.
શ્રીમતીને વૃત્તાંત હવે તે સ્વયંપ્રભા દેવી પ્રિયના વિરોગમાં દુઃખથી પીડા પામી ધર્મકાર્યમાં લીન બની કેટલાક કાળે લલિતાંગની જેમ સ્વર્ગમાંથી એવીને આજ વિજયમાં પુંડરીકિણી નગરીમાં વસેન ચક્રવતિની ગુણવતી ભાર્યામાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. માતપિતાએ સર્વલોક કરતાં ચઢીયાતી ભાવાળી હોવાથી તેનું શ્રીમતી એ પ્રમાણે નામ. સ્થાપન કર્યું.
તે અનુક્રમે પાંચ ધાવમાતા વડે લાલન કરાતી. સુકુમાળ અંગવાળી, સુંદર હસ્તપલવવાળી, વૃદ્ધિ પામતી સ્નિગ્ધ કાંતિ વડે નભસ્તળને પ્રકાશતી યૌવન પામી.
એક વખત તે સવભદ્ર નામના પ્રાસાદ ઉપર કીડાવડે ચઢી અગાસીમાં ગઈ. ત્યાં નગરની શેભાને જોતી તેણું મનોરમ ઉદ્યાનમાં સુસ્થિત મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી તેને મહોત્સવ કરવા માટે આવતા દેવેને જુએ છે. જેઈને પૂર્વે મારા વડે આવું કઈ ઠેકાણે જેવાયું છે, એ પ્રમાણે વિચારતી, ઉહાપોહ કરતી, રાત્રિના સ્વપ્નની જેમ પૂર્વના જન્માંતરને જુએ છે. હૃદયમાં પૂર્વ ભવના જ્ઞાનના ભારને વહન કરવા અસમર્થ હોય તેમ તક્ષણ મૂચ્છ પામી પૃથ્વીતલ ઉપર પડી. સખીઓએ.
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરેલા ચંદન આદિ ઉપચારથી ચેતના પામી ઊભી થઈ ચિત્તમાં આ પ્રસાણે વિચારે છે ?
મારે પૂર્વભવને પતિ તે લલિતાંગ સ્વર્ગથી ચ્યવી હમણાં ક્યાં ઉત્પન્ન થયેલ છે ? તે સંબંધી અજ્ઞાન મને પીડે છે, હૃદયમાં તે સંક્રાંત થયેલ હોવાથી મારે બીજે કોઈ પ્રાણનાથ નથી, કારણ કે કપુરના પાત્રમાં લવણ કોણ નાંખે? તે પ્રાણપ્રિય મને વચનગોચર ન થાય તો બીજાની સાથે આલાપ વડે સયું, એમ વિચારીને તેણે મન
કર્યું.
ત્યારે તેને સખીવર્ગ ભૂત-પ્રેત આદિ દોષની શંકાથી મંત્ર-તંત્રાદિ ઉપચાર કરવા લાગ્યો. તે સેંકડો ઉપચાર કર્યા છતાં મૌનપણું છોડતી નથી. કોઈ કામ હોય તે પોતાના પરિવારને અક્ષરે લખીને અથવા ભ્રકુટી કે હાથની સંજ્ઞા વડે જણાવે છે.
એક વખત તે શ્રીમતી કીડઘાનમાં કીડા કરવા માટે ગઈ. ત્યાં એકાંતમાં સમય મેળવીને તેની પંડિતા નામની ધાવમાતાએ પૂછયું કે- હે પુત્રી ! તું મને પ્રાણની જેમ પ્રિય છે. હું પણ તારી માતા જેવી છું, તેથી આપણુ બંનેને પરસ્પર અવિશ્વાસનું કારણ નથી. તેથી જે હેતુથી તું મૌનનું આલંબન લે છે, તે મને કહે. મને તારા દુઃખની ભાગીદાર કરીને પોતાને અપદુખવાળી તું કર. હું તારું દુઃખ જાણીને તેને પ્રતિકાર કરવા
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનામ ચરિત્ર
૧
માટે પ્રયત્ન કરીશ, કારણકે રાગ જાણ્યા વિના કયારેય ચિકિત્સા થઈ શકતી નથી.
માતાની જેમ તેનાં વચન સાંભળીને તે પણ પૂર્વજન્મ સંબંધી પેાતાનુ' વૃત્તાંત તેની આગળ કહે છે. ઉપાયમાં કુશળ પડતા, શ્રીમતીનુ' તે વૃત્તાંત પટ ઉપર આલેખીને નગરમાં દેખાડવા ગઈ.
તે વખતે વજ્રસેન ચક્રવર્તિના જન્મદિવસ હતા. એ સમયે ત્યાં ઘણા રાજાએ આવ્યા હતા. હવે તે પડિતા તે સુદર ચિત્રપટ લઈને રાજમાર્ગ ઉપર પાથરીને ઊભી રહી. ત્યાં શાસ્ત્રમાં કુશળ કેટલાક લેાકેા તે પટ જોઈ ને સ્વર્ગ-નીશ્વર આદિ સ્થાનને આગમના અને મળતું જોઈને વખાણવા લાગ્યા. વળી ખીજા મહાશ્રાવકા મસ્તક ધુણાવતા પ્રત્યેક શ્રી અરિહ ંતાની પ્રતિમાએ વખાણે છે. કેટલાક કલાકુશળ લેાકેા પ્રતિક્ષણ આંખ ઝીણી કરી પટને જોતાં ચિત્રની રેખાશુદ્ધિની પ્રશ'સા કરે છે,
આ વખતે દુર્દાંત એવા યાનામવાળા દુન રાજાના પુત્ર ત્યાં આવ્યેા. તે ચિત્રપટને ક્ષણવાર જોઈ ને બુદ્ધિમાન એવા તે ખેાટી મૂર્છાવડે પૃથ્વી ઉપર પડયેા. જાણે સંજ્ઞા પામ્યા હોય એમ તે ઊચેા. લાકોએ મૂર્છાનું કારણ પૂછવાથી તે કપટનાટક કરી વૃત્તાંત કહે છે કે- મારા પૂર્વ ભવનું ચિત્ર કોઈ એ અહી લખ્યુ છે. આ ચિત્રપટને જોવાથી મને જાતિસ્મરણ ઉત્પન્ન થયુ છે. હું લલિતાંગ છું.. આ મારી દેવી.
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્વયંપ્રભા છે, ઈત્યાદિ જે આ પટમાં લખ્યું છે, તે મળતું આવે છે.
હવે પંડિતા તેને પૂછે છે કે- હે ભદ્ર! જે એ પ્રમાણે છે, તે કહે કે પટમાં આ કો સંનિવેશ છે? તે તું પિતે આંગળી વડે બતાવ.
તે કહે છે કે આ મેરુપર્વત છે, પુંડરિકિણ નગરી છે. તેણુએ ફરીથી પૂછયું કે આ કયા મુનીશ્વર છે? તે કહે છે કે તેમનું નામ હું ભૂલી ગ છું.
ફરીથી તે પૂછે છે કે મંત્રી વડે પરિવરેલે આ -ક રાજા છે? આ તપસ્વિની કેણ છે?
તે કહે છે કે હું જાણતા નથી.
તેણીએ જાણ્યું કે આ કેઈ કપટી છે. તેથી તે ઉપહાસપૂર્વક કહે છે કે-હે પુત્ર! આ તારા પૂર્વ ભવના ચરિત્રને મળતું છે. તું લલિતાંગ દેવ છે. તારી પત્ની સ્વયંપ્રભા નંદિ ગ્રામમાં કર્મષથી હમણાં પંગુ થયેલી ઉત્પન્ન થઈ છે. જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી પિતાનું ચરિત્ર પટમાં આલેખીને તેણીએ આ પટ ધાતકી ખંડમાં ગયેલી મને આપે છે. તે પાંગળીની દયા વડે મેં તને શેળે છે, તેથી આવ, તેની પાસે તને લઈ જાઉં. હે પુત્ર! દીન એવી તે તારા વિગ વડે કષ્ટપૂર્વક જીવે છે. તેથી પૂર્વ જન્મની પ્રિયાને આજે આશ્વાસન પમાડ.
- આ પ્રમાણેકહીને પંડિતા મૌન રહે છતે તે માયાવી
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પિતાના મિ વડે ઉપહાસપૂર્વક કહેવા કે, હે મિત્ર! શ્રીરત્ન મળવાથી તારે મોટે પદય છે. તેથી ત્યાં જા, તે પંગૂ પ્રિયા તારે સર્વથા પિષણ કરવા લાયક છે.
તેથી વિલખા થયેલા દીન મુખવાળો તે દુદત કુમાર ત્યાંથી કેમે કરીને ચાલ્યા ગયે.
હવે લેતાર્ગલ પુરથી તે વજસંઘ પણ તે વખતે ત્યાં આવ્યો હતે. તે ચિત્રપટમાં આલેખેલા પિતાના ચરિત્ર જોઈને મૂચ્છ પામ્યો. પંખાથી વાયુ નાંખવાથી અને પાણી છાંટવાથી તે ઉઠડ્યો. જાણે તરત જ સ્વર્ગમાંથી આવ્યું હોય તેમ તે જાતિસ્મરણ જ્ઞાનવાળે થયે.
તે વખતે પંડિતાએ પૂછયું કે—હે કુમાર ! આ ચિત્રપટ જોઈને તું કેમ મૂચ્છ પામ્યું?
આ પ્રમાણે પછવાથી વજબંઘ કહે છે કે હે ભદ્ર! આમાં પ્રિયા સહિત મારા પૂર્વભવનું ચરિત્ર આલેખેલું છે. તે જોઈને હું મૂચ્છ પાપે. ચિત્રપટમાં આ જોઈને ઈશાન કલ્પ છે, આ શ્રીપ્રભ વિમાન છે, આ હું લલિતાંગ નામે દેવ છું, આ મારી સ્વયંપ્રભા નામની પ્રિયા છે, આ બાજુ ધાતકીખંડમાં નંદી ગામમાં મહાદરિદ્રના ઘરમાં આ નિર્નામિકા નામે પુત્રી છે, અહીં અંબર તિલક પર્વત ઉપર ચઢેલી તે યુગંધર મહામુનિની આગળ અનશન ગ્રહણ કરી રહી છે, અહીં હું તેને પિતાનું રૂપ બતાવવા આવ્યો છું, મારામાં રક્ત તે મરીને આ અરેખર સ્વયંપ્રભા થઈ છે, અહીં નંદીશ્વર દ્વીપમાં હું
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જિનેશ્વરની પ્રતિમાઓની પૂજા કરવામાં તત્પર છું. અહીંથી બીજા તીર્થોમાં જતાં માર્ગમાં હું ચ્યવન પામતે છું. અહીં મારા વિવેગમાં એકલી થઈ ગયેલી દીન મુખવાળી આ સ્વયંપ્રભા છે. અહીં ચ્યવન પામતી તે જ મારી પ્રિયા છે.
હું માનું છું કે તેણીએ જાતિ સ્મરણ વડે અહીં પિતાનું ચરિત્ર લખ્યું છે, કારણ કે બીજાએ અનુભવેલું બીજે કયારેય જાણી શકતું નથી.”
પંડિતા પણ “સારું એમ કહીને શ્રીમતીની પાસે જઈને હદયને શલ્ય રહિત કરવામાં ઔષધ સરખું તે સર્વ કહે છે.
શ્રીમતીનું વજસંઘ સાથે પરણવું શ્રીમતી પ્રિયના વૃત્તાંતની વાણી સાંભળી રોમાંચિત થઈ. તે વૃત્તાંત શ્રીમતીએ પંડિતાના મુખે પિતાને જણાવ્યું, કારણ કે સ્ત્રી “સ્વાધીનપણને એગ્ય નથી.”
તે વાણથી પ્રમુદિત વજસેનરાજા વજજઘકુમારને બોલાવીને તેને કહે છે કે હે કુમાર ! અમારી આ શ્રીમતી પુત્રી પૂર્વજન્મની જેમ હમણાં પણ તારી પ્રિયા થાઓ. તે કુમારે પણ તેમ થાઓ” એમ સ્વીકારવાથી પ્રસન્ન થયેલે રાજા શ્રીમતી કન્યાને કુમાર સાથે મહોત્સવ પૂર્વક પરણાવે છે. તે પછી ચાંદની અને ચંદ્રની જેમ સંયુક્ત તે બને વેત વસ્ત્ર ધારણ કરનારા રાજાની અનુજ્ઞા લઈ લેહાલપુરમાં ગયા.
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ
હવે સુવણ જ ઘરાજાએ વજ્રજઘને ચાગ્ય જાણીને તેને રાજ્ય ઉપર સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરી. વજ્રસેન ચક્રવતિએ પણ પુષ્કલપાલ નામના પુત્રને રાજ્યલક્ષ્મી આપીને દીક્ષા લીધી, અને તે તીથ"કર થયા. વજ્રઘ પણ શ્રીમતી પ્રિયાની સાથે વિવિધ કામાગાને ભાગવતે ન્યાયમાગે રાજ્ય કરે છે. ગંગા અને સમુદ્રની જેમ વિયેાગ નહિ પામેલા, ભાગાને ભેગવતાં તેને પુત્ર ઉત્પન્ન થયેા.
હવે પુષ્કળપાલના સીમાડાના સામતરાજાએ તેની સાથે વિરોધ કરવા લાગ્યા, તેની આજ્ઞાને તિરસ્કાર કરવા લાગ્યા. તેથી દુનની જેવા તેઓને સાધવા માટે તે વજ્રજ ઘરાજાને ખેલાવે છે.
હવે પ્રમળ સેના સહિત બળવાન એવા તે વજ્રજ ધ નગરમાંથી નીકળે છે, તે વખતે પ્રિયને વિરહ સહન કરવા માટે અસમર્થ એવી શ્રીમતી પણ રાજા સાથે નીકળી. હવે તે રાજા માર્ગમાં જતાં અધ માર્ગોમાં અમા વાસ્યાની રાત્રિએ પણ યેાસ્નાના ભ્રમને આપનાર મહાશરવનને જુએ છે.
ત્યાં મુસાફરોએ તેને કહ્યું કે- હે રાજન! અહીં વિષ સપ છે, એ પ્રમાણે વચન સાંભળીને તે બીજે માગે નીકળ્યું. અનુક્રમે તે પુંડરીકણી નગરીમાં આવ્યેા. તેજસ્વી એવા એ મહારાજાના પ્રભાવથી સર્વે સામંત
* પ
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
રાજાએ યુદ્ધ વિના અધીન થયા. રાજા પુષ્કળપાળે પણ વજવંઘરાજાનું વિવિધ પ્રકારે સ્વાગત કર્યું. એગ્ય સમયે તે વજજઘરાજા પુષ્કળપાલ રાજાની અનુજ્ઞા લઈને શ્રીમતીની સાથે નગરીમાંથી નીકળે અને તે અનુકમે મહાશિરવન પાસે આવ્યું.
તે વખતે મુસાફરોએ તે રાજાને કહ્યું કે હે મહારાજા ! હવે આ વનની મધ્યમાં થઈને જાએ, કારણ કે હમણું આ વનમાં બે સાધુઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. ત્યાં દેવોના આગમનના ઉદ્યોતથી તે દૃષ્ટિવિષ સર્પ વિષરહિત થયું છે. નામવડે સાગરસેન અને મુનિસેન, તે બંને મુનિએ સૂર્ય–ચંદ્રની જેમ હે રાજન! અહીં વતે છે. તે મુનિઓને સગા ભાઈ જાણીને વિશેષે હર્ષસહિત રાજા તે જ વનમાં નિવાસ કરે છે. તે પછી સ્ત્રી સહિત ભક્તિના સમૂહથી નમ્ર તે સુર અસુરેથી સેવિત દેશના કરતા બંને મુનિવરને વંદન કરે છે. દેશના સાંભળ્યા પછી વસ્ત્ર, અન્ન, પાન અને ઉપકરણે વડે તેઓને પ્રતિલાલ્યા.
તે પછી તે વિચારે છે કે- સહેદરભાવ સરખે. હોવા છતાં આશ્ચર્ય છે કે આ નિષ્કષાય, મમવરહિત, પરિગ્રહથી અટકેલાને ધન્ય છે. હું એવું નથી. દીક્ષા ગ્રહણ કરનારા પિતાના સન્માર્ગે જનાર આ જ સગા ભાઈ છે, હું તે ખરીદાયેલે હઉં તે પુત્ર છું. આમ હેવા છતાં પણ જે હું દીક્ષા લઉં તે કાંઈ અયુક્ત
Page #106
--------------------------------------------------------------------------
________________
ઋષભનાથ ચરિત્ર
૬૭
નથી. “ દીક્ષા ગ્રહણ કરવા માત્રથી દીપિકાની માફક અજ્ઞાનરૂપી અંધકારનેા નાશ કરનારી થાય.” તેથી હમણાં નગરીમાં જઈને પુત્રને રાજ્ય આપીને હંસ જેમ હુંસની ગતિને પામે તેમ હું પિતાની ગતિને પામીશ. શ્રીમતીએ પણ સાથે દીક્ષા કરવા વડે અનુમૈાદના કરાયેલા તે તેણીની સાથે ત્યાંથી નીકળીને અનુક્રમે લાહાગલપુર આવ્યેા.
વજ્રજ'ઘ અને શ્રીમતી મૃત્યુ પામીને ઉત્તર કુરુમાં અને ત્યાંથી સૌધમ દેવલાકમાં ઉત્પન્ન થયા.
તે વખતે તેના રાજ્યમાં લુબ્ધ થયેલા પુત્રે ધન આપી પ્રધાનમ`ડળને વશ કર્યું. શ્રીમતી સાથે રાજા સવારે પેાતાનુ વ્રતગ્રહણ અને પુત્રને રાજ્ય આપવાનુ' વિચારતા રાત્રિમાં સૂઈ ગયા. તેઓ સુખપૂર્વક સૂતા હતા, તે વખતે પુત્રે તેએના ઘરની અંદર વિષના ધૂમાડા કર્યાં. ઘરમાં ઉત્પન્ન થયેલા અગ્નિને રોકવા માટે કોણ સમ થાય ?” તે વિષમય ધૂમાડા નાકમાં પ્રવેશ થવાથી તે એકદમ મૃત્યુ પામીને ઉત્તરકુરુમાં યુગલિકરૂપે ઉત્પન્ન થયા. ‘કારણ કે–એક વિચારણામાં ઉત્પન્ન થયેલાની એક ગતિ થાય છે’ ત્યાં પણ ક્ષેત્રને અનુરૂપ સુખ અનુભવીને મરણ પામીને સૌધમ દેવલાકમાં દેવ થયા.
[ઠ્ઠો વજ્રજઘના ભવ, સાતમે ચુગલિક ભવ અને આઠમા દેવભવ સમાપ્ત]
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
નવમે ભવ : છવાનંદ હવે વજસંઘને જીવ દેવલેકમાં દિવ્ય ભેગે નિરંતર ભેગવીને આયુષ્યના ક્ષયે વીને જંબુદ્વીપમાં વિદેહભૂમિમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ વૈદ્યને પુત્ર જીવાનંદ નામે થશે. તે વખતે તે નગરમાં બીજા પણ ચાર પુત્રો ઉત્પન્ન થયા.
તેમાં એક ઈશાનચંદ્ર રાજાની કનકવતી ભાર્યામાં મહીધર નામે, બીજે સુનાસીર નામના મંત્રીની લક્ષ્મી નામની ભાર્યામાં સુબુદ્ધિ નામે પુત્ર થશે. ત્રીજો સાથેવાહપતિ સાગરદત્તની પ્રિયા અભયમતીમાં પૂર્ણભદ્ર નામે,
થે ધન શેઠની શીલમતી નામની પત્નીમાં શીલને પુંજ હોય એ ગુણાકર નામે થયો એ બધા બાળકને ધારણ કરનાર વડે રાત્રિ દિવસ રક્ષણ કરાતા વધવા લાગ્યા. સાથે જ ધૂળની રમત કરનાર તે બધા સાથે જ
સર્વ કેળાઓના સમૂહને ગ્રહણ કરતા હતા. " " હવે શ્રીમતીને જીવ પણ દેવલોકમાંથી ચ્યવીને તે
જ નગરમાં ઈશ્વરદત્ત શેઠને કેશવ નામે પુત્ર થો. જીવાનંદ વગેરે તે છ એ જણે પરસ્પર હંમેશાં જુદા નહીં. પડતાં મિત્રપણું પામ્યા. - જીવાનંદ પણ પિતા સંબંધી અષ્ટાંગ આયુર્વેદ (ચિકિત્સાશાસ્ત્ર) રસ–વીર્યના વિપાકથી સર્વ ઔષધિઓને સારી રીતે જાણતું હતું. હાથીઓમાં ઐરાવણની જેમ,
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૬૯
ગ્રહામાં સૂર્યંની જેમ, તે વૈદ્યોમાં નિરવદ્ય વૈદ્ય મહાવિદ્વાન થયા.
તે સર્વે સગા ભાઈની જેમ હંમેશાં આનંદ કરતા. કયારેક કોઈ એક-બીજાના ઘરમાં પરસ્પર અનુરાગવાળા સાથે રહે છે.
એક વખત વૈદ્યપુત્ર જીવાનંદના ઘરે તેઓ રહ્યા હતા, તે વખતે એક સાધુ ભિક્ષા ગ્રહણ કરવા માટે આવ્યા. તે સાધુ પૃથ્વીપાલ રાજાના પુત્ર ગુણાકર નામે હતા. તેમણે · મળની જેમ રાજ્યના ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. ગ્રીષ્મના આતપ વડે જેમ સરાવર સુકાઈ જાય, તેમ ઉગ્ર તપ વડે કૃશ થયેલા દેહવાળા તે અકાળે અપથ્ય ભાજનથી કૃમિકુષ્ઠ રોગથી વ્યાપ્ત થયા હતા. તે મુનિવર સર્વાંગે કૃમિકુષ્ઠ રોગથી વ્યાપ્ત હોવા છતાં કાઈ ઠેકાણે ઔષધ માગતા ન હતા, કારણ કે મુમુક્ષુ સાધુએ કાયાની અપેક્ષા કરતા નથી.’
જીવાન...દુ વગેરે છ મિત્રોએ કરેલી મુનિની ચિકિત્સા
એક વખત છઠ્ઠું તપના પારણે ગેાચરચર્ચા વડે એક ઘરેથી બીજે ઘરે પરિભ્રમણ કરતા, પોતાના ઘરના આંગણે આવેલા તે મુનિને તેઓએ જોયા.
તે વખતે રાજાના પુત્ર મહીધરે કાંઈક હાસ્યથી જીવાન વૈદ્યને કહ્યુ, હું જીવાન, તને વ્યાધિનું પરિજ્ઞાન અને ઔષધનું જ્ઞાન છે, ચિકિત્સામાં તારું કુશળ
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર પણું પણ છે, ફક્ત દયા નથી. હંમેશાં તમે વેશ્યાની માફક દ્રવ્ય વિના દુઃ બપીડિત પ્રાર્થના કરનારા પરિચિતને પણ જતા નથી, તેમજ વિવેકવંત માણસોએ એકાંતે અર્થલુખ્ય ન થવું જોઈએ. ધર્મને સ્વીકાર કરીને કઈ ઠેકાણે ચિકિત્સા કરી? ચિકિત્સામાં અને વ્યાધિના નિદાનમાં તારા સર્વ પરિશ્રમને ધિક્કાર છે! ઘરના આંગણે આવેલા આવા પ્રકારના રોગવાળા પાત્રની તું આવી રીતે ઉપેક્ષા કરે છે !
ચિકિત્સાવિજ્ઞાનરૂપી રત્નના રત્નાકર જે જીવાનંદ પણ કહે છે કે- હે મહાભાગ્યશાળી ! સારૂં, સારૂં. તેં મને આશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે, કારણ કે- મત્સરરહિત બ્રાહ્મણ, અવંચક વણિક, ઇર્ષારહિત પ્રિય, રોગ વગરને પ્રાણી, વિદ્વાન ધનિક, ગર્વરહિત ગુણી, ચપલતા. રહિત સ્ત્રી અને સદાચારમાં રત રાજપુત્ર પ્રાયઃ કરીને દેખાતા નથી.
અહો ! મારે આ મહામુનિની ચિકિત્સા કરવી જ જોઈએ, પરંતુ ઔષધોને અભાવ એ જ અહીં અંતરાયજનક છે. તેમાં પણ મારી પાસે એક લક્ષપાક તેલ છે, પણ ગોશીષ ચંદન અને રત્નકંબલ જોઈએ તે નથી. તે તમે લાવે.
એનું વચન સાંભળીને “અમે તે લાવીએ છીએ એમ કહીને તે પાંચેય મિત્રો વણિકની દુકાને ગયા. તે ' મુનીંદ્ર પણ પિતાના સ્થાને ગયા.
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ા
“ યાગ્ય મૂલ્ય લઈ ને અમને ગાશીષ ચંદન અને રત્નકખલ આપે ” એમ તેઓએ વૃદ્ધ વિષ્ણુકને કહ્યું. તેને આપતા તે કહે છે કે- આ બંને વસ્તુનું એકએકનુ મૂલ્ય એક એક લાખ સેાનામહેાર થાય. જો ઈચ્છા હોય તે ગ્રહણ કરો. વળી તમે કહે કે—આ વસ્તુઓ વડે તમારે શું કામ છે?
તેઓ પણ કહે છે કે- મૂલ્ય ગ્રહણ કરે। અને ગાશીષ ચંદન અને રત્નકમલ આપે. આના વડે અમે મહામુનિની ચિકિત્સા કરીશુ એ અમારું પ્રત્યેાજન છે.
તેઓનુ` વચન સાંભળીને વિસ્મયથી વિસ્ફારિત નેત્રવાળા, રોમાંચવડે સૂચવાયા છે આનંદ જેના વડે એવા તે મન વડે આ પ્રમાણે વિચારે છે કે- આમનું ઉન્માદ–પ્રમાદ અને કામેાન્મત્ત એવુ' યૌવન કયાં ? અને વિવેકના આવાસરૂપ વૃદ્ધપણાને ઉચિત એવી એમની બુદ્ધિ કયાં? જરાથી જજરિત દેહવાળા અમારા જેવાને જે ઉચિત છે, તે આશ્ચય છે કે આ કરે છે! એમ વિચારીને તે કહે છે કે-ગાશીષ ચંદન અને રત્નક ખલ તમે ગ્રહણ કરા, હે ભદ્રો ! તમારું કલ્યાણ થાએ. તમારા દ્રવ્ય વડે સયું! આ વસ્તુઓનું મૂલ્ય અક્ષય ધર્મને હું મેળવીશ. સારું થયું કે તમેએ ખંધુની જેમ મને ધર્મના ભાગીદાર કર્યાં. એમ કહીને તે વિશ્વરે ગાશીષ ચંદન અને રત્નકખલ આપીને તે ભાવિત આત્માએ દીક્ષા લીધી અને પરમપદ–માક્ષ પામ્યા.
.
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર નિ મહાપુરુષમાં ઉત્તમ તેઓ જીવાનંદ સહિત ઔષધસામગ્રી ગ્રહણ કરીને જ્યાં તે મુનિવર હતા ત્યાં તેઓ ગયા. વડના ઝાડની નીચે કાત્સર્ગ વડે રહેલા, ધ્યાનસમાધિયુક્ત, ધ્યાનમાં જ લીન થયેલા તે મુનિવરને પ્રણામ કરીને કહે છે –
- હે ભગવંત ! આજે પૂજ્યને ચિકિત્સાની ક્રિયાવડે ધર્મમાં અંતરાય કરશું. પુણ્યવડે અનુગ્રહ કરે. .
આ પ્રમાણે મુનિની અનુજ્ઞા લઈને હવે તેઓ એક તાજા ગાયના મડદાને લાવ્યા. મુનિવરના દરેક અંગે તેણે તે તેલ વડે અભંગ કર્યું. અતિ ઉષ્ણ વીર્યવાળા તે તેલથી મુનિ સંજ્ઞારહિત થયા. “ઉગ્ર વ્યાધિને શાંત કરવા માટે અતિ ઉગ્ર ઔષધ ઉચિત છે. તે તેલવડે વ્યાકુળ થયેલા કૃમિએ શરીરમાંથી બહાર નીકળ્યા, તે પછી જીવાનંદે રત્નકંબલ વડે ચારે બાજુથી મુનિને ઢાંકી દીધા. હવે તે કૃમિઓ રત્નકંબલના શીતપણાથી તેમાં જ વળગી ગયા. છવાનંદ વેવે કંબલને ધીમે ધીમે હલાવી ગાયના કલેવર ઉપર કૃમિઓને પાડ્યા. તે પછી જીવાદે અમૃતરસની જેમ પ્રાણીઓના જીવન સમાન ગોશીષચંદનના રસ વડે તે મુનિને આશ્વાસન પમાડયું. આ પૂર્વે જે કીડાઓ નીકળ્યા, તે ચામડીમાં રહેલા હતા. એમ વિચારીને ફરીથી મુનિને તેલનું વિલેપન ર્યું. તે વિલેપનથી ફરીથી ઘણા માંસમાં રહેલા કીડાઓ પણ નીકળ્યા. તેવી જ રીતે ફરીથી રત્નકંબલ ઢાંકવાથી
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે કીડાઓ રત્નકંબલમાં ચોંટી ગયા. તે ગાયના મડદા ઉપર તે કીડાઓને ફરીથી તેવી જ રીતે પાડ્યા. અહો ! વૈિદ્યની બુદ્ધિનું કુશળપણું! ફરીથી પણ છવાનંદ વૈદ્ય ગેશીષચંદન વડે મુનિને આશ્વાસન પમાડયું.
ફરીથી તેલના વિલેપન વડે હાડકાની અંદર રહેલા કીડાઓ પણ નીકળ્યા. ફરીથી ઢાંકવાના પ્રકારે રત્નકંબલમાં વળગેલા કીડાઓને ગાયના કલેવર ઉપર નાખ્યા. તે પછી ફરીથી તે જીવાનંદ વધે પરમ ભક્તિ વડે ગાશીષચંદનના રસ વડે તે મુનિને વિલેપન કર્યું. સંહિણી ઔષધિ વડે ઉત્પન્ન થઈ છે નવી ચામડી જેને એવા કાંતિવાળા તે મુનિ વિશુદ્ધ કાંચનની પ્રતિમાની જેમ ભવા લાગ્યા. ભક્તિના સમૂહથી ભરેલા તેઓએ તે મુનિવરને ખમાવ્યા. તે પછી મુનિરાજે અન્યત્ર વિહાર કર્યો.
તે પછી તે બુદ્ધિમાનેએ બાકી રહેલ ગશીર્ષચંદન અને રત્નકંબલ વેચીને સુવર્ણ ખરીદ કરે છે. તે સુવર્ણ વડે અને પિતાના સુવર્ણ વડે મેરુપર્વતના શિખર જેવા ઊંચા જિનચૈત્યને કરાવે છે. તે પછી તે મહાશ. હંમેશાં જિનપ્રતિમાની પૂજા કરતા, ગુરુની સેવા કરતા કેટલાક કાળ પસાર કરે છે. છવાનંદ વગેરે મિત્રોનું સંયમગ્રહણ અને અગ્રુત
દેવલોકમાં ઉત્પત્તિ, એક વખતે તે વિશુદ્ધ પરિણામવાળા મિત્રે સંવેગ ઉત્પન્ન થવાથી સાધુ ભગવંત પાસે મનુષ્યજન્મરૂપી વૃક્ષના
Page #113
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ફળરૂપ એવી દીક્ષાને ગ્રહણ કરે છે. તેએ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ અને દ્વાદશભક્ત આદિ તપ વડે અતિવિશુદ્ધ ચારિત્રનું પાલન કરતા, દાતારને પીડા નહિ કરતા, પારણાને દિવસે માધુકરી વૃત્તિ વડે દેહમાત્રના નિર્વાહ માટે ભિક્ષાને ગ્રહણ કરતા, ધીરપણાનું અવલંબન કરતા તેઓ ક્ષુધા–પિપાસા, શીત–ઉષ્ણ આદિ પરિષહાને સુભટા જેમ પ્રહાર સહન કરે તેમ સહન કરતા હતા. માહરાજાની સેનાના અગ જેવા ચાર કષાયેાને ક્ષમા-માવ-આજ વ અને આલાભરૂપી શસ્ર વડે જીતે છે. આ પ્રમાણે આત્મવિશુદ્ધિપૂર્ણાંક સંયમની આરાધના કરતા તેઓએ 'તકાળે દ્રવ્યથી અને ભાવથી સલેખના કરીને કમરૂપી પતા નાશ કરવામાં જ઼સમાન અનશન કર્યું. પંચ નમસ્કાર મહામંત્રને સ્મરણ કરતા, ઉત્તમ સમાધિપૂર્વક દેહને ત્યાગ કરીને, તે છચે મિત્રા ખારમા અચ્યુત દેવલેાકમાં ઇંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ ખાવીશ સાગરોપમ સુધી દિવ્ય સુખા અનુભવીને ત્યાંથી અન્યા, કારણકે મેાક્ષ વિના કાઈ ઠેકાણે ચ્યવનને અભાવ નથી.
નવમા જીવાનંદના ભવ અને દશમા દૈવભવ સમાપ્ત થયા. અગ્યારમા ભવ વજ્રનાભ ચક્રવતી
હવે જ'બુદ્વીપ નામે દ્વીપમાં પૂર્વાં-વિદેહમાં પુષ્કલાવતી વિયમાં પુ'ડરી કણી નગરીમાં વજ્રસેનરાજાની ધારિણી નામની પટરાણીને વિષે તેએ પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા, તેમાં વૈદ્યના જીવ વજ્રનાભ નામે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત પ્રથમ પુત્ર થયા. રાજપુત્રને
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષથભાથ ચરિત્ર
જીવ બીજે બાહુ નામે, મંત્રિપુત્રને જીવ ત્રીજે સુબાહુ નામે શ્રેષ્ઠી અને સાર્થવાહના જી અનુક્રમે ચોથા અને પાંચમા પીઠ અને મહાપીઠ નામે થયા. તેમ જ કેશવને જીવ સુયશ નામે રાજપુત્ર થયો. તેને બાળપણથી માંડીને વજનાભની ઉપર અત્યંત સ્નેહ છે, કારણકે પૂર્વભવના સંબંધનો સ્નેહ ભવાંતરમાં પણ બધુપણાજ પામે છે. અનુક્રમે તે રાજપુત્રો અને સુયશ વૃદ્ધિ પામવા લાગ્યા. કળાઓને ગ્રહણ કરવામાં પણ તેઓને કલાચાર્ય ફક્ત નિમિત્તરૂપે હતા, કારણકે મહાપુરુષોના ગુણો પિતાની મેળે જ પ્રગટ થાય છે. વજન તીર્થંકર થયા અને વજનાભ ચક્રવતી થયા
હવે લેકાંતિક દેવોએ આવીને વજસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે ભગવંત! તીર્થ પ્રવર્તા. તે પછી, વજન રાજાએ ઈદ્ર સરખા પરાક્રમવાળા વજનાભને રાજ્ય ઉપર બેસાડીને વરવારિકા પૂર્વક સાંવત્સરિક દાન વડે સર્વ લેકેને આનંદ પમાડીને દેવ-અસુર અને રાજાઓએ જેમને દીક્ષા મહોત્સવ કર્યો છે એવા, ઉદ્યાનમાં જઈને સ્વયં બુદ્ધ એવા તે ભગવંત દીક્ષા ગ્રહણ કરે છે. તે વખતે તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. વિવિધ અભિગ્રહને ધારણ કરનાર, આત્મરત, સમતારૂપી ધનવાળા, મમતા ૨હિત, પરિગ્રહરહિત તે ભગત ગ્રામાનુગ્રામ વિચરવા. લાગ્યા. જનાબે પણ દરેક પિતાના ભાઈઓને દેશ વહેંચી આપ્યા. તે બંધુઓ વડે, લેકપાલવડે જેમ ઈદ્ર
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
શેભે તેમ તે શેભે છે, સુયશ પણ તેને સારથી થયો.
- હવે વજસેન તીર્થકરને ઘાતિકર્મ રૂપી મળને ક્ષય થવાથી ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે વજનાભરાજાની આયુધશાળામાં સૂર્ય કરતાં વધારે તેજવાળા ચકરને પ્રવેશ કર્યો. બીજા પણ તેર રને અને નવ નિધિ તેને થયા. તેણે સર્વ પુષ્કલાવતી વિજયને સાધી. તેથી સર્વ રાજાઓએ મળીને તેને ચક્રવતિપણાને અભિષેક મહત્સવ કર્યો. ચક્રવતિપણાના કામભેગને ભેગવતાં છતાં પણ તેને વયની વૃદ્ધિ સાથે ધર્મમાં બુદ્ધિ પણ અધિક અધિક વધવા લાગી.
એક વખત વજસેન જિનેશ્વર જગતના પ્રાણીઓને પરમ આનંદને ઉત્પન્ન કરતા સાક્ષાત મેક્ષની જેમ વિચરતા ત્યાં આવ્યા. દેએ રચેલા સમવસરણમાં ચૈત્યવૃક્ષની નીચે સિંહાસન ઉપર બેસીને ધર્મદેશના
તે વખતે જિનેશ્વરના આગમનના સમાચાર સાંભળીને બંધુઓ સાથે વજનાભ પણ જગતના બંધુ એવા જિનેશ્વર ભગવંતના ચરણકમળ પાસે આવ્યા. તે જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને, પ્રણામ કરીને ઇંદ્રને લઘુબંધુ હોય તેમ તેની પાછળ બેઠે.
તે ભવ્યજનોના મનરૂપી છીપને વિષે બોધિરૂપી મેતીને ઉત્પન્ન કરનારી સ્વાતિનક્ષત્રની વૃષ્ટિ સરખી દેશનાને સાંભળે છે. ભગવંતની વાણુને સાંભળતે હર્ષના
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૭૭
અતિરેકથી તે શ્રદ્ધાળુ રાજા આ પ્રમાણે વિચારે છે કે—
:
આ અસાર સ`સાર સમુદ્રની જેમ દુસ્તર છે. તેના પણ તારક એવા ત્રિલોકનાથ જિનેશ્વર પ્રળખ પુણ્યવર્ડ પ્રાપ્ત કરવા લાયક છે, જે ભગવંત લેાકેાના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય જેવા છે, અનાદિકાળથી ઉત્પન્ન થયેલ, ચિકિત્સા ન કરી શકાય એવા કમરૂપી વ્યાધિને દૂર કરવામાં મારા પિતા અપૂર્વ ચિકિત્સક છે, અથવા સ દુઃખાના નાશ કરનારા છે. તુલના ન કરી શકાય એવા અનુપમ સુખને ઉત્પન્ન કરનાર, કરૂણામૃતના સમુદ્ર મારા પિતા છે. આવા પ્રકારના ભગવંત મળ્યા છતાં પણ મેાહમાં પ્રમત્ત થયેલા અમારા વડે પેાતાની જાતે જ આ આત્મા રંગાયા છે.
તે પછી તે ચક્રવતી તે ધર્મચક્રવતી જિનેશ્વરને નમ્રપણે ભક્તિના સમૂહથી ગદ્ગદ વાણીવડે વિનંતિ કરે છે કે–હે નાથ ! આજ સુધી મે કામભાગમાં પ્રધાન અને અર્થ સાધવામાં તત્પર એવા નીતિશાસ્ત્રો વડે બુદ્ધિને કદના પમાડી, વિષયેામાં આસક્ત એવા મે. વસ્ત્રાભરણાની ક્રિયાર્ડ નટની જેમ ચિરકાળ સુધી આ આત્માને નચાવ્યેા. મારું આ વિપુલ રાજ્ય અર્થ અને કામના હેતુરૂપ છે, અહીં જે ધનુ ચિંતન કરાય છે તે પણ પાપાનુબંધી છે, તેથી પિતાના પુત્ર થઈને જો સંસારસમુદ્રમાં ભ્રમણ કરું તેા ખીજા સામાન્ય જનની માફ્ક મારા પુરુષાથ કયેા ? જેવી રીતે તમે આપેલા
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ રાજ્યને હું પાળું છું, તેમ આપે આપેલા સંયમરૂપી મહારાજ્યને પણ પાળીશ, તેથી મને તે આપ.
વજનાભ આદિની દીક્ષા સંસારથી વિરક્ત થયેલા ચિત્તવાળા તે ચક્રવર્તીએ પુત્રને રાજ્ય આપીને મહાવત સ્વીકાર્યા. તે વખતે બાહુ વગેરે ભાઈઓએ પણ મોટા ભાઈની સાથે વ્રત ગ્રહણ કર્યું, કારણકે પિતાએ અને મોટા ભાઈએ જે સ્વીકાર્યું તે જ તેઓને કમાગત થાય. તે સુયશ સારથિએ પણ પિતાના સ્વામી ધર્મસારથિના ચરણકમળમાં દીક્ષા લીધી, કારણકે સેવકે સ્વામીના પગલાને અનુસરનારા જ હોય છે.
તે વજનાભ રાજર્ષિ અનુક્રમે શ્રુતસમુદ્રના પારગામી દ્વાદશાંગને જાણનારા થયા. બાહુ વગેરે સાધુઓ પણ અગ્યાર અંગના પારગામી થયા. સંતેષરૂપી ધનવાળા તેઓ તીર્થકરના ચરણની સેવામાં અને દુષ્કર તપની આરાધનામાં અસંતેષી હતા. હંમેશાં તેઓ જિનેશ્વરની વાણીરૂપી અમૃતરસના પાનમાં આસક્ત હોવા છતાં પણ માસક્ષપણ આદિ તપ વડે થાકતા નથી. અનુક્રમે ભગવાન વસેન તીર્થકર શુકલધ્યાનના ત્રીજા અને ચોથા પાદનું દયાન કરતા દેવે વડે કરાયેલ છે મહેસવ જેને એવા નિર્વાણ મોક્ષપદને પામ્યા. વજનાભ પણ બાહુ વગેરે સુનિવરો સહિત ભવ્ય જીને બેધ કરતા પૃથ્વી પર વિચારવા લાગ્યા. તે મુનિઓને તપ અને સંયમના
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી વાસનાથ ચરિત્ર
૭૯
પ્રભાવે ચંદ્રકિરણ વડે પર્વતેમાં ઔષધિઓ પ્રગટ થાય. તેમ શ્લેમૌષધિ વગેરે લબ્ધિઓ પ્રગટ થઈ.
લબ્ધિઓનું વર્ણન તેઓના કલેબ્સના લવવડે પણ કુષ્ટિનું શરીર કોટીવેધ તાંબુ સુવર્ણ થાય તેમ સુંદર વર્ણવાળું થાય છે. તેઓના કાન-નેત્ર આદિને ઉત્પન્ન થયેલ અને અંગથી ઉત્પન્ન થયેલે કસ્તૂરીના સુગંધવાળો મળ સર્વરોગીઓના રેગને હરણ કરનાર છે. તેઓના દેહના સ્પર્શમાત્રથી અમૃતની જેમ રેગવાળા પ્રાણીઓ રેગરહિત થાય છે.
તેઓના અંગને સ્પર્શેલું મેઘ અને નદી વગેરેનું પાણી પણ સર્વરોગોને હણે છે. તેઓના અંગને સ્પર્શલ પવન પણ વિષ વગેરેના દોષોને દૂર કરે છે. તેઓના પાત્રમાં અથવા મુખમાં પ્રવેશ પામેલું વિષમિશ્રિત અન્ન વિષરહિતપણાને પામે છે. તેઓનું વચન સાંભળવાથી મંત્રાલવડે જેમ વિષ દૂર થાય, તેમ મહાવિષવ્યાધિથી પીડા પામેલા પ્રાણીની પીડા દૂર થાય છે, તેઓના નખ, કેશ, દાંત અને બીજું પણ શરીરમાં ઉત્પન્ન થયેલું સર્વ ઔષધપણને પામે છે.
તેમ જ એ મહાત્માઓને આઠ મહાસિદ્ધિઓ ઉત્પન્ન થઈ. જેથી તેઓને અણિમા શક્તિ તેવી થઈ કે જેથી સોયના કાણામાં પણ તંતુની માફક ચાલવા માટે સમર્થ છે, તેઓને મહિમાશક્તિ તેવી થઈ કે જેથી
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેરુપર્વતપણ જાનું પ્રમાણ કરી શકે છે. તેઓને લધિમા શક્તિનું તેવા પ્રકારનું સામર્થ્ય થયું કે જેથી પવનના લાઘવને પણ તેઓ ઉલ્લંઘન કરતા હતા. તેઓના દેહની. ગરિમાશક્તિ વજકરતાં પણ ચઢીયાતી હતી, જેથી ઇન્દ્રાદિવડે પણ જે સહન કરી શકાય નહિ, તેઓની પ્રાપ્તિ શક્તિ તેવી હતી કે જે શક્તિવડે વૃક્ષના પાંદડાની જેમ તેઓ આંગળી વડે મેરુશિખર અને ગ્રહ આદિને સ્પર્શ કરી શકતા હતા. પ્રાકામ્ય ગુણ વડે તેવી શક્તિ પ્રગટ થઈ કે જેથી દૂર જતુએ પણ તેઓની પાસે પ્રશમ પામતા હતા.
બીજી પણ અનેક અદ્ધિઓ તેઓને ઉત્પન્ન થઈ તે. આ પ્રમાણે–અપ્રતિઘાત–પણાના ગુણુ વડે પર્વતની મળે. પણ છિદ્રની જેમ તેઓ જાય છે, અંતર્ધાન ગુણવડે તે સાધુઓ પવનની જેમ સર્વત્ર અદશ્યપણું પામે છે. કામરૂપી પણાના ગુણવડે તેઓ પોતાના જુદા જુદા રૂપિવડે લેકને ભરી દઈ શકતા હતા. તેઓની જે બીજબુદ્ધિની ઋદ્ધિ એવી હતી કે તે એક અર્થના બીજથી અનેક અર્થના બીજને ઉત્પન્ન કરનારી હતી તેઓને તેવા પકારની કેકબુદ્ધિ ઉત્પન્ન થઈ કે જેના વડે કોઠારમાં નાંખેલા ધાન્યની જેમ અર્થોના સ્મરણ વિના સૂત્ર અક્ષય. થાય, આદિ-મધ્ય અને અંતમાં રહેલા એક પદને સાંભળવાથી સર્વ ગ્રંથને અવધ થતો હોવાથી તેઓ પદાનસારી હતા, એક વસ્તુને ઉદ્વરને અંતમુહૂર્તમાં શ્રુતસમુદ્રનું
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
અવગાહન કરવાની શક્તિ વડે તેઓ મનોબલી હતા, અંતમુહૂર્તમાં અકાર આદિ બેંતાલીશ માતૃકાક્ષર માત્રની લીલાવડે સર્વ શ્રતને ગુણતા તેઓ વચનબલી હતા. દીર્ઘકાળ સુધી પ્રતિમાને સ્વીકાર કરતા, પરિશ્રમ અને ગ્લાનિ રહિત એવા તેઓ કાયબલી હતા, પાત્રમાં રહેલા ખરાબ અન્નને પણ અમૃત આદિ રસપણે પરિણમાવવાથી તેઓ અમૃતક્ષીર–મધુ અને વૃત આશ્રવી હતા. દુઃખથી પીડિત જીવોને વિષે તેઓનું વચન અમૃત આદિના પરિણામને ઉત્પન્ન કરે છે. તેઓના પાત્રમાં પડેલું અન્ન થોડું હોવા છતાં પણ ઘણાને આપવા છતાં જ્યાં સુધી પિતે જમે નહિ ત્યાં સુધી ક્ષય ન પામે તેથી તેઓ અક્ષીણમહાનસ ઋદ્ધિવાળા હતા. તીર્થંકરની પર્ષદાની જેમ અલ્પ દેશમાં પણ બાધારહિતપણે અસંખ્ય પ્રાણીઓની સ્થિતિ વડે તેઓ અક્ષણમહાલય હતા. બાકીની (બીજી) ઇંદ્ધિના વિષયને એક પણ ઇંદ્રિય વડે પ્રાપ્ત કરતા હોવાથી તેઓ સંભિન્નશ્રોત લબ્ધિવાળા હતા. તેઓની તેવા પ્રકારની જંઘાચારણ લબ્ધિ હતી કે જેથી એક ઉત્પાત વડે તેઓ સૂચકદ્વીપ જાય છે, ચકદ્વીપથી વળતાં તેઓ એક ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપમાં આવે છે. બીજા ઉત્પાત વડે સ્વસ્થાનમાં આવે છે. ઊર્ધ્વગતિએ જતાં તેઓ એક ઉત્પાત વડે મેરૂ પર્વતના શિખરે રહેલા પાંડુક વનમાં, અને પાછા વળતાં થકા એક ઉત્પાતવડે નંદનવનમાં અને બીજા ઉત્પાતવડે ઉત્પાત ભૂમિમાં (સ્વસ્થાનમાં) આવે છે. તેઓ
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિદ્યાચારણ લબ્ધિ વડે એક ઉત્પાત વડે માનુષેત્તર પર્વત ઉપર અને બીજા ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપમાં જાય છે, ત્યાંથી વળતાં એક ઉત્પાત વડે સ્વસ્થાનમાં આવે છે. એ પ્રમાણે તીચ્છગમનની જેમ ઊંચે પણ બે ઉત્પાત વડે જાય છે અને એક ઉત્પાત વડે પાછા આવે છે. તેઓ આશીવિષ અદ્ધિવડે નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે. બીજી પણ તેઓને ઘણી લબ્ધિઓ ઉત્પન્ન થઈ તે પણ તે સાધુઓ પિતાના કાર્યમાં આકાંક્ષારહિત એવા તે લબ્ધિઓના પ્રવેગ કરતા નથી. વજનાભનું વિશસ્થાનક વડે તીર્થકર
નામકર્મનું નિકાચિત કરવું આ તરફ વજનાભ મુનીશ્વરે વીશસ્થાનક વડે તીર્થંકર નામગોત્ર નિકાચિત બાંધ્યું. તે આ પ્રમાણે-૧. ત્યાં જિનેશ્વરેની અને જિનપ્રતિમાઓની પૂજા વડે, અવર્ણવાદના નિષેધ વડે, સદ્ભૂત અર્થની સ્તુતિ વડે તે પ્રથમ પદની આરાધના કરે છે. ૨. સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધોની પ્રતિજાગરણ મહોત્સવો વડે અને યથાવસ્થિત સિદ્ધપણાના ગુણેના ઉત્કીર્તન વડે બીજા પદને આરાધે છે. ૩. બાળગ્લાન-નવદીક્ષિત આદિ સાધુઓને અનુગ્રહ કરવાથી તેઓ પ્રવચન વાત્સલ્ય સ્વરૂપ ત્રીજા સ્થાનને આરાધે છે. ૪, ગુરુઓને આહાર, ઔષધિ, વસ્ત્ર, પાણી આદિ આપવાથી અને અંજલિ જોડવાથી તેમજ અત્યંત વાત્સલ્ય કરવાથી ચોથા સ્થાનની આરાધના કરે છે. પ. વિશ વર્ષના વત પર્યાય
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૮૩
વાળ અને સાઠ વર્ષના આયુષ્યવાળા, ચોથા સમવાયાંગને ધારણ કરનાર સ્થવિરેની ભક્તિ વડે પાંચમા પદને આરાધે છે. ૬. અર્થની અપેક્ષાએ પિતાના કરતાં વધારે શ્રતને ધારણ કરનારાઓને હંમેશાં અન્ન-વસ્ત્ર આદિ આપવાથી વાત્સલ્ય કરવા વડે છઠ્ઠા પદને સેવે છે. ૭. ઉત્કૃષ્ટ તપ કર્મમાં રક્ત તપસ્વીઓની ભક્તિ અને વિશ્રામણ કરવા વડે સાતમા પદની આરાધના કરે છે. ૮. દ્વાદશાંગી સૂત્રને વિષે હંમેશાં વાચના વગેરે વડે સૂત્ર-અર્થ અને તદુભગત જે જ્ઞાનોપોગ, તે રૂપ આઠમા પદને આરાધે છે. ૯. શંકા આદિ દોષથી રહિત, સ્થિરતા આદિ ગુણથી ભૂષિત શમ આદિ લક્ષણ રૂપ સમ્યગ્રદર્શનને નવમા પદે આરાધે છે. ૧૦. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને ઉપચાર વડે કમેને દૂર કરવાથી વિનય રૂપ દશમા પદને આરાધે છે. ૧૧. ઈચ્છા–મિથ્યાકાર આદિ આવશ્યક પગમાં યત્ન વડે અતિચારનો ત્યાગ કરે તે અગ્યારમું પદ છે. ૧૨. અહિંસા આદિ સમિતિ વગેરે મૂળ અને ઉત્તર ગુણમાં જે નિરતિચાર પ્રવૃત્તિ બારમું પદ છે. ૧૩. પ્રમાદનો ત્યાગ કરવા વડે ક્ષણે ક્ષણે અને લવે લેવે જે શુભધ્યાનનું કરવું તે તેરમું પદ છે. ૧૪. મન અને શરીરને બાધા ન થાય તે રીતે યથાશક્તિ નિરંતર તપ કરવો એ ચૌદમું પદ છે, ૧૫ મન-વચનઅને કાયાની શુદ્ધિથી તપસ્વીઓને યથાશક્તિ અન્ન આદિ આપવા તે પંદરમું પદ છે. ૧૬. આચાર્ય વગેરે દેશનું ભાત-પાણું–આહાર–આસને આપવા વગેરેથી વેયાવચ્ચસેવાનું જે કરવું તે સોળમું પદ છે. ૧૭. શ્રમણ આદિ
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રી ગષભનાથ ચરિત્ર
(
ચતુર્વિધ સંઘના સર્વ સંકટ દૂર કરવાથી મનની સમાધિ ઉત્પન્ન કરનાર તે સત્તરમું પદ છે. ૧૮. નવીન સૂત્ર, અર્થ અને તદુભયનું હંમેશાં યત્નવડે જે ગ્રહણ કરવું તે અઢારમું સ્થાન છે. ૧૯ શ્રદ્ધાને પ્રકાશિત કરવા વડે, અવર્ણવાદનો નિષેધ કરવાથી શ્રુતજ્ઞાનની જે ભક્તિ તે ઓગણીશમું સ્થાન છે. ૨૦. વિદ્યા, નિમિત્ત, કાવ્ય, વાદ, અને ધર્મકથાવડે જે જિનશાસનની પ્રભાવના કરવી તે વીશમું સ્થાન છે.
આ સ્થાનકમાં એક એક સ્થાન પણ તીર્થંકરનામ કર્મના બંધનું કારણ છે. આ ભગવંતે સર્વ સ્થાનકે દ્વારા તીર્થકર નામકર્મ બાંધ્યું.
બાહમુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરતા ચક્રવતીના ભાગના ફળને આપનારૂં કર્મ ઉપાર્જન કર્યું.
સુબાહુ સાધુએ તપસ્વી મહર્ષિઓની વિશ્રામણ કરતાં કેત્તર બાહુબળ ઉપાર્જન કર્યું.
તે વખતે વજના મુનીશ્વર “અહો ! સાધુઓની વૈયાવચ્ચ અને વિશ્રામણ કરનારા આ ધન્ય છે એ પ્રમાણે બાહુ અને સુબાહુમુનિની પ્રશંસા કરી.
તેઓની પ્રશંસા સાંભળીને તે પીઠ અને મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા : “જે ઉપકાર કરનાર હોય તેની જ અહીં પ્રશંસા કરાય છે, આગમના અધ્યયન, પઠન અને ધ્યાનમાં રક્ત અનુપકારી એવા અમારી કોણ
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્રશંસા કરે ? અથવા કાર્ય કરનાર માણસ જ ગ્રહણુ કરાય છે; એ પ્રમાણે ઈર્ષ્યાથી બંધાયેલા દુષ્કૃતક'ની આલેાચના નહિ કરવાથી માયામિથ્યાત્વથી યુક્ત તે અનેએ સ્ત્રીપણાના કારૂપ (સ્રીવેદ) કમને ઉપાર્જન કર્યું. વજ્રનાભ આદિની સર્વાં સિદ્ધ વિમાનમાં ઉત્પત્તિ
આ પ્રમાણે વજ્રનાભ વગેરે છ ચે મુનિવર ચૌદ લાખ પૂર્વ સુધી અસિધારા સરખી નિરતિ ચાર પ્રત્રજયાને પાળી. તે બન્ને પ્રકારની સ’લેખના પૂર્વક પાપાપગમ અનશન સ્વીકારીને સમાધિવડે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા.
[અગ્યારમા વજ્રનાથ ચક્રવતીના ભવ અને બારમા દેવભવ સમાપ્ત થયા..
૮૫
एवं उसहदेवस्स, दुवालस भवा इमे । वृत्ता पढमवग्गस्स, पढमोद्दे सगे इह ।
tr
આ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુના આ બાર ભવ અહી પ્રથમ વર્ગના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા.
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી ક’ખગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધારક, શાસનપ્રભાવક, આઆલબ્રહ્મચારી, સૂરીશશેખર, આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલ’કાર સમયજ્ઞ, શાંતમૂર્તિ, વાત્સલ્યવારિધિ
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આચાર્યશ્રી વિજય-વિજ્ઞાનસૂરીશ્વર પટ્ટધર સિદ્ધાંતમહોદધિ પ્રાકૃતભાષાવિશારદ આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિ રચિત મહાપુરુષ ચરિતમાં પ્રથમ વર્ગમાં શ્રી ઋષભદેવ જિનેશ્વરના ધન આદિ બાર ભવના સ્વરૂપવાળે પ્રથમ ઉદ્દેશ સમાપ્ત થશે.
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશ બીજો
કુલકરોની ઉત્પત્તિ
આ જ`મૃદ્વીપના પશ્ચિમ વિદેહમાં શત્રુએ વડે અપરાજિત એવી નામ વડે અપરાજિતા નગરી છે. તે નગરીમાં લક્ષ્મી વડે ઈશાનઈંદ્ર જેવા ઈશાનચંદ્ર નામે રાજા હતા.
શ્રેષ્ઠિ ચંન્દ્વનદાસના પુત્ર સાગરચંદ્ર
તે નગરીમાં લક્ષ્મી વડે શેાભાવાળી ધામિક જનેામાં મુખ્ય, નગરીના લેાકેાને પ્રિય ચંદનદાસ નામે શ્રેષ્ઠી છે. તેને જગતના નેત્રોને આનંદ આપનાર સમુદ્રને ચ'દ્રની જેમ સાગરચંદ્ર નામે પુત્ર હતા. તે સરળ સ્વભાવવાળા, વિવેકી, હમેશાં ધમ ક્રિયાશીલ સકળ નગરજનેાના મુખના આભૂષણરૂપ હતા.
એક વખત તે ઈશાનચંદ્ર રાજાના દર્શન માટે સેવા માટે આવેલા અનેક સામત રાજાએથી વિરાજિત રાજસભામાં ગયા. તે વખતે ઈશાનચંદ્ર રાજાએ આસનતાંબૂલ આપવા વગેરેથી સત્કાર કરવાપૂર્વક પિતાની માફક મહાસ્નેહ વડે તેને જોચેા.
Page #127
--------------------------------------------------------------------------
________________
<<
શ્રી ઋષભનાથ ચરિત્ર
એ વખતે કાઈ મંગલપાઠકે સભાની અદર આવીને શંખના ધ્વનિને પણ નીચેા કરી નાખે એવી વાણી વડે કહ્યુ કે–હે રાજન! આજે આપના ઉદ્યાનમાં ઉદ્યમવાળી ઉદ્યાનપાલિકાની માફક તૈયાર કર્યા છે અનેક પુષ્પ જેણે એવી વસંતલક્ષ્મી વિસ્તાર પામી છે. તેથી ઈંદ્ર જેમ નંદનવનને સ’ભાવિત કરે તેમ વિકાસ પામતા પુષ્પાની સુગ ધથી સુગંધી કર્યાં છે દિશાઓના મુખ જેણે એવા આ વનને પ્રસન્ન થઈને જુએ.
રાજા પણ દ્વારપાળને કહે છે કે– સવારે બધા નગરજનાએ ઉદ્યાનમાં આવવું’ એ પ્રમાણે નગરમાં ઉર્દૂઘાષણા કરાવા. તારે પણ ઉદ્યાનમાં આવવું-એ પ્રમાણે રાજાએ સાગરચંદ્રને કહ્યું.
તે પછી રાજાએ રજા આપવાથી તે ઘરે આવીને પેાતાના મિત્ર અશાકદત્તને રાજાનેા તેઆ દેશ કહ્યો.
સાગરચંદ્રનું ઉદ્યાનમાં જવુ અને ભયથી પ્રિયદર્શીનાનુ રક્ષણ કરવુ
ખીજે દિવસે પરિવાર સહિત રાજા ઉદ્યાનમાં ગયા. નગરજને પણ ત્યાં ગયા. તે શ્રેષ્ઠિ પુત્ર પણ અશેાકદત્તની સાથે ગયે. તે ઉદ્યાનમાં લેાક ફૂલ વીણવા વડે અને ગીત-નૃત્ય આદિ કરવા વડે ક્રીડા કરવા લાગ્યા. સ્થાને સ્થાને વિવિધ ક્રીડામાં તત્પર બેઠેલા નગરજના છાવણી નાંખીને રહેલા કામદેવ રાજાની છાવણીની ધુરાને ધારણ
કરતા હતા.
Page #128
--------------------------------------------------------------------------
________________
૮૯
શ્રી અષભનાથ ચરિત્ર
પગલે પગલે પ્રવતેલા ગીત-વાજિંત્રના મહાશબ્દ અધિક ઉત્પન્ન થયે છતે એક વૃક્ષની ઘટામાંથી “બચાવો, બચાવ” એ પ્રમાણે ભયથી ત્રાસ પામેલી કઈક સ્ત્રીને કરુણ શબ્દ ઉત્પન્ન થયે. કાનમાં પ્રવેશ પામેલી તે વાણી વડે ખેંચાયા હોય તેમ “આ શું?” એ પ્રમાણે સંક્રાંત થયેલે સાગરચંદ્ર ત્યાં દેડ્યો. તેણે ત્યાં પૂર્ણભદ્ર શેઠની પ્રિયદર્શના નામની પુત્રીને વરુ વડે હરિણીની માફક દુષ્ટજને વડે ગ્રહણ કરાયેલી જોઈ. હવે તે એક દુષ્ટના હાથને મરડી નાંખીને તેના હાથમાં છરી ગ્રહણ કરી, તે દુષ્ટ પુરુષે તેનું તેવા પ્રકારનું પરાક્રમ જોઈને બળતા અગ્નિને જેવાથી વાઘની જેમ નાસી ગયા.
સાગરચંદ્રવડે દુષ્ટ પુરુષથી છેડાયેલી પ્રિયદર્શના પપકારરસિક ક ઉત્તમ પુરુષ મારા પુણ્યોદયથી -ખેંચાઈને અહીં આવ્યા ? કામદેવ સમાન રૂપને ધારણ કરનારે જ મારો પ્રિય થશે એમ વિચારતી તે પિતાને ઘરે ગઈ.
અશેકદત્ત સહિત સાગરચંદ્ર હૃદયમાં પરોવાઈ ગયેલી હોય એવી પ્રિયદર્શનાને વહન કરતો ઘરે ગયે.
- હવે ચંદનદાસ શેઠે લેકપરંપરાથી પુત્રને સમગ્ર વૃત્તાંત જા. કારણકે ઉત્કૃષ્ટ શુભ કાર્ય ગુપ્ત રહેતું નથી. તેણે વિચાર્યુ કે પ્રિયદર્શનાની ઉપર એનો રાગ ઉચિત છે, રાજહંસ કમલિની વિના બીજે આનંદ પામતે નથી, આ પુત્રે તે વખતે આ ઉદ્ભટપણું પ્રગટ કર્યું તે
Page #129
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રી ઋષનાથ ચરિત્ર
ગ્ય નથી, શક્તિશાળી હોવા છતાં પણ વણિકે પિતાની શક્તિ બતાવવી ન જોઈએ. વળી સરળ એવા મારા પુત્રનો અશકદત્ત સાથેનો સંગ, કેળના ઝાડનો બેરડીના. ઝાડના સાથેના સંગની જેમ સારો નથી. આ પ્રમાણે વિચારીને તે શેઠ સાગરચંદ્રને બેલાવીને શાંત ઉપાયપૂર્વક શિખામણ આપતાં કહે છે –
ચંદનદાસને પુત્રને ઉપદેશ હે પુત્ર! સર્વ શાસ્ત્રાનુસારી વ્યવહારવડે તું પિતે. હોંશિયાર છે, તો પણ હું તને કાંઈક જણાવું છું. હે પુત્ર! આપણે વણિક છીએ. તેથી કળાની કુશળતાથી જીવન જીવતા, ઉદ્ભરતા રહિત આચાર અને વેશવાળા થઈ, ટીકાપાત્ર ન થઈએ તેવી રીતે આપણે રહેવું જોઈએ, યૌવનમાં પણ ગુપ્ત પરાક્રમવાળા થવું જોઈએ. સ્ત્રીઓને શરીરની જેમ આપણી સંપત્તિ, કામગ અને દાન ગુપ્ત હોય તે જ તે શોભાને માટે થાય છે. પિતાની. જાતિને અનુરૂપ ન હોય એવું કાર્ય કરવામાં આવે તો. તે શેભા પામતું નથી, જેવી રીતે ઊંટના પગે બાંધેલું ઝાંઝર શોભતું નથી, સ્વભાવથી વક્ર ચિત્તવાળા દુર્જનોનો સંસર્ગ હિતકારી નથી, આ અશોકદર કુષ્ઠરોગ જેમ શરીરને દૂષિત કરે છે તેમ તને સમયે દૂષિત કરશે. માયાવી પુરુષને વેશ્યાની જેમ મનમાં જુદું, વચનમાં જુદું અને આચરણમાં જુદું હોય છે, આથી તારે તેને. વિશ્વાસ ન કરે.
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાગરચંદ્ર પણ પિતાને ઉપદેશ સાંભળીને મનમાં વિચારવા લાગ્યું કે- આ ઉપદેશથી પિતાએ કોઈ દુષ્ટજન પાસેથી કન્યાને છોડાવવા સંબંધી સર્વ વૃત્તાંત જાણું લીધે હોય તેમ હું માનું છું. પિતાને અશોકચંદ્રની. સોબત સારી લાગતી નથી તે પણ એમ થાઓ; એમ ક્ષણવાર મનમાં વિચારીને, સાગરચંદ્ર પણ વિનયપૂર્વક પિતાને કહ્યું : પિતા જે આદેશ કરે તે મારે કરવું જ જોઈએ, કારણ કે હું તમારે પુત્ર છું. જ્યાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થયું તે કાર્ય કરવાથી સયું ! પરંતુ હે પિતા! ક્યારેક અકસ્માત તેવા પ્રકારનું કાર્ય ઉપસ્થિત થાય છે કે જ્યાં જરા પણ વિચાર કરવા માટે સમય પસાર કરવો પાલવતો નથી. વિચાર કરતાં કેઈ કાર્યને સમય પસાર થઈ જાય છે, આવા પ્રકારનો વખત આવ્યે છતે, પ્રાણસંશય પ્રાપ્ત થયે છતે પણ હું તે જ કરીશ કે જે આપને લજજા પમાડે તેવું નહિ હોય. વળી મારી અશેકદત્ત સાથે જે મિત્રતા છે, તે સાથે રહેવું, સાથે જ બાળપણથી રમતક્રીડા કરવી, અને વારંવાર એકબીજાનું દર્શન, એ જ કારણ છે. સમાન જાતિ, સરખી વિદ્યા, સમાન આચાર અને સમાન વય, પક્ષમાં પણ ઉપકારીપણું અને સુખ-દુઃખમાં સમાન ભાગી થવું એ મિત્રતા ઉત્પન્ન કરે છે. એનામાં હું જરા પણ દુર્ગણ તે નથી, આપને કોઈએ અસત્ય કહ્યું જણાય છે. અથવા તે તેવા પ્રકારને માયાવી હોય તે ભલે હો, એક ઠેકાણે સ્થાપના કર્યા છતાં પણ કાચ એ કાચ જ છે અને મણિ એ મણિ છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર આ પ્રમાણે પુત્રે કહ્યા પછી શેઠ તેને કહે છે કેતુબુદ્ધિશાળી છે, તે પણ સર્વ જગ્યાએ સાવધાન થવું જોઈએ, કારણકે બીજાનું ચિત્ત જોઈ શકાતું નથી.
હવે પુત્રના ભાવને જાણનારા શેઠે પુત્રને માટે શીલ આદિ ગુણોથી વિભૂષિત પ્રિયદર્શના કન્યાની પૂર્ણ ભદ્રશેઠ પાસે માગણી કરી. પહેલાં પણ તમારા પુત્રો મારી પુત્રી ઉપર ઉપકાર કરવા દ્વારા મારી પુત્રીને ખરીદી જ છે એમ બોલતાં પૂર્ણ ભદ્રશેઠે તેમનું વચન કબૂલ કર્યું.
સાગરચંદ્રને પ્રિયદર્શન સાથે વિવાહ
તે પછી પ્રશસ્ત તિથિ, વાર, નક્ષત્ર હેતે છતે શુભ લગ્નમાં માત-પિતાએ સાગરચંદ્રને પ્રિયદર્શન સાથે વિવાહ કરાવ્યું. ઈચ્છિત વિવાહ થવાથી તે વધૂ-વર ઘણે આનંદ પામ્યા. સમાન ચિત્ત હોવાથી અભેદ ભાવને પામેલા તેઓને નેહભાવ પરસ્પર વધવા લાગ્યું. શીલવંત, રૂપવંત અને સરળ એવા તે બંનેને અનુરૂપ સંયોગ વિધિના ગે થયે.
અશકદત્તનું એકાંતમાં પ્રિયદર્શનાને મળવું
હવે એક વખત સાગરચંદ્ર કાર્ય નિમિત્ત બહાર - નીકળ્યો, ત્યારે અશકદત્ત તેના ઘરે આવીને પ્રિયદર્શનાને કહે છે કે તારો પ્રિય સાગરચંદ્ર ધનદ શેઠની વહુ સાથે -એકાંતમાં જે મંત્રણા કરે છે, ત્યાં તેનું શું કારણ હશે?
તે વખતે સ્વભાવે સરળ એવી તે પ્રિયદર્શના કહે છે કે તે તમારા મિત્ર જાણે, અથવા હમેશાં તેનું બીજું
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૯૩
હૃદય તમે છે, તેથી તમે જાણે. વ્યવસાયમાં તત્પર મોટા માણસેના એકાંતમાં વિચારાયેલા કાર્યોને કણ જાણે, વળી જાણે તે પણ તે ઘરે શા માટે કહે?
અશેકદત્ત પણ કહે છે–તારા પતિને તેણી સાથે જે પ્રોજન છે, તે હું જાણું છું, પરંતુ તે કેવી રીતે. કહી શકાય ?
પ્રિયદર્શનાએ પૂછ્યું તે શું છે?”
તે કહે છે કે–તારી સાથે મારે જે પ્રજન છે તેણીની સાથે તેને પણ તે પ્રોજન હોય!
તેને ભાવ નહિ જાણતી સરળ સ્વભાવવાળી પ્રિય-- દર્શનાએ ફરીથી પણ પૂછ્યું–મારી સાથે તમારે શું પ્રજન છે?
તે બે -તે સુંદર નેત્રવાળી! એક તારા પતિ વિના ભિન્ન-ભિન્ન રસને જાણનારા કયા સચેતન પુરુષને. તારી સાથે પ્રોજન ન હોય?
કાનમાં સોય સરખા તેના દુષ્ટ ભાવને સૂચવનારા. વચનને સાંભળીને તે અધમુખવાળી થઈને કેપ સહિત સાક્ષેપ પૂર્વક કહેવા લાગી કે– ' અરે મર્યાદા વગરના અધમ પુરુષ ! તેં આવે. વિચાર કેવી રીતે કર્યો? અથવા વિચાર્યું છતાં કેવી રીતે. કહ્યું? અત્યંત અધમ એવા તને ધિક્કાર હે ! વળી. મહાત્મા એવા મારા પતિને પિતાની સરખે અરે ! તું
Page #133
--------------------------------------------------------------------------
________________
૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિચારે છે ? મિત્રના બ્હાને શત્રુ સ્વરૂપ એવા તને ધિક્કાર પડા ! અરે પાપી ! અહીંથી ચાલ્યેા જા, અહીં ઊભે ન રહે, તને જોવાથી પણ પાપ થાય!
આ પ્રમાણે તેણીએ આક્રોશ કરવાથી ચારની માફ્ક તે જલદી નીકળી ગયા. ગાયની હત્યા કરનારની જેમ મલિન મુખવાળા, વિષાદ પામેલા ચિત્તવાળે આવતા એવા તે રસ્તામાં સાગરચંદ્ર વડે જોવાચે.
સાગરચંદ્રની સાથે અશાકદત્તની વાતચીત
હે મિત્ર! શા કારણે તું ઉદ્વેગ પામ્યા હાય તેમ દેખાય છે ? આ પ્રમાણે શુદ્ધ હૃદયવાળા સાગરચંદ્રે પૂછ્યુ’. તેથી માયા અને ફૂટના પર્વત સરખા તે દ્વી નિસાસા નાંખતા, સાચ પામેલા એબ્ડવાળા દુષ્ટ જાણે કષ્ટ વડે ખેલે છે : ‘ હે ભાઈ ! સંસારસાગરમાં વસનારાને તુ ઉદ્વેગનું કારણ શું પૂછે છે? જે ગુહ્યસ્થાને ત્રણની જેમ ઢાંકી શકાય નહિ અને ઉઘાડું પણ ન કરી શકાય તેવુ કાંઈક અહીં ઉપસ્થિત થયું છે.’ એમ કહીને કપટથી આંખમાં આંસુ લાવી અશેાકદત્ત રહે છતે માયારહિત તે આ પ્રમાણે વિચારવા લાગ્યા
અહા ! સંસાર અસાર છે, જ્યાં આવા પ્રકારના પુરુષને અકાળે આવા પ્રકારનુ` સ ંદેહનું સ્થાન પેદા થાય છે, ધીરતાથી નહિ ખેલવા છતાં પણ આના મેટેથી અંદરના ઉદ્વેગ ધૂમાડા વડે અગ્નિની માફક બલાત્કારે આંસુઓ વડે જણાય છે. એમ વિચારી એકદમ મિત્રના
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૯૫
દુઃખવડે દુઃખી થયેલે સાગરચંદ્ર ફરીથી ગદ્ગદપણે તેને કહે છેઃ હે મિત્ર! જે ન કહી શકાય તેવું ન હોય તો તે ઉદ્વેગનું કારણ મને કહે, મને દુઃખને ભાગ આપીને હમણાં અલ્પ દુઃખવાળે તું થા. " અશકદત્ત પણ કહે છે કે-મારા પ્રાણ સમાન તું હોવાથી તેને બીજું પણ ન કહી શકાય તેવું કાંઈ પણ નથી. અને આ વૃત્તાંત તો વિશેષે કરીને, હે મિત્ર! તું જાણે છે કે આ જગતમાં સ્ત્રીઓ અનર્થોની ખાણ છે.
- સાગરચંદ્ર પણ કહે છે કે–એમ જ છે. શું તું હમણાં સાપ જેવી કોઈ સ્ત્રીના વિષમ સંકટમાં પડ્યો છે?
અશોકદત્ત પણ કૃત્રિમ લજજા કરતો કહે છે કેતારી પ્રિયા પ્રિયદર્શના ઘણા સમયથી અજુગતું કહે છે. મેં તે પોતાની મેળે શરમાઈને કયારેક તે અટકશે” એમ વિચારીને આટલા વખત સુધી તેની ઉપેક્ષા કરી. પરંતુ દિવસે દિવસે અસતીપણાને ઉચિત વચનો વડે મને બોલાવતી તે અટકતી નથી. હે ભાઈ! આજે તારી તપાસ કરવા માટે તારા ઘરે હું ગયો, ત્યારે છળમાં તત્પર એવી રાક્ષસીની માફક તેણે મને રોક્યો. કેમે ય કરીને તેના બંધનમાંથી પિતાને છોડાવીને હું અહીં જલદી આવ્યું, તેથી મેં વિચાર્યું કે–આ મને જીવતાં છેડશે નહિ, આથી આજે હું આત્મઘાત કરું ? અથવા મરી જવું એ પણ ઉચિત નથી, કારણ કે એ મારા મિત્રને મારી ગેરહાજરીમાં જુદી જાતનું કહેશે તેથી મરવાથી સયું”
Page #135
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
અથવા તો મારી જાતે જ આ સવ મારા મિત્રની આગળ કહે', કે જેથી એનાથી વિશ્વાસ કરી તે અન”ને ન પામે, વળી એ પ્રમાણે ચેાગ્ય નથી, કારણ કે મેં એને મનારથ પૂરું નથી, આથી તેને દુઃશીલ કહેવા વડે ક્ષત ઉપર ક્ષાર કેવી રીતે નાંખું' ? આ પ્રમાણે વિચાર કરતા હું અહી” હમણાં તારા વડે જોવાચેા છું. હું ભાઈ ! ઉદ્વેગનું કારણ તું જાણું.
આ મારા
આ પ્રમાણે સાંભળીને વિષપાન કર્યુ હાય તેમ ક્ષણવાર સાગરચંદ્ર નિશ્ચલ થઈ ગયા
સાગરચંદ્ર કહે છે કે–સ્રીઓને માટે એ ઘટે છે. તું ખેદ ન કર. સ્વસ્થ થઈ ને સારા વ્યવસાયમાં રહે, તેનુ વચન યાદ ન કરવું. તે જેવા પ્રકારની હાય તેવી ભલે હા, તેની સાથે શું કામ છે ? ફક્ત આપણે બન્ને ભાઈ એની મનની મલિનતા ન થાઓ.
આ પ્રમાણે સરળ સ્વભાવવાળા તેના વડે શાંત કરાયેલે તે અધમ અશેાકદત્ત હર્ષિત ચિત્તવાળા થયે.. માયાવી માણસે અપરાધ કરીને પણ પેાતાને સન્માને છે.
ત્યારથી માંડીને સાગરચંદ્ર સ્નેહ રહિત થઈ ઉદ્વેગ. સહિત પ્રિયદર્શીનાને રાગગ્રસ્ત આંગળીની જેમ ધારણ કરે છે. પરંતુ પૂર્વની જેમ રાગરહિતપણે તેની સાથે વન કરે છે, કારણકે પાતે પાળેલી વેલડી ફળ ન આપે તે પણ તેને ઉખેડી નંખાય નહિ.”
'
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી રાષભનાથ ચરિત્ર
પ્રિયદર્શનાએ પણ “આ બંને મારા વડે કરાચેલે ભેદ ન થાઓ” એમ વિચારીને અદભનું તે વૃત્તાંત પતિને જણાવ્યું નહિ.
- હવે સાગરચંદ્ર નિવેદ વડે સંસારને કારાગૃહ સમાન માન, દીન-અનાથ અને દુઃખીજનેને વિશે પોતાની ત્રાદ્ધિને સફળ કરવા સાથે. સાગરચંદ્ર આદિ મરણ પામી યુગલિકપણે ઉત્પન થયા
કાળક્રમે સાગરચંદ્ર, પ્રિયદર્શન અને અકિદત્ત પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને તે ત્રણેય કાળધર્મ પામ્યા.
આ બૂઢીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ભારતમાં ગંગા-સિંધુની વચ્ચે મધ્યભાગમાં આ અવસર્પિણીને ત્રિી આ ઘણે વ્યતીત થયે છતે પહચયમને આઠમ ભાગ બાકી રહે છતે યુગલધામ વડે સાગરચંદ્ર અને પ્રિવાદના ઉત્પન્ન થયા.
કાળચકનું સ્વરૂપ પાંચ ભારત અને પાંચ એિરસ્વત ક્ષેત્રમાં કાળવ્યવસ્થાના કારણરૂપ બાર આરાવાળું કાળચક હોય છે. આવસર્પિણી અને ઉત્સર્પિણીના ભેદથી કાળ બે પ્રકારે છે. અવસર્પિણીના સુષમસુષમ આદિ છ આરાઓ છે. ત્યાં પ્રથમ સુષમસુષમ આરો ચાર કેડાછેડી સાગરોપમ પ્રમાણ એ સુષમ આ ત્રણ કેડાકે સાગરેપમ પ્રમાણુ છે,
Page #137
--------------------------------------------------------------------------
________________
ચૂંટ
શ્રી ઋષભનાથ ચરિત્ર
ત્રીજો સુષમદુષમ આરે એ કાડાકાડી સાગરોપમ પ્રમાણ છે, ચેાથા દુષમસુષમ આરા બેતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કડાકાડી સાગરોપમ પ્રમાણ છે, પાંચમા દુષમ આરા એકવીશ હજાર વર્ષ પ્રમાણ છે, છઠ્ઠો દુષમ દુષમ આશ પણ તેટલા એકવીશ હજાર વર્ષ પ્રમાણ છે.
જેમ અવસર્પિણીના છ આરા કહ્યા, તેવી રીતે તે જ પ્રતિલેામ (ઉલટા) ક્રમ વડે ઉત્સર્પિણીમાં પણ જાણવા. આ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણીનો ભેગા કરવાથી વીશ કાડાકોડી સાગરોપમ થાય છે.
14
તેમાં પ્રથમ આરામાં મનુષ્ણેા પણ પક્ષ્ચાપમ વિતવાળા, ત્રણ કેાશ ઊંચા, ચાથા,દિવસે ભેાજન કરનારા હાય છે. તે મનુષ્ચા સમચતુરસ્ર સંસ્થાનવાળા, વજ્રઋષભનારાચ સંઘયણવાળા, સ લક્ષણાથી લક્ષિત, સદા સુખવાળા, ક્રોધ-માન-માયા અને લાભ એ ચાર કષાચા જેના મંદ છે એવા, હુંમેશાં સ્વભાવથી અધના ત્યાગ કરનારા હોય છે.
તેને મદ્યાંગ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષા અહર્નિશ વાંછિત આપે છે. ત્યાં મદ્યાંગ વૃક્ષેા મદ્ય, ભગવૃક્ષા ભાજન, તુર્થાં ગદ્યક્ષેા વિવિધ પ્રકારનાં વાજિત્ર ઢીપશિખા અને જ્યાતિષ્ઠ વૃક્ષેા ઘણા ઉદ્યોત, ચિત્રાંગ વૃક્ષા વિવિધ પુષ્પો અને માળા, ચિત્રરસ વૃક્ષેા વિવિધ પ્રકારના ભાજય પદાર્થ, મણ્ડંગ ભૂષણા, ગેહકાર વ્રુક્ષા ઉત્તમ ગૃહ, અને અનગ્ન વૃક્ષા દિવ્ય વસ્ત્રો આપે છે.
વૃક્ષેા અનેક પ્રકારનાં
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૯૯
તે વખતે ત્યાં ભૂમિએ સાકરની જેવા સ્વાદવાળી હોય છે અને નદી આદિમાં પાછું પણ હંમેશાં અત્યંત મધુર હોય છે.
બીજા આરામાં મનુષ્ય બે પલ્યોપમના આયુષ્યવાળા, બે કોશ ઊંચા અને ત્રીજા દિવસે ભેજન કરનારા હેય છે. તે આરામાં કલ્પવૃક્ષે કાંઈક ઓછા પ્રભાવવાળા હોય છે, પાણી અને ભૂમિની મીઠાશ પણ પહેલા આરા કરતાં કાંઈક હીન થાય છે, આ આરામાં કાળક્રમે પૂર્વના : આરાની જેમ હીન–હીનતર બીજું સર્વ પણ થતું જાય છે.
ત્રીજા આરામાં મનુષ્ય એક પાપમના આયુષ્યવાળા, એક કોશ ઊંચા, બીજા દિવસે ભજન કરનારા હોય છે, આ આરામાં પૂર્વની જેમ દેહ–આયુ–ભૂમિની મધુરતા અને કલ્પવૃક્ષોને પ્રભાવ પણ હીન થાય છે.
પૂર્વના પ્રભાવથી રહિત ચોથા આરામાં મનુષ્ય ક્રોડપૂર્વના આયુષ્યવાળા, પાંચસે ધનુષ્ય ઊંચા હોય છે.
પાંચમા આરામાં સો વર્ષના આયુષ્યવાળા, સાત હાથ ઊંચા દેહવાળા મનુષ્ય હોય છે.
છઠ્ઠા આરામાં વળી સોળ વર્ષના આયુષ્યવાળા, એક હાથ ઊંચા મનુષ્ય હોય છે.
૧ ક્ષેત્ર સમાસ ગ્રંથમાં એકસે ત્રીસ વર્ષના આયુષ્યવાળા કહેલ છે.
૨ ક્ષેત્રસમાસ ગ્રંથમાં વીશ વર્ષના આયુષ્યવાળા પણ કહેલ છે. ૩ ક્ષેત્રસમાસ ગ્રંથમાં બે હાથ ઊંચાઈવાળા મનુષ્ય કહેલ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનામ ચરિત્ર
ઉત્સર્પિણીમાં પણ પદ્માનુપૂર્વી એ દુષમદુઃખમ વગેરે છ આરાએ આ પ્રકારે ાણવા.
૧૦૦
સાત કુક
પ્રથમ ફ્લિકર : વિવાહન
ત્રીજા આશના તે ઉત્પન્ન થવાથી તે સાગરચંદ્ર અને પ્રિયવ્રુના નવસે ધનુષ્ય ઊ ં, પક્ષ્ચાપમના દશમા ભાગના આયુષ્યવાળા, ઋષભનાાચ સંઘયણવાળા, સદ્ગુસ્સ સ ંસ્થાનવાળા યુગલધયી થયા.
ત્યાં સાગરચંદ્ર જાત્યસુવર્ણ સમાન કાંતિવાળા અને તેની ભાર્યાં પ્રિયંગુ (રાયણ) સમાન વણુ વાળી થઈ.
તે અશોકદત્ત પૂજન્મમાં કરેલ માયાડે તે જ સ્થાને શ્વેતત્રણની કાંતિવાળા ચાર દાંતવાળા ગજરાજ થયા.
એક વખત આમતેમ ભ્રમણ કરતાં તે હાથીએ પૂર્વજન્મના ષિત્ર તે યુગલિક પુરુષને જોચે. પૂર્વ જન્મના અભ્યાસના ચેાગે તેને તેની ઉપર સ્નેહ પ્રગટ થયેા. તે હાથીએ પેાતાની સૂંઢ વડે તેને ગ્રહણ કરીને સુખપૂર્ણાંક આલિંગન કરીને નહીં ઈચ્છવા છતાં પણ તેને પોતાના સ્કંધ ઉપર ચઢાળ્યેા. એક-ખીજાના દશનથી તે અનેને પૂર્વ જન્મનું સ્મરણ થયું (જાતિસ્મરણ થયું.)
બીજા યુલિકા ચાર દાંતવાળા હાથીના સ્કધ ઉપર ચોથા તેને ઈંટની જેમ લેતા હતા. શંખ, પુષ્પ,
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી રાષભનાથ ચરિત્ર
૧૧
અને ચંદ્ર સરખા વિમળ હાથી ઉપર ચઢયો તેથી યુગલિક મનુએ “આ વિમળવાહન છે એ પ્રમાણે તેનું નામ કહ્યું,
તે વિમળવાહન જાતિસ્મરણથી નીતિને જાણનાર, સ્વભાવથી ભદ્રક અને રૂપવાન હતું, તેથી સર્વ લેકે કરતા ચઢીયાતે થશે. કેટલાક સમય ગયા પછી કલ્પવૃક્ષને પ્રભાવ સંયમથી ભ્રષ્ટ થયેલા યતિઓની માફક મંદ થ. તેમજ તેવા પ્રકારના કાળના પ્રભાવથી યુગલિક જનને કલ્પવૃક્ષ ઉપર મમત્વ થયું. બીજાએ સ્વીકારેલા કલ્પવૃક્ષને
જ્યારે બીજે ગ્રહણ કરે ત્યારે પૂર્વના યુગલિક મનુષ્યને મોટે પરાભવ થતો હતો. તેઓ તેવા પ્રકારના પરાભવને પરસ્પર નહીં સહન કરતા પિતાનાથી અધિક ગુણવાળા વિમલવાહનને સ્વામી તરીકે સ્વીકાર કરતા હતા. સ્થવિર એ તે વિમળવાહન જાતિસ્મરણ જ્ઞાન વડે નીતિને જાણનારે યુગલિક મનુષ્યને કલ્પવૃક્ષે વહેંચીને આપે છે. ત્યાં જે જે બીજાના કલ્પવૃક્ષને ગ્રહણ કરવા વડે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેને શિક્ષા કરવા માટે તેણે હાકાર નીતિ સ્થાપના કરી. “હા! તારા વડે ખરાબ કરાયું” આ પ્રમાણે એવી જાતના દંડ વડે સમુદ્રની વેલાના પાણીની જેમ તે સુગલિકે મર્યાદાનું ઉલ્લંઘન કરતા ન હતા. તે હાકારદંડ વડે યુગલિકે “દંડ આદિ વડે મારવું સારું પણ હાકારરૂપ તિરસ્કાર સારે નહીં ? એમ માનતા હતા.
તે વિમળવાહનનું છ માસ પ્રમાણ આયુષ્ય બાકી
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
હતું, ત્યારે ચંદ્રયશા ભાર્યાએ એક મિથુનને જન્મ આપે. તે સ્ત્રી-પુરુષ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા, પ્રથમ સંઘયણવાળા, પ્રથમ સંસ્થાનવાળા, શ્યામ વર્ણવાળા, આઠસો ધનુષ્ય ઊંચા, માત-પિતા વડે “ચક્ષુબ્બાન અને ચંદ્રકાંતા એ પ્રમાણે અપાયેલ નામવાળા વધવા લાગ્યા. છ માસ સુધી તે પુત્ર-પુત્રી રૂપ યુગલનું પાલન કરીને જરા અને રોગરહિત એવા તે મૃત્યુ પામીને વિમલવાહન સુવર્ણકુમારમાં અને ચંદ્રયશા નાગકુમારમાં ઉત્પન્ન થયા. તે હાથી પણ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાં જ નાગકુમારમાં ઉત્પન્ન થયે.
બીજો કુલકર : ચક્ષુષ્માન, હવે ચક્ષુષ્યાનું પણ વિમળવાહનની પેઠે યુગલિક મનુષ્યને મર્યાદામાં રાખતા હતા. અંતિમ સમય પ્રાપ્ત થશે છતાં ચક્ષુષ્માન અને ચંદ્રકાંતાને યશસ્વી અને સુરૂપ નામે યુગલિકરૂપે પુત્ર-પુત્રી ઉત્પન્ન થયા. તેઓ પણ પૂર્વની જેમ સંઘયણ સંસ્થાન અને વર્ણ વડે સરખા, પૂર્વથી કાંઈક ઓછા આયુષ્યવાળા, અનુક્રમે વૃદ્ધિ પામ્યા. હંમેશાં સાથે ફરતા, કાંતિવાળા, સાતસો ધનુષ્ય ઊંચા, તેઓ યુગલિક મનુષ્યોની વચ્ચે તેરણ અને સ્તંભના. વિલાસને પામતા હતા. કાળક્રમે કાળ ધર્મ પામીને ચક્ષુખાન સુવર્ણકુમારમાં અને ચંદ્રકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થયા.
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૦૩
ત્રીજો ફુલકર : યશસ્વી
તે પછી યશસ્વી પિતાની માફક સ` યુગલિકાને જેમ ગેાવાળે ગાયાને પાળે તેમ પાળતા હતા. હવે હવે યુગલિક મનુQા ક્રમે કરીને હાકારનીતિનું ઉલ્લ ઘન કરવા લાગ્યા. તેમેને શિક્ષા દેવા માટે યશસ્વી કુલકરે ‘મા’ કારનીતિ કરી. ‘એક ઔષધથી અસાધ્ય એવા રાગમાં બીજું ઔષધ આપવું જ જોઈએ.' તે મહામતિ અલ્પ અપરાધમાં પ્રથમ નીતિને, મધ્ય અપરાધમાં બીજી નીતિને અને મોટા અપરાધમાં અને નીતિઓના ઉપચાગ કરતા તા. પ ત સમયે યશસ્વી અને સુરૂપાને તેએ કરતાં કાંઈક ન્યૂન આયુષ્યવાળા યુગલરૂપ સ્ત્રી-પુરુષ સાથે ઉત્પન્ન થયા. તેઓએ ચંદ્ર જેવા ઉજ્જવલપણાથી પુત્રનું અભિચંદ્ર અને પુત્રીનુ પ્રિય’ગુસમાન વર્ણવાળી હાવાથી પ્રતિરૂપા એ પ્રમાણે નામ કયું. પિતા કરતાં અલ્પ આયુષ્યવાળા સાડા છસે ધનુષ્ય ઊંચા અનુક્રમે તેઓ વૃદ્ધિ પામ્યા. પરિપૂર્ણ આયુષ્યવાળા યશસ્વી ઉદધિકુમારમાં અને સુરૂપા નાગ કુમારમાં ઉત્પન્ન થયા.
ચોથા કુલકર : અભિચડ
અભિચંદ્ર પણ પિતાની જેમ સવ^ યુગલિક મનુષ્યોને તે મર્યાદા વડે હાકાર અને માકારનીતિ વડે શાસન કરતા હતા. 'તકાલે પ્રતિરૂપાએ પણ મિથુનને જન્મ આપ્ચા. માત-પિતાએ પુત્રનું નામ પ્રસેનજિત્ અને પુત્રીનું નામ ચક્ષુષ્કાંતા સ્થાપન કર્યું. તેએ પણ માત-પિતા કરતાં
Page #143
--------------------------------------------------------------------------
________________
૦૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ન્યૂન આયુષ્યવાળા તમાલવૃક્ષની જેમ શ્યામ કાંતિવાળા, છો. ધનુષ્ય ઊ ંચાઈને વારણ કરતાં અનુક્રમે વૃદ્ધિ પામ્યા. અભિચંદ્ર પણ છેવટે મરીને યકુિમારમાં અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થયા.
પાંચમા
ર : પ્રસેનજિત્
'
પ્રસેનજિત તેવી જ રીતે યુગલિક મનુષ્ચાના સ્વામી થયા. ‘મહાપુરુષના પુત્ર ઘણું કરીને મહાપુરુષ જ થાય છે’ જેવી રીતે કામપીડિત મનુષ્ચા લજ્જા અને મર્યાદાનુ ઊલ ધન કરે તેમ તે વખતે યુગલિક મનુષ્યેા હાકારનીતિ અને સાકારનીતિનુ ઉલ્લુ ધન કરે છે, તેથી પ્રસેનજિતે અનાચારરૂપી મહાભૂતને ત્રાસ પમાડવામાં મ`ત્રાક્ષર સરખી આ ધિક્કારનીતિને કરી. નીતિમાં કુશળ એવે તે, તે શુ નીતિ વડે સર્વાં યુગલિકજના ઉપર શાસન કરતા હતા, તે પછી છેલ્લા કાળમાં ચક્ષુષ્ટાંતાએ પણ કોઈક ન્યૂન આયુષવાળા પાંચસે પશ્ચાસ ધનુષ્યની ઊંચાઈવાળા મિથુન જોડલાને જન્મ આપ્યા. તે પણ સાથે જ વધવા લાગ્યા. પુત્ર મરુદેવ નામે, અને પુત્રી શ્રીકાંતા નામે તે અને લેાકમાં પ્રસિદ્ધિ પામ્યા. પ્રિયંગુવણુ વાળી પત્ની વડે સુવણ સરખી કાંતિવાળા મરુદેવ, નંદનવનની વૃક્ષ શ્રેણી વડે નકાચલ (મેરુ પ°ત)ની જેમ શોભતા હતેા. તે પણ પય તે મરણ પામીને પ્રસેનજિત દ્વીપકુમારમાં અને ચક્ષુષ્ટાંતા વળી નાગકુમારમાં ઉત્પન્ન થયા.
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી રામનાથ ચરિત્ર
૧૦૫
છઠ્ઠો કુલકર : મરુદેવ મરુદેવ પણ તે જ નીતિના કેમવડે સર્વ યુગલિક મનુષ્ય ઉપર શાસન કરતો હતો, પર્યતે શ્રીકાંતાએ નાભિ અને મરુદેવા નામના યુગલને જન્મ આપે, તેઓ પાંચસો પચીશ ધનુષ્યની ઊંચાઈવાળા સાથે જ વધવા લાગ્યા. પ્રિયંગુ (રાયણ) સરખા વર્ણવાળી મરુદેવા અને જાંબૂનદ (સુવર્ણ) સરખા વર્ણવાળે નાભિ, માતાપિતાના ગુણો વડે તેઓના જ પ્રતિબિંબ હોય તેમ શેભતા હતા. શ્રીકાંતા અને મરુદેવ કરતાં તેઓનું આયુષ્ય કાંઈક ઓછું સંખ્યાના પૂર્વ પ્રમાણ હતું. હવે મરુ દેવ કાળધર્મ પામીને દ્વીપકુમારમાં અને શ્રીકાંતા પણ તે જ વખતે નાગકુમારમાં ગયા.
સાતમે કુલકર : નાભિ યુગલિક મનુષ્યમાં સાતમા કુલકર નાભિ થયા. તે પણ પૂર્વની જેમ યુગલિક મનુષ્યને ત્રણ નીતિવડે શાસન કરવા પ્રવૃત્ત થયા.
ઋષભદેવ પ્રભુનું વન તે વખતે ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને નેવ્યાશી પખવાડીઆ બાકી રહે છતાં આષાઢ વદિ ચોથને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવ્યું છતાં શ્રી વજનાભને જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવને શ્રી નાભિકુલકરની ભાર્યા મરુદેવીના ઉદરમાં અવતર્યા.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેના અવતાર વખતે ત્રણે ય લેાકના પ્રાણીઓને દુ:ખનો છેદ થવાથી ક્ષણવાર સુખ અને માટે ઉદ્યોત થયેા. તેના અવતારની રાત્રિએ વાસભવનમાં સૂખપૂર્વક સૂતેલા મરુદેવીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં.
શ્વેત
ત્યાં પ્રથમ સ્વપ્નમાં પુષ્ટ સ્કધવાળા, દી સરળ પુચ્છવાળા, સુવણૅની ઘુઘરીઓની માળાથી વિરાજિત વૃષભ જોચેા. ૧. ખીજા સ્વપ્નમાં ચાર દાંતવાળા, વણુ વાળા, અનુક્રમે ઉન્નત, ઝરતા મદથી શાલતા હાથી. ૨. ત્રીજા સ્વપ્નમાં પીત નેત્રવાળા, દીર્ઘ જીભવાળા, ચપલ કેસરાવાળો સિંહ. ૩. ચાથા સ્વપ્નમાં પદ્મદ્રહમાં કમળમાં નિવાસ કરનારી, પૂર્ણ ચંદ્ર સરખા નેત્રવાળી, દિગ્ગજોની પુષ્ટ મેટી સૂ'થી અભિષેક કરાતી લક્ષ્મી દેવી. ૪, પાંચમા સ્વપ્નમાં વિવિધ પ્રકારના કલ્પવૃક્ષાના પુષ્પથી ગૂંથેલી માળા. પ. છઠ્ઠા સ્વપ્નમાં પેાતાના મુખના પ્રતિબિંબ જેવા, આનંદને ઉત્પન્ન કરનારા, કાંતિના સમૂહ દિશા–મ`ડળને પ્રકાશિત કરનારા ચંદ્રમ’ડળ. ૬. સાતમા સ્વપ્નમાં અંધકારના સમૂહને દૂર કરનારા, રાત્રિમાં પણ દિવસના ભ્રમને કરાવનાર, હજાર કિરણાથી શેશભતા સૂર્યાં. ૭. આઠમા સ્વપ્નમાં ઘૂઘરીઓની જાળથી શાભતી ચલાયમાન ધ્વજાઓ વડે શે।ભતા મહાવજ. ૮. નવમા સ્વપ્નમાં જાત્યસુવણું થી ઉજજવળ રૂપવાળા, સમુદ્રમ’થનથી નીકળતા અમૃતકુંભ સરખા પૂર્ણ કુંભ. ૯. દશમા સ્વપ્નમાં ભ્રમરના શબ્દવાળા કમળા વડે પ્રથમ તી કરની સ્તુતિ કરવા માટે અનેક મુખવાળું થયું હોય એવુ· માટુ” પદ્મ સરોવર.
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૦૭
૧૦. અગ્યારમા સ્વપ્નમાં ભૂમિ ઉપર વિસ્તાર પામેલા શરદઋતુની મેઘમાળાની શેભાને ચોરનાર, તરંગોના સમૂહ વડે મનને આનંદ પમાડનાર ક્ષીરસમુદ્ર. ૧૧. બારમા સ્વપ્નમાં દેવપણામાં જ્યાં ભગવાન રહ્યા હતા, તે અહીં પણ પૂર્વના સ્નેહ વડે આવ્યું હોય તેવું, અમિત પ્રભા વડે શોભનું શ્રેષ્ઠ વિમાન. ૧૨. તેરમા સ્વપ્નમાં પૃથ્વીતળ ઉપર રહેલ, ઊંચે આકાશમંડળને પ્રકાશિત કરતે, તારાએને સમૂહ કેઈક સ્થળેથી એકત્ર મળ્યું હોય એ, સમૂહરૂપે થયેલ નિર્મળ કાંતિવાળો મોટે રત્ન પુંજ. ૧૩. ચૌદમા સ્વપ્નમાં તેજસ્વી પદાર્થોના એકઠા થયેલા તેજ જેવો ઘૂમરહિત અગ્નિ. ૧૪. આ પ્રમાણે આ ચૌદ મહાસ્વએ શરદજાતુના ચંદ્ર સમાન મુખવાળી મરુદેવીના મુખકમળમાં અનુક્રમે પ્રવેશ કર્યો. રાત્રિના વિરામ સમયે સ્વામિની મરુદેવી પણ સ્વપ્નને અંતે વિસ્મિત મુખવાળી જાગૃત થયા. તે પછી તે મરુદેવી હૃદયમાં નહીં સમાતા હર્ષને બહાર કાઢતી હોય તેમ કમળ અક્ષરોથી તે પ્રમાણે જ તે સ્વપનો નાભિકુલકરને કહ્યા. મરુદેવાને નાભિરાજા તથા ઇદ્રોએ કહેલ સ્વપ્નનું ફળ
હે દેવી! તમને ઉત્તમ કુલકર પુત્ર થશે” એમ કહીને નાભિકુલકર પિતાની સરળતા પ્રમાણે સ્વપ્નને અર્થ વિચારવા પ્રવર્યા. તે વખતે ઈંદ્રોના આસન સ્થિર હોવા છતાં પણ તે વખતે કંપાયમાન થયા. “અકસ્માતુ અમારા આસને કેમ કંપાયમાન થયા?” એ પ્રમાણે ઇદ્રોએ અવધિજ્ઞાન વડે ઉપગ આપીને તે જાણ્યું.
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રી બાપાના ચરિત્ર
તે સમયે ભગવંતની માતાના સ્વનેના અર્થ કહેવા માટે સંકેત કરેલા મિત્રોની જેમ જ ત્યાં આવ્યા. તે પછી વિનય વડે અંજલિ કરીને ઈદ્રો સ્વપ્નને અર્થ પ્રગટપણે કહેવા લાગ્યા :
હે સ્વામિની! સ્વપ્નમાં વૃષભ જેવાથી તમારે પુત્ર મેહરૂપી કાદવમાં ખૂંચેલા ધર્મરૂપી રથને બહાર કાઢવામાં સમર્થ થશે. ૧
હાથીને જેવાથી તમારે પુત્ર મોટાઓ કરતાં પણ મોટા મહાપરાક્રમનું એક સ્થાન થશે. ૨
સિંહને જેવાથી ધીર, સર્વત્ર ભયરહિત, શુર અખલિત પક્ષકમવાળે પુરુષસિંહ થશે ૩
શ્રીદેવીને લેવાથી તમારો પુત્ર ત્રણેય લેના એશ્વર્યાની લક્ષમને નાથ થશે. ૪
સ્વપ્નમાં માળા જેવાથી સર્વ લેકને પુષ્પમાળાની જેમ મસ્તક વડે વહન કસ્વા લાયક છે શાસન જેનું એ થશે. ૫
પૂર્ણ ચંદ્રને જેવાથી જગતના નેત્રોને આનંદ કરનાર, -મનહર તમારે પુત્ર થશે. ૬
સૂર્યના દર્શનથી મેહરૂપી અંધકારને નાશ કરનાર, જગતના ભાવેને ઉોત કરનાર થશે. ૭
મહાવજાને જેવાથી મહાવંશની સ્થાપના કરનાર ધર્મધ્વજવાળે થશે. ૮
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી ઇષભનામ ચરિત્ર
૧૨ પૂર્ણકુંભને લેવાથી સફળ અતિશનું પવિત્ર પાત્ર થશે. ૯
પાસરાવર જેવાથી સંસારરૂપી અટવીમાં પડેલા પ્રાણીઓના તાપને હરણ સ્પે. ૧૦
ક્ષીરસમુદ્રને રહેવાથી પસંભવ ન પામે એ આદરણીય થશે. ૧૧
વિમાન જેવાથી તમારા પુત્ર ત્રણ જુવાવને સ્વામી, વૈમાનિક દેથી પણ સેવાશે. ૧૨
કુરાયમાન કાંતિવાળા રત્નપુંજને જેવાથી તમારે પુત્ર સર્વ ગુણરૂપી રત્નની ખાણરૂપ થશે. ૧૩
નિધૂમ અગ્નિ જેવાથી તમારે પુત્ર અન્ય તેજ-- સ્વીઓના તેજને દૂર કરશે. ૧૪
હે સ્વામિની! આ ચૌદ સ્વપ્ન વડે તમારો પુત્ર ચૌદ રાજ પ્રમાણ લેકના અગ્રભાગે રહેશે. એ પ્રમાણે સામુદાયિક ફળ છે.
આ પ્રમાણે સ્વપ્નો અથ કહીને મરુદેવા સ્વામિનીને પ્રણામ કરીને દેવેન્દ્રો પિત–પિતાના સ્થાને ગયા. ઇંદ્રોવડે સ્વપ્નના અર્થ કહેવા રૂપ અમૃત વડે સિંચન. કરાયેલી તે મરુદેવા મેઘવડે સિંચન કરાયેલ પૃથ્વીની. જેમ ઉલ્લાસ પામ્યા.
ગરભાવ: 8ષભજિન જન્મ તે ગર્ભવતે મરુદેવ, સૂર્ય વડે રિલાજી જેમ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેાતીવડે છીપની જેમ, સિ'હુવરે ગિરિકદરાની જેમ શેભવા લાગ્યા. સ્વાભાવિક રાયણ જેવા શ્યામવણુ વાળા હાવા છતાં પણ તે શરદઋતુ વડે મેઘમાળાની જેમ પાંડુરપણાને (શ્વેતવણુ ને) પામ્યા.
ત્રણ લેાકમાં મહાસારભૂત ગભને ધારણ કરતી તે ખેદ ન પામી. • ગવાસી અરિહંતોનો તે અનુપમ પ્રભાવ જ છે.’ મરુદેવાના ઉદરમાં ધીમે ધીમે ગ ગુપ્તપણે વધવા લાગ્યા. ભગવંતના પ્રભાવથી સ્વામિની વિશેષપણે વિશ્વવત્સલ થયા. નાભિકુલકર પણ સ` યુગલિક મનુવ્યેાને પિતા કરતાં પણ અધિક માનનીય થયા. કલ્પવૃક્ષે પણ, સ્વામીના પ્રભાવથી વિશિષ્ટ પ્રભાવવાળા થયા.' કારણ કે શરત્કાળના પ્રભાવથી ચંદ્રનાં કિરણેા અધિક શોભાવાળા થાય છે,' જેવી રીતે વર્ષાઋતુ આવવાથી ચારે તરફથી સંતાપ શાંત થાય છે, તેવી રીતે ભગવતના પ્રભાવથી પૃથ્વી પણ. ઉપશાંત થયા છે તિય``ચા અને મનુબ્યાનાં ઔર જેમાં એવી થાય છે.
તે પછી તે મરુદેવા નવ માસ અને સાડા સાત દિવસ ગયે છતે રૌત્ર વદિ આઠમને દિવસે મધ્યરાત્રિએ ગ્રહે ઉચ્ચસ્થાનમાં રહે છતે, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર પ્રાપ્ત થયે છતે યુગલિક પુત્રને જન્મ આપ્યા. તે વખતે દિશાએ જાણે હ વડે પ્રસન્ન થઈ. લેાક ક્રીડા કરવામાં -તત્પર થયા. ઉપપાતશય્યામાં ઉત્પન્ન થયેલ દેવની જેમ જરાયુ,લાહી આદિ કલંકથી રહિત તે શય્યામાં શાભતા હતા,
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૧૧
તે વખતે જગતના નેત્રને ચમત્કાર કરનાર, અંધકારનો વિનાશ કરનાર, વિજળીના પ્રકાશની જેવા ઉદ્યોત ત્રણે ય લાકમાં થયા. મેઘ સરખા ગંભીર નિવાળા દુંદુભિ આકાશમાં પેાતાની મેળે જ વાગવા લાગ્યું. તે વખતે તિય` ચ, મનુષ્ય અને દેવાને, તેમ જ સવે જેણે સુખ પ્રાપ્ત કર્યુ નથી એવા નારકેાને પણ ક્ષણવાર સુખ થાય છે. પૃથ્વીની ઉપર મઢ મં ફેલાતા વાયુએ ચાકરની માફક પૃથ્વીની રજને દૂર કરી, મેઘાએ વસ્રની વૃષ્ટિ અને સુગધી જળની વૃષ્ટિ કરી અને પૃથ્વી ઉલ્લાસ
પામી.
૫૬ દિકુમારિકાઓએ કરેલા જન્મમહોત્સવ હવે અધેાલાકમાં નિવાસ નરનારી આઠ દિક્કુમારિકાએ આસન ચલાયમાન થવાથી તરત જ સૂતિકાગૃહમાં આવી. તે આ પ્રમાણે છે :
भोगकरा भोगवई, सुभोगा भोगमालिणी । तोयधरा विचित्ता य, पुण्फमाला अर्णिदिया ॥१॥
ભાગકરા, ભાગવતી, સુભાગા, ભાગમાલિની, તેાયધારા, વિચિત્રા, પુષ્પમાળા અને આન‘દ્વિતા.’ ૧
66
ત્યાં પ્રથમ તીર્થંકર અને તીર્થંકરની માતાને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કરીને આ પ્રમાણે કહે છે :
“ હે જગતની માતા ! જગતને જ્ઞાનદ્વીપક આપનારી! તમને નમસ્કાર હા. અમે .. આઠ . અધેાલાકમાં વસનારી
Page #151
--------------------------------------------------------------------------
________________
L
શ્રી ઋષભનામ ચરિત્ર
દિકુભારીએ અવધિજ્ઞાનથી તીર્થંકરના પવિત્ર જન્મને હીને જિનેવા જન્મમહાત્સવ કરવા માટે અહી આવેલ છીએ. તેથી તમારે ભય પામયેા નહી ૧ એ પ્રમાણે કહીને ઈશાન ભ્રૂણામાં ઊભી રહી, અને પૂર્વ દિશા સન્મુખ એક હૅર સ્તબથી ચુક્ત સૂતિકાઘર કરે છે. વળી તેઓ સૂતિકાઘરની ચારે બાજુથી એક ચેાજન ભૂમિ સુધી કાંકરા ક્રાંટા વગેરેને સંવતક વાયુ વડે દૂર કરે છે. પછી મથક વાયુને સહુરીને, ભગવંતને પ્રણામ કરીને તેમની નજીક બેસીને ભગવ'તના ગુણા ગાતી રહે છે.
તેવી રીતે ઉલેાકમાં નિવાસ કરનારી મેરુપવ ત ઉપર રહેલી આઠ કૂિકુમારીએ આસનક પથી જિનેશ્વરને જન્મ જાણીને ત્યાં આવી. તેઓનાં નામ :मेरा मेहवई, सुमेधा मेहमालिणी । सुवच्छा वच्छमित्ता य, वारिसेणा बलाहका ॥२॥
“ મેઘ'કરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વાષિણા અને ખલાહકા.’” ૨
તેઓ જિનને અને જિનમાતાને નમસ્કાર કરી, સ્તુતિ કરીને આકાશમાં જલદી મેઘપટલ વિદ્ભવે છે. વિકીને સુગધી જળ વડે સૂતિકાધરની ચારે તરફ એક ચેાજન સુધી રજના સમૂહને શમાવી દે છે. તે પછી પૃથ્વી ઉપર પાંચ વષ્ણુના પુષ્પાથી જાનુપ્રમાણ વૃષ્ટિ કરે છે તેમ જ તીરના નિળ સુક્ષ્માને ગાતી હુ ના પ્રાણ થી શાળતી ચર્ચિત સ્થાને ઊભી રહે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી કષભનાથ ચરિત્ર
૧૧૪
પૂર્વક પર્વત ઉપરથી આઠ દિકુમારીએ પણ વિમાને સાથે ત્યાં આવી. તેઓનાં નામ – नंदा य उत्तरानंदा, आणंदा नंदिवद्धणा । विजया वेजयंती अ, जयंती चापसइआः ॥शा
“નંદા, ઉત્તસનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. ૩
તેઓ પ્રભુ અને મરુદેવાને નમસ્કાર કરીને પૂર્વની જેમ કહીને હાથમાં દર્પણ સખી, મંગળને ગાતી પૂર્વદિશામાં ઊભી રહે છે
દક્ષિણ રુચક પર્વત ઉપર રહેલી આઠ દિકુમારીઓ હર્ષ વડે ત્યાં આવી. તેઓનાં નામે – समाहारा सुपयत्ता, सुप्पबुद्धा जसोहरा । लच्छीवई सेसवई, चित्तगुत्ता वसुंधरा ॥४॥
“સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા” ૪
તેઓ જિનેશ્વર અને જિનમાતાને પ્રણામ કરીને પૂર્વની જેમ નિવેદન કરીને, હાથમાં કળશ રાખી, જિનગુણ ગાતી દક્ષિણ દિશામાં ઊભી રહે છે.
પશ્ચિમ રુચક પર્વત ઉપર નિવાસ કરનરી આઠ દિશાકુમારી ભક્તિ વડે પરસ્પર સ્પર્ધા કરતી આવી તેઓનાં નામે –...
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
इलादेवी सुरादेवी, पुढवी पउमावई । एगनासा नवमिगा, भद्दा सीयत्ति नामओ ||५॥
“ ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા નામથી છે.” પ
તેઓ જિનવર અને જિનવરની માતાને પ્રણામ કરીને પૂર્વાંની જેમ વિજ્ઞપ્તિ કરીને હાથમાં પંખા લઈને જિનેકના ગુણો ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહે છે.
ઉત્તર રુચક પત ઉપરથી આઠ દિશાકુમારી પણ અભિયાગિક દેવાએ વિષુવેલા વિમાના સાથે જલદી ત્યાં આવી. તેઆનાં નામેા :
अलंबुसा मिस्सकेसी, पुंडरीगा य वारुणी । हासा सव्वपहा चेव, सिरी हिरि ति नामओ ॥६॥
“ અલ'જીસા, મિશ્રકેશી, પુ'ડરીકા, વારુણી, હાસા, સવ°પ્રભા, શ્રી અને હી એ પ્રમાણે નામથી છે” ૬
તે જિનેન્દ્ર અને જિનેન્દ્રની માતાને નમીને પૂની જેમ કહીને ગાયન કરતી હાથમાં ચામર ધારણ કરી ઉત્તરદિશામાં ઊભી રહે છે.
રુચકગિરિની વિદિશામાંથી ચાર દિશાકુમારીએ આવી. તેઓનાં નામે :
चिता चित्तकणगा, सएरा सोतामणी तहा।
66
ચિત્રા, ચિત્રકનકા, સતેરા, તેમજ સૌત્તામણી.”
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૧૫
તેઓ જિન અને જિનમાતાને પ્રણામ કરી, તેમજ વિજ્ઞપ્તિ કરીને હાથમાં દીપક રાખી, જિનગુણગાતી ઈશાન આદિ વિદિશાઓમાં ઊભી રહે છે. ' વળી ચાર દિશાકુમારી રુચકદ્વીપમાંથી આવી, તેઓનાં નામ :रूवा रूवासिगा यावि, सुरूवा रूवगावई ॥७॥ - “રૂપ, રૂપાસિકા, સુરૂપ, અને રૂપકાવતી” ૭
તેઓ ચાર અંગુલ વજીને જિનવરના નાભિનાલને છેદીને ખાડાની અંદર નાંખે છે, તે ખાડાને રત્ન વડે પૂરીને તેની ઉપર દુર્વાવડે પીઠિકાબંધ કરે છે. વળી તેઓ જિનવરના જન્મગૃહથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તરદિશામાં ત્રણ શ્રીગૃહ જેવા કદલીગૃહ વિક છે. તે દરેકની અંદર સિંહાસનથી વિભૂષિત વિશાળ ચોતરે બનાવે છે. - તે પછી તેઓ જિનેશ્વરને હાથની અંજલિમાં સ્થાપન કરીને માતાને દાસીની જેમ હાથનો ટેકે આપી દક્ષિણ ચાતરા ઉપર લઈ જાય છે. જિનને અને જિનમાતાને સિંહાસન ઉપર બેસાડી તેઓ સુગધી લક્ષપાક તલ વડે અત્યંગ કરે છે. તે પછી ઘણા આનંદથી પ્રમુદિત થઈ તેઓ દિવ્ય ઉદ્દવન વડે બનેને ઉવર્તન કરે છે, તે પછી પૂર્વદિશાના ચેહરા ઉપર લઈ જઈને સિંહાસન ઉપર તે બન્નેને બેસાડીને નિર્મળ સુધી જળવડે
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રી ઇષભનાથ ચરિત્ર
નહવરાવે છે, પછી ગંધકષાય વસ્ત્રવડે તેઓના અંગેને સાફ કરે છે. તે પછી ગોશીર્ષચંદનના રસ વડે વિલેપાર કરે છે. દેવદૂષ્ય વસ્ત્રો અને વિજળીના પ્રકાશ, સરખા વિચિત્ર આભરણે તે બંનેને પહેરાવે છે. પછી ઉત્તરદિશાના ચોતરા ઉપર લઈ જઈને સિંહાસન ઉપર ભગવતઃ અને ભગવંતની માતાને બેસાડે છે. તે પછી ચુદ્ઘહિમવંત પર્વત ઉપસ્થી અભિયોગિક દેવ પાસે ગશીર્ષચંદનના કાષ્ટ મંગાવે છે. તે પછી અરણકાષ્ઠ વડે અગ્નિ ઉત્પન્ન કરીને શીર્ષચંદન વડે હેમ કરીને તે અગ્નિની ભમ વડે રક્ષાપોટલી તેઓને બાંધે છે, “પર્વત સમાન આયુવાળા થાઓ.” એ પ્રમાણે કહીને તેઓ પ્રભુના કાનની પાસે બે પત્થરના ગેળાઓ પરસ્પર આસ્ફાલન કરે છે. તે પછી પ્રભુને અને મરુદેવાને સૂતિકાભવનમાં શમ્યા ઉપર સ્થાપન કરીને મંગળ ગાતી તેઓ ઊભી રહે છે.
આ દિકુમારિકાઓ ચાર હજાર સામાનિક દે, ચાર મહત્તરાદેવીઓ, સોળ હજાર અંગરક્ષક, સાત સૈન્ય, સાત સેનાધિપતિ, અને અન્ય મહર્થિક દેવે સાથે રાલિંગિક દેવોએ વિકલા જન પ્રમાણ વિમાને વડે જિનેશ્વરના જન્મગૃહને વિષે આવે છે.
(દિકકુમારીઓએ કરેલ જન્મત્સવ સમાપ્ત)
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચણિ
સૌધર્માધિપતિનુ મિજન્મગ્રહથી જયંને લઈને મેરુપર્વત ઉપર ગમન
૭
હવે તે વખતે શાશ્વત ઘટાઓના ગુરણ શબ્દ સ્વના વિમાનામાં થા. તેથી પતના મૂળ જેવા અચળ એવાં પણ આસનેા પાયમાન થયાં અને 'સ'ભ્રમથી હૃદચેા પણ કપાચમાન થયા. તેથી સૌધર્માધિપતિ કેપના આટેપથી લાલ નેત્રવાળા, લલાટપટ્ટમાં ઘડેલી છૂટીથી વિકટ -મુખવાળા, આજ્યને કપાવતા, એક પગ વડે આસનને સ્થિર કરવા જાણે ઉશ્વાસ લેતા, '' આજે યમરાજાએ કેને પત્ર મેક્લ્યા ?’એ પ્રમાણે ખેલતા વને ગ્રહણ કરે છે.
તે વખતે ક્રોધ પામેલા સિ ંહ સંરખા ઇંદ્રને જોઈ, સેનાધિપતિ તેને નમસ્કાર કરી વિન ંતિ કરે છે કે હું સ્વામિન! હું સેવક હાવા છતાં આવા આવેશ કેમ ? આદેશ કરેા, તમારા કયા શત્રુને હણું ?
તે પછી ઇંદ્ર અવધિજ્ઞાન વડે પ્રથમ જિનેશ્વરના જન્મ જાણીને, ચાર્લ્સેા ગયેા છે ક્રોધ જેના એવે ક્ષણવારમાં પ્રસન્ન મનવાળા, · મેં અનુચિત વિચાયું, મને ધિક્કાર હા, મારું દુષ્કૃત મિથ્યા થા ' એ પ્રમાણે ખેલતા ઇંદ્ર સિહાસનને ત્યાગ કરે છે. ત્યાગ કરીને સાત-આઠ પગલાં જઈ ને, મસ્તકે અલિ કરીને, ડાબે ઢી'ચણુ ભૂમિ ઉપર ન અડે એવી રીતે સ્થાપન કરે છે અને જમણા ઢીંચણને પૃથ્વીતળ ઉપર સ્થાપન કરીને, ત્રણ વખત મસ્તકને પૃથ્વીતળ ઉપર સ્થાપન કરીને, અરિહંતને નમસ્કાર કરીને, રામાંચિત દેહવાળા સ્તુતિ કરે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
“હે તીર્થનાથ ! ત્રિલોકનાથ ! કૃપારસ સાગર! શ્રી નાભિનંદન ! હે ભગવંત! તમેને નમસ્કાર થાઓ. જન્મથી મતિજ્ઞાન આદિ ત્રણ જ્ઞાન વડે તમે શેભે છે. હે દેવ ! આ ભરતક્ષેત્ર ત્રણેય લેકના મુકુટ સરખા તમારા વડે અલંકૃત થયું છે, તેથી આજે સ્વર્ગ કરતાં પણ ચઢીયાતું છે. હે જગતના નાથ ! તમારા જનકલ્યાણકના મહોત્સવથી પવિત્ર દિવસ પણ તમારી જેમ જીવનપર્યતા વંદનીય છે. હે પ્રભુ! તમારા જન્મ કાર્ય વડે નારકોને પણ સુખ થાય છે. “અરિહતેન ઉદય કોના સંતાપ દૂર કરનાર ન થાય?” હે પ્રભુ ! તમારા ચરણકમળને પામીને હમણું કેણ સંસાર સમુદ્રને તરશે નહીં? અરણ્યમાં કલ્પવૃક્ષની જેમ, મરૂભૂમિમાં નદીના પ્રવાહની જેમ, હે ભગવંત! લેકના પુણ્ય વડે ભરત ક્ષેત્રમાં તમે અવતર્યા. છે.”
આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરીને સૌધર્માધિપતિએ હરિનગમેષિ નામના પાયદળ સૈન્યના અધિપતિને આ પ્રમાણે કહ્યું –જબૂદ્વીપમાં દક્ષિણ ભારતમાં મધ્યખંડમાં મધ્યભૂમિ ભાગમાં નાભિકુલકરની પત્ની મરુદેવાના પુત્ર પ્રથમ તીર્થકર ઉત્પન્ન થયા છે. તેથી તેના જન્મમહત્સવ માટે સર્વ દેવેને બેલા.
તે પછી તે સેનાધિપતિ એક જન પ્રમાણ ઘેરાવાવાળી, અતિ અદ્દભુત સ્વરવાળી સુષા નામની ઘંટાને ત્રણ વખત ઉછાળતા વગાડે છે, તે પછી તે ઘંટાના
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૧૯
પ્રચંડ ઘાષના પડઘા વડે સૌધમ દેવલાકની બીજી એકન્યૂન ખત્રીશ લાખ ઘટા રણરણ શબ્દ કરવા લાગી. તેને પ્રતિરવ સર્વત્ર વિસ્તાર પામ્યા.
તે વખતે પચવિધ વિષયમાં આસક્ત દેવા તે શબ્દ વડે ‘આ શું?’ એ પ્રમાણે સંભ્રાંત થયેલા સાવધાન થયા. દેવે સાવધાન થયે છતે તે સેનાધિપતિ મેઘની ગર્જના સરખા ગંભીર શબ્દથી ઇંદ્રની આજ્ઞા કહે છે કેહું દેવે ! દેવી વગેરેના પરિવારથી યુક્ત એવા તમને સને અલ‘ઘ્યશાસનવાળા સૌધમ દેવલાકના અધિપતિ શક્ર આ પ્રમાણે આદેશ કરે છે કે-જમૃદ્વીપના દક્ષિણ ભરતમાં મધ્યખંડમાં નાભિકુલકરના ઘરે પ્રથમ તીથ કર ઉત્પન્ન થયા છે, ત્યાં તે પ્રભુના જન્મકલ્યાણકના મહેાત્સવ કરવાની ઇચ્છા વડે જવા માટે અમારી જેમ તમે ઉતાવળ કરા, કારણ કે ‘ આનાથી ખીજું કાંઈ અધિક કાય નથી.”
ક
એ પ્રમાણે હરિનંગમેષિના વચનથી પ્રભુના જન્મ મહાત્સવને જાણીને કેટલાક અરિહંત તરફના ભક્તિભાવથી, કેટલાક ઇંદ્રની આજ્ઞાથી, કેટલાક સ્ત્રીઓએ પ્રેરણા કરવાથી, કેટલાક મિત્રનું અનુસરણ કરી દેવા પોતપેાતાના શ્રેષ્ઠ વિમાનો વર્લ્ડ ઇંદ્રની પાસે આવે છે.
તે પછી ઇંદ્ર પણ પાલક નામના આભિચાગિક દેવને ‘ અનુપમ વિમાન કરા’ એ પ્રમાણે આદેશ કરે છે. સ્વામીના આદેશનું પાલન કરનાર પાલક દેવ તે જ સમયે એક લાખ ચેોજન વિસ્તારવાળા, પાંચસેા ચેાજન
Page #159
--------------------------------------------------------------------------
________________
સામાજિક
શ્રી ઋષભનાથ ચરિત્ર ઊંચા, ઇચ્છા પ્રમાણે ગતિવાળા પાલક નામે વિમાન બનાવે છે. તે વિમાનને ત્રણ સોપાનપંક્તિ છે. તેઓની આગળ વિવિધ રત્નસય ત્રણ તારણ છે, તે વિમાનની અત્યંતર ભૂમિ સમવૃત્ત શેભે છે. તેના મધ્યભાગમાં રત્નનિર્મિત પ્રેક્ષામંડપ છે, મંડપના અત્યંતર ભાગમાં સુંદર માણિક્યથી બનાવેલી, આઠ જન વિસ્તાર અને લંબાઈવાળી, જાડાઈમાં ચાર યોજન, કમળની કર્ણિકા જેવી પીઠિકા છે. તે પીક્કિાની ઉપર સમસ્ત તેજના સારથી બનાવ્યું હોય એવું એક રત્ન સિંહાસન છે, તે સિંહાસનની વાયવ્ય-ઉત્તર અને ઈશાન દિશામાં રાશી હજાર સામાનિક દેવનાં ચોરાશી હજાર ભદ્રાસને છે, પૂર્વ દિશામાં આઠ અમહિષીઓનાં આઠ, અગ્નિખૂણામાં અત્યંતર પર્ષદાન દેનાં બાર હજાર ભદ્રાસન, દક્ષિણ દિશામાં મધ્ય પર્ણદાનાં દેવનાં ચૌદ હજાર, નૈન્ય દિશામાં બાહ્ય પર્ષદાના દેવનાં સોળ હજાર ભદ્રાસન, પશ્ચિમદિશામાં સાત સેનાધિપતિઓનાં સાત ભદ્રાસનો છે. તે ઈંદ્રની ચારે બાજુ સર્વ દિશામાં રાશી—ચોરાશી હજાર આત્મરક્ષક દેવનાં તેટલાં ભદ્રાસનો છે.
આ પ્રમાણે સંપૂર્ણ વિમાનની રચના કરીને આભિગિક દેવે દેવેન્દ્રને જણાવે છે. ઈંદ્ર પણ તે સમયે અત્યંત અદ્ભુતરૂપ વિકેવું છે. વિમુવીને આઠ પટરાણીઓ સાથે ઈંદ્ર પૂર્વ દિશાના પાનના માર્ગે પ્રદક્ષિણા કરતે વિમાનમાં ચઢે છે, સાણિકચની ભીંતમાં સંક્રમણ પામી છે મૂર્તિ જેની એવો તે હજાર અંગવાળો હોય તેમ
મહિધી
જાર
,
આ
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ત્રિા
ઈંદ્ર પિતાના ભદ્રાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. તેવી રીતે ઇંદ્રના સામાનિક દેવે ઉત્તર દિશાના પાન વડે વિમાનની અંદર પ્રવેશ કરીને પોત–પિતાના ભદ્રાસન ઉપર બેસે છે, એ પ્રમાણે બીજા પણ દેવ પશ્ચિમ દિશાની સોપાન પંક્તિ વડે પ્રવેશ કરીને પોત-પોતાના આસન ઉપર બેસે છે.
સિંહાસન ઉપર બેઠેલા ઈંદ્રની આગળ દર્યણ વગેરે આઠ મંગલે શેભે છે, ઉપર શ્વેત છત્ર, બન્ને બાજુ ચાલતા હંસ જેવા વીંઝાતા બે ચામર શોભે છે, તેથી કોડેની સંખ્યાવાળા સામાનિક દેવોથી પરિવરેલો ઈંદ્ર પ્રવાહ વડે સમુદ્રની જેમ શેભે છે. તે વિમાન અન્યદેવાના વિમાનોથી પરિવરેલું, મૂળચૈત્ય પરિધિના ચૈત્યો-વડે શેભે તેમ અત્યંત શેભે છે.
તે પછી માગધના જય જય શબ્દ વડે, દુંદુભિના અવાજ વડે, ગંધર્વસૈન્ય અને નાટક રીન્યના વાજિંત્રોના અવાજ વડે અને દેવોના કોલાહલ વડે શબ્દમય વિમાન ઈંદ્રની ઈચ્છાથી સૌધર્મ દેવકની ઉત્તર દિશાથી તીચ્છમાગે ઉતતું જંબુદ્વીપને ઢાંકવા માટે ભાજન હોય તેવું દેખાય છે. - તે વખતે સિંહના વાહનવાળે હાથીના વાહનવાળાને કહે છે કે–તું અહીંથી દૂર ખસ, અન્યથા મારે સિંહ સહન કરશે નહિ. એ પ્રમાણે મહિષના વાહનવાળો અશ્વના વાહનવાળાને, વાઘના વાહનવાળે મૃગના વાહનવાળાને, ગરુડના વાહનવાળે સપના વાહનવાળાને કહે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ક્રોડાકોડ દેવા વડે, અન્ય વિમાના વડે અને ઘણા પ્રકારનાં બીજા વાહને વડે વિસ્તારવાળા પણ આકાશ માર્ગ અત્યંત સાંકડા થઈ ગયેા.
૧૩
તે વિમાન ગગનતળમાંથી ઉતરતું, સમુદ્રમાં મહા ધ્વજપટવાળા યાનપાત્રની જેમ શેાલે છે. આ પ્રમાણે અસંખ્ય દ્વીપસમુદ્રોને અનુક્રમે એળગીને ન ંદીશ્વર દ્વીપમાં આવે છે, ત્યાં ઈંદ્ર અગ્નિ દિશામાં જઈને રતિકર પત ઉપર તે વિમાનને સક્ષેપ કરીને જ બુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધ ક્ષેત્રમાં, મધ્ય ખંડમાં જ્યાં પ્રથમ જિનેશ્વરનું જન્મ ભવન છે ત્યાં આવે છે. દિવ્ય એવા તે શ્રેષ્ઠ વિમાન વડે જિનેશ્વરના જન્મગૃહને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને તે વિમાનમાંથી ઉતરીને પ્રસન્ન મનવાળા ઈંદ્ર આઠ અગ્રમહિષી અને ચેાસઠ હજાર સામાનિક દેવેા સાથે જ્યાં તીર્થંકર અને તીથંકરની માતા છે ત્યાં આવે છે. પ્રભુને જોતાં વેંત જ નમસ્કાર કરે છે. તે પછી માતા સહિત ભગવંતને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ફરીથી નમસ્કાર કરે છે. નમસ્કાર કરી મસ્તકે બે હાથ જોડી ભક્તિવાળા ઇંદ્ર મરુદેવા સ્વામિનીની સ્તુતિ કરે છેઃ—
હે દેવી! હે રત્નકુક્ષીધરા ! હું જગતને પ્રદીપ આપનાર ! તમને નમસ્કાર હા. હે જગતની માતા ! તમે. ધન્ય છે, પુણ્યવતી છે, તમે જ સફળ જન્મવાળા છે, તમે જ ઉત્તમ લક્ષણવાળા છે, પુત્રવતી સ્ત્રીઓમાં તમે જ ત્રણ ભુવનમાં પવિત્ર છે, જેમણે અભ્યંતર અંધકારના
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
- ૧૨૩
સમૂહને દૂર કરવામાં સૂર્યસમાન પ્રથમ જિનેશ્વરરૂપ શ્રેષ્ઠ પુત્રરત્નને જન્મ આપીને હમણું પૂર્વની માતાઓને ખદ્યોતને જન્મ આપનારી હોય એવી કરી છે.
હે દેવી! હું સૌધર્મદેવેન્દ્ર તમારા પુત્ર રત્ન અરિહંત પરમાત્માનો જન્માભિષેકનો મહોત્સવ કરવા માટે અહીં આવ્યો છું. “તમારે ભય પામે નહિ” એમ કહીને ઈંદ્ર જિનમાતાને અવસ્થાપિની નિદ્રા આપીને માતા પાસે જિનેશ્વરનું વૈકિય પ્રતિરૂપ સ્થાપીને ઈંદ્ર પિતાની જાતે જ પાંચ શરીરે વિકુવને એક રૂપે પાછળ રહી જિનેશ્વરના મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે, બે રૂપે બંને પડખે વેત ચામરો વડે વીજે છે, એક રૂપ વડે આગળ શરદત્રતુના સૂર્યની જેમ દિશાવલયને ઉદ્યોતમય કરતાં વજને ધારે છે, વળી એક રૂપ વડે હર્ષના વશથી ઉલ્લસિત રોમાંચવાળે ઈંદ્ર સુગંધી ગશીર્ષચંદનથી વિલેપન કરેલા હસ્તકમળમાં જિનેશ્વરને ધારણ કરે છે.
આ પ્રમાણે પાંચ રૂપ વડે સર્વ પિતાનું કર્તવ્ય કરવા માટે ભક્તિના સમૂહથી વ્યાપ્ત એ તે ઘણું કોડે દેવેથી પરિવરેલે, પિતાને પુણ્યવંત માનતે ઈંદ્ર મેરુપર્વત સન્મુખ ચાલે છે. તે વખતે ઉત્કંઠાવાળા દેવાની દષ્ટિએ જિનેશ્વરના દેહ ઉપર પડી. કેટલાક આગળ. ચાલનારા દે, પાછળ રહેલા દેવોની અને પાછળ ચાલ નારા દે આગળ જતા દેવેની પ્રશંસા કરતા હતા. આગળ જનારા કેટલાક દેવે પ્રભુના અતિ અદ્દભુત રૂપને જોવા માટે પૃષ્ઠવતી નેત્રોને ઇચ્છે છે, પડખે રહેનારા.
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક કે પ્રભુને જવા માટે અતૃપ્ત હિય તેમ-જેથંભી ગયા હોય તેમ મેત્રોને બીજી તરફ લઈ જવા સમર્થ થતા નથી. આ પ્રમાણે પ્રભુમુખને જોવા માટે ઉત્સુક દેવ-દેવીઓના સમૂહથી પશ્વિલે પરમ પ્રમાદ વડે દિવ્યગતિથી ગગન ભાગે જતો દેવેન્દ્ર અનુક્રમે મેરુપર્વત ઉપર પહોંચે.
ત્યાં પાંડુક વનમાં ચૂલિકાની દક્ષિણ દિશામાં બરફ સરખી વેત એસિપાંડુકંખલા શિલા ઉપર મણિરત્નના કિરણરૂપી જળથી હૈયેલી હોય તેવી, સુવર્ણમય સિંહાસન ઉપર ખોળામાં જિનેશ્વરને સ્થાપના કરી હર્ષના વશથી વિકસિત છે બે નેત્ર જેનાં એવો ઈંદ્ર પૂર્વાભિમુખ બેસે છે. ઈશાનકલ્પ આદિના ઈંદ્રોનું મેરુશિખર ઉપર આગમન
એ વખતે મહાઘેલા ઘંટાના નાદથી જણાવાયેલા અઠયાવીસ લાખ વિન્માનવાસી દેવેથી પરિવરેલ, શૂલને ધારણ કરનાર, વૃષભના વાહનવાળ, પુષ્પક નામના આભિગિક દેવે કરેલા પુષ્પક વિમાન વડે ઈશાનકલ્પનો અધિપતિ ઇંદ્ર ઈશાનકલ્પની દક્ષિણથી તીચ્છમાર્ગ વડે નીકળીને નંદીશ્વરદ્વીપમાં ઈશાન ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર આવીને સૌધર્મેદ્રની જેમ વિમાનને સંહારીને સુમેરુ શિખર ઉપર જલદી જિનેશ્વર પાસે આવે છે.
આ પ્રમાણે બાર લાખ વિમાનવાસી દેવેના સમૂહની સાથે સનકુમાર દેવેન્દ્ર સુમને વિમાન વડે, આઠ લાખ વિમાનવાસી દેવે વડે પરિવલે માહેન્દ્ર શ્રીવત્સ વિમાન
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
વડે, ચાર લાખ વિમાનવાસી દેવે વડે પરિવરેલો બ્રહેન્દ્ર નંદાવર્ત વિમાન વડે, પચાસ હજાર વિમાનવાસી દે વડે યુક્ત લાંતક દેવેન્દ્ર કામગ વિમાન વડે, ચાલીશ. હજાર વિમાનવાસી દેવેથી પરિવરેલે શુક્રેન્દ્ર પ્રીતિગમ વિમાન વડે, છ હજાર વિમાનવાસી દેવો સાથે સહસ્ત્રારેન્દ્ર મનેરમ વિમાન વડે, ચારસો વિમાનમાં રહેલા દેવગણ સહિત આનત–પ્રાણુતને ઈન્દ્ર વિમલ વિમાન વડે, ત્રણસો વિમાનને અધિપતિ આરણ—અય્યતને ઈંદ્ર સવભદ્ર, વિમાન વડે મેરુપર્વત ઉપર જિનેશ્વર પાસે આવ્યા.
તે વખતે રત્નપ્રભા પૃથ્વીની અંદર નિવાસ કરનારા. ભવનપતિ અને વ્યંતર દેના ઇંદ્રોનાં આસન પણ તેવી જ રીતે કંપાયમાન થયા. ત્યાં અસુરેન્દ્રની ચમચંચા રાજધાનીની સુધર્મા સભામાં અમર નામના સિંહાસન. ઉપર બેઠેલ અસુરોને સ્વામી અમરેન્દ્ર પણ અવધિજ્ઞાન વડે જિનેશ્વરને જન્મ જાણને દેવોને જણાવવા માટે કુમ નામના સેનાધિપતિ પાસે ઘસ્વરા નામની ઘંટા વગડાવે છે. એ પણ ચેસઠ હજાર સામાનિક દેવે, તેત્રીશ ત્રાયસ્વિંશક દે, પાંચ અગમહિષી, ત્રણ પર્ષદા, સાત સિન્ય, સાત સેનાધિપતિ, દરેક દિશામાં ચાસઠ હજાર, આત્મરક્ષક દેવ, બીજા પણ પરમદ્ધિવાળા દે અને અસુરકુમારે વડે પરિવરેલે પચાસ હજાર યોજન વિસ્તારવાળા અને પાંચસે જન ઊંચામહાધ્વજથી વિભૂષિત. અભિગિક દેવોએ વિકલા વિમાનમાં ચઢીને મિજન્મ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી ઋષભનાથ ચરિત્ર મહોત્સવ કરવા માટે ઇંદ્રની જેમ નંદીશ્વરદ્વીપમાં વિમાન સંહારીને ચમરેન્દ્ર મેરુશિખર ઉપર આવ્યો.
આ પ્રમાણે બલિચંચા નગરીને અસુરોને સ્વામી બેલીન્દ્ર, મહામ નામના સેનાપતિ પાસે મહીઘસ્વરા નામની ઘંટા વગડાવે છે, તે પણ સાઠ હજાર સામાનિક દે, તેનાથી ચાર ગણું આત્મરક્ષક દેવ અને ત્રાયશ્ચિંશક દેવો વડે પરિવરેલો ચમરેંદ્રની જેમ મેરુપર્વત ઉપર આવ્યો.
આ પ્રમાણે ધરણનાગૅદ્ર પાયદળ સેનાના અધિપતિ - ભદ્રસેન પાસે મેઘસ્વરા નામની ઘંટ વગાડવા વડે પ્રતિબંધ કરાયેલા છ હજાર સામાનિકદેવ, ચાર ગુણ આત્મરક્ષક દેવ, છ પટરાણી, અને બીજા પણ નાગકુમાર દે વડે પરિવરે પચીશ હજાર યોજન વિસ્તારવાળા અને અઢીસો
જન ઊંચી ઈંદ્રવજેથી વિરાજિત વિમાનરત્નમાં ચઢીને ભગવંતના દર્શન માટે ઉત્સુક ક્ષણવારમાં મેરુપર્વત ઉપર આવ્યો. '
- ભૂતાનંદ નાચેંદ્ર પણ પાયદળ સૈન્યના અધિપતિ - દક્ષ પાસે મેઘસ્વરા ઘંટા વગડાવી પ્રબોધ પામેલા સામાનિક દેવોના સમૂહથી પરિવરે આભિગિક દેવે વિકલા શ્રેષ્ઠ વિમાનમાં ચઢીને ત્રણ જગતના નાથથી પવિત્ર થયેલા મેરુપર્વત ઉપર આવ્યા.
આ પ્રમાણે વિઘુકુમારના હરિ અને હરિસ્સહ છે. ઇંદ્ર, સુવર્ણકુમારના વેસુદેવ અને વેણુદારી, અગ્નિકુમારના
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૨૭
અગ્નિશિખ અને અગ્નિમાવ, વાયુકુમારના વેલમ અને પ્રભજન, સ્તનિતકુમારના સુઘેષ અને મહાઘાષ, ઉદધિકુમારના જલકાંત અને જલપ્રભ, દ્વીપકુમારના પૂણ અને વિશિષ્ટ, ક્રિશિકુમારના અમિત અને અમિતવાહન એમ એ બે ઇંદ્રો છે.
આ પ્રમાણે વ્યંતરામાં પિશાચના ઇંદ્રો કાલ અને મહાકાલ, ભૂતના ઇંદ્રો સુરૂપ અને પ્રતિરૂપ, યક્ષરાજના ઇંદ્રો પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર, રાક્ષસના ઇંદ્રો ભીમ અને મહાભીમ, કિ’નરના ઈંદ્રો કિનર અને કિ'પુરુષ, કપુરુષના ઈંદ્રો સત્પુરુષ અને મહાપુરુષ, મહેારગના ઇંદ્રો અતિકાય અને મહાકાય, ગંધવના ઇંદ્રો ગીતતિ અને ગીતયશ. આ સેાળ બ્ય તરેન્દ્રો છે.
તેમ જ અણુપન્તિ-પશુપન્તિ આદિ વાણવ્યંતરની આઠ નિકાયેાના પણ સેાળ ઇંદ્રો આવ્યા. તે આ પ્રમાણે : અણુપન્તિના સ’નિહિત અને સામાનિક એ એ ઇંદ્રો, પશુપન્તિના એ ઇદ્રો ધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઋષિ અને ઋષિપાલક, ભૂતવાદિતના ઈશ્વર અને મહેશ્વર, ક્રુતિના ઇંદ્રો સુવત્સ અને વિશાલ, મહાકતિના ઇંદ્રો હાસ અને હાસરિત, કાંડના ઇંદ્રો શ્વેત અને મહાશ્વેત, પાવના ઇંદ્રો પવક અને પવકતિ.
ાતિષીઆના અસખ્યાતા ચંદ્ર અને સૂર્ય ચંદ્રો મેરુપર્યંત ઉપર પ્રથમ જિનેશ્વરની આગળ આવ્યા.
આ પ્રમાણે મેરુપવતની ઉપર જિનેશ્વર જન્મમહેાત્સવ કરવા માટે ચાસ ઇંદ્રો આવે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથઃ રિષ
અચ્યુતકલ્પના: ઇદ્દે કરેલ અભિષેક મહાત્સવહવે. અચ્યુતેન્દ્ર આભિચાગિક દેવોને “ જિનેશ્વરના જન્માભિષેકના ઉપકરણ વગેરે લાવો” એ પ્રમાણે આદેશ કરે છે.
હર્ષિત ચિત્તવાળા તે દેવા ઈશાનખૂણામાં કાંઈક ખસીને ક્ષણવારમાં વૈક્રિય સમુદ્ઘાતવડે ઉત્તમ પુદૃગલા ખેંચીને ૧૦૦૮ સુવર્ણકળશે, ૧૦૦૮ રૂપાના કળશેા, ૧૦૦૮ રત્નના કળશે, એ પ્રમાણે સુવણુ રૂપાનાં કળશે, સુવણૅ –રત્નના કળશે, રૂપા-રત્નના કળશે, સુવણુ -રૂપારત્નના કળશો, અને માટીના કળશે। ૧૦૦૮–૧૦૦૮ વિષુવે છે.
તેમજ કળશ, દણુ, રત્નકર ડક, સુપ્રતિષ્ટક, થાળ, પાત્રિકા, પુપચ’ગેરી આદિ પૂજાનાં ઉપકરણા કળશની જેમ સુવણુ મય. દરેક ૧૦૦૮ વિષુવે છે.
તે આભિચેાણિક દેવત્તાએ તે કળશે। લઈને ક્ષીરસમુદ્રમાં જાય છે. તેનું પાણી, પુંડરીક–ઉત્પલ અને કોકનદ જાતિનાં કમળેા, પુષ્કર સમુદ્રમાં પાણી અને કમળા, ભરતઐરવત આદિના, માગધ આદિ તીર્થાંનાં જળ અને માટી, ગંગા-સિધુ આદિત્તમ નદીએનાં પાણી, ચુલ્લ હિંસવ'ત પણ તના સરસવ, પુષ્પ, શ્રેષ્ઠ ગંધ, સૌષધિ અને પદ્મદ્રહનાં. જા, તિળ અને સુગધીકમળા ગ્રહણ
કરે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૦૯
એ પ્રમાણે સર્વ વર્ષધર પર્વત, વૈતાઢય, વક્ષસ્કાર પર્વતને વિષે, દેવકુરુ તથા ઉત્તરકુરુમાં, અંતરનદીઓને વિષે, ભદ્રશાલ–નંદન-સૌમનસ અને પંડકવનમાં પાણી, કમળ, ગશીર્ષ ચંદન, કુસુમ, ઔષધિ અને ફળે ગ્રહણ કરે છે.
તે પછી ગંધકારની પેઢી એક ઠેકાણે ગંધદ્રવ્ય અને પાણી ભેગા કરીને જલદી મેરુપર્વતના શિખર ઉપર આવે છે.
વિનયથી નમ્ર એવા તેઓ તે ગધદ્રવ્ય અને ક્ષીરદધિ આદિના જળથી ભરેલા કળશે અશ્રુત દેવેન્દ્રને સમર્પણ કરે છે.
હવે તે અશ્રુત દેવેન્દ્ર અભિષેકની સર્વસામગ્રી જોઈને આનંદ પામી, આસન પરથી ઉઠીને દશ હજાર સામાનિક દેવી, ચાલીશ હજાર આત્મરક્ષક દેવો, તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવો, ત્રણ પર્ષદા, ચાર લોકપાલ, સાત સૈન્ય, અને સાત સેનાધિપતિથી ચારે તરફથી પરિવરેલા તે નિર્મળ તીર્થમાં ઉત્પન્ન થયેલા ક્ષીર-નીરથી ભરેલા નિર્મળ કમળથી ઢાંકેલા ગશીર્ષચંદન આદિ શ્રેષ્ઠ વસ્તુએથી યુક્ત, સર્વ ઔષધિ સહિત, ઘણી હજારોની સંખ્યાવાળા મોટા પ્રમાણવાળા વિકલા અને સ્વાભાવિક કળશોવડે પરમ પ્રમોદથી ભગવાન, ભુવનના એક બાંધવ
8. ૯
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
એવા પ્રથમ તીથકરનો જન્માભિષેકના ઉત્સવ કરવા માટે ઉપસ્થિત થયા.
તે પછી અસીમ ભક્તિના સમૂહવાળા, કર્યુ છે ઉત્તરાસંગ જેણે એવો અચ્યુત દેવેન્દ્ર વિકસિત પારિજાત આહિઁ પુષ્પાની અંજલિ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને સુગંધી ઘણા ગ્રૂપના ધૂમાડા વડે તે કુસુમાંજલિને સુવાસિત કરીને ત્રણ લેાકના નાથની આગળ મૂકે છે.
હવે અચ્યુત દેવેન્દ્ર સામાનિકદેવો સાથે ૧૦૦૮ કળશે! ગ્રહણ કરીને પેાતાના મસ્તકની જેમ તેને કાંઈક નમાવતા ત્રણ ભુવનના નિષ્કારણ એક બાંધવ પ્રથમ તીર્થંકરના જન્માભિષેક કરે છે. તે વખતે એકી સાથે સર્વાંકળશેામાંથી શરદઋતુના ચંદ્રનાં કિરણાના સમૂહની જેમ આકાશગ’ગાના પાણીના સમૂહની જેમ બરફના સમૂહની જેવું શ્વેત ક્ષીરાધિનું પાણી જિનેશ્વરની ઉપર પડ્યું.
આ પ્રમાણે જિનાભિષેક પ્રવત તે છતે દેવો ચાર પ્રકારના વાજિંત્રો વગાડે છે. શ્રી મહાવીરચરિત્રમાં કહ્યુ` છે
કે
૩.જુદ્દી–૧૯૪—મામા ુદુલ્લા, વેણુનીળાવુમ્મિસ થ—મહ ।
ફારી-હસાવ—બન્ધુર, જોગમો–મેરી—નિનાયુ, શા
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૩૧
काहलारवस बद्ध खरमुहिसर, पूरियाऽसख-सखुत्थ-व निब्भरं । पलयकालेव गज्जतघणबदय, . ताडियं सुरेहिं चाउविहाउजय ॥२॥
“દુંદુભિ, પટહ, ભંભા અને હુડકથી વ્યાપ્ત, વેણ અને વીણાના શબ્દથી મિશ્ર, જેમાં માદળ વાગી રહેલા છે એવા, ઝાલર, કરંટ, અને કાંસીજડાના શબ્દથી મનોહર, ઘેિર અને ગંભીર ભેરીના અવાજથી પ્રચંડ, કાહલના અવાજ સાથે જોડાય છે ખરમુખીનો સ્વર જેમાં, ફેંકાયેલા અસંખ્ય શંખોમાંથી ઉત્પન્ન થયેલા અવાજથી નિર્ભર, જાણે પ્રલયકાળને વિષે ગર્જના કરતો મેઘને સમૂહ હોય એવા ચાર પ્રકારને વાજિંત્રોને દેવતા વગાડે છે. ૧-૨
કેટલાક દેવ ચાર પ્રકારના વાજિંત્રો વગાડે છે, કેટલાક દેવો ગંધને લીધે ભેગા થયેલા ભ્રમરના સમૂહથી અત્યંત મનોહર એવા મંદારપુ મૂકે છે, કેટલાક મલ્લની જેમ પાદપ્રહાર કરે છે, બીજા સુંદર કંઠપૂર્વક સુંદર શબ્દ ગાય છે. કેટલાક ઉત્તરાલ તાપૂર્વક રાસડા ગાય છે. આ પ્રમાણે કેટલાક દેવ હર્ષના પ્રકર્ષથી કરનૃત્ય કરે છે, કેટલાક મદથી વિહુવલ એવા હાથીની જેમ ગર્જના કરે છે, કેટલાક સાંભળવામાં મને હર લાગે એવા અશ્વને હેકારવ કરે છે, કેટલાક ગલદર કરે છે. બીજા મુષ્ટિવડે પૃથ્વીતલ ઉપર પ્રહાર કરે છે, કેટલાક સિંહનાદ કરે છે, કેટલાક દેવો તે જ સમયે ઇન્દ્રની પાસે કળશે
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી ઋષભનાથ યુરિવ
લાવે છે. આ પ્રમાણે વિદતને દૂર કરનાર ઈંદ્વોના સમૂહ સર્વ આદરપૂર્વક કરાતા, ભયને દૂર કરનાર પ્રથમ જિનેશ્વરનું મજજન મારા જેવા મંદબુદ્ધિ વડે કેટલું વર્ણન કરી શકાય ?
જિનેશ્વરને અભિષેક થતો હોય તે સમયે પરમ હર્ષના સમૂહથી રોમાંચિત શરીરવાળા સર્વ દેવેન્દ્રો ધૂપધાણાં, વેતચામર, વિશાળ છત્ર, શુભ પુષ્પો અને શ્રેષ્ઠ ગંધ હાથમાં લઈ આગળ ઊભા રહે છે.
અચુત દેવેન્દ્ર જિનેશ્વરને સ્નાન કરીને અટકે. છતે પ્રાણત વગેરે બાસઠ ઈંદ્રો પણ પિત–પિતાના પરિવારથી પરિવરેલા મહાવિભૂતિ વડે સૌધર્માધિપતિને મૂકીને અનુક્રમે પ્રથમ જિનેશ્વરને અભિષેક કરે છે. તેમજ અંગરાગ અને પૂજન કરે છે.
તે પછી ઈશાનંદ્ર સૌધર્મેન્દ્રની જેમ પિતાનું રૂપ પાંચ પ્રકારે વિમુવીને એકરૂપે ભગવંતને ખેાળામાં ધારણ કરી સિંહાસન ઉપર બેસે છે, બીજા રૂપે વેત છત્ર ધરે. છે, બે રૂપે બને શ્રેષ્ઠ ચામરોવડે જિનેશ્વરને વિજે છે, એક રૂપે આગળ હાથમાં ફૂલ ઉછાળતે આગળ ઊભો. રહે છે.
સૌધર્મ કરેલે અભિષેક મહોત્સવ હવે સીધર્માધિપતિ પણ તીર્થકરની ચાર દિશામાં શંખ જેવા ઉજજવળ, રમણીય શરીરવાળા ચાર વેત વૃક્ષ વિ છે, તે બળના આઠ ઇંગમાંથી આઠ
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
. ૧૩૩
ક્ષીરસમુદ્રના જળની ધારાઓ ઊંચે ગગનાંગણમાં જતી, વળી નીચે પડવાથી એક થયેલી કરીને જિનેશ્વરના મસ્તક ઉપર અભિષેક કરે છે. બીજા પણ ઘણા હજારો ક્ષીરસમુદ્રના જળથી ભરેલા કળશ વડે અભિષેક કરે છે,
આ પ્રમાણે અનુક્રમે સ્નાત્ર મહોત્સવ કર્યા પછી પરમહર્ષના સમૂહથી રોમાંચિત અંગવાળે સૌધર્મદેવેન્દ્ર સુકુમાળ ગંધકષાય વસ્ત્રવડે જિનેશ્વરના શરીરને લૂછીને ગોશીષચંદનથી મિશ્ર કેશર વડે પ્રભુના અંગે વિલેપન કરે છે. વેત સુગંધી પુપે વડે પૂજા વિસ્તારપૂર્વક
હવે ઇંદ્ર રત્નમય પટ્ટ ઉપર શરદત્રતુના ચંદ્રના કિરણની જેવા અખંડ રૂપાના તંદુલ વડે પણ, ભદ્રાસન, - વર્ધમાન, કળશ, મસ્ય, શ્રી વત્સ, સ્વસ્તિક અને નંદ્યાવત લક્ષણવાળા આઠ મંગળ આલેખે છે.
તે પછી તે સર્વ અલંકારથી વિભૂષિત કરે છે, ત્રણ લેકના પતિના મસ્તક ઉપર વજમાણિજ્યના મુકુટને સ્થાપન કરે છે, બંને કાનમાં સુવર્ણનાં કુંડલ, ગળામાં દિવ્ય મોતીનો હાર, બંને બાજુમાં બાજુબંધ, મણિ- બંધમાં મૌક્તિકમણિનાં કંકણ, કટિપ્રદેશમાં સેનાને કરે, પગમાં માણિક્યના કડાં સ્થાપન કરે છે. આ પ્રમાણે જગદ્ગુરુનાં અંગોને સર્વ દેહનાં અલંકારવડે વિભૂષિત કરે છે.
તે પછી ઈંદ્ર ભક્તિવાસિત મનવાળો વિકસિત પારિ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
જાત આદિ માળાએથી પરમેશ્વરની પૂજા કરે છે અને ઘણા પ્રકારનાં પુષ્પો ઢી'ચણ સુધી મૂકે છે. જુદા જુદા પ્રકારના મણિની રચના વડે વિચિત્ર દડવાળા વજ્રમય ધૂપધાણાવડે શ્રેષ્ઠ ગંધવડે મનોહર ધૂપ ઉખેવે છે. મળતી દીવીઓના સમૂહથી મનેાહર આરતી તેમજ ઉત્તમ મગÀાના ઘર સમાન મગળદીવો ઉતારે છે.
આ પ્રમાણે સ` કતવ્ય કરી તે પછી સુર-અસુર આદરપૂર્વક પ્રથમ જિનપતિની આગળ નૃત્ય કરે છે, તે પછી દેવરાજ શ્રદ્ધાળુ દેવો પાસે સ્વામિને પ્રકી પુષ્પના સમૂહ ઉતરાવે છે, તે પછી ઇંદ્ર શક્રસ્તવ વડે પરમેશ્વરને. વંદન કરીને ભક્તિવડે સ્તુતિ કરવાનો આરંભ કરે છે.
ઇદ્રે કરેલી જિનેશ્વરની સ્તુતિ नमो तुम्ह जगन्नाह । तेलुक्कंभोयभक्खर । સંસારમાર્ ! વીમુદ્રવન્યત્ર ! ।।ા
“ હે જગન્નાથ ! ત્રણલાકના ભવ્યજીવોરૂપી કમળેાને વિકસ્વર કરવા માટે સૂર્યસમાન, સ`સારરૂપી મરુભૂમિને વિષે કલ્પવૃક્ષ સમાન ! વિશ્વનો ઉદ્ધાર કરવામાં અંધુ, સમાન ! તમેાને નમસ્કાર હા !”
ત્રણ ભુવનથી વાંઢાયેલા ! સ'સારૂપી રૃપની અંદર પડતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં સમથ ! હે પરમેશ્વર ! તમે જય પામે. શરણાગત જીવો માટે દૃઢ વજ્રપ`જર ! કામદેવરૂપી મૃગનો નાશ કરવામા સિંહ સમાન ! મેહરૂપી.
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૩૫
અંધકારના સમૂહને દૂર કરવામાં સૂર્યસમાન ! હે જિને! જે તમારા મજજનમાં આ પ્રમાણે અમે ઉપકાર કરાયા કે તેથી અત્યંત અવિરતિમાં પરાયણ હોવા છતાં પણ અમે આત્માને અતિપુણ્યવંત માનીએ છીએ. હે નાથ!
જ્યાં તમે જન્મ પામ્યા તે ભરતક્ષેત્રનું કલ્યાણ થાઓ. તે પૃથ્વી પણ વંદનીય છે કે જ્યાં તમારા ચરણ કમળ વહેશે. હે જિનવર! તે મનુષ્યો ખરેખર ધન્ય છે કે જેઓ તમને અહર્નિશ જોશે. અમુક સમયે જ જોનારા અમે કેવા પ્રકારના ? जह तुह पयसेवाए, जिणिंद ! फलमत्थिता सयाकाल । एवं विहपरममह, अम्हे पेच्छ'तया होमो ॥२॥ नाहं वोत्तुं समत्थो म्हि, सन्भूए वि ते गुणे । चरमसागरे माउ, जलाई नणु को खमो ? ॥३॥
હે જિનેશ્વર ! તમારા ચરણ સેવાનું જે ફળ છે તે સદાકાળ આવા પ્રકારના પરમ મહત્સવને જેનારા અમે થઈએ.” ૨
હે નાથ ! હું તમારા સત્યગુણોને પણ કહેવા માટે સમર્થ નથી. છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલા જળને માપવા માટે કેણ સમર્થ થઈ શકે ?” ૩
આ પ્રમાણે જગન્નાથની સ્તુતિ કરીને હર્ષથી પૂર્ણ ચિત્તવાળે ઇક પર્વની જેમ પાંચ પ્રકારે રૂપ વિકુવીને ઈશાનેંદ્રના ખેાળામાંથી જિનપતિને લઈને પિતાના
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી ઋષભનાથ ચરિત્ર દેવસમૂહથી પરિવરેલે જિનેશ્વરના જન્મગૃહને વિષે આવ્યા. તીર્થકરના પ્રતિરૂપને સંહરી લઈને માતાની પાસે પ્રભુને સ્થાપન કરે છે, તે પછી મરુદેવામાતાની તે અવસ્થાપિની નિદ્રાને દુર કરે છે.
પ્રભુના ઓશીકાના મૂળ ભાગમાં એક શ્રેષ્ઠ દેવદૂષ્ય યુગલ અને રત્નમય કુંડલયુગલ સ્થાપન કરે છે. તે પછી ઈદ્ર વિચિત્ર રત્નહાર અને અર્ધહારોથી યુક્ત સુવર્ણના પ્રકારથી બનાવેલા સુવર્ણ સરખા દેદીપ્યમાન એક શ્રીદામ દડાને પ્રભુની ઉપર ચંદરવામાં પ્રભુની દૃષ્ટિના વિદ માટે મૂકે છે. જેને જોતાં તીર્થેશ્વર સુખપૂર્વક પિતાની ચક્ષુના વિક્ષેપને કરે છે. શ્રી મહાવીરચરિત્રમાં-“લટકતા મેતીઓના ગુચ્છાવાળું લંબૂસક (= દડાના આકારનું આભરણ) ભગવંતને રમવા માટે ચંદરવામાં લટકાવે છે” એ પ્રમાણે કહ્યું છે.
તે પછી શકે શ્રમણને આજ્ઞા કરે છે કે જલદી બત્રીશ કેડી હિરણ્ય, બત્રીશ કેડી સુવર્ણ, બત્રીશ કોડી રત્ન, બત્રીશ નંદાસન, બત્રીશ ભદ્રાસન અને બીજા પણ વસ્ત્ર–નેપથ્ય વગેરે મહામૂલ્યવાળી વિશિષ્ટ વસ્તુઓ ભગવંતના જન્મભવનમાં લાવો.
કુબેરદેવ પણ જભક દેવ પાસે તે સર્વ શીવ્ર કરાવે છે. ' ફરીથી ઇંદ્ર આભિયોગિક દેવો મારફત સર્વઠેકાણે આ પ્રમાણે ઉદ્ઘેષણ કરાવે છે કે – “હે ભવનપતિ
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૩૭
વ્યંતર- ન્યાતિષી અને વૈમાનિક દેવો ! અને દેવીએ ! તમે સાંભળેા, જે તીર્થંકર કે તીર્થંકરની માતાનું અશુભ અનિષ્ટ કરવા ચિતવશે તેનું મસ્તક અજૅકમ ́જરીની જેમ અવસ્ય સાત પ્રકારે તડતડ કરતુ ફૂટી જશે.”
આ પ્રમાણે ઉદ્ઘાષણા કરાવીને તે પછી દેવેન્દ્ર પ્રભુના અંગુઠામાં નાના પ્રકારના આહારના રસમય અમૃત સ્થાપે છે, કારણકે અરિહ ંતા સ્તનપાન કરતા નથી. પર`તુ ક્ષુધાના ઉદય થાય ત્યારે પેાતાની જાતે જ અમૃતરસને ઝરવાના સ્વભાવવાળા અંગુઠાને મુખમાં નાખે છે. પ્રભુનાં સવ ધાત્રીકમ કરવા માટે ઇંદ્ર પાંચ અપ્સરાઆને આદેશ કરે છે.
નદીર્ઘદ્વીપમાં ઇંદ્રાદિએ કરેલ અાફ્રિકા મહાત્સવ
હવે જિનેશ્વરનો સ્નાત્રમહત્સવ કર્યા પછી મેરુપર્વતના શિખર ઉપરથી ઘણા દેવો નંદીશ્વરદ્વીપે જાય છે. સૌધર્મેન્દ્ર પણ શ્રી નાભિપુત્રના જન્મગૃહથી નીકળીને નંદીશ્વરદ્વીપમાં લઘુ મેરુ પ્રમાણ (૮૫૦૦૦ ચેાજન) ઊંચા પૂર્વ દિશામાં રહેલા દેવરમણ નામના અજગિરિ ઉપર ઉતરે છે. ત્યાં અતિસુંદર મણિપીકિકા-ચૈત્યવૃક્ષ અને મહેદ્રધ્વજથી વિરાજિત ચાર ચાર દ્વારવાળા ચૈત્યમાં પ્રવેશ કરે છે. ત્યાં ઋષભ વગેરે શાશ્વત જિનપ્રતિમાઓની અષ્ટાત્મિકા મહેાત્સવપૂર્વક પૂજા કરે છે. તે પર્વતની ચાર દિશામાં રહેલી વાવેામાં સ્ફટિકમય દ્રષિમુખ પવ તા
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી ઋષભનાથ ચરિત્ર ઉપર ચાર ચૈત્યમાં શાશ્વત તીર્થંકરની પ્રતિમાઓનો અષ્ટાનિકા મહેસ્વ ઇંદ્રના ચાર લોકપાલ કરે છે.
આ પ્રમાણે ઈશાનેન્દ્ર ઉત્તર દિશામાં રહેલા રમણીય નામના અંજનગિરિ ઉપર ઉતરે છે અને તેના લોકપાળે પર્વતની ચાર દિશામાં રહેલી વાવોના દધિમુખ પર્વત ઉપર ઉતરીને આઠ દિવસ પયત મહોત્સવ કરે છે.
ચમરેન્દ્ર દક્ષિણ દિશામાં રહેલા રત્નની કાંતિથી દેદીપ્યમાન નિત્યદ્યોત નામના અંજનગિરિ ઉપર ઉતરે છે અને તેના કપાળ દક્ષિણ અંજનગિરિની વાવડીએના મધ્યમાં રહેલા દધિમુખ પર્વત ઉપર આવે છે, ત્યાં આઠ દિવસ સુધી મહોત્સવ કરે છે.
બલીન્દ્ર પણ પશ્ચિમ દિશામાં રહેલા સ્વયંપ્રભ નામના અંજનગિરિ ઉપર આવીને ઋષભ આદિ શાશ્વત પ્રતિમાઓને ઉત્સવ કરે છે. અને તેના લોકપાળે તેની. વાવડીઓના મધ્યભાગમાં રહેલા દધિમુખ પર્વત ઉપર શાશ્વત જિનપ્રતિમાઓની આઠ દિવસ સુધી પૂજા કરે છે.
આ પ્રમાણે નંદીશ્વરદ્વીપમાં જિનચૈત્ય મહોત્સવ કરીને સર્વે ઈન્દ્રો અને દેવો પિત–પિતાના સ્થાને જાય છે..
(આ પ્રમાણે કે કરેલ મહોત્સવ સમાપ્ત) ઋષભ એ પ્રમાણે નામ અને વંશની સ્થાપના
હવે જાગૃત થયેલા સ્વામિની મરુદેવા પણ દેવો. આગમન આદિ રાત્રિને વૃત્તાંત નાભિકુલકરને કહે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૩૯
જે કારણથી પ્રભુના ઉરુપ્રદેશમાં રાષભનું ચિહ્ન હતું અને માતાએ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જે હતું તેથી માત-પિતાએ શુભ દિવસે તે બાળકનું નામ મહોત્સવપૂર્વક “ઋષભ કર્યું. તે વખતે સાથે ઉત્પન્ન થયેલી કન્યાનું નામ પણ “સુમંગલા ” યથાર્થ કર્યું.
બાળપણમાં પ્રભુ પિતાના અંગુઠામાં ઈંદ્ર સંક્રમાયેલા અમૃતરસને એગ્ય કાળે પીવે છે. ઇંદ્ર આદેશ કરેલી પાંચે ધાત્રીના સ્વરૂપવાળી દેવીઓ પરમેશ્વરને જેમ સમિતિઓ મહામુનિને પાળે તેમ પાળે છે.
પ્રભુના જન્મથી કાંઈક ઓછો એક વર્ષ થયે છતે સૌધર્મેન્દ્ર વંશ સ્થાપન માટે આવ્યા. “સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન ન કરવું જોઈએ”—એ પ્રમાણે વિચારીને મોટો શેરડીનો સાંઠે લઈને નાભિકુલકરના ખોળામાં બેઠેલા સ્વામીની આગળ આવ્યા. પ્રભુ અવધિજ્ઞાનથી ઇંદ્રનો સંકલ્પ જાણીને તે શેરડીનો સાંઠે લેવા માટે હાથીની જેમ કરને લંબાવે છે. પ્રભુના ભાવને જાણનાર. ઇંદ્ર પ્રભુને મસ્તક વડે નમીને તે શેરડીના સાંઠાને ભેટણાની જેમ આપે છે. સ્વામીએ ઈ ગ્રહણ કરી તેથી. ઈક્વિાકુ” એ નામનો સ્વામીનો વંશ સ્થાપીને શકસ્વર્ગમાં ગયે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી ઋષભનાથ ચરિત્ર જિનના દેહ આદિના અતિશ અને
દે સાથે ક્રીડા યુગાદિનાથનો દેહ સ્વેદ–રોગ અને મળથી રહિત, સુગંધી, સુવર્ણકમળની જેમ સુંદર આકારવાળે છે. માંસ અને લેહી જેવા ગાયના દૂધની ધારા વેત અને દુર્ગધ રહિત હોય છે, આહાર અને નિહારની વિધિ નેત્રને અગોચર હોય છે, વિકસિત કમળની સુગંધ સરખે સુગંધી શ્વાસ હોય છે. એ ચાર અતિશય તીર્થકરને જન્મ સાથે હોય છે.
વજનદષભનારાચ સંઘયણને ધારણ કરતા પ્રભુ જાણે પૃથ્વીના પતનના ભયથી મંદ મંદ ચાલે છે. બાળક હોવા છતાં પણ ગંભીર મધુર ધ્વનિપૂર્વક પ્રભુ બેલે છે. સ્વામીને સમચતુરસ્ત્ર સંસ્થાન અત્યંત શોભે છે, સરખી વયવાળા થઈને આવેલા દેવકુમાર સાથે તેઓના ચિત્તને રંજન કરવા માટે ઋષભસ્વામી ક્રીડા કરે છે. ધૂળથી - વ્યાપ્ત છે સર્વ અંગે જેનાં, ઘૂઘરમાળને ધારણ કરતા કીડા કરતા પ્રભુ, અંદર રહેલી છે મદની અવસ્થા જેને એવા હાથીના બચ્ચાની જેમ શેભે છે. સ્વામી જે કાંઈ લીલા વડે હાથથી ગ્રહણ કરે છે, તેને લઈ લેવા માટે મહર્થિક દેવ પણ સમર્થ નથી. જે પ્રભુના બળની પરીક્ષા કરવા માટે આંગળીને પણ ગ્રહણ કરે છે. તે ધાસના પવનથી -રજકણની માફક દૂર જાય છે.
કેટલાક દેવકુમારે વિચિત્ર દડા વડે પૃથ્વી પર
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૧
66
ક્રૂરતા દડાની જેમ પ્રભુને રમાડે છે. કેટલાક રાજશુ થઈ ને જીવ જીવ, નંદ નંદુ” એમ વારવાર ખેલે છે.. કેટલાક દેવો મેર થઈને મયૂરના શબ્દને કરતાં સ્વામીની આગળ નાચે છે. કેટલાક હંસના રૂપને ધારણ કરતાં. ગાંધાર શબ્દનો અવાજ કર્તા પાસે ક્રૂરે છે. કેટલાક કૌંચનું રૂપ ધારણ કરી મધ્યમ અવાજ કરતાં પ્રભુ આગળ - ચીસ પાડે છે. કેટલાક દેવો કેડિકલનું' રૂપ ધારણ કરી પ્રભુના ચિત્તના આનંદ માટે સ્વામીની પાસે પચમ સ્વરે ગાય છે. કેટલાક દેવો પ્રભુનુ વાહન થઈ ને પેાતાને પવિત્ર. કરવા ઈચ્છતા અશ્વરૂપવાળા થઈને હેષારવ વડે ધૈવતધ્વનિને કરે છે. કેટલાક કલભ (= હાથીના બચ્ચા)નું રૂપ ધારણ કરી નિષાદ સ્વરનો અવાજ કરતા અધોમુખવાળા થઈ ને સૂંઢ વડે પ્રભુના ચરણાને સ્પર્શ કરે છે. કેટલાક વળી વૃષભનુ રૂપ ધારણ કરી ઋષભ સ્વર વડે ચેભતા ગવડે કિનારાઓને તાડન કરતા સ્વામીના નેત્રને વિનોદ માડે છે. કેટલાક અંજનગિરિની જેમ મહિષ થઈને પ્રસ્પર યુદ્ધ કરતાં સ્વામીને યુદ્ધ ક્રીડા બતાવે છે. પ્રભુના વિનોદ માટે મલરૂપધારી કેટલાક દેવો વારવાર ભુજાઓને અફળાવતા મલ્લયુદ્ધની ભૂમિમાં પરસ્પરને મેલાવે છે.
આ પ્રમાણે વિવિધરૂપે કરીને દેવો વડે સતત સેવાતા, તે ધાત્રીરૂપધારી દેવાંગનાઓ વડે લાલન કરાતા, પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામે છે.
અંગુઠાના મમૃતપાનની અવસ્થાથી આગળની વયમાં
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
રહેલા બીજા અરિહંતા ગૃહવાસ સમયે રાંધેલા ધાન્યને ખાય છે, ભગવાન નાભિનદન તા દેવો વડે લવાયેલા ઉત્તરકુરુ ક્ષેત્રનાં ફળેા ખાય છે, ક્ષીરસમુદ્રનું પાણી પીવે છે. આ પ્રમાણે પ્રભુ ખાળપણું ઉલ્લંઘીને વિકસિત થયા છે અવયવ જેમાં એવા યૌવનવયને પામે છે.
જિનેશ્વરની યૌવન વખતે દેશાભા અને દેહુનાં લક્ષણા
યૌવનવય પામ્યે છતે પ્રભુનાં બે ચરણા કમળ, રક્ત, કમળના મધ્યભાગ સરખા, કપ અને સ્વેદ રહિત, ઉષ્ણુ અને સમાન તળીયાવાળા થયા. લક્ષ્મીના ક્રીડાગૃહ સમાન સ્વામીના ચરણાને વિષે શંખ અને કુંભનાં ચિહ્નો તથા પાનીમાં સાથીએ શાલે છે. સ્વામીના અંગુઠા માંસલ, વર્તુળ અને ઊંચા સપની ફણા સરખેા વત્સની જેમ શ્રીવત્સથી શે।ભતા હતા. પ્રભુનુ આંગળીએ વાયુરહિત પ્રદેશમાં નિષ્કપ સ્નિગ્ધ દીપશિખા સરખી આંતરા વગરની ચરણકમળના પત્રની જેમ શાલતી હતી. જગદ્ગુરુના પગની આંગળીઆના તળિયામાં ન દાવ શેાભે છે. જેઓના પ્રતિષિ`ધ પૃથ્વીમાં ધર્મની સ્થાપનાના હેતુપણાને પામે છે. આંગળીઓના પ ને વિષે જગત્પ્રભુને જગતની લક્ષ્મીને પરણવા માટે વાવેલા હાય એવા યવો શાભે છે. પ્રભુના પગની પાની ચરણકમળના કદની જેમ ગાળ–લાંબી અને વિસ્તારવાળી છે. અ'ગુડા અને આંગળી રૂપી સર્પના ફણામણિ સરખા નખા શેલે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૩
સ્વામિના ચરણની બંને ઘુંટીઓ ગૂઢ, સુવર્ણકમળની અર્ધવિકસિત કર્ણિકાના ગોળાની શોભાને વિસ્તાર છે પ્રભુનાં ચરણે ઉપરના ભાગમાં કાચબાની જેમ ઉન્નત, સ્નિગ્ધ કાંતિવાળા અને રૂંવાટા રહિત છે. સ્વામીની શ્વેત જંઘાએ અત્યંતર માર્ગમાં ઘણું અસ્થિ–માંસવાળી, અનુક્રમે વર્તુળ, હરણીના પગની પીંડીની જેમ મને હર છે. સ્વામીના બે જાનુ માંસપૂર્ણ અને ગોળ છે, સાથળો કમળ સ્નિગ્ધ અને અનુક્રમે પુષ્ટ, પ્રૌઢ કદલીતંભના વિભ્રમવાળા છે. મુશ્ક, ગૂઢ અને સમસ્થિતિવાળા છે, પુરુચિહ્ન જાતિવંત અશ્વની જેમ અતિગૂઢ છે. - સ્વામીની કટી વિસ્તારવાળી, માંસલ, સ્થળ, વિશાળ અને કઠિન છે. મધ્યભાગ પાતળો હોવાથી વજના મધ્યભાગ સરખો છે. નાભિ ગંભીર અને નદીના આર્વતના વિલાસને ધારણ કરનારી છે. કુક્ષી સ્નિગ્ધ, માંસલ, કમળ, સરળ અને સમ છે.
પ્રભુનું વક્ષસ્થલ સુવર્ણની શિલા સરખું વિશાળ, ઉન્નત શ્રીવત્સરૂપી રત્ન પીઠથી અંકિત લક્ષમીની કીડાવેદિકાની શોભાને ધારણ કરે છે. - સ્વામીના સ્કંધે દઢ, પુષ્ટ, ઉન્નત વૃષભની કોઢય સરખા છે. કક્ષાએ અલ્પ રેમવાળી, ગંધ-સ્વેદ અને મળથી રહિત છે. બે બાહુએ ઢીંચણ સુધી લાંબી, પુષ્ટ અને હાથરૂપી ફણા છત્રવાળી છે, જગત્પતિના બંને હાથ નવા આમ્રના પુલવ સરખા લાલ તળિયાવાળા, કર્મથી
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ઉત્પન્ન થયેલી કશતા રહિત; સ્વેદ અને છિદ્ર વગરના ઉષ્ણ તેમ જ દંડ, ચક્ર, ધનુષ્ય, મત્સ્ય, શ્રીવત્સ, વજ્ર, અંકુશ, વજ, કમળ, ચામર, છત્ર, શંખ, કળશ, સમુદ્ર, મદર, મગર, ઋષભ, સિંહ, અશ્વ, રથ, સ્વસ્તિક, દિગ્ગજ, પ્રાસાદ, તારણુ, દ્વીપ વગેરે શુભ લક્ષણા વડે પગની જેમ Àાભાયમાન છે. લાલ હાથમાં ઉત્પન્ન થયેલ અંગુઠ અને આંગળી લાલ અને સરળ શાભે છે. સ્વામીના અંગૂઠાના પને વિષે યવા યશરૂપી શ્રેષ્ઠ અશ્વના પુષ્ટિ વિશેષના કારણભૂત હાય તેમ પ્રગટપણે શાલે છે. પ્રભુની આંગળીઆની ઉપર દક્ષિણાવર્ત સર્વ સ'પત્તિને કહેનારા દક્ષિણાવર્તી શંખની શેાભાને ધારણ કરે છે. કરકમળના મૂળમાં ત્રણ રેખાએ ત્રણ લેાકના ઉદ્ધાર કરવા માટે સખ્યાના લેખની જેમ શેાલે છે.
પ્રભુના કઠ વર્તુળ, અતિદીર્ઘ નહિ એવા, ત્રણ રેખાથી પવિત્ર, ગંભીર ધ્વનિવાળા શખની વિડંબનાને કરે છે. પ્રભુનું વદન નિળ, વર્તુળ, કાંતિથી તર`ગિત, લાંછન રહિત બીજો ચ'દ્ર હાય તેવુ' શાલે છે. સ્વામીના કામળ, માંસલ અને સ્નિગ્ધ કાલ સાથે રહેનાર લક્ષ્મી અને સરસ્વતીના સુવર્ણ મય ણુ જેવા છે. કાન અભ્ય'તર વડે સુભગ અને સ્કંધ સુધી લટકતા છે. આજ બિંબકૂળની ઉપમાવાળા છે. અત્રીશ દાંત મચકુંદના પુષ્પ જેવા છે. નાસિકા ક્રમથી વિસ્તારવાળી અનુક્રમે ઉન્નત્ત વશવાળી છે. પ્રભુનુ ચિબુક (=હડપચી )હસ્વ નહિ
*
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૫
અને દઈ નહિ એવું, માંસળ, વર્તુળ અને કમળ છે. મવું ( દાઢી) શ્યામ, ગાઢ, સ્નિગ્ધ અને કમળ છે.
પ્રભુની જીભ નવા કલ્પવૃક્ષના પ્રવાલના જેવી લાલ, કોમળ, અતિસ્થળ નહિ એવી, દ્વાદશાંગ પ્રવચનના અને કહેનારી છે. ' સ્વામીના નેત્રો મધ્ય ભાગમાં કૃષ્ણ-ધવળ, અંત ભાગમાં રક્ત છે એથી નીલમણિ–રફટિક રત્ન અને શેણમણિના વિન્યાસમય હોય એવા શોભે છે. તેમજ કાન સુધી વિશ્રાંતિ પામેલા કાજળ સરખી શ્યામ પાંપણવાળા તે નેત્રે જેમ ભ્રમર છૂપાયા છે એવા કમળની જેમ શોભે છે. - જગતના નાથની શ્યામ અને કુટિલ એવી ભ્રકુટીએ ( ભમરે) દષ્ટિરૂપી નદીના કાંઠે ઉગેલી લતાની શોભાને ધારણ કરે છે. - ભુવનપતિનું વિશાળ, માંસળ, વર્તુળ, કઠિન, કમળ અને સમાન એવું ભાલ (= કપાલ) અષ્ટમીના ચંદ્રની શેભાને ધારણ કરે છે.
" ભુવન સ્વામીનું અનુક્રમે સમુન્નત મસ્તક અધોમુખ, થયેલા શ્રેષ્ઠ છત્ર સરખું છે. - તીર્થકરના પરમેશ્વરપણાના સૂચક મસ્તકને વિષે વર્તુળ, ઊંચું, ઉષ (= શિખા) કળશની શેભાને પામે
. ૧૦
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
છે. મસ્તકને વિષે ભમરા જેવા શ્યામ ગૂંથેલા કોમળ અને સ્નિગ્ધ એવા કેશો યમુનાના તરંગની જેમ શોભે છે.
પ્રભુના દેહને વિષે ત્વચા (= ચામડી) ગેરેચનના ગર્ભના જેવી ગૌર, સ્નિગ્ધ, નિર્મળ સુવર્ણના દ્રવથી વિલેપન કરેલી હોય એવી શેભે છે. પ્રભુના શરીરમાં કમળ, ભ્રમર સરખા શ્યામ રૂંવાટા કમળતંતુની જેમ પાતળાં શોભે છે.
એ પ્રમાણે અન્યને સાધારણ નહીં એવા વિવિધ લક્ષણથી લક્ષિત પ્રભુ રત્નવડે રત્નાકરની જેમ કે ને સેવનીય ન થાય?
પ્રભુનું દેવોએ કરેલા સંગીતનું જોવું
મહેન્દ્ર વડે અપાયે છે હાથ જેને, યક્ષે જેને ચામર વાંજી રહ્યા છે, ધરણેન્દ્ર જેનું દ્વારપાળપણું કરે છે, વરુણ જેને છત્ર ધારણ કરે છે એવા પ્રભુ “જીવ જીવ એ પ્રમાણે બોલતા દેવગણેથી ચારે તરફથી પરિવરેલા ગર્વ રહિત સુખપૂર્વક વિહરે છે.
બલીન્દ્રના મેળામાં ચરણ સ્થાપન કરી, અમરેન્દ્રના બાળારૂપી પલંગમાં ઉત્તરદેહ (=ઉપરનો દેહ) સ્થાપન કરી, દેવડે લવાયેલા આસન ઉપર બેઠેલા, હસ્તશાટિકા
ન્મ હાથમાં છે એવી અપ્સરાઓ વડે બને બાજુએ સેવા કશા સારી આસકિતથી રહિત એવા દિવ્ય સંગીતને જુએ છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૭
એક વખત બાળપણાને અનુરૂપ ક્રિીડાવડે કીડા કરતું કોઈક યુગલ તાડના વૃક્ષની નીચે ગયું. તે વખતે દૈવના દુર્યોગથી યુગલમાંના પુરુષના મસ્તક ઉપર મોટું તાડનું ફળ એરંડા ઉપર વિજળીના દંડની જેમ પડે છે, કાકતાલીય ન્યાયવડે મસ્તકને વિષે હણાયેલ તે યુગલિક બાળક પ્રથમ અકાળ મૃત્યુવડે મરણ પામી મંદકષાયવાળે હોવાથી સ્વર્ગમાં ગયે. પ્રથમ મૃત્યુ પામેલા યુગલિકના શરીરને ઉપાડીને મહાપક્ષીઓ ઉપાડીને તરત જ સમુદ્રમાં ફેંકતા હતા, અવસર્પિણીના હાનિ પામતા સ્વભાવથી તે વખતે તે કલેવર તેમજ રહ્યું.
હવે સાથે ઉત્પન્ન થયેલી બાકી રહેલી તે બાળા સ્વભાવથી મુગ્ધ (= ભેળી) ચપળ નેત્રવાળી ઊભી રહી તેનું જનકયુગલ તે બાળિકાને લઈ જઈને પાળે છે. વળી તેનું “સુનંદા” એ પ્રમાણે નામ સ્થાપ્યું. કેટલેક સમય ગયા પછી તેના માતા-પિતા મરીને સ્વર્ગમાં ગયા.
શું કરવું? એમાં મૂંઝાયેલી તે બાળા ચંચળ નેત્રવાળી ટોળામાંથી છૂટી પડી ગયેલી હરિણીની જેમ એકલી વનમાં ભમે છે. સર્વ અવયવોથી સુંદર પવિત્ર લાવણ્યરૂપી અમૃતની નદીની જેવી વનની અંદર એકલી ફરતી તે વનદેવી જેવી શોભે છે. એક વખત યુગલિકે તે મુગ્ધ એવી તેને એકલી જોઈને શું કરવું એમાં મૂઢ થયેલા તેઓ શ્રી નાભિ કુલકરની આગળ લાવે છે. નાભિકુલકર “આ ઝષભકુમારની ધર્મપત્ની થા ? એમ વિચારીને નેત્રરૂપી કૈરવને ચાંદની સમાન એવી તેને ગ્રહણ કરે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
ઇંદ્રે કરેલા વિવાહના પ્રસ્તાવ
જ
એ વખતે ઈંદ્ર અવધિજ્ઞાનથી સ્વામીના વિવાહસમયને જાણીને ત્યાં આવે છે. પ્રભુના ચરણકમળને પ્રણામ કરીને સેવકની જેમ આગળ ઊભા રહીને ઈંદ્ર એ હાથ જોડી . આ પ્રમાણે વિનંતિ કરે છે. જે અજ્ઞાની જ્ઞાનસાગર એવા નાથને પેાતાના અભિપ્રાય અને બુદ્ધિ વડે કાયમાં પ્રવર્તાવવા ઇચ્છે છે તે ઉપહાસના સ્થાનને પામે છે. સ્વામી વડે મહાપ્રસાદ વડે હુંમેશાં જોવાયેલા તે જ સેવા કચારેક કાંઈક સ્વચ્છ દપણે પણ ખેલે છે. પ્રભુના અભિપ્રાયને જાણીને જે ખેલે છે તે જ સેવા કહેવાય છે. હે નાથ ! હું તેા અભિપ્રાય જાણ્યા વિના જે છું. તેમાં અપ્રસન્ન થશે। નહિ. હું' માનું છું કે–ભગવંત ગવાસથી માંડીને રાગ વગરના, અન્ય પુરુષાથેની અપેક્ષા વિના ચાથા મેાક્ષ પુરુષાને માટે તત્પર છે. તે પણુ હે નાથ ! લેાકેાને વ્યવહાર માર્ગ, મોક્ષમાર્ગની જેમ તમારે જ સારી રીતે બતાવવાના છે, તેથી લેકવ્યવહાર માટે તમારા વડે કરાતા પાણિગ્રહણના મહેાત્સવને હુ ઇચ્છું છું. હે સ્વામિન્ ! પ્રસન્ન થાઓ. હે વિભુ ! ભુવનમાં આભૂષણરૂપ, પેાતાને અનુરૂપ રૂપવતી સુમંગલા અને સુનંદા દેવીઓને પરણવા માટે તમે ચાગ્ય છે.
"
સ્વામી પણ અવધિજ્ઞાનથી ત્યાશી લાખ પૂર્વ સુધી પેાતાના નિકાચિત ભાગફળવાળા કને અવશ્ય ભાગવવાનુ છે એથી મસ્તક કપાવતા સ્વામી તે વખતે સાય કાળે. ક્રમળની જેમ અધામુખવાળા રહે છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૯
હવે ઈંદ્ર પ્રભુના અભિપ્રાયને જાણીને વિવાહ કર્મના આરંભ માટે તરત આભિયોગિક દેવોને બોલાવે છે.
આભિગિક દેવોએ કરેલા મંડપનું વર્ણન . હવે તે આભિગિક દેવો ઇંદ્રની આજ્ઞાથી સુધર્માસભાને નાનો ભાઈ હોય એવો મંડપ રચે છે. ત્યાં સુવર્ણ—માણિક્ય અને રજતના સ્થંભે મેરુ-રહણગિરિ અને વૈતાઢચની ચૂલિકા જેવા શોભે છે. ઉદ્યોત કરતા સુવર્ણકુંભે ત્યાં ચક્રવર્તીના કાકિણ રત્નથી મંડિત હોય એવા શેભે છે. બીજાના તેજને સહન નહિ કરનારી સુવર્ણવેદિકાએ સૂર્યના પ્રકાશને પરાભવ કરતી હોય તેમ શેભે છે. અંદર પ્રવેશ કરતા. મણિમય શિલામાં પ્રતિબિંબિત થયેલા કણ કણ પરિવારપણાને પામતા નથી? રત્નમય સ્તંભ ઉપર રહેલી પુતળીઓ સંગીત કરવાથી થાકી ગયેલી નર્તકીઓ હોય તેમ શેભે છે. સર્વ દિશાએમાં કલ્પવૃક્ષના પલ્લવોથી કરાયેલાં તેણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યની જેમ શેભે છે. સફટિકમય બારશાખાને વિષે નીલમણિનાં તારણે શરદઋતુના મેઘની અંદર રહેલા શુકની પંક્તિ જેવા લાગે છે.
તે મંડપ કઈક ઠેકાણે સફટિકથી બાંધેલી પૃથ્વીના -આંતરા રહિત કિરણે વડે કીડા કરવાના અમૃત સરોવરના ‘ક્રમને, કેઈક ઠેકાણે પદ્મરાગમણિના કિરણના સમૂહ વડે દિવ્ય કસુંબી વસ્ત્રના ભ્રમને, કેઈક ઠેકાણે નીલમણિના દકિરણોના પ્રવાહ વડે વાવેલા માંગલિક યવના અંકુરાની
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
શેભાને, કઈક ઠેકાણે મરકતમણિના કિરણદંડ વડે લીલા લવાયેલા માંગલિક વાંસની શંકાને ઉત્પન્ન કરે છે.
વેત દિવ્ય વસ્ત્રના ચંદરવાના બહાને તે મંડપ આકાશમાં રહેલી ગંગાવડે જાણે આશ્રય કરાયો હોય તે હતો. ચંદરવામાં લટકતી મોતીની માળાઓ આઠે દિશાઓના આનંદના હાસ્ય જેવી શોભે છે.
ત્યાં દેવીઓએ સ્થાપન કરેલી, આકાશના અગ્રભાગને. આલિંગન કરતી હોય એવી ચાર રત્નકળશની શ્રેણીઓ રતિના નિધાનની જેમ શોભે છે.
કુંભને ટેકે આપનારા લીલા વાંસો વિશ્વને ટેકે આપનારા સ્વામીના વંશની વૃદ્ધિના સૂચક હોય એવા. શોભે છે.
તે વખતે વિવાહને ઉચિત કાર્યમાં હે રંભા ! તું માળાઓ શરુ કર, હે ઉર્વશી ! તું દુર્વા તૈયાર કર. હે. ઘતાચિ ! વરને અર્થ આપવા ઘી અને દહીં આદિ લાવ. હે મંજુ શેષા! સુંદર અવાજ વડે ધવલમંગળ ગા. હે. સુગંધા સુગંધી વસ્તુઓ તૈયાર કર. હે તિલોત્તમા ! દ્વાર ભાગમાં ઉત્તમ સ્વસ્તિકો કર. હે મેના વિવાહ સમયે આવેલા લોકોનું સન્માન કર. હે સુકેશી ! વધૂ-વરને માટે કેશના આભરણ ધારણ કર. હે સહજન્યા ! જાનમાં આવેલા લોકોને સ્થાન બત્તાવ. હે ચિત્રલેખા ! માયરામાં વિચિત્ર ચિત્રને આલેખ. હે પૂર્ણિની! પૂર્ણ પાત્રોને તૈયાર કર. હે પુંડરીકા ! કમળ વડે પૂર્ણ કળશને સુશોભિત
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧
કર. હું અમ્લાચા ! વરમાંચીને ચેાગ્ય સ્થાને સ્થાપન કર. હે હુંસપાદી ! વધૂ-વરની પાદુકાઓને મૂક. હે પુત્રિકાસ્થલા ! વેદિકાની ભૂમિને છાણવડે જલદી વિલેપન કર. હે રામા! બીજે ઠેકાણે કેમ રમે છે? હે હેમા ! તુ હેમને કેમ જુએ છે? હું ક્રતુસ્થલા! તું પ્રમાદીની જેમ કેમ વિસ’સ્કુલ છે ? હું મારીચી! તું શું વિચારે છે? હે સુમુખી! તું ઊંચા સુખવાળી કેમ છે? હું ગાંધવી ! તું આગળ કેમ ઊભી રહેતી નથી ? હું દિવ્યા ! તું ફોગટ કેમ રમે છે? લગ્નવેળા નજીક વર્તે છે, તેથી સર્વ પ્રકારે પોત–પેાતાના કાર્યમાં ઉતાવળ કરેા. આ પ્રમાણે નામ ગ્રહણપૂર્વક વારવાર આદેશ આપતી દેવીએનો પરસ્પર સંભ્રમથી મેટ કોલાહલ થયા.
અપ્સરાઓએ સુમ`ગલા અને સુનંદાને તૈયાર કરવી.
તે પછી કેટલીક અપ્સરાએ મગળસ્નાન નિમિત્તે સુમ'ગલા અને સુનંદાને આસન ઉપર બેસાડે છે. હવે સુદર ધવલમંગલ ગવાતે છતે સુત્રધી તેલ વડે તેઓને સર્વ અંગે મન કરે છે. તે પછી ઉદ્ભન કરવા ગ્ય સૂક્ષ્મ ચૂર્ણ વડે તેને ઉદ્ઘન કરે છે, તેએાના ચરણામાં, ઢીંચણમાં, હાથમાં, સ્કંધમાં અને કપાળમાં નવ સુધાકુંડ જેવા તિલક કરે છે.
વળી તે દેવીએ તાંક ઉપર રહેલા કસુંબી દેરા વડે સમચતુરસ્ત્ર સંસ્થાન જોવા માટે હોય તેમ તેઓના ડાબા-જમણા પડખે અંગને સ્પા કરે છે. સુંદર અવ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચવવાળી તે કન્યાઆને પીઠી ચાળવાના સ્થાનમાં સ્થાપન કરી તે પછી હર્ષોંથી ઉન્મત્ત થયેલી તે તે જ વિધિ વડે પીઠી ચાળે છે. ક્રીથી બીજા આસન ઉપર બેસાડીને પેાતાની કુળદેવતાની જેમ સુવર્ણ કળશના પાણી વડે તેઓને હવરાવે છે. તે પછી ગધકષાય વસ્ત્ર વડે તેના અંગને લુંછે છે અને નિમળ વસ્ર વડે તેઓના કેશને વીટે છે. તે પછી તેને બીજા આસન ઉપર બેસાડીને રેશમી વસ્ત્રો પહેરાવીને કેશેમાંથી પાણી કાઢીને કાંઈક ભીના વાળાને દિવ્ય ગ્રૂપ વડે સુવાસિત કરે છે.
તેઓના ચરણાને અળતાના રસ વડે સુÀાભિત કરે છે. અંગને સુંદર અંગરાગ વડે વિલેપન કરે છે. ડોક ઉપર, હાથના અગ્ર ભાગમાં, સ્તન ઉપર અને ગાલના ભાગમાં કામદેવની પ્રશસ્તિ હાય એવી પત્રલતા આલેખે છે. કપાળમાં ચંદન વડે સુંદર તિલક અને નેત્રામાં અંજન કરે છે. વિકસિત પુષ્પમાળાઓથી અખાડા આંધે છે. લટકતી દશીઓની શ્રેણીથી શોભતા વિવાહ ચાગ્ય વસ્ત્રો પહેરાવે છે. તેઓના મસ્તક ઉપર વિવાહને ચેાગ્ય મણિથી દેદીપ્યમાન એવા મુકુટ સ્થાપન કરે છે. કાનમાં મણિમય ક ભરણ પહેરાવે છે. કણુ લતામાં દિવ્ય મણિથી શાભતા કુંડલ આરેાપણ કરે છે. ગળામાં કંઠાભરણુ, સ્તનતટ ઉપર હાર, ભુજામાં રત્નમડિત બાજુબંધ, હાથના મૂળ ભાગમાં મેાતીના કકણ પહેરાવે છે. કટિ પ્રદેશમાં અવાજ કરતી ઘુઘરીઓના સમૂહથી શેાભતા મણિમય
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૫૩
કંદરાઓ સ્થાપન કરે છે. પગમાં ઝણઝણ અવાજ કરતા રત્નમય ઝાંઝર પહેરાવે છે.
આ પ્રમાણે તે કન્યાઓને તૈયાર કરીને દેવીઓને સમૂહ તેઓને ઉપાડીને માતૃઘર (માયરા)ની અંદર લાવીને સુવર્ણના આસન ઉપર બેસાડે છે.
ઇંદ્ર વડે વિવાહ માટે તૈયાર થવા માટે અત્યંત આગ્રહથી વિજ્ઞપ્તિ કરાયેલા વૃષભના ચિહ્નવાળા પ્રભુ લેકમાં વ્યવહારની સ્થિતિ બતાવવી જોઈએ અને મારે ભેગવવા લાયક ભગ્ય કર્મ છે” એમ વિચારીને ઈંદ્રનું વચન માન્ય કરે છે. તૈયાર થયેલા પ્રભુનું વિવાહ મંડપમાં આગમન
અને દેવીઓ વડે કરાયેલ વિવાહને ઉપચાર
હવે ઈ સ્વામીને સ્નાન કરાવી, વિલેપન કરી વિધિપૂર્વક આભૂષણ આદિથી શણગાર્યા. દ્વારપાળની જેમ ઈંદ્ર વડે ધાત છે અગ્ર માગ જેને, અપ્સરાના સમૂહ વડે બને પડખે જેમને લવણ ઉતારાય છે એવા, ઈંદ્રાણી વડે ગવાતા છે ધવલમંગળ જેના, સામાનિક આદિ દેવીઓ વડે કરાતી છે ઉતારણાની વિધિ જેની, ગંધર્વના સમૂહ વડે હર્ષ વડે વગાડાતા છે વાજિંત્ર એના, એવા સ્વામી દિવ્ય વાહન વડે મંડપના દ્વારપ્રવેશે આવ્યા.
હવે ઈંદ્રવડે અપાયે છે હાથ જેને એવા સ્વામી વાહનમાંથી ઉતરીને મંડપના દ્વારની ભૂમિમાં રહ્યા. મંડપમાં રહેલી દેવીઓ દ્વારને વિષે તડતડ કરતા લવણ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને અગ્નિથી ગર્ભિત શરાવસંપુટને મૂકે છે. કેઈક દુર્વાસાદિ માંગલિક દ્રવ્યથી યુક્ત રૂપાને થાળ આગળ ધારણ કરે છે. કેઈક કસુંબી વસ્ત્રવાળી અર્થ આપવા માટે પ્રત્યક્ષ મંગળ જેવા પંચશાખ–હસ્તવડે રવૈયાને ઉપાડીને આગળ રહી. હે અર્થ આપનારી! અર્થને ઉચિત વરને અર્થ આપ. ક્ષણવાર માખણને ફેંક, થાળમાંથી દહીં ઊંચું રાખ. હે સુંદરી! નંદન વનમાંથી લાવેલ ચંદન દ્રવને ઊંચે રાખ. ભદ્રશાલવનની ભૂમિમાંથી લાવેલ માટી સહિત દુર્વાને ધારણ કર. ખરેખર ! એકઠા થયેલા લોકોની નેત્રશ્રેણીવડે થયેલ છે જંગમ તેરણ જેને એવા આ ત્રણ જગતમાં ઉત્તમ, ઉત્તરીય વડે ઢંકાયેલ છે સમસ્ત દેહ જેમને એવા, ગંગાના તરંગની અંદર રહેલા રાજહંસા જેવા વર તરણદ્વારે ઊભા છે, પવનવડે એમના પુષ્પ પડે છે, ચંદન સુકાય છે, તેથી હે સુંદરી! ઉતાવળ કર. દ્વારને વિષે વરને રેક નહિ, રોક નહિ.
હવે તે સુંદરી દેવાંગનાઓ મટેથી ધવલમંગળ ગાતે છતે ત્રિજગપૂજ્ય વરને અર્થ આપે છે. એક સુંદરી અવાજ કરતા ભુજકંકણ સહિત રવૈયાવડે ત્રણ વખત ત્રિજગત્પતિના કપાલને ચુંબન કરે છે.
પ્રભુને વિવાહ મહોત્સવ હવે પ્રભુ પાદુકા સહિત વબા પગ વડે હિમકપરની લીલાવડે અગ્નિસહિત શરાવ–સંપુટને તેડી નાંખે છે. તે પછી તે અર્થ આપનારી સ્ત્રીવડે કંઠમાં નંખાયેલ કસુંબી.
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૫૫
વસ્ત્રવડે આકર્ષણ કરાતા પ્રભુ માતૃગૃહ (માયરા)માં જાય છે. ત્યાં મીંઢળવડે ઉપરોભિત હસ્તસૂત્ર વધૂ-વરના હાથોમાં બાંધે છે.
હવે મેરુપર્વતની શીલા ઉપર સિંહની જેમ માતૃદેવીઓની આગળ ઉચ્ચ સુવર્ણના આસન ઉપર સ્વામી બેસે છે.
તે પછી દેવીએ શમી અને અશ્વત્થ (પીપળા) વૃક્ષની છાલ પીસીને કન્યાઓના હાથમાં હસ્તક્ષેપ કરે છે. તે પછી વ્યાકુળતા રહિત પ્રભુ શુભલગ્નના ઉદયે તે કન્યાએના હસ્તાલેપયુક્ત હાથને હાથ વડે ગ્રહણ કરે છે. તે વખતે હસ્તસંપુટના મધ્યમાં રહેલા હસ્તાલેપની અંદર. ઇંદ્ર ત્યાં મુદ્રિકાને નાંખે છે. તે વખતે બને હાથમાં ગ્રહણ કરાયેલી તે કન્યાઓ સાથે પ્રભુ બે શાખામાં લાગેલી લતાઓ વડે વૃક્ષ જેમ શેભે તેમ પ્રભુ શોભે છે. તારામેલક પર્વ વખતે વધૂ-વરની દષ્ટિ સાગર અને સરિતાના પાણીની જેમ એકબીજાની સન્મુખ પડે છે. તે વખતે વાયુરહિત જળની જેવી તેઓની નિશ્ચળ દષ્ટિ દષ્ટિ સાથે અને મન મનની સાથે જોડાયા. તે વખતે એક બીજાના નેત્રની કીકીઓમાં પ્રતિબિંબત થયેલા તેઓ જાણે અનુરાગથી એક-બીજાના હૃદયમાં પ્રવેશ કરતા હોય તેવા ! શેભતા હતા. .
આ તરફ સામાનિક આદિ દેવો અનુચર થઈને પ્રભુની પાસે ઊભા રહે છે. ઉપહાસ કરવામાં કુશળ એવી -
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી ઋષભનાથ ચરિ
વહુએની પાસે ફરનારી સ્ત્રીએ કૌતુક-ધવલમંગળ ગાવા માટે આ રીતે શરુઆત કરે છે:
જવરથી પીડિત જેમ સમુદ્રના પાણીનુ' શાષણ કરવા - ઇચ્છે તેમ આ અણુવર લાડુ ખાવા માટે કયા મનથી ખરેખર શ્રદ્ધાળુ થયેા છે ? કદાઈના કૂતરાની જેમ આ અણવર માંડા ઉપર સ્થિર દૃષ્ટિવાળા કયા મનથી અભિ· લાષા કરે છે? રકના બાળકની જેમ જન્મથી માંડીને ન જોયા હોય તેમ વડા ખાવા માટે આ અણુવર કયા મનથી શ્રદ્ધા કરે છે ? જેમ બપૈયા પાણીને, યાચક ધનને ઇચ્છે તેમ આ અણુવર કયા મનથી સેાપારીને ઇચ્છે છે ? જેમ વાછરડા ઘાસને ચાહે તેમ આ અણુવર નાગરવેલીના પાનને કયા મનથી ચાહે છે? માખણના પિંડ ઉપર લ.પટ બિલાડાની જેમ આ અણુવર ચૂર્ણ ને વિષે ખરેખર કયા મનથી શ્રદ્ધાળુ છે ? તળાવના કાદવને જેમ પાડા ઇચ્છે તેમ આ અણુવર વિલેપનની શ્રદ્ધા કયા મન વડે કરે છે ? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર તેમ આ અણુવર પુષ્પમાળા ઉપર ચપળનેત્રવાળા કયા મનથી સ્નેહ કરે છે ?
કૌતુકથી ઉત્કણિત મુખવાળા, કૌતુક-ધવલ મંગળને સાંભળતા દેવે ચિત્રમાં આલેખેલા હાય તેમ ત્યાં થયા. તે વખતે લેાકેામાં આ વ્યવહાર બતાવવાના છે’ એથી પ્રભુ વિવાહમાં મધ્યસ્થની જેમ તેની ઉપેક્ષા કરે છે.
6
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૫૭
બે નાવના છેડા જેમ મહાપ્રવાહણને બાંધે તેમ બને દેવીઓના વસ્ત્રના છેડા સાથે પ્રભુના વસ્ત્રના છેડાને ઇંદ્ર બાંધે છે.
તે પછી આભિચોગિક દેવની પેઠે સુરાધિપતિ પ્રભુને કટિપ્રદેશ ઉપર ચઢાવીને વેદિકા ઘર તરફ ચાલે છે. તે વખતે બે ઈંદ્રાણુઓ જલદી બને કન્યાઓને કટિપ્રદેશમાં ચઢાવીને બે હાથના અગ્રભાગને જુદા પાડયા વિના સ્વામીની સાથે ચલાવી. ત્રણેય લેકના મુકુટ જેવા તે વધૂવર સાથે તે સર્વ પૂર્વ દ્વારે વેદિકાઘરના મધ્યભાગમાં પિઠા..
હવે કોઈ ત્રાયસ્વિંશક દેવ જાણે પૃથ્વીના મધ્યભાગમાંથી ઉત્પન્ન થયેલ હોય એવા વેદિકાકુંડમાં જલદી. અગ્નિ પ્રગટ કરે છે. તે અગ્નિમાં સમિધ-કાષ્ઠ નાંખવા વડે ઉત્પન્ન થયેલી ધૂમ્રરેખાઓ ખેચરની સ્ત્રીઓના કાનના આભૂષણપણાને પામતી ગગનાંગણમાં વિસ્તાર પામે છે. દેવીઓ વડે ગવાતા છે ધવલમંગળ જેના એવા સ્વામી સુમંગલા અને સુનંદા સાથે સંપૂર્ણ આઠ મંગળ સુધી તે અગ્નિને ચારે તરફ પ્રદક્ષિણા આપે છે.
આશીર્વચન ગવાતે છતે ઈંદ્ર પાણિ મોચન સાથે તેઓના વસ્ત્રના છેડાને છેડે છે. ઈંદ્રાણીઓ સાથે ઇંદ્ર સ્વામીના લગ્ન મહોત્સવથી ઉત્પન્ન થયેલ હર્ષથી હસ્તાભિનયની લીલા વડે નાચે છે. તેનું અનુકરણ કરતા બીજા દેવો પણ હર્ષિત થયા થકા નાચે છે. ચારણની જેમ જય જય શબ્દ કરવામાં તત્પર કેટલાક દેવો સાથે, ભારતની
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેમ વિવિધ નૃત્ય કરનારા કેટલાક દેવો સાથે, ગંધર્વની જેમ ગાયન કરતા બીજા દેવો સાથે, વાજિંત્રની જેમ અત્યંત ફુટપણે મુખને વગાડતા બીજા દેવો સાથે, - વાનરની સંજમથી કુદકા મારતા કેટલાક સાથે, વિદૂષકની જેમ બીજા બધાને હસાવતા અન્યની સાથે, પ્રતિહારની જેમ બીજાને ખસેડનારા સાથે, અને હર્ષ થી ઉન્મત્ત થયેલા બીજા દેવોવડે બતાવાતી છે પિતાની ભક્તિ જેને એવા, સુમંગલા અને સુનંદા વડે સુશોભિત છે. બંને પડખાં જેના એવા પ્રભુ દિવ્ય વાહનમાં ચઢીને પિતાના સ્થાને જાય છે.
આ પ્રમાણે સમાપ્ત કર્યું છે સંગીત જેણે એવા રંગાચાર્યની માફક ઇદ્ર પણ વિવાહ મહોત્સવ કરીને પ્રભુને નમીને સ્વસ્થાને આવ્યું.
ત્યારથી માંડીને સ્વામીએ બતાવેલી વિવાહવિધિ લેકમાં પ્રવતી. મોટાઓની પ્રવ્રુત્તિઓ બીજાઓના હિત - માટે જ હોય છે.
(ઇતિ દેવકૃતવિવાહ મહોત્સવ સમાપ્ત)
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૫૯
તે પછી સ્વામી અનાસક્ત હોવા છતાં પણુ અને સ્ત્રીઓ સાથે ભાગે ભાગવતા ચિરકાળ સુધી વિચરે છે. સાતા વેદનીય ક` પણ ખરેખર ભાગળ્યા વિના ક્ષય પામતું નથી.
જિનેશ્વરને ભરત આદિ પુત્રાની ઉત્પત્તિ
હવે વિવાહ પછી તેની સાથે પાંચ ઇન્દ્રિચાના વિષય સુખને ભાગવતા પ્રભુને કાંઈક ન્યૂન છ લાખ પૂ ગયે છતે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી બાહુના જીવ અને પીઠના જીવ ચવીને સુમંગલા દેવીની કુક્ષીમાં યુગલપણે ઉત્પન્ન થયા. તેમજ સુખાહુ અને મહાપીઠના જીવ સર્વાર્થ સિદ્ધથી ચ્યવીને સુન દા દેવીની કુક્ષીમાં અવતર્યા. તે વખતે સુમંગલા ગર્ભના પ્રભાવને કહેનારા ચૌદ મહાસ્વપ્ના મરુદેવીની જેમ જુએ છે.
હવે તે સુમંગલા દેવી પેાતાના સ્વામીની આગળ તે સ્વપ્નનુ સ્વરૂપ કહે છે. પ્રભુ પણ “ તમને ચક્રવતી પુત્ર થશે ” એ પ્રમાણે કહે છે.
હવે ચાગ્ય સમયે શુભ દિવસે સુમ'ગલા સ્વામિની પૂર્વ દિશા સૂર્ય અને સધ્યાને જેમ જન્મ આપે તેમ પાતાની કાંતિથી પ્રકાશિત કર્યા છે દિશાએનાં મુખ જેણે ' એવા ભરત અને બ્રાહ્મીરૂપી પુત્ર-પુત્રી યુગલને જન્મ આપે છે. તેમજ સુનંદા દેવી વર્ષા ઋતુ મેઘ અને વીજળીને જન્મ આપે તેમ સુંદર આકૃતિથી યુક્ત બહુમતી અને સુદરીરૂપ અપત્યયુગલને જન્મ આપે છે. હવે અનુક્રમે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
સુમ'ગલા દેવી ઓગણપચાસ પુત્ર યુગલ (૯૮ પુત્રા)ને જન્મ આપે છે.
તે પછી મહા તેજસ્વી એવા તે પુત્રા મહાન ઉત્સાહવાળા વિધ્યગિરિમાં હાથીના બચ્ચાની જેમ ક્રીડા કરતાં અનુક્રમે વૃદ્ધિ પામ્યા. ઋષભદેવ પ્રભુ ચારે બાજુથી તે પુત્રો વડે પરિવરેલા ઘણી શાખાઓ વડે મહાવૃક્ષ શેલે તેમ શોભે છે.
તે વખતે પ્રાતઃકાળમાં જેમ દીપકનું તેજ ઘટે તેમ અવસિપણી કાળના દોષથી કલ્પવૃક્ષના પ્રભાવ ઘટવા માંડે છે, તેથી યુગલિક મનુષ્ચાને ક્રોધ આદિ કષાયે ધીમે ધીમે પ્રગટ થાય છે. હવે તે યુગલિક મનુષ્ય હાકાર–માકાર અને ધિક્કારરૂપ ત્રણે દડનીતિનું ઉલ્લંધન કરે છે. તેથી તેએએ ભેગા થઈને ઋષભનાથની પાસે આવીને તે ઉત્પન્ન થતી અવ્યવસ્થા જણાવી.
ત્રણ જ્ઞાનથી વિભૂષિત, જાતિસ્મરણ જ્ઞાનવાળા પ્રભુ આ પ્રમાણે કરે છે કે જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.તેઓ ઉપર શાસન કરનાર રાજા હૈાય છે. પ્રથમ ઉચ્ચ આસન ઉપર બેસાડીને તેને અભિષેક કરવામાં આવે છે, ચતુર'ગ સૈન્યથી યુક્ત તે અખ'ડિત શાસનવાળા
હાય છે.
(6
તેઓ કહે છે કે તમે જ અમારા રાજા થાઓ, અમારામાં તમારા જેવા ખીજા
અમારી ઉપેક્ષા ન કરેા, કાંઈ નથી:”
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૬૧
તે વખતે નાભિપુત્ર કહે છે કે-કુલકરામાં ઉત્તમ નાભિકુલકર પાસે જઈને પ્રાર્થીના કરો, તે તમેાને રાજા આપશે.
તે યુગલિક મનુષ્ચાએ નાભિકુલકર પાસે જઈને રાજાની માંગણી કરી. તેમણે ‘તમારે રાજા ઋષભ હા’ એ પ્રમાણે તેને કહ્યું.
હવે તે યુગલિકા હ પામી, આવીને ‘નાભિએ તમને જ રાજા તરીકે અમે ને આપ્યા ' એ પ્રમાણે પ્રભુને કહે છે. તે પછી તે યુગલિક મનુષ્યેા સ્વામીને અભિષેક કરવા માટે જળ લેવા માટે ગયા.
સુરપતિએ કરેલ જિનેશ્વરના રાજ્યાભિષેક
તે વખતે દેવેંદ્રનુ સિ ́હાસન કંપિત થયુ. તે અવધિજ્ઞાનથી પ્રભુના રાજ્યાભિષેકના સમય જાણીને ત્યાં આવે છે. આવીને સુવર્ણમય વેદિકા અનાવીને ત્યાં સિંહાસન સ્થાપે છે. ત્યાં પ્રભુને સ્થાપન કરીને દેવોવડે લવાયેલા તીના જળ વડે સૌધર્માધિપતિ પુરાહિતની માફ્ક ઋષભદેવ સ્વામિના રાજ્યાભિષેક કરે છે. પછી ઇંદ્ર નિર્દેળ ગુણ વડે ચ'દ્રની જ્ગ્યાહ્ના જેવા દિવ્યવઓ સ્વામીને પહેરાવે છે. જગતના તિલક સરખા પ્રભુના અંગ ઉપર યથાસ્થાને મુગુટ વગેરે રત્નમય અલંકારો સ્થાપન કરે છે..
*. ૧
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
એ સમયે યુગલિક મનુQા પણ કમળપત્રમાં પાણી લઈ ને આવ્યા. સ અલંકારો વડે વિભૂષિત પ્રભુને જોઈ ને જાણે અર્ધ્ય આપવા માટે ઊભા હાય તેમ પ્રભુની આગળ ઊભા રહે છે. દિવ્ય નેપથ્ય અને વસ્ત્રાભરણથી અલંકૃત પ્રભુના મસ્તક ઉપર જળ નાખવું યુક્ત નથી એમ વિચારીને પ્રભુના ચરણ ઉપર જળ નાંખે છે.
વિનીતા નગરીનું નિર્માણ
આ સારા વિનયગુણુ સપન્ન છે, તેથી ઇદ્ર પ્રભુની વિનીતા નામની નગરીનું નિર્માણ કરવા કુબેરદેવને આદેશ કરીને દેવલાકમાં ગયેા. તે કુબેર ખાર ચેાજન લાંખી અને નવચેાજન વિસ્તારવાળી, જેનું અચેાધ્યા ખીજું નામ છે એવી વિનીતા નગરીને રચે છે. તે યક્ષરાજ તે નગરીનું નિર્માણ કરીને અક્ષય વસ્ર-નેપથ્ય-ધન-ધાન્ય વડે તે નગરીને ભરી દે છે.
તે નગરીમાં ભીંત વિના પણ આકાશમાં વા-ઈંદ્રનીલવૈડૂ –અને મણિમય પ્રાસાદના ર'ગ–એર'ગી કિરણા વડે ચિત્ર કમ રચાય છે. ત્યાં ઊંચા સુવણુ મય પ્રાસાદો વડે વજના બહાનાથી મેરુપર્વતના શિખરો નવીન પત્રતં”નની લીલાને વિસ્તારે છે. તે નગરીના કિલ્લામાં ઉદ્દીપ્ત માણિકચના કાંગરાઓની પરંપરા ખેચરાની સ્ત્રીઓને યત્ન વિના આરીસાપણાને પામે છે, ત્યાં હાટ અને પ્રાસાદોમાં ઊંચા કરેલા રત્નના ઢગલાઓને જોઈને આ રાહણાચલ તેની આગળ નાના શિખર જેવો લાગે છે. ત્યાં ધરની
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૬૩
વાવડીએ જલક્રીડામાં રક્ત સ્ત્રીઓના તૂટેલા હારના મેાતીઓ વડે તામ્રપણી નદીની શોભાને વિસ્તારે છે. ત્યાં શ્રેષ્ઠીએ પણ એવા છે કે જેઆમાંના કોઈ એકના વાણાતર (મુનીમ) વ્યાપાર કરવા માટે આવેલા ‘શું આ કૂબેર છે' એ પ્રમાણે હું માનુ છું. ત્યાં રાત્રિમાં ચંદ્રકાંતમણિથી બનાવેલી ભીંતવાળા પ્રાસાદમાંથી ઝરતા પાણી વડે ચારે તરફથી શાંત થઈ છે રજ જેની એવી શેરીએ કરાય છે. તે નગરી અમૃત સરખા પાણીવાળા વાવ-કૂવાઅને લાખા સરોવર વડે નવ સુધાર્કુડવાળા નાગલાકને પરાભવ કરે છે.
જન્મથી વીશ લાખ પૂર્વ ગયે છતે તે નગરીની પ્રજાનું પાલન કરવા માટે સ્વામી રાજા થયા. મ`ત્રોમાં ૐ કારની જેમ રાજાએમાં પ્રથમ તે નાભિરાજા પોતાની સ'તતિની જેમ પ્રજાઓનું પાલન કરે છે, તે પ્રભુ દુનેાનું શાસન કરનારા અને સજ્જનેાનું પાલન કરનારા કુશળ, પાતાના અંગેા હાય તેવા મંત્રીઓને નીમે છે.
જિનેશ્વરના રાજ્યના અગાના સંગ્રહ
તેમજ ઋષભના ચિહ્નવાળા તે પ્રભુ ચારી આઢિથી રક્ષણ કરનારા દક્ષ ઓરકાને પણ ઇંદ્ર લેાકપાળાને સ્થાપન કરે તેમ સ્થાપન કરે છે. દેહના ઉત્તમાંગ (મસ્તક)ની જેમ સેનાના ઉત્કૃષ્ટ અંગ સમાન રાયસ્થિતિના હેતુભૂત હાથીઓને તે ગ્રહણ કરે છે, તે ઋષભધ્વજ પ્રભુ સૂર્યના અશ્વની સ્પર્ધા કરનારા હોય એવા પ્રચંડક ધરાવાળા મનોહર
L
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અશ્વોને ધારણ કરે છે. તે નાભિનંદન પ્રભુ સુશ્લિષ્ટ કાષ્ઠથી ઘડેલા રથાને ભૂમિ ઉપર રહેલા વિમાનની જેમ નિર્માણ કરે છે. તે નાભિપુત્ર પેાતાના ચક્રવતીના ભવની જેમ સારી રીતે પરીક્ષા કરેલા પરાક્રમવાળા પાયદળના સૈનિકેાના સંગ્રહને કરે છે. તેમાં નવીન મહારાજ્ય રૂપી પ્રાસાદના સ્તંભ જેવા મહાબળવાન સેનાધિપતિઓને સ્થાપે છે. તે તે વસ્તુઓના ઉપયાગમાં કુશળ એવા જગત્પતિ ગાય, બળદ, ઉટ, મહિષ, અશ્વતર (ખચ્ચર) વગેરેનો સંગ્રહ કરે છે.
તે વખતે કલ્પવૃક્ષેા વિચ્છેદ પામ્સે થકે લેાકેા કંદ, મૂળ અને ફળ ખાય છે, તેમજ ઘાસની જેમ પેાતાની. મેળે ઉત્પન્ન થયેલ શાલિ (ચાખા), ઘઉં, ચણા અને. મગ વગેરે વનસ્પતિઓને પકાવ્યા વિના (કાચી ) ખાય છે. તે આહાર ન પચવાથી તે યુગલિક મનુષ્યેા વડે વિજ્ઞપ્તિ કરાયેલ પ્રભુ કહે છે કે હાથવડે તે વનસ્પતિઆને મસળીને તેની છાલ દૂર કરીને હમણાં ખાઓ. તે સાંભળીને જગત્પતિના ઉપદેશ મુજબ તેવી રીતે ખાવા છતાં પણ ઔષધિએ કઠિન હાવાથી તે આહાર પણ પચતા નથી.
ફરીથી તેઓએ વિનંતિ કરવાથી સ્વામી કહે છે કેતે વનસ્પતિઓને હાથથી મસળીને પાણી વડે ભી'જવીને પાંદડાના પડિયામાં રાખીને ખાઓ. તેઓ તેવી રીતે કરે. છે. તા પણ તેને અજીણુ આહારની તેવા પ્રકારની
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૬૫
વેદના થાય છે. તેથી તેએ વડે વિનંતિ કરાયેલા જગત્પ્રભુ આ પ્રમાણે બતાવે છે કે પૂર્વ કહેલી વિધિ કરીને તે પછી ઔષધિઓને મુઠ્ઠીમાં, તડકામાં અને કાંખમાં રાખીને તેવી રીતે સુખપૂર્વક ખાઓ.
અગ્નિની ઉત્પત્તિ
તેમ કરવા છતાં પણુ અજાણે આહાર વડે લેાકેા પીડા પામતા હતા. હવે તે વખતે પરસ્પર શાખાએ ઘસવાથી વૃક્ષ ખંડને વિષે અગ્નિ ઉત્પન્ન થયેા. તૃણ અને કાષ્ઠ વગેરેને માળતા તે અગ્નિને જોઈ ને દેદ્દીપ્યમાન રત્નના ભ્રમથી તે યુગલિક મનુષ્યેા દોડીને હાથ વડે તેને પકડવાની શરુઆત કરે છે. તે અગ્નિ વડે ખળતા તેઓ ભય પામ્યા થકા પ્રભુ પાસે આવીને ‘કાંઈક નવું અતિ અદ્ભુત ઉત્પન્ન થયું છે” એ પ્રમાણે નિવેદન કરે છે.
સ્વામી કહે કે “ સ્નિગ્ધ અને રૂક્ષ કાળના ચેાગે અગ્નિ પ્રકટ થયેા છે. એકાંત રૂક્ષ કાળમાં અને એકાંત સ્નિગ્ધ કાળમાં અગ્નિ હોતા નથી. ’ આ અગ્નિની પાસે ઊભા રહીને છેડે રહેલા તૃણ આદિને દૂર કરીને તે પછી તેને ગ્રહણ કરો તે પછી પૂર્વ કહેલી વિધિ વડે એ ઔષધિઆને શેાધીને અગ્નિમાં નાંખીને પકાવીને ખાઓ.
મુગ્ધ (ભેાળા) એવા તેએ તે પ્રમાણે કરે છે. અગ્નિવર્ડ તે ઔષધિઓ મળી ગઈ. ક્રીથી સ્વામીની પાસે આવીને કહે છે કે-હ સ્વામિન! ભૂખ્યા એવા એ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
અગ્નિ અમને કાંઈપણ આપતું નથી, પેટભરાની જેમ એકલો જ નાંખેલી બધી ઔષધિઓને ખાઈ જાય છે.
તે વખતે પ્રભુ પણ હાથીના સ્કંધ ઉપર ચઢેલા હતા, તે તેઓની પાસે લીલા માટીના પિંડને મંગાવે છે. હાથીના કુંભ સ્થળ ઉપર માટીના પિંડને સ્થાપન કરીને હાથવડે વિસ્તારીને ભાજન (પાત્ર) બનાવે છે. આ પ્રમાણે શિમાં પ્રથમ કુંભકારશિલ્પ સ્વામીએ તેઓને બતાવ્યું.
સ્વામી કહે છે કે આ રીતે બીજા પણ પાત્રો બનાવીને અગ્નિની ઉપર તેઓને રાખીને તેમાં ઔષધિઓ પકા, તે પછી ખાઓ. તેઓ પણ સ્વામીની આજ્ઞા પ્રમાણે તે પ્રમાણે કરે છે. ત્યારથી માંડીને પ્રથમ શિલ્પી. કુંભાર થયા.
જગત્પતિનું શિલ્પકલા આદિનું કથન
જગ...ભુ ઘર આદિના નિર્માણ માટે સુથાર અને લુહારનું નિર્માણ કરે છે. મહાપુરુષનું સર્જન વિશ્વના સુખસંપાદન માટે હંમેશાં થાય છે. લોકોને વિવિધ ચિત્ર કર્મની કીડાના વિનદ માટે ઘર આદિમાં ચિત્રકર્મ કરવા માટે તે પ્રભુ ચિત્રકારોનું નિર્માણ કરે છે. જોકે માટે વસ્ત્ર કરવા માટે વણકરનું નિર્માણ કરે છે. ખરેખર ! તે વખતે સર્વ કલ્પવૃક્ષના સ્થાને પ્રભુ જ કલ્પવૃક્ષ હતા.
" આ પ્રમાણે એ પાંચે ય શિલ્પ દરેક વિશ–વિશ ભેદથી ભિન્ન હોવાથી સો શિલ્પકમાં નદીઓના પ્રવાહની
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૬૭
જેમ વિસ્તાર પામ્યા તેમજ ઘાસ લાવનારા કઠીયારા, ખેતી અને વાણિજ્ય કર્યું પણ લેાકેાની આજીવિકા માટે મતાવ્યા.
જગતની વ્યવસ્થારૂપી નગરીના ચતુષ્પથ સરખી શામ-દામ-ભેદ અને દંડ એ ચાર નીતિઓને રચે છે.
તે પ્રભુ ભરતને અહાંતેર કળાએ શીખવાડે છે, તે ભરત પણ પેાતાના ભાઈએ, પુત્રો અને ખીજાઓને પણ સારી રીતે ભણાવે છે. સુપાત્રમાં આપેલી વિદ્યા સે શાખાવાળી થાય છે.
નાભિનંદન પ્રભુ બાહુબલીને હાથી-ઘેાડા–સ્રી અને પુરુષાના ઘણા પ્રકારે ભેદ પામતાં લક્ષણા જણાવે છે. બ્રાહ્મીને અઢાર લિપિએ જમણા હાથ વડે અને સુ'દરીને વળી ડાખા હાથ વડે ગણિત ખતાવે છે.
સકલ વસ્તુમાં રહેલ માન-ઉન્માન-અવમાન-પ્રતિમાન તેમ જ ણિ વગેરેની પરાવવાની વિધિ પ્રવર્તાવે છે. વાદી અને પ્રતિવાદીને! સ્વામી વડે બતાવેલા વ્યવહાર રાજા–પ્રધાન અને કુલગુરુની સાક્ષી સાથે થાય છે. નાગ આદિનું પૂજન, ધનુષવેધકળા, ચિકિત્સાશાસ્ત્ર, યુદ્ધકળા, અપાય શાસ્ત્ર, અંધ-વધ–ઘાત અને ગેાખી તે પછી
થયા.
ત્યારથી માંડીને મનુષ્ચામાં આ મારી માતા, આ મારા પિતા, ભાઈ, આ મારી ભાર્યાં, આ મારું ઘરધન એ પ્રમાણે મમતા ઉત્પન્ન થઈ.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિવાહ પ્રસંગે પ્રભુને વસ્ત્ર વડે શણગારેલા અને અલંકારો વડે અલંકૃત જોઈને લોક પણ ત્યારથી માંડીને પોતાને શણગારે છે અને અલંકૃત કરે છે. તે વખતે પ્રભુએ કરેલ પાણિગ્રહણ જોઈને લોક પણ આજે ય તેવી રીતે વિવાહવિધિ કરે છે. “મહાપુરુષોએ પ્રવર્તાવેલ માર્ગ ધવ થાય છે. પ્રભુના વિવાહ પછી આપેલી કન્યાનું પરણવું થયું.
ચૂડા–ઉપનયન-વિદ્યા અને આપૃછા પણ તે પછી પ્રવર્યા.
આ પ્રમાણે “આ પિતાનું કર્તવ્ય છે” એમ જાણતાં સ્વામી આ પ્રમાણે સર્વ સાવદ્ય પણ લોકની અનુકંપા વડે પ્રવર્તાવે છે. પ્રભુના ઉપદેશની પરંપરાથી આજે પણ જગતમાં સર્વ કળા વગેરે વિદ્વાનોએ શાસ્ત્રરૂપે ગૂંથેલું પ્રવર્તે છે. સ્વામીની શિક્ષા વડે સમગ્ર લેક દક્ષ થયો. ઉપદેશક વિના મનુષ્ય પણ પશુની માફક આચરણ
જગત્પતિની રાજ્યવ્યવસ્થા જગતથિતિરૂપી નાટકના સૂત્રધાર એવા સ્વામી તે વખતે ઉગ્ર, ગ, રાજન્ય અને ક્ષત્રિય ભેદ વડે ચાર પ્રકારના માણસોની સ્થાપના કરે છે. ત્યાં ઉગ્ર દંડના અધિકારી આરક્ષક પુરુષે તે ઉગ્ર, ઇંદ્રના ત્રાયન્ટિંશકની જેવા પ્રભુના મંત્રિ વગેરે તે ભેગ, પ્રભુના સમાન આયુષ્ય
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
વાળા જેઓ હતા તે રાજન્ય થયા, બાકીના પુરુષો ક્ષત્રિય એ રીતે થયા.
આ પ્રમાણે નવીન વ્યવહાર વ્યવસ્થાની રચના કરીને પ્રભુ નવીન રાજ્યલક્ષ્મીને ભોગવે છે. વ્યાધિની ચિકિત્સા કરનાર વ્યાધિયુક્ત માણસોમાં જેમ ઔષધ આપે છે, તેમ પ્રભુ દંડ કરવા લાયક એવા લેકમાં અપરાધ પ્રમાણે દંડ કરે છે, તેથી દંડથી ભય પામી લેકે ચેરી આદિ કરતા નથી, જેથી એક જ દંડનીતિ સર્વ અનીતિરૂપ સાપને વશ કરવામાં જાંગુલી મંત્ર સરખી થઈ | સુશિક્ષિત લોક પ્રભુની આજ્ઞાની જેમ કેઈન ક્ષેત્ર, ઉદ્યાન અને ગૃહ આદિની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. મેઘ પણ ગર્જનાના બહાનાથી જગ...ભુના ન્યાયધર્મની
સ્તુતિ કરતો હોય તેમ ધાન્યની ઉત્પત્તિ માટે યોગ્ય સમયે વરસે છે. તે વખતે ધાન્યના ખેતરો વડે શેરડીના વાડાઓ વડે અને ગોકુલે વડે પરિપૂર્ણ લેકે પિતાની અદ્ધિ વડે પ્રભુની મહાન ઋદ્ધિને બતાવતા હોય તેમ શેભે છે. હેય અને ઉપાદેયના વિવેકજ્ઞાનમાં કુશળ કરાયેલા લોકો વડે પ્રભુ પ્રાયઃ મહાવિદેહક્ષેત્ર સરખા ભરતક્ષેત્રને કરે છે. રાજ્યાભિષેકથી પ્રારંભીને પૃથ્વીનું પાલન કરતા નાભિનંદન પ્રભુ ત્રેસઠ લાખ પૂર્વ વ્યતીત કરે છે.
ઋષભદેવ પ્રભુનું વસંતોત્સવનું નિરીક્ષણ
એક વખત પ્રભુ કામદેવે કર્યો છે નિવાસ જેમાં એ વસંતમાસ આવ્યે છતે પરિવારના અનુરોધથી
Page #209
--------------------------------------------------------------------------
________________
૧eo
- શ્રી ઋષભનાથ ચરિત્ર
ઉધાનમાં ગયા. ત્યાં પુષ્પાભરણથી ભૂષિત જગ...ભુ પુષ્પના બનાવેલા વાસગૃહમાં શરીરધારી વસંતકાલની જેમ બેઠા હતા. તે વખતે વસંતલમી વિકસિત આમ્રવૃક્ષના મકરંદનું પાન કરવાથી ઉન્મત્ત થયેલ ભ્રમરેના ગુંજારવ વડે જગત્પતિનું સ્વાગત કરતી હોય તેમ શોભે છે. મલયગિરિના વાયુરૂપી નૃત્યકાર પંચમસ્વરને બેલતી કોયલે. વડે જાણે નાટકને પૂર્વભાગ શરૂ કરાયે હોય તેમ લતાનૃત્ય બતાવે છે. મૃગ સમાન નેત્રવાળી સ્ત્રીઓ કામુક પુરુષની જેમ કુરુબક–અશોક અને બકુલને આશ્લેષ-- પાદુધાત અને મુખાસ આપે છે. પ્રબળ સુગંધિથી ભ્રમરોને આનંદ આપનાર તિલકવૃક્ષ યુવાનને ભાલસ્થલની જેમ વનસ્થલીને શેભાવે છે, પુષ્ટ સ્તનભાર વડે કાદરીની માફક ઘણું પુષ્પગુચ્છના ભાર વડે લવલીલતા નમેલી છે, મલયાનિલ દક્ષ કામુકની પેઠે ધીમે ધીમે આમૂલતાને મુગ્ધ વધૂની માફક આશ્લેષ કરે છે.
જાંબૂ, કદંબ, આચ, ચંપક અને અશેક વૃક્ષરૂપી લાકડીઓ વડે કામદેવ દંડધારીની માફક પ્રવાસીઓને હણવા માટે સમર્થ થાય છે.
- તાજા પાટલ વૃક્ષના પુષ્પના સંપર્ક વડે. સુગંધી કરાયેલ મલયને પવન જળની માફક કેને હર્ષ આપતો નથી ? મધુ રસ વડે અત્યંતર સારવાળે મધુકવૃક્ષ આવતા એવા ભ્રમરો વડે મધુપાત્રની માફક કલકલ અવાજથી. વ્યાપ્ત કરાય છે. કામદેવ વડે ગોલિકા ધનુષ્ય (ગેફણ)ને અભ્યાસ કરવા માટે કદંબપુષ્પના બહાનાથી જાણે ગોળીએ.
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭૧
તૈયાર કરી હાય એમ હું માનું છું. વાવ-કૂવા અને પરખમાં પ્રિય એવા વસંતે ભ્રમરરૂપી મુસાફોને વાસંતીલતા મકરંદની પરખની જેમ મનાવી.
અત્યંત પુષ્પની સુગંધથી સપન્ન એવા સિંદુવાર વૃક્ષ વડે પ્રાણને વિષે વિષની જેમ પ્રવાસીઓને મહામાહ કરાય છે. વસંતેાદ્યાનના પાલક વડે ચંપક વૃક્ષને વિષે નિચેાજિત કરાયેલા ભ્રમરો આરક્ષકની જેમ નિઃશક ભ્રમણ કરે છે. જેમ યૌવન સ્ત્રી-પુરુષને શૈાભા આપે, તેમ વસંત ઉત્તમ અને અનુત્તમ એવા વૃક્ષ અને લતાઆને શેશભા આપે છે.
મૃગ નયનાએ (=સ્રીઓ) મહા અતિથિ એવા વસંતને અર્ધ્ય આપવા માટે ઉત્સુક હોય તેમ તે ઉદ્યાનમાં પુષ્પાને વીણવાના આરંભ કરે છે. કામદેવના હથિયારરૂપે અમે હેતે છતે ખીજા હથિયારો વડે શું? એ પ્રમાણે બુદ્ધિથી સ્ત્રીએ પુષ્પાને ચૂંટે છે. પુષ્પાને ઉખેડી નાખવાથી તેના વિયેાગની પીડાથી દુ:ખી થયેલી વાસ'તી જાણે મધુર અવાજ કરતા ભ્રમરો વડે રુદન કરે છે!
કઈક સ્ત્રી મલ્લિકા (મેગરા)ને ચૂંટીને આગળ જતી તેમાં ચેાંટી ગયેલા વસ્ત્રવાળી ‘તું ખીજે ન જા’ એ પ્રમાણે તેના વડે નિષેધ કરાતી ત્યાં જ ઊભી રહે છે.
*
,
કોઈક સ્ત્રી ચ’પાના ફૂલને વીણતી પાતાના આશ્રયના ભરંગ થવાથી ક્રોધ વડે જાણે ઉડતા ભ્રમરવૃંદ વડે દશ કરાય છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ઊંચી કરી છે. બહુલતા જેણે એવી કાઈક સ્ત્રી બાહુના મૂળને જોનારા યુવાનેાના મનની સાથે અત્યંત ઊંચે રહેલા પુષ્પાને હરણ કરે છે.
નવા પુષ્પના ગુચ્છાએ જેના હાથમાં છે એવી પુષ્પ ગ્રહણ કરનારી સ્ત્રીઓ ચાલતી વેલડીની માફક શોભે છે.
પુષ્પને વીણવાના કુતૂહલવાળી વૃક્ષની દરેક શાખામાં વળગેલી સ્ત્રીઓ વડે વૃક્ષેા જાણે સ્ત્રીરૂપી ફળ ઉત્પન્ન થયા હાય એવા શેશભે છે.
કોઈક પુરુષ પાતાની જાતે વીણેલી મેગરાની કડીએ વડે માતીની માળાને વિડ`ખના કરે એવા સ્ત્રી માટે સવ અંગના આભરણ કરે છે. કાઈક યુવાન પેાતાના હાથે વિકસિત પુષ્પા વડે પ્રિયાના અખાડાને કામદેવના ભાથાની જેમ પૂરે છે. કાઇક પુરુષ પાંચ વષ્ણુના પુષ્પા વડે ઇન્દ્ર ધનુષ્યની વિડ’ખના કરે એવી માળા પેાતાની જાતે ગૂ'થીને પ્રિયાને આપીને સતાષ પમાડે છે. કાઈક પ્રિયા વડે રમતપૂર્વક ફેકેલા પુષ્પના દડાને ચાકર જેમ પ્રસાદને સ્વીકારે તેમ હાથ વડે સ્વીકારે છે.
કોઇક મૃગલાચના (સ્ત્રીએ ) હીંચકાના આંદોલન · વડે ગમનાગમન કરતી અપરાધી પતિઓની જેમ પગ વડે વૃક્ષના અગ્રભાગને હણે છે.
કોઈક હી'ચકા ઉપર ચડેલી નવાઢા પ્રિયના નામને સખીજના પૂછતે છતે નીચા મુખવાળી સખીએના લતાના આઘાતને સહન કરે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭૩
કોઈક સન્મુખ રહેલી કાતર નેત્રવાળી સ્ત્રી સાથે હીંચકા ઉપર ચઢેલો તેણના ગાઢ આલિંગનની ઈચ્છા વડે હીંચકાને ગાઢપણે હીંચેળે છે. કેટલાક યુવાને ઉદ્યાનના વૃક્ષને વિષે દરેક શાખાએ હીંચકા હીંચકવાની કીડા વડે વાંદરાઓની માફક શોભે છે.
ઋષભદેવ પ્રભુને વૈરાગ્ય હવે ત્યાં ઉદ્યાનમાં આ પ્રમાણે નગરજને કીડા કરતા છતાં સ્વામી વિચારે છે : બીજે કઈક સ્થળે આવી કીડા શું જોઈ છે? હવે સ્વામી અવધિજ્ઞાન વડે પિતે પૂર્વે ભગવેલા ઉત્તરોત્તર અનુત્તર દેવલેક પયતના સ્વર્ગના સુખને જાણે છે.
ફરીથી ગળી ગયા છે મોહના બંધન જેના એવા સ્વામી વિચારે છે : વિષયમાં વ્યામૂઢ થયેલ આ લેક પિતાના હિતને જાણતા નથી તેને ધિકકાર હે. અહો! આ સંસારરૂપી કૂવામાં જીવો કર્મવડે અરઘટ્ટ ઘટી ન્યાય વડે ગમનાગમનની ક્રિયા કરે છે. તે મેહાંધ મનવાળા પ્રાણીઓને ધિક્કાર હો, જેઓનો આ જન્મ સુતેલાની રાત્રિની માફક સર્વથા ફેગટ જ જાય છે. આ રાગ-દ્વેષ અને મેહ જેના ઉદય પામતા ધર્મને, ઉંદરે જેમ વૃક્ષને કાપે તેમ મૂળમાંથી કાપી નાંખે છે. અહો ! મૂઢમાણસ ન્યગ્રોધ (પીંપળા) વૃક્ષની જેમ ક્રોધને વધારે છે, પરંતુ તે પિતાને વૃદ્ધિ પમાડનારને મૂળમાંથી ખાઈ જાય છે. હાથી ઉપર ચઢેલા મહાવતની જેમ માન ઉપર
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચઢેલા મર્યાદાનું ઉલ્લંઘન કરનારા આ મનુષ્યો કાંઈપણ ગણકારતા નથી. કપિકછૂબીજની શીંગ (કૌચના બીજની શીંગ)ની જેમ ઉપતાપ કરનારી માયાને દુષ્ટ આશયવાળા આ પ્રાણીઓ હંમેશાં ત્યાગ કરતા નથી. ખારા પાણીથી દૂધની જેમ, અંજનવડે શ્વેત વસ્ત્રની જેમ, એક લોભ વડે નિર્મળ એ ગુણને સમૂહ દૂષિત થાય છે. કહ્યું છે કે रत्तिधा य दियंधा, जायंधा माय-माण-कोवंधा । कामधा लोहंधा, कमेण एए विसेसंधा ॥
રતાંધળા, દિવાંધ, જન્માંધ, માયાધ, માન, કે પાંધ, કામાંધ અને લેભાધ એ અનુકમે એક–એકથી વિશેષ અંધ છે.” છે સંસારરૂપી કેદખાનામાં ચાર કષાયો પહેરેગીર જેવા જાણવા. જ્યાં સુધી પાસે રહેલા તેઓ જાગે છે, ત્યાં સુધી મનુષ્યોને મોક્ષ કયાંથી થાય? ભૂતથી ગ્રહણ કરાચેલાની જેમ સ્ત્રીઓને આલિંગન કરવામાં વ્યાકુલ એવા પ્રાણીઓ ચારે તરફથી ક્ષય પામતા એવા આયુષ્યને પણ જાણતા નથી. ઔષધવડે સિંહના આરોગ્યની માફક તે તે વિવિધ આહારે વડે પિતાની જાતે પિતાના અનર્થ માટે ઉન્માદ કરે છે. આ સુગંધી પદાર્થને હું સુંધુ, એ પ્રમાણે સુગંધમાં મૂઢ ભ્રમરની જેમ ભ્રમણ કરતો કયારે ય શાંતિ પામતો નથી. રમકડા વડે બાળકની માફક લેક શરુઆતમાં સુંદર લાગે એવી સ્ત્રી વગેરે વસ્તુઓ વડે પિતાને ઠગે છે
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭૫
નિદ્રાળુની જેમ શાસ્ત્રના અનુચિંતનથી રહિત વેણુવીણા-આદિના શબ્દોને વિષે નિર ંતર સાવધાન થઈ પેાતાના લાભથી ભ્રષ્ટ થાય છે. વાત, પિત્ત અને કફની જેવા એકી સાથે પ્રમળ એવા વિષયેા વડે પ્રાણીઓની ચેતના લુપ્ત થાય છે. તેઓને ધિક્કાર થાએ !
આ પ્રમાણે અસાર સ`સારના વૈરાગ્યની ચિંતારૂપી તાંતણાવર્ડ સીવાયુ' છે મન જેનુ' એવા પરમેશ્વર જેટલામાં થયા, તેટલામાં બ્રહ્મલેાકને અંતે નિવાસ કરનાર સારસ્વત વગેરે નવ લેાકાંતિક દેવા જગત્પ્રભુના ચરણ પાસે આવે છે. તે દેવેનાં નામ આ પ્રમાણે
-:
सारस्सय माइच्चा, वन्ही वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा, मरुआ तह चेव रिट्ठाय ॥
“ સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગતાય, તુષિત, અવ્યાબાધ, મરુત અને ષ્ટિ'
લોકાંતિક ધ્રુવેાની ધર્માંતી પ્રવર્તાવવા માટે વિજ્ઞપ્તિ
મસ્તક ઉપર કમળકેાશ સરખી અંજલિ ખાંધી જાણે ખીજો મુકુટ કર્યો હાય તેવા તે લેાકાંતિક દેવા આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે :
સશ—ચૂડામણિષદ્દા—નજમાયપુર | भरह खेतनिष्णट्ठ - मोक्खमग्गपदीव || २ || જોવવસ્થા પમા, નન્હા નાદ્ ! પટ્ટિયા | यवत्सु तहा धम्म - तित्थ किच्च नियं सर ॥२॥
Page #215
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
''
“ ઇંદ્રના મુકુટની પ્રભારૂપી પાણીમાં મગ્ન થયા છે ચરણકમળ જેના, ભરતક્ષેત્રમાં નષ્ટ થયેલા મેાક્ષ માને પ્રકાશિત કરવામાં દ્વીપક સમાન હે નાથ! જેમ આપે પ્રથમ લેાકવ્યવસ્થા પ્રવર્તાવી, તેવી રીતે ધર્માંતીથ પ્રવર્તાવા, પેાતાના કર્તવ્યને યાદ કરેા.” ૧–ર
૧૭૬
આ પ્રમાણે તે લેાકાંતિક દેવે પ્રભુને વિજ્ઞપ્તિ કરીને દેવલેાકમાં પેાતાના બ્રહ્મલેાકના સ્થાને ગયા. પ્રયા ગ્રહણ કરવાની અભિલાષાવાળા સ્વામી પણ નંદન ઉદ્યાનમાંથી તરત જ પેાતાના પ્રાસાદે આવ્યા. લક્ષ્મ-વવહાર–રજ્ઞ—ટ્વિ—વેશ—કમળસવો । एवं पहुणो पुण्णो, एसो बीओ व उसो ||
પ્રભુના જન્મ વ્યવહાર રાજ્યસ્થિતિ અને વૈરાગ્ય આદિને બતાવનારા સ્વરૂપવાળે આ પ્રમાણે આ ખીજે ઉદ્દેશક પણ સમાપ્ત થયેા.
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કદ અ-ગિરિ પ્રમુખ અનેક તીથેોના ઉદ્ધારક, શાસનપ્રભાવક, આ-બાલબ્રહ્મચારી, સૂરિશેખર, આચાય વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલંકાર, સમયજ્ઞ, શાંતમૂર્તિ, વાત્સલ્યવારિધિ, આચાય વિજયવિજ્ઞાનસૂરીશ્વર પટ્ટધર સિદ્ધાંત મહેદધિ, પ્રાકૃતભાષા વિશારદ, વિજય કસ્તૂરસૂરિ રચિત મહાપુરુષચરિતને વિષે પ્રથમ વર્ગમાં શ્રી ઋષભપ્રભુના જન્મ-વ્યવહાર–રાજ્યસ્થિતિ અને વૈરાગ્ય આદિના સ્વરૂપવાળા ખીજે ઉદ્દેશ.
સમાપ્ત.
Page #216
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્દેશ
' - 8ષભદેવ પ્રભુનું ભરતને રાજ્યદાન ' હવે નાભિનંદન પ્રભુ ચારે તરફથી ભરત–બાહુબલી વગેરે પુત્રોને અને બીજા સામંત વગેરેને બોલાવે છે. પ્રભુ ભરતને કહે છે : “હે વત્સ! તું આ રાજ્ય ગ્રહણ કર, અમે સંયમસામ્રાજયને હવે ગ્રહણ કરીશું.”
આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળીને તે વચનવડે ક્ષણવાર નીચા મુખવાળા થઈને બે હાથ જોડી ભરત. નમસ્કાર કરીને ગદ્ગદ્દપણે આ પ્રમાણે કહે છે – : “હે નાથ ! આપના ચરણકમળની પીઠની આગળ આળેટતાં મને જે રીતે સુખ થાય છે, તે રાજ્યસિંહાસન ઉપર બેઠેલા મને સુખ નથી. હે પ્રભુ! તમારી આગળ પગવડે દેડતાં મને જે સુખ થાય, તે સુખ લીલા સહિત હાથીને સ્કંધ ઉપર ચઢેલા મને થતું નથી. તમારા વગરના મારે સામ્રાજ્યની સંપત્તિવડે શું પ્રજન છે? તમારી સેવાના સુખરૂપ ક્ષીરસમુદ્ર વાળા મને રાજ્યનું સુખ બિંદુ જેવું લાગે છે.
સ્વામી કહે છે કે–અમે રાજ્યને ત્યાગ કર્યો છે. રાજાના અભાવમાં પૃથ્વી પર મત્સ્ય સરખો ન્યાય પ્રવતે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
હે વત્સ! તેથી આ પૃથ્વીનું યથાગ્ય પાલન કર, તું આજ્ઞ કરનારે છે. અમારો એ જ આદેશ છે.
તે ભરત પ્રભુના સિદ્ધ આદેશનું ઉલ્લંઘન કરવા માટે અસમર્થ “સારું” એમ કહીને સ્વામીની આજ્ઞાને સ્વીકાર કરે છે. ગુરુઓને વિષે એ જ વિનયની સ્થિતિ છે.
તે પછી વિનયથી ન એ ભરત પ્રભુને મસ્તક વડે પ્રણામ કરીને પિતાના ઉન્નત વંશ જેવા સિંહાસનને શેભાવે છે.
હવે પ્રભુના આદેશથી અમાત્ય, સામંત, અને સેનાપતિ વગેરેએ જેમ દેવોએ પ્રભુને અભિષેક કર્યો તેમ ભરતને અભિષેક કર્યો.
તે વખતે ભરતના મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્ર સરખું છત્ર સ્વામિના અખંડ શાસનની જેમ શેભે છે. તેની બન્ને પડખે વીંજાતા ચામરો બે ભરતાદ્ધમાંથી આવતી લક્ષ્મીના આવેલા બે દૂત જેવા શેભે છે. તે વૃષભનંદન પિતાના અત્યંત નિર્મળ ગુણ જેવા વસ્ત્રો અને મુક્તાલંકારો વડે શેભે છે.
મેટા મહિમાનું પાત્ર એ તે ન રાજા રાજસમુદાયવડે પિતાના કલ્યાણની ઈચ્છાવડે ચંદ્રની જેમ નમસ્કાર કરાશે. ' હવે પ્રભુ બીજા બાહુબલી વગેરે પુત્રોને પણ યથેચિત દેશ વહેચીને આપે છે. તે પછી પ્રભુ કલ્પવૃક્ષની
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭૯
પેઠે મનુષ્યોને પોતાના મનની પ્રાર્થનાને અનુરૂપ સાંવસરિક દાન આપે છે.
સાંવત્સરિક દાન જે જેને અથીર હોય તે તેને ગ્રહણ કરો” આ તે પ્રમાણે ઉલ્લેષણ પ્રભુ ચતુષ્પથ, ચત્વર, પ્રતોલી આદિ
સ્થાનમાં કરાવે છે. ઈ છે આદેશ કરેલા કુબેરવડે પ્રેરણા કરાયેલા ભકદે ચિરકાળથી ભ્રષ્ટ થયેલા, નષ્ટ થયેલા, સ્વામી વગરના, અત્યંત નાશ પામેલા પૂલવાળા, પર્વતના કુંજમાં રહેલા, સ્મશાનસ્થાનમાં છૂપાવેલા, ઘરની અંતર છૂપાવેલા રજત-સુવર્ણ અને રત્ન આદિ ધન ચારેય બાજુથી લાવીને દાન આપતા સ્વામીને જેમ મેઘ પાણીને પૂરે તેમ પૂરે છે.
નાભિનંદન દિવસે દિવસે સૂર્યોદયથી માંડીને ભોજન સમય સુધી એક કરોડ અને આઠ લાખ સુવર્ણ આપે છે. એક વર્ષે ત્રણસો અઠયાસી કોડ અને એંશી લાખ સુવર્ણનું દાન આપે છે. કહ્યું છે કેतिन्नेव य कोडिसया, अट्ठासीई य हुति कोडीओ। असिइंच सयसहस्स, एयं संवच्छरे दिन्न ।
આ પ્રમાણે એક વર્ષમાં ત્રણસો અઠયાસી કોડ અને એંશી લાખ (સુવર્ણ) આપ્યું.” - સ્વામીના પ્રવ્રજ્યાગ્રહણને સાંભળવા વડે ઉત્પન્ન થો છે સંસારને વૈરાગ્ય જેને એવા લેકે શેષામાત્ર
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
ગ્રહણ કરતા હતા. ઈચ્છા મુજબ દાન આપવા છતાં પણ અધિક લેતા ન હતા.
હવે સાંવત્સરિક દાનને અંતે આસન ચલાયમાન થવાથી ઇંદ્ર ભક્તિ વડે બીજા ભરતની જેમ ભગવંતની પાસે આવે છે. તે હાથમાં જળકળશ રાખી દેવેંદ્રો સાથે જગત્પતિના રાજ્યાભિષેકની જેમ દીક્ષા મહોત્સવના - અભિષેકને કરે છે.
ઋષભપ્રભુને દીક્ષા મહોત્સવ તે પછી ઇ શીવ્ર લાવેલા દિવ્ય વસ્ત્રાલંકારને જગપ્રભુ પહેરે છે. ઇંદ્ર પ્રભુના માટે અનુત્તરવિમાનના વિમાન જેવી સુદર્શના નામની શિબિકા બનાવે છે. મહેન્દ્ર વડે અપાય છે હાથ જેને એવા પ્રભુ લોકાગ્ર. પ્રાસાદ (મોક્ષ)ના પ્રથમ સોપાન સરખી તે શિબિકામાં ચઢે છે. તે શિબિકા પ્રથમ રોમાંચયુક્ત દેહવાળા મનુષ્યએ. અને પછી દેવેએ પિતાનો સાક્ષાત્ પુણ્યનો સમૂહ હોય. તેમ ઉપાડી તે વખતે સુરઅસુર વડે વગાડાતા ઉત્તમ મંગળ વાજિંત્રો નાદવડે પુષ્કરાવત મેઘની જેમ દિશાઓને પૂરે છે. જિનપતિની બન્ને પડખે બે ચામર પરલોક અને આલેકના મૂર્તરૂપે નિર્મળપણાની માફક શોભે છે. બંદિવૃન્દની જેમ દેના સમૂહવડે મનુષ્યોના કર્ણને આનંદપમાડનાર સ્વામીને જય-જયારવ કરાય છે.
શિબિકામાં ચઢેલા, માર્ગમાં જતા સ્વામી દેવવિમાન- માં રહેલી શાશ્વતુ. પ્રતિમા સરખા શોભે છે. તેવા પ્રકારના
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર -
૧૮૧ આવતા ભગવંતને જોઈને સર્વેય નગરજને સંભ્રમથી બાળકે જેમ પિતાની પાછળ દોડે તેમ દોડે છે. મયુર જેમ મેઘને તેમ ભગવંતને જોવા માટે કેટલાક મનુષ્ય ઊંચા વૃક્ષની શાખાઓ ઉપર ચઢે છે, કેટલાક પ્રભુને જોવા માટે માર્ગના પ્રાસાદે ઉપર ચઢેલા પ્રચંડ સૂર્યના તાપને ચંદ્રના પ્રકાશની જેમ માને છે. કેટલાક કાલક્ષેપને સહન નહિ કરનારા અશ્વ ઉપર ચઢતા નથી, પરંતુ પિતે જ માર્ગમાં અશ્વની માફક ઉતાવળા દેડતા જાય છે. કેટલાક પાણીમાં માછલાની જેમ લોકોની અંદર પસીને સ્વામીના દર્શનની ઈચ્છા વડે આગળ નીકળે છે.
કેટલીક સ્ત્રીઓ વેગવડે દેડતી તૂટી ગયેલા હાર વડે લાજ (ભીના ચોખા)ની અંજલી જાણે ત્રિભુવનાધીશની આગળ મૂકે છે. પ્રભુના દર્શન માટે ઉત્સુક, કેડ ઉપર રહેલા છે બાળક જેને, એવી આવતા ધણીની આગળ, જેની ઉપર વાનર ચઢેલા છે એવી લતાની જેમ ઊભી રહે છે. સ્તનકુંભના ભારથી આળસુ કેટલીક સ્ત્રીઓ બને પડખે ઊભેલી બંને સખીઓના હાથને ટેકે લઈને પક્ષ કરીને જાણે પ્રભુદર્શન માટે આવે છે. કેટલીક સ્ત્રીઓ સ્વામીના પ્રેક્ષણમહોત્સવની ઇચ્છા વડે ગતિને ભંગ કરનારા, ભારભૂત પિતાના નિતંબની નિંદા કરે છે.
કેટલીક રાજમાર્ગના પ્રાસાદ ઉપર રહેલી કુલાંગનાઓ શુભ કસુંબી વસ્ત્રવાળી ચંદ્ર અને સંધ્યા સરખી શેભાને ધારણ કરતી પૂર્ણ પાત્રોને ધારણ કરે છે. કેટલીક ચપળ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
નેત્રવાળી સ્ત્રીઓ પ્રભુને જેતે છતે ચામરની જેમ હસ્તકમળવડે વસ્ત્રના છેડાને ચલાવે છે. કેટલીક સ્ત્રીઓ નિર્ભર રપણે પિતાના પુણ્યરૂપી બીજને વાવતી હોય તેમ નાભિનંદન તરફ લાજ (ભીંજાવેલા ચેખા) ફેંકે છે. કેટલીક પ્રભુના કુળની સુવાસિની સ્ત્રીઓ મોટેથી ‘ચિરકાળ જી, ચિરકાળ આનંદ પામે એ પ્રમાણે આશીવચન આપે છે. કેટલીક નગરની સ્ત્રીએ ચંચળ આંખવાળી હોવા છતાં નિશ્ચલ આંખવાળી હોય તેમ, મંદગતિવાળી હોવા છતાં શીધ્ર ગમન કરતી થકી પ્રભુને જતી અનુગમન કરે છે.
હવે આકાશમાં મહાવિમાન વડે પૃથ્વીતળને એક છત્ર કરતા ચારે પ્રકારના દેવ આવે છે. તેમાંના કેટલાક દેવો મદજળની વૃષ્ટિ કરતાં હાથીઓ વડે આવતાં, આકાશને જાણે મેઘમય કરે છે. કેટલાક દેવ અતિવિસ્તીર્ણ ગગનરૂપી સમુદ્રમાં વહાણ સરખા ઉત્તમ અધોવડે ચાબૂક રૂપી નૌદંડ સહિત સ્વામીને જોવા માટે આવે છે. કેટલાક દેવો અતિશયવેગ વડે સાક્ષાત પવન હોય એવા રથ વડે નાભિનંદન પાસે આવે છે. કેટલાક દે વાહનકીડા શરત કરી હોય તેમ મિત્રની પણ રાહ જોતા નથી. “આ સ્વામી, આ સ્વામી,” એમ પરસ્પર કહેતાં દેવ, નગરમાં પહોંચેલા મુસાફરની જેમ વાહનોને સ્થિર કરે છે.
તે વખતે વિમાનરૂપી પ્રાસાદો વડે, હાથીઓ વડે, અશ્વો વડે અને ર વડે આકાશમાં જાણે બીજી વિનીતા
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૮૩
નગરી થઈ. ચંદ્ર-સૂર્ચા વડે માનુષાત્તર પતની જેમ પ્રકૃષ્ટ દેવ અને મનુષ્ચાથી જગન્નાથ પરિવર્યાં છે.
ઋષભદેવ પ્રભુ અને પડખે ભરત–માહુબલીવડે સેવાયેલા બે કિનારા વડે સમુદ્રની જેમ શાલે છે. બીજા અઠ્ઠાણુ. વિનીત પુત્રો વડે જગત્પ્રભુ, હાથીએ વડે ચૂંથાધિપતિની જેમ અનુસરાય છે. માતા, સ્ત્રી, પુત્રીઓ અને બીજી અશ્રુસહિત સ્રીએ જાણે ઝાકળના બિંદુવાળી પદ્મિનીએ હૈ।ય તેમ પ્રભુની પાછળ જાય છે.
આ પ્રમાણે ત્રિલેાકનાથ પૂર્વભવના સર્વાર્થસિદ્ધ વિમાનની જેવા નામ વડે સિદ્ધાર્થ ઉદ્યાનમાં આવે છે. આવીને ત્યાં અશેાકવૃક્ષના તળે સ’સારમાંથી ઉતરે તેમ શિખિકારત્વમાંથી નાભિનદન ઉતરે છે. ઉતરીને ચારે તરફથી કષાયની જેવા તે વસ્ત્ર, પુષ્પમાળા, અને આભૂષણાના જલદી ત્યાગ કરે છે. દેવેન્દ્ર પ્રભુના ધદેશમાં ચંદ્રના કિરણાથી બનાવેલુ હાય તેવુ' કામળ, શ્વેત અને સૂક્ષ્મ દેવદૃષ્ય વસ્ત્ર સ્થાપન કરે છે.
હવે રૌત્ર વિદ આઠમને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રચેાગ આવ્યે છતે દિવસના પાછલા ભાગમાં, ઉત્પન્ન થતા જય-જય શબ્દના કાલાહલના બહાનાથી હું ને પ્રકટ કરતા હાય એવા દેવ અને મનુષ્ચા વડે જોવાતા પ્રભુ ચાર દિશામાં શેષ આપવા માટે ઇચ્છતા હાય તેમ ચાર મુષ્ટિ વડે મસ્તકના વાળના લેાચ કરે છે. સૌધર્માં ધિપતિ વસ્ત્રના છેડામાં જુદા જુદા વર્ણના તંતુઓની શાભાને કરનારા પ્રભુના તે કેશને સ્વીકારે છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હવે નાથ પાંચમી મુષ્ટિ વડે બાકી રહેલા કેશને લેચ કરતાં ઇંદ્ર વડે આ પ્રમાણે પ્રાર્થના કરાયા કે-હે સ્વામિન! તમારા સુવર્ણ સમાન કાંતિવાળા સ્કંધને વિષે વાયુ વડે લેવાયેલી આ કેશવલરી મરકત સરખી શોભે છે. તેથી આના લેચ વડે સયું. “આ તે પ્રમાણે જ રહો” આ પ્રમાણે ઇંદ્રના આગ્રહથી પ્રભુ તે કેશવલ્લરીને તેમ જ ધારણ કરે છે. સ્વામી ખરેખર એકાંતભક્તની પ્રાર્થનાને ખંડિત કરતા નથી. સૌધર્માધિપતિ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાંખીને, આવીને મુષ્ટિસંજ્ઞાવડે રંગાચાર્યની જેમ કોલાહલને શાંત કરે છે.
હવે નાભિનંદન પ્રભુ છઠ્ઠ તપ કરી, સિદ્ધોને નમસ્કાર કરી દેવ, અસુર અને મનુષ્યની સમક્ષ “સર્વે સાવ નો ” “સવ સાવદ્ય ગેને ત્યાગ કરું છું” એ પ્રમાણે બોલતા મોક્ષમાર્ગના રથ જેવા ચારિત્રને સ્વીકારે છે.
સ્વામીના દીક્ષા ગ્રહણના સમયે નારકોને પણ શરદતુના તાપથી તપેલા લેકેને વાદળાની છાયાની જેમ ક્ષણવાર સુખ થયું. તે વખતે સ્વામીને દીક્ષા ગ્રહણના સંકેતની જેમ મનુષ્યક્ષેત્રવતી સંગ્નિ પંચેન્દ્રિય જીના મનોદ્રવ્યને પ્રકાશિત કરનારું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૮૫
કચ્છ-મહકચ્છ વગેરેની દીક્ષા મિત્રવર્ગોએ નિવારવા છતાં, બંધુવગે અટકાવ્યા છતાં, ભરત રાજાએ પણ વારંવાર નિષેધ કરવા છતાં કચ્છ–મહાકછ વગેરે ચાર હજાર રાજાઓ સ્વામીના અતિશયવાળા પૂર્વ પ્રસાદને યાદ કરતા, ભ્રમરની જેમ પ્રભુના ચરણકમળનો વિરહ સહન ન થવાથી પુત્ર, સ્ત્રી અને રાજ્યને તૃણની જેમ ત્યાગ કરીને “જે પ્રભુની ગતિ, તે જ અમારી ગતિએ પ્રમાણે નિશ્ચય કરીને હર્ષ વડે દીક્ષા ગ્રહણ કરે છે. ખરેખર સેવકોને એ કેમ ઉચિત છે.
- હવે ઇંદ્ર વગેરે દેવે આદિનાથને પ્રણામ કરીને બે - હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરે છે –
હે નાથ ! તમારા યથાર્થ ગુણને કહેવા માટે અમે અસમર્થ છીએ. તે પણ અમે સ્તુતિ કરીએ છીએ. તમારા જ પુણ્યપ્રભાવથી અમારી પ્રજ્ઞા અતિશયવાળી થાય છે. હે સ્વામિન ! ત્રસ–સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ કરવાથી સર્વ જીવોને અભય આપનાર એક દાનશાળા સરખા તમને નમસ્કાર થાઓ. સર્વથા મૃષાવાદને ત્યાગ કરવાવડે હિત–સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર એવા તમને નમસ્કાર થાઓ. હે ભગવંત! અદ- ત્તાદાનના પ્રત્યાખ્યાનરૂપ શુદ્ધ માગમાં પ્રથમ પથિક એવા તમને નમસ્કાર થાઓ. હે જગત્પતિ! મન્મથરૂપી અંધકારનું મથન કરનાર અખંડ શુદ્ધ બ્રહ્મચર્યના તેજ વડે સૂર્ય સરખા તમને નમસ્કાર થાઓ. હે નાથ ! એકી
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાથે પૃથ્વી વગેરે સર્વ પરિગ્રહના તૃણની જેમ ત્યાગ કરનારા નિલેભસ્વરૂપ તમને નમસ્કાર થાઓ. હે પ્રભુ ! પાંચ મહાવ્રતના ભાર વહન કરવામાં વૃષભ સમાન સ’સારસમુદ્રને તરવામાં અતિકુરાળ મહાત્મા એવા આપને નમસ્કાર થાએ. હું આદિનાથ ! પાંચ મહાવ્રતની જાણે પાંચ. બહેના હૈાય એવી પાંચ સમિતિએને ધારણ કરનાર એવા તમને નમસ્કાર થા. આત્મામાં જ રમતા કરનારુ' છે એક ચિત્ત જેવુ... એવા, વચન ચેાગના સંવરણ વડે શાભતા, સવ કાયાની ચેષ્ટાથી નિવૃત્ત થયેલા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા તમને નમસ્કાર થાએ.”
આ પ્રમાણે આદિનાથ ભગવંતની સ્તુતિ કરીને દેવા જન્માભિષેકની પેઠે નદીશ્વરદ્વીપમાં જઈ ને અષ્ટાફ્રિકા મહાત્સવ કરીને યથાસ્થાને ગયા. તેવી રીતે ભરતબાહુબલિ વગેરે પણ નાથને પ્રણામ કરીને દેવાની માફક કેમે કરીને પાતપાતાને સ્થાને ગયા. પ્રભુ પણ મૌનવ્રતને ધારણ કરતા, પાછળ દીક્ષિત થયેલ કચ્છ-મહાકચ્છ વગેરે. રાજાએ વડે અનુસરાયેલા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ઋષભપ્રભુ અને અન્ય મુનિઓને આહારની અપ્રાપ્તિ
ભગવાન પારણાને દિવસે કોઈ ઠેકાણે ભિક્ષા પામતા નથી, કારણકે તે વખતે એકાંત સરળ એવા લેાક ભિક્ષાદાનની વિધિને જાણતા નથી. તે લેાકેા નાથને પૂની જેમ રાજા જ માને છે. તેની ભિક્ષા માટે આવેલા ભગવ તને કેટલાક લેાકેા વેગથી સૂર્યના અશ્વને પરાભવ
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
- ૧૮૭
કરનારા અશ્વો, બીજા પરાક્રમથી દિગ્ગજોને જીતે એવા શ્રેષ્ઠ હાથીઓ, કેટલાક રૂપ–લાવણ્યથી દેવાંગનાઓને પરાભવ કરે એવી કન્યાઓ. કેટલાક વીજળીના ભ્રમને કરનારાં આભરણે, કેટલાક સંધ્યાના વાદળ સરખા જુદા જુદા વર્ણનાં વસ્ત્રો, કેટલાક મંદાર પુષ્પની માળાની સ્પર્ધા કરનારી પુષ્પમાળાઓ, કેટલાક મેરુપર્વતના શિખર સરખા સુવર્ણના રાશિને, વળી કેટલાક બીજા લેકે રોહણાચળની ચૂલા સરખા રત્નના ઢગને આપે છે.
સ્વામી ભિક્ષા ન મળવા છતાં પણ દીનતા રહિત મનવાળા જંગમતીથની જેમ સદા વિહાર કરતા પૃથ્વીને પવિત્ર કરે છે. સાત ધાતુ રહિત દેહવાળા હોય તેમ સુસ્થિત ભગવાન બુધા-પિપાસા આદિ પરિષહોને સહન કરે છે.
પિતાની જાતે દીક્ષા લીધેલા તે રાજાઓ વહાણો જેમ પવનને અનુસરે તેમ સ્વામીને અનુસરતા તેવી જ રીતે વિચારે છે.
કચ્છ-મહાક૭ આદિની ચિંતા હવે તત્ત્વજ્ઞાનથી રહિત એવા તે તપસ્વીઓ સુધા. તૃષા આદિથી પીડા પામેલા તે રાજાએ પોતાની બુદ્ધિ અનુસાર આ પ્રમાણે વિચારે છે –
આ સ્વામી કિં પાકફળની જેમ મધુર ફળોને પણ ખાતા નથી, ખારા પાણીની જેમ મીઠા પાણીને પણ થતા નથી. પરિક (શરીર સંસ્કાર)ની અપેક્ષા વગરના.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્નાન કરતા નથી અને વિલેપન કરતા નથી. ભારની પેઠે વસ્ત્ર, અલંકાર અને માલ્યને ગ્રહણ કરતા નથી. પર્વતની જેમ પવનથી ઉડેલી માર્ગની ધૂળ વડે આલિંગન કરાય છે, તેમજ મસ્તક ઉપર સૂર્યના તીવ્ર આપને સહન કરે છે, શયન-આસન આદિથી રહિત હોવા છતાં પણ પરિશ્રમને જાણતા નથી, પર્વતના શ્રેષ્ઠ ગજેન્દ્રની જેમ શીત–ઉણુ વડે કલેશ પામતા નથી, ભૂખને પણ ગણતા નથી, તરસને જાણતા નથી, વૈરથી યુક્ત ક્ષત્રિયની જેમ નિદ્રાને સેવતા નથી, અનુચર જેવા અમને જાણે અપરાધ કર્યો હોય તેમ દષ્ટિ વડે પણ આનંદ પમાડતા નથી. વાતચીત કરવાની તે શું વાત? વળી પુત્ર-સ્ત્રી આદિ પરિગ્રહથી પરાડ મુખ પ્રભુ જે કાંઈ મનમાં વિચારે છે તે આપણે જાણતા નથી.
હવે આ પ્રમાણે વિચારીને તેઓ હંમેશાં સ્વામીના નજીકના સેવક પોતાના સમૂહના નાયક એવા કચ્છમહાકછને આ પ્રમાણે કહેવા લાગ્યા :
હે આર્ય! મુધાન વિજય કરવામાં તત્પર એવા સ્વામી ક્યાં ? અને અન્નના કીડા એવા આપણે ક્યાં ? પિપાસાને જીતનાર એવા પ્રભુ ક્યાં ? અને પાણીના દેડકા એવા આપણે કયાં? આતાપને જીતનાર એવા એ પ્રભુ ક્યાં? અને છાયાના માંકડ એવા આપણે ક્યાં ? શીતથી પરાભવ નહિ પામનારા એ ક્યાં ? શીતના વાનર -એવા આપણે ક્યાં? નિકારહિત એવા એ ક્યાં ? અને
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૮૯
નિદ્રાથી પરાભૂત એવા આપણે ક્યાં ? નિત્ય નહીં બેસનારા એવા એ ક્યાં? અને બેસવામાં પાંગળા સરખા એવા આપણે ક્યાં ?
સમુદ્ર ઉલ્લંઘનની વિધિમાં ગરુડનું અનુકરણ કરતા કાગડા સરખા આપણે સ્વામીના વ્રતગ્રહણમાં આ અનુગમન કર્યું. આજીવિકા નિમિત્ત શું હવે પિતાના રાજ્યોને ગ્રહણ કરીએ? અથવા તે રાજ્ય તે ભરતે ગ્રહણ કર્યા છે, આથી હવે ક્યાં જઈએ? અથવા આજીવિકા માટે ભરત. પાસે જ શું જઈએ ? પ્રભુનો ત્યાગ કરીને ત્યાં જવાથી પણ આપણને તેનાથી ભય થાય; તેથી હે આર્યો! પહેલાં પણ તમે હંમેશાં પ્રભુની પાસે રહેનારા તેમના ભાવને જાણનારા હતા, તેથી કાર્યમાં વિમૂઢ થયેલા અમારે શું કરવું ? તે આજે કહો.
તેઓ પણ આ પ્રમાણે કહે છે કે–જે સ્વયંભૂરમણ. સમુદ્રને તાગ (તળ) મેળવાય તે સ્વામીને ભાવ જણાય.. આગળ પણ સ્વામીએ બતાવેલ કાર્યને જ અમે હંમેશાં કરતા હતા. હમણાં કર્યું છે મૌનવ્રત જેણે એવા પ્રભુ કાંઈપણ બતાવતા નથી. જેમ તમે જાણતા નથી તેમ અમે પણ જાણતા નથી. સર્વની સમાનગતિ છે. તમે કહો આપણે શું કરીએ? - હવે તે સર્વે ભેગા થઈને વિચાર કરીને ગંગાના કાંઠે રહેલા વનમાં ગયાં, ત્યાં ઈચ્છા પ્રમાણે કંદ, મૂળ, અને ફલ ખાવા લાગ્યા. તે કાળથી આરંભીને વનવાસી
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
જટાધારી કંદ-મૂળ અને ફળના આહાર કરનારા તાપસે આ પૃથ્વી પર થયા.
નમિ-વિનમિનું આગમન
હવે કચ્છ-મહાકચ્છના પુત્રો વિનયયુક્ત નમિવિનમિ નામના પ્રભુના દીક્ષા ગ્રહણના સમય પહેલાં પ્રભુની આજ્ઞાથી દૂર દેશાંતર ગયા હતા. ત્યાંથી પાછા આવેલા એવા તેઓએ પેાતાના પિતાને વનની અંદર જોયા. તેમને જોઈને આ પ્રમાણે વિચારે છે કે ઋષભનાથ હાવા છતાં અનાથની જેમ અમારા આ પિતા કેમ આવી અવસ્થા પામ્યા ? કયાં તે ચીનાંશુક (રેશમી વસ્ત્ર) ? અને કયાં આ ભિલ્લને ચેાગ્ય વલ્કલ ? કયાં અંગમાં તે અંગરાગ અને કયાં પશુને ચેાગ્ય એવી ભૂમિરજ ? કયાં પુષ્પમાળાથી ગર્ભિત અખાડા ? અને કયાં વટવૃક્ષની જેવી જટા ? કયાં ગજેન્દ્ર ઉપર આરોહણ ? અને કયાં આ સિપાઈની માફક પગે ચાલવું ? આ પ્રમાણે વિચારતાં તે પિતાઓને પ્રણામ કરીને સવ પૂછે છે.
તે કચ્છ-મહાકચ્છ આ પ્રમાણે કહે છે:- જગતના નાથ ભગવાન ઋષભદેવે રાજ્યના ત્યાગ કરીને પૃથ્વીના વિભાગ કરીને ભરત વગેરેને આપીને વ્રત ગ્રહણ કર્યું. તે વખતે અમે બધાચે પણ સ્વામીની સાથે હાથીના ઈન્નુભક્ષણની જેમ પૂર્વાપરના વિચાર કર્યા વિના ઉતાવળથી ગત ગ્રહણ કર્યું', પર`તુ ક્ષુધા-પિપાસા-શીત-ઉષ્ણ આદિ - કલેશથી પીડાયેલા અનેે તે વ્રત છોડી દીધું. જોકે સ્વામીની
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૯૧
જેમ અમે આચારધર્મ પાળવા માટે શક્તિમાન નથી, તે પણ ગૃહવાસના ત્યાગ કરીને અહીં તપાવનમાં રહીએ છીએ.
પ્રભુ પાસે નમિ-વિનમિની રાજ્યની માગણી અને ધરણેન્દ્રનુ
આગમન
આ પ્રમાણે સાંભળીને તેએ ‘ અમે પણ સ્વામીની પાસે પૃથ્વીના ભાગ માગીએ, ’ એ પ્રમાણે કહીને તે મિ– વિનમિ સ્વામીના ચરણ પાસે આવે છે. ત્યાં જઈ ને ‘આ પ્રભુ નિઃસ’ગ છે’ એ પ્રમાણે ન જાણતાં અન્ને ય પ્રતિમામાં રહેલા પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિનવે છે :
તે
“ હે પ્રભુ! ! અમને દૂર દેશાંતર મેાકલીને તમે ભરત આદિ પુત્રોને વિભાગ કરીને પૃથ્વી આપી. અમને ગેાપદ (ખાખેાચિયા) માત્ર પણ પૃથ્વી તમે કેમ ન આપી ? તેથી હે વિશ્વનાથ ! હજુ પણ પ્રસાદ કરીને આપે, અથવા દેવાધિદેવે અમારામાં શુ દોષ જોચે ? જે ખીજું આપવું તા દૂર રહેા, પણ ઉત્તર પણ આપતા નથી.’
6
આ પ્રમાણે તેએએ કહ્યા છતાં પણ પ્રભુ કાંઈપણ ખેલતા નથી. નિમ એવા મહાત્માએ કોઈની ઐહિક ચિ'તાવડે લેપાતા નથી ’જોકે સ્વામી ખેલતા નથી, તા પણ ‘આપણું આ જ શરણુ છે' એમ નિશ્ચય કરીને તે પ્રભુની સેવા કરવા લાગ્યા. સ્વામીની પાસે રજ શાંત કરવા નિમિત્તે કમલિનીના પુત્રવડે જળાશયમાંથી
'
Page #231
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પાણી લાવીને છાંટે છે. પ્રાતઃકાળે ધર્મચક્રવતીની આગળ સુગંધથી મત્ત થયેલા ભ્રમરના સમૂહથી લેવાયેલા પુષ્પપ્રકરને તેઓ મૂકે છે. રાત્રિ-દિવસ મેરુપર્વતની બને બાજુ સૂર્ય—ચંદ્ર હોય તેમ, ખુલ્લી તલવાર રાખી પ્રભુની બંને બાજુ ઊભા રહી સ્વામીની સેવા કરે છે. ત્રણે સંધ્યાએ બે હાથ જોડી, પ્રણામ કરી આ પ્રમાણે પ્રાર્થના કરે છે કે-હે સ્વામી! અમારે બીજે કઈ સ્વામી નથી. તમે જ રાજય આપનારા થાઓ. - એક વખત સ્વામીને ચરણને વંદન કરવા માટે ઇચ્છતો શ્રદ્ધાવંત નાગકુમાર દેવને અધિપતિ ધરણેન્દ્ર ત્યાં આવે છે. તે નાગરાજ બાળકની જેવા સરળ, હંમેશાં સ્વામીની સેવામાં તત્પર, લક્ષ્મીની યાચના કરતા તે નમિ વિનમિને આશ્ચર્ય સહિત જુએ છે. તેમને જોઈને તે અમૃતરસ ઝરતી વાણુ વડે કહે છે કે –“તમે કેમ છો? દઢ આગ્રહપૂર્વક શું માગે છે ? જગતને પ્રભુએ એક વર્ષ સુધી ઇચ્છિત મહાદાન આપ્યું, તે વખતે તમે ક્યાં ગયા. હતા? હમણાં સ્વામી નિર્મમ, નિષ્પરિગ્રહ, રેષ અને. તેષથી રહિત, દેહને વિષે પણ આકાંક્ષા વગરના છે.”
આ પ્રમાણે સાંભળીને તે નમિ–વિનમિ “આ પણ સ્વામીને કઈ સેવક છે એ પ્રમાણે જાણુંને ગૌરવપૂર્વક તે નાગરાજ ધરણેન્દ્રને કહે છે કેઅમે સ્વામીના સેવક છીએ, આ અમારા સ્વામી છે. તે વખતે દીક્ષા ગ્રહણ પહેલાં કાર્ય નિમિત્તે અમને દેશાંતર જવા માટે આદેશ કર્યો
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૯૩
હતા. પેાતે પેાતાના સપુત્રોને રાજ્ય વહેંચીને આપ્યુ. સર્વધન આપી દીધા છતાં પણ એ અમને રાજ્ય આપશે, કે નહિ એવી ચિંતા શા માટે ? ' સેવકાએ તે સેવા જ કરવી જોઈ એ.
તમે જઈને ભરત પાસે માગે, સ્વામીની માફક સ્વામીને પુત્ર પણ તમને આપશે ’ આ પ્રમાણે ધરણેન્દ્ર વડે કહેવાયેલા તેઓ કહે છે કે- આ જગસ્વામીને પામીને અમે બીજા સ્વામીને નહિ કરીએ, કલ્પવૃક્ષને પામીને કેરડાને કાણુ સેવે ? અમે પરમેશ્વરને છેડીને બીજા પાસે પ્રાર્થના નહિ કરીએ. મેઘને છેડીને ચાતક ખીજા પાસે શુ' યાચે ? ભરત આદિનું કલ્યાણ હા. એ ચિંતાથી શુ? આ સ્વામીથી જે થવાનું હાય તે થા, બીજા વડે શુ ? ’
•
હવે તેએની વચનયુક્તિ વડે પ્રસન્ન થયેલા નાગરાજ આ પ્રમાણે વચન ખાલ્યા :–
'
6
આ જ સ્વામીના સેવક હું પાતાળપતિ છું. હું મહાભાગ ! મહાસત્ત્વશાળી ! આ જ સ્વામી છે, બીજા સેવા કરવા લાયક નથી' એવી તમારી દૃઢ પ્રતિજ્ઞા છે, તમારૂ' સારૂ' થાઓ, સારૂ થાઓ. ત્રણ ભુવનના સ્વામી એવા આ પ્રભુની સેવા વડે પાશથી ખેંચાયેલી હાય એવી રાજ્યસ'પત્તિઆ જલદી લાકા પાસે આવે છે. લટકતા ફળની જેમ આ લાકમાં મનુષ્ચાને એમની સેવા
. ૧૩
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી ઋષભનાથ ચરિત્ર વડે વૈતાઢયપર્વત ઉપર વિદ્યાધરેન્દ્રપણું અત્યંત સુલભ છે. પગની નીચે રહેલા નિધાનની જેમ એમની સેવા માત્રથી ભવનાધિપતિની લક્ષમી પણ શીઘ વરે છે. આ સ્વામીની સેવાથી ઇંદ્રની સંપત્તિ, વસંતઋતુથી વિચિત્ર કુસુમત્રાદ્ધિની જેમ થાય છે. એમના સેવનથી મુક્તિની નાની બહેનની જેવી દુર્લભ એવી પણ અહમિંદ્રપણાની લક્ષ્મીને પણ લોકો પામે છે. આ જગન્નાથની સેવા કરનાર ભવ્યજીવ જ્યાંથી પાછું ફરવાનું નથી એવા શાશ્વત આનંદમય મોક્ષપદને પામે છે, આ સ્વામીની જ સેવા વડે આ પ્રભુની જેમ પ્રાણી આ લોકમાં ત્રણ ભુવનને અધિપતિ અને પરલોકમાં સિદ્ધરૂપે થાય છે. આ સ્વામીને હું દાસ છું અને તમે પણ સેવક છે. નાગરાજવડે નમિ-વિનમિતે વિદ્યાધરેથનું દાન
આથી એ પ્રભુની સેવાનું ફળ વિદ્યાધરેનું એશ્વર્ય તમને હું આવું છું. એને સ્વામિની સેવાથી મળેલું જાણેબીજા પ્રકારે શંકા કરતા નહિ, કારણમાં ભૂમિને વિષે અરુણુથી થયેલો ઉઘાત પણ સૂર્યથી ઉત્પન્ન થયેલે જ છે. એમ સમજાવીને ગૌરી, પ્રજ્ઞપ્તિ, વગેરે અડતાલીશ હજાર વિદ્યાઓ ભણવા માત્રથી સિદ્ધિ આપનારી આપે છે અને આદેશ કરે છે કે–વૈતાઢયપર્વત ઉપર જઈને બંને શ્રેણીને વિષે નગરની સ્થાપના કરીને તમે અક્ષત, રાજય કરે.
પ્રભુને પ્રણામ કરીને તે નમિ–વિનમિ પુષ્પક વિમાન
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
બનાવીને, તેમાં ચઢીને નાગરાજ સાથે ચાલ્યા. પહેલાં તેઓ પોતાના પિતા કચ્છ-મહાકચ્છની પાસે જઈને સ્વામીની સેવારૂપ વૃક્ષના ફળરૂપ નવી સંપદાની પ્રાપ્તિ જણાવીને તે પછી તેઓ અધ્યાના પતિ ભરતને પિતાની ઋદ્ધિ બતાવે છે. ખરેખર માની પુરુષોને સ્થાને બતાવેલી માનસિદ્ધિ સફળ થાય છે. પછી તેઓ પોતાના સ્વજન અને સર્વ પરિવારને શ્રેષ્ઠ વિમાનમાં ચઢાવીને વૈતાઢય પર્વત તરફ નીકળ્યા.
વતાઢય પર્વત અનુક્રમે જતાં તેઓ આવા પ્રકારના વૈતાદ્ય પર્વત પાસે આવે છે –
પતભાગે લવણ સમુદ્રના તરંગેના સમૂહ વડે ચુંબિત, પૂર્વ અને પશ્ચિમ દિશાના માનદંડની જેમ રહેલા, ભરતના દક્ષિણ અને ઉત્તર ભાગની સીમારૂપ, પચાસ એજન દક્ષિણ અને ઉત્તર દિશાએ વિસ્તીર્ણ, સવા છ જન પૃથ્વીતલમાં ઊંડે, પચીશ એજનની ઊંચાઈવાળો, દુરથી હિમવંત પર્વતે પ્રસારેલ હાથ જેવી ગંગા અને સિંધુ નદી વડે ચારે તરફથી આશ્લિષ્ટ ભરતાની લક્ષ્મીના કીડા કરવાના વિશ્રામ ગૃહ જેવી ખંડપ્રપાતા અને તમિસ્રા નામની ગુફાને ધારણ કરતા, ચૂલિકા વડે મેરુ પર્વતની જેમ શાશ્વત પ્રતિમા સહિત સિદ્ધાયતન ફૂટ વડે અતિ અદ્ભુત શોભાવાળા, દેવામાં નવા રૈવેયકની પેઠે નાના રત્નમ અત્યંત અદ્દભુત કીડાના
Page #235
--------------------------------------------------------------------------
________________
*
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્થાનભૂત નવ કૂટોને ધારણ કરતા, વશ એજન ઉપર દક્ષિણ અને ઉત્તર પડખે વસ્ત્રની માફક બે વ્યંતરના નિવાસની શ્રેણુને ધારણ કરતા, મૂળથી ચૂલિકા સુધી અતિનિર્મળ સુવણની શિલામય, જાણે દેવકનું એક પાદકટક પૃથ્વી ઉપર પડયું હોય એવા, પવનથી કંપેલા મહાવૃક્ષની શાખારૂપી હાથ વડે દૂરથી બોલાવતા હોય. એવા તે વૈતાઢય પર્વતને તેઓ જુએ છે, અને હર્ષથી યુક્ત મનવાળા ત્યાં પહોંચે છે.
ભૂમિતળથી દશ જન ઉપર નમિ રાજા ત્યાં વૈતાઢય પર્વત ઉપર દક્ષિણ શ્રેણમાં પચાસ નગર કરે છે. એ નગરની મધ્યમાં રહેલા ઉત્તમનગર રથનુપૂર ચક્રવાલપુરમાં તે નિવાસ કરે છે.
તેવી જ રીતે ઉત્તર શ્રેણિમાં વિનમિ નાગરાજની આજ્ઞાથી જલદી સાઠ નગરે સ્થાપે છે. એ નગરમાં પ્રધાનભૂત ગગનવલ્લભપુરમાં તે પિતે નિવાસ કરે છે. તે બને વિદ્યાધરની શ્રેણીઓ મહાદ્ધિવાળી, નીચે પ્રતિબિંબિત થયેલી ઉપર રહેલી વ્યંતરની શ્રેણીઓ હોય. તેમ શેભતી હતી.
તેઓ બને બીજા પણ અનેક ગામ, શાખાનગર, અને ગ્ય સ્થાને દેશની સ્થાપના કરે છે. જે જે દેશમાંથી લાવીને ત્યાં મનુષ્ય સ્થાપન કર્યા, ત્યાં પણ તે તે નામ વડે તેઓએ દેશે સ્થાપ્યા.
તે તે નગરોમાં તે નમિ અને વિનમિએ હદયની માફક સભાની અંદર નાભિનંદન પ્રભુની સ્થાપના કરી.
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિદ્યાવડે ઉન્મત્ત વિદ્યાધરો દુર્નય ન કરે” તેથી ધરણેન્દ્ર તેઓને મર્યાદા બતાવે છે.
વિદ્યાધરની મર્યાદા જિન, જિનચૈત્ય તેમજ ચરમશરીરી અને પ્રતિમા સ્વીકારેલા અનગારોનું વિદ્યાવડે દુમત્ત થયેલા જે વિદ્યાધરો પરાભવ અને ઉલ્લંઘન કરશે. તેઓને વિદ્યાઓ પ્રમાદી માણસની લક્ષ્મીની જેમ ત્યાગ કરશે. તેમજ જે સ્ત્રીને અને નયુગલને હણશે તેઓને, અને જેઓ નહીં ઈચ્છતી સ્ત્રીને સાથે ક્રીડા કરશે, તેઓને વિદ્યાઓ ક્ષણવારમાં ત્યાગ કરેશે.” એ પ્રમાણે મર્યાદા મોટેથી સંભળાવીને “આ ચંદ્ર-સૂર્ય સુધી હે,” એમ વિચારીને તે મર્યાદાને રત્નભીંતની પ્રશસ્તિમાં લખે છે.
તે પછી તે નમિ-વિનમિતે વિદ્યાધરના પતિપણામાં સ્થાપન કરીને, વ્યવસ્થા કરીને તે ધરણેન્દ્ર અંતર્યાન થયા.
પિત–પતાની વિદ્યાના નામ વડે સેળ નિકાય પ્રસિદ્ધિ પામ્યા. તે આ પ્રમાણે ગૌરી નામની વિદ્યાની આરાધના વડે ગૌરેય, મનુવિદ્યાની આરાધના કરનારા મનુ, ગાંધારી વિદ્યાની આરાધના કરનારા ગાંધાર, માનવી વિદ્યાની આરાધના કરનારા માનવ, કૌશિકી વિદ્યાના ઉપસક કૌશિક, ભૂમિતુંડા વિદ્યાના આરાધક ભૂમિતુંડક, મૂલવીય વિદ્યાના આરાધક મૂલવીયક, શંકુકા વિદ્યાને ઉપાસક શંકુક, પાંડુકી વિદ્યાના આરાધક પાંડુક, કાલી
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી ઋષભનાથ ચરિત્ર વિદ્યાના સેવક કાલિકેય, શ્વપાકી વિદ્યાના ભક્ત શ્વપાકગ, માતંગી વિદ્યાના આરાધક માતંગ, પાર્વતી વિદ્યાના આરાધક પર્વતક, વંશાલયા વિદ્યાના સેવક વંશાલય, પાંશુમૂલા વિદ્યાના ભક્ત પાંશુમૂલક, વૃક્ષમૂલ વિદ્યાના ઉપાસક વૃક્ષમૂલક; એ પ્રમાણે સોળ વિઘાવડે સોળ. નિકાય થયા.
તે પછી વિદ્યાધરોના સોળ નિકાયને વહેંચીને આઠ નિકાય નમિરાજાએ, અને આઠ નિકાય વિનમિરાજાએ લીધા. તે નમિ અને વિનમિએ પિત–પિતાની નિકાયમાં પિતાના દેહ જેવી ભક્તિવડે વિદ્યાના અધિપતિ દેવતાની સ્થાપના કરી.
તે પછી તે બંને હંમેશાં શ્રીષભદેવ સ્વામીની પ્રતિમાના પૂજનમાં તત્પર થયા થકા ધમને બાધા ન પહોંચે તે રીતે કામભેગેને ભેગવે છે.
ક્યારેક તે બંને જબૂદ્વીપની જગતીમાં જાલકટકને વિષે પ્રિયાઓ સાથે બીજા શક અને ઈશાનેન્દ્ર હોય તેમ ક્રિીડા કરે છે. કયારેક સુમેરુપર્વતના ઉદ્યાનમાં, અને નંદન આદિ વનમાં હંમેશાં હષિત ચિત્તવાળા પવનની જેમ અપ્રતિબદ્ધ ફરે છે. કયારેક શાશ્વત પ્રતિમાઓની પૂજા માટે નંદીશ્વર આદિ તીર્થોમાં જાય છે. શ્રદ્ધાયુક્ત શ્રમણોપાસકોએ મેળવેલી લક્ષ્મીનું એ જ ફળ છે. કયારેક તેઓ મહાવિદેહ ક્ષેત્રને વિષે અરિહંતના સમવસરણમાં જઈને સની દેશનારૂપ સુધારસનું પાન કરે છે. કયારેક
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર તેઓ ચારણ શ્રમણ પાસેથી ધર્મદેશના ઊંચા કાનવાળા યુવાન હરણ જેમ ગીત સાંભળે તેમ સાંભળે છે.
આ પ્રમાણે તે સમ્યગ્દર્શનવાળા, અક્ષીણ ભંડારવાળા, વિદ્યાધરીઓના સમૂહથી પરિવરેલા, ધર્મ–અર્થ અને કામની અબાધાપૂર્વક રાજ્યનું પાલન કરે છે.
તે કચ્છ અને મહાકચ્છ વગેરે રાજતાપસે ગંગાના દક્ષિણ કિનારે, હરણની જેમ વનમાં ફરતાં, જગમવૃક્ષની જેમ વલ્કલ વસ્ત્ર ધારણ કરનારા, ઉદ્ધાન્ત (વમન)ની જેમ ગૃહસ્થને આહારને સ્પર્શ ન કરતાં, ચતુર્થ, છઠ્ઠ આદિ તપ વડે સુકવી નાંખી છે ધાતુઓ જેની એવા અત્યંત કૃશ, ખાલી કરેલી ભસ્ત્રા (મશક)ની જેવા દેહને ધારણ કરતા, પારણાને દિવસે જીણ પત્ર અને ફળને ખાતા હૃદયની અંદર ભગવંતના ચરણ કમળનું ધ્યાન કરતાં, નથી બીજું શરણ જેને એવા તેઓ રહે છે. ઋષભપ્રભુની પ્રથમ ભિક્ષા અને શ્રેયાંસકુમારનું પ્રથમ દાન
ભગવંત પણ આર્ય—અનાર્ય દેશોમાં નિરાહાર મીન વડે એક વર્ષ સુધી વિહાર કરતાં આ પ્રમાણે વિચારે છે.
તેલ વડે દીવાની જેમ, પાણી વડે વૃક્ષની જેમ પ્રાણીઓના શરીરે આહાર વડે જ વતે છે. બેંતાલીશ ભિક્ષાને દેષ વડે અદેષિત આહાર માધુકરી વૃત્તિ વડે રોગ્ય કાળે સાધુએ ગ્રહણ કરે જોઈએ. અતિક્રાંત દિવસની જેમ આજે પણ જે હું આહાર ગ્રહણ ના
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી ઋષભનાથ ચરિત્ર કરૂં, પરંતુ અભિગ્રહ વડે જે રહીશ તે આ કચ્છમહાકચ્છ વગેરે ચાર હજાર ભજન વિના પીડા પામ્યા તેમ બીજા મુનિએ પણ સાધુપણાને ત્યાગ કરશે. આ પ્રમાણે સ્વામી મનમાં વિચારીને ભિક્ષા માટે ત્યાંથી ચાલ્યા. અનુક્રમે નગર અને દેશના આભૂષણરૂપ ગજપુર નગરમાં પહોંચ્યા.
તે નગરમાં બાહુબલિના પુત્ર સોમપ્રભરાજાના પુત્ર શ્રેયાંસકુમારે તે વખતે સ્વપ્નમાં “ચારે તરફથી શ્યામ સુવર્ણગિરિ મેં દૂધના ઘડા વડે અભિષેક કરીને અધિક ઉજજવલ કર્યો” એમ જોયું.
તેમજ સુબુદ્ધિષ્ઠીએ “સૂર્યમાંથી પડેલાં હજાર કિરણ શ્રેયાંસકુમારે તે સૂર્યમાં સ્થાપન કર્યા, તેથી સૂર્ય પણ અતિ દેદીપ્યમાન થયે એ પ્રમાણે જોયું.
સોમયશા રાજાએ “એક સુભટ ઘણું શત્રુઓ વડે રુધા હતા, પણ શ્રેયાંસકુમારની સહાય વડે જય પામ્યએમ જોયું.
તે પછી તે ત્રણેય સભાની અંદર એક-બીજાના સ્વને જણાવે છે. તેઓના નિર્ણયને નહિ જાણતા તેઓ પિત–પિતાના સ્થાને ગયા.
તે વખતે સ્વામી તે સ્વપ્નને નિર્ણય પ્રગટ કરવા માટે જાણે હસ્તિનાપુર નગરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે છે. તે વખતે તે એક વર્ષથી આહાર વગરના ઇષભની લીલા વડે આવતા એવા તે ઇષભદેવ પ્રભુને નગરજનોએ
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જોયા. તેથી તેઓ સભ્રમ સહિત ઉઠી–ઉડીને ઢાડી-દોડીને દેશાંતરમાંથી આવેલા બંધુની માફક સ્વામીને ઘેરી વળ્યા.
કાઈ કહે છે કે હે ભગવ ́ત ! આવેા, અમારા ઘરાને ગ્રહણ કરા, કારણ કે હૈ દેવ ! વસંત ઉત્સવની જેમ દીર્ઘકાળે તમને જોયા છે,
૨૦૧
કાઈ કહે છે કે હે દેવ ! સ્નાનને ચેાગ્ય વસ્ત્ર, પાણી, તેલ, પિષ્ટાતક (કેશર આદિ સુગધી દ્રવ્ય) તૈયાર કરેલ છે, હે સ્વામી! સ્નાન કરે અને અમારા ઉપર મહેરમાની કરે..
કાઈક ખેલે છે કે હે નાથ! જાતિવ ́ત ચંદન, કપૂર, કસ્તૂરી અને યક્ષક મ આદિ દ્રબ્યાને પેાતાના ઉપયેાગમાં ગ્રહણ કરી અમને કૃતાર્થ કરી.
કાઈક કહે છે કે−હે જગદૂત્ન! અમારાં રત્નાલ કારા પેાતાના અંગ ઉપર આરોપણ કરી અલ‘કૃત કરી, હે સ્વામી ! કૃપા કરા.
કોઈક એ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે હે સ્વામી ! મારા ઘરે બેસીને કૂલા (રેશમી વસ્ત્રો)ને પવિત્ર કરે.
કાઈક એ પ્રમાણે ખેલે છે કે હે દેવ ! અમારી દેવાંગના સરખી કન્યાને ગ્રહણ કરા, હે પ્રભુ ! તમારા સમાગમથી અમે ધન્ય છીએ.
કાઈક કહે છે કે હે રાજકુ જર! ક્રીડા વડે પણ કરેલા પગે ચાલવા વડે શુ? આ પર્વત સરખા હાથી ઉપર ચઢા.
Page #241
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કાઈક કહે છે કે–હે પ્રભુ ! સૂર્યના અશ્વ સરખા મારા અશ્વોને ગ્રહણ કરો. આતિથ્યને નહિ ગ્રહણ કરવાથી અમને અચેાગ્ય શા માટે કરે છે ?
૨૦૧
કોઈક એલે છે કે હે નાથ ! જાતિવ ́ત અશ્વો સહિત રથને ગ્રહણ કરા, પ્રભુ પગે ચાલતા હાય ત્યારે આ અશ્વોનુ' અમારે શું કામ છે?
કોઈક વિનવે છે કે-અમારાં આ પાકાં આમ્રફળાને ગ્રહણ કરો. પ્રણયીજનની અવજ્ઞા ન કરે.
કેાઈક કહે છે કે આ નાગરવેલનાં પાન અને સેાપારી લેા. હું એકાંતવત્સલ ! પ્રસન્ન થાઓ.
કાઈક આ પ્રમાણે કહે છે કે હે સ્વામી ! મેં શું અપરાધ કર્યો કે જેથી ન સાંભળતાં હૈ। તેમ ઉત્તર કેમ આપતા નથી ?
આ પ્રમાણે પ્રાર્થના કરાતા, અકલ્પનીય હાવા વડે કાંઈપણ ન ગ્રહણ કરતાં પ્રભુ ચદ્ર જેમ જુદા જુદા નક્ષત્રમાં જાય તેમ ઘરે ઘરે જાય છે.
તે વખતે પ્રાત:કાલે પેાતાના મહેલમાં રહેલ શ્રેયાંસ પક્ષીઓની જેમ નગરજનાના કાલાહલ સાંભળે છે.
'
આ શું છે ? ’ એ પ્રમાણે તેણે પૂછવાથી મુખ્ય દ્વારપાળ આગળ ઊભેા રહી, બે હાથ જોડી આ પ્રમાણે જણાવે છેઃ—
જે રાજાઓની માફક, મુગટ વડે પૃથ્વીતળને સ્પર્શ
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરવાપૂર્વક પાદપીઠની આગળ આળોટતાં દઢભક્તિવાળા ઇંદ્રોવડે સેવાય છે, જેમણે સૂર્યવડે પદાર્થની માફક લોકે ઉપર એક અનુકંપાવડે આજીવિકાના ઉપાય રૂપ કર્મો બતાવ્યા છે, તે વખતે દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છતા એવા જેમણે પિતાની શેષની જેમ આ ભૂમિ વહેચીને ભરત આદિને તેમ જ તમને આપી છે, જેમણે પોતે સર્વ સાવઘનો ત્યાગ કરી, આઠ કમરૂપી મહાપંકને સૂકવી નાંખવા માટે ગ્રીષ્મહતુના આત૫ સરખા તપને સ્વીકાર્યું છે, વ્રતથી આરંભીને આ નાથ નિઃસંગ મમતારહિત આહાર વગર ચરણવડે પૃથ્વીને પવિત્ર કરતા વિચરે છે, સૂર્યના આતપથી ઉદ્વેગ પામતા નથી, છાયાને ઈચ્છતા નથી, આ સ્વામી પર્વતની જેમ બંને ઉપર તુલ્ય જ છે. આ નાથ શીતથી ખેદ કરતા નથી, અશીત ઉપર રાગ કરતા નથી, વામય દેહવાળા હોય તેમ સ્વામી
જ્યાં ત્યાં ઊભા રહે છે. યુગમાત્ર સ્થાપના કરી છે દૃષ્ટિ જેણે એવી કીડીને પણ મર્દન કર્યા વિના સંસારરૂપી હાથીને નાશ કરવા માટે સિંહ સમાન એવા તે પાદવિહાર કરે છે. પ્રત્યક્ષ જોવા લાયક ત્રિજગત્પતિ એવા આ તમારા પ્રપિતામહ સૌભાગ્યના ગે અહીં આવ્યા છે. ગોવાળની પાછળ ગાયોની જેમ, આ સ્વામીની પાછળ દેડતા બધા નગર લોકોનો આ મધુર કલકલ શબ્દ હમણાં સંભળાય છે.
પ્રભુને આવતાં જોઈને યુવરાજ પણ તે જ ક્ષણે સૈનિકે એ પણ ઉલ્લંઘન કરેતે પગે ચાલતે દોડે છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
છત્ર અને ઉપાનહના ત્યાગ કરીને યુવરાજ દોડતે છતે છત્ર અને ઉપાનહ રહિત પદા-સભા પણ તેની છાયાની જેમ પાછળ દોડે છે.
સંભ્રમથી ઉછળતાં છે ચપળ કુંડળ જેના એવા તે યુવરાજ સ્વામીની આગળ માળક્રીડા કરતા હાય તેમ શેાલે છે. ઘરના આંગણે આવેલા સ્વામીના ચરણ-કમળમાં આળેાટીને તે શ્રેયાંસકુમાર ભ્રમરના ભ્રમને કરાવનારા કેશે વડે પ્રમાન કરે છે. તે પછી ઉઠીને જગત્સ્વામીને ત્રણ પ્રદક્ષિણા કરીને હના અશ્રુજલવડે ચરણાને પખાળતા હાય તેમ નમે છે, તે પછી આગળ ઊભા રહીને જેમ ચકારપક્ષી પૂર્ણિમાના ચંદ્રને જુએ, તેમ હષ વડે સ્વામીના મુખકમળને જુએ છે. જોઈ ને ‘ મારા વડે આવા પ્રકારનું લિંગ કાઈ ઠેકાણે જોવાયુ છે. એ પ્રમાણે વિચારતાં તે વિવેકરૂપી વૃક્ષના બીજરૂપ જાતિસ્મરણને પામે છે.
તેણે જાતિસ્મરણથી આ પ્રમાણે જાણ્યું કે આ ભગવંત પૂવિદેહમાં વજ્રનાભ ચક્રવતી હતા, તે વખતે હું એમના સારથી હતા. તે ભવમાં સ્વામીના વાસેન નામે પિતા આવા પ્રકારના તીથ કરના લિંગને ધારણ કરતા મારા વડે જોવાયા છે, તે વજ્રસેન તી”કરના ચરણકમળમાં તે વજ્રનાભે દીક્ષા ગ્રહણ કરી હતી, મેં પણ એમની પાછળ દીક્ષા લીધી હતી, વજ્રસેન અરિહંતના યુખેથી આ પ્રમાણે મેં સાંભળ્યું હતું કે— આ વજ્રનાભ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે.' તેમ
'
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૫
જ આ સ્વામી સાથે સ્વયંપ્રભા આદિના ભવમાં હું ભો છું. હમણાં આ સ્વામી મારા પ્રપિતામહ છે. સમસ્ત જગતના પ્રાણીઓને અને મને અનુગ્રહ કરવા માટે પ્રત્યક્ષ મોક્ષની જેમ આવેલા આ સ્વામી આજે મારા વડે પૃદયથી લેવાયા છે.
એ સમયે કોઈક પુરુષે નવા ઈશુરસથી ભરેલા ઘડા હર્ષ વડે કુમારને ભેટ આપ્યા. તે પછી જાતિસ્મરણ વડે જાણી છે શુદ્ધ ભિક્ષાદાનની વિધિ જેણે એવું તે શ્રેયાંસકુમાર પ્રભુને કહે છે કે –“હે ભગવંત! આ કલ્પનીય રસને ગ્રહણ કરે.”
પ્રભુ પણ અંજલિ કરીને પાણિપાત્રને ધારણ કરે છે. તે શ્રેયાંસકુમાર ઈશ્લરસના ઘડા ઉપાડી–ઉપાડીને ભગવંતના કરપાત્રમાં રસ નાંખે છે. ભગવંતના હસ્તપાત્રમાં તે ઘણે એ પણ રસ સમાઈ જાય છે, પરંતુ શ્રેયાંસના હૃદયમાં હર્ષ માતો નથી. તે વખતે સ્વામીની અંજલિમાં આકાશમાં લાગી છે. શિખા જેની એ તે ઈશ્નરસ જાણે જામી ગયે હોય તેમ તંભિત થ. “ખરેખર પ્રભુ અચિંત્ય પ્રભાવવાળા હોય છે.” . તે પછી તે ભગવંતે તે રસ વડે અને સુર–અસુર અને મનુષ્યના નેત્રોએ ભગવંતના દર્શનરૂપી અમૃતરસ વડે પારણું કર્યું.
તે વખતે શ્રેયાંસના કલ્યાણને પ્રસિદ્ધિ કરનાર વૈતાલિકની જેમ આકાશમાં પ્રતિનાદ વડે વૃદ્ધિ પામેલી
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
દુંદુભિ વાગે છે. આનંદથી ઉત્પન્ન થયેલ લેકના નેત્રના અઓની વૃષ્ટિ સાથે દેએ કરેલી રત્નની વૃષ્ટિ શ્રેયાંસના મંદિરમાં થાય છે. સ્વામીના ચરણથી પવિત્ર થયેલી પૃથ્વીને પૂજવા માટે જાણે આકાશમાંથી દેવ પંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ કરે છે. દેવો વડે પ્રકાશ કરતા વિચિત્ર વાદળામય જાણે આકાશને કરતા હોય એવા ચામર સરખી વસ્ત્રોની વૃષ્ટિ કરાય છે.
આ પ્રમાણે વૈશાખ સુદ ત્રીજને દિવસે તે દાન અક્ષય થયું. તેથી “અક્ષય તૃતીયા” એ પ્રમાણે પર્વ આજે પણ પ્રવર્તે છે.
આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં સમસ્ત વ્યવહારને માર્ગ જેમ ઋષભ-સ્વામીથી પ્રવર્યો, તેમ પૃથ્વીમાં દાનધર્મ શ્રેયાંસકુમારથી પ્રગટ થયે. - હવે સ્વામીના પારણાથી અને દેવોના આગમનથી વિરમય પામેલા રાજાઓ અને બીજા નગરલકે શ્રેયાંસના ઘરે આવ્યા. તે કચ્છ-મહાકછ આદિ ક્ષત્રિય તાપસો સ્વામીના પારણની વાત સાંભળવાથી અત્યંત હર્ષ પામેલા ત્યાં આવે છે.
રાજાઓ, નગરજન, અન્ય લેકે અને દેશના લોકો રે માંચથી પ્રકુટિલત દેહવાળા થઈ શ્રેયાંસકુમારને કહે છે કે- હે કુમાર! તમે ધન્ય છે, મનુષ્યમાં શિરોમણિ છે, જે કારણથી તમારી પાસેથી સ્વામીએ ઈધુરસ ગ્રહણ કી. અમે સર્વસ્વ આપવા છતાં પણું ગ્રહણ ન કર્યું,
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૦૭ વણસમાન પણ ન માન્યું, અમારા ઉપર પ્રભુ પ્રસન નથી.
એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ભ્રમણ કરતાં સ્વામીએ કેઈનું આતિથ્ય ન સ્વીકાર્યું. ભક્તિના બહુમાનવાળા અમને ધિક્કાર છે. વસ્તુ લેવી તો દૂર રહો, પ્રાસાદમાં વિસામે લેવે પણ દૂર રહો, આજ સુધી વાણીધારા પણ સ્વામીએ અમને પ્રસન્ન થઈને આનંદ પમાડ્યો નથી. પુત્રની માફક અનેક વખત લાખે પૂર્વ સુધી જે પ્રભુ અમારા પાલક થઈને હમણાં અપરિચિતની જેમ અમારા ઉપર વર્તે છે.
તે વખતે શ્રેયાંસ તેઓને કહે છે કે આમ કેમ કહો છે? કારણ કે સ્વામી પૂર્વની જેમ હમણાં પરિગ્રહધારી રાજા નથી. હમણું સ્વામી સંસારરૂપી આવર્તમાંથી પાછા ફરવા માટે સમસ્ત સાવની વિરતિ કરી છે જેણે એવા મુનિ છે. જે ભેગની ઈચ્છાવાળા હોય તે સ્નાન, અંગરાગ, નેપચ્ય અને વસ્ત્રો અંગીકાર કરે છે, તેથી વિરક્ત એવા સ્વામીને તેઓ વડે શું ? જે કામવિવશ હોય તે માણસ કન્યાઓને ગ્રહણ કરે, કામને જીતનાર એવા પ્રભુને સ્ત્રીઓ અત્યંત પાષાણ સરખી છે, જે પૃથ્વીના રાજ્યને છે, તે હાથી–ઘોડા વગેરેને ગ્રહણ કરે, સંયમરૂપી સામ્રાજ્યથી શુભતા સ્વામીને તે બળી ગયેલા વસ્ત્ર જેવા છે. જે હિંસક હોય તે સચિત્ત ફળ આદિને ગ્રહણ કરે, આ સ્વામી તે સમસ્ત પ્રાણીઓને અભય આપનારા છે. આ જગત્પતિ એષણય, કલ્પનીય અને પ્રાસુક અન્ન
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
આદિને ગ્રહણ કરે છે, પરંતુ મુગ્ધ એવા તમે તે જાણતા નથી.
તે પછી તેઓ યુવરાજને કહે છે કે હે યુવરાજ ! પહેલાં સ્વામીએ જે કાંઈ શિલ્પ આદિ બતાવ્યું, તે જ લેકે જાણે છે, આ સ્વામીએ બતાવ્યું ન હતું તેથી તે અમે જાણતા નથી. વળી તમે જે કહ્યું તે તમે કોની પાસેથી જાણ્યું ? તે અમને કહેવા માટે એગ્ય છે.
તેથી કુમાર કહે છે કે-હે લેકે! ગ્રંથ જેવાથી બુદ્ધિની જેમ, ભગવંતને જોવાથી મને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. આ સ્વામીની સાથે ચાકર જેમ ગ્રામાંતરમાં ભમે તેમ હું દેવલેક અને મનુષ્યના ભવેમાં આઠ જન્માંતર સુધી ભયે છું, આ ભવથી પૂર્વે ત્રીજા ભવમાં પ્રભુના પિતા મહાવિદેહની ભૂમિમાં વજસેન તીર્થકર હતા, તેમની પાસે આ સ્વામીએ અને તેમની પાછળ મેં પણ દીક્ષા દીધી હતી, તે આ બધું જાતિસ્મરણથી મેં જાણ્યું તેમજ મને, પૂજ્ય પિતાને અને સુબુદ્ધિશ્રેષ્ઠિને એ ત્રણેયને સ્વપ્નનું ફળ હમણું પ્રત્યક્ષ થયું. મારા વડે સ્વપ્નમાં જે શ્યામ મેરુ જોવાયો અને ધોવા, તેમના વડે તે તપથી ક્ષીણ એવા સ્વામી ઈશુરસના પારણથી સુશોભિત. કરાયા, તેમજ રાજા વડે શત્રુઓ સાથે યુદ્ધ કરતો સુભટ સ્વપ્નમાં જોવા, તેથી તે સ્વામીએ મારા વડે કરાવાયેલા. પારણની સહાયથી પરિષહને જીત્યા, તેમ જ સુબુદ્ધિશ્રેષ્ઠીએ સૂર્યમંડલમાંથી પડેલાં હજાર કિરણ જોયાં, તેમજ
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૦૯
તે મારા વડે ત્યાં જ સ્થાપન કરાયા તેથી તે સૂર્ય અત્યંત પ્રકાશ્ય, અહિં એ ભગવંત સૂર્ય, હજાર કિરણ તે કેવલજ્ઞાન, ભ્રષ્ટ થતું તે આજે મારા વડે પારણા વડે જોડાયું. તેથી એ સ્વામી દીપ્તિવાળા થયા.
આ પ્રમાણે સાંભળીને તે સર્વે શ્રેયાંસને “સારું, સારું એમ કહેતાં હર્ષિત થઈ પોતપોતાના સ્થાને ગયા.
પારણું કરી સ્વામી શ્રેયાંસના ઘરેથી નીકળીને ત્યાંથી અન્યત્ર વિહાર કરે છે. છત્મસ્થ તીર્થકર ખરેખર એક જ સ્થાને રહેતા નથી.
ભગવંતના પારણાના સ્થાનને કોઈપણ ઉલંઘન. ન કરે, એમ વિચારીને તે સ્થાનમાં શ્રેયાંસકુમાર રત્નમય પીઠ રચાવે છે. ભક્તિના સમૂહથી નમ્ર શ્રેયાંસકુમાર સાક્ષાત્ પ્રભુના ચરણની પેઠે તે રત્નપીઠને ત્રણે સંધ્યાએ પૂજે છે. લેકોએ “આ શું?” એમ પૂછવાથી સોમપ્રભના પુત્ર–શ્રેયાંસકુમાર “આ આદિકર મંડલ” છે, એમ તે
કોને કહે છે. ત્યારથી જ્યાં જ્યાં પ્રભુ ભિક્ષા ગ્રહણ કરે છે, ત્યાં ત્યાં લેક પીઠ કરે છે, અને તે અનુક્રમે “આદિત્ય મંડલ” એ પ્રમાણે પ્રસિદ્ધ થયું.
ઋષભાભુનુ બહલી દેશમાં ગમન અને
બાહુબલિનું વદન માટે આગમન એક વખત વિહાર કરતાં, હાથી જેમ નિકુંજમાં
. ૧૪
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
આવે તેમ સ્વામી અહલીદેશમાં માહુબલિની તક્ષશિલા નગરીની પાસે આવ્યા.
તે નગરીના માહ્ય ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા વડે રહ્યા. તે વખતે ઉદ્યાનપાલક જઈને તે વૃત્તાંત માહુબલિને જણાવે છે. હવે તે જ વખતે બાહુબલિરાજા નગરના આરક્ષકને આદેશ કરે છે કે-નગરની અંદર વિચિત્ર હાટની શ્રેણીની શૈાભા કરાવે.
તે વખતે નગરમાં પગલે પગલે લટકતા ફૂલના ગુચ્છાથી સુસ્મિત છે મુસાફરોના મસ્તક જેના વડે એવા કેળના સ્તંભેાની તારણમાળા શેાભે છે. ભગવંતના દર્શન માટે આવેલા દેવાના વિમાન હૈાય એવા દરેક માગે રત્નના ભાજન વડે દેદીપ્યમાન મચા સ્થાપન કર્યાં છે, તેમ જ નગરી પવનની ઉડતી મેાટી ધજાએની શ્રેણીના બહાનાથી જાણે હજારા હાથેાથી નાચે છે. ચારે તરફ નવા કેસરના પાણીના છંટકાવથી તરત જ મંગલકારી અગરાગ કર્યાં હોય એવી પૃથ્વી શાલે છે. ભગવંતના દનની ઉત્કંઠારૂપ ચંદ્રના સંગમથી તે વખતે તે નગર કમળના વનખ’ડની જેમ વિકસિત થાય છે.
પ્રભાતે સ્વામીના દનથી પેાતાને અને લેાકને હું પવિત્ર કરીશ એમ ઈચ્છતા બાહુબલિને તે રાત્રિ માસ જેવી થાય છે.
જગત્પ્રભુ તે રાત્રિ કાંઈક પૂરી થયે છતે પ્રતિમા પારીને પવનની જેમ કાઈ ખીજા સ્થાને ગયા.
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૧૧
પ્રભાતે પ્રભુના દન માટે નીકળતા બાહુબલિરાજા ઘણા સૂર્ય જેવા બાંધેલા મુકુટવાળા મેટા મડલેશ્વરોવડે ચારે તરફથી પિરવરેલા, ઉપાયના ઘર જેવા, શરીરધારી અથશાસ્ત્ર જેવા, બૃહસ્પતિ આદિ સરખા ઘણા શ્રેષ્ઠ ત્રિએ વડે પરિવરેલા, ગુપ્ત પાંખવાળા ગરુડ હાય એવા જગતને આળગવા માટે વેગવાળા લાખાની સંખ્યાવાળા અશ્વોથી ચારે તરફથી શાભતા, ઝરણાં સહિત પત હાય એવા મનજળની વૃષ્ટિથી શાંત કરી છે પૃથ્વીની રજ જેણે એવા ઊંચા હાથીઓથી શે।ભતા, સૂને નહિ જોનારી પાતાળકન્યા જેવી હજારા વસ’તશ્રી વગેરે અંતઃ પુરની સ્ત્રીઓથી વીંટળાયેલા, રાજહ`સ સહિત ગંગાયમુના વડે પ્રયાગતીની જેમ ચામર સહિત વારાંગનાઓ વડે બન્ને બાજુએ શેાલતા, પૂર્ણિમાના ચંદ્ર વડે પતની જેમ અતિમનેાહેર ઉપર રહેલા શ્વેત છત્ર વડે શાભતા, પ્રતિહાર દેવ વડે દેવેન્દ્રની જેમ સુવડ છે હાથમાં જેને એવા પ્રતિહાર વડે શુદ્ધ કરાતા છે માગ જેનેા, લક્ષ્મીદેવીના પુત્ર હાય એવા રત્નાભરથી ભૂષિત અશ્વારૂઢ એવા અસંખ્ય નગરશેઠેથી અનુસરાતા, યૌવનવાળા સિંહ પર્યંતની શિલા પર હાય એવા, સુરેન્દ્ર સરખા તે ભદ્ર ગજરાજના ←ધ ઉપર ચઢેલા, ચૂલિકા વડે મેરુપ તની જેમ, તરંગરૂપ થયેલા કિરણવાળા રત્નમય મુકુટવડે મસ્તકને વિષે શે।ભતા, વદનની લક્ષ્મી વડે જીતાયેલા જ઼'ભૂદ્વીપના એ ચંદ્ર સવા કરવા માટે આવ્યા હાય એવા સુક્તમય કુંડળાને ધારણ કરતા, લક્ષ્મીના
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
મંદિરને વિષે કિલ્લા સરખા, સ્થૂલ મુક્તામણિમય હારયષ્ટિને હૃદયમાં ધારણ કરતો, પ્રજારૂપી વૃક્ષના અત્યંત મજબૂત નવીન લતાના વીંટાવારૂપ હાથના મૂળ ભાગમાં જાત્યજાંબૂનદના બાજુબંધને ધારણ કરતે, લાવણ્યરૂપી. નદીના તીરે વર્તનારા ફીણ સરખા મણિબંધને વિષે મુક્તામણિમય કંકણોને ધારણ કરતો, સપની ફેણ સરખા હાથમાં બે મોટા મણિના જેવી કાંતિથી પલ્લવિત કર્યું છે આકાશ જેણે એવી બે વીટીને ધારણ કરતા, દેહને વિષે ચંદનનું વિલેપન કરવાથી શરીર અને વસ્ત્રને. ભેદ ન દેખી શકાય એવા અંગમાં લાગેલા સૂક્ષ્મ શ્વેત વસ્ત્રવડે શેભતો, પૂર્ણિમાને ચંદ્ર જેમ ચાંદનીને ધારણ કરે તેમ ગંગાને તરંગના સમૂહની સાથે સ્પર્ધા કરનારની ધાતુમય ભૂમિવડે લેવાયેલા પર્વતની જેમ, વિચિત્ર વર્ણ વડે મને હર અંતરીય વસ્ત્ર વડે શેભ, લક્ષ્મીને ખેંચવામાં કીડાશાસ્ત્રની જેમ મહાબાહુવાળે તે હાથ વડે અંકુશને ભમાવત, બંદિવંદના જય જય શબ્દ વડે પૂરી દીધા છે. દિશાના મુખ જેણે એવો તે સ્વામીના ચરણ વડે પવિત્ર એવા ઉપવનની પાસે આવ્યા.
આકાશમાંથી ગરૂડની જેમ તે બાહુબલિ રાજા. હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને છત્ર આદિને ત્યાગ કરીને તે ઉદ્યાનમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને તે ઉદ્યાનને ચંદ્રરહિત આકાશની જેમ, સુધારહિત અમૃતકુંડની જેમ. સ્વામી રહિત જુએ છે. તેથી પ્રભુના મુખચંદ્રના દર્શન માટે આતુર એ તે નેત્રને આનંદ આપનારા પૂજ્યપાદ
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી ષભનાથ ચરિત્ર
૨૩ ભગવંત ક્યાં છે? એ પ્રમાણે સર્વ ઉદ્યાનપાલકોને
તેઓ કહે છે કે રાત્રિની જેમ પ્રભુ આગળ કઈક 'ઠેકાણે ગયા છે. એ પ્રમાણે જેટલામાં કહેવા માટે અમે આવીએ તેટલામાં દેવ આવ્યા.
સ્વામીને નહિ જોવાથી બાહુબલિને પશ્ચાત્તાપ
આ પ્રમાણે સાંભળીને ખેદ પામતે તક્ષશિલાનો અધિપતિ, હાથ ઉપર સ્થાપન કરેલ છે હડપચી જે એ અશ્રુસહિત નેત્રવાળે આ પ્રમાણે વિચારે છેઃ “પરિવાર સાથે પ્રભુને પૂછશ” એ પ્રમાણે મારે મને રથ હૃદયમાં, ઉખરભૂમિમાં બીજની જેમ ફેગટ થશે. લેકને અનુગ્રહ કરવાની ઈચ્છા વડે લાંબા વખત સુધી વિલંબ કરનાર મને ધિક્કાર થાઓ. પિતાના અર્થના બ્રશ વડે -આ મૂર્ખતા થઈ. સ્વામીના ચરણકમળને જોવામાં અંતરાય કરનારી આ રાત્રિ વૈરિણું થઈ, તેને ધિક્કાર થાઓ. મને પણ સમયે આવા પ્રકારની બુદ્ધિ થઈ તેને પણ ધિક્કાર થાઓ. જેનાથી સ્વામીને હું જતો નથી, તે પ્રભાત પણ અપ્રભાત છે, તે સૂર્ય પણ અસૂર્ય છે, તે નેત્રો પણ અનેત્ર છે. આ ઉદ્યાનમાં ત્રિભુવનેશ્વર પ્રતિમા વડે રહ્યા, અને આ બાહુબલિ નિર્લજજ એ પ્રાસાદમાં સુવે છે.
હવે ચિંતાની પરંપરાથી વ્યાકુલ બાહુબલિને જોઈને મંત્રી શંકરૂપી શલ્યને ઉદ્ધાર કરવામાં સમર્થ એવી
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
6
વાણી વડે કહે છે કે– અહી આવેલા સ્વામીને ન જોયા’ એ પ્રમાણે તમે શા માટે શાક કર છે ? કારણકે તમારા હૃદયમાં તે પ્રભુ હંમેશાં વસેલા જ છે, તેમ જ અહીં વજ્ર-અકુશ-ચક્ર-કમલ-વજ અને મત્સ્ય આદિના ચિહ્નવાળા સ્વામીના ચરણની સ્થાપના જોવા વડે ભાવથી સ્વામી જોવાયા જ છે.
આ પ્રમાણે મંત્રિનાં વચન સાંભળીને અંતઃપુરના પરિવાર સહિત સુનંદાપુત્ર, સ્વામીના તે ચરણના પ્રતિખિ‘અને ભક્તિ વડે વંદન કરે છે, આ ચરણાનું કોઈ ઉલ્લ’ઘન ન કરા’ એમ વિચારીને બુદ્ધિ વડે ત્યાં બાહુલિ રત્નમય ધર્માંચક બનાવે છે. તે આઠ ચેાજન વિસ્તારવાળુ અને એક ચેોજન ઊંચું, હજાર આરાવાળા સૂર્યનું બીજું બિમ્બ હાય એવુ શોભે છે.
બાહુબલ વડે કરાયેલું તે ધર્મચક્ર અતિશયશાળી ત્રિજગત્પતિના પ્રભાવથી દેવાને પણ દુષ્કર એવુ' લેાક વડે જોવાયું. તે બાહુબલિ રાજા, તે ધચક્રને ચારે બાજુથી લાવેલાં પુષ્પા વડે તેવી રીતે પૂજે છે કે જેથી નગરના વડે પુષ્પાના પર્વત હાય તેમ દેખાય છે, ત્યાં શ્રેષ્ઠ સંગીત નાટક વગેરેથી માટે અભ્યાહ્નિકા મહેત્સવ નદીશ્વરમાં ઇન્દ્રની જેમ તે કરે છે. ત્યાં આરક્ષક અને પૂજન કરનારાઓને આદેશ કરીને તે બાહુબલિ રાજા ધર્માંચકને નમસ્કાર કરીને પેાતાની નગરીમાં જાય છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કષ સ્વામીને ક્વલ જ્ઞાનની ઉત્પત્તિ ભગવંત પણ પવનની જેમ અપ્રતિબદ્ધ, ખલના. રહિત વિવિધ પ્રકારનાં તપમાં રક્ત, વિવિધ અભિગ્રહમાં ઉઘત, મૌનવ્રતધારી, યવન–અબ-ઈલ આદિ સ્વેચ્છ દેશમાં અનાર્ય પ્રાણીઓનું દર્શન વડે પણ કમાણ કરતા, ઉપસર્ગો વડે નહિ સ્પર્શ કરાતા, પરિવહાને સહન કરતા, એક હજાર વર્ષ દિવસની લીલા વડે પૃથ્વીમાં વિચરે છે.
વિહારના કમ વડે તે ઋષભધ્વજ ભગવત અધ્યા મહાનગરીના પુરિમતાલ નામના ઉત્તમ શાખાનગરમાં આવે છે. તેની ઉત્તર દિશામાં બીજું નંદનવન હોય એવા શકટમુખ નામના ઉદ્યાનમાં તે પ્રભુ પ્રવેશ કરે છે. ત્યાં ન્યધ વૃક્ષની નીચે કર્યો છે અઠ્ઠમ તપ જેણે એવા, પ્રતિમામાં રહેલા તે પ્રભુ અપ્રમત્ત નામના ગુણ સ્થાનમાં પ્રવેશ કરે છે. તે પછી અપૂર્વકરણમાં ચઢેલા પ્રથમ પૃથકૃત્વવિતર્ક સવિચાર નામે શુકલધ્યાનને પામે છે, તે પછી અનિવૃત્તિ ગુણસ્થાનમાં આદર કષાયને ક્ષય પમાડતાં ત્યાંથી સૂમસંપરાય ગુણસ્થાનમાં સૂક્ષ્મ લેભને ક્ષય કરતાં ક્ષણવારમાં જગદ્ગુરુ ક્ષીણકષાયપણાને પામે છે, ક્ષીણમોહ ગુણસ્થાનના ચરમ સમયે બીજા એકત્વરિતક અવિચાર નામે શુકલ યાનને ક્ષણવારમાં પામે છે, તે દયાનના પ્રભાવે પાંચ જ્ઞાનાવરણ, ચાર દશનાવરણ અને પાંચ અંતરાય એ પ્રમાણે બાકી રહેલાં ઘાનિકને વિનાશ કરે છે, હવે વતથી એક હજાર વર્ષ ગમે તે
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ફાગણ વાદિ એકાદશીને વિષે ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે ચંદ્રને વેગ પામ્ય છતે પ્રભાત કાલે સમસ્ત ત્રણ ભુવનને હાથમાં રહેલાની જેમ પ્રકાશ કરનારું, ત્રણેય કાળના વિષયવાળું કેલવજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થાય છે, એ સમયે– दिसा पसण्णमावण्णा, वायवा सुहदाइणो । नारगाणामवि तया, खणं संजायए सुहं ॥
દિશાઓ પ્રસન્ન થઈ વાયુ પણ સુખદાયક હતા, અને તે સમયે ક્ષણવાર નારકોને પણ સુખ થાય છે.”
હવે સ્વામીના કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા માટે તેઓને પ્રેરણું કરવા માટે હોય તેમ બધા ઇંદ્રોના આસન કંપાયમાન થયા. તે પછી પિત–પોતાના વિમાનવાસી દેવોને બેલાવવા માટે દૂતીઓની જેમ ઇંદ્રકમાં એકદમ મધુર શબ્દવાળી મહાઘંટા વાગે છે.
સ્વામીના ચરણકમળ પાસે જવાની ઈચ્છાવાળા ઇંદ્રની આગળ ઐરાવણ દેવ ચિંતવનમાત્રથી ઉપસ્થિત થાય છે, તે પછી તે સ્વામીના મુખચંદ્રને જોવા માટે જંગમપણાને પામેલે મેરુપર્વત હોય તેમ લાખ એજન પ્રમાણ દેહ વડે ભત, હિમ સરખી શ્વેત અંગપ્રભા વડે ચારે તરફથી ચંદનથી ચર્ચિત હોય તેમ દિશાને વિલેપન કરતે, અતિસુગંધી એવા ગંડસ્થલમાંથી ઝરતા મદજળવડે સ્વર્ગના આંગણાની ભૂમિને કસ્તુરીને ગુચછથી ચિહ્નિત કરતે, પંખાની જેમ ચપલ કર્ણતાલ વડે કપોલતલ ઉપર આવી પડતા ગંધવડે અંધ થયેલ ભ્રમરની પંક્તિને
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
નિવારણ કરતા, કુંભસ્થળના તેજ વડે પરાભવ કર્યો છે પ્રાતઃકાળના સૂર્યમંડળને જેણે એ, અનુક્રમે પુષ્ટ અને ગેળ એવી સૂંઢ વડે અનુકરણ કર્યું છે શેષનાગનું જેણે એવો, મધ સરખા નેત્ર અને દાંતવાળે, તામ્રપત્ર સરખા તાલુવાળે, ભંભા સરખા ગેળ મુખ અને ડેકવાળો, વિશાળ છે શરીરને અંતરાલ ભાગ જેને એ, ચઢાવેલા ધનુષ્ય સરખા પૃષ્ઠવંશવાળ, ચંદ્રમંડલ સરખા નખ મંડળથી શેલતે, સુગંધી દીર્ધ શ્વાસવાળો. ચલાયમાન દીર્ઘ છે સૂંઢને અગ્રભાગ જેને એવે, દીર્ઘ છે ઓષ્ઠપલ્લવ, મેહન અને પુછ જેને એ, ચંદ્ર-સૂર્ય વડે મેરુની જેમ બંને પડખે ઘંટાઓ વડે અંતિ, અને કલ્પવૃક્ષના પુષ્પથી વેષ્ટિત કક્ષાનાડીને ધારણ કરતા તે ઐરાવણ હાથી છે.
તેના સુવર્ણપટ્ટથી અંકિત ભાલવાળા આઠ મુખ આઠ દિશાની લફમીની વિલાસભૂમિ જેવા શેભે છે. દરેક મુખમાં તીર્થો વિસ્તારવાળા અને ઊંચા દઢ દાંતો મહાગિરિના દાંતની જેમ શેભે છે, દરેક દાંતમાં દરેક વર્ષધર પર્વતની ઉપર દ્રહ હોય તેમ સ્વાદિષ્ટ નિર્મળ જળવાળી વાવડીઓ છે. દરેક પુષ્કરિણીમાં આઠ કમળો જલદેવીઓએ જળની બહાર કરેલા મુખની જેમ શેભે છે. દરેક કમળમાં આઠ આઠ મોટા પાંદડાં કીડા કરતી દેવાંગનાઓના વિશ્રામ માટે અંતરદ્વીપની જેમ શોભે છે, દરેક પાંદડે જુદા જુદા ચાર પ્રકારના અભિનય સહિત આઠ આઠ નાટક શેભે છે, દરેક નાટકમાં અત્યંત
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી કષભાના ચરિત્ર
સ્વાદિષ્ટ રસતરંગની સંપત્તિથી યુક્ત ઝરણાં જેવા બત્રીસ પાત્રો છે.
તે પછી આવા તે ગજરાજ ઉપર કુંભસ્થળના અગ્રભાગથી ઢંકાઈ ગઈ છે નાભિ જેની એ શકે પરિવાર સહિત અગ્ર આસનમાં બેસે છે. પરિવાર સહિત ઈન્દ્ર જેના ઉપર બેઠેલે છે એ તે હાથી સકલ સૌધર્મ કપની. જેમ ત્યાંથી ચાલે છે. તે પાલક વિમાનની જેમ અનુક્રમે પિતાના દેહને સંક્ષેપ કરતા ઋષભ સ્વામીથી પવિત્ર થયેલા તે ઉદ્યાનમાં ક્ષણવારમાં પહોંચે છે. બીજા પણ અય્યત આદિ ઈન્દ્રો દેવ સમુદાય સાથે “હું પહેલાં, હું પહેલાં એમ કરતાં શીધ્ર ત્યાં આવે છે.
સમવસરણ આ તરફ સમવસરણની એક યોજન પ્રમાણ ભૂમિને અભિમાન રહિત વાયુકુમાર દેવે જાતે પ્રમાજે છે. મેઘકુમાર દેવ ગંધયુક્ત પાણીની વૃષ્ટિવડે પૃથ્વીને સીંચે છે. તે વખતે આવનારા પ્રભુનું સુગંધી બાષ્પ વડે ધૂપરૂપી અર્થ આપવા માટે તૈયાર થઈ હોય એવી ભૂમિ શોભે છે. વ્યંતર દે નીકળ્યાં છે કિરણ જેમાંથી એવા સુવર્ણ— માણિક્ય અને રત્નમય પાષાણ વડે ભક્તિથી પિતાને બાંધતા હોય તેમ તે પૃથ્વીતલને બાંધે છે. ત્યાં તે દેવે પૃથ્વીતળમાંથી ઉગ્યા હોય એવા, નીચા મુખવાળા છે. ડીંટ જેનાં એવા પાંચ વર્ષના સુગંધી પુષ્પો પાથરે છે તેમજ દિશાઓના કંઠાભરણરૂપ થયેલી કંઠી હોય એવા
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી કષભનાથ ચરિત્ર
૨૧૯
ચાર દિશામાં રત્ન-માણિક્ય અને હિરણ્ય વડે તેણે વિક છે.
ત્યાં રહેલી રત્નમય પુતળીઓ, એક બીજાના દેહમાં સંક્રાન્ત થયેલ છે પ્રતિબિંબ જેના એવી સખીઓ વડે આલિંગન કરાયેલી હોય એવી શોભે છે. તેમાં સિનગ્ધ ઇન્દ્રનીલમણિથી ઘડેલા મગરો તે, નાસી જતા કામદેવે ત્યાગ કરેલા પિતાના ચિહ્નના બ્રમને આપતા હોય તેમ શેભે છે. ત્યાં શ્વેત છત્રો ભગવંતને કેવળજ્ઞાન થવાથી ઉત્પન્ન થયેલ હર્ષ વડે દિશાઓના હાસ્યની જેમ શોભે છે. ત્યાં ધ્વજે અતિપ્રમોદથી પિતાની મેળે નાચવા ઇચ્છતી ભૂમિદેવીની ઊંચી કરેલી ભુજાઓની જેમ શોભે છે. તે તેરણોની નીચે બલિપટ્ટને વિષે હોય એવા સ્વસ્તિક વગેરે. આઠ મંગળનાં ચિહ્નો શેભે છે.
તે સમવસરણમાં વૈમાનિક દેવે રત્નગિરિમાંથી લાવેલ, મેખલાની જેવા, ઉપરના પ્રથમ રત્નમય ગઢને બનાવે છે, અને તેની ઉપર જુદા જુદા પ્રકારના મણિમય કાંગરા, કિરણે વડે આકાશને ચિત્રવર્ણમય વસ્ત્રને કરતા હોય તેમ શેભે છે.
જ્યોતિષ્કદેવે ત્યાં મધ્યભાગમાં પિંડરૂપે થયેલા દેહને તેજની જેમ સુવર્ણ વડે બીજા ગઢને કરે છે, અને તેની ઉપર સુર–અસુરની વચ્ચેના મુખ જેવા માટે રનના દર્પણ હોય એવા રત્ન વડે કાંગરા બનાવે છે.
બાહ્યભાગમાં ભવનપતિ દેવોએ ભક્તિ વડે રૂપાને :
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી ઋષભનાથ ચરિત્ર ત્રીજે ગઢ, ગળાકારે થયેલા શૈતાદ્ય પર્વતની જે બનાવ્યો. તેની ઉપર સુવર્ણમય વિશાળ કાંગરાઓ, દેવોની વાવડીઓમાં સુવર્ણમય કમળની જેમ શેભે છે.
ત્રણ ગઢમય તે સમવસરણની ભૂમિ ભવનપતિતિષી–અને શૈમાનિકદેવની લહમીના એક એક કુંડળ સરખી શેભે છે.
ત્યાં પતાકાઓના સમૂહથી શોભતા માણિક્યના તરણે, કિરણના સમૂહ વડે બીજા પતાકાઓને બનાવતા હોય એવા શેભે છે. દરેક ગઢમાં ચાર-ચાર દરવાજા જાણે ચાર પ્રકારને ધર્મના કીડા–વાતાયન હોય એવા શેભે છે. દરેક દરવાજે વ્યંતરદેવેએ ઈન્દ્રનીલમણિના સ્તંભ સરખી ધૂમ્રલતાને વિસ્તારતી ધૂપઘટીઓ મૂકી. તેમ જ તેમણે દરેક દરવાજે ચાર દરવાજાને ધારણ કરતા સમવસરણના ગઢની જેમ ચાર દરવાજાવાળી સુવર્ણકમળવાળી વાવો વિકુવી. બીજા ગઢની મધ્યમાં ઈશાન ખૂણામાં સ્વામીના વિસામા માટે તે દેવ દેવછંદે રચે છે.
ત્યાં પ્રથમ ગઢના પૂર્વ દ્વારને વિષે બંને પડખે બે સુવર્ણ સમાન વણવાળા વૈમાનિક દેવે દ્વારપાળ તરીકે ઊભા રહે છે. તેના જ દક્ષિણ દ્વારને વિષે બંને પડખે બે વેતવર્ણવાળા વ્યંતર દેવ એક-બીજાના પ્રતિબિંબ હિય એવા દ્વારપાળ તરીકે ઊભા રહે છે. તેના જ પશ્ચિમ દ્વારને વિષે બને પડખે બે રક્તવર્ણવાળા તિષ્ક દેવે સંધ્યાને વિષે સૂર્ય-ચંદ્ર હોય તેમ દ્વારપાળ તરીકે ઊભા
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧
રહે છે. તેના જ ઉત્તર દ્વારના અને પડખે કે કૃષ્ણ વ વાળા ભવનપતિ દેવા મેઘની જેમ દ્વારપાળ તરીકે ઊભા રહે છે.
બીજા ગઢમાં પૂર્વના ક્રમ વડે ચારેય દરવાજે અભય -પાશ–અંકુશ અને મગર છે હાથમાં જેને એવા અનુક્રમે ચંદ્રકાંત-શાણુમણિ-સુવણુ અને નીલમણિ સરખી કાંતિવાળી જયા વિજયા અજિતા અને અપરાજિતા દેવીઓ ઊભી રહે છે.
છેલ્લા ગઢમાં દરેક દ્વારે તુંબરૂ, ખાંગધર, નરશિરમાલાધર અને જટામુકુટમ`ડિત એ પ્રમાણે ચાર દેવે પ્રતિહાર તરીકે ઊભા રહે છે.
સમવસરણના મધ્યભાગમાં વ્ય'તરદેવા ત્રણ રત્નના ઉદયને બતાવતું હાય, એવા ત્રણ કેાશ ઉંચા ચૈત્યવૃક્ષને વિષુવે છે અને તેની નીચે વિવિધ રત્ના વડે પીઠ રચે છે, તે પીઠની ઉપર અપ્રતિમ મણિમય છ દક (વેદીના આકારનું આસન વિશેષ) રચે છે, તેના મધ્યભાગમાં પાદપીઠિકા સહિત સ` લક્ષ્મીના સાર જેવું રત્ન સિ'હાસન રચે છે. તે સિ`હાસનની ઉપર સ્વામીના ત્રણ જગતના પ્રભુત્વને સૂચવનારું ચિહ્ન હોય એવા નિમ ળ ત્રણ છત્ર તેએ વિષુવે છે. તે સિંહાસનના અને પડખે બે યક્ષા હૃદયમાં ન સમાવાથી બહાર નીકળતા સ્વામીની ભક્તિને સમૂહ જાણે હેાય એવા બે ચામરાને ધારણ કરે છે.
તે પછી સમવસરણના દ્વારને વિષે અતિઅદ્દભુત
Page #261
--------------------------------------------------------------------------
________________
૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્રભાથી પ્રકાશતા, સુવર્ણકમળ ઉપર રહેલા ધર્મચકને વિફર્વે છે. ત્યાં બીજું પણ જે તે સર્વ વ્યંતરદેવે કરે છે. કારણ કે સાધારણ સમવસરણમાં તે દેવે અધિકારી છે.
હવે પ્રભાતકાલે ચારે પ્રકારના કોડ દેવે વડે પરિવરેલા ભગવાન સમવસરણમાં જવા માટે ચાલે છે. ત્યારે દેવ હજાર પાંદડાવાળા સુવર્ણમય નવકમળ રચે છે, અને રચીને સ્વામીની આગળ સ્થાપે છે, પ્રભુ તેઓમાંના બબ્બે સુવર્ણકમળ ઉપર પદન્યાસ કરે છે. દેવે બાકીને કમળોને જલદી જલદી આગળ સંચાર કરે છે, એ પ્રમાણે ચાલતા સ્વામી પૂર્વ દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કરે છે, તે પછી જગતના નાથ ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરે છે. “નમો તિરસ ” ( તીર્થને નમસ્કાર થાઓ) એ પ્રમાણે કહીને જગતના મેહરૂપ અંધકારને નાશ કરવા માટે, સૂર્ય જેમ પૂર્વાચલમાં ચઢે તેમ પૂર્વ દિશા તરફ મુખવાળા પ્રભુ સિંહાસન ઉપર ચઢે છે. તે વખતે બીજી ત્રણ દિશામાં વ્યંતર દેવ રત્ન સિંહાસન ઉપર રહેલા ત્રણ ભગવંતના પ્રતિબિંબ કરે છે. તે દેવે પ્રભુના અંગુઠાનું સરખું રૂપ પણ કરવા માટે સમર્થ નથી, પરંતુ તે પ્રતિબિંબો સ્વામીના પ્રભાવથી પ્રભુનારૂપ સરખા થાય છે.
તે વખતે પ્રભુના મસ્તકના પાછલા ભાગમાં પ્રકાશમય ભામંડલ પ્રકટ થાય છે. જેની આગળ સૂર્યનું મંડલ ખોત (ખજુઆ) જેવું લાગે. આકાશમાં પ્રતિ શબ્દ (પડઘા) વડે ચારેય દિશાઓને અત્યંત વાચાળ કરતે મેઘની જે ગંભીર દુંદુભિ અવાજ કરે છે. ધર્મમાં આ ભગવાન
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ત્રિ
૨૪
એક જ સ્વામી છે” એ પ્રાણે જાણે હાથ ઉંચા કરી કહેતા હૈાય એવા રત્નમય ધ્વજ પ્રભુની માગળ વિરાજે છે.
-
હવે વૈમાનિક દેવીએ સમવસરણમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને ત્રણ પ્રદક્ષિણા કરીને તીનાથને અને તીને નમસ્કાર કરીને પ્રથમ ગઢમાં સાધુ અને સાધ્વીઓના સ્થાનને મૂકીને તે પછી અગ્નિકાણમાં ઉભી રહે છે, ભવનપતિ ચૈાતિષ્ક અને વ્યંતરની દેવીએ દક્ષિણદ્વારેથી પ્રવેશ કરીને તે જ વિધિથી અનુક્રમે નૈઋત કેાણમાં ઉભી રહે છે. ભવનપતિ-ચેાતિક અને વ્યંતરદેવા પશ્ચિમદ્વારેથી પ્રવેશ કરીને પૂર્વની વિધિથી વાયવ્ય દિશામાં રહે છે. વૈમાનિક દેવા, પુરુષો અને સ્ત્રીએ ઉત્તર દિશાના દ્વારેથી પ્રવેશ કરીને તે જ વિધિવડે ઈંશાનકાણમાં રહે છે.
તે સમવસરણમાં પહેલા આવેલ અલ્પ ઋદ્ધિવાળા પછી આવનાર મકિને નમે છે, અને તે મહર્ષિ ક પણ પૂર્વે આવેલા અલ્પ ઋદ્ધિવાળાને સાધિક પણાથી નમસ્કાર કરતા જાય છે.
તે સમવસરણમાં કાઈ ને નિયંત્રણ ( = 'ધન ) હાતુ નથી. વિકથા હાતી નથી, વિરોધીને પણ પરસ્પર માત્સર્યાં (ઈર્ષ્યા) હાતુ નથી. અને ભય હાતા નથી.
બીજા ગઢની અદર તિપડ્યા રહે છે. ત્રીજા ગનની અંદર વાહને હાય છે. ત્રીજા સઢના મહારા ભાગમાં
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
તિર્યચ-મનુષ્ય અને દેવે કેટલાક પ્રવેશ કરતા અને કેટલાક નીકળતા હોય છે.
ઈંકે કરેલી ઋષભજિનની સ્તુતિ अह सोहम्मकप्पिदा, नमंसित्ता कयंजली। रोमचिओ जगन्नाह, इअ थोउं पयट्टइ ॥
હવે સૌધર્મકલ્પને ઇંદ્ર, નમસ્કાર કરી બે હાથ જોડી રોમાંચિત થયેલ તે, જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરે છે –
હે સ્વામી! બુદ્ધિહીન એવો હું ક્યાં? અને ગુણના પર્વત એવા તમે ક્યાં? તો પણ તમારી ભક્તિ વડે વાચાલ કરાયેલો હું તમારી સ્તુતિ કરીશ.
અનંત દર્શન-જ્ઞાન–વીય અને આનંદરૂ૫ રને. વડે રત્નાકર જેવા હે જગત્પતિ! આ લોકમાં તમે એક જ વિરાજે છે. હે દેવ! આ ભરતક્ષેત્રમાં લાંબાકાળથી સર્વથા નષ્ટ થયેલ ધર્મની ઉત્પત્તિ માટે વૃક્ષના અદ્વિતીય બીજ જેવા તમે જ છે. ત્યાં દેવલેકમાં રહેલા અનુત્તર દેવોના સંદેહને તમે અહિં રહ્યા છતાં છેદે છે-દૂર કરે છો. તમારા પ્રભાવની કઈ મર્યાદા નથી. મહાકદ્ધિ અને કાંતિથી પ્રકાશતા સર્વ દેવોને દેવકની ભૂમિમાં જે નિવાસ છે, તે તમારી ભક્તિના અંશનું જ ફળ છે.
હે દેવ! તમારી ભક્તિથી વિહીન જીના મોટા
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૨૫
એવાં પણ તપે મૂર્ખાઓના ગ્રંથના અધ્યયનની જેમ ફક્ત દુઃખને માટે જ થાય છે.
જે તમારી સ્તુતિ કરે છે અને જે તમને ધિક્કારે છે, તે બંને ઉપર તમે સમાન જ છે, પરંતુ તેઓનું જે ભિન્ન શુભ અને અશુભ ફળ છે, તે જ અમને આશ્ચર્ય પમાડે છે.
સ્વર્ગની લક્ષ્મીથી પણ મને આનંદ નથી, તેથી હે. નાથ! તમારી પાસે આ પ્રાર્થના કરું છું કે “હે ભગવંત! તમારા ઉપર મારી અક્ષય ઘણી ભક્તિ હો.” આ પ્રમાણે સ્તુતિ કરીને, નમસ્કાર કરીને, બે હાથ જોડી ઈંદ્ર સ્ત્રી-પુરુષ-રાજા અને દેવોની આગળ બેસે છે.
મરુદેવાને વિલાપ આ તરફ વિનીતા નગરીમાં વિનીત એવા ભરતેશ્વર રાજા પ્રભાતકાલે મરુદેવા માતાને નમસ્કાર કરવા માટે આવે છે.
પુત્રના વિરહથી ઉત્પન્ન થયેલ નિરંતર આંસુના પાછું વડે ઉત્પન્ન થયેલા નીલિકા (= છારી–આંખને. એક જાતને રેગ) વડે વિલુપ્ત થયાં છે નેત્રકમળ જેનાં એવા પિતામહીને “હે દેવી! આ તમારે જ્યેષ્ઠ પત્ર તમારા ચરણકમળને જાતે નમસ્કાર કરે છે” એ પ્રમાણે જણાવતે ભરત નમે છે. ઋ. ૧૫
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
મરુદેવા સ્વામિની પણ ભરતને આશીષ આપે છે. તે પછી હૃદયમાં નહિ સમાતા શેકની જેમ આ પ્રમાણે વાણું બોલે છે –“હે પત્ર! ભરત! તે વખતે મારો પુત્ર વૃષભ મને, તને, પૃથ્વીને, પ્રજાને અને લક્ષ્મીને તૃણની જેમ ત્યજીને એકાકી ગયે. અહો ! દુઃખ પૂર્વક મરણવાળી મરુદેવા મરતી નથી. મારા પુત્રના મસ્તક ઉપર ચંદ્રાતાની છાયાવાળું છત્ર કયાં ? અને સર્વાગે સંતાપ કરનાર સૂર્યને આપત ક્યાં ? કીડાપૂર્વકની ગતિવાળા હાથી વગેરે વાહને વડે તે ગમન ક્યાં ? હમણાં વત્સનું મુસાફરને ઉચિત પાદચારીપણું ક્યાં ? મારા પુત્રને વારાંગનાઓએ વીજેલા સુંદર ચામરનું વીંજવું ક્યાં ? અને હમણાં ડાંસ-મચ્છર આદિ વડે ઉપદ્રવ ક્યાં! મારા પુત્રનું તે દેવેએ લાવેલા દિવ્ય આહારનું ભજન ક્યાં? અને હમણાં તેનું ભિક્ષાભેજન પણ ક્યાં ? મારા મહાઅદ્ધિવાળા પુત્રનું રત્ન-સિંહાસનના મધ્ય ભાગમાં તે આસન ક્યાં ? હમણાં ગેંડાની જેમ એનું આસનરહિતપણું ક્યાં ? આરક્ષક અને આત્મરક્ષકથી રક્ષિત નગ૨માં પુત્રની સ્થિતિ ક્યાં અને હમણાં સિંહ આદિ શિકારી પશુઓના સમૂહથી ભયંકર વનમાં નિવાસ ક્યાં ? મારા પુત્રનું કર્ણામૃતરસાયણ સરખું તે દિવ્યાંગનાઓનું સંગીત
ક્યાં? અને કર્ણમાં સૂચિ સરખા ઉન્મત્ત શિયાળના ફિસ્કાર શબ્દ કયાં ?
अहो कहूँ अहो कटुं, ज मे पुत्तो तवच्चए । पाम्मखडुव्व मउओ, सहए जलुवद्दवं ॥
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૭
અહો કષ્ટ છે, કષ્ટ છે કે મારો પુત્ર વર્ષાકાળમાં કમળ ખંડની જેવો કમળ, જળના ઉપદ્રવને સહન કરે છે.
सीयाले हिम-संपाय-किलेस-विवस दस । શરણે માથા , રૂવ ગારૂ નિરંતર છે
શિયાળામાં હિમ પડવાથી કલેશને આધીન એવી દશાને, અરણ્યમાં માલતીના તંબની જેમ નિરંતર પામે છે.
उण्हकाले णय डेहिं, किरणेहिं च भाणुणो । संताव चाणुहवइ, थंबेरमा इवाहिग ॥
ઉનાળામાં સૂર્યનાં પ્રચંડ કિરણે વડે હાથીની જેમ અધિક સંતાપને અનુભવે છે.
ता एवं सव्वकालेसु वणेवासी निरासओ। तुच्छजणोव्व एगागी, वच्छो मे दुक्खभायण ॥
તેથી આ પ્રમાણે સર્વ કાલમાં વનમાં રહેનાર આશ્રય વગરના તુચ્છ માણસની માફક એકલે મારે પુત્ર દુઃખનું ભાજન છે.
આ પ્રમાણે તે તે દુઃખથી આકુલ એવા પુત્રને નેત્રની આગળ જાણે જેતી હોય એવી, તારી આગળ પણ આ પ્રમાણે બોલતી, હું તને પણ દુઃખી કરું છું.' આ પ્રમાણે બોલતી દુઃખથી વ્યાકુળ મરુદેવી દેવીને બે હાથ જોડીને ભરત અમૃત સરખી વાણી વડે કહે છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
હે દેવી! સ્થિરતાના પર્વત સરખા, વજ સરખા પરાક્રમવાળા, મહાસત્ત્વશિરોમણિ એવા પિતાની માતા થઈને આ પ્રમાણે કેમ ખેદ કરો છો ? પિતા એકદમ સંસારસમુદ્રને તરવા માટે તૈયાર થયેલા, કઠે બાંધેલ શિલા સરખા આપણે આ સ્થાનમાં પ્રભુએ ત્યાગ કર્યો.
વનમાં વિચરતા પ્રભુના પ્રભાવથી શિકારી પશુઓ પણ પથ્થરથી ઘડેલાની જેમ ઉપદ્રવ કરવા માટે સમર્થ
નથી.
સુધા-પિપાસા આદિ જે દુસ્સહ પરિષહે છે, તે પણ કર્મરૂપી શત્રુનો નાશ કરવામાં ખરેખર પિતાને સહાય કરનારા જ છે. મારા વચનમાં તમને વિશ્વાસ નથી તે પિતાના જલ્દી થનારા કેવલજ્ઞાનના મહોત્સવની વાતથી તમને વિશ્વાસ થશે.” ભરતરાજાની આગળ સ્વામીના કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને ચકરત્નની ઉત્પત્તિનું એકી સાથે નિવેદન
આ વખતે દ્વારપાલ વડે જણાવાયેલા યમક અને શમક નામના બે પુરુષે રાજાની આગળ આવ્યા. તેમાંને. યમક પ્રણામ કરીને ભરતરાજાને નિવેદન કરે છે કે “હે દેવ ! પુરિમતાલનગરમાં શકટમુખ ઉદ્યાનમાં પૂજ્ય શ્રી યુગાદિનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ કલ્યાણવાર્તા વડે આજે પુણ્યદય વડે તમે વૃદ્ધિ પામે.”
શમક પણ નમસ્કાર કરીને ઉચ્ચ સ્વરે જણાવે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
રાકે
કે, “હે દેવ ! હમણાં આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું છે.”
આ પ્રમાણે સાંભળીને રાજા “આ તરફ ઉત્પન્ન થયું છે કેવલજ્ઞાન જેને એવા પિતા છે, અને આ તરફ ચકરત્ન ઉત્પન્ન થયું છે, પ્રથમ હું કોની પૂજા કરું ?” એ પ્રમાણે ક્ષણવાર વિચારે છે. તે પછી “સર્વ જીવને અભય આપનાર પિતા ક્યાં ? અને જીવોનો ઘાત કરનાર ચક્ર ક્યાં ? ” એ પ્રમાણે વિચારીને સ્વામીની પૂજા માટે તે પિતાના માણસોને આદેશ કરે છે. મરૂદેવા સાથે ભારતનું સ્વામીના વંદન માટે આગમન
હવે ભરત તેઓને યથેચિત પુષ્કળ ઈનામ આપીને તેઓને વિસર્જન કરીને મરુદેવીને કહે છે કે – “હે દેવી ! તમે હંમેશાં કરુણ અક્ષરે આ કહેતાં હતાં કે –
જે મારે પુત્ર એકલે ભિક્ષાના આહારવાળો દુઃખભાજન છે” હવે ત્રણેય લેકના સ્વામીપણાને ભેગવનારા તે પિતાના પુત્રની સમૃદ્ધિ જુઓ.” એ પ્રમાણે કહીને તે મરુદેવીને ઉત્તમ હાથી ઉપર બેસાડે છે. તે પછી મૂર્તિમંત લક્ષ્મીવાળા સુવર્ણ–વા અને માણિક્યનાં ભૂષણોથી વિભૂષિત એવા અશ્વ-હાથી, પાયદળ અને રથો સાથે તે ચાલે છે. ભૂષણની કાંતિના સમૂહથી કર્યું છે જંગમ તોરણ જેણે એવાં સૈન્ય સાથે ચાલતે ભરત રાજા દૂરથી રત્નમય દવજને આગળ જુએ છે.
હવે ભરત મરુદેવાને કહે છે કે હે દેવી ! દેવે વડે
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
રચાયેલા આ સમવસરણને આગળ જુએ. પિતાના ચરણકમળની સેવારૂપ મહોત્સવના કારણે આવેલા દેવેને આ જય જય શબ્દનો ઘોંઘાટ સંભળાય છે. હે માતા ! પ્રભુના શૈતાલિકની જેમ ગંભીર અને મધુર ધ્વનિને કરતી આ દિવ્ય દુંદુભિ હૃદયમાં આનંદ ઉત્પન્ન કરે છે. સ્વામીના ચરણકમળને વાંચવા માટે આવેલા દેવનાં વિમાનમાંથી ઉત્પન થયેલ આ ઘુઘરીઓને અવાજ કર્ણચર થાય છે. પ્રભુના દર્શનથી હર્ષ પામેલા દેવસમુદાયને મેઘની ગર્જના જેવો સિંહનાદ આકાશમાં સંભળાય છે. ગંધના ગ્રામ-રાગથી પવિત્ર થયેલી આ ગીતિ સ્વામીની દેશનાની. દાસીની જેમ અમારા હર્ષને આજે પુષ્ટ કરે છે.
મરુદેવીને મેક્ષ તે પછી આ પ્રમાણે સાંભળતા મરુદેવીને હર્ષના આંસુના જળપ્રવાહ વડે નેત્રોના પંકના જેવી નીલિકા (છારી) ઓગળી ગઈ (= દૂર થઈ તે પુત્રની અતિશયથી યુક્ત એવી તીર્થંકરપણાની લક્ષ્મીને જુએ છે. જોઈને તેના દર્શનથી ઉત્પન્ન થયે છે આનંદ જેને એવા તે તન્મયપણાને પામ્યા, તે જ ક્ષણે અપૂર્વકરણના કમ વડે ક્ષપકશ્રેણી ઉપર ચઢીને કર્મોનો એકી સાથે ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. હાથીને સ્કંધ ઉપર ચઢેલા મરુદેવા સ્વામિની અંતકૃતકેવલીપણે શિવ-અચલ-અજ–અનંતઅક્ષય-અવ્યાબાધ સિદ્ધિગતિ નામના સ્થાનને પામે છે, આ અવસર્પિણમાં આ મરુદેવા પ્રથમ સિદ્ધ થયા, તેથી
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩૧
શ્રી ઋષભનાથ ચરિત્ર દેવે તેમના દેહને સત્કાર કરીને ક્ષીરસમુદ્રમાં નાંખે છે. ત્યારથી માંડીને લોકમાં મૃતકનું પૂજન પ્રવત્યું. “મેટા જે કરે છે, તે આચરણા માટે સમર્થ થાય છે.”
તે પછી તેમની મોક્ષપ્રાપ્તિને જાણીને ભરતરાજા વાદળની છાયાવાળા સૂર્યના તાપ વડે શરસ્કાળની જેમ હર્ષ અને શેક વડે એકી સાથે વ્યાપ્ત થાય છે. તે પછી, તે પરિવાર સહિત પગે ચાલતો, રાજચિહ્નોને ત્યાગ કરી, ઉત્તર દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કરે છે, તે વખતે ભરતરાજાએ ચાર દેવનિકાયથી પરિવરેલા, નેત્રરૂપી ચકોરને આનંદ પમાડવામાં ચંદ્ર જેવા સ્વામીને જોયા. ત્રણ વાર પ્રદક્ષિણા કરીને ભગવંતને પ્રણામ કરીને મસ્તકે બે હાથ જોડી ભરતચકી આ પ્રમાણે સ્તુતિ કરે છે.
ભરતરાજાએ કરેલી જિનસ્તુતિ जयाहिलजगन्नाह ! जय विस्साऽभयप्पय ! । जय पढमतित्थेस ! जय ससारतारण ! ॥
હે સમસ્ત જગતના નાથ ! તમે જય પામે, હે વિશ્વને અભય આપનાર ! તમે જય પામે, હે પ્રથમ તીર્થપતિ ! તમે જય પામો, હે સંસારને તારનારા ! તમે જ્ય પામો.
આજે અવસર્પિણીને લેકરૂપી પવાકરને વિકસિત કરવામાં સૂર્ય સમાન ! હે પ્રભુ ! તમને જોવાથી મારે મેહ નાશ પામવાથી આજે મારે પ્રભાત થયું. હે કરૂણાના
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ક્ષીરસમુદ્ર ! હે નાથ ! જે તમારા શાસનરૂપી મહારથમાં ચઢે છે, તેઓને લોકાગ્રપદ–મેલ દૂર નથી.
હે દેવ! જ્યાં નિષ્કારણ જગબંધુ એવા તમે પ્રત્યક્ષ દેખાઓ છે, તેથી લોકાગ્રસ્થાન (મોક્ષ) કરતાં પણ અમે સંસારને પ્રધાન માનીએ છીએ.
હે નાથ ! ભવ્ય પ્રાણીઓના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં તકચૂર્ણ સરખી તમારી વાણી જય પામો, હે સ્વામી ! આપના દર્શનથી મહાઆનંદરસને ઝરતા નેત્રવાળા લેક વડે સંસારમાં પણ મોક્ષસુખનો આસ્વાદ અનુભવાય છે.
હે પ્રભુ! રાગ-દ્વેષ–કષાય વગેરે શત્રુઓ વડે રુંધાચેલું આ જગતુ અભયદાનરૂપી દાનથી શોભતા તમારા વડે કર્મબંધનથી છોડાવાય છે, હે નાથ ! વિવિધ પ્રકારના અવસ્કંદ (= છાપો મારે), સંગ્રામથી હણું છે ગામની ભૂમિ જેણે એવા આ રાજાએ મિત્રપણું પામીને આ તમારી પર્ષદામાં ઊભા છે. તમારી પર્ષદામાં આવેલ આ હાથી સુંઢ વડે સિંહના હાથને ખેંચીને ગંડસ્થળને વારંવાર ખણે છે. આ તરફ આ મહિષ (પાડે) મહિષની જેમ વારંવાર સ્નેહથી જીભ વડે હષારવ કરતા અશ્વને પ્રમાજે છે. આ બાજુ આ હરણ, કીડાથી ચપળ પૂંછડાવાળ, ઊંચા કાનવાળો, ઉન્નત મુખવાળે નાક વડે વાઘના મુખને સુંઘે છે. આ યુવાન બિલાડો અને પડખે આગળ પાછળ ગમન કરતા મૂષક (ઉંદર)ને પિતાના બાળકની
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૩
જેમ આશ્લેષ કરે છે. આ નિય સપ` દેહને ગાળ (કુંડાળાવાળા) કરીને નકુળની પાસે મિત્રની જેમ એસે છે. હે દેવ ! બીજા પણ જે કઈ જાતિ-નૈરવાળા જીવા છે, તે ઔરરહિત થઈને અહી રહેલા છે. આ આપને ખરેખર અસમ પ્રભાવ છે.
આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરીને ખસીને અનુક્રમે ભરતરાજા સુરપતિ-ઇંદ્રની પાછળ બેસે છે.
આ ચેાજનમાત્ર ક્ષેત્રમાં ક્રોડાકોડ પ્રાણીઓ તીનાથના પ્રભાવથી ખાધારહિતપણે સમાઈ જાય છે.
ઋષભદેવ પ્રભુ સભાષાને પનારી ચેાજન ગામિની વાણીવડે પાંત્રીશ અતિશયથી યુક્ત દેશના આપે છે.
શ્રી ઋષભજિનની દેશના અને સંસારનું સ્વરૂપ હિયહિ—ના—મળ્યુ—નાજા—સય—સમાડા | पलित्तागारकप्पोऽयं ससारो सव्वदेहिणो ॥
સર્વ પ્રાણીઓને આધિ-વ્યાધિ–જરા-અને મૃત્યુરૂપી સેંકડા વાલાએથી યુક્ત એવા આ સૌંસાર સળગેલા ઘર જેવા છે.
તેથી વિદ્વાને એ અહીં જરા પણ પ્રમાદ કરવા ચેાગ્ય નથી. રાત્રિમાં એળગી શકાય એવી મરુભૂમિમાં બાળક પણ કાણુ પ્રમાદ કરે?
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અહીં અનેક નિરૂપી ભયંકર આવર્તેથી વ્યાપ્ત એવા સંસારસમુદ્રમાં ભ્રમણ કરતાં મનુષ્યોને મહારત્નની જેમ ઉત્તમ મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે. દેહદ વડે. વૃક્ષની જેમ પ્રાણીઓને મનુષ્યપણું પણ પરલોકની સાધના વડે જ નિશ્ચ સફળ થાય છે.
વાવાય-મેર–મદા, પરિણામેડાWIT.. सढवाया इवाचत विसया वीस-पंचगा ॥
શરૂઆતમાં માત્ર મધુરા, પરિણામે અતિભયંકર લુચ્ચા માણસની વાણીની જેમ અત્યંત જગતને ઠગનારા વિષયે છે.
સંસારની અંદર વર્તનારા સર્વ પદાર્થોના સંગ. ઊંચે ચઢવું તે જેમ પડવાના અંતવાળું છે તેમ, વિશેગના અંતવાળા છે. આ સંસારમાં પ્રાણીઓનું આયુષ્ય અને યૌવન એકબીજાની સ્પર્ધા વડે જલ્દી ગમન કરનારા છે, આ સંસારની ચારે ય ગતિઓમાં મારવાડમાં જવાની જેમ ક્યારેય સુખનો લેશ પણ નથી, તે આ પ્રમાણે
ક્ષેત્રના દેષથી, પરમાધામી દેવા વડે અને પરસ્પર સંલેશ પામનારા નારકીના જીવને ક્યાંથી સુખ હોય? શીત-વાત-આતપ-અને જળ વડે, વધ–બંધન અને ક્ષુધા આદિ વડે વિવિધ પ્રકારે પીડા પામનારા તિયાને પણ શું સુખ છે? ગર્ભવાસ–જન્મ-વ્યાધિ-જરા-દારિદ્ર અને મૃત્યુથી ઉત્પન્ન થયેલ દુઃખોથી વ્યાપ્ત મનુષ્યને.
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
1.
૨૩૫
ક્યાંથી સુખ હેય? પરસ્પર મત્સર (= ઈર્ષા), અમર્ષ (= અસહિષતા), કલહ અને ચ્યવનથી ઉત્પન્ન થતાં દુઃખ વડે દેવને પણ ક્યારેય સુખને લેશ નથી. તે પણ પિતાની સન્મુખ આવતા પાણીની જેમ અજ્ઞાનથી પ્રાણુઓ વારંવાર સંસાર સન્મુખ ચાલે છે. તેથી હે સચેતન ભવ્ય ! પિતાને આ જન્મ વડે દૂધ વડે સર્પની જેમ ન પશે. તે હે વિવેકવંત લેકે ! સંસારના નિવાસથી ઉત્પન્ન થતા અનેક પ્રકારના દુઃખને વિચાર કરીને સર્વ પ્રયત્નથી મોક્ષ માટે પ્રયત્ન કરો. નરકના દુઃખ સરખું ગર્ભાવાસથી ઉત્પન્ન થયેલ દુઃખ જેમ સંસારમાં છે, તેમ જીવોને મોક્ષમાં તેવા પ્રકારનું દુઃખ નથી. ઘડીમાંથી ખેંચાતા નારકની પીડા સરખી પ્રસવથી ઉત્પન્ન થતી વેદના પણ કયારેય મેક્ષમાં નથી. અંદર અને બહાર નાંખેલા શલ્ય સરખી પીડાના કારણભૂત આધિઓ અને વ્યાધિઓ પણ ત્યાં નથી. યમરાજાની અગ્રદૂતી, સર્વ તેજને હરણ કરનારી પરાધીનતાને ઉત્પન્ન કરનારી જરા પણ ત્યાં સર્વથા નથી. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવેની જેમ ભવ-ભ્રમણના કારણભૂત મરણ પણ ત્યાં થતું નથી. પરંતુ ત્યાં મહાઆનંદરૂપ સુખ છે, અદ્વિતીય અવ્યય રૂપ છે, શાશ્વત કેવલજ્ઞાન રૂપી પ્રકાશ વડે સૂર્યસમાન. જ્ઞાન છે. નિર્મળ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નનું નિરંતર પાલન કરીને ભવ્યજી તે મોક્ષને. પામે છે.
ત્યાં જીવ–અજીવ આદિ નવ તને સંક્ષેપથી.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી ઋષભનાથ ત્રિ
અને વિસ્તારથી યથાસ્થિત જે અવમેધ તે સમ્યજ્ઞાન કહેવાય છે. અવાંતરભેદથી મતિ, શ્રુત, અવિધ, મનઃપવ અને કેવળજ્ઞાન વડે તે જ્ઞાન પાંચ પ્રકારે કહ્યુ છે.
અવગ્રહ આદિ ભેદો વડે અને બહુ આદિ ખીજા ભેદો વડે ભિન્ન, ઇંદ્રિય અને અનિંદ્રિય ( = મન )ના વિષયવાળું મતિજ્ઞાન કહ્યું છે. ૧
પૂર્વ શ્રુત, અગાપાંગ, અને પ્રકીક વડે ઘણા પ્રકારે વિસ્તારવાળું, સ્યાત્ શબ્દથી લાંછિત શ્રુતજ્ઞાન અનેક પ્રકારે જાણવુ. ૨
દેવ અને નારીને ભવપ્રત્યયિક અને માકીના મનુષ્યતિય ચાને ક્ષચેાપશમના લક્ષણવાળું છ પ્રકારે અવધિજ્ઞાન હાય. ૩
ઋજુમતિ અને વિપુલમતિના ભેદથી મનઃપવજ્ઞાન એ પ્રકારે છે. તેમાં વિશુદ્ધિ અને અપ્રતિપાતિપણા વડે વિપુલમતિ મનઃપવજ્ઞાનના વિશેષ જાણવા. ૪
સમસ્ત દ્રવ્ય અને પર્યાયના વિષયવાળું વિશ્વને જોનારુ, અન’ત, એક ઇંદ્રિયાતીત કેવલજ્ઞાન કહેવાય છે. પ
આગમમાં કહેલ તત્ત્વોને વિષે રુચિ તે સમ્યગ્દર્શન જાણવું. તે નિસર્ગથી અથવા ગુરુના અધિગમથી ઉત્પન્ન થાય છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯
સમ્યગ્દર્શનનો લાભ आगमकहिए तत्ते, रई त सम्मदसणणेय । तं च निसग्गाहिगमा, गुरूणो भवियाण जाएइ ॥
આગમમાં કહેલ તત્ત્વને વિષે રુચિ તે સમ્યગ્દર્શન જાણવું અને તે નિસર્ગથી અથવા ગુરુના અધિગમથી ઉત્પન્ન થાય છે.
તે આ પ્રમાણે-અનાદિ અનંત એવા સંસારરૂપી આવર્તમાં વર્તનારા જીવનને વિષે જ્ઞાનાવરણીય-દર્શનવરણી–વેદનીય અને અંતરાય નામના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ છે. નામ અને નેત્ર કર્મની વીશ કોડાકડી અને મેહનીય કર્મની સિત્તર કેડા કડી ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
તે પછી પર્વતની નદીના પથ્થરના ઘોલના ન્યાય (નદીગેળૉલન્યાય)થી ફલને ભેગવવાથી ક્ષય પામતાં સાત કર્મોની અનુક્રમે ઓગણત્રીશ, ઓગણીશ અને ઓગણસિરોર કડાકોડી સાગરોપમ સ્થિતિને ઉછેદ કરીને, પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન એક કેડાકેડી સાગરોપમ બાકી રહે છતે પ્રાણીઓ યથાપ્રવૃત્તિ કરણ વડે ગ્રંથિદેશ સુધી આવે છે. દુર્દેવ-દુરુછેદ એવો, કાષ્ઠ આદિની જે અત્યંત દઢ એવો રાગ-દ્વેષને પરિણામ તે ગ્રંથિ કહેવાય છે. કહ્યું છે કેमोहे कोडाकोडी, सत्तरि वीसं च नामगोयाणं । तीसायराणि चउण्हं, तित्तीसयराई आउस्सा ॥१॥
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
મોહનીયને વિષે સિત્તેર કેડાછેડી, નામ અને ગેત્રને વિષે વશ કડાકડી અને બીજા ચાર કર્મની ત્રીશ કેડાકોડી અને આયુષ્યની ૩૩ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૧
अंतिमकोडाकाडी, सव्व कम्माण आउवज्जाण । पलियाऽसखिज्जइमे, भागे खोणे हवइ गठी ॥२॥
[વિ. શા. ૨૨૧૪] આયુ વજીને સર્વકર્મની છેલ્લી-એક કડાછેડી, પાપમને અસંખ્યાતમે ભાગ ક્ષીણ થયે છતે ત્યાં ગ્રંથિ હોય છે. ૨ Tટ રિ સુમેળો, વસવ-ઘા –––-દિવ પીવસ માળો, ઘનાન-દોલ–પરિણામો પરા
[વિ. શા. ] ગ્રંથિ એટલે અત્યંત દુર્ભેદ એ, કર્કશ ઘન ઉગેલી ગૂઢ ગ્રંથિની માફક જીવને કર્મ નિત ગાઢ રાગદ્વેષને પરિણામ છે. ૩
તે પછી વળી કેટલાક જીવો રાગ આદિથી પ્રેરાયેલા કિનારા પાસેથી વાયુથી હણાયેલા મહાપતની જેમ ગ્રંથિપ્રદેશથી પાછા ફરે છે, બીજા સ્થલને વિષે ખલન પામેલા નદીના પાણીની માફક તેવા પ્રકારના પરિણામવિશેષ વડે તે જ ગ્રંથિપ્રદેશમાં રહે છે, વળી બીજા જેનું કલ્યાણ થવાનું છે તેવાં ભવ્ય પ્રાણીઓ અપૂર્વકરણ વડે ઉત્કૃષ્ટ વિર્ય પ્રકટ કરીને દુર્લય એવી તે ગ્રંથિને, મહામાર્ગનું
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૩૯
ઉલ્લંઘન કરનારા મુસાફર જેમ ભયસ્થાનને ઉલ્લંઘન કરે તેમ એકદમ ઉલ્લંધન કરે છે. પછી અનિવૃત્તિકરણ વડે અંતરકરણ કરે છતે મિથ્યાત્વના બે ભાગ કરીને કેટલાંક ચાર ગતિનાં પ્રાણીઓ અંતર્મુહૂત કાલ પ્રમાણ જે સમ્યગ્દર્શન પામે છે તે આ નિસ હેતુવાળું સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે અને ગુરુઓના ઉપદેશનું આલમન લઈને ભવ્યજીવાને અહીં જે સમ્યક્ શ્રદ્ધાન થાય છે તે અધિગમથી ઉત્પન્ન થયેલ સમ્યક્ત્વ થાય, જે માટે કહ્યુ
છે કે—
'
जा गंठी ता पढमं गठि समइच्छओ भवे बीय' । अनियीकरण पुण, सम्मतपुरक्खडे जीवे ॥४॥
[વિ બા. ૨૦૩]
જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પહેાંચે તે પ્રથમ ચયાપ્રવૃત્તિ કરણ છે, અને ગ્રંથિના ભેદ કરે તે બીજુ અપૂર્વકરણ છે, અને જેને નજીકમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થવાનુ છે, તે અનિવૃત્તિકરણ છે. ૩
पावंति खवेऊण, कम्माई अहापवित्तिकरणेणां उवलनायेण कमवि, अभिन्नपुव्वि तओ गठि ॥५॥
'
યથાપ્રવ્રુત્તિકરણ વડે ઉપલન્યાયે (નદીગાલઘાલન્યાયે) કેમે કરીને કર્માં ખપાવીને પૂવે નહીં બેઠેલી ગાંઠ સુધી પહોંચે છે. પ
Page #279
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૪૦
,
तं गिरिवर व मेत्तु अपुव्वकरणुग्गवज्जधाराए । अंतोमुहुत्तकाल, गंतुमनियट्टकरण मि ||६||
पइसमय सुज्झतो, खविक कम्माई तत्थ बहुआई । मिच्छत्तंमि उइण्णे, खीणेऽणुइय मि उवंसते ||७|
',
ससारगिम्हतविओ, तत्तो गोसीसच दणरसोव्व । अइपरमनिव्वुइकर, तरसते लहइ सम्म ||८||
પતની જેવી તે ગ્રંથિને અપૂર્વકરણરૂપ ઉગ્ર વજ્રની ધાર વડે ભેદીને અંતર્મુહૂતકાળે અનિવૃત્તિકરણે જઈને, પ્રતિસમય વિશુધ્યમાન પરિણામવાળા ત્યાં ઘણાં કોને ખપાવીને, જે મિથ્યાત્વ યમાં આવ્યું હાય તેનેા ક્ષય કરતા, અને જે ઉદયમાં ન હેાય તેને ઉપશાંત કરતા, તે પછી જેમ સંસારરૂપી ગ્રીષ્મૠતુથી તપેલા જેમ ગેાશીષ ચંદનના રસને પામે તેમ અતિપરમ નિવૃતિને કરનાર સભ્યને તેને અ ંતે પામે છે.
ન
૬-૭-૮.
ऊसरदेस यल्लियं च विज्झाइ वणदवो पण्प । इय मिच्छस्स अणुदए, उवसमसम्म लहइ जीवो ||९|| (વિ. બા. ૨૭૩૪)
જેમ વનના દાવાનળ ઉખરપ્રદેશને અને દુગ્ધપ્રદેશને પામીને મુઝાઈ જાય છે, તેમ મિથ્યાત્વના અનુયમાં જીવ ઉપશમસમ્યક્ત્વને પામે છે. ૯
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૪૩
उवसामगसेढिगयस्स होइ उवस्सा मि तु सम्मत ं । जो वा अकतिपुंजो, अखविअमिच्छो लहइ सम्मत्तं ॥ १०॥ खीणम्मि उष्णम्मिय, अणुदिज्ज ते सेसमिच्छत्ते । अतोमुहुत्तमेतं, उवसमसम्म लहइ जीवो ॥११॥ [વે. લૉ. પ્રૂ॰]
ઉપશમશ્રેણિ પામેલાને ઔપશમિક સમ્યક્ત્વ હાય છે, અથવા જેણે ત્રણ પુજ કર્યા નથી અને મિથ્યાત્વના ક્ષય કર્યો નથી એવેા જીવ જે સમ્યક્ત્વ પામે તે ઔપમિક સમ્યક્ત્વ છે. ૧૦
ઉદય પામેલ મિથ્યાત્વને ક્ષય કરી, અને ઉદયને નહી' પામેલા બાકીના મિથ્યાત્વના ઉપશમ કરી જીવ અંતર્મુહૂત માત્ર ઉપશમ સમ્યકત્વ પામે છે. ૧૧
તે સમ્યગ્દર્શન ઔપશમિક-સાસ્વાદન-ક્ષાયેાપશમિક વેદ્યક અને ક્ષાયિકના ભેદથી પાંચ પ્રકારે હાય છે. ત્યાં ગ્રંથિભેદ કરનાર જીવને પ્રથમ સમ્યક્ત્વના લાભમાં અંતર્મુહૂત પ્રમાણુ ઔપશમિક સમ્યગ્દર્શન થાય છે. તેમ જ ઉપશમશ્રેણિમાં ચઢવા વડે જેને મેહ ઉપશાંત થયેા છે એવા જીવને માહના ઉપશમથી ઉત્પન્ન થયેલુ બીજુ ઔપશમિક સમ્યક્ત્વ જાણવું. ૧
તેમ જ સમ્યકત્વભાવને તજી, મિથ્યાત્વની અભિમુખ થયેલા જીવને અનંતાનુબંધીના ઉદયવાળા પ્રાણીને ઉત્કૃષ્ટથી
ts. ૧
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
છ આવલિકા પ્રમાણ અને જઘન્યથી એક સમય પ્રમાણ જે સમ્યકૃત્વને પરિણામ હોય તે સાસ્વાદન સમ્યકત્વ કહ્યું છે. ૨ उवसमसम्मत्ताओ, चयओ मिच्छ अपावमाणस्स । सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥१२॥
[વિ. શા, પરૂ] ઉપશમ સમ્યકત્વથી પડતાં, મિથ્યાત્વે નહિ પહોંચેલા જીવને તેની વચ્ચે છ આવલિકાકાળ પ્રમાણે સાસ્વાદન સમ્યકત્વ હોય છે. ૧૨
મિથ્યાત્વ મેહનીયના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ, સમ્યકૃત્વમેહનીયના પુદ્ગલના ઉદયના પરિણામવાળા જીવને ત્રીજું ક્ષાપથમિક સમ્યકત્વ હોય છે.
ક્ષપકશ્રેણિએ ચઢેલા, અનંતાનુબંધિ કષાય-મિથ્યાત્વ મોહનીય-મિશ્રમોહનીયને સર્વથા ક્ષય થયે ક્ષાયિક સમ્યકત્વની સન્મુખ થયેલા સમ્યકત્વમેહનીયના પુગલના છેલ્લા અંશના ઉદયવાળા ભવ્યજીવને ચોથું વેદક સમ્યકૃત્વ હોય છે. ૪
જેણે દર્શન સપ્તકને ક્ષય કર્યો છે એવા શુભભાવવાળા આત્માને શાયિક સમ્યકત્વ નામે પાંચમું સમ્યકત્વ હોય છે. પ–કહ્યું છે કે –
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૪
मिच्छत्त जमुइण्ण, तं खीण अणुइयं च उवसंतं । मीसोभावपरिणयं, वेइज्जंतं खओवसमं ॥१३॥
[વિ. શા. ૨૩૨] જે મિથ્યાત્વ ઉદયમાં આવે તેને ક્ષય કરે અને અનુદિતને ઉપશાંત કરે. એ રીતે મિશ્ર ભાવથી પરિણત થયેલું જે વેદાય તે ક્ષપશમ છે. ૧૩ वेयगसम्मत्तं पुण, सव्वाईयचरमषुग्गलावत्थ । खीणे दसणमोहे, तिविहंमि वि खाइयं हाइ ॥१४॥
[વિ. કા. શરૂ૩] સર્વ ઉદય પામેલા (સમ્યકત્વ મેહનીયના) ચરમ પુગલની અવસ્થાવાળું વેદક સમ્યકત્વ છે, અને ત્રણેય દર્શન મોહિનીયને ક્ષય થવાથી ક્ષાયિક સમ્યકૃત્વ થાય છે. सम्मइंसणं हयं, गुणओ तिविहं भवे । रोयगं दीवगं चेव, कारगं च तिं नामओ ॥१५॥
આ સમ્યગ્દર્શન ગુણથી ત્રણ પ્રકારે–રોચક, દીપક અને કારક નામે હોય છે ૧૫
તથા સિદ્ધાંતમાં કહેલાં તને વિષે હેતુ અને દષ્ટાંત વિના જે દઢ વિશ્વાસ તે રોચક સમ્યકૃત્વ કહેલું છે, જે બીજાને પણ ધર્મકથા વડે સમ્યકત્વ પ્રદીપ્ત કરે છે તે દી૫ક સમ્યકત્વ છે અને જે સંયમ–તપ વગેરે અનુષ્ઠાન કરાવે છે તે કારક સમ્યક્ત્વ છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જે માટે સમ્યકત્વ સ્તવમાં કહ્યું છે કે – तिविहं कारग-रोअग-दीवग-भेएहिं तुहमय विऊहिं । खाओवसमो-वसमिय-खाइयभेएहि वा कहियं ॥१६।। जं जह भणियं तुमए, तं तह करणमि कारगो होइ। रोअगसम्मत्तं पुण, इमित्तकरं तु तुह धम्मे ॥१७॥ सयमिह मिच्छदिट्ठो, धम्मकहाईहिं दीवइ परस्स । दीवगसम्मत्तमिण, भणंति तुह समयमइणो ॥१८॥ विहियाणुष्वाणं पुण, कारगमिह रोयणं तु सद्दहण । मिच्छदिट्ठी दीवइ, ज तत्ते दीवगं तं तु ॥१९॥
તમારા સિદ્ધાંતના જાણનારાઓએ તે સમ્યકૃત્વ કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે અથવા ક્ષાપશમિક, ઔપશમિક અને ક્ષાયિક ભેદ વડે ત્રણ પ્રકારે કહ્યું છે.૧૬
તમે જે રીતે કહ્યું છે તે રીતે કરતે છતે કારક થાય છે, અને તમારા ધર્મમાં રુચિમાત્ર કરવાથી રોચક સમ્યક્ત થાય છે. ૧૭
પોતે મિથ્યાદષ્ટિ હોય પણ ધર્મકથા વગેરેથી બીજાને સમ્યક્ત્વ પ્રદીપ્ત કરે તેને તમારા સિદ્ધાંતને જાણનારા દીપક સમ્યકૃત્વ કહે છે. ૧૮
વિવિધ અનુષ્ઠાન કરાવે તે કારક, શ્રદ્ધા કરાવે તે રોચક, મિથ્યાદષ્ટિ હોવા છતાં બીજાને સમ્યકૃત્વ પમાડે. તે દીપક સમ્યક્ત્વ છે. ૧૯
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
1.
૨૪૫
સમ્યગ્દર્શનનાં લક્ષણે શમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણો વડે તે સમ્યક્ત્વ સારી રીતે જાણું શકાય છે.
ત્યાં અનંતાનુબંધી કષાયેના અનુદયથી તે શમ થાય છે, અથવા કષાના વિપાક જેવાથી સ્વભાવથી શમ થાય છે?
કર્મના વિપાક અને સંસારનું અસારપણું વિચારતાં ઇદ્રિના વિષથી જે વૈરાગ્ય થાય તે સંવેગ જાણો. ૨
સંસારવાસ એ કારાગાર (= કેદખાનું) જ છે, બાંધો બંધન છે એ પ્રમાણે સંવેગપૂર્વક જે આત્મચિંતા તે નિવેદ કહેવાય છે. ૩
ભવસમુદ્રમાં ડૂબતાં એકે દ્રિય વગેરે સર્વ પ્રાણીએનાં દુખને જોતાં જે હૃદયમાં આપણું થાય, અને તેઓનાં દુઃખ વડે દુઃખી થવું, અને તેઓનાં દુઃખ દૂર કરવા માટે યથાશક્તિ પ્રવર્તન કરવું તે અનુકંપા કહેવાય છે. ૪
અન્ય દર્શનના મતના તને સાંભળતાં છતાં પણ અરિહંત પરમાત્માએ કહેલાં તત્ત્વોને વિષે આકાંક્ષારહિતપણે જે સ્વીકાર કરવો તે આસ્તિક્ય કહ્યું છે. ૫
પ્રાણીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી ક્ષણમાત્રમાં પહેલાં જે મતિ અજ્ઞાન હતું તે મતિજ્ઞાનપણને, શ્રત
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
અજ્ઞાન તે શ્રુતજ્ઞાનપણાને અને વિભગ જ્ઞાન તે અવિષેજ્ઞાનપણાને પામે છે
સવ' સાવઘયેાગેાના ત્યાગ તે ચારિત્ર કહેવાય છે, તે અહિંસા આદિ વ્રતના ભેદે પાંચ પ્રકારે છે. તે અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તે પાંચ પાંચ ભાવનાઓથી યુક્ત પરમપદપ્રાપ્તિનું કારણ થાય છે.
પ્રમાદને ત્યાગ કરી ત્રસ અને સ્થાવર જીવાના પ્રાણાની હિંસા ન કરવી તે અહિંસાવ્રત છે. ૧
પ્રિય, હિતકર, અને તથ્ય (= વાસ્તવિક) વચન તે સત્ય વ્રત છે, જે અપ્રિય અને અહિતકર હાય તે સત્ય હાવા છતાં તે સત્ય નથી. ૨
કોઈ એ ન આપેલી વસ્તુને ન લેવી તે અચૌ વ્રત (અદત્તાદાનવિરમણ) કહ્યું છે, અં એ મનુષ્યેાના બાહ્ય પ્રાણા છે તે અર્થ (= ધન )ને હરણ કરવાથી તે પ્રાણા પણ હરણ કરાયેલા જ છે. ૩
કૃત-કારિત અને અનુમતથી દિવ્ય અને ઔદારિક કામેાને મન-વચન-કાયા વડે જે ત્યાગ તે બ્રહ્મચર્ય વ્રત અઢાર પ્રકારે કહ્યુ છે. ૪
સવ ભાવાને વિષે મૂર્છાના ત્યાગ તે અપરિગ્રહ થાય. પદાર્થ ન હોવા છતાં મૂર્છાથી-આસક્તિથી ચિત્ત સલિષ્ટ થાય. ૫
सव्वपणा मुर्णिदाण- मेयं चारित्तमीरियं । मुणिधम्माणुरत्ताणं, गिहीणं देसओ सिया ||
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૪૭
મુનીશ્વરાને આ ચારિત્ર સતઃ હાય છે, અને મુનિધના અનુરાગી ગૃહસ્થાને દેશથી હાય છે.
બુદ્ધિમાન પુરુષ પાંગળાપણુ, કુષ્ટિપણું અને કુણિકપણું (હસ્તવિકલપણું) આદિ હિંસાનાં ફુલ જોઈને નિરપરાધિ ત્રસ જીવેાની હિં`સાના સ’કલ્પથી ત્યાગ કરે. ૧
મન્મનપણું ( અવ્યક્ત વચનપણું), કાહલપણું, મૂંગાપણું, અને મુખરોગીપણું આદિ મૃષાવાદનાં ફૂલ જોઈ ને કન્યાલીક વગેરે અસત્યના ત્યાગ કરે. ૨
દુર્લીંગપણું, ચાકરપણું, દાસપણું, અગચ્છેદ અને દારિદ્રય એ અદત્તાદાનનાં ફળ જાણીને સ્થૂલ ચારીનેા ત્યાગ કરે. ૩
ઢપણુ’(નપુ’સકપણું) અને ઇંદ્રિયછેદ એ અબ્રહ્મનાં ફૂલ જોઈને બુદ્ધિમાન પુરુષ સ્વદાર (સ્વસ્ત્રી)માં સંતુષ્ટ થાય અથવા પરસ્ત્રીના ત્યાગ કરે. ૪
અસતાષ, અવિશ્વાસ, આરંભ એવા દુઃખનાં કારણભૂત મૂર્છાનાં ફૂલ જાણીને પરિગ્રહનુ નિયંત્રણ કરે. પ
દશ દિશાઓમાં કરેલી મર્યાદાનું જ્યાં ઉલ્લંઘન ન થાય તે દિગ્વિરતિ નામે પ્રથમ ગુણ વ્રત જાણવું. ૬
જ્યાં ભાગેાપભાગની વસ્તુઓની સ ંખ્યાનું પિરમાણુ શક્તિ પ્રમાણે કરવામાં આવે તે બીજું ગુણુવ્રત છે. ૭
આ અને રૌદ્રરૂપ અપ્રરાસ્ત યાન, પાપકમના ઉપદેશ, હિં*સા કરનારાં ઉપકરણાનુ આપવુ. અને પ્રમાદાચરણ કે જે દેહ આદિ રૂપ અડના પ્રતિપક્ષપણે
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
રમેલા છે તે અનર્થદંડ છે, તેને ત્યાગ કરે તે ત્રીજું ગુણવત જાણવું. ૮ . चत्तट्टरोद्दज्झाणस्स, चत्तसावज्जकम्मणो । मुहुत्तं समया जात, बूम सामइयं वयं ॥
આત અને રૌદ્રધ્યાનને ત્યાગ કરી, સર્વ સાવદ્યકિયાઓને છેડી દઈ એક મુહૂર્ત (૪૮ મિનિટ સુધી) જે સમતા રાખવી તે સામાયિક વ્રત કહેવાય છે.
આત અને રૌદ્રધ્યાન થી રહિત, સાવધ વ્યાપારને ત્યાગ કરનાર ભવ્યજીવને એક મુહૂર્ત પ્રમાણે જે સમભાવે વર્તવું તે પ્રથમ સામાયિક શિક્ષાત્રત જાણવું. ૯
દિશિવતમાં જે પરિમાણ કર્યું હતું, તેને પણ દિવસે અને રાત્રિએ જે સંક્ષેપ કરવું તે દેશાવગાસિક નામે બીજુ શિક્ષાવત કહેવાય છે. ૧૦
ચાર પર્વ તિથિએ ઉપવાસ આદિ તપનું કરવું, ગૃહવ્યાપારને ત્યાગ કરે, બ્રહ્મચર્યનું પાલન કરવું, સ્નાન આદિ સત્કારને ત્યાગ, એ પૌષધ નામે ત્રીજું શિક્ષાવ્રત જાણવું. ૧૧
અતિથિ એ મુનિઓને ચાર પ્રકારે આહાર, પાત્ર, વસ્ત્ર, વસતિ વગેરે વસ્તુઓનું જે દાન તે અતિથિસંવિભાગ નામે ચોથું શિક્ષાવત જાણવું. ૧૨
આ દર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ રતનત્રિકને યતિઓએ અને શ્રાવકે એ નિર્વાણપદની પ્રાપ્તિ માટે સારી રીતે સતત સેવવાં જોઈએ.
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર ,
૨૪૯
આ પ્રમાણે ભગવંતની આવા પ્રકારની દેશના સાંભળીને ભરત મહારાજાના પુત્ર ગષભસેન કે જેમનું બીજું નામ પુંડરીક છે, તે ઊભા થઈને ૩ષભ જિનેશ્વરને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરે છે :
2ષભસેન આદિની દીક્ષા હે સ્વામી ! આ કષાયરૂપી દાવાનળથી ભયંકર એવા આ સંસારરૂપી અરણ્યમાં નવા મેઘની જેમ શ્રેષ્ઠ તસ્વામૃતની આપે વૃષ્ટિ કરી. હે જગત્પતિ ! સમુદ્રમાં બૂડતાં પ્રાણુઓ જેમ પ્રવાહણને, તરસ્યા થયેલા જેમ પરબને, શીતથી પીડા પામેલા જેમ અગ્નિને, તડકાથી દુઃખી થયેલા જેમ વૃક્ષને, અંધકારમાં મગ્ન થયેલા જેમ દીપકને, નિર્ધન માણસે જેમ નિધાનને, વિષથી પીડા પામેલા જેમ અમૃતને, રોગથી વ્યાપ્ત થયેલા જેમ ઔષધને, પરાક્રમી શત્રુઓના સમુદાયથી પરાભવ પામેલા જેમ કિલ્લાને પામે, તેમ સંસારથી ભય પામેલા એવા અમે તમને પ્રાપ્ત કર્યા છે. હે દયાનિધિ ! અમારી રક્ષા કરો. ભવભ્રમણના કારણભૂત માત-પિતા, ભ્રાતા, ભત્રીજા અને બીજા બંધુઓ વડે દુર્જનની જેમ સયું. હે જગત્શરણ્ય ! સંસારસમુદ્રના તારક ! મેં તમને જ શરણ તરીકે સ્વીકાર્યા છે. તમે પ્રસન્ન થાઓ અને મને દીક્ષા આપો. એ પ્રમાણે કહીને ભરતરાજાના ચારસે નવાણું પુત્રો અને સાત પૌત્રો સાથે દીક્ષા લે છે. ભરતને પુત્ર મરીચિ પણ સુર–અસુરો વડે કરાતા સ્વામીના કેવલજ્ઞાનના મહિમાને જોઈને વ્રત ગ્રહણ કરે છે.'
Page #289
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી ઋષભનાથ સ્ત્રિ
ચતુર્વિધ સંઘની અને ગણધરેની સ્થાપના
ભરતરાજાએ અનુજ્ઞા આપવાથી બ્રાહ્મી દિક્ષા ગ્રહણ કરે છે. પ્રાયઃ કરીને લઘુકમી આત્માઓને ગુરુને ઉપદેશ નિમિત્ત માત્ર જ હોય છે. બાહુબલિએ અનુજ્ઞા આપી છે જેને એવી, વ્રત-ગ્રહણની ઈચ્છાવાળી સુંદરી ભરતે નિષેધ કરવાથી પ્રથમ શ્રાવિકા થઈ. ભરતરાજા. પ્રભુના ચરણકમળમાં શ્રાવકપણું સ્વીકારે છે. કારણ કે ભેગ છે ફળ જેનું એવું કર્મ ભેગવ્યા વિના વ્રત સંભવતું નથી. મનુષ્ય-તિર્યંચ અને દેવામાં કેટલાક તે વખતે વ્રત ગ્રહણ કરે છે, બીજા કેટલાક શ્રાવકપણું સ્વીકારે છે અને બીજા સમ્યકૃત્વ ગ્રહણ કરે છે.
કચ્છ અને મહાકચ્છને છેડીને બીજા રાજતાપસે હતા તે સ્વામીની પાસે આવીને હર્ષ સહિત દીક્ષા ગ્રહણ
પુંડરીક વગેરે સાધુઓ, બ્રાહ્મી વગેરે સાધ્વીએ, ભરત વગેરે શ્રાવકે અને સુંદરી વગેરે શ્રાવિકાઓ, આ પ્રમાણે ચતુર્વિધ સંઘની આ વ્યવસ્થા તે વખતે ત્યાં થઈ. ધર્મના પરમપ્રાસાદસ્વરૂપ આ વ્યવસ્થા આજ સુધી. વર્તે છે.
તે વખતે ગણધર નામકર્મવાળા, બુદ્ધિશાળી ઋષભસેન વગેરે ચોર્યાસી મુનિવરને સર્વ પ્રવચનની માતારૂપ ઉત્પાદ-વ્યય અને પ્રવ” એ પ્રમાણે પવિત્ર ત્રિપદી. જગન્નાથ બતાવે છે. તે પછી તેઓ તે ત્રિપદીને અનુ.
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૫૧
સારે અનુક્રમે ચૌદ પૂર્વ સહિત દ્વાદશાંગી રચે છે. હવે દેવા વડે પિરવરેલા ઇન્દ્ર દિવ્યચ્ણુથી ભરેલા રત્નમય સ્થાલ ગ્રહણ કરીને તીર્થંકરના ચરણ સમીપે ઊભા રહે છે.
હવે ઋષભદેવ પ્રભુ ઊભા થઈને ગણધરાના મસ્તક ઉપર અનુક્રમે વાસક્ષેપ કરતા ‘સૂત્ર વડે, અથ વડે, તદુભય વડે, દ્રવ્ય-ગુણ-પર્યાય વડે અને નય વડે” પણ પાતે અનુચેાગની અનુજ્ઞા અને ગણની પણ અનુજ્ઞા આપે છે.
તે પછી દેવા, મનુષ્યેા અને સ્ત્રીએ દુ ંદુભિનાનાદપૂર્વક તે ગણધરાની ઉપર ચારે તરફથી વાસક્ષેપ કરે છે, તે ગણધરો પણ અંજલિસ’પુટ રચી, વૃક્ષેા જેમ મેઘજળને સ્વીકારે તેમ સ્વામીનાં વચનને સ્વીકારતા ઉભા રહે છે. તે વખતે સ્વામીરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ દેશનારૂપી પ્રચંડ ભરતી સરખી મર્યાદા સરખી પ્રથમ પૌરુષી સમાપ્ત થઈ.
એ વખતે અખડ, ફોતરા વગરના, ઉજજવલ કલમ ચેાખા વડે બનાવેલે, ચાર પ્રસ્થ પ્રમાણ, થાળમાં રહેલા, દેવા વડે ગધ નાંખવાથી ખમણી કરાઈ છે. સુગંધ જેની એવા, પ્રધાન પુરુષો વડે ઉપાડાયેલા, ભરત મહારાજાએ કરાવેલા, દેવદુ‘દુભિના અવાજના પ્રતિશબ્દ વડે ઉદ્ઘાષિત કર્યા છે દિશાઓના મુખ જેણે એવે, મંગલગીત–ગાનમાં તત્પર એવા સ્ત્રીજના વડે અનુસરાતે, નગરજને વડે પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પુણ્યરાશિની જેમ ઘેરાયેલા અલિ પૂર્વંદ્વારેથી સમવસરણમાં પ્રવેશ કરે છે. પ્રભુને પ્રદક્ષિણા કરીને કલ્યાણરૂપી ધાન્યના શ્રેષ્ઠ બીજને વાવે તેમ પ્રભુની આગળ ખિલ ફેકે છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
આકાશમાંથી પડતા એવા તે બલિનો અધ ભાગ વચ્ચેથી ચાતક જેમ વરસાદનું પાણી ગ્રહણ કરે તેમ દેવે ગ્રહણ કરે છે. પૃથ્વી પર પડેલા તે બલિનો અર્થ ભાગ ભરત રાજા ગ્રહણ કરે છે, બાકીને ભાગ ગોત્રના માણસોની જેમ લેકે વહેંચીને ગ્રહણ કરે છે.
આ બલિનું માહાત્મ पुव्वुप्पणा पणासंति, रोगा सव्वे नवा पुणो । छम्मास नेव जायतं, बलिणोऽस्सप्पहावओ ॥
આ બલિના પ્રભાવથી પૂર્વે ઉત્પન્ન થયેલ રોગો નાશ પામે છે, અને છ મહિના સુધી નવા રંગે ઉત્પન્ન થતા નથી
હવે પ્રભુ ઊઠીને ભ્રમરવડે કમળ ખંડની જેમ દેવેંદ્રોવડે અનુસરતા સમવસરણના ઉત્તર દ્વારમાર્ગેથી નીકળે છે. નીકળીને રત્નમય અને સુવર્ણમય કિલ્લાની વચ્ચે ઈશાન ખૂણામાં રહેલા દેવજીંદા ઉપર ભગવાન વિસામે લે છે.
તે વખતે ગણધરના મુખના મંડનભૂત જયેષ્ઠ શ્રી ઋષભસેન ગણધર ભગવંતના પાદપીઠ ઉપર બેસીને ધર્મદેશના કરે છે. “સ્વામીના થાકને દૂર કરે, શિષ્યના ગુણને પ્રકટ કરવા, અને બંનેમાં વિશ્વાસ થાય એ પ્રમાણે ગણધરની દેશનાના ગુણ છે. તે ગણધર ભગવંતે ધર્મદેશના પૂર્ણ કર્યું છતે સર્વે પ્રાણીઓ પ્રભુને નમસ્કાર કરીને પિત–પિતાના સ્થાને ગયા.
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રીઋષભનાથ ચરિત્ર
૨૫૩
પ્રભુના યક્ષ-યક્ષિણી, વિહાર અને અતિશય
તે તીમાં ગામેષ નામે યક્ષ ઉત્પન્ન થયા, તે જમણા બે હાથમાં વરદ અને અક્ષમાળાથી શે।ભતા અને ન્ડામા બે હાથમાં બીજોરું અને પાશને ધારણ કરવા વડે શેભતા, સુવર્ણ સમાન વણુ વાળા, હાથીના વાહનવાળા, પ્રભુની નિકટ રહેનારા શાસન યક્ષ થશે.
તેમજ અપ્રતિક્રા (ચક્રેશ્વરી) નામે સુવર્ણ સમાન વણુ વાળી, ગરુડના આસનવાળી વરદ-માણુ-ચક્ર અને પાશને ધારણ કરનારા ચાર જમણી ભુજાવર્ડ, અને ધનુષ્ય વજ્ર-ચક્ર અને અંકુશને ધારણ કરનારા ડાખા ચાર હાથ વડે શે।ભતી સ્વામીના તીર્થમાં ઉત્પન્ન થયેલી પ્રભુની નજીકમાં રહેનારી શાસનદેવી થાય છે,
તે પછી નક્ષત્રાવડે ચંદ્રની જેમ, મહિષ,આવડે પરિવરેલા પ્રભુ પણ અન્યત્ર વિહાર કરીને જાય છે.
જતા એવા પ્રભુને વૃક્ષેા ભક્તિ વડે જાણે નમે છે, ક°ટકા નીચા મુખવાળા થાય છે, પક્ષિઓ પ્રદક્ષિણા આપે છે, રૂતુ પણ ઇંદ્રિયના વિષયને અનુકૂળ હાય છે, પવન પણ અનુકૂળ હેાય છે. પ્રભુની પાસે જઘન્યથી ક્રોડ દેવ હમેશા રહે છે. ભવાંતરમાં ઉત્પન્ન થયેલા કર્મના વિનાશને જોવાના ભયથી જાણે ત્રણ જગતના સ્વામીના કેશ મથુ (દાઢીમૂછના વાળ) અને નખ વધતા નથી.
સ્વામી જ્યાં વિહાર કરે છે ત્યાં વૈર મારિ ઇતિ (દુષ્કાળના કારણેા ) અવૃષ્ટિ-ભિક્ષ–અતિવૃષ્ટિ–સ્વચક્ર
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને પરચક્રને ભય થતા નથી. આ પ્રમાણે જગતને વિસ્મય કરનાર અતિશયેાના સમૂહવડે યુક્ત, ભવમાં ભ્રમણ કરનારા જગતના પ્રાણીઓની ઉપર ઉપકાર કરવાની જ છે એક બુદ્ધિ જેને એવા શ્રી નાભિનંદન ઋષભપ્રભુ પૃથ્વી ઉપર વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર કરે છે. રૂબ વય—વિદ્વાર—વહ—નાળસમોસા વગો તો । उद्देसे। इह पुण्णो, जाओ सिरिउसह चरियस्स || १॥
આ પ્રમાણે વ્રત, વિહાર, કેવલજ્ઞાન અને સમવસરણના સ્વરૂપવાળા શ્રી ઋષભચરિત્રને ત્રીજે ઉદ્દેશક પૂર્ણ થયા.
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ વગેરે અનેક તીથોના ઉદ્ધારક, શાસનપ્રભાવક, આખાલ બ્રહ્મચારી, સૂરીશશેખર આચાયૅ વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલ કાર–સમયજ્ઞ-શાંતમૂતિ -વાત્સલ્યવારિધિ આચાય વિજય વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર-સિદ્ધાંત-મહાદધિપ્રાકૃતભાષા વિશારદ-શ્રી વિજયકસ્તૂરસૂરિ વિરચિત મહાપુરુષચરિતને વિષે પ્રથમ વગ માં શ્રી ઋષભપ્રભુની દીક્ષાછંદમસ્થવિહાર–કેવલજ્ઞાન અને સમવસરણના વન રૂપ તૃતીય ઉદ્દેશ સમાપ્ત.
Page #294
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉદ્દેશ
ચક્ર પૂજન
આ તરફ ભરત ચક્રવતિ અતિથિની જેમ ચક્રરત્નની "ઉત્કંઠાવાળા વિનીતાનગરીના મધ્ય માર્ગ વડે આયુધ શાળામાં જાય છે. ચક્રને જોવા માત્રથી રાજા પ્રણામ કરે છે. ‘ક્ષત્રિયેા શસ્ત્રને પ્રત્યક્ષ અધિષ્ઠાયક દેવની જેમ માને છે.’ ભરતરાજા લેામહસ્તક (= પીછી) લઈને તેને સાફ કરે છે. સ્વામીને એ આચાર છે, તેવા પ્રકારના રત્નને વિષે રજ હાતી નથી.’
'
તે પછી રાજા પવિત્ર જળ વડે, પૂર્વ સમુદ્ર ઉડ્ડય પામતા સૂર્યને જેમ સ્નાન કરાવે, તેમ હવરાવે છે. તે પછી રાજા ગાશીષ ચંદન વડે ગજરાજની પીઠની જેમ પૂજ્યભાવને કહેનારા સ્થાસક (= ૬ણુના આકારના ભૂષણ વિશેષ) તે ચક્ર ઉપર સ્થાપન કરે છે. તે રાજા સાક્ષાત્ જયલક્ષ્મીની જેમ પુષ્પ, ગંધ, ચૂર્ણ વાસ, વસ્ત્ર અને આભૂષણ વડે તેને પૂજે છે. તે રાજા તે ચક્રની આગળ આવનારી આઠ દિશાઓની લક્ષ્મીના મંગલ માટે જ રૂપાના ચાખા વડે જુદા જુદા અષ્ટમંગલ આલેખે છે, તેની આગળ પચવણના પુષ્પા વડે વિચિત્ર ચિત્રભૂમિને
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરતા ઉપહારને કરે છે. હવે રાજા ચક્રની આગળ દિવ્ય ચંદન અને કપૂરમય ઉત્તમ ધૂપ શત્રુના યશની જેમ યત્ન વડે બાળે છે, તે પછી ચકવતિ ચક્રને ત્રણવાર પ્રદક્ષિણ કરે છે, તે પછી ગુરુની જેમ અવગ્રહમાંથી સાત-આઠ પગલાં ખસે છે, તે પછી ડાબે ઢીંચણ સંકેચીને જમણા ઢીંચણને ભૂમિ ઉપર થાપીને રાજા, સ્નેહવાળે માણસ જેમ રાજાને નમે તેમ ચકને નમસ્કાર કરે છે. ત્યાં જ કર્યો છે નિવાસ જેણે એ રાજા મૂર્તિમંત પ્રમોદની જેમ ચક્રને અષ્ટાહ્નિકા મહત્સવ કરે છે. મહાદ્ધિવાળા નગરજનો પણ ચક્ર પૂજા મહોત્સવ કરે છે. પૂજ્ય વડે પૂજાય તે કેના વડે ન પૂજાય?”
તે ચક્રરત્નના ઉપગવડે દિગ્વિજય કરવાને ઇચ્છતો ભરતરાજા મંગલસ્નાન નિમો સ્નાનગૃહમાં જાય છે, આભરણના સમૂહને ઉતારી શુભ સ્નાનને ઉચિત વસ્ત્રને ધારણ કરનાર રાજા, સ્નાનના સિંહાસન ઉપર ત્યાં પૂર્વ મુખે બેસે છે. મર્દનીય અને અમર્દનીય સ્થાનને જાણનારા કલાકુશલ સંવાહક પુરુષ, કલ્પવૃક્ષના પુષ્પના મકરંદની જેવા સુગંધી સહસ્ત્રપાક આદિ તૈલે વડે રાજાને અત્યંગ કરે છે, માંસ-અસ્થિ-ત્વચા અને રામરાજિના સુખના. કારણભૂત, ચાર પ્રકારની સંવાહના વડે મૃદુ-મધ્ય અને દઢ એમ ત્રણ પ્રકારના કરલાઘવના પ્રકારો વડે રાજાને મર્દન કરે છે.
તે પછી અરીસાની જેમ વિકસ્વર કાંતિના ભાજન
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭
રૂપ રાજાને સૂમ દિવ્ય ચૂણ વડે જલદી ઉન કરે છે.
તે પછી હાથમાં ધારણ કર્યા છે સુવર્ણ મય જળકળશ જેણે એવી કેટલીક સુ દરીએ, રૌષ્યમય જળકળશને ધારણ કરતી કેટલીક સ્ત્રીએ, નીલકમળના ભ્રમને કરાવનારા ઈંદ્રનીલ રત્નમય જળકળશેાને સુ ંદર હાથમાં ધારણ કરતી બીજી સ્ત્રીએ અને સૂર્યની પ્રભાના સમૂહથી વૃદ્ધિ પામતી છે. અધિક શોભા જેની એવા કુ ભેાને ધારણ કરતી કેટલીક સ્ત્રીએ સુગધી અને પવિત્ર જળની ધારા વડે, જેમ દેવતાઓ જિનેશ્વરને સ્નાન કરાવે તેમ રાજાને સ્નાન કરાવે છે.
ભરત રાજાનું દિગ્વિજય માટે પ્રયાણ
..
હવે કયુ' છે સ્નાન જેણે એવે, કયુ છે દિવ્ય વિલેપન જેણે એવે, શ્વેત વસ્ત્રો વડે શે।ભતેા તે રાજા, લલાટપટ્ટમાં યશરૂપી વૃક્ષના ઉગેલા નવા અ’કુરાની જેમ ચંદનના તિલકને ધારણ કરતા, પેાતાના યશઃપુ જની જેવા અત્યંત નિમ`ળ મુક્તામય અલકારોને, આકાશ જેમ મેટા તારાના સમૂહને વહન કરે તેમ વહન કરતા, કળશ વડે પ્રાસાદની જેમ, કિરાના સમૂહથી લજ્જા પમાડી છે સૂર્ય ને જેણે એવા મુકુટ વડે શાભતા, શ્રીદેવીના કમળને ધારણ કરનાર પદ્મદ્રહ વડે હિમવંત પર્યંતની જેમ સુવણુ - કુંભને ધારણ કરનાર વેત છત્ર વડે શાભતા, પ્રતિહારની
૧૭,
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેમ સર્વદા ચારે બાજુ પાસે રહેલા ભક્ત એવા સોળ હજાર યક્ષેથી પરિવરે, ઊંચા કુંભસ્થળરૂપ શિખર વડે ઢાંકી દીધાં છે દિશાઓનાં મુખ જેણે એવા હરિત્ન ઉપર, ઇંદ્ર જેમ અરાવત હાથી ઉપર ચઢે તેમ ચઢે છે.
તે વખતે મેટી ગર્જના કરતે તે ગજરાજ પ્રચંડ મદની ધારા વડે બીજા મેઘની જે થો.
હાથ ઊંચા કરીને આકાશને પલ્લવિત કરતા હોય તેમ બંદિઓને સમૂહ એકી સાથે યજય શબ્દ કરે છે.
હવે તાડન કરાતે દુંદુભિ મેટેથી અવાજ કરતો, મુખ્ય ગાયક જેમ ગાનારીઓને ગવરાવે તેમ દિશાઓને ગજાવે છે.
સમસ્ત સૈનિકોને બોલાવવા માટે દૂતી સરખાં બીજાં પણ માંગલિક શ્રેષ્ઠ વાજિંત્રો વાગે છે.
ધાતુસહિત પર્વતની જેવા હોય એવા સિંદુરને ધારણ કરતા હાથીઓ વડે, અનેક રૂપને ધારણ કરતા રેવંત અશ્વના ભ્રમને કરનારા અશ્વો વડે, પિતાના મનોરથની જેવા મહારથ વડે, સિંહના જેવા વશવતી મહાપરાકમવાળા પાયદળ સાથે રાજા સૈન્યથી ઉડેલી ધૂળ વડે દિશાને વસ્ત્રની જેમ પ્રચ્છાદન કરે તે પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલે છે.
ચકવતિના રસ્તે તે સમયે એક હજાર યક્ષથી અધિષ્ઠિત ચક્રરત્ન સૂર્યના બિંબની માફક આકાશમાં ચાલતું સેનાની આગળ
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચાલે છે. તે પછી દડરત્નને ધારણ કરનાર સુષેણ નામે સેનાપતિરત્ન અશ્વરત્ન ઉપર ચઢીને ચક્રની જેમ ચાલે છે. સમસ્ત શાંતિકવિધિમાં મૂર્તિમંત શાંતિમ`ત્ર હાય એવા પુરાહિતરત્ન ભરતરાજા સાથે ચાલે છે. સૈન્યમાં દરેક નિવાસે દિવ્ય ભાજન સપાદન કરવામાં સમર્થ ગ્રહપતિરત્ન જગમ દાનશાળાની જેમ જાય છે. સ્કંધાવાર (= છાવણી) આ િક સત્વર નિર્માણ કરવા માટે વિશ્વકર્મોની જેમ સમ વકરત્ન ( સુતાર) રાજાની સાથે ચાલે છે. ચક્રવર્તિની આખી છાવણી પ્રમાણુ વિસ્તાર પામવાની શક્તિવાળા અહદ્ભુત ચર્મરત્ન અને છત્રરત્ન નીકળે છે. અંધકારને દૂર કરવા માટે સમર્થ, કાંતિ વડે સૂર્ય-ચંદ્ર સરખા મણિરત્ન અને કાકિણીરત્ન એ અને રાજાની સાથે ચાલે છે,
૨૫૯
તે પછી સેનાના સમૂહ વડે પિરવરેલા ચક્રવતિ ભરતેશ્વર, પ્રતિહારી જેમ પાછળ ચાલે તેમ ચક્રની પાછળ મામાં જાય છે. તે વખતે ચૈાતિષીઆની જેવા અનુકૂળ પવન વડે અને અનુકૂળ શકુના વડે પણ તેને સ તરફથી દિગ્વિજય સૂચવાયે.
ખેડૂત જેમ હળ વડે પૃથ્વીને સરખી કરે, તેમ સૈન્યની આગળ જતે સુષેણુ સેનાપતિ ડરત્ન વડે વિષમ માને સરખા કરે છે. સૈન્યથી ઊડેલી રજ વડે મેઘ જેવું કરાયેલુ. આકાશ, રથમાં રહેલી ધ્વજાએ વડે અગલીઓ સહિત હાય એવુ' લાગે છે, જેના છેડો દેખાતા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
નથી એવી ચક્રવતિની સેના સવ ઠેકાણે અસ્ખલિત ગતિવાળી ખીજી ગંગા નદી હેાય એવી દેખાય છે. દિગ્વિજય મહાત્સવના કાર્ય માટે રથે ચિત્કાર શબ્દ વડે, અશ્વો હેષારવ વડે, હાથીએ ગારવ વડે પરસ્પર જાણે ત્વરા કરે છે.
સૈન્યની ઊડેલી ધૂળ વડે ઘેાડેસ્વારોના ભાલા રજથી ઢાંકેલા સૂના કિરણની જેમ હસતા હાય એમ પ્રકાશે છે. ભક્તિવાળા મુકુટબદ્ધ રાજાએથી પિરવરેલા રાજાઓમાં હાથી સરખા જતા એવા તે ભરતરાજા સામાનિક દેવાથી પરિવરેલા ઇંદ્રની જેમ શેલે છે.
તે ચક્ર ચેાજનપ્રમાણ પ્રયાણ વડે જઈને ઊભું રહે છે, તેથી તેના પ્રમાણુના અનુમાનથી ચેાજનનું માન થાય છે. તે પછી ચેાજનપ્રમાણુ પ્રયાણ વડે જતા ભરતરાજા કેટલાક વિસે ગંગાના દક્ષિણકાંઠે પહોંચે છે. ત્યાં ભરતરાજા નિરંતર વિવિધ પેાતાના સૌન્યના નિવાસ વડે ગ’ગાતટની વિશાળ ભૂમિને સાંકડી કરતા વિસામે કરે છે.
તે વખતે ગંગાનદીના કિનારાની ભૂમિ મદઝરતા હાથીના મજળ વડે વર્ષાકાળની જેમ કાદવવાળી થાય છે. ગંગાનદીના નિમળ પ્રવાહમાં હાથીએ, સમુદ્રમાં જેમ મેઘ પાણી લે, તેમ સ્વેચ્છાપૂર્વક પાણી લે છે. વારંવાર અતિશય વેગ વડે કૂદતા ઘેાડા તરગના ભ્રમને આપતા ત્યાં સ્નાન કરે છે. પરિશ્રમથી
અંદર પ્રવેશ કરેલા હાથી, ઘેાડા, પાડા અને બળદો વડે ચારે તરફથી તે નદી નવા
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૬૧
મગરમચછ ઉત્પન્ન થયા હોય એવી કરાય છે. કિનારે રહેલા રાજાને શીધ્ર અનુકૂળ થવા માટે ઇચ્છતી હોય તેમ ગંગાનદી તરંગમાંથી ઉત્પન્ન થયેલા જળકણુ વડે સેનાના પરિશ્રમને દૂર કરે છે. રાજાની મેટી સેના વડે સેવાતી ગંગા પણ શત્રુના યશની જેમ એકદમ કૃશ થાય છે. ગંગાના કાંઠે ઉત્પન્ન થયેલાં દેવદારનાં વૃક્ષે તેના સૈન્યના હાથીઓને યત્ન વિના બંધનતંત્મપણાને પામે છે. તે જ વખતે મહાવતે હાથીઓને માટે પીપર–સલકીકર્ણિકાર અને ઉંબરાનાં પાંદડાંઓને કુહાડા વડે કાપે છે. પંક્તિબદ્ધ થયેલા હજારે અધો ઉંચા કર્ણપહલવડે તારણે કરતા હોય તેમ શેભે છે. અશ્વપાલકો બંધુની માફક અધોની આગળ વેગથી મઠ–મગ-ચણા અને જવ વગેરે સ્થાપન કરે છે. વિનીતાનગરીની માફક તે છાવણમાં તે વખતે ચત્વર, ત્રિક અને હાટેની પંક્તિઓ છે. સુંદર વસ્ત્રથી બનાવેલા મૂઢ મોટા મજબૂત તંબૂઓ વડે સારી રીતે રહેલા સર્વ સૈનિકો પ્રથમના પિતાના પ્રાસાદેને યાદ કરતા નથી. સૌને કંટકશે ધનનું કાર્ય બતાવતાં હોય એમ ટે શમી-બોરડી–બાવલ સરખા કાંટાવાળા વૃક્ષેને ખાય છે. રેતીમય ગંગાનદીના કિનારાના પ્રદેશમાં વેસરે (ખ ) સ્વામીની આગળ ચાકરની જેમ આળોટે છે.
કેટલાક માણસે કાષ્ઠ લાવે છે, કેટલાક નદીનું પાણી, કેટલાક ઘાસના ભારા, કેટલાક શાકફળ લાવે છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક ચૂલાને ખાદે છે, કેટલાક ચોખા ખાંડે છે, કેટલાક અગ્નિ સળગાવે છે, કેટલાક ભાત રાંધે છે, કેટલાક ત્યાં પેાતાના ઘરની જેમ નિળ પાણીથી એક ઠેકાણે સ્નાન કરે છે, સ્નાન કરેલા કેટલાક પોતાને સુગ'ધી ધૂપવડે સુવાસિત કરે છે. આગળ જમતાં છે સૈનિકે જેને એવા કેટલાક ઇચ્છા મુજબ જમે છે. કેટલાક સ્ત્રીઓની સાથે વિલેપન વડે અંગને વિલેપન કરે છે. ક્રીડામાત્રથી સવ અથ જ્યાં પ્રાપ્ત થાય છે એવી ચક્રવતની છાવણીમાં કોઈ પણ પોતાને જરા પણ સૈન્યમાં આવ્યા હાય એમ માનતા નથી.
દિયાત્રામાં માગધતી ના અધિકાર
તે અહારાત્રિ વ્યતીત થયે છતે પ્રભાતકાળે ફરીથી ચક્રરત્ન અને ચક્રવતિ પણ એક ચેાજન જાય છે. આ પ્રમાણે દિવસે દિવસે ચેાજનપ્રમાણ પ્રયાણ વડે જતા ચક્રને અનુસરતા ચક્રવર્તિ માગધતી પાસે આવે છે. પૂર્વ સમુદ્રને કાંઠે ભરતરાજા નવ ચેાજન વિસ્તારવાળી
અને ખાર ચેાજન લાંબી છાવણી સ્થાપન કરે છે, ત્યાં વકરત્ન સૌન્ચાના આવાસ કરે છે તેમ જ ધર્મીરૂપી અદ્વિતીય હસ્તિની શાળા હાય પૌષધશાળા બનાવે છે.
એવી
રાજા પૌષધશાળામાં અનુષ્ઠાન કરવા માટે પત ઉપરથી જેમ સિ’હુ ઉતરે તેમ હાથીના સ્કધ ઉપરથી ઉતરે છે. પૌષધશાળામાં જઈ ને ત્યાં ભરતરાજા સયમસામ્રાજ્યની
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૬૩
લક્ષ્મીના સિંહાસન જેવા નવા દર્ભના સંથારાને વાપરે છે, માગધતીર્થકુમારદેવને મનમાં કરીને તે અર્થસિદ્ધિના પ્રથમ દ્વાર સમાન અઠમભક્તને સ્વીકારે છે. શ્વેત વસ્ત્રો પહેરી, છોડી દીધા છે નેપથ્યમાળા અને વિભૂષણ જેણે એવો તે પુણ્યનું પિષણ કરવામાં ઔષધ સમાન એવા પૌષધવ્રતને ગ્રહણ કરે છે, તે દર્ભના સંથારામાં પૌષધમાં જાગતે તે રાજા મોક્ષપદમાં સિદ્ધની જેમ નિશ્ચલ રહે છે. અઠમતપને અંતે પૂર્ણ કર્યો છે પૌષધ જેણે એ તે રાજા પૌષધશાળામાંથી શરઋતુના વાદળામાંથી સૂર્યની જેમ અધિક કાંતિવાળ નીકળે છે. તે પછી સ્નાન કરીને સર્વ અને સંપાદન કરવામાં કુશળ એવે તે રાજા વિધિપૂર્વક બલિવિધિ કરે છે. “વિધિને જાણનારા વિધિને ક્યારે પણ ભૂલતા નથી.
જંગમ પ્રાસાદની જેમ, ઊંચા પતાકા–દવજ અને સ્તંભવાળા, શસ્ત્રાગારની જેમ અનેક શસ્ત્રોની શ્રેણિથી વિભૂષિત, ચાર દિશાની વિલક્ષ્મીને બોલાવવા માટે જાણે મોટેથી ત્રણત્કાર કરનાર સુંદર ચાર ઘંટડીઓને ધારણ કરનાર, પવનની જેવા વેગવાળા, સિંહની જેવા ધીર એવા અશ્વો વડે જોડાયેલા રથમાં રથિઓમાં શ્રેષ્ઠ એ ભરતરાજા બેસે છે.
ઇંદ્રના માતલિ સારથિ જે રાજાના ભાવવિશેષને જાણનાર સારથિ દોરી ચલાવવા માત્રથી અશ્વોને ચલાવે છે.
મહાગજરૂપી પર્વતના સમૂહવાળે, મહાશકટ
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
(= ગાડા) રૂપી મગરના સમૂહવાળ, ચપલ અધરૂપી તરંગવાળે, વિવિધ શસ્ત્રરૂપી સર્પો વડે ભયંકર, ઉછળતી પૃથ્વીની રજરૂપી વેલાવાળે. રથના નિર્દોષરૂપી ગર્જનાવાળે ભરતરાજા બીજા સમુદ્રની જેમ સમુદ્ર તરફ જાય છે.
તે પછી ત્રાસ પામેલા મગરના સમૂહના શબ્દ વડે વૃદ્ધિ પમાડ્યો છે જળને અવાજ જેણે એ તે, રથ વડે સમુદ્રના નાભિપ્રમાણ જળ સુધી અવગાહન કરે છે.
તે પછી એક હાથને ધનુષ્યની મધ્યમાં અને બીજા હાથને દેરી ચઢાવવાના સ્થાનને વિષે સ્થાપન કરીને તે, પંચમીના ચંદ્રને વિડંબના કરનારા ધનુષ્યને દેરી ઉપર ચઢાવેલું કરે છે.
ભરતેશ્વર હાથ વડે ધનુષ્યની દોરીને કાંઈક ખેંચીને ધનુર્વેદના આકારની જેમ મોટેથી ટંકાર કરાવે છે. તે પછી રાજા પાતાળને દ્વારમાંથી નીકળતા નાગરાજનું અનુકરણ કરતા પિતાના નામથી અંક્તિ બાણને ભાથામાંથી ખેંચે છે. સિંહની અંગુલી સરખી મુષ્ટિ વડે પુંખના અગ્રભાગમાં ધારણ કરીને શત્રુના વજદંડની જેમ બાણને ધનુષ્યની દેરીમાં સ્થાપન કરે છે. સુવર્ણના કર્ણના આભૂષણના કમળનાળની શોભાને ધારણ કરનારા તે સુવર્ણના તે સુવર્ણના બાણને કાન સુધી તે ખેંચે છે. રાજાના ફેલાતા નખરૂપી રત્નના કિરણરૂપી ભાઈઓ વડે વીંટાયેલા ધનુષ્યના મધ્યભાગમાં રહેલ, દેદીપ્યમાન તે બાણ, યમરાજાના ફેલાયેલા મુખમાં ચાલતી એવી જીભની લીલાને
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૬૫
ધારણ કરે છે. ધનુષ્યમંડળના મધ્યમાં રહે તે મધ્યમ પૃથ્વી પતિ મંડળની અંદર વર્તતા સૂર્યની જેમ ભયંકર લાગે છે. તે વખતે “મને સ્થાનથી ચલાયમાન કરશે અથવા મારે નિગ્રહ કરશે એ પ્રમાણે જાણે ચિંતાતુર થયે હોય એમ લવણસમુદ્ર ક્ષેભ પાપે. - હવે રાજા નાગકુમાર-અસુરકુમાર અને સુવર્ણકુમાર આદિ દેવે વડે બાહ્ય-મધ્ય-મુખ અને પુખભાગને વિષે સર્વદા અધિષ્ઠિત, શિક્ષા આપવામાં ભયંકર આજ્ઞા કરનાર દૂતની જેવા મહાબાણને માગધતીર્થના સ્વામી તરફ વિસર્જન કરે છે. પ્રચંડ પાંખના સૂત્કાર શબ્દથી વાચાલિત કરેલ છે ગગનાંગણને જેણે, એવું તે બાણ ગરુડની માફક તત્કાલ નીકળે છે. તે વખતે રાજાના ધનુષ્યમાંથી નીકળતું તે બાણ મેઘમાંથી વીજળીના દંડની જેમ, આકાશમાંથી ઉલકાપાતની જેમ, અગ્નિના તણખાની જેમ, તાપસમાંથી તે જલેશ્યાની જેમ, સૂર્યકાંત મણિમાંથી અગ્નિની જેમ, ઇંદ્રના હાથમાંથી વજની જેમ શોભે છે.
તે બાણ ક્ષણવારમાં બાર એજન ઉલ્લંઘન કરીને માગધપતિની સભામાં હૃદયમાં શલ્યની જેમ પડે છે. તે વખતે અકસ્માત તે બાણ પડવાથી માગધતીર્થને અધિપતિ દંડના પ્રહાર વડે નાગની જેમ અત્યંત કપાયમાન થાય છે. - ભયંકર ધનુષ્યની જેમ ભ્રકુટીના યુગલને વક્ર કરતે, સળગેલા અગ્નિકણની જેમ લાલાળ નેત્રોને ધારણ કરતે,
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભસ્ત્રાપુટની જેમ નાસિકાપુટને વિકસિત કરતો, તક્ષક નાગરાજના અનુજની જેમ અધરદલને કુરાયમાન કરતા, આકાશતળમાં કેતુની જેમ કપાળમાં રેખાઓને ઘડતે, તે માગધતીર્થપતિ ગાડિક જેમ સપને ગ્રહણ કરે તેમ. જમણા હાથ વડે બાણને ગ્રહણ કરતો, ડાબા હાથ વડે શત્રુના ગાલની જેમ આસનને તાડન કરતે, વિષજવાળા સરખી વાણી બોલે છે --
અરે અપ્રાથિક (મૃત્યુ)ની પ્રાર્થના કરનાર, પિતાને વીર માનનારા, અવિચારિત કાર્ય કરનારા કયા દુષ્ટબુદ્ધિવાળાએ અમારી આ સભામાં બાણ ફેંકયું ? ઐરાવતના દાંત પાડીને તાડક (કાનનું આભૂષણ) કરવાને કેણ ઈચ્છે છે? ગરુડની પાંખ વડે શિરેભૂષણ (છત્ર) કરવાને કણ ઈચ્છે છે? નાગરાજના મસ્તકની મણિમાળાને ગ્રહણ કરવા કોણ વિચારે છે? અથવા સૂર્યના અશ્વોને હરણ કરવા માટે કેણ વિચારે છે? પણિરાજ (ગડ) જેમ સર્ષના ગર્વને હરણ કરે તેમ તેના ગર્વને હું હરણ કરીશ. એમ બેલ માગધપતિ વેગ વડે ઊઠે છે, બિલમાંથી સર્ષની જેમ તે મ્યાનમાંથી પગદંડને ખેંચે. છે, ખેંચીને આકાશમાં ધૂમકેતુના ભ્રમને આપનાર તે તલવારને કંપાવે છે.
તે જ વખતે સમુદ્રની ભરતીની જેમ તેને સઘળય. પરિવાર એકી સાથે કોપના આડંબરપૂર્વક ઊભો થાય છે. તે વખતે કેટલાક ખેડૂગ વડે આકાશને કાળી વીજળીમય.
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૬૭
કરે છે, કેટલાક નિર્મળ વસુનંદ (ઉત્તમજાતિના ખડૂગ) વડે અનેક ચંદ્રમય આકાશને કરે છે, કેટલાક આકાશમાં યમરાજાના દાંતની શ્રેણીથી બનાવેલ હોય એવા ભાલાઓને ઉછાળે છે, કેટલાક અગ્નિની જીભ જેવા કુહાડાઓને ભમાવે છે, કેટલાક રાહુ સરખા ભયંકર છેડાવાળા સુગરને ગ્રહણ કરે છે, કેટલાક વજની કિનારીવાળા પ્રચંડશૂલ. શસ્ત્રને હાથમાં ધારણ કરે છે. બીજા યમદંડ સરખા પ્રચંડ એવા દંડને ઉપાડે છે. કેટલાક શત્રુઓને તેડી. નાખવાના કારણરૂપ હાથના આશ્કેટને કરે છે, કેટલાક મેઘના અવાજની જેવા મેટા સિંહનાદને કરે છે, કેટલાક
મારે મારે કેટલાક પકડે પકડે ” કેટલાક “ઊભે. રહે, ઊભું રહે, કેટલાક “જા જા” એમ બેલે છે.
આ પ્રમાણે જેટલામાં તેને પરિવાર વિચિત્ર આરં. ભની ચેષ્ટાવાળે થયો, તેટલામાં મંત્રી તે બાણને સારી. રીતે જુએ છે, તે મંત્રી તે બાણ ઉપર દિવ્ય મંત્રાક્ષરની. જેમ મહાપરાક્રમવાળા ઉદાર અક્ષરને જુએ છે તે આ પ્રમાણે– "रज्जेण जइ मे कज्ज, जीवियव्वेण वा जइ ।। कुणेह जो तओ सेवं, नियसव्वस्सदाणओ ॥"
જે તમારે રાજ્ય વડે પ્રજન હોય અથવા જે. જીવિતવ્ય વડે પ્રોજન હોય તો પોતાનું સર્વસ્વ આપવા. વડે અમારી સેવા કરે.”
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે સુર–અસુર અને રાજાઓ વડે પૂજાયેલા શ્રી ઇષભસ્વામીને પુત્ર આ ભરત ચક્રવતિ તમોને પ્રત્યક્ષ આદેશ કરે છે.
આ પ્રમાણે મંત્રી અક્ષરે જઈને અવધિજ્ઞાન વડે તેને જાણીને સ્વામીને બાણ દેખાડતો મોટેથી આ પ્રમાણે બેલે છે –
અરે સર્વ રાજલેકે ! અવિચારી કાર્ય કરનારા, હિતબુદ્ધિથી સ્વામીના અહિતને કરનારા, પિતાને ભક્ત માનનારા તમને ધિક્કાર થાઓ. આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર શ્રી કષભસ્વામીના પુત્ર આ ભરત પ્રથમ ચકવતી છે, તે આ દંડ માગે છે, ઇંદ્રની જેમ પ્રચંડ શાસનવાળો તે તમારી ઉપર પોતાનું શાસન ધારણ કરાવવા ઇચ્છે છે, કદાચ સમુદ્ર શેષાઈ જાય, મેરુપર્વત પણ ઉપાડી શકાય, યમરાજાને પણ હણી શકાય, વજાને પણું દળી નંખાય, વડવાનળને પણ બુઝાવી દેખાય, તે પણ પૃથ્વીતળમાં ચકવતિને જીતી શકાય નહિ.
તેથી હે બુદ્ધિશાળી ! દેવ! મંદ બુદ્ધિવાળા આ લેકને નિવારે, દંડ તૈયાર કરે અને ચક્રવતિને પ્રણામ
કરે.
તે પછી તે માગધપતિ મંત્રીના તે વચનને સાંભળીને અને તે અક્ષરોને જોઈને ગંધહસ્તિની ગંધને સુંઘીને અન્ય હાથી જેમ શાંત થાય તેમ ઉપશાંત થાય છે.
તે પછી તે ઉપહાર અને તે બાણને ગ્રહણ કરીને
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભરતરાજા પાસે આવીને, પ્રણામ કરીને આ પ્રમાણે જણાવે છે –
હે સ્વામી ! કમળવનને પૂર્ણિમાના ચંદ્રની જેવા હે રાજન ! આજે ભાગ્યગે તમે મારા દષ્ટિમાર્ગમાં પ્રાપ્ત થયા છે. જેમ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભસ્વામી વિજયવંત છે, તેમ પ્રથમ ચક્રવતિ એવા તમે પણ વિજય પામે.
રાવણ સરખો બીજો કોઈ હાથી નથી, વાયુ સમાન બીજે કઈ બળવાન નથી, આકાશથી બીજુ કોઈ પ્રતિમાન નથી, તેમ તમારા સર જગતમાં બીજે કઈ પ્રતિમલ નથી.
કાન સુધી ખેંચાયેલા ધનુષ્યમાંથી નીકળેલું તમારું બાણ, ઇંદ્રના વજની જેમ સહન કરવાને કોણ સમર્થ છે? પ્રમાદી એવા મારી ઉપર મહેરબાની કરીને તમે કર્તવ્ય જણાવવા માટે વેત્રિપુરુષ (દ્વારપાળ)ની જેમ આ બાણ મોકલ્યું. હે નાથ ! હે પૃથ્વીનાથ શિરોમણિ ! હવે પછી હું તમારી આજ્ઞાને મસ્તક ઉપર મુકુટની જેમ ધારણ કરીશ. હે સ્વામી ! આ માગધતીર્થને વિષે તમારા વડે સ્થાપન કરાયેલે હું, તમારા પૂર્વ દિશાના વિજયસ્તંભની જેમ નિર્દભ ભક્તિના સમૂહવાળે રહીશ. આ અમે, આ રાજ્ય અને આ સર્વ પરિવાર અને બીજું પણ જે કાંઈ છે તે તમારું જ છે. પિોતાના સેવકની જેમ અમારા ઉપર શાસન કરો, એમ કહીને તે દેવ, ચક્રવતિને
Page #309
--------------------------------------------------------------------------
________________
૨eo
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે બાણ, તે માગધતીર્થનું જળ, કિરીટ અને કુંડલને પણ આપે છે.
ભરતરાજા તેને સ્વીકારે છે, માગધપતિને સત્કાર કરે છે, મહાપુરુષે ખરેખર સેવકજન ઉપર પ્રેમાળ હોય છે.
હવે રાજા રથને વાળીને તે જ માગ વડે પોતાની છાવણીમાં ઇંદ્ર જેમ અમરાવતીમાં આવે તેમ આવે છે. રથમાંથી ઉતરીને અંગ જોઈને પરિવાર સહિત ભરતરાજા અઠમ ભક્તનું પારણું કરે છે. તે પછી રાજા ચક્રની જેમ, નમેલા માગધપતિને મહાઋદ્ધિ વડે અષ્ટાદ્દિકા મહોત્સવ કરે છે. અષ્ટાહ્નિકા મહત્સવ સમાપ્ત થયે છતે, સૂર્યના રથમાંથી નીકળેલ હોય એવું તેજ વડે પ્રચંડ એવું ચકરત્ન આકાશમાં ચાલે છે.
દિગયાત્રામાં વરદામતીર્થને અધિકાર
તે પછી ચક દક્ષિણ દિશામાં વરદામતીર્થ તરફ ચાલે છે. ચક્રવતિ પણ પ્રાદિ ઉપસર્ગો ધાતુગણને અનુસરે તેમ તે ચકને અનુસરે છે. રાજા પ્રતિદિન યોજનમાત્ર પ્રયાણ વડે જતો, રાજહંસ જેમ માનસ સરોવરમાં જાય તેમ દક્ષિણ સમુદ્ર પાસે પહોંચે છે. ઘણું એલચીલવંગલવલી અને કક્કોલવાળા સમુદ્રના કાંઠે સૈન્યોને પડાવ નાખે છે. ત્યાં વર્ધક (સુતાર) પૂર્વની જેમ ચકવતિની આજ્ઞાથી સર્વ સૈન્યના આવાસ અને પૌષધશાળા રચે છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભરતરાજા વરદામદેવને ચિત્તમાં કરીને અટ્ઠમતપને કરે છે. પૌષધઘરમાં પૌષધવ્રત ગ્રહણ કરે છે, પૌષધ પૂર્ણ થયે છતે રાજા પૌષધશાળામાંથી બહાર નીકળીને ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવા તે કાલપૃષ્ઠ ધનુષ્ય ગ્રહણ કરે છે, ચારે તરફથી સુવણ રચિત, રત્નકેાટિથી જડિત જયલક્ષ્મીના વાસગૃહ જેવા રથમાં તે ચઢે છે, દેવ વડે પ્રાસાદની જેમ તે મહારથ ઉદાર આકારને ધારણ કરનારા રાજા વડે અત્યંત શાભે છે, અનુકૂળ પવન વડે ચપળ ધ્વજાએથી સુશાભિત કર્યુ આકાશ જેણે એવા તે શ્રેષ્ઠ થ સમુદ્રમાં યાનપાત્ર (વહાણ)ની જેમ પ્રવેશ કરે છે.
છે
૨૭૧
ત્યાં ચક્રનાભિપ્રમાણ સમુદ્રના જળમાં જઈ ને રથના અગ્રભાગમાં રહેલ સારથિ વડે અટકાવેલા અશ્વો વડે રથ ઊભા રહે છે.
કાળના
તે પછી તે આચાય જેમ શિષ્યને, તેમ રાજા ધનુથ્યને નમાવીને દોરી ઉપર ચઢાવેલુ' કરે છે, સ'ગ્રામનાટકના આરંભના નંદીના નિર્દોષ સરખા, આાનમંત્રની જેવા ધારીના ટંકારને તે કરે છે, ભાથામાંથી કપાળમાં કરેલા તિલકની લક્ષ્મીના શૈાભાને ધારણ કરનારા ખાણને ખેંચીને રાજા ધનુષ્ય ઉપર સ્થાપન કરે છે. વક્ર કરેલા ધનુષ્યના મધ્યમાં ધૂંસરીના ભ્રમને કરનારા તે ખાણને રાજા ક પયંત લાવે છે, કણ પાસે આવેલું ‘હું શું કરું ?' એ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવામાં તે ખાણુને રાજા વરદામતીના અધિપતિ તરફ્ વિસર્જન કરે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
ર૭ર
શ્રી ઋષભનાથ ચરિત્ર પર્વતે વડે પડતા વજીના ભ્રમ વડે, સર્પો વડે ગરૂડના ભ્રમ વડે, સમુદ્ર વડે બીજા વડવાનળના ભ્રમ વડે જેવાતું તે બાણ આકાશને પ્રકાશિત કરતું, બાર જિન જઈને વરદામપતિની પર્ષદામાં ઉલ્કાપાતની. જેમ પડયું.
તે વખતે તે વરદામપતિ, શત્રુએ મેકલેલ ઘાત કરનારા પુરુષની જેમ આગળ પડેલા તે બાણને જોઈને કેપ કરે છે, ઉછળતા સાગરની જેમ ઉબ્રાન્ત ભ્રકુટીના તરંગવાળે વરદામપતિ પ્રચંડ વાણી બોલે છે :
આજે સૂતેલા સિંહને પગ વડે સ્પર્શ કરીને કોણે જગાડ્યો ? યમરાજાએ આજે પત્ર વાંચવા માટે કેના ઉપર મોકલ્યો? તેને આ જ બાણ વડે હું મારું, એ. પ્રમાણે વરદામરાજા ઊભા થઈને હાથ વડે તે બાણને ગ્રહણ કરે છે. તે પછી માગધપતિની જેમ તે વરદામપતિ ચકવર્તાિના બાણ ઉપર તે અક્ષરે જુવે છે, સર્પ જેમ નાગદમણુને જોઈને શાંત થાય, તેમ તે અક્ષરો જોઈને વરદામપતિ પણ એકદમ ઉપશાંત થાય છે, અને આ પ્રમાણે કહે છે – કૃષ્ણપને લાત મારવા તૈયાર થયેલા દેડકાની જેમ, હાથીને સીંગડા વડે પ્રહાર કરવા ઇચ્છતા બળદની જેમ, દાંત વડે પર્વતને પાડી નાંખવા ઈચ્છતા. હાથીની જેમ મંદબુદ્ધિવાળો હું ચક્રવતિ સાથે યુદ્ધ કરવાને ઇચ્છું છું. ભલે, હજુ કાંઈ પણ વિનાશ પામ્યું નથી એ પ્રમાણે બોલતો તે દિવ્ય ભેટણાં લેવા માટે પિતાના માણસને આદેશ કરે છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯૩
તે પછી તે બાણ અને અતિઅદ્ભુત એવાં ભેટ/ લઈને તે, ઇંદ્ર જેમ ગષભદેવ સ્વામી પાસે જાય તેમ, ભરતરાજા પાસે જાય છે. તે નમસ્કાર કરીને તેને આ પ્રમાણે કહે છે – હે પૃથ્વીપતિ ! દૂતની માફક તમારા બાણ વડે બોલાવાયેલે હું અહીં આવ્યો છું. હે રાજન ! અહીં આવેલા તમારી પાસે હું જાતે આવ્યો નથી, તેથી અજ્ઞાની એવા મારા દોષને ક્ષમા કરો. કારણ કે અજ્ઞાનતા એ દેષને છુપાવે છે. થાકી ગયેલો જેમ આશ્રમને, તૃષાતુર જેમ પૂર્ણ સરોવરને પામે તેમ હે સ્વામી ! સ્વામીરહિત એવા મને તમે સ્વામી પ્રાપ્ત થયા છે. હે રાજન ! આજથી માંડીને તમારા વડે સ્થાપન કરાયેલે હું અહીં સમુદ્રની મર્યાદાને ધારણ કરનાર પર્વતની જેમ, તમારી મર્યાદાને ધારણ કરનારો રહીશ. એ પ્રમાણે કહીને ભક્તિના સમૂહથી ભરેલો ભરતરાજાની આગળ થાપણ તરીકે મૂકેલા હોય એવા તે બાણને ઑપે છે. તેમ જ સૂર્યની પ્રભા વડે ગુંથ્યા હોય એવા, કાંતિથી પ્રકાશિત કર્યો છે દિશાઓનાં મુખ જેણે એવા રત્નમય કદરાને તે ભારતરાજાને આપે છે, તેમ જ ભરતરાજાની આગળ લાંબા સમયથી એકઠા કરેલા પિતાના યશના રાશિની જેવા ઉજજવળ મોતીઓના રાશિને ભેટ કરે છે, તેમ જ રાજાને, નિર્મળ ઉદ્યોતની કાંતિવાળા, રત્નાકરના સર્વસ્વની જેવા ૨નના ઢગલા ભેટ કરે છે.
રાજા તે સર્વ ગ્રહણ કરે છે. વરદામપતિ ઉપર .
ઋ. ૧૮
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અનુગ્રહ કરીને તેને પોતાના કીર્તાિકારકની જેમ ત્યાં જ સ્થાપન કરે છે. તે પછી વરદામપતિ પ્રસન્નતાપૂર્વક બોલાવીને, વિસર્જન કરીને વિજયવંત એવો રાજા પિતાની છાવણીમાં આવે છે. રથ ઉપરથી ઉતરીને, સ્નાન કરીને તે રાજમૃગાંક અષ્ટમભક્તને અંતે પરિવાર સાથે પારણું કરે છે, તે પછી તે વરદામપતિને અષ્ટાબ્રિકા મહોત્સવ કરે છે, “મેટા પુરુષે લેકમાં મહત્ત્વ આપવા માટે પિતાના માણસનું સન્માન કરે છે.
દિગયાત્રામાં પ્રભાસતીર્થને અધિકાર
તે પછી પરાક્રમ વડે બીજા ચંદ્રની જે તે ચકવતિ ચકને અનુસરત પશ્ચિમ દિશામાં પ્રભાસ સન્મુખ ચાલે છે, છિદ્રરહિત સિન્યની રજવડે આકાશ–પૃથ્વીને ભરી દે તે કેટલાક પ્રમાણે વડે પશ્ચિમ સમુદ્ર પાસે પહોંચે છે. સેપારી-તાંબૂલી (નાગરવેલ) અને નાળીયેરના વનથી વ્યાપ્ત સમુદ્રના પશ્ચિમ કાંઠે છાવણી સ્થાપે છે, ત્યાં રાજા પ્રભાસપતિને ઉદ્દેશીને અષ્ટમભક્ત કરે છે, પૂર્વની જેમ પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરે છે, પૌષધવ્રત પૂર્ણ થયે રાજા રથમાં ચઢીને બીજા વરુણદેવની પેઠે સમુદ્રમાં પ્રવેશ કરે છે, ચકનાભિપ્રમાણ જળને ઓળંગીને રથ ઊભે રાખીને ધનુષ્યને દેરી ઉપર ચઢાવે છે, જ્યલક્ષ્મીની કીડા કરવાની વિણ સરખા ધનુષ્યની તંત્રીની
જેમ ધનુષ્યની દેરીને હાથ વડે મોટેથી વગાડે છે, - સમુદ્રના વેત્રદંડની જેમ ભાથામાંથી બાણને ખેંચે છે,
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૭૫
આસન ઉપર અતિથિને બેસાડે તેમ રાજા તે બાણને ધનુષ્યને વિષે સ્થાપન કરે છે, તે પછી રાજા સૂર્યના બિંબમાંથી ખેંચેલા એક કિરણની પેઠે તે બાણને પ્રભાસ સન્મુખ ફેંકે છે. કિરણે વડે આકાશને પ્રકાશ કરતું તે બાણ વાયુની જેવા વેગવડે સમુદ્રમાં બાર એજન ઓળંગીને પ્રભાસ પતિની સભામાં પડે છે.'
બાણને જોઈને તે પણ કોઇ પાપે, અને તેની ઉપર અક્ષરો જોઈને, બીજા રસને પ્રકટ કરનાર નટની જેમ એકદમ તે શાંત થાય છે, તે બાણ અને બીજાં ભેટશુને પોતે જાતે ગ્રહણ કરીને પ્રભાસપતિ ભરતરાજા પાસે આવે છે, નમસ્કાર કરીને આ પ્રમાણે વિનંતિ કરે છે કે દેવ ! આજે સ્વામી એવા તમારા વડે બોલાવાયેલ હું પ્રભાસ છું. સૂર્યનાં કિરણે વડે કમળ પ્રકાશિત થાય છે.”
હે પ્રભુ! હું પશ્ચિમદિશામાં તમારા સામંતરાજાની જેમ હું રહીશ. હે અવનીપતિ ! સર્વદા હું તમારા શાસનને મસ્તકે ધારણ કરીશ. એમ કહીને પ્રભાસપતિ ભરતરાજાને પ્રથમ મોકલેલું તે બાણ આપે છે, તે પછી સાક્ષાત પિતાના તેજ જેવાં કડાં, કટિસૂત્ર (કંદ), ચૂડામણિ, ઉરમણિ, અને સોનામહોરો રાજાને આપે છે. પૃથ્વી પતિ તેને આશ્વાસન આપવા માટે તે સર્વ ગ્રહણ કરે છે, “પ્રથમ ભટણું સ્વીકારવું તે પ્રભુના પ્રસાદનું ચિહ્ન છે” ક્યારામાં વૃક્ષની જેમ ત્યાં જ તેને સ્થાપન
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરીને વૈરીઓનુ નિવારણ કરનારો ભરતરાજા ફરીથી છાવણીમાં આવે છે. તે વખતે તે તત્કાલ કલ્પવૃક્ષની જેમ ગૃહિરત્ન વડે લવાયેલા દિવ્ય ભાજન વડે અઠ્ઠમતપનુ પારણુ` કરે છે.
તે પછી રાજા પ્રભાસદેવના અષ્ટાક્રિકા મહોત્સવને કરે છે, ખરેખર પ્રથમ સામતમાત્રને પણ સત્કાર કરવે તે ઉચિત છે.
તે પછી રાજા પ્રકાશ–દીપકને અનુસરે તેમ ચક્રને અનુસરતા સમુદ્રની દક્ષિણ દિશામાં સિંધુ મહાનદીના કાંઠે પહોંચે છે, તે જ નદીના પ્રવાહમાર્ગે પૂર્વ સન્મુખ જઈને રાજા સિંધુદેવીના શયન સમીપે છાવણી સ્થાપન
કરે છે.
તે સિદેવીને મનમાં કરીને અઠ્ઠમતપ કરે છે, તેથી વાયુથી કપાયમાન થયેલા તર'ગની જેમ સિ દેવીનુ આસન ચલાયમાન થાય છે, તે પછી તે અવિધજ્ઞાન વડે ચક્રવતિને આવેલા જાણીને ઘણા દિવ્ય ભેટણાં વડે તેને સત્કાર કરવા માટે આવે છે, તે પછી આકાશમાં રહેલી તે ‘ જય જય ’ એ પ્રમાણે આશિષપૂર્વક કહે છે કે· તમારી દાસી જેવી થઈને હું' અહી' રહું છું, આદેશ કરો, હું તમારું શું કરુ?' એ પ્રમાણે કહીને તે લક્ષ્મીઢવીના સસ્વની જેમ, નિધાનાની પરપરાની જેમ એક હજાર આઠ (૧૦૦૮) રત્નથી ભરેલા કુંભા તેમ જ કીર્તિ અને જયલક્ષ્મીને સાથે જ પરણવાને ચેાગ્ય એ
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૭૭
રત્નમય ભદ્રાસન, નાગરાજના શિરોરત્ન (મણિઓ)ને ઉદ્ધરીને બનાવેલ હોય એવા દેદીપ્યમાન મણિમય બાહુરક્ષક (= બાજુબંધ), મધ્યભાગમાં ખોદેલા સૂર્યના બિંબની
ભાવાળાં કડાં, કમળ મુષ્ટિ વડે ગ્રહણ કરી શકાય એવાં દિવ્ય વસ્ત્રો રાજાને આપે છે.
સિંધુરાજ જે તે રાજા સિંધુદેવીના તે સર્વને સ્વીકારીને તેને પ્રસન્નતાપૂર્વક બોલાવવા વડે આનંદ પમાડીને વિસર્જન કરે છે.
હવે તે ભૂપતિશ્રેષ્ઠ નવા પૂર્ણિમાના ચંદ્ર સરખા સુવર્ણપાત્રમાં અઠમભક્તનું પારણું કરે છે.
તે પછી તે રાજા સિંધુદેવીનો અષ્ટાક્ષિક મહોત્સવ કરીને અગ્રગામી ચક વડે દેખાડાતો છે માર્ગ જેને એ આગળ ચાલે છે.
ભરતેશ્વર ઈશાન દિશામાં અનુક્રમે જતે બે ભરતાદ્ધની સીમાને ધારણ કરનાર વૈતાઢયપર્વત પાસે પહોંચે છે. તેના દક્ષિણ નિતંબ ભાગ ઉપર વિસ્તાર અને લંબાઈ વડે શોભતા વસ્ત્રની જેમ છાવણી સ્થાપે છે.
ત્યાં રાજા અમભક્ત કરે છે, તેથી વૈતાઢયગિરિકુમાર અવધિજ્ઞાનથી “ભરતક્ષેત્રમાં આ પ્રથમ ચકી ઉત્પન્ન થયો છે” એમ જાણે છે.
હવે તે ત્યાં આવીને આકાશમાં રહ્યો કે આ પ્રમાણે કહે છે. “હે પ્રભુ! તમે જય પામે, જય પામે, આ હું તમારે સેવક છું, મારા ઉપર પ્રસન્ન થાઓ.”
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
એ પ્રમાણે કહીને કેશાધિપતિની જેમ મહામૂલ્ય રને, રત્નાલંકારે, દેવદૂષ્ય વસ્ત્રો, તેમ જ પ્રતાપસંપત્તિના કીડાઘર સરખાં ઘણાં કલ્યાણકારક ભદ્રાસને આપે છે.
રાજા તેનું તે સર્વ ગ્રહણ કરે છે. “સેવકના અનુગ્રહ માટે આસક્તિ વગરના એવા પણ સ્વામી ઉપહારને ગ્રહણ કરે છે.”
હવે રાજા તેની સાથે વાતચીત કરીને તેને આદરપૂર્વક વિસર્જન કરે છે. “મહાપુરુષે આશ્રય કરનાર સામાન્યજનને પણ અનાદર કરતા નથી. તે પછી પૃથ્વી પતિ અઠમતપનું પારણું તેમ જ વૈતાઢયગિરિદેવના અષ્ટબ્રિકા. મહોત્સવ કરે છે.
તે પછી ચકરત્ન તમિસા ગુફાને ઉદ્દેશીને ચાલે છે, રાજા પણ પદાવેષક (= પગી)ની જેમ તેની પાછળ ચાલે છે, અનુક્રમે તમિસ્ત્રાગુફાની પાસે આવીને રાજા પર્વતની નીચે ઉતરેલા વિદ્યાધરના નગરોની જેવા ના. પડાવને સ્થાપન કરે છે.
કૃતમાલદેવને અધિકાર હવે રાજા કૃતમાલ દેવને મનમાં કરીને અઠમ તપ કરે છે, અને તે દેવનું આસન ચલાયમાન થાય છે. તે અવધિજ્ઞાનથી ચકવતિને આવેલા જાણીને લાંબાકાળે આવેલા ગુરુની જેમ તે અતિથિને સત્કાર કરવા માટે આવે છે. “હે સ્વામી ! આ તમિત્રાગુફાના દ્વારને વિષે. તમારા દ્વારપાળની જે હું છું એ પ્રમાણે બોલતે
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯ મહીપતિની સેવા સ્વીકારીને તે, સ્ત્રીરત્નને ઉચિત શ્રેષ્ઠ ચૌદ તિલક અને દિવ્ય આભરણેને સમૂહ આપે છે, રાજા તે સર્વ ગ્રહણ કરે છે. “કૃતાર્થ એવા પણ રાજા દિગવિજયની લક્ષ્મીને ચિહ્નરૂપ દિગદંડને ત્યાગ કરતા
નથી.”
અત્યંત પ્રસન્નતાપૂર્વક રાજાએ તેને બેલાવીને અધ્યયનને અંતે ઉપાધ્યાય જેમ શિષ્યને વિસર્જન કરે તેમ તેને વિસર્જન કરે છે. .
જુદા થયેલા પિતાના અંશ હોય એવા, ભૂમિ ઉપર સ્થાપન કર્યા છે પાત્ર જેણે એવા ભેજન કરતા રાજાઓ સાથે તે પારણું કરે છે. તે પછી તે કૃતમાલદેવને અષ્ટાહ્નિકા મહોત્સવ કરે છે. “નમસ્કાર વડે વશ કરાયેલ સ્વામી શું કરતા નથી ?” સિંધુ નદીના સામે કાંઠે રહેલા પ્લે ઉપર વિજય
અન્યદા પૃથ્વી પતિ સુષેણ નામના સેનાપતિને બેલાવીને, ઇંદ્ર જેમ હરિગમેષિ દેવને આદેશ કરે, તેમ આદેશ કરે છે. તું ચર્મરત્ન વડે સિંધુ નદીને ઉતરીને સિંધુ-સમુદ્ર અને વૈતાઢયની સીમાને ધારણ કરનારા દક્ષિણ સિંધુ નિકૂટને સાધ, ત્યાં પ્લેછોને બેરડીના વનની પેઠે આયુધરૂપી લાકડીઓ વડે તાડન કરીને આશ્ચર્યકારી ચર્મરત્નના સર્વસ્વ ફળને ગ્રહણ કર.
તે પછી તે સેનાધિપતિ જાણે ત્યાં જ ઉત્પન્ન થયે હોય તેમ જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલ ઊંચા અને
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
નીચા ભાગેાના અને ખીજા કઠણ સ્થળેાના માને જાણનારા, પરાક્રમ વડે સિંહ જેવા, તેજ વડે સૂર્ય જેવેા, બુદ્ધિના ગુણા વડે બૃહસ્પતિ સરખા, સ`પૂર્ણ લક્ષણવાળા, સમ્લેચ્છ ભાષાને જાણનારા, સ્વામીની આજ્ઞાને પ્રસાદની જેમ મસ્તકે અંગીકાર કરે છે.
ભરતરાજાને પ્રણામ કરીને પેાતાના આવાસે આવીને પેાતાના પ્રતિષ્ઠિ' જેવા સામંત વગેરેને પ્રયાણ માટે આદેશ કરે છે.
હવે તે સ્નાન કરીને, અલિ(પૂજા) કમ કરી, મહામૂલ્યવાળા અલ્પ ભૂષણવાળા, અખ્તર ધારણ કરી, કર્યું. દે પ્રાયશ્ચિત્ત કૌતુકમ...ગલ જેણે એવા, જયલક્ષ્મીને ભેટવા માટે નાંખેલી ખાહુલતાની જેમ દિવ્યરત્નના આભૂષણને કઠમાં ધારણ કરતા, પટ્ટહસ્તિની જેમ ચિહ્ન પટ્ટ વર્ડ શેલતા, માટેથી ગ્રહણ કર્યાં છે શસ્ત્રોને જેણે એવે, કટિભાગમાં મૂર્ત સ્વરૂપવાળી શક્તિની જેવી છરીને ધારણ કરતા, યુદ્ધ કરવા માટે પીઠને વિષે વિવેલા બાહુદંડની જેવા મોટા સરળ આકૃતિવાળા સુવણુ મય એ ભાથાને ધારણ કરતા, ગણનાયક દંડનાયક-શ્રેષ્ઠિ–સા વાહ–સંધિપાલ અને ચર પુરુષ આદિ વડે યુવરાજની જેમ પરિવરેલા તે સેનાધિપતિ નિશ્ચલ છે અગાસન જેવું એવા તે, તે આસનની સાથે જ ઉત્પન્ન થયા હોય તેમ, પર્વતની જેવા ઊંચા ગજરત્ન ઉપર ચઢે છે.
શ્વેત છત્ર અને ચામરા વડે શે।ભતા દેવની ઉપમા
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૮૧
વાળે તે ચરણના અંગુઠાની સંજ્ઞા વડે હાથીને ચલાવે છે. ભરતરાજાના અર્ધ સૈન્ય સાથે સિંધુ નદીના કાંઠે જઈને ઉછળેલી ધૂળ વડે સેતુબંધ કરતે હોય તેમ ત્યાં રહે છે.
જેને સ્પર્શ કરવાથી બાર એજના સુધી વધે છે, જેને વિષે પ્રભાત સમયે વાવેલાં ધાન્ય દિવસને અંતે ઉત્પન્ન થાય છે, અને જે નદી–દ્રહસમુદ્રના પાણી ઉપર તરવા માટે સમર્થ છે, તે ચર્મરત્નને સેનાપતિ હસ્ત વડે સ્પર્શ કરે છે, તે ચર્મરત્ન પાણી ઉપર નાંખવાથી તૈલની જેમ કુદરતી પ્રભાવથી બંને કાંઠે વિસ્તાર પામે છે.
તે પછી તે સેનાપતિ તે ચર્મરત્ન વડે સેનાની સાથે માની જેમ ઉતરીને નદીના સામે કાંઠે પહોંચે છે. સિંધુનદીના તે સર્વ દક્ષિણ નિકૂટને સાધવા માટે ઇચ્છતે તે સેનાપતિ ત્યાં કલ્પાંતકાળના સમુદ્રની જેમ વિસ્તાર પામે છે. તે પછી ધનુષ્યના અવાજની ગજેના વડે ભયંકર રણમાં ઉત્સુક સિંહની જેમ કીડા માત્રથી જ સિંહલ દેશના લેકોને પરાજય પમાડે છે. બર્બરલેકોને મૂલ્યથી ગ્રહણ કરેલા ચાકરની જેમ વશ કરે છે, ટંકણ લેકોને અશ્વની જેમ રાજચિહ્નવડે અંકિત કરે છે, જળરહિત - રત્નાકરની જેવા રત્ન-માણિક્યથી ભરેલા યવનદ્વીપને તે નરસિંહ લીલામાત્રથી જીતે છે, તે કાલમુખ સ્વેચ્છાને તેવી રીતે જીતે છે કે જેથી ન ખાવા છતાં પણ તેઓ મુખમાં પાંચેય આંગળીઓ નાંખે છે. - તે વિસ્તાર પામતે છતે યેનક નામના ફેર છે
Page #321
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પવનથી વૃક્ષના પલ્લવની જેમ પરાડૂ મુખ થાય છે. બીજી પણ વૈતાઢચપતની નજીક રહેલી મ્લેચ્છ જાતિઓને તે ગાડિક જેમ સપની જાતિઓને જીતે તેમ તે છે.
૧૮૨
પ્રૌઢ પ્રતાપના વિસ્તારવાળા, કાઈ એ નિવાર્યા વિના ફેલાતા તે સેનાપતિ સૂર્ય જેમ આકાશ ઉપર આક્રમણ કરે તેમ કચ્છદેશની ભૂમિ પર આક્રમણ કરે છે. આ પ્રમાણે સિહ જેમ વનને, તેમ સ નિષ્કૃટ ઉપર આક્રમણ કરીને, કચ્છદેશના માર્ગની ભૂમિ વડે તે સેનાપતિ સ્વસ્થ થઇ ને ઊભા રહે છે.
ત્યાં મ્લેચ્છ રાજાએ વિચિત્ર ભેટણાંએ સાથે ભક્તિપૂર્વક સ્ત્રીએ જેમ પ્રિય પાસે આવે તેમ સેનાપતિ પાસે આવે છે. કેટલાક સુવર્ણ ગિરિના શિખર સરખા રત્નસુવર્ણ ના ઢગલા આપે છે, કેટલાક ચાલતા વિધ્યપ ત જેવા હાથીએ આપે છે, કેટલાક સૂર્ય ના ઘેાડાઓનુ ઉલ્લઘન કરે એવા ઘેાડાઓ, કેટલાક અંજનથી અન્યા હાય એવા દેવથ સરખા રથને, અને ખીજું પણ ત્યાં જે સારભૂત હોય તે સવ તેને આપે છે. પવ તમાંથી . નદી વડે ખેંચાયેલ' રત્ન રત્નાકરમાં જાય છે.’
તે પછી તે સવ સેનાપતિને કહે છે ' હવે પછી અમે તમારા સેવકની જેમ આદેશ કરનારા પેત-પેાતાના દેશમાં રહીશુ..? તે પછી તે સેનાપતિ યથાાગ્યપણે તે સ રાજાના સત્કાર કરીને વિસર્જન કરે છે. પૂર્વાંની જેમ સિ’નદીને સુખપૂર્વક ઉતરીને કીર્તિરૂપી વેલડીના દોહદ.
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેવા મ્લેચ્છા પાસેથી લવાયેલા સવ દંડને દંડનાયક ચક્રવર્તિની આગળ મૂકે છે.
હવે ચક્રવતિ વડે પ્રસાદ વડે તે સેનાપતિ સત્કાર કરાયે અને પછી વિસર્જન કરાયેલા તે ષિત થઈ પેાતાના આવાસમાં આવે છે. ભરતરાજા અચેાધ્યાની જેમ ત્યાં રહે છે. ‘સિંહ જ્યાં જાય છે ત્યાં તે જ પેાતાનું સ્થાન થાય છે.’
૨૩
તમિસ્રાગુફાના દ્વારનું ઉદ્ઘાટન
એક વખત રાજા સેનાપતિને ખેાલાવીને આદેશ કરે. છે કે 'તમિસ્ત્રાગુફાનાં બે કમાડને ઉઘાડો.' આ પ્રમાણે સાંભળીને સેનાપતિ રાજાની આજ્ઞાને માળાની જેમ મસ્તકે ગ્રહણ કરીને તમિસ્ત્રાગુફાની નજીક જઈને ઊભો રહે છે.
હવે ત્યાં કૃતમાલદેવને મનમાં કરીને તે સેનાપતિ અટ્ઠમ તપ કરે છે. ખરેખર સર્વ સિદ્ધિએ તપરૂપી મૂલવાળી હાય છે.’ અટ્ઠમ તપ પૂર્ણ થશે તે સેનાપતિ સ્નાન કરીને બે શ્વેત વસ્ત્રને ધારણ કરનારા સ્નાનગૃહમાંથી સરેાવરમાંથી રાજ'સની જેમ નીકળે છે. તે પછી . ક્રીડા કરવાના સુવર્ણકમળની જેમ સુવર્ણ નિમિત ધૂપ-ધાણાને હાથ વડે પકડીને તમિસ્ત્રાગુફાના દ્વાર પાસે પહેાંચે છે. ત્યાં બન્ને કમાડને જોઈને તે પ્રણામ કરે છે. ‘શક્તિમ’ત એવા પણ મહાપુરુષા પ્રથમ શામનીતિના પ્રયાગ કરે છે.’
ત્યાં તે વૈતાઢચ પર્યંત ઉપર કરતી વિદ્યાધરણીઓના
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્તંભનના ઔષધ સરખા અષ્ટાનિકા મહોત્સવને મેટી ઋદ્ધિ વડે કરે છે.
તે પછી તે સેનાપતિ મંત્રવાદી જેમ મંડલ આલેખે, તેમ અખંડ તંદુલ વડે મંગળના કારણરૂપ આઠ મંગળ આલેખે છે. આલેખન કરીને ઇંદ્રના વજની જેવા, બૈરીનો વિનાશ કરનારા ચકવતિના દંડરત્નને પિતાના હાથે ઉપાડે છે. બને કમાડને પ્રહાર કરવા ઇરછતે તે સાત-આઠ પગલાં ખસે છે, “ગજેન્દ્ર પણ પ્રહાર કરતાં પહેલાં કાંઈક ખસે છે જ ! ” ખસીને વાજિંત્રની જેમ તે કંદરાને મોટેથી ગજાવતે સેનાપતિ ત્રણવાર તે દંડ વડે બને કમાડને તાડન કરે છે.
તે વખતે મૈતાઢય પર્વતના અત્યંત મીંચાઈ ગયેલા નેત્રોની જેવાં વજીથી બનેલાં તે બને કમાડે ઊઘડે છે. તે દંડના તાડનથી ઊઘડતી વખતે તડ–તડ શબ્દ કરતાં તે બંને કમાડે જાણે મોટેથી આનંદ કરે છે ! - સેનાપતિ ઉત્તર ભરતખંડના જયપ્રસ્થાનના મંગલરૂપ તે કમાડ ઉઘડવાના સમાચાર ચક્રવતિને જણાવે છે. હવે ભરતરાજા ચંદ્રની જેમ પ્રૌઢ પરાક્રમવાળા હસ્તિરત્ન ઉપર બેસી તમિસ્ત્રાગુફામાં આવે છે.
મણિરત્ન અને શકિણીરત્નનું વર્ણન શિખાબંધનની જેમ મસ્તક ઉપર રહેલા જેના વડે કયારે ય તિર્યંચ-મનુષ્ય અને દેવાથી ઉત્પન્ન થયેલા 1 ઉપસર્ગો થતા નથી, જેનાથી અંધકારની જેમ સમસ્ત
Page #324
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૮૫ દુઃખ નાશ પામે છે, જેના વડે શસ્ત્રઘાતની જેમ રે સમર્થ થતા નથી, તે હજાર યક્ષ વડે અધિષ્ઠિત, ચાર આગળના પ્રમાણુવાળા, સૂર્યની જેમ ઉધોત કરનારા મણિરત્નને ભરતરાજા ગ્રહણ કરે છે.
હાથીના જમણા કુંભસ્થલ ઉપર પૂર્ણકળશ ઉપર સુવર્ણના ઢાંકણની જેમ તે મણિરત્નને સ્થાપન કરીને, શત્રુઓનો નાશ કરનાર ચતુરંગ સેનાના સમૂહથી યુક્ત ચકને અનુસરતે સિંહની જે નરકેસરી ગુફાના દ્વારમાં પ્રવેશ કરતો તે રાજા આઠ સુવર્ણપ્રમાણ ષટ્રપત્રની જેવી ભાવાળા, બાર ખૂણાવાળા, સમતળવાળા માનઉન્માન અને પ્રમાણથી યુક્ત, એક હજાર યક્ષે વડે સર્વદા અધિષ્ઠિત, આઠ કર્ણિકાથી યુક્ત, બાર જન ભૂમિપર્યત અંધકારનો નાશ કરનારા, અધિકરણી સરખા આકારવાળા, સૂર્ય-ચંદ્ર અને અગ્નિ સરખી પ્રભાવાળા ચાર અંગુલપ્રમાણુ કાકિણીરત્નને ગ્રહણ કરે છે.
તે કાકિણીરત્ન વડે તે ગેમૂત્રિકાના ક્રમ વડે ગુફાના બને પડખે જન-જનને અંતે એક એક જન સુધી ઉઘાત કરનારાં મંડલેને ઓળખતા જાય છે.
તે સવ મંડલે ત્યાં પાંચસો ધનુષ્ય પ્રમાણવાળાં ઓગણપચાસ થયાં.
કલ્યાણકારક ચક્રવતિ પૃથ્વીતળ ઉપર જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તે ગુફા ઉઘાડા મુખવાળી અને તે મંડલે સ્થાયી રહે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચરિત્નને અનુસરનારા ચક્રવર્તિની પાછળ ચાલનારી તે સેના મંડલના તે પ્રકાશ વડે અલનારહિતપણે સુખપૂર્વક ચાલે છે.
તે વખતે ચક્રવતિની ચાલતી સેના વડે તે ગુફા અસુર આદિના સૈન્ય વડે રત્નપ્રભાના મધ્યભાગની જેવી લાગે છે, મંથનદંડવડે મંથનકળશની જેમ, અંદર ચાલતા સૈન્યના સમૂહ વડે તે ગુફા પ્રચંડ શબ્દવાળી થઈ, તે વખતે સંચાર વગરનો પણ ગુફાને માર્ગ રથવડે સીમંતિત (= ખંડિત) થો. એકદમ અશ્વોની ખુરી વડે ભાંગી ગયેલા કાંકરાવાળા નગરીના માર્ગ જે થયો. અંદર ગયેલા તે રીન્યના લોક વડે તીર્થાપણાને પામેલી તે ગુફા લેકનાળી જેવી થઈ.
ઉન્મજ્ઞા અને નિમગ્ના નદી હવે અનુક્રમે જાતે ભરતરાજા તમિસ્ત્રગુફાના મધ્ય ભાગમાં નીચેના વસ્ત્ર ઉપર રહેલી કટિમેખલા (કંદરા) જેવી ઉભગ્ના અને નિમગ્ના નામની નદીઓને પ્રાપ્ત કરે છે. દક્ષિણ અને ઉત્તર ભરતક્ષેત્રાર્ધમાંથી આવતા મનુષ્યને નદીના બહાનાથી બૈતાઢય પર્વત વડે આજ્ઞારેખા કરાઈ હોય એવી તે નદીઓ છે.
તેઓમાં ઉન્મગ્ગા નદીમાં શિલા પણ તુંબીફળની જેમ ઊંચે આવે છે અને તરે છે, તેવી રીતે નિમગ્ના નદીમાં શીલાની જેમ તુંબીફળ પણ ડૂબી જાય છે.
તમિસ્ત્રાગુફાની પૂર્વભીંતમાંથી નીકળેલી તે નદીઓ
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર પશ્ચિમભીતના મધ્ય વડે જઈને સિંધુ નદી સાથે સંગમ પામે છે.
તે નદીઓ ઉપર વકિરત્ન વૈતાઢય-નિરિકુમારની એકાંતશય્યા જેવી દોષરહિત લાંબી પાગ (= માર્ગ–પૂલ) બાંધે છે. તે પણ ક્ષણવારમાં થાય છે. ચક્રવર્તિના વર્ધક (સુતાર) રૂપ ગેહાકારકલ્પવૃક્ષથી ખરેખર ઘર આદિ નિર્માણ કરવામાં કાલક્ષેપ થતો નથી.
સારી રીતે જોડાયેલા સાંધાવાળા ઘણા પાષાણ વડે કરાયેલી તે પાગ તેટલા મોટા પ્રમાણવાળા એક પત્થરથી ઘડી હોય એવી લાગે છે. હાથની જેમ સરખા તળવાળી, વજની જેમ મજબૂત, તે પગ ગુફાના દ્વારના કમાડ વડે બનાવી હોય તેવી દેખાય છે. જ સેના સહિત ચક્રવર્તિ સુખપૂર્વક દુસ્તર એવી પણ તે નદીએ ઉતરે છે.
અનુક્રમે રાજા સેના સાથે જતો ઉત્તર દિશાના મુખ જેવા ગુફાના ઉત્તર દ્વારે પહોંચે છે.
તે ગુફાના કમાડે દક્ષિણધારના કમાડેના આઘાતના અવાજને સાંભળીને જાણે ભય પામ્યા હોય તેમ ક્ષણવારમાં પોતાની જાતે જ ઉઘડે છે.
તે વખતે ઉઘડતા તે કમાડે “સરસર એ પ્રમાણે શબ્દ વડે ચક્રવતિના સૈન્યને ગમનની પ્રેરણા કરતા હોય એવા જણાય છે.
ગુફાની પડખેની ભીંત સાથે તે કમાડે તેવી રીતે
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી ઋષભનાથ ચરિત્ર ચાટી જઈને રહ્યા કે જેથી ત્યાં પૂર્વે ન હોય તેમ તે કમાડે દેખાય છે.
ગુફામાંથી બહાર નિગમન હવે પ્રથમ આકાશના મધ્યમાંથી સૂર્યની જેમ ચક્રવર્તિની આગળ ચાલતું ચક ગુફાના મધ્યમાંથી નીકળે છે, તે પછી પાતાળના વિવર વડે બલીન્દ્રની જેમ, મેટા તે ગુફાના દ્વાર વડે રાજા નીકળે છે, તે પછી વિધ્યપર્વતની ગુફા જેવી તે ગુફામાંથી નિઃશંક ક્રીડાગમન વડે શોભતા હાથીઓ નીકળે છે, સમુદ્રની મધ્યમાંથી નીકળતા સૂર્યના અશ્વની વિડંબના કરતા અને સુંદર રીતે ચાલતા ગુફામાંથી નીકળે છે. શ્રીમંતેના ઘરના મધ્ય ભાગ જેવી વૈતાદ્યની ગુફામાંથી અક્ષત રથે પણ પિતાના અવાજ વડે આકાશને શબ્દમય કરતા નીકળે છે, તૂટી ગયેલા રાફડાના મુખમાંથી સર્પોની જેમ, ગુફાના મુખમાંથી. મહાઓજસ્વી સૈનિકે પણ એકદમ નીકળે છે. ( આ પ્રમાણે ભરતરાજા બૈતાઢય પર્વતની પચાસ
જન લાંબી તે ગુફાને ઓળંગીને ઉત્તરભરતક્ષેત્રને જીતવા માટે પ્રવેશ કરે છે.
ત્યાં આપાત નામના કિરતે (ભલ્લો) ભૂમિ ઉપર રહેલા દાનવની જેમ અત્યંત મવાળા, પૈસાદાર મહાઓજસ્વી કાંતિવાળા વસે છે. તે નિરંતર મહાપ્રાસાદશયન–આસન અને વાહનવાળા ઘણું સુવર્ણ અને રૂપાવાળા કુબેરના ગોત્રી જેવા છે, ઘણા જીવધન (પશુરૂપી.
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ધન) વાળા, ઘણા દાસના પરિવારવાળા, દેવના ઉદ્યાનના વૃક્ષની જેમ પ્રાયઃ કરીને પરાભવ વગરના, અનેક યુદ્ધોમાં પારપામી છે બલશક્તિ જેની એવા, તે હંમેશા મહાશકટને ભાર વહન કરવામાં શ્રેષ્ઠ વૃષભ જેવા છે.
ત્યાં યમરાજા જે બળાત્કારે તે ભરતરાજા ચાલતે છતે તેઓને અનિષ્ટને કહેનારા ભયંકર ઉત્પાત થયા.
તે વખતે ચાલતા ભરતરાજાના સૈન્યના ઘણા ભારથી પીડા પામેલી, પ્રકંપિત થયેલ ઘરના ઉદ્યાનવાળી પૃથ્વી કંપે છે, ચક્રવતિના દિશાઓના અંત સુધી ગમન કરનારા પ્રઢ પ્રતાપ વડે જાણે દાવાનળ સરખે દિશાઓને વિષે દાહ થાય છે. ક્ષણવારમાં રજ વડે સર્વ દિશાએ રજસ્વલા સ્ત્રીની જેમ અત્યંત અનાલકન પાત્ર થાય છે. (ન જોવા લાયક થાય છે)
સમુદ્રમાં દુઃશ્રવ કર નિર્દોષવાળા પરસ્પર અફળાતા . જળજંતુની જેમ દુષ્ટ વાયુઓ ફેલાય છે, ઊંબાડિયાની જેમ સમસ્ત મ્લેચ્છ વર્ગના ક્ષેભના કારણભૂત આકાશમાંથી ચારે તરફથી ઉલ્કા (=વાળારહિત તેજને સમૂહ) પડે છે. દેધથી ઊભા થયેલા યમરાજાના પૃથ્વી ઉપર અપાયેલા હાથના પ્રહારની જેવા મહાશબ્દ વડે ભયંકર વજના અવાજ થાય છે, આવતી યમરાજાની લક્ષ્મીના છત્ર જેવા આકાશતળમાં સ્થાને સ્થાને કાગડા અને સમળીએના સમૂહે ભમે છે.
ઋ. ૧૯
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હવે સુવર્ણના અખ્તર-પરશુ-અને ભાલાનાં કિરણા વડે આકાશમાં રહેલા સહસ્રરશ્મિને (સૂર્ય ને) ક્રોડ કિરણવાળા કરતા, પ્રચંડ દંડ-ધનુષ્ય અને મુદ્ગર વડે આકાશને દાંતવાળું કરતા, ધ્વજમાં રહેલા વાઘ-સિ’હું અને સ સપ્ વડે ત્રાસ પમાડયો છે ખેચરીઓના સમૂહને જેણે એવા, મહાગજઘટારૂપ મેઘ વડે અંધકારમય કરેલ છે દિશાનુ મુખ જેણે એવા, યમના મુખની સાથે સ્પર્ધા કરનાર રથના અગ્રભાગમાં રહેલા મગરના મુખવાળા, અશ્વોની ખરીઓના આઘાત વડે પૃથ્વીને ચીરી નાંખતા હોય એવા, ભયંકર જયવાજિત્રાના અવાજ વડે આકાશને ફાડી નાંખતા હાય એવા, અગ્રગામી મ`ગલગ્રહ વડે સૂર્યની જેમ ચક્ર વડે ભયંકર એવા તે ભરતને આવતા જોઈને તે જિલ્લા અત્યંત કાપાયમાન થાય છે.
૨૯૦
ઉત્તરભરતમાં ભલ્લા ઉપર વિજય
તે કરાતા ક્રૂર ગ્રહની મૈત્રીને વિડ ંબના કરનારા, પરસ્પર મળીને પૃથ્વીનેા સંહાર કરવા ઇચ્છતા હાય તેમ ક્રોધસહિત ખેલે છે ઃ—
મૂખ પુરુષની જેમ લક્ષ્મી-લજ્જા–ધીરજ અને કીતિથી રહિત, ખાળકની જેમ મંદ બુદ્ધિવાળા અપ્રાથિત (મૃત્યુ)ની પ્રાર્થના કરનાર આ કાણુ છે ? જેના પુણ્યરૂપી ચતુર્દશી ક્ષીણ થઈ છે એવા, હીન લક્ષણવાળા, હરિણ જેમ સિ'હની ગુફામાં જાય તેમ આપણા દેશમાં તે આવે છે. તેથી મહાવાયુ જેમ મેઘને દૂર કરે તેમ
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાશ, ચરિત્ર
ઉદ્ધત આશ્ચરદ્વાળા, વિસ્તાર પામતા એવા પણ આને દિશા-દિશામાં ક્ષણવારમાં ફેંકી દઈએ. એ પ્રમાણે મોટેથી બોલતા, ભેગા થઈને અષ્ટાપદ (એક જાતના પ્રાણુ) મેઘની સામે લડવા ઊઠે, તેમ ભરતરાજા સામે લડવા માટે ઊલ્મ થાય છે.
હવે તે કિરાત પતિઓ કાચબાની પીઠ અને હાડકાના ખંડો વડે બનાવેલા બખ્તરને ધારણ કરે છે. મસ્તક ઉપર ધારણ કરેલા ઊર્વ કેશ વડે રાક્ષસના મસ્તકની શેભાને બતાવતા રીંછ આદિના કેશ વડે ઢંકાયેલા શિરસ્ત્રાણ (ટપાઓ)ને તેઓ ધારણ કરે છે.
તેઓની યુદ્ધની ઉત્કંઠા આશ્ચર્યકારક છે, જેથી મોટા ઉત્સાહ વડે દેહ ઉછુવાસ પામતે હોવાથી બખ્તરની જાળીઓ વારંવાર તૂટે છે, “અમારે શું બીજે રક્ષક છે?' એ પ્રમાણે અમર્ષ (ક્રોધ)ના વશથી જાણે તેઓનાં ઊંચા કેશવાળાં મસ્તક ઉપર શિરસ્ક (ટાપા) રહેતા નથી. કેટલાક કિરાતે, કેપ પામેલા યમરાજાની ભ્રકુટિ સરખા વક શિંગડામાંથી બનાવેલા ધનુષ્યોને દેરી ઉપર ચઢાવી કીડા વડે ધારણ કરે છે. કેટલાક જયલક્ષમીના કીડા કરવાની શય્યા સરખા, સંગ્રામમાં દુર્વાર એવાં ભયંકર ખગેને મ્યાનમાંથી ખેંચે છે, કેટલાક યમના નાના ભાઈ હોય એવા દંડેને ધારણ કરે છે, કેટલાક આકાશમાં કેતુની જેવા ભાલાઓને નચાવે છે, કેટલાક યુદ્ધજ •ઉત્સવમાં આમંત્રિત યમરાજાની પ્રીતિ સંપાદન કરવા
Page #331
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
માટે શત્રુઓને શૂળી ઉપર ચઢાવવા માટે શૂળને ધારણ કરે છે, કેટલાક શત્રુરૂપી ચકલાઓના સમૂહના પ્રાણ હરનાર બાજ પક્ષીની જેવા લેહશલ્યને હાથમાં સ્થાપન કરે છે, બીજા નભસ્તળમાંથી તારાઓના સમૂહને પાડવા માટે ઇચ્છતા હોય તેમ દઢ હસ્ત વડે મુદ્દેગરેને એકદમ ગ્રહણ કરે છે, બીજા પણ સંગ્રામ કરવાની ઈચ્છા વડે વિવિધ શસ્ત્રોને ધારણ કરે છે, વિષ વિના સર્પ ન હોય. તેમ ત્યાં શસ્ત્ર વિના કોઈ પણ ન હતે.
હવે એક સમયે એક આત્માની જેમ યુદ્ધના રસની લાલસાવાળા તે સર્વ ભરતના સૈન્યને ઉદ્દેશીને દેડે છે.
તે મ્લેચ્છો ઉત્પાત મેઘ જેમ કરાઓને વરસાવે તેમ શસ્ત્રોને વરસાવતા વેગ વડે ભરતને અગ્રસૈન્ય સાથે યુદ્ધ. કરે છે.
તે વખતે જાણે ભૂમિના મધ્યમાંથી, જાણે દિશાઓના મુખમાંથી, જાણે આકાશમાંથી પડતાં હોય તેમ બ્લેચ્છોથી ચારે તરફથી શસ્ત્રો વડે છે. તે વખતે તે કિરાતેનાં બાણથી, દુર્જનનાં વચનોની જેમ ભરતરાજાની સેનામાં કોઈ ન ભેદાયું હોય તેમ ન હતું. ફેરછના. સૈન્ય વડે ખસેડાયેલા ભરતેશ્વરના પુરોગામી અશ્વો સમુદ્રની ભરતીથી નદીમુખના તરંગેની જેમ પાછા ફરે છે, સ્વેચ્છરૂપી સિંહે તીક્ષણ બાણરૂપી નખ વડે હણતે છતે વિરસ શબ્દ કરતા ચક્રવતિના હાથીઓ ત્રાસ પામે છે, સ્વેચ્છના સુભ વડે પ્રચંડ દંડાયુધ વડે તાડન કરાયેલા
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કલા થો. રાતે અત્યંત
ચક્રવતિના સૈન્ય દંડાની જેમ આળોટતા પડે છે, પ્લે
છના સૈન્ય વડે રાજાની સેનાના રથ ગદાઘાત વડે, વાઘાત વડે પર્વતની જેમ સ્વચ્છેદપણે ભાંગી નખાય છે, તે યુદ્ધરૂપી સમુદ્રમાં તિમિંગલ (મહામસ્ય) જેવા પ્લેચ્છો વડે રાજાની સેનારૂપ નક (મસ્ય)નો સમૂહ ગ્રસ્ત-ત્રસ્ત થો.
હવે અનાથની જેમ પરાજય પામેલા તે સૈન્યને જેતે સુષેણ સેનાપતિ રાજાના આજ્ઞાની જેમ કેપ વડે પ્રેરાયેલે તે ક્ષણવારમાં લાલ નેત્રવાળે, તામ્ર મુખવાળો, મનુષ્યરૂપે અગ્નિ જે જાતે અત્યંત દુઃખે કરીને જોઈ શકાય તેવો થશે. રાક્ષસરાજની જેમ સમસ્ત પર સૈનિકેને ખાઈ જવા માટે સુષેણ સેનાપતિ જાતે બખ્તર ‘ધારણ કરનાર થશે.
તે વખતે ઉત્સાહથી પ્રફુલ્લિત થયેલ દેહ વડે અતિગાઢપણને પામેલું સેનાપતિનું તે સુવર્ણમય કવચ (બખ્તર) બીજી ત્વચા હોય એવું શોભે છે.
સેનાપતિના અશ્વનું વર્ણન તે સેનાપતિ ઊંચાઈમાં એંશી આંગળ, વિસ્તારમાં નવાણું આંગળ, લંબાઈમાં એકસો આઠ આંગળ, બત્રીશ આગળ ઊંચા, નિરંતર ઉન્નત મસ્તકવાળા, ચાર આંગળ કાનવાળા, વીશ આંગળ બાહુ (આગળના પત્ર)વાળા, સેળ આંગળની જઘાવાળા, ચાર આંગળ જાનુવાળા, ચાર આંગળ ઊંચી ખરીવાળા, ગેળ વળેલો છે મધ્યભાગ
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રી
ક્ષભનાથ ચરિત્ર
જેને એવા, વિશાળ માપવાળી નમેલી પ્રસન્ન પીઠ વડે શેભતા, રેશમના તાંતણાની જેમ કોમળ રૂવાંટીથી યુક્ત, પ્રશસ્ત બાર આવર્તવાળા, શુદ્ધ લક્ષણોથી લક્ષિત, ઉત્તમ જાતિવાળા, યૌવનવયને પામેલા, શુકનાં પીછાં જેવી લીલી કાંતિવાળા, ચાબૂકના પ્રહારથી રહિત, સ્વામીના ચિત્ત પ્રમાણે ગમન કરનાર, રત્ન અને સુવર્ણમય લગામના બહાનાથી લક્ષ્મીના બાહુ વડે આશ્લેષ કરાયેલ હોય એવા, મધુર અવાજ કરતી સુવર્ણમય ઘુઘરીઓના સમૂહવડે, મધ્યભાગમાં ઝણઝણ અવાજ કરતા છે ભ્રમરો જેમા એવા, કમળાની માળા વડે પૂજન કરાતા હોય એવા, પાંચ વર્ણના મણિઓથી મિશ્ર સુવર્ણના અલંકારનાં કિરણો વડે અનુપમ રૂપવાળી પતાકાઓથી અંકિત હોય એવા સુંદર મુખવાળા, ભૌમગ્રહથી અંકિત આકાશની જેમ સુવર્ણકમળના તિલકવાળા, ચામરની શોભાના બહાનાથી બીજા કાનને ધારણ કરતો હોય એવા, ચક્રવર્તિને પુણ્ય વડે ખેંચાયેલા ઈંદ્રના વાહનની જેવા, લાલન કરવાથી પડતા વક ચરણોને મૂતા, અન્યરૂપે ગરુડ હોય એવા, મૂર્તિમંત પવનની જેવા ક્ષણવારમાં સે જન ઉલ્લંઘન કરવામાં જેવાયું છે પરાક્રમ જેનું એવા, કાદવ-પાણીપથ્થર-કાંકરા–ખાડા આદિ વિષમ પ્રદેશથી અને મહાસ્થલી–પર્વત-ગુફા-દુર્ગ આદિ સ્થળમાંથી ઉતારવામાં સમર્થ, કાંઈક પૃથ્વી ઉપર લાગેલા ચરણ વડે આકાશમાં ઊડતા હોય એવા, બુદ્ધિમંત, વિનીત, પંચધારા વડે શ્રમને જીતનારા, કમળ સરખા સુગંધી શ્વાસવાળા,
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાક્ષાત્ ય હોય એવા કમલાપીઠ નામના શ્રેષ્ઠ અશ્વ ઉપર ચઢે છે.
તે પછી તે સેનાપતિ લંબાઈમાં પચાસ આંગળ, વિસ્તારમાં સોળ આંગળ, જાડાઈમાં અર્ધ આંગળ, સુવર્ણ રનમય સૂર (ખગમુષ્ટિ)વાળા, છેડી દીધી છે કાંચળી જેણે એવા સર્ષની જેમ મ્યાનમાંથી નીકળેલા, તીણ ધારવાળા, બીજા વજની જેમ અતિદઢ, વિચિત્ર પુષ્કરની પંક્તિ વડે ફુટ વર્ષોથી શોભતા, યમરાજાના પત્રની જેમ શત્રુને ક્ષય કરનારા ખડૂગરત્નને ગ્રહણ કરે છે. તે ખડૂગરત્ન વડે તે સેનાપતિ ઉત્પન્ન થઈ પાંખ જેને એવા નાગરાજની જેમ, બખ્તરધારી સિંહની જેમ થ.
તે પછી સેનાપતિ આકાશમાં વીજળીના દંડની જેમ તલવારને ભમાવતો યુદ્ધમાં કુશળ શ્રેષ્ઠ અશ્વને પ્રેરણું કરે છે, જલકાંતામણિ જેમ પાને ફાડી નાંખે તેમ શત્રુના સૈન્યને ફાડી નાખતે એ તે, તે અશ્વ સાથે સમરાંગણમાં પ્રવેશ કરે છે.
તે પછી સુષેણ સેનાપતિ વડે હણાતા કેટલાક શત્રુઓ હરણની જેમ ત્રાસ પામે છે, કેટલાક સસલાની જેમ પડી જઈને નેત્રો મીંચીને રહે છે, બીજા ખેદ પામેલા, રુંધાઈ ગયેલ છાતીવાળાની જેમ ઊભા રહે છે. બીજા વાંદરાઓની જેમ વિષમ સ્થાનમાં ચઢી જાય છે.
કેટલાકનાં શો વૃક્ષના પાંદડાની જેમ પડે છે, કેટલાકનાં છત્રો કીર્તાિની જેમ પડે છે, કેટલાકના ઘોડા
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
મંત્રથી થંભી ગયેલા સર્ષની જેમ ઉભા રહે છે, કેટલાકના રથે માટીના બનાવેલા હોય તેમ ભાંગી જાય છે, કેટલાક પિતાના માણસને પણ અપરિચિતની માફક જેતા નથી, પિત–પિતાના પ્રાણને લઈને સવ પ્લેચ્છો દરેક દિશામાં નાસે છે. આ પ્રમાણે પાણીના પૂરથી વૃક્ષોની જેમ સુષેણ સેનાપતિથી ભાગેલા તેજ વગરના તે ઘણા એજન સુધી દૂર ચાલી જાય છે,
તેઓ કાગડાની જેમ એક ઠેકાણે ભેગા થઈને ક્ષણવાર વિચારણા કરીને દુઃખી માણસ જેમ માતા પાસે જાય તેમ તેઓ સિંધુ મહાનદી પાસે જાય છે. તે નદીના ધૂલીમય કિનારાને વિષે મૃતકનાન માટે તૈયાર થયા હોય તેમ તેઓ ભેગા મળીને રેતીના સમૂહ વડે પથારી કરીને બેસે છે.
નગ્નપણે ઊભેલા એવા તેઓ ઊંચા મુખ રાખી પિતાના કુળદેવતા મેઘમુખ વગેરે નાગકુમાર દેવને ચિત્તમાં કરીને અઠમ તપ કરે છે.
અઠમતપને અંતે ચક્રવતિના તેજના ભયથી જાણે નાગકુમાર દેવોનાં આસને કંપે છે, તેઓ અવધિજ્ઞાનથી તેવી રીતે રહેલા દુખિત સ્વેચ્છને જોઈને, તેઓના દુઃખ વડે પિતાની જેમ દુઃખ પામેલા ત્યાં આવીને તેઓએ આગળ પ્રકટ થાય છે. “અરે! તમારા ચિત્તમાં હમણાં કયે અર્થ ઇચ્છા છે, તે કહે.” આ પ્રમાણે આકાશમાં રહી તે દેવે કિરાને કહે છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯૭
આકાશમાં રહેલા મેઘમુખ નાગકુમાર દેવાને જોઇને અત્યંત વૃષિત થયા હાય તેમ કપાળને વિષે રચી છે અંજલિ જેણે એવા તેઓ કહે છે કે- પૂર્વે આક્રમણ નહી' પામેલા અમારા દેશમાં હમણાં કોઈક આળ્યેા છે, જેવી રીતે ચાલ્યેા જાય તેમ કરે.
તે મેઘમુખ દેવા આ પ્રમાણે કહે છે—મહેન્દ્રની જેમ દેવ-અસુર અને રાજાએથી પણ ન જીતી શકાય એવા આ ભરત ચદ્નતિ છે, ટાંકણાઓને પતના પથ્થરની જેમ પૃથ્વીતળમાં ચક્રવતિ` મ`ત્ર-તંત્ર-વિષ-શસ્ત્ર-અગ્નિ વિદ્યા આદિને અગેાચર હાય છે, તેા પણ તમારા અનુરાધ વડે અમે એને ઉપસર્ગ કરશું', એ પ્રમાણે કહીને તેએ અદૃશ્ય થયા.
♦
તે જ ક્ષણે કાજળ જેવા શ્યામવણુ વાળા મેઘા, ભૂમિતળ ઉપરથી ઊડીને સમુદ્રો જાણે આકાશને ભરી દેતા હેાય એવા થાય છે, તે મેઘા વીજળીરૂપ તર્જની આંગળી વડે જાણે ચક્રવતિની સેનાને તર્જના કરે છે. મોટા ગજારવ વડે વારવાર આક્રોશ કરતા હાય એવા જણાય છે; તે જ વખતે તે મેઘા રાજાની છાવણીને ચૂર્ણ કરવા માટે, તેટલા પ્રમાણવાળી તૈયાર કરેલી વજ્રશિલા સરખા ઉપર રહે છે, તે લેાહના અગ્રભાગ જેવી, ખાણુ જેવી, દંડ જેવી જલધારા વડે ત્યાં વરસવા લાગે છે, ચારે તરફથી મેઘના પાણીથી પૃથ્વીતળ પુરાઈ જવાથી રથા હાડીની જેવા, અને હાથી વગેરે મગર જેવા દેખાય
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રી ઋષભનાથ ચસ્ત્રિ
છે, કાલરાત્રિ જેવા સ્કુરાયમાન તે મેઘના અંધકાર વડે સૂર્ય કેઈ ઠેકાણે ચાવી ગો હેય તેમ અને પર્વત નાશ પામ્યા હોય તેમ થયું.
તે વખતે પૃથ્વીતળમાં એક અંધકારપણું અને એક જળભાવ એ બંને ધર્મો એકી સાથે થયા.
ચક્રવતી પણ અનિષ્ટ આપનારી ઉત્કૃષ્ટ વૃષ્ટિને જોઈને પોતાના હસ્ત વડે પ્રિય ભૂત્યની જેમ ચર્મરત્નને સ્પર્શ કરે છે, ચકવતિના હસ્ત વડે સ્પર્શ કરાયેલ તે ચર્મરત્ન ઉત્તરદિશાના પવનથી મેઘની જેમ બાર એજન વૃદ્ધિ પામ્યું. સમુદ્રની મધ્યના ભૂતલની જેમ પાણી ઉપર રહેલા તે ચર્મરત્ન ઉપર ચઢીને રૌજસહિત રાજા રહે છે.
તે વખતે પરવાળા વડે ક્ષીરસમુદ્રની જેમ અતિસુંદર નવાણું હજાર સુવર્ણની સળીઓથી સુશોભિત, નાળ વડે કમળની જેવા ત્રણ–ચંથિ વગરના સરપણાથી શેભતા સુવર્ણદંડ વડે શોભતા, જળ-તપ-વાયુ-અને ધૂળથી રક્ષણ કરવામાં સમર્થ એવા છત્રને પૃથ્વીપતિ હાથ વડે સ્પર્શ કરે છે, અને તે પણ ચર્મરત્નની જેમ વધે છે.
તે વખતે છત્ર અને ચર્મરત્નને સંપુટ, તરતા. ઈંડાની જેમ શેભે છે, ત્યારથી માંડીને લેકમાં બ્રહ્માંડમાં પ્રમાણે કલ્પના થઈ.
ગૃહિરનના પ્રભાવથી સુક્ષેત્રની જેમ ચર્મરત્નમાં પ્રાતઃકાળે વાવેલાં ધાન્ય સાંજે ઉત્પન્ન થાય છે તેમજ
Page #338
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯૯
પ્રભાતે વાવેલા કુષ્માંડ (હળા) પાલખ અને મૂળા વગેરે દિવસને અંતે ઉત્પન્ન થાય છે. દિવસની શરૂઆતમાં વાવેલા આંબા–કેળા વગેરે ફળ વૃક્ષે, મહાપુરુષના પ્રારંભની જેમ દિવસને અંતે ફળે છે. ત્યાં રહેલા હર્ષિત લેકે આ ધાન્ય–શાક અને ફળે ખાય છે. ઉદ્યાનકીડા માટે ગયેલા મનુષ્યની જેમ સૈન્યના પરિશ્રમને જાણતા નથી. આ પ્રમાણે ભરતરાજા પરિવાર સહિત પિતાના પ્રાસાદમાં રહ્યો હોય તેમ ત્યાં ચર્મરત્ન અને છત્રરત્નની મધ્યમાં સ્વસ્થ રહે છે.
તે વખતે ત્યાં કલ્પાંતકાળની જેવા નિરંતર વરસતા તે નાગકુમારદેવને સાત અહોરાત્ર થયા. - “આ કયા પાપી મને આવા પ્રકારનો ઉપદ્રવ કરવા તૈયાર થયા છે એ પ્રમાણે ભરતરાજાને ભાવ જાણુને, હવે તે સદા પાસે રહેનારા સેળ હજાર યક્ષો સન્નદ્ધ, બાંધ્યાં છે ભાથાં જેણે એવા, દેરી ઉપર ધનુષ્ય ચઢાવી ક્રોધરૂપી અગ્નિ વડે ચારે તરફથી સર્વને બાળી નાંખવા ઈચ્છતા હોય તેમ આવીને મેઘમુખ નાગકુમારને આ પ્રમાણે કહે છે–અરે વરાકે! જડની જેમ તમે પૃથ્વીપતિ ચક્રવતિ ભરતેશ્વરને શું જાણતા નથી ? વિશ્વમાં અજેય આ રાજા ઉપર આ તમારે આરંભ, મહાપર્વતને વિષે હાથીના દાંત પ્રહારની જેમ તમારી જ વિપત્તિને માટે થશે. આમ હોવા છતાં પણ માંકડની જેમ જલદી ચાલ્યા જાઓ, અન્યથા તમારું અત્યંત પૂર્વે ન જવાયેલ અપમૃત્યુ થશે.
Page #339
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે તે યક્ષેાનુ' વચન સાંભળીને અત્યંત્ વ્યાકુળ તે મેઘમુખ દેવા ઈંદ્રજાલિક જેમ ઈંદ્રજાળને સ’હરી લે તેમ ક્ષણવારમાં તે મેઘજાળને સ’હરી લીધી, અને તે પછી તે મેઘમુખ દેવા કરાતા પાસે આવીને કહે છે કે- ‘તમે જઈ ને ભરતરાજાનુ' શરણ સ્વીકારે.’
૩૦૦
તે પછી તેઓનું વચન સાંભળવાથી હતાશ થયેલા તે મ્લેચ્છે, નથી ખીજાનુ શરણુ જેને એવા તે શરણ કરવા લાયક ભરતેશ્વર પાસે શરણ માટે જઈ ને સર્પની ફણામિણ જેવા એક તરફ ઢગલા કરેલા મણિએ, મેરુના અંતઃસાર હેાય એવા સુદર સુવણ ના ઢગ, અન્ધ રત્નના પ્રતિબિ’બ હોય એવા લાખા અશ્વો ભેટણામાં આપે છે, નમસ્કાર કરી, મસ્તકે એ હાથ જોડી તે બીઆના સહેાદર હાય એવા મિષ્ટ વચનથી ગર્ભિત વાણી વડે માટેથી ભરત ચક્રવતિને કહે છે :
विजएस जगन्नाह ! पयं डाखंडविकम ! । आखडला इवासि तु छक्ख डखाणिमंडले ||
હે જગતના નાથ ! હે પ્રચ`ડ અખંડ પરાક્રમવાળા ! તમે વિજય પામે. તમે છ ખંડ પૃથ્વીમંડળને વિષે ઇંદ્ર જેવા છે.
હે રાજન! અમારી ભૂમિના ગઢ સરખા વૈતાઢચ પર્વતની ગુફાના દ્વારને તમારા વિના ઉઘાડવા માટે કાણુ સમ છે ? આકાશમાં જ્યેાતિષચક્રની જેમ પાણી
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૦૧
ઉપર છાવણીને ધારણ કરવા તમારા સિવાય બીજો કેણ સમર્થ છે? આ પ્રમાણે અત્યંત અદ્દભુત શક્તિના સ્વામી ! તમે સુર-અસુરોને પણ અજેય છે, એમ અમે જાણ્યું છે. અમારા અજ્ઞાનથી થયેલા અપરાધને ક્ષમા કરે.. હમણાં અમારી પીઠ ઉપર નવા જીવનની જેમ હાથ આપે. હે નાથ ! હવે પછી અમે તમારી આજ્ઞામાં વશવત અહીં રહીશું. - કૃત્યને જાણનારા ભરતરાજાએ પણ તે સ્વેચ્છને સ્વાધીન કરી, સત્કારીને વિસર્જન કર્યા. “ખરેખર! ઉત્તમ. પુરુષોનો ક્રોધ પ્રણામના અંતવાળો હોય છે.”
હવે સુણ સેનાપતિ રાજાની આજ્ઞાથી પર્વત અને સમુદ્રની મર્યાદાવાળા સિંધુનદીના ઉત્તર નિષ્ફટને સાધવા માટે આવે છે. રાજા પોતાના આર્યલોકેના સંગમ વડે અનાર્યોને પણ આર્યપણે કરવા ઈચ્છતો હોય તેમ ભેગોને. ભેગવતે ઘણા વખત સુધી ત્યાં રહે છે.
અન્યદા દિશાઓના વિજયમાં સાક્ષીભૂત કાંતિથી શોભતું ચકરત્ન આયુધ શાળામાંથી નીકળે છે. ચુલહિમવંત પર્વત તરફ પૂર્વ દિશાના માર્ગે જતા ચકરત્નના માર્ગ વડે, નીકના પ્રવાહની જેમ રાજા જાય છે. કેટલાક પ્રયાણ વડે કીડા વડે ગજેન્દ્રની માફક જતો રાજા ચુલહિમવંત પર્વતના દક્ષિણ નિતંબ ભાગ પાસે પહોંચે છે. - રાજા ભેજવૃક્ષ-તગર-દેવદારૂના વનથી વ્યાપ્ત છે
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૦૨.
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્થાનમાં મહેન્દ્ર જેમ પંડકવનમાં રહે તેમ ત્યાં છાવણી સ્થાપે છે. ત્યાં શ્રી ઋષભનંદન ચુલ્લ–હિમવંતગિરિકુમારને ઉદ્દેશીને અઠમતપ કરે છે. કાર્યસિદ્ધિમાં તપ એ પ્રથમ મંગળ છે.”
તે પછી અઠતપને અંતે પ્રાતઃકાળને વિષે સૂર્યની જેમ મહાતેજસ્વી રાજા રથમાં ચઢી છાવણીરૂપી સમુદ્રમાંથી નીકળે છે. રાજાઓમાં પ્રથમ એ તે વેગ વડે જઈને હિમવંતગિરિને રથના અગ્ર ભાગ વડે ત્રણ વખત તાડન કરે છે. હવે બૈશાખસ્થાને રહેલે રાજા હિમવંતગિરિકુમારની ઉપર પિતાના નામથી અંકિત બાણ મોકલે છે.
હિમવંતગિરિમાર દેવને વિજય અને ઋષભકૂટ ઉપર
' નામનું આલેખન તે બાણ પક્ષીની જેમ આકાશ વડે તેર જન સુધી જઈને હિમવંતગિરિમારની આગળ પડે છે. તે દેવ અંકુશને જોઈને હાથીની જેમ તે બાણને જોઈને તત્કાલ કેપ વડે લાલ નેત્રવાળે થયે. હાથ વડે તે બાણને લઈને તેને વિષે નામાક્ષર જોઈને સપને જોવાથી દીપકની જેમ શાંત થઈ જાય છે. તે પછી પ્રધાન-પુરુષની જેવા રાજાના તે બાણની સાથે ભેટણ લઈને ભરતરાજા પાસે આવે છે.
હવે તે આકાશમાં રહેલે જય જય એ પ્રમાણે બોલીને ભરતરાજાને તે બાણ, કઠંડકાર (બાણ બનાવનાર)ની
Page #342
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભાથ ચરિત્ર,
૩૩ જેમ આપે છે, તે પછી તે કલ્પવૃક્ષની પુષ્પમાળા, શીર્ષચંદન, સવોષધિ અને સર્વશ્રેષ્ઠ પદ્મદ્રહનું જળ ભરતરાજાને આપે છે. ફરીથી તે ભેટણના બહાનાથી દંડમાં કડાં, બાહુરક્ષક, અને દેવદૂષ્યવરે આપે છે. તે પછી તે સ્વામી! ઉત્તર દિશાના છેડે તમારા સેવકની જેમ હું રહીશ, એ કહીને વિરામ પામેલા તેને સત્કાર કરીને રાજાએ વિસર્જન કરે તે પોતાના સ્થાને જાય છે,
ભરતરાજા તે પર્વતના શિખર જેવા શત્રુઓના મનોરથની જેમ રથને પાછો વાળે છે.
તે પછી શ્રી ઋષભસ્વામીને પુત્ર ઋષભકૂટ પર્વત પાસે જઈને રથના શીર્ષ વડે ત્રણ વખત તે પર્વતને ગજેન્દ્ર જેમ દાંત વડે પ્રહાર કરે તેમ પ્રહાર કરે છે. ત્યાં રાજા રથને સ્થાપન કરીને હાથ વડે કાકિણીરત્નને ગ્રહણ કરે છે. તે પર્વતના પૂર્વકટકને વિષે કાકિણીરત્ન વડે “આ અવસર્પિણીના ત્રીજા આરાને અંતે હું ભરત ચક્રવતિ છું” એ પ્રમાણે અક્ષરે લખે છે. ત્યાંથી પાછા ફરીને સદાચારી તે પોતાની છાવણુમાં આવે છે અને અઠમતપનું પારણું કરે છે, તે પછી રાજા ચુલ્લહિમવંતગિરિકુમારદેવને ચક્રવતિની સંપદાને અનુરૂપ અષ્ટાદ્વિકા મહત્સવ કરે છે.
ગંગ–સિંધુ મહાનદીના વચ્ચેના પૃથ્વીતળમાં ન સમાતા, આકાશમાં કુદકા મારતા અો વડે, સૌન્યના ભારથી આક્રાંત થયેલી પૃથ્વીને સિંચન કરવાને ઈચ્છતા
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
હાય તેમ મમ્રજળના પ્રવાહને ઝરતા એવા ગંધહસ્તિ વડે, પ્રચ’ડ ચક્રધારાની રેખા વડે પૃથ્વીને સીમંત વડે અલ’કૃત કરતા હાય એવા ઉત્તમ રથ વડે પૃથ્વીતળમાં ફેલાતા અદ્વિતીય પરાક્રમ વડે મનુષ્યમય દેખાડતા હાય એવા ફ્રોડોની સંખ્યાવાળા પાયદળ વડે અનુગમન કરાતા, જાતિવ ́ત હાથીની જેમ ચક્રરત્નને અનુસરતા ચક્રવત જતાં જતાં વૈતાઢચપત પાસે પહોંચે છે.
નમિ-વિનમિ વિદ્યાધરોને જીતવુ
તે પછી નમિ–વિનમિ વિદ્યાધરપતિ તરફ રાજા દંડને માગનારુ અણુ મેાકલે છે. તે વિદ્યાધરપતિએ તે ખાણને જોઈ ને કાપાપથી યુક્ત પરસ્પર આ પ્રમાણે
વિચારે છે.
આજ મૂઠ્ઠીપના આ ભરતક્ષેત્રમાં હમણાં આ ભરત પ્રથમ ચક્રવર્તિ ઉત્પન્ન થયેા છે. તે ૠષભકૂટ પત ઉપર જાતે ચંદ્રષિ’અ સરખા પેાતાના નામને લખીને ત્યાંથી પાછા ફરી અહી આવ્યે છે. હાથીના આરાહકની જેમ આ બૈતાઢચપ તની પાસે નિવાસ કરી તે બહુબળથી ગતિ થયેા છે, તેથી તે જયના અભિમાનવાળા થઈ આપણી પાસેથી પણ દંડ લેવા ઇચ્છતા આ પ્રકટ ખાણુ આપણી ઉપર ફૂં કર્યું છે એમ હું માનુ છું. આ પ્રમાણે તેઓ પરસ્પર કહીને, ઊઠીને યુદ્ધ કરવા માટે પોતાના સૈન્ય વડે પતના શિખરને ઢાંકી દેતા નીકળે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૦૫
હવે સૌધપતિ અને ઈશાનપતિના દેવસૈન્યની જેમ તે નમિ વિનમિની આજ્ઞા વડે વિદ્યાધરાનાં સૈન્યા આવે છે. તેના મોટા કિલકિલ શબ્દ વડે બૈતાઢચપ ત ચારે તરફથી હસતા હોય તેમ, ગના કરતા હોય તેમ, કુટતા હાય એમ લાગે છે. વિદ્યાધરેન્દ્રના સેવકે બૈતાઢચની ગુઢ્ઢાની જેમ સુવ`મય વિશાળ દુંદુભિ વગાડે છે, ઉત્તર દક્ષિણ શ્રેણિના ભૂમિ—ગ્રામ અને નગરના અધિપતિઆ વિચિત્ર રત્નના આભરણવાળા રત્નાકરના પુત્રની જેમ, અસ્ખલિત ગતિવાળા આકાશમાં ગરુડની જેમ નમિ—વિનમિની સાથે તેએની અપર મૂર્તિ હાય એવા ચાલે છે.
કેટલાક માણિકચની પ્રભાથી પ્રકાશિત કર્યા છે દિશાએનાં મુખ જેણે એવાં વિમાના વડે વૈમાનિકદેવાથી નથી દેખાતા ભેદ જેનેા એવા જાય છે, ખીજા જળકણની વૃષ્ટિ કરતા પુષ્કરાવત મેઘ સરખા ગર્જના કરતા ગંધહસ્તિ વડે જાય છે, કેટલાક ચંદ્ર-સૂર્ય વગેરે જયાતિષીઓના આંચકી લીધેલા હાય એવા સુવણૅ રત્નથી રચિત રચે વડે ચાલે છે. કેટલાક આકાશમાં સુંદર રીતે ચાલતા વેગના અતિશય વડે નીકળે છે. કેટલાક શસ્ત્રના સમૂહથી વ્યાકુળ છે હાથ જેના, વજ્રના અખ્તરને ધારણ કરનારા, વાનરની જેમ કૂદકા મારતા પગે ચાલતા જાય છે. વિદ્યાધરાની સેનાથી
હવે તે નમિ અને વિનમિ
ts. ૨૦
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
પરિવરેલા, બખ્તર ધારણ કરેલા, યુદ્ધ કરવાને ઈચ્છતા વૈતાઢય પર્વત ઉપરથી ઉતરીને ભરતરાજા પાસે આવે છે.
મણિમય વિમાને વડે આકાશને ઘણું સૂર્યમય કરતા હોય તેમ, પ્રજવલિત હથિયાર વડે વીજળીની માળામય કરતા હોય તેમ, પ્રચંડ દુંદુભિના શબ્દ વડે મેઘના શબ્દમય કરતા હોય તેમ વિદ્યાધરના સૈન્યને આકાશમાં ભરત જુએ છે. - તે પછી અરે દંડાર્થિન ! અમારી પાસેથી તું દંડ લેવા ઈચ્છે છે? એ પ્રમાણે બોલતા, વિદ્યા વડે ઉન્મત્ત એવા તે બને ભરતરાજાને યુદ્ધ માટે આહ્વાન કરે છે.
હવે તે ભરતરાજા સૈન્ય સહિત તેઓ સાથે, એકેકની સાથે અને બંનેની સાથે વિવિધ યુદ્ધો વડે યુદ્ધ કરે છે. “કારણ કે જયલક્ષ્મી ખરેખર યુદ્ધ વડે મેળવી શકાય છે.”
આ પ્રમાણે બાર વર્ષ સંગ્રામ કરવા વડે જીતાયેલા એવા તે વિદ્યાધરપતિઓ બે હાથ જોડી, નમસ્કાર કરીને ભરતરાજાને કહે છે —
आइच्चोवरि को तेओ ? वाउस्सोवरि को जवी । मोक्खस्सोवरि किं सोक्ख, को य सूरो तुमोवरि ॥
સૂર્ય કરતાં કણ તેજસ્વી છે? વાયુ કરતાં કે વેગવાળે છે, મોક્ષથી ઉપર કયું સુખ છે? તમારા કરતાં કેણ શૂરવીર છે?
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હos
હે ઝષભનંદન ! તમને જોવાથી સાક્ષાત આજે અષભ ભગવંતને જોયા. અજ્ઞાનથી અમે તમારી સાથે જે યુદ્ધ કર્યું, તે હે સ્વામી ! ક્ષમા કરે. પહેલા અમે કષભ સ્વામીના સેવક હતા, હમણું તમારા પણ સેવક જ છીએ.
સ્વામીની જેમ સ્વામીના પુત્રને વિષે સેવાની પ્રવૃત્તિ કરવી તે લજજાને માટે ન થાય ” દક્ષિણ અને ઉત્તર ભરતના મધ્યવતિ વૈતાઢય પર્વતના બન્ને પડખે, તમારા આજ્ઞા વડે અહીં દુર્ગપાલની જેમ અમે. રહીશું, આ પ્રમાણે કહીને વિનમિ રાજા ઉપહાર આપવાને ઇચ્છતો હોવા છતાં પણ, યાચના કરવા ઈચ્છતો હોય તેમ બે હાથ જોડીને અપ્સરાઓ સાથે લક્ષ્મીની જેવી, નદીઓ સાથે ગંગાની જેવી, ચારે તરફથી હજારે સખીઓથી પરિવરેલી સ્ત્રી રત્ન એવી, સ્થિર થયેલી લક્ષમી જેવી સુભદ્રા નામની પિતાની પુત્રી રાજાને આપે છે.
સ્ત્રીરત્ન તે સ્ત્રી-રત્ન કેવા પ્રકારનું છે? તે આ પ્રમાણે
દોરે માપીને બનાવેલ હોય તેમ સમચતુર આકારવાળું, ઐક્યના મધ્યવતિ માણિજ્યના તેજ પુંજમય હોય એવું, કૃતજ્ઞ સેવકની જેમ સદા યૌવન વડે શોભાવાળા નખ વડે અને કેશ વડે અત્યંત શેભતું, બળને આપનાર દિવ્ય ઔષધિની પિઠે સર્વ રોગને ઉપશમાવનારું, દિવ્ય પાણીની જેમ યથેચ્છ શીત અને ઉણ
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્પર્ધા વાળું, કેશ આદિ ત્રણ સ્થાનામાં શ્યામ, દેહ આદિ ત્રણ સ્થાનમાં શ્વેત, કરતલ આર્દિમાં તામ્ર (લાલ), સ્તન આદિમાં ઉન્નત, નાભિ આદિમાં ગંભીર, નિતંબ આદિમાં વિસ્તાણુ, લોચન આદિમાં દીર્ઘ, ઉત્તર આદિ ત્રણમાં કુશ, કેશપાશ વડે મયૂરાના કલાપને જીતતું, ભાલ વડે અષ્ટમીના ચંદ્રને પરાભવ કરતું, રતિ અને પ્રીતિની ક્રીડા કરવાની વાવ હાય એવાં નેત્રોને ધારણ કરતું, કપાલના લાવણ્યની જળધારા હાય એવી ક્રી નાસિકા વાળું, નવા સુવણૅ ના આરીસાની જેવા ગાલ વડે શેલતું, ખભાને વિષે લાગેલા કણ વડે હિ ંચાળાની જેમ શાલતુ, સાથે ઉત્પન્ન થયેલ બિ’બફળને વિડ’બના કરનારા આબને ધારણ કરતુ, હીરાના કણની શ્રેણી સરખા શાલતા દાંત વડે શાભતું, ઉદરની માફક ત્રણ રેખાથી શેાભિત કડવાળું, કમળનાળ સરખી સરલ અને કમળતંતુની જેમ કામળ હાથને ધારણ કરતુ, કામદેવના કલ્યાણ કળશ જેવા સ્તનને ધારણ કરતુ, નાભિરૂપી વાવડીના કાંઠે ઉગેલ દુર્વાની શ્રેણી જેવી રુવાંટાની શ્રેણીને વહન કરતુ, કામદેવની શય્યાની જેવા નિત ખ ભાગ વડે, તેમજ હી’ડોળાના સુવર્ણ સ્તંભ સરખા સાથળ વડે શેશભતું, જંઘા વડે હિરણીની જ ઘાએને તિરસ્કાર કરતું, હાથની જેમ પગ વડે કમળાને પરાભવ કરતુ', હાથ-પગની અ’ગુલિ રૂપી પુત્ર વડે પલ્લવિત થયેલી વેલડી જેવું પ્રકાશ કરતા નખ, રૂપી રત્ન વડે રત્નાચલની તટી (કિનારી) જેવુ’, વિશાળ સ્વચ્છ કામળ વસ્ત્ર વડે ચાલતા કામળ પવનથી ઉત્પન્ન
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૦૯
થયેલા તરંગે વડે નદીની જેમ શોભતું, નિર્મળ પ્રભાથી તરંગિત મનોરમ અવયવો વડે રત્ન–સુવર્ણમય ભૂષણને પણ સુશોભિત કરતું, પાછળ છાયાની જેમ છત્રધારિણી વડે તેમજ હંસ વડે પદ્મિનીની જેમ સંચરણ કરાતાં ચામર વડે સેવાયેલું, આવા પ્રકારનું સ્ત્રીરત્ન જાણવું.
તેમ જ નમિ વિદ્યાધરેન્દ્ર પણ મહામૂલ્ય રત્નો ભરતચક્રીને આપે છે. “ઘરે સ્વામી આવ્યું છતે ખરેખર મહાત્માઓને શું અદેય હોય? ”
હવે ભરતરાજા વડે વિસર્જન કરાયેલા તે નામ અને વિનમિ વિદ્યાધરેન્દ્રોએ સંસારથી વિરાગ પામી પિત–પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી, ઋષભદેવ સ્વામીના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી.
ગંગાદેવી અને નાયમાલદેવ ઉપર વિજય
તે પછી ચાલતા ચકરત્નની પાછળ જતે ભરતરાજા અત્યંત તેજવાળ, ગંગાનદીના કાંઠે આવે છે. રાજા ગંગાદેવીના ઘરની અત્યંત નજીકમાં નહિ તેમજ અતિદૂર -નહીં એવા સ્થાનમાં રૌોને પડાવ નાંખે છે. સુષેણ સેનાપતિ રાજાના આદેશથી સિંધુની જેમ ગંગાનદીને ઉતરીને ગંગાના ઉત્તર નિકૂટને સાધે છે.
તે પછી તે ચક્રવર્તી અઠમતપ વડે ગંગાદેવીને સાધે છે. “ઉપચાર એ સમર્થ પુરુષને જલદી સિદ્ધિ માટે થાય છે.”
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે ગંગાદેવી ભરતરાજાને બે રત્નના સિંહાસન, એક હજાર અને આઠ રત્નના કુંભ આપે છે. ત્યાં રૂપ અને લાવણ્યથી કામદેવને કિંકર કરનારા ભરતરાજાને જેઈને ગંગા પણ ક્ષોભ પામે છે, મુખરૂપી ચંદ્રને અનુસરનારા દેદીપ્યમાન તારાગણ જેવાં મુક્તામય વિભૂષણે વડે સર્વાગે શોભતી, વસ્રરૂપે પરિણત થયેલ પિતાના . પ્રવાહજળની જેવા કેળના ગર્ભની છાલ સરખાં વસ્ત્રોને ધારણ કરતી, રોમાંચકંચુકથી ઊંચે જતા સ્તનથી તૂટી ગયે છે કંચુક જેને એવી, સ્વયંવરમાળાની જેમ ધવલ દુટિને ફેંકતી, સ્નેહથી ગદ્ગદ વાણી વડે રાજાને ગાઢ પ્રાર્થના કરીને કીડા કરવાને ઈચ્છતી ગંગાદેવી કીડાગૃહમાં લઈ જાય છે.
ત્યાં રાજા ગંગાદેવી સાથે વિવિધ દિવ્ય ભોગોને ભગવતે એક દિવસની જેમ એક હજાર વર્ષ પસાર કરે છે, કેમ કરીને ગંગાને સમજાવીને, અનુજ્ઞા લઈને તે ભરત પ્રબળ રમૈન્ય સાથે ખંડપ્રપાતા ગુફા તરફ ચાલે છે.
હવે બળ વડે અતિમહાબલ એ તે ખંડપ્રપાતા ગુફાથી દૂર સૈન્યને પડાવ નાંખે છે. ત્યાં રાજા નાટમાલદેવને મનમાં કરીને અઠમતપ કરે છે અને તેનું આસન કંપાયમાન થાય છે.
તે દેવ અવધિજ્ઞાનથી ત્યાં આવેલા ભરત ચક્રવતિને જાણીને ભેટશુઓ સાથે આવે છે. છ ખંડ પૃથ્વીના
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧૧ પતિને, ઘણી ભક્તિના સમૂહથી ભરેલે તે દેવ, આભૂષણ આપે છે અને સેવા સ્વીકારે છે.
તે પછી વિવેકવંત રાજા નાટક કરનાર નટની જેવા નાટયમાલદેવને પ્રસાદપૂર્વક વિસર્જન કરે છે. પારણું કરીને તે દેવનો અષ્ટાક્ષિક મહોત્સવ કરે છે. તે પછી સુષેણ સેનાપતિને “ખંડપ્રપાતા ગુફાને ઉઘાડો' એ પ્રમાણે આદેશ કરે છે.
તે પછી સેનાપતિ નાટયમાલ દેવને મંત્રની જેમ મનમાં કરીને પૌષધશાળામાં અઠમતપ કરીને પૌષધ ગ્રહણ કરે છે, અમતપને અંતે પૌષધગૃહમાંથી નીકળીને, પ્રતિષ્ઠામાં આચાર્યની જેમ બલિવિધિ કરે છે, તે પછી કર્યું છે પ્રાયશ્ચિત્તકૌતુકમંગલ જેણે એવો તે મહામૂલ્ય અલ્પવસ્ત્રને ધારણ કરી, તે ધૂપધાણું ધારણ કરતો ખંડપ્રપાતા ગુફા પાસે જાય છે, જેવા માત્રથી નમસ્કાર કરી તેના કમાડની પૂજા કરે છે, તે પછી ત્યાં અષ્ટ મંગલ આલેખે છે.
હવે તે સેનાપતિ કમાડ ઉઘાડવા માટે સાત-આઠ પગલાં ખસીને સુવર્ણમય કુંચી જેવા દંડ રત્નને ગ્રહણ કરે છે, તે દંડરત્ન વડે તાડન કરાયેલ તે બંને કમાડ, સૂર્યના કિરણથી સ્પર્શ કરાયેલ કમળકેશની જેમ ઊઘડે છે. દ્વારદ્દઘાટનના સમાચાર ચકવતિને જણાવે છે.
તે પછી તે ભરતરાજા હાથીના સ્કંધ ઉપર ચઢી હાથીના જમણું કુંભ પ્રદેશ ઉપર મણિરત્નને સ્થાપન
Page #351
--------------------------------------------------------------------------
________________
કાર
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરીને તે ગુફામાં પ્રવેશ કરે છે. સેના વડે અનુસરાતે ભરત અંધકારને નાશ કરવા માટે પૂર્વીની જેમ કાકિણીરત્ન વડે ત્યાં મંડલા આલેખતા જાય છે.
ગુફાની પશ્ચિમ દિશાની ભીતમાંથી નીકળતી પૂર્વદિશાની ભીંતના મધ્યભાગ વડે જઈને બે સખીએ, સખીની જેવી ગ`ગાનદીને મળતી ઉમગ્ના અને નિમગ્ના નામની તે નદીએ પાસે રાજા પહોંચે છે.
પૂર્વાંની જેમ પુલ વડે તે નદીઓને પણ સેના સાથે આળગે છે.
તે પછી તે ગુફાના દક્ષિણ દ્વાર, સૈન્યરૂપી શલ્યથી આતુર થયેલા વૈતાઢ્ય પ ́ત વડે પ્રેરણા પામ્યા હોય તેમ ક્ષણવારમાં પોતાની જાતે જ ઊઘડે છે.
તે પછી રાજા તે ગુફાની મધ્યમાંથી કેસરી (સિ`હ)ની જેમ નીકળીને ગંગાના પશ્ચિમકાંઠે છાવણી સ્થાપે છે.
નવ નિધિ
ત્યાં પૃથ્વીપતિ નવ નિધિઓને ઉદ્દેશીને અટ્ઠમતપ કરે છે. પ્રથમ ઉપાર્જિત કરેલી લબ્ધિઓને પ્રાપ્ત
:
કરવામાં માર્ગ અતાવનાર તપ થાય છે.
અમતપના અંતે પ્રત્યેક એક એક હજાર યક્ષેા વડે અધિષ્ઠિત 'મેશાં પ્રસિદ્ધ એવા તે નવ નિધિએ ભરત પાસે આવે છે, તે આ પ્રમાણે—
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧૩
नेसप्पो अवि पंडुअ-पिंगल-सव्वरयणामया निहिणा । महपोम्म-कालया पुण, महकाला माणवा संखो ॥
નૈસપ, પાંડુક, પિંગલ, સર્વ રત્નમય, મહાપ, કાલ, મહાકાલ, માણવક અને શંખ એ નવ નિધિઓ છે.
તે સર્વ નિધિએ આઠ ચક્ર ઉપર રહેલા, ઊંચાઈમાં આઠ જન, નવ જન વિસ્તારવાળા, લંબાઈમાં બાર ચાજન, શૈડૂર્યમણિના કમાડથી બંધ કરેલ છે મુખ જેના, કાંચનમય, રત્ન ભરેલા, ચંદ્ર અને સૂર્યના ચિહ્નવાળા છે.
તે નિધિઓના નામથી તેના અધિષ્ઠાયક પલ્યોપમના આયુષ્યવાળા નાગકુમાર દેવે તેમાં નિવાસ કરનારા છે.
૧ ત્યાં નૈસર્ષનિધિમાંથી છાવણી, પુર–ગ્રામ- આકર- દ્રોણમુખ– મડંબ અને પાટણની સ્થાપના હોય છે.
૨ પાંડુક નિધિમાંથી માન-ઉન્માન–પ્રમાણુના સર્વ ગણિતની, ધાન્યની તથા બીજેની ઉત્પત્તિ થાય છે.
૩ પિંગલનિધિમાંથી મનુષ્ય–સ્ત્રી-હાથી અને ઘેડાએની સર્વ આભરણ વિધિ જણાય છે.
૪ સર્વરત્નમય નિધિમાં એકે દ્રિય સાત રત્ન અને ૧ જ્યાં જળ-સ્થળ વડે ગમન થાય તે નગરને દ્રોણમુબ કહેવાય. ૨ જ્યાં એક જન સુધી ગામ ન હોય તે સ્થાનને મંડપ કહેવાય.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાત પંચેન્દ્રિય રત્ના ચક્રવર્તિના ઉત્પન્ન થાય છે (= અને લગતી હકીકત હાય છે).
૫ મહાપદ્મનિધિમાંથી સંરચના વિશેષ, અને શુદ્ધ વ યુક્ત વસ્ત્રોની ઉત્પત્તિ થાય છે.
૬. કાલનિધિમાંથી ભૂત-ભવિષ્ય અને વમાન એ ત્રણ કાળનું જ્ઞાન અને કૃષિ વગેરે કમે અને બીજા શિલ્પા પણ હાય છે.
૭ મહાકાલિનધિમાં પરવાળા-રૂપુ -સુવર્ણ –શિલામુક્તાફલ અને લાહ, તેમજ લેાહ આદિની ખાણાની ઉત્પત્તિ હોય છે.
૮ માણવકનિધિમાંથી ચાન્દ્રાએનાં હથિયારો અને અખ્તરાની સ`પદાએ તથા સમસ્ત યુદ્ધનીતિ અને દડ-નીતિ ઉત્પન્ન થાય છે.
૯ શ ́ખ મહાર્નિધિમાંથી ચાર પ્રકારે કાવ્યની ઉત્પત્તિ, નાટચ અને નાટકની વિધિ અને સવ વાજિ ંત્રાની ઉત્પત્તિ થાય છે. ( મતલખ કે આ સર્વ પદાર્થોની ઉત્પત્તિને જણાવનારાં શાસ્ત્રો તે તે પેટીએમાં હાય છે.)
આવા પ્રકારના નવ નિધિએ કહે છે કે હું મહાભાગ ! તમારા પુષ્ચાયથી વશ કરાયેલા અને ગંગાના મુખે માગધતી માં નિવાસ કરનારા તમારી પાસે આવ્યા છીએ. ઇચ્છા મુજબ નિર ંતર અમારે ઉપભોગ કરે અને આપે. કદાચ સમુદ્રમાં જળ ક્ષીણ થાય પણ અમે ક્ષીણ
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧૫
થતા નથી.” આ પ્રમાણે સવ નિધિ વશ પામ્યું છ રાજા અšમતપનું' પારણુ અને તે ફ્રિકા મહાત્સવ કરે છે.
નિધિને અષ્ટા
સુષેણુ સેનાપતિ પણ રાજાની આજ્ઞાથી ગંગાના દક્ષિણ નિષ્કુટને પલ્લીની જેમ ક્રીડામાત્રમાં સ સાધીને આવે છે. ત્યાં રાજા ક્રીડા વડે આક્રાંત કરેલ છે પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને જેણે એવા બીજા વૈતાઢય પર્યંતની જેમ ઘણા કાળ રહે છે.
અયેાધ્યાનગરીમાં પ્રવેશ મહોત્સવ
અન્યદા ભરતરાજાનું ચક્ર સમસ્ત ભરતક્ષેત્રને સાધી આકાશમાં રહેલ અચેાધ્યાની સન્મુખ ચાલે છે, તે વખતે ભરત મહારાજા પણ સ્નાન કરી, પૂજાકમ કરી, ઉત્તમ વસ્ત્ર ધારણ કરી, કયું છે. પ્રાયશ્ચિત્તકૌતુકમંગલ જેણે એવા, ઇંદ્રની જેમ મહાગજેન્દ્રના સ્ક ઉપર ચઢી, કલ્પવૃક્ષની જેમ નવનિધાનાથી પુષ્ટ છે કાશ જેના એવા સુમંગલાદેવીના સ્વપ્નનાં ભિન્ન ભિન્ન ફળની જેવાં ચૌદ મહારત્ના વડે નિરંતર પરિવરેલા, રાજાની કુલલક્ષ્મીની જેમ અનુક્રમે પરણેલી ખત્રીશ હજાર રાજકન્યાએ વડે રિવરેલા, તેમજ જનપદમાં ઉત્પન્ન થયેલી ખીજી અતિ સુંદર અપ્સરા જેવી ખત્રીશ હજાર સુંદરીએથી શેલતે પાયદળની જેમ ખત્રીશ હજાર રાજા, ચારાશી લાખ હાથી ઘેાડા અને રથવડે સંયુક્ત, છન્નુ ક્રોડ સુભટ વડે
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ઢાંકી દીધુ છે પૃથ્વીતળ જેણે એવે, પ્રથમ પ્રયાણના દિવસથી સાઠ હજાર વર્ષ પસાર થયે છતે ચક્રના માર્ગને અનુસરતા ચાલે છે.
સૌન્યની ધૂળના પૂરના સ્પર્શથી ખેચરાને પણ પૃથ્વી ઉપર આળેાટેલાની જેમ મિલન કરતા, સૈન્યના ભારથી પૃથ્વીના ભેદની શ`કા ઉત્પન્ન કરવા વડે ભૂમિના મધ્યભાગમાં રહેનારા વ્યંતરા અને ભવનપતિઓને પણ જાણે ભય પમાડતા, દરેક ગેાકુળમાં વિકસિત નેત્રવાળી ગાવાલણીએના માખણને અમૂલ્ય અની જેમ ભક્તિ વડે ગ્રહણ કરતા, દરેક વનમાં ભિલ્લાના હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલાં મૌક્તિક આદિ ભેટણાંએને ગ્રહણ કરતા, દરેક પ`તે પતવાસી રાજાએએ આગળ મૂકેલા રત્ન અને સુવર્ણની ખાણુની શ્રેષ્ઠ વસ્તુને અનેક વખત સ્વીકારતા, દરેક ગામમાં ઉત્કંઠાવાળા ગામના વૃદ્ધોની ઉપર, મધવની જેમ પ્રસન્નતાપૂર્વક ભેટાં લઈ ને અગર લીધા વગર અનુગ્રહ કરતા, ખેતરાથી ગાયની જેમ, ચારે તરફ ફેલાયેલા પેાતાના સેવકાને પ્રચ’ડ પેાતાની આજ્ઞારૂપી લાકડી વડે ગામેાથી રક્ષતા ( રાકતા ), વાંદરાની જેમ વૃક્ષ ઉપર ચઢેલા ગામડિયાએનાં બાળકોને, પિતા જેમ પુત્રને જુએ તેમ હ સહિત જોતા, સર્વાંદા ઉપદ્રવરહિત ધન-ધાન્ય અને પશુધન વડે ગામેાની સપત્તિને પેાતાની નીતિરૂપી વેલડીના ફળની જેમ જોતા, નદીઓને પકવાળી કરતા, સરાવરાને સુકવતા, વાવ-કૂવાઓને પાતાળના છિદ્ર સરખા કરતા, મલયગિરિના
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧૭
પવનની જેમ લેકેને સુખ આપતે, દુવિનીત શત્રુઓને શિક્ષા કરતે રાજા ધીમે ધીમે તે વિનીતાનગરમાં પહોંચે છે.
રાજા તે નગરીના સહોદરની જેમ અતિથિભૂત છાવણીને અયોધ્યાની સમીપે સ્થાપે છે. તે પછી તે રાજશિરોમણિ તે રાજધાનીને મનમાં કરીને નિરુપસર્ગના કારણભૂત અઠમતપને કરે છે, અઠમતપને અંતે પૌષધશાળામાંથી નીકળીને બીજા રાજાઓ સાથે દિવ્ય રસવતીથી પારણું કરે છે.
અયોધ્યાનગરીમાં પગલે પગલે દિગંતરમાંથી આવેલી લક્ષમીના કીડા કરવાના હિંચકા સરખાં તોરણ બંધાય છે, નગરજને પ્રત્યેક માગે જિનજન્મમહોત્સવમાં ગંધજળની વૃષ્ટિની જેમ કેસરના પાણીથી છાંટણાં કરે છે, આગળ અનેક થઈને આવેલા નિધાનની જેમ સુવર્ણ-: સ્તંભે વડે મેચો બનાવે છે, એક-બીજાની સન્મુખ રહેલા તે મંચ ઉત્તરકુરુમાં રહેલા પાંચ દ્રહની બન્ને બાજુ દશ-દશ કંચનગિરિની જેમ શોભે છે.
દરેક મંચે રત્નમય તારણે ઇંદ્ર-ધનુષ્યની શ્રેણીને પરાભવ કરતાં હોય એવાં છે. વિમાનમાં ગંધર્વસૈન્યની જેમ, મંચાને વિષે ગાયિકાજન વીણ-મૃદંગ આદિ વગાડનારા લોકો સાથે રહે છે. મંચાને વિષે ચંદરવામાં લટકતી મોતીની ઝાલર લક્ષ્મીના વાસગૃહને વિષે કાંતિના ગુચ્છાથી યુક્ત આકાશની જેમ પ્રકાશે છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્રમેાદથી પૂર્ણ નગરદેવીના હ જેવા ચામરો વડે, આકાશમ`ડળના આભૂષણની રચના જેવા ચિત્રકમ વડે, કુતૂહલથી આવેલાં નક્ષત્રોની જેવાં સુવર્ણનાં દપણા વડે, ખેચરાના હસ્તપટ જેવાં અદ્ભુત વસ્રો વડે, લક્ષ્મીદેવીના કંદોરા જેવા વિચિત્ર મણિમાળા વડે ઊંચા કરેલા સ્ત'ભાને વિષે નગરજના હાટની શેશભાને કરે છે.
૩૧૮
નગરજને મધુરનિ કરતા છે સારસે જેમાં એવા શરત્કાળને બતાવતી અવાજ કરતી ઘુઘરીઓની માળાવાળી ધ્વજાઓને ખાંધે છે. દરેક હાટે અને દરેક ઘરે યક્ષક મ ગામય વડે લી પેલા આંગણાઆમાં મેાતીઓના સાથિયા પૂરે છે. અગરુચૂણુ વધુ મેટેથી આકાશને પણ સુગંધી કરવા માટે ધૂપ કરાતી ધૂપઘટીએ પગલે પગલે મૂકે છે.
શુભ ક્ષણે નગરીમાં પ્રવેશને ઇચ્છતા ચંદ્રની જેમ ચક્રવતિ મેઘની જેમ ગર્જના કરતા હાથી ઉપર ચઢે છે.
જે કપૂરના ભ્રૂણ સરખા શ્વેત એક જ શ્વેત છત્ર વર્ડ, ચંદ્રમ’ડળ વડે આકાશની જેમ શાભતા, એ ચામરના બહાનાથી પેાતાના દેહના સકાચ કરીને ભક્તિ વડે સેવાતા, સ્ફટિક પતની શિલા શ્રેષ્ઠ સૂક્ષ્મ રજકણથી અનાવેલા હાય એવાં શ્વેત-નિમલ-સૂક્ષ્મ-કોમળ મજબૂત વસ્ત્રો વડે શેલતા, રત્નપ્રભા પૃથ્વીએ સ્નેહથી આપેલા પેાતાના સારભૂત વિચિત્ર રત્નાલ કારોની જેમ સ` અગને વિષે સમલંકૃત, ફામિણને ધારણ કરનારા નાગકુમારા વડે નાગરાજની જેમ, ધારણ કરેલ છે મણિ–માણિકયના
Page #358
--------------------------------------------------------------------------
________________
શ્રી કષભનાથ ચરિત્ર
મુકુટ જેણે એવા રાજસમુદાય વડે પરિવાર, ગાંધર્વો વડે ચંદ્રની જેમ, હર્ષના સમૂહથી ભરેલા શૈતાલિકનાં વંદે વડે કીર્તન કરાતા છે અદ્ભુત ગુણ જેના એ, મંગલ વાજિંત્રોના અવાજના પ્રતિશબ્દના બહાને આકાશ અને પૃથ્વી વડે અત્યંત કરાવે છે મંગલધ્વનિ જેને, તેજ વડે ઇંદ્ર સરખે, પરાક્રમના ભંડારની જેમ રાજા યત્ન વડે હાથીને કાંઈક પ્રેરણ કરતે ચલાવે છે.
તે વખતે ગગનતળથી ઉતર્યા હોય એવા, પૃથ્વીની મધ્યમાંથી નીકળ્યા હોય એવા, દીર્ઘ સમયે આવેલા રાજાને જોવા માટે અનેક ગામમાંથી લોકસમુદાય આવે છે. રાજાને તે બધી સેના અને ત્યાં રાજાને જોવા માટે આવેલ ભેગે થયેલે સર્વ લોક તે વખતે એક ઠેકાણે સમગ્ર મનુષ્ય લોક એકઠો થયે હોય તેમ લાગે છે.
તે વખતે સોના અને આવેલા લોકોના નિરંતર અવસ્થાન વડે મૂકેલ તલને કણ પણ પૃથ્વીતળ ઉપર પડતું નથી.
વૈતાલિકની માફક હર્ષ વડે તાળી પાડતા કેટલાક લોકે વડે સ્તુતિ કરાતો, ચંચળ ચામરની જેમ વસ્ત્રના છેડા વડે કેટલાક વડે વીંજાતે, કેટલાક વડે સૂર્યની જેમ કપાળે બે હાથ જોડી વંદન કરાતે, માળીની જેમ કેટલાક વડે અપાતા છે ફળ-ફૂલ જેને એ, કેટલાક વડે પોતાના કુળદેવતાની જેમ પ્રણામ કરાતે, ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓની જેમ કેટલાક વડે અપાતી છે આશીષ જેને એવો, તે
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
પૃથ્વી પતિ ભરતરાજા, નાભિનંદન (ઝષભદેવ પ્રભુ) જેમ પૂર્વ દ્વારે સમવસરણમાં પ્રવેશ કરે તેમ, ચાર દ્વારવાળી વિનીતાનગરીમાં પૂર્વ દ્વાર વડે પ્રવેશ કરે છે. તે સમયે લગ્નમાં કરાતા વાજિંત્રના નાદની જેમ એકી સાથે દરેક મંચમાં સંગીત થાય છે, આગળ રાજા જતે છતે, રાજમાર્ગની દુકાને રહેલ નગરની સ્ત્રીએ દષ્ટિની જેમ લાજ(શેકેલ ચેખા)ને નાંખે છે. નગરજને વડે ફેંકાયેલી પુષ્પમાળાઓ વડે ચારે તરફથી ઢંકાયેલે ભરતરાજાનો હાથી પુષ્પના રથમય થશે. વળી તે રાજા ઉત્કંઠિત લકોની અમંદ ઉત્કંઠા વડે રાજમાર્ગમાં ધીમે ધીમે જાય છે, નગરજને પણ ગજેદ્રના ભયને નહીં ગણાતા, ભરતરાજાની પાસે આવીને રાજાને ફળ વગેરે આપે છે. ખરેખર હર્ષ એ બળવાન છે.”
રાજા હાથીના કુંભસ્થળના મધ્યમાં અંકુશ વડે તાડન કરતે દરેક મંચની વચ્ચે હાથીને સ્થિર કરે છે. તે વખતે બંને પડખે મંચની આગળ ઊભેલી નગરની શ્રેષ્ઠ સ્ત્રીઓ એકી સાથે કપૂર વડે આરતી કરે છે. તે વખતે રાજા બને પડખે ભ્રમણ કરતી દેદીપ્યમાન આરતીવાળે અને પડખે રહેલા સૂર્ય—ચંદ્રવાળા મેરુ પર્વતની શેભાને ધારણ કરે છે.
અક્ષતપાત્રની જેમ મેતીએ વડે ભરેલાં પૂર્ણ પાત્રો ઉપાડીને દુકાન આગળ ઊભેલા વ્યાખરીઓને જાણે તે દષ્ટિ વડે આલિંગન કરે છે. પાર્ગની નજીકના પ્રાસાદને
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૨૧
વિષે દરવાજે ઊભેલી કુલાંગનાઓનાં મંગળાને તે રાજા પોતાની બહેનેાની જેમ અંગીકાર કરે છે. જોવાને ઈચ્છતા, એક–બીજાના સ`ઘષથી પીલાતા, નજીક રહેલા લેાકેાને, ઊંચા કર્યો છે અભયને આપનારી હાથ જેણે એવા રાજા વેત્રીજનાથી રક્ષણ કરે છે.
આ પ્રમાણે જતા રાજા રાજમદિરની અગ્રભૂમિમાં અન્ને પડખે મેટેથી ખધેલા રાજ્યલક્ષ્મીના ક્રીડા પર્વતની જેવા મઢોન્મત્ત હાથીએ વડે અતિમનોહર, ઇંદ્રનીલમય ગ્રીવાના આભરણુની જેવા મનેાહર આંબાના પાંદડાંથી પૂણુ એવા તારણ વડે શણગારેલા, કોઈક ઠેકાણે મેાતીઓના સમૂહ વડે, કાઇક ઠેકાણે કપૂરના ચૂર્ણ વડે, કોઈક સ્થળે ચદ્રકાંતમણિ વડે કરેલ સ્વસ્તિક મંગળવાળા, કાઈક ઠેકાણે રેશમી વસ્ર વડે, કોઈક ઠેકાણે દુકૂલ વસ્ત્ર વડે, કોઈક સ્થળે દેવદૃષ્ય વજ્ર વડે, પણુ પતાકાઓની શ્રેણિથી વિભૂષિત, આંગણામાં કોઈક સ્થળે કપૂરના પાણી વડે, કોઈક સ્થળે પુષ્પના રસ વડે, કોઈક સ્થળે હાથીના મન્નજળ વડે કરાયેલ છે સિંચન જેમાં, સુવર્ણ કળશના મિષથી વિસામે લીધેલા સૂર્યની જેવા, સાતભૂમિવાળા પિતાસબંધી મહાપ્રાસાદ પાસે પહોંચે છે.
તે પછી તે પ્રાસાદના આંગણાની દવે અગ્રકા ઉપર પગ મૂકતા, વેત્રી વડે અપાચે છે હાથ જેને એવા રાજા ગજરાજ ઉપરથી ઉતરી પ્રથમ આંચાય ની જેમ સેાળ
ets. ૨૧
Page #361
--------------------------------------------------------------------------
________________
૩રર
શ્રી ઋષભનાથ ચરિત્ર
હજાર પિતાના અધિષ્ઠાયક દેવતાઓને પૂજીને વિસર્જન કરે છે.
તે પછી તે બત્રીશ હજાર રાજા, સેનાપતિ, પુરહિત, ગૃહપતિ અને વર્ધકને વિસર્જન કરે છે. વળી તે રાજા ત્રણ ત્રેસઠ રઈયા, હાથીઓને બંધનÚભે જવા માટે આદેશ કરે તેમ દષ્ટિ વડે પોતાના સ્થાને જવા માટે આદેશ કરે છે. તથા મહત્સવની સમાપ્તિમાં અતિથિની જેમ શ્રેષ્ઠિઓ, અઢાર શ્રેણિ–પ્રશ્રેણિ (નવમાળી આદિ જાતિ અને નવ તેલી આદિ જાતિએ), દુર્ગપાલે અને સાર્થવાહને પણ વિસર્જન કરે છે.
તે પછી રાજા ઈંદ્ર જેમ શચી વડે તેમ સુભદ્રા સીરત્ન સહિત તેમજ બત્રીસ હજાર રાજકુળમાં ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ યુવતીઓ તથા તેટલી–બત્રીસ હજાર જનપદમાં ઉત્પન્ન થયેલ કન્યાઓ તેમજ બત્રીશ પાત્રયુક્ત બત્રીશ નાટકે વડે પરિવરેલે, યક્ષરાજ જેમ કૈલાસ પર્વતમાં પ્રવેશ કરે તેમ મણિરત્નની શિલાઓની પંક્તિ વડે આપ્યો છે નેત્રને ઉત્સવ જેણે એવા પ્રાસાદમાં પ્રવેશ કરે છે.
ત્યાં રાજા સિંહાસન ઉપર ક્ષણવાર રહીને કેટલીક વાત કરીને સ્નાનગૃહમાં જાય છે. ત્યાં ભરતરાજા સરેવરમાં ગયા હોય તેમ સ્નાન કરીને પરિવાર સાથે સરસ આહારનું ભજન કરે છે, તે પછી તે નવરસયુક્ત શ્રેષ્ઠ નાટક વડે અને મને રમ્ય સંગીત વડે ચેગ વડે ચગીની જેમ કેટલેક કાળ પસાર કરે છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
ગ્રીષભનાથ ચરિત્ર
- ૩૨૩ એક વખત દેવે અને મનુષ્ય ભક્તિ વડે તેમને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે- હે ઈંદ્રસમાન પરાક્રમવાળા મહારાજા! તમે વિદ્યાધરનરેન્દ્ર સહિત આ છે ખંડ ભૂમિને સાધી, તેથી અમને અનુજ્ઞા આપે કે જેથી અમે છાપૂર્વક તમારો મહારાજ્યાભિષેક કરીએ.
શ્રી ભરતને મહારાજ્યાભિષેક રાજાએ તેમ હે” એ પ્રમાણે અનુજ્ઞા આપવાથી તે દેવે નગરીની બહાર સુધર્માસભાના ખંડ જેવો ઈશાન દિશામાં મંડપ બનાવે છે. તે પછી તેઓ દ્રહ-નદી–સમુદ્ર અને તીર્થોમાંથી જળ-ઔષધિ-માટી લાવે છે.
ભરત મહારાજા પૌષધશાળામાં જઈને અઠમતપ કરે છે. કારણ કે તપ વડે પ્રાપ્ત થયેલું રાજ્ય તપ વડે જ આનંદ પામે છે. અઠમતપ પૂર્ણ થયે અંતઃપુરથી પરિવરેલે રાજા પરિવાર સહિત હાથી ઉપર ચઢી દિવ્યમંડપ પાસે આવે છે. અંતઃપુર અને હજારોની સંખ્યાવાળા નાટકો સાથે ભરત ઉન્નત એવા અભિષેક મંડપમાં પ્રવેશ કરે છે. તે પછી પૂર્વ પાનપંક્તિ વડે અત્યંત ઊંચા નાનપીઠ ઉપર, ગજેન્દ્ર જેમ ગિરિશિખર ઉપર ચઢે તેમ ચઢે છે. તે પછી તે ભરત રાજા રત્ન સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસે છે.
તે વખતે કેટલાક સેવક હેય તેમ તે બત્રીસ હજાર રાજાએ ઉત્તર સપાનમાર્ગ વડે સુખપૂર્વક પીઠ ઉપર ચઢે છે. તે રાજાએ ચકવતની નજીકની પૃનીમાં ભદ્રાસને
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ઉપર બે હાથ જોડી તીર્થકરને વંદન કરતા હોય તેમ ઊભા રહે છે.
તે પછી સેનાપતિ–ગૃહપતિ–વધ કિ–પુરોહિત–શ્રેષ્ઠિ વગેરે દક્ષિણ સોપાનમાળા વડે પીઠ ઉપર ચઢીને અનુક્રમે પિત–પિતાને ઉચિત આસને ઉપર બેઠેલા મહારાજાને વિજ્ઞપ્તિ કરવા માટે ઇચ્છતા હોય તેમ બે હાથ જોડી ઊભા રહે છે.
તે પછી ધર્મચકવર્તી શ્રી ઋષભદેવસ્વામીના અભિBક માટે જેમ ઇદ્રો આવે તેમ ભરત ચક્રવર્તીના અભિષેક માટે આભિગિક દેવો આવે છે.
જળગર્ભિત મેઘની જેમ, મુખને વિષે સ્થાપન કરેલ કમળ વડે ચક્રવાકની જેમ પડતા પાણીના અવાજ વડે વાજિંત્રના નાદનું અનુકરણ કરતા એવા સ્વાભાવિક અને ઐકિય રત્નકળશે વડે તે દેવે ચકવતને અભિષેક કરે છે.
તે પછી શુભ મુહૂર્તને વિષે તે બત્રીશ હજાર: રાજાઓ હર્ષ વડે પિતાના નેત્રની જેમ નીકળતા ઘણા જળવાળા કળશ વડે ભરત રાજાને અભિષેક કરે છે. તે પછી મસ્તકને વિષે કમળકેશ સરખી અંજલિ કરીને ચક્રવતીને “તમે જય પામે, વિજય પામે” એમ કહી વધાવે છે..
બીજા સેનાપતિ વગેરે જળ વડે તેમને અભિષેક કરે છે અને જળની જેવા નિર્મળ વચને વડે સ્તુતિ કરે
Page #364
--------------------------------------------------------------------------
________________
· શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૨૫
છે. પછી તેઓ ઉજજવળ રૂંવાટીવાળા સુકામળ ગંધકષાયી વસ્ત્ર વડે માણિકય જેવા તેમના અંગને લૂછે છે.
પછી તેઓ કાંતિને પાષણ કરનારા, ગેરૂ વડે સુવણ ની જેમ ગાશીષ ચંદન વડે રાજાના અંગને વિલેપન કરે છે. તે પછી ઋષભસ્વામીને ઇંદ્રે આપેલા મુકુટ, મસ્તક ઉપર અભિષેક કરાયેલા રાજાઓમાં અગ્રેસર એવા ભરતરાજાના મસ્તકને વિષે તેઆ સ્થાપન કરે છે. મુખરૂપી ચંદ્રની પાસે રહેલા ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર જેવા રત્નકુંડળ રાજાના કાનમાં પહેરાવે છે, તેમના કંઠમાં પવિત્ર મેાતીથી ગૂંથેલા હારને સ્થાપે છે. રાજાના વક્ષસ્થળને વિષે અલંકારામાં રાજા સમાન હારના યુવરાજ જેવા અદ્ભુહારને તે સ્થાપન કરે છે. અંદર અખરખના પડવાળા હાય એવા નિળ કાંતિ વડે શાભતા દેવદૃષ્ય વસ્ત્રો તે રાજાને પહેરાવે છે. રાજાના ક’ઠભાગમાં લક્ષ્મીદેવીના ઉરસ્થળરૂપી મંદિરના કિરણમય વપ્ર જેવી મેાટી પુષ્પમાળા તે પહેરાવે છે.
આ પ્રમાણે કલ્પવૃક્ષની જેમ અમૂલ્ય વસ્ત્ર–મણિમાણિક્યના આભરણથી સુશોભિત રાજા સ્વર્ગખંડની જેમ તે મંડપને વિભૂષિત કરે છે.
તે પછી સ`પુરુષોમાં પ્રધાન બુદ્ધિશાળી ભરતરાજા વેત્રિપુરુષો દ્વારા અધિકારી પુરુષને ખેલાવીને આ પ્રમાણે આદેશ કરે છે કે, અરે! તમે હાથીની સ્કંધ ઉપર ચઢીને ચારે તરફ દરેક માગે ફરીને આ વિનીતાનગરીને માર
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
વર્ષ પર્યત શુલ્ક (= જકાત)-કર–દંડ અને કુદંડ રહિત. ભટના પ્રવેશ વગરની નિત્ય પ્રમેદવાળી કરે.
તે પછી તે વખતે જ તે અધિકારી પુરુષે તે પ્રમાણે કરે છે. “કારણ કે કાર્યની સિદ્ધિમાં ચક્રવતીની આજ્ઞા. એ પંદરમું રન છે.”
હવે રાજા રત્નસિંહાસન ઉપરથી ઊભા થાય છે.. તેમની પાછળ તેમના પ્રતિબિંબની જેવા બીજા રાજા વગેરે સાથે જ ઊભા થાય છે.
ભરતેશ્વર પિતાના આગમનના માર્ગ વડે પર્વતની જેવા સ્નાનપીઠ ઉપરથી ઉતરે છે. તેવી રીતે બીજા રાજાઓ પણ ઉતરે છે.
તે પછી ઘણું જ ઉત્સાહવાળે રાજા પોતાના પ્રતાપની જેમ અસાધ્ય એવા શ્રેષ્ઠ હાથી ઉપર બેસીને પિતાના પ્રાસાદમાં જાય છે. ત્યાં સ્નાનગૃહમાં જઈને નિર્મળ જળ વડે સ્નાન કરીને રાજા અટ્રમભક્તને અંતે. પારણું કરે છે.
આ પ્રમાણે બાર વર્ષને અભિષેક મહત્સવ સમાપ્ત થયે સ્નાન કરી, પૂજા કમ કરી, પ્રાયશ્ચિત્તકૌતુક મંગલ કરી ભરતરાજે બાહ્યસભામાં આવીને તે સેળ હજાર આત્મરક્ષક દેવેનો સત્કાર કરીને વિસર્જન કરે છે, તે પછી શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર ચઢેલે પાંચેય ઇંદ્રિયના વિષયસુખને ભગવતે રાજા વિમાનમાં રહેલા ઇંદ્રની જેમ રહે છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૨૭
ચક્રવર્તીની સમૃદ્ધિ
તે ચક્રવર્તીની આયુધશાળામાં ચક્ર, છત્ર, ખગ અને ક્રૂડ એ ચાર એકેદ્રિય રત્ના ઉત્પન્ન થાય છે. રાહણાચલમાં મણિકયની જેમ તે શ્રીમાનના શ્રીગૃહમાં ( ભંડારમાં ) કાકિણી-ચમ અને મણિરત્ન તથા નવનિધિએ થાય છે. પેાતાની નગરીમાં સેનાપતિ ગૃહપતિ યુરેાહિત અને વક એ ચાર પુરુષ-રત્નો ઉત્પન્ન થાય છે, હસ્તિ અને અશ્વ રત્ન બૈતાઢચપ તના મૂળભાગમાં થાય છે. શ્રીરત્ન ઉત્તર વિદ્યાધરશ્રેણિમાં ઉત્પન્ન થયું.
નેત્રને આનંદદાયક મૂર્તિ વડે ચંદ્રની જેમ, દુસ્સહ પ્રતાપ વડે સૂર્યની જેમ તે ભરતેશ્વર શેશભે છે. તે પુરુષપણાને પામેલ સમુદ્રની જેમ ગભીર, વળી મનુષ્ચાના સ્વામીપણાને પામેલા વૈશ્રમણની જેમ, ગંગા–સિધુ વગેરે ચૌદ મહાનદીએ વડે જમૃદ્વીપની જેમ ચૌદ મહાર વડે તે શાલે છે. વિહાર કરતા ઋષભદેવ પ્રભુના ચરણની નીચે જેમ સુવણ કમળા હોય છે, તેમ ભરતરાજાના પગની નીચે રહેલા નવેય નિધિએ હાય છે, ઘણા મૂલ્યથી ખરીદેલા આત્મરક્ષક જેવા હુંમેશાં પાસે રહેલા સેાળ દેવા વડે પરિવરૈલે હેાય છે. રાજકન્યાની જેમ અત્યંત ભક્તિના સમૂહથી ભરેલા ખત્રીશ હજાર રાજાએ નિરંતર તેની સેવા કરે છે. ખત્રીશ હજાર નાટકની જેમ જનપદમાં ઉત્પન્ન થયેલી બત્રીશ હજાર કન્યાઆ સાથે તે રાજા ક્રીડા કરે છે. પૃથ્વીમાં અદ્વિતીય ભૂપની જેવા તે ત્રણસે। સાડ દિવસે વડે વર્ષની જેમ તેટલા રસાઈયા વડે શાલે છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
પૃથ્વીતળમાં અઢાર શ્રેણિપ્રશ્રેણિ વડે વ્યવહાર ધને, લિપિ વડે ઋષભદેવની જેમ તે પ્રવર્તાવે છે. ચારાશી લાખ રથ-ગજ અને ઘેાડાઓ વડે અને છન્નું ક્રોડ ગ્રામ અને સૈનિકા વડે તે શેાભે છે. ખત્રીશ હજાર નગરાને તે સ્વામી છે, નવ્વાણું હજાર દ્રોણુમુખને અને અડતાલીશ હજાર પાટણના તે અધિપતિ છે, ચાવીશ હજાર કટ અને મડંખના તેસ્વામી છે, વીશ હજાર આકર અને સેળ હજાર ખેટ ઉપર તે શાસન કરે છે, ચૌદ હજાર સંબધ અને છપ્પન અંતરદ્વીપા અને ઓગણપચાસ કુરાજ્યેાના તે નાયક છે.
આ પ્રમાણે ભરતક્ષેત્રની અ ંદર રહેલી બીજી વસ્તુક્ષેત્રની અંદર રહેલી બીજી વસ્તુઓને પણ તે શાસક
થયા.
વિનીતાનગરીમાં રહેલા ભરતરાજા અખંડિત અધિપતિપણ કરતા, અભિષેક મહાત્સવને અંતે પોતાના માણસોને યાદ કરવા લાગ્યુંા. તે પછી નિયુક્ત પુરુષા સાઠ હજાર વર્ષ સુધી વિરહવડૅ ઉત્કંઠિત પેાતાના માણસેાને રાજાને અતાવે છે.
સુંદરીને જોઈને ભરતની ચિ'તા અને સુદરીની દીક્ષા
તે પછી તે પેાતાના પુરુષવડે નામગ્રહણ પૂર્વક બતાવાતી માહુબલિની એન સુંદરીને તે ગુણો વડે સુંદર એવા ભરત જુએ છે. તે કેવી છે ?
ગ્રીષ્મ સમયથી આક્રાંત થયેલી નદીની જેમ કૃશતર હિમના સપના વશથી કમિલનીની માફક કરમાયેલી
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯
હેમંતકળાની ચંદ્રકળાની જેમ નાશ પામેલ છે રૂપ અને લાવણ્ય જેવુ એવી, સુકાઈ ગયા છે પાંદડાં જેના એવા કેળની જેમ ફીક્કા સુકાઈ ગયા છે ગાલ જેના એવી છે.
તેવા પ્રકારના પરાવર્તન પામેલા રૂપવાળી તેને જોઈને કોષ સહિત ભરત ચક્રવતી પેાતાના નિયુક્ત પુરુષાને કહે છે કે ‘શું અમારા ઘરમાં કયારે ય ભાત નથી ? લવણુસમુદ્રમાં શુ' લવણુ નથી ? વિવિધ રસવતીમાં હાંશિયાર રસાઇયાએ શુ' નથી ? અથવા તે શુ આદર વગરના આજીવિક ચાર છે ? દ્રાક્ષ-ખજૂર વગેરે ખાદ્યો પણ શું અહીં નથી ? સુવર્ણગિરિ ઉપર શું સુવણ ન હોય ? ઉદ્યાનમાં તે વૃક્ષે શુ' ફળ વગરનાં છે? નંદનવનમાં પણ શુ વૃક્ષેા ફળતાં નથી ? ઘડા જેવા આવાળી ગાચેાનાં દૂધ પણ શું અહી' નથી ? કામધેનુ પણ શું શુષ્કસ્તન પ્રવાહવાળી થઈ ગઈ? હવે ભાજ્ય આદિ સપત્તિ હાવા છતાં પણ સુંદરી જો કાંઈપણ ખાતી નથી તેા શુ' તે રાગથી પીડિત છે ? જો શરીરની સુંદરતાને હરી લેનાર એને કોઈ રાગ હોય તે શું સર્વે વૈદ્યો ક્ષય (મૃત્યુ) પામ્યા છે? જો અમારા ઘરમાં દિવ્ય ઔષધિએ પ્રાપ્ત થતી ન હોય તે હિમવત પત પણ હમણાં શુ ઔષધિ વગરના છે ?
દરિદ્રની પુત્રીની જેમ અત્ય'તકૃશ એવી એને જોતા હુ દુ:ખી થાઉં છું. તેથી આશ્ચય છે કે શત્રુ જેવા તમારાથી હું ઠગાયેા છેં.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રી કષભનાથ ચરિત્ર
તે અધિકારીઓ પણ ભરતને પ્રણામ કરીને આ પ્રમાણે કહે છે- “દેવેન્દ્ર જેવા દેવના ઘરમાં બધું ય છે, પરંતુ દેવ જ્યારથી માંડીને દિગવિજય કરવા નીકળ્યા, ત્યારથી માંડીને આ પ્રાણના રક્ષણ માટે કેવળ આયંબિલ કરે છે, તેમ જ જ્યારથી જ દેવવડે દીક્ષા ગ્રહણ કરતા નિષેધ કરાઈ ત્યારથી માંડીને આ ભાવથી દીક્ષા લીધી. હોય તેમ રહે છે.”
આ પ્રમાણે સાંભળીને રાજાએ “હે કલ્યાણકારિણી! તું દીક્ષા લેવાને ઇચ્છે છે?' એ પ્રમાણે પૂછયું. સુંદરીએ એમ જ છે એ પ્રમાણે કહ્યું.
ભરતરાજા પણ કહે છે કે પ્રમાદ વડે અથવા સરળતાથી હું આટલા કાળ સુધી આને વ્રતમાં વિન કરનારે થશે. આ બાળક ખરેખર પૂજ્ય પિતાને અનુરૂપ છે. નિરંતર વિષયાસક્ત અને રાજયથી અતૃપ્ત એવા અમે કયાં? સમુદ્રના પાણીના તરંગ જેવું આયુષ્ય. વિનશ્વર છે, એમ જાણવા છતાં. પણ વિષયમાં આસક્ત. માણસો જાણતા નથી. જેવાય કે તરત જ નાશ પામે એવી વીજળી વડે માર્ગ જોવાની જેમ ક્ષણભંગુર એવા આ આયુષ્ય વડે મેક્ષમાર્ગ જે સાધી શકાય તો વધારે સારું. માંસ–મજજા–મળ-મૂત્ર-રુધિર–પરસેવા અને રેગમય દેહને શણગારવો તે ઘરની ખાળને ધોવા સરખું જ છે. આ શરીર વડે મેક્ષરૂપી ફળવાળું વ્રત ગ્રહણ કરવા તું ઈચ્છે છે તે સારું છે. નિપુણ પુરુષો ખરેખર ક્ષીર-- સમુદ્રમાંથી રત્નોને જ ગ્રહણ કરે છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે હર્ષિત થયેલા રાજાએ વત માટે રજા આપવાથી તપથી કૃશ થયેલી પણ સુંદરી અકૃશ હોય તેમ હર્ષથી ઉવસિત થઈ
સુંદરીની દીક્ષા એ સમયે ભગવાન ઋષભદેવ જગતરૂપી મયૂરોને . આનંદ પમાડવામાં મેઘની જેમ વિચરતા અષ્ટાપદ પર્વત ઉપર આવે છે, તે પર્વત ઉપર દેવે રત્ન-કંચન . અને રૂપામય બીજા પર્વતની જેવા સમવસરણને રચે છે.
ત્યાં દેશના આપતા પ્રભુને જાણીને ગિરિપાલકો જલદી ભરતચક્રીની પાસે આવીને જણાવે છે. તે વખતે સ્વામીના સમાગમનના સમાચાર સાંભળીને રાજા છખંડ ભરતના વિજય કરતાં પણ વધારે હર્ષિત ચિત્તવાળ થાય છે. રાજા પ્રભુના સમાચાર આપનાર સેવકને સાડા બાર ઝેડ સુવર્ણ પારિતોષિકરૂપે આપે છે. “તારા મને રથની સિદ્ધિની મૂર્તિ જેવા જગદ્ગુરુ અહીં આવ્યા છે એમ સુંદરીને કહે છે. તે પછી ભરતેશ્વર દાસીજનની જેવા પોતાના અંતઃપુરની વધૂજનો મારફત તેનો . દીક્ષાભિષેક કરાવે છે. - હવે તે સુંદરી સ્નાન કરી, પવિત્ર વિલેપન કરી દશાસહિત વસ્ત્રો પહેરે છે, તે પછી યથાસ્થાને ઉત્તમ રત્નાલંકારે ધારણ કરે છે, શીલરૂપી અલંકારવાળી તેને આહ્ય અલંકારે ફક્ત આચાર પાળવા માટે જ છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેવી રીતે રહેલી સુંદરીની આગળ રૂપસંપત્તિ વડે તે સ્ત્રીરત્ન સુભદ્રા પણ દાસી જેવી લાગે છે.
તે વખતે તે શીલસુંદરી સુંદરી જગમ કલ્પવેલીની માફક જે કેઈ જે વસ્તુ માગે તે તેને વિલંબ વિના આપે છે, કપૂરના ચૂર્ણ સરખા વેત વસ્ત્રોવડે શોભતી તે રાજહંસી જેમ કમલિની ઉપર ચઢે તેમ શિબિકામાં ચઢે છે.
• હાથી–ઘોડા–પાયદળ અને રથવડે ઢાંકી દીધી છે ભૂમિ જેણે એવા રાજાવડે મરુદેવીની જેમ તે સુંદરી અનુસરાય છે.
ચામરોવડે વિજાતી, શ્વેત છત્રો વડે શોભતી, વૈતાલિકેના સમૂહોવડે સ્તુતિ કરાતી છે ગાઢ વ્રતગ્રહણની શ્રદ્ધા જેની એવી, ભાભીઓ વડે ગવાતા છે દીક્ષા મહેત્સવના મંગળ જેના એવી, પગલે પગલે ઉત્તમ સ્ત્રીઓ વડે ઉતારાતા છે લવણ જેને એવી, ચાલતા અનેક પૂર્ણ પાત્રો સાથે શેભતી તે સુંદરી સ્વામિના ચરણથી પવિત્રિત એવા અષ્ટાપદપર્વતે પહોંચે છે.
ચંદ્રસહિત પૂર્વાચલની જેવા સ્વામી વડે અધિષ્ઠિત તે ગિરિવરને જોઈને ભરત અને સુંદરી ઘણે હર્ષ પામ્યા.
તે પછી તેઓ સ્વર્ગ અને મોક્ષના પગથિયા હોય તેમ વિશાળ શિલાવાળા તે અષ્ટાપદપર્વત ઉપર ચડ્યા.
તે પછી ભવભ્રમણથી ભય પામેલા પ્રાણીઓને
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૩૩
શરણરૂપ, ચાર ધારવાળા, સંક્ષિપ્ત જંબુદ્વિીપની જગતી હોય એવા તે સમવસરણ પાસે આવે છે,
હવે તેઓ ઉત્તરદ્વારના માર્ગે વિધિપૂર્વક સમવસરણમાં પ્રવેશ કરે છે. તે પછી તે ભરત અને સુંદરી હર્ષ અને વિનયપૂર્વક ઉધાસ પામતા અને સંકેચ. પામતા દેહવાળા પરમેશ્વરને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. તે પછી તેઓ રત્નમય ભૂતળમાં સંક્રાંત થયેલા જગત્પતિના રૂપને જોવા માટે ઉત્સુક હોય એમ તીર્થકરને પ્રણામ કરે છે, તે પછી ભરત ચક્રવતી ભક્તિથી પવિત્રિત સુંદર વાણુ વડે પ્રથમ ધર્મચકવતીની સ્તુતિ કરવાની શરુઆત કરે છે.
ભરતેશ્વરે કરેલી સ્તુતિ ' હે પ્રભુ! અવાસ્તવિક ગુણોને બેલ લેક અન્ય લેકની સ્તુતિ કરે છે, પરંતુ હું તો તમારા સત્ય ગુણોને કહેવા માટે પણ અસમર્થ છું, તેથી કેવી રીતે સ્તુતિ કરું? તે પણ હે જગન્નાથ! હું તમારી સ્તુતિ કરીશ, કારણ કે દરિદ્ર માણસ શ્રીમંતને પણ શું ભેટશું આપતે નથી? તમારા ચરણકમળને જોવા માત્રથી અન્ય જન્મમાં કરેલાં પાપે પણ ચંદ્રના કિરણ વડે શેફાલી પુષ્પની જેમ ગળી જાય છે. ચિકિત્સા ન કરી શકાય એવા મેહરૂપી સંનિપાતવાળાઓને પણ હે સ્વામી! તમારી પરમશાંતિ કરનારી અમૃતના ઔષધ સરખી વાણું જય પામે છે. હે નાથ! તમારી દષ્ટિએ વર્ષાઋતુમાં વૃષ્ટિની જેમ ચક્ર
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
વતીને વિષે અને દરિદ્રને વિષે પ્રીતિસંપદાનુ' કારણ છે. ક્રૂરકમ રૂપી હિમગ્ર’થિને એગાળી નાખવામાં સૂર્ય' સરખા હે પ્રભુ ! અમારી જેવાએના પુણ્ય વડે આ પૃથ્વી પર તમે વિચા છે. વ્યાકરણ શાસ્ત્રમાં વ્યાપ્ત થતા સજ્ઞાસૂત્ર સરખી તમારી ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્યમય ત્રિપદી જયવતી વતે છે. હે ભગવાંત! આ લેાકમાં જે તમારી સેવા કરે છે અથવા ધ્યાન કરે છે તેની તા શી વાત?
આ પ્રમાણે ભરતેશ્વર સ્તુતિ કરીને અને નમસ્કાર કરીને ઈશાન દિશામાં યથાચેાગ્ય સ્થાને બેસે છે.
હવે સુંદરી પણ ઋષભદેવ પ્રભુને વન કરી મે હાથ જોડી ગદ્ગદ અક્ષરવાળી વાણીથી આ પ્રમાણે કહે છે ઃ—
સુદરીએ કરેલી પ્રાથના
હે જગત્પતિ ! આટલા કાળ સુધી તમને મન વડે જોતી હતી, હમણાં ઘણાં પુણ્ય વડે દૃષ્ટિથી પ્રત્યક્ષ જોયા. મૃગતૃષ્ણા સરખા સુખવાળા સંસારરૂપી મરુભૂમિમાં લેાકાએ પુણ્ય વડે જ અમૃતના મહાસાવર જેવા આપને મેળવ્યા છે. હું જગદ્ગુરુ! મમતારહિત હૈાવા છતાં પણ તમે સમસ્ત જગત ઉપર વાત્સલ્યવાળા છે. અન્યથા વિષમ દુઃખરૂપી સમુદ્રથી એના કેમ ઉદ્ધાર કરી ?
મારી સ્વામીની બ્રાહ્મી કૃતાર્થ છે, ભાઈના પુત્રા કૃતપુણ્ય છે, ભત્રીજાના પુત્રા પણ ધન્ય છે કે જેએ તમારા માર્ગને અનુસર્યા છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ
હે ભગવત! ભરતરાજાના આગ્રહને લીધે આટલા કાળ સુધી મેં વ્રત ગ્રહણ ન કર્યું, તેથી હું પોતાની જાતે જ ઠગાઈ છુ..
હે જગતારક ! પિતા ! દીન એવી મને તારાતારા. ઘરને ઉદ્યોત કરનારા દ્વીપક શુ ઘડાને પ્રકાશ ન
કરે ?
હું જગતનું રક્ષણ કરવામાં એક દીક્ષિત ! પ્રભુ ! પ્રસન્ન થાઓ. સમુદ્રને તારવામાં યાનપાત્ર સરખી દીક્ષા મને આપે.
ભગવંત પણ હે મહાસત્ત્વથી શેલતી ! સારું– સારું, એમ કહી તેને સામાયિક સૂત્ર (રેમિ મંતે) ઉચ્ચારવાપૂર્વક દીક્ષા આપે છે. તે પ્રભુ મહાવ્રતરૂપી વૃક્ષના અગીચાને અમૃતની નીક જેવી અનુશાસ્તિ (શિખામણુ) મય દેશના કરે છે.
તે પછી પેાતાને મેાક્ષ મળ્યુ. હાય એમ માનતી તે મેાટા મનવાળી સાધ્વીગણની મધ્યમાં જ્યેષ્ઠના અનુક્રમ વડે બેસે છે.
સ્વામીની દેશના સાંભળીને અને ચરણકમળને નમીને હિ ત મનવાળા ભરત રાજા અચૈાધ્યાનગરીમાં જાય છે.
ભરતરાજાનું અઠ્ઠાણુ નાના ભાઈએ તરફ ધ્રુતાનુ માકલવુ અને તેઓનું પ્રભુ પાસે માગમન
ફરીથી પેાતાના સર્વ જનને જેવા માટે ઈચ્છતા
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભરતેશ્વરને અધિકારીઓએ જે આવ્યા હતા તે બતાવ્યા અને જે આવ્યા ન હતા તેને યાદ કરાવ્યા.
પેાતાના અભિષેક મહાત્સવમાં પણ નહીં આવેલા તે ભાઈ આને જાણીને ભરતેશ્વર તે દરેક તરફ દંત મેકલે
છે. જો તમે રાજ્યને ઇચ્છતા હા તેા ભરતની સેવા કરી’
6
•
આ પ્રમાણે તેએ કહેવાથી તે સર્વે વિચારીને આ પ્રમાણે કહે છે :– *પિતાએ અમને અને ભરતને વહે’ચીને રાજ્ય આપ્યું છે, સેવા કરવાથી ભરત તેથી વધારે શું કરશે? શુ કાળે કરીને આવતા કાળ (મરણુ)ને તે અટકાવશે ? શુ દેહને ગ્રહણ કરનારી જરારાક્ષસીને તે નિગ્રહ કરશે ? અથવા શું પીડા કરનારા વ્યાધિરૂપી શિકારીઓને તે હણો ?
અથવા શુ' અનુક્રમે વધતી તૃષ્ણાને શું તે દલન કરશે ? જો ભરત આવા પ્રકારનું સેવાનુ ફળ આપવા સમર્થ નથી તે મનુષ્યભાવ સામાન્ય હાવાથી કાણુ કેાની
સેવા કરે ?
વિશાળ રાજ્ય પ્રાપ્ત કર્યા છતાં પણ જો અસાષથી અમારા રાજ્યને ખળથી ગ્રહણ કરવા ઇચ્છતા હાય તે અમે પણ તે પિતાના જ પુત્રા છીએ. તેથી હું તે ! પિતાને જણાવ્યા વિના માટા સગાભાઈ એવા તમારા સ્વામી સાથે અમે યુદ્ધ કરવા ઉત્સાહ કરતા નથી.
તે તેને એ પ્રમાણે કહીને તે જ સમયે અષ્ટાપદ પત ઉપર સમવસરણમાં રહેલા ઋષભસ્વામી પાસે
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
-
૩૩૭
જાય છે. પરમેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રણામ કરીને મસ્તકે બે હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરે છે –
હે જિનેશ્વર ! દેથી પણ ન જાણુ શકાય એવા ગુણવાળા તમારી સ્તુતિ કરવા માટે કેણ સમર્થ છે? તે પણ છે સ્વામી ! વિલાસ પામતું બાળક યોગ્ય ચપળપણું જેનું એવા અમે સ્તુતિ કરીશું. '
જેઓ હંમેશાં તમને નમસ્કાર કરે છે તેઓ તપસ્વીજન કરતાં અધિક છે, જે તમારી સેવા કરે છે તેઓ ગીઓ કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે, હે જગતના ભાવોને પ્રકાશ કરવામાં સૂર્યસમાન ! પ્રતિદિન નમસ્કાર કરનારા પુણ્યશાળી આત્માઓને તમારા પગના નખના કિરણે મુકુટરૂપે થાય છે. હે જગતના જીવોને અભય આપનાર ! તમે કોઈનું કાંઈપણ શાંતિથી કે બળથી કાંઈ પણ ગ્રહણ કરતા નથી, તો પણ તમે મૈક્ય ચકવતી છો.
હે પ્રભુ ! સર્વ જળાશયના જળમાં ચંદ્રની જેમ તમે એક હોવા છતાં પણ સર્વ જીવોના ચિત્તમાં સમાન વર્તે છે, હે દેવ ! તમારી સ્તુતિ કરનારા સર્વ વડે
સ્તુતિ કરાય છે, તમને પૂજનાર સર્વ વડે પૂજાય છે, તમને પ્રણામ કરનાર સર્વ વડે પ્રણામ કરાય છે, તમારે વિષે ભક્તિ મહાફળ આપનારી થાય છે.
હે દેવેશ! દુઃખરૂપી દાવાનળથી તપેલાને તમે એક . ૨૨
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેઘ જેવા છે. મેહરૂપી અંધકારથી મૂઢ થયેલાને તમે જ એક દ્વીપક છે. માર્ગમાં છાયાવૃક્ષની જેમ દીન–શ્રીમંત ભૂખ અને ગુણવંતને પણ તમે સાધારણ સરખી રીતે ઉપકાર કરનારા છે.
આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરીને ભ્રમરની જેમ સ્વામીના ચરણકમળમાં નેત્ર સ્થાપન કરી બધા એક થઈ ને તેએ આ પ્રમાણે જણાવે છે :
તે વખતે તાતપાદે ( આપે) જુદા જુદા દેશનાં રાજ્ગ્યા વહેચીને યથાયેાગ્યપણે અમને અને ભરતને આપ્યા. હું જગદીશ્વર ! અમે તે રાજ્યેા વડે સંતુષ્ટ રહીએ છીએ. સ્વામીએ મતાવેલી મર્યાદા ખરેખર વિનય સપન્ન આત્માઆને અલઘ્ય હોય છે. પર`તુ હે ભગવંત ! ભરતેશ્વર પેાતાના રાજ્ય વડે અને અપહરણ કરેલા અન્ય રાજ્યેા વડે, પાણી વડે વડવાનલ સતાષ ન પામે તેમ સાષ પામતા નથી.
જેમ તેણે બીજા રાજાઓનાં રાજ્ય અપહરણ કર્યાં', તેમ તે ભરત અમારાં રાજ્ગ્યાને પણ અપહરણ કરવા ઈચ્છે છે, તે ખીજા રાજાઓની માફક અમેને પણ દૂતપુરુષાવડે ‘ જલદી રાજ્ગ્યા છે।ડા અથવા મારી સેવા કરે એ પ્રમાણે આદેશ કરે છે. પાતાને માટા માનતા તેના વચનમાત્રથી પિતાએ આપેલાં રાજ્ગ્યાને અમે કાયરપુરુષની જેમ કેમ છેડી દઈ એ ? અધિક ઋદ્ધિને વિષે નિઃસ્પૃહ એવા અમે તેની સેવા પણ શા માટે કરીએ ? જે અસંતુષ્ટ
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૩૯
હાય તે જ માનઘાત કરનારી સેવા કરે. રાજ્ય ન છેડીએ અને સેવા ન કરીએ તે સ્વય' યુદ્ધ આવી પડે છે, તા પણ પૂજ્ય પિતાને પૂછ્યા વિના અમે કંઈ પણ કરવા સમથ નથી.
ભરતના ભાઈઆને પ્રભુતા ઉપદેશ અને તેઓની દીક્ષા
તે પછી નિળ કેવળ જ્ઞાનને વિષે સક્રાંત થયેલ છે સમસ્ત ભુવન જેને એવેા દયાળુ ભગવંત શ્રી આદિનાથ તેઓને આ પ્રમાણે બતાવે છે :~
હે વત્સા ! પુરુષવ્રતધારી વીર પુરુષાએ ખરેખર દ્રોહ કરનારા વૈરિવ સાથે યુદ્ધ કરવુ' જોઈ એ. પુરુષોને સેંકડા જન્માંતરમાં અનિષ્ટ આપનારા રાગ-દ્વેષ–માહ અને કષાય એ શત્રુઓ છે. રાગ એ જીવાને સદ્ગતિમાં ગમન કરતાં લેાહમય પાદશુ'ખલા છે, દ્વેષ એ નરકાવાસના નિવાસમાં બળવાન પ્રતિનિધિ છે, માહ મનુષ્યાને ભવસમુદ્રના આવમાં નાંખવામાં શરત સરખા છે, કષાય એ અગ્નિની જેમ પેાતાના આશ્રયને જ માળે છે. તેથી દોષરહિત ઉપાયરૂપ તે તે શોવડે નિર'તર યુદ્ધ કરી– કરીને એ બૈરીઓને જીતવા જોઈએ. એક શરણ્યભૂત ધર્મનું જ સેવન કરવું જોઈએ જેથી શાશ્વત આનંદમય પુત્ર (મેાક્ષ) સુલભ થાય.
અનેક જીવચેાનિમાં સ`પાત થવાથી અનંત પીડાના કારણભૂત, અભિમાનરૂપી એક ફળ છે જેનુ' એવી આ
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
રાજ્યલક્ષમી પણ વિનશ્વર છે. વળી હે વત્સ! પૂર્વભવોમાં દેવકના સુખોથી તમારી જે તૃષ્ણા છેદાઈ નહિ, તે અંગારકારકની જેમ મનુષ્યના ભેગાવડે કેવી રીતે છેદાય?
અંગારકારકનું દષ્ટાંત કેઈક અંગારકારક પાણીની મશક લઈને નિર્જળ અરણ્યમાં અંગારા કરવા માટે ગયે. તે મધ્યાહુનના તાપથી પુષ્ટ થયેલ અંગારાના અગ્નિના સંતાપથી ઉત્પન્ન થયેલ ઘણી તરસ વડે પીડાયેલે મશકમાં રહેલ સર્વ પાણીને પી ગયે, તેનાથી પણ તરસ ન છેદાવાથી તે સૂઈ ગયે. તે સ્વપ્નમાં ઘરે ગયે, ત્યાં પણ ઘટ-કળશ અને ગાગરમાં રહેલા સર્વ પાણીને પી ગયો. તે પાણીથી પણ તરસ ન છેદાવાથી અગ્નિમાં પડેલા તેલની જેમ વાવ-કૂવા-અને તળાવને પી-પીને સૂકવી નાંખ્યા, તેવી રીતે જ તર થયેલો તે નદીઓ અને સમુદ્રના પાણીને પી ગયે, તે પણ નારકની વેદનાની જેમ તેની તરસ દૂર ન થઈ. તે પછી તે મારવાડના કૂપ પાસે ગ, ત્યાં તેણે દેરડ વડે ડાભો પૂળ બાંધીને પાણી માટે કૂવામાં નાંખ્યો. “દુઃખી માણસ શું ન કરે ?”
કૂવાનું પાણું ઊંડું હોવાથી મધ્યમાં ગળી ગયેલા પાણીવાળા તે ડાભના પૂળાને દ્રમક તેલના પિતાની જેમ. નીચવીને પીવા લાગ્યો.
Page #380
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૪૧.
જે તરસ સમુદ્ર આદિવડે ન છેદાઈ, તે પૂળાના પાણી વડે કેમ છેદાય ? તેવી જ રીતે સ્વર્ગના સુખ વડે તમારી તરસ ન છેદાઈ તે રાજ્યલક્ષ્મી વડે કેમ છેદાય?
તેથી હે વત્સ ! વિવેકવંત તમારે ઘણું આનંદના ઝરણરૂપ નિર્વાણપદની પ્રાપ્તિના કારણરૂપ સંયમરાજ્ય ગ્રહણ કરવું યોગ્ય છે.
તે પછી તે વખતે ઉત્પન્ન થયેલ સંવેગના વેગવાળા તે અઠાણું પુત્રએ ભગવંતની પાસે દીક્ષા લીધી.
તે પછી તે દૂતે “અહો ! દૌર્ય, અહો ! સત્ત્વ, અહો ! વૈરાગ્યબુદ્ધિ” એ પ્રમાણે વિચારતા તેઓનું સ્વરૂપ ભરતરાજાને જણાવે છે.
ભરત ચક્રવતી પણ ચંદ્ર જેમ તારાઓની જ્યોતિને, સૂર્ય જેમ અગ્નિના તેજને, સમુદ્ર જેમ પ્રવાહના જળને ગ્રહણ કરે તેમ તેઓના રાજ્યને ગ્રહણ કરે છે.
चक्कस्स लाहा विजयो दिसाए, रज्जाभिसेगो भरहस्स रण्णो । भाऊण दिक्खापरिकित्तणच, उद्देसगे वुत्तमिह चउत्थे ॥ ચક્રનો લાભ, દિવિજ્ય, ભરતરાજાને રાજ્યા
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪૧
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભિષેક અનેક ભાઈ આની દીક્ષાનું કથન આ ચાથા ઉદ્દેશામાં કહ્યું.
•
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કન્રુ'ખગિરિ પ્રમુખ અનેક તીના ઉદ્ધારક–શાસનપ્રભાવક-આબાલબ્રહ્મચારિ-સૂરીશ્વરશેખર-આચાય વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલ’કાર સમયદ્વી, શાન્તમૂર્તિ, પૂજ્ય વિજ્ઞાન સૂરીશ્વર પટ્ટધર સિધ્ધાંતમહાદધિ–પ્રાકૃતભાષા વિશારદ–વિજયકસ્તૂરસૂરિ વિરચિત મહાપુરુષચરિતને વિષે પ્રથમ વર્ગમાં ભરતરાજાને ચક્રની ઉત્પત્તિ, દિવિજય, રાજ્યાભિષેક અને ભાઈ એના વ્રતગ્રહણુ સ્વરૂપવાળા ચતુર્થ ઉદ્દેશ પૂર્ણ થયેા.
Page #382
--------------------------------------------------------------------------
________________
પંચમ ઉદ્દેશ
એક વખત સભાના મધ્યમાં રહેલા ભરતરાજાને નમસ્કાર કરીને સુષેણુ સેનાપતિ કહે છે: હે મહારાજ ! દિગ્વિજય કરીને પણ તમારું આ ચક્રરત્ન, મદોન્મત્ત હાથી જેમ આલાનસ્ત'ને ન જાય તેમ આ નગરીમાં પ્રવેશ કરતું નથી.
ભરતરાજા પણ આ પ્રમાણે કહે છે કેઃ-છ ખંડ ભરત ક્ષેત્રની અંદર આજે પણ કાણુ એવા વીર છે કે જે મારી આજ્ઞા સ્વીકારતા નથી ?
તે વખતે જ મંત્રી કહે છે કે−હું જાણું છું. દેવવડે ચુલ્લહિમવંતગિરિ સુધી ભરતક્ષેત્ર જીત્યું. તમે દિગ્યાત્રા કરતે છતે જીતવા જેવા કાણુ બાકી રહ્યો હશે ! ઘટી ફરતે છતે તેમાં પડેલા ચણા શુ' રહે ? તે પણ હે નાથ! નગરીમાં પ્રવેશ નહીં કરતુ આ ચક્ર, આજે પણ જીતવા લાયક, તમારી આજ્ઞાનું ઉલ્લ ઘન કરવામાં ઉન્મત્ત એવા કાઇકને સૂચવે છે. તમને દુય જીતવા ચેાગ્ય એવાને હું દેવામાં પણ જોતા નથી. અથવા અરે ! જાણ્યું. વિશ્વને દુય એવેા એક છે.
હે સ્વામી! તે ઋષભસ્વામીના પુત્ર, તમારા નાના
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભાઇ, ખળવાના પણ બળને નાશ કરનાર મહાબળવાળે બહુબલિ છે.
જેમ એક તરફ સ શસ્રો અને એક તરફ વા, તેમ એક તરફ સ રાજવૃંદ અને એક તરફ તે ખાડુઅલિ છે.
જેવી રીતે તમે ઋષભસ્વામીના પુત્ર લેાકેાત્તર છે, તેવી રીતે તે પણ છે. તેથી તેમને જીત્યા વિના તમે શુ જીત્યું? છ ખંડ ભરતમાં સ્વામીના સરખા કાઈ પણ જોવાચેા નથી, તેને જીતવામાં ભરતરાજાના કચેા ઉત્કૃષ્ટ ગુણુ હાય ! પરંતુ આ બાહુબલિ જગન્માન્ય એવા તમારી આજ્ઞાને માનતા નથી. તેને નહિ જીતવાથી લજજા પામ્યુ હાય તેમ ચક્ર આ નગરમાં પ્રવેશ કરતુ નથી. વ્યાધિની માફક નાના શત્રુની પણ ઉપેક્ષા ન કરવી જોઈ એ. તેથી ઘેાડા પણ વિલંબ વડે સયુ...! બાહુબલિને જીતવા માટે પ્રયત્ન કરા.
હવે મ`ત્રીનું વચન સાંભળીને દાવાનળ અને મેઘવૃષ્ટિ વડે પતની જેમ એકદમ કેપ અને ઉપશમ વડે વ્યાપ્ત ભરતેશ્વર આ પ્રમાણે કહે છે :- એક તરફ નાના ભાઈ પણ આજ્ઞા સ્વીકારતા નથી એ લજ્જાસ્પદ છે, એક તરફ નાના ભાઈ સાથે યુદ્ધ તે પણ મને પીડા કરે છે.
જેની આજ્ઞા પેાતાના ઘરમાં ચાલતી નથી તેની આજ્ઞા બહાર હાંસી કરનારી થાય છે. તેમજ પેાતાના નાના ભાઈના અવિનય ન સહન કરવામાં પ્રવાદ છે, એક
Page #384
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૪૫
તરફ ગર્વિષ્ઠજનેના અભિમાનનો નાશ કરે એ રાજધર્મ છે, આ તરફ ભાઈને વિષે ઉત્તમ બંધુપણું કરવું જોઈએ, અરે રે! હું સંકટમાં પડ્યો છું.
મંત્રી પણ આ પ્રમાણે કહે છે – હે મહારાજ ! દેવનું જે સંકટ છે તે આપની મોટાઈથી તે જ નાને ભાઈ દૂર કરશે. જેથી મોટાએ આજ્ઞા આપવી, અને નાનાએ તે કરવી” એ આચાર સાધારણ ગૃહસ્થામાં પણ રૂઢ છે. દેવ પણ લેકરૂઢ માર્ગ વડે સંદેશ લઈ જનાર દૂતને મોકલીને નાના ભાઈને આજ્ઞા કરે. હે દેવ ! પિતાને વીર માનનાર તમારે નાનો ભાઈ સિંહ જેમ પલાણને સહન ન કરે તેમ સર્વ જગતને માનનીય તમારી આજ્ઞાને જે સહન ન કરે, તે ઇંદ્રની જેમ પ્રચંડ શાસનવાળા તમે તે નાના ભાઈને શિક્ષા કરજે. આ પ્રમાણે કાચારનું ઉલંઘન નહિ કરવાથી લેકમાં તમારો પણ અપવાદ થશે નહીં.
ભરતરાજા તેનું વચન “તેમ હો’ એ પ્રમાણે સ્વીકારે છે, કારણ કે શાસ્ત્ર અને લેકવ્યવહારને અનુસરતી વાણી ઉપાદેય હોય છે.
ભરતનું બાહુબલિ તરફ દૂતનું મેકલવું
તે પછી તે નીતિકુશળ વાચાળ દઢ એવા સુવેગ નામના દૂતને સમજાવીને બાહુબલિ તરફ મલે છે.
' તે સુવેગ સારી રીતે સ્વામીની શિખામણ લઈને રથમાં ચઢીને તક્ષશિલા તરફ ચાલે છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
શ્રેષ્ઠ સૈન્યના પરિવારવાળે તે અતિવેગવાળા રથવડે અયોધ્યાનગરીની બહાર નીકળે છે. તે માર્ગમાં તે છતે કાર્યના આરંભમાં દૈવ પ્રતિકૂળ જતું હોય તેમ તેનું ડાબું નેત્ર વારંવાર ફરકે છે. અગ્નિમંડળના મધ્યમાં સુવર્ણકારની જેમ તેની જમણી નાડી રેગના અભાવમાં પણ વારંવાર ચાલે છે, ખલના પામતી વાણીવાળાને જીભ અસંયુક્ત અક્ષરોમાં પણ ખલના પામે તેમ સમમાર્ગમાં પણ તેને રથ વારંવાર ખલના પામે છે. ઘેડે સ્વાએ નિવારવા છતાં પણ વારંવાર પ્રેરણા કરાતે હોય તેમ હરણ તેની આગળ જમણું બાજુથી ડાબી. બાજુ જાય છે, તેની આગળ જમણી બાજુથી ડાબી બાજુ જાય છે, તેની આગળ શુષ્ક કંટકવૃક્ષ ઉપર બેઠેલે કાગડે પથ્થર ઉપર શસ્ત્ર ઘસે તેમ ચાંચને ઘસતે કટુક અવાજ કરે છે, તેના વાહનને રોકવાની ઇચ્છાથી દેવવડે વચ્ચે ફેકેલ દેરડાની જેમ તેની આગળ લાંબે કૃષ્ણ સર્પ ઉતરે છે. વિચારમાં એક વિદ્વાન એવા તેને પાછો ફેરવતે હોય તેમ ચક્ષુમાં ધૂળને ફેંક્ત વાયુ પ્રતિકૂળ વાય છે. ફૂટી ગયેલ ઢોલની જેમ વિરસ સ્વરવાળો ગધેડે તેની જમણી બાજુએ થઈને ચીસ પાડે છે.
સુવેગ આ અપશકુનોને જાણવા છતાં પણ આગળ જાય છે. ખરેખર સ્વામીના ઉત્તમ ચાકર બાણની જેમ. કોઈ ઠેકાણે ખલના પામતા નથી.
ચક્રવાત (=વંટેળિયાની જેમ તે તે નગરવાસીઓ
Page #386
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૪૭
વડે ક્ષણવાર જોવાતા, ઘણા ગામનગર–આકર અને કટાને એળગે છે. સ્વામીના કાર્યોંમાં પ્રવૃત્ત થયેલ તે વનખ’ડ–સરેાવર–સિંધુનઢી વગેરે સ્થાનેમાં પણ વિસામે લેતા નથી.
આ પ્રમાણે પ્રયાણ કરતા એવા તે મૃત્યુની એકાંત ક્રીડાભૂમિ હોય એવી મેાટી અટવીમાં પહોંચે છે. તે કેવી છે ? રાક્ષસેાની જેવા મૃગચમના વસ્ત્રને ધારણ કરનારા હાથીએનું લક્ષ્ય કરીને તૈયાર કર્યા છે ધનુષ્ય જેણે એવા ભિલ્લા વડે વ્યાપ્ત, હરણ-ચિત્તા-વાઘ-સિ’હુ અને અષ્ટાપદ આદિ, યમરાજાના એક ગેાત્રીય હાય એવા કર પશુએ વડે નિર'તર વ્યાપ્ત, યુદ્ધ કરતા સનાળિયાના રાફડા વડે ભય'કર, રી’છના કેશ ધારણ કરવામાં નાની ભીલડીઓ છે જેમાં એવી, પરસ્પર પાડાના સ'ગ્રામથી ભાંગી નાખતા છે જીણુ વૃક્ષ જેમાં, મ્લે વડે ઉડાડેલી મધમાખા વડે જેમાં સાઁચાર ન થઈ શકે એવી, આકાશને અડે એવા વૃક્ષના સમૂહ વડે છૂપાઈ ગર્ચા છે સૂય જેમાં એવી તે અટવી છે.
આવી ભય'કર તે અટવીને મેટા વેગવાળા છે રથ. જેને એવે સુવેગ પુણ્યવંત જેમ કષ્ટને એળંગે તેમ લીલામાત્રમાં ઓળંગી જાય છે.
અનુક્રમે તે માગ†ની વચ્ચેના વૃક્ષેામાં વિસામે લેતી, અમૂલ્ય આભૂષણાને ધારણ કરતી સાના મુસાફરોની વધૂજના વડે જણાતું છે સુરાજ્ય જેમાં, ગેાકુળ-ગોકુળ .
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
વૃક્ષતળે બેઠેલા આનંદવાળા ગોવાળીઆના બાળકો વડે ગવાતું છે ઋષભચરિત્ર જેમાં, ભદ્રશાળવનમાંથી લાવીને રેપ્યા હોય એવા ફળથી શોભતાં ઘણાં વૃક્ષે વડે સુભિત છે દરેક ગામે જેમાં, શહેરે શહેરે, ગામે ગામે અને ઘરે ઘરે દાનશીલ શ્રેષ્ઠિ લકે વડે શેધ કરાતા છે યાચકજને જેમાં, ભરતરાજાથી ત્રાસ પામ્યા હોય તેમ ઉત્તર ભરતાદ્ધમાંથી આવેલા અક્ષીણ સમૃદ્ધવાળા પ્લેચ્છો વડે પ્રાયઃ નિવાસ કરાયા છે ગામે જેમાં, છ ખંડ ભરતક્ષેત્રથી જાણે બીજો ખંડ રહેલું હોય એવા, ભરતની આજ્ઞાને નહિ જાણતા એવા બહલીદેશમાં તે પહોંચે છે.
માર્ગમાં બાહુબલિ રાજા વિના, બીજા રાજને નહીં જાણતા જનપદવાસી સુખી લોક સાથે અનેક પ્રકારે વાતચીત કરતે, સુનંદાપુત્ર બાહુબલિની અનુજ્ઞાવડે વનેચર-ગિરિચર-દુર્મદ એવા હિંસક પ્રાણુઓને પણ અહિંસક ભાવ પામેલા જેતે, પ્રજાઓના અનુરાગના વચન વડે અને મહાસમૃદ્ધિ વડે શ્રી બાહુબલિરાજાની રાજ્યનીતિને અતિઅદ્ભુત માનતો, ભરત રાજાના નાના ભાઈના ઉત્કૃષ્ટ ગુણને સાંભળવાથી, ભૂલી જવાયેલા ભારતના સંદેશાને વારંવાર યાદ કરતો તે સુવેગ તક્ષશિલા નગરીએ પહોંચે છે. દૂતને તક્ષશિલા નગરીમાં પ્રવેશ, બાહુબલિ સાથે વાતચીત
નગરીની ભાગોળમાં રહેતા લોકો વડે કાંઈક ચક્ષુપાત વડે ક્ષણવાર “આ કેઈ મુસાફર છે” એવી બુદ્ધિથી જેવાતે, કીડોદ્યાનમાં એકત્ર ભેગા થયેલા ધનુષ્યને
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩e
અભ્યાસ કરતા સુભટોના હાથના આસ્ફાલનથી ત્રાસ પામતા છે રથના ઘડા જેના, અહીંથી તહીં નગરજનની દ્ધિ જોવામાં તત્પર સારથિ વડે નહીં રોકવા વડે ઉત્પથે ગમન કરતો સ્કૂલના પામતો છે રથ જેને, બાહ્ય ઉધાનના વૃક્ષને વિષે સમસ્ત દ્વીપના ચક્રવતએના એક ઠેકાણે ભેગા થયેલ ગજરને હોય તેમ બાંધેલા શ્રેષ્ઠ હાથીઓને જેતે, જ્યોતિષીઓના વિમાનને છોડીને આવેલા હોય એવા શ્રેષ્ઠ ઘોડાઓ વડે મને હર એવી અધશાળાઓને જોતો, ભરતરાજાના નાના ભાઈના અશ્વથને આશ્ચર્ય પૂર્વક જેવાથી ઉત્પન્ન થયેલી શિવેદના વડે જાણે મસ્તક ધૂણાવતો હોય તેમ તે દૂત નગરીમાં પ્રવેશ કરે છે.
અહમિદ્રની જેમ સ્વછંદપણે હદૃશ્રેણિમાં બેઠેલા શ્રીમંત વણિજનોને જે તે રાજદ્વારે જાય છે.
સૂર્યનાં કિરણે ખેંચીને જાણે બનાવેલા હોય એવા ભાલાઓને ધારણ કરતા પાયદળ સૈન્ય વડે કઈક સ્થળે અધિષ્ઠિત, ઈશ્નપત્ર છે મુખમાં જેને એવા લેહમય શલ્યને ધારણ કરતા, પલ્લવિત થયેલા વીરતારૂપી વૃક્ષો જેવા સિપાઈ એ વડે કઈક ઠેકાણે શુભતા, કોઈક ઠેકાણે ચંદ્રકેતુને ધારણ કરતા હોય એવા ઢાલ-તલવારને ધારણ કરતા પ્રચંડ શક્તિધર વીરપુરુષ સિંહે વડે વિરાજિત, નક્ષત્રગણ સુધી અત્યંત દર બાણને ફેંકનારા, શબ્દવેધી, પીઠને વિષે ભાથાવાળા, ધનુષ્ય છે હાથમાં
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેને એવા સુભ વડે કઈ ઠેઠાણે અધિષ્ઠિત, દ્વારપાળની જેમ બંને બાજુએ રહેલા પ્રચંડ શું ડાદંડવાળા બે હાથીઓ વડે દૂરથી ભયંકર એવા મનુષ્યોમાં સિંહ સરખા બાહબલિના સિંહદ્વારમાં પ્રવેશ કરતા વિસ્મિત મનવાળા દ્વારપાળ વડે પ્રતીક્ષા કરાયેલે સુગ ત્યાં રહ્યો. રાજાની સભાની એ મર્યાદા છે.
દ્વારપાળ અંદર જઈને બાહુબલિને નિવેદન કરે છે કે –તમારા મોટા ભાઈનો સુવેગ નામતો દૂત દ્વારને વિષે ઊભે છે. - હવે બાહુબલિ રાજાની અનુજ્ઞા વડે ત્રિવડે બતાવ્યું છે માર્ગ જેને એવો વિદ્વાનમાં શ્રેષ્ઠ તે સુવેગ, બુધ જેમ સૂર્યમંડળમાં પ્રવેશ કરે તેમ સભામાં પ્રવેશ કરે છે.
વિસ્મય પામેલે તે, રત્નસિંહાસન ઉપર બેઠેલા તેજસ્વી બાહુબલિ રાજાને જુએ છે. તે કેવો છે?—જે સ્વર્ગમાંથી ભૂમિ ઉપર આવેલા સૂર્ય જેવા, પહેરેલ છે રત્નમુગટ જેણે એવા તેજસ્વી રાજાઓ વડે સેવાયેલ, નાગકુમારની જેમ દેદીપ્યમાન ચૂડામણિ વડે કેઈથી પણ પરાભવ ન પામે એવા શ્રેષ્ઠ રાજકુમારે વડે લેવાયેલ, સ્વામીના વિશ્વાસ સર્વસ્વરૂપ વલ્લીના સંતાન મંડપ જેવા ધર્મ આદિની પરીક્ષા કરવામાં કુશળ એવા બુદ્ધિશાળી પ્રધાન વડે પરિવરેલે, ખુલ્લાં શસ્ત્રો છે હાથમાં જેને એવા હજારે આત્મરક્ષક વડે, નીકળેલી જીભવાળા સર્પોવડે મલયગિરિની જેમ ભયંકર, ચમરી ગાયે વડે હિમાલય
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૫૧
પતની જેમ, જે નિરંતર વારાંગનાઓ વડે અતિસુંદર ચામરો વડે વીંઝાતા, આગળ સુવર્ણ દંડને ધારણ કરનારા પવિત્ર વેશવાળા વેત્રિ વડે જે વિજળી સહિત મેઘ વડે શરઋતુની જેમ શાભતા હતા.
હવે લલાટ વડે સ્પર્શ કર્યો છે. ભૂમિતળને જેણે એવા તે સુવેગ, અવાજ કરતી લાંખી સુવર્ણની સાંકળવાળા હાથીની જેમ રાજાને નમે છે.
તે પછી રાજાએ ભૃકુટીની સ’જ્ઞાથી તત્કાળ મગાવેલા, પ્રતિહારે બતાવેલા આસન ઉપર બેસે છે.
બાહુબલિ રાજા પ્રસન્નતા પૂર્ણાંક અમૃત ઝરતા નેત્ર વડે તેને જોતા કહે છે- ‘ સુવેગ ! વડીલબંધુ ભરતરાજાને કુશળ છે ને ? હું સુંદર ! પૂજ્ય પિતા વડે લાલન-પાલન કરાયેલી વિનીતાનગરીની પ્રજા કશળ છે ને? કામ આદિ શત્રુએની જેમ છ ભરતખ’ડના વિજય રાજાએ અંતરાય વગર કર્યાં છે ને ? સાઠ હજાર વર્ષ સુધી પ્રચંડ સેના સાથે દિવિંજય કરીને સેનાપતિ વગેરે સકળ પરિવાર સુખપૂર્વક આવ્યે છે ને ? હાથીઓના લાલ થયેલ 'ભ સ્થળ વડે આકાશમાં સંધ્યાના ભ્રમ કરતી હાય એવી રાજાની કરિઘટા નિરામય છે ને ? હિમવંત પર્યંત સુધી પૃથ્વીને આક્રમણ કરીને આવતા રાજાના શ્રેષ્ઠ અશ્વો પરિશ્રમ વગરના છે ને ? રાજાએ વડે સેવાતા સવ ઠેકાણે અસ્ખલિત આજ્ઞાવાળા મોટાભાઈના દિવસેા શું, સુખપૂર્વક પસાર થાય છે ને ?
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫ર
શ્રી ઋષભનાથ ચરિત્ર આ પ્રમાણે પૂછીને તે રાષભપુત્ર બાહુબલિ મૌન રહે છતે, ઉત્સુકતા રહિત તે સુવેગ બે હાથ જોડી આ પ્રમાણે વચન બોલે છે - જે સકળ પૃથ્વીનું જાતે કુશળ સ્વતઃ સિદ્ધ છે. અધ્યાનું, સુષેણ આદિનું, હાથીનું અને અશ્વનું અકુશળ કરવાને દૈવ પણ શું સમર્થ છે કે જેને સ્વામી તમારે માટે ભાઈ છે?
ભરત રાજાથી તુલ્ય અથવા અધિક શું કઈ કઈ પણ જગ્યાએ છે કે જે છ ભરતખંડના જયમાં વિદન કરનાર થાય !
અખંડિત આશાવાળે તે ભરતેશ્વર સર્વ રાજાઓ વડે સેવાય છે. તે પણ કયારેય મનમાં આનંદ પામતે નથી. “જે દરિદ્ર હોવા છતાં કુટુંબવડે સેવાય તો તે ઈશ્વર છે, જે તેના વડે ન લેવાય તેને અધર્યનું સુખ કયાંથી હોય?”
સાઠ હજાર વર્ષને અંતે આવેલા તમારા મોટા ભાઈએ ઉત્કંઠાપૂર્વક નાના ભાઈ એના આગમનની રાહ જોઈ, મહારાજ્યાભિષેકના સમયે ત્યાં બંધુ–સંબંધિજન મિત્ર આદિ સર્વે આવ્યા અને ભરતરાજાને રાજ્યાભિષેક મહોત્સવ કર્યો.
ઈંદ્ર સહિત દેવે આવવાથી પણ સયું, પરંતુ તમારા ચેષ્ઠબંધુ રાજા પાસે પિતાના નાના બંધુઓને ન જોતાં હર્ષ પામતો નથી, કારણકે ઉત્કંઠા બળવાના હોય છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૫૩
તેઓ કેાઈક વિચાર કરીને ભરતની પાસે ન આવ્યા, પરંતુ પૂજ્ય પિતા પાસે જઈ ને દીક્ષા ગ્રહણ કરી. હવે તે રાગરહિત શ્રમણાને કાઈ પોતાનુ નથી કે કોઈ પારકુ નથી. તેએથી રાજાના અ'વાત્સલ્યનુ કૌતુક કેવી રીતે પૂરાય ? જો તમારા તેમની ઉપર સુખ પણાથી ઉત્પન્ન થયેલા સ્નેહ છે, તે આવા અને પૃથ્વીપતિ એવા પેાતાના ભાઈના હૃદયને આનંદ આપે.
લાંબા કાળે દિગૢવિજય કરીને આવેલા તમારા મેટા ભાઈ ને વિષે જ્યારે આ પ્રમાણે છે, તેથી હું તમને વાથી અધિક નિષ્ઠુર માનું છું. વડીલના અપમાનથી હું તમને નિર્ભયથી પણ નિંય માનું છું. પરંતુ ‘ શૂરવીર પુરુષા એ પણ વડીલેસને વિષે ભય સહિતની જેમ વર્તવું જોઈએ.’
એક તરફ વિશ્વના વિજય કરનાર અને બીજી તરફ ગુરુને વિષે વિનયસંપન્ન, એમાં કાણુ પ્રશ’સા ચેાગ્ય છે ? વિચાર કરવાથી સર્યું. સાભ્યના વડે ગુરુને વિષે જે વિનયસ'પન્ન હાય છે તેની જ પ્રશંસા કરાય છે.
જો કે તમારા અવિનયને, સ સહન કરશે, પરંતુ એથી પિશુન નિર’કુશ થાય. ત્યાં તમારી અભક્તિને (ચાડી ખાનારા ) લેાકેાની વાણી ભરત કાંજીના છાંટાવાળી ખીરની જેમ દૂષિત
૨૩
સહન કરનાર રાજા લેાકેાના અવકાશ દર્શાવતી પિન રાજાના ચિત્તને કરે છે. પોતાના
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્વામીને વિષે અત્યંત અલ્પ પણ પેાતાનું છિદ્ર શકવું જોઈએ, કારણકે નાના છિદ્રથી પણ પાણી પૂલને શુ ઉખાડી નાખતું નથી ? આટલા કાળ સુધી ન આવ્યા એવી આશા મનમાં કરતા નહિ, હમણાં પણ આવે. ઉત્તમ સ્વામી દોષને ગ્રહણ કરતા નથી. ત્યાં તમે જશે તેથી પિશુન લેાકેાના મનારથી સૂર્યોદયમાં હિમસમૂહની જેમ તરત જ વિનાશ પામશે.
પદિવસે ચંદ્ર સૂર્યની જેમ તેજ વડે વૃદ્ધિ પામે, તેમ સ્વામી સાથે સ'ગમ થવાથી તમે તેજ વડે ચિરકાળ વૃદ્ધિ પામેા.
સ્વામીપણાને ઈચ્છતા બીજા પણ ઘણા પરાક્રમી રાજાઓ, પેાતાના સેન્ટપણાના ત્યાગ કરીને તે ભરતરાજાની પ્રતિદિન સેવા કરે છે. દેવા વડે ઈન્દ્રની જેમ, નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ ચક્રવતી રાજાએ વડે અવશ્ય સેવા કરવા ચેાગ્ય છે. ચક્રવતી પણાના પક્ષમાં પણ તમે તેમની સેવા કરશે તે અદ્વિતીય અ’વાત્સલ્યના પક્ષને પ્રકાશિત કરશે.
મારા ભાઈ છે એમ ભય રહિત થયા થકાં ન આવા તે ચેાગ્ય નથી, કારણ કે આજ્ઞાપ્રધાન રાજાએ જ્ઞાતિભાવ વડે ગ્રહણ કરાતા નથી.'
લાહકાંત વડે લેાહની જેમ પ્રકૃષ્ટ તેજ વડે ખેંચાચેલ દેવ-દાનવ–અને માનવા ભરતેશ્વરની પાસે આવે છે. ઇંદ્ર પણ અ આસન આપવા વડે જેમની સાથે
Page #394
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મિત્રની જેમ આચરણ કરે છે, તે ભરતરાજા તરફ ફક્ત આવવા માત્રથી તમે કેમ અનુકૂળ વતતા નથી? જો તમે પિતાને વીર માનીને તે રાજાની અવગણના કરતા હે તે, તે ભરતરાજાને વિષે સૈન્ય સહિત પણ તમે સમુદ્રમાં સાથવાની મુઠ્ઠી જેવા છે.
તેમને જંગમ પર્વત જેવા, ઇંદ્રના હાથી સરખા રાશી લાખ હાથી સન્મુખ આવતા તેના વડે સહન કરી શકાય? કલ્પાંત કાળના સમુદ્રના કલેલની જેમ ચારે તરફથી પૃથ્વીને ભીંજવી દેતા, તેના તેટલા (૮૪ લાખ) અશ્વ અને રથને કોણ અટકાવી શકે ?
છ— ક્રોડ ગામના સ્વામી એવા તેમના છનું કોડ સૈનિકે સિંહની જેમ કોને ત્રાસ માટે ન થાય ?
તેનો એક સુષેણ સેનાપતિ, હાથમાં દંડવાળા યમરાજની જેમ સન્મુખ આવતે દેવ અને અસુરે વડે પણ શું સહન કરવા માટે શક્ય છે?
અમોઘ ચંદ્રને ધારણ કરતા ચક્રવતી ભરતને, સૂર્યને અંધકારના સમૂહની જેમ ત્રણેય લેક પણ કઈ ગણતરીમાં નથી.
તેથી હે બાહુબલિ! તેજ વડે અને વય વડે જ્યેષ્ઠ અને સર્વથા શ્રેષ્ઠ એવા તે રાજાની તમારે સેવા કરવી જોઈએ.
હવે બાહુના બળથી દૂર કરેલ છે જગતનું બળ
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રી ઋષભનાથ ચરિત્ર જેણે એવો, બીજા સમુદ્રની જે ગંભીર ઇવનિવાળે બાહુબલિ આ પ્રમાણે કહે છેઃ –હે દૂત! સારી રીતે વાચાળમાં અગ્રેસર તું જ એક છે કે જેથી મારી આગળ પણ આવા પ્રકારનું વચન બોલી શકે છે.
ખરેખર મારે મોટા ભાઈ પિતા તુલ્ય છે, તે પણ બાંધના સમાગમને ઈચ્છે તે પણ ચગ્ય જ છે.
સુર–અસુર અને રાજાઓની લક્ષ્મી વડે સમૃદ્ધ એવો તે અલ્પ વૈભવવાળા અમે આવવાથી લજજા પામે. એથી અમે ન આવ્યા.
સાઠ હજાર વર્ષો સુધી બીજાઓના રાજ્યને ગ્રહણ કરતા એવા તેને નાના ભાઈઓના રાજ્ય લેવામાં વ્યગ્રતા કારણ છે, જે તેનું કારણ સુબંધુપણું હોત તો તેણે પિતાના ભાઈની આગળ રાજ્ય અને સંગ્રામની. ઈચ્છાથી દરેકને દૂત શા માટે મોકલ્યા?
લેભી એવા પણ મોટા ભાઈની સાથે ક ભાઈ લડે, એ પ્રમાણે બુદ્ધિથી વિચારીને મહાસત્ત્વશાળી તે તે નાના ભાઈએ પિતા પાસે ગયા. અને તેઓના રાજ્ય ગ્રહણ કરવા વડે પણ છળ જેનારા તારા સ્વામીની બકચેષ્ટા નકકી પ્રગટ થઈ.
આશ્ચર્ય છે કે અમારા ઉપર પણ તેવા પ્રકારના સ્નેહને બતાવતા તે ભરત વાણીપ્રપંચમાં વિચક્ષણ અને વિશિષ્ટ એવા તને મેકલ્યો.
દીક્ષા ગ્રહણ કરીને ભાઈઓએ રાજ્ય આપી તે.
Page #396
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૫૭
ભરતને જે આનંદ પમાડ્યો, તે ત્યાં આવેલે હું રાજ્યમાં આસક્ત એવા તેને શું આનંદ પમાડીશ?
હું વા કરતાં પણ કર્કશ છું. જે કારણથી અલ્પ વિભાવવાળો હોવા છતાં પણ ભાઈને તિરસ્કાર કરવામાં કાયર તેની સમૃદ્ધિને ગ્રહણ કરતું નથી, વળી તે ભરત પુષ્પથી પણ કોમળ છે, જે માયાવીએ અવર્ણવાદથી ભીરુ એવા નાના ભાઈઓનાં રાજ્ય પિોતે લઈ લીધા !
ભાઈઓના રાજ્યને ગ્રહણ કરતા તે ભારતની જે અમે ઉપેક્ષા કરી, તેથી નિર્ભયથી પણ નિર્ભય અમે કેવી રીતે? જે ગુરુ (વડીલ) ગુરુના ગુણથી યુક્ત હોય તે તે ગુરુને વિષે વિનય પ્રશંસાને યોગ્ય થાય, ગુરુના ગુણથી હીન એવા ગુરુને વિષે વિનય પણ લજજાનું કારણ જ છે.
ગવિત, કાર્ય–અકાયને ન જાણનાર, ઉન્માર્ગને પામેલ એવા ગુરુને પણ પરિત્યાગ કરાય છે.
અમે શું તે ભારતના તુરંગ (ઘેડ) આદિ લૂંટી લીધા છે? એના નગર આદિ ભાંગી નાંખ્યા છે કે જેથી સર્વને સહન કરનાર ભરતરાજા અમારો અવિનય સહે ! | દુર્જનના પ્રતિકાર માટે અમે ત્યાં પ્રયત્ન ન કરીએ. વિચારીને કાર્ય કરનાર સજજને શું લુચ્ચાઓના વચનથી દૂષિત થાય?”
આટલા વખત સુધી અમે ન આવ્યા, કારણ કે તે નિઃસ્પૃહ કઈ ઠેકાણે ગ છે કે જેથી આજે ભરતચકી પાસે અમે આવીએ ?
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભૂતની જેમ છળ શોધનાર તે, સર્વત્ર સદા અપ્રમત્ત અને અલુબ્ધ એવા અમારી કઈ ભૂલને ગ્રહણ કરે? તેના દેશ આદિ કાંઈપણ ન લેનાર અમારા તે ભરતેશ્વર કઈ રીતે સ્વામી થાય?
મારા અને તેના ભગવાન ઝષભદેવ એ જ એક સ્વામી છે. અમારે પરસ્પર સ્વ–સ્વામી સંબંધ કેવી રીતે ઘટે?
તે જ નિમિત્ત ત્યાં ગયે છતે તેનું તેજ કેવી રીતે થાય? સૂર્ય ઉદય પામે છતાં અગ્નિ તેજસ્વી ન થાય.
સ્વામીની જેમ આચરણ કરનારા તે અસમર્થ રાજાઓ તે ભારતની સેવા કરે કે દીન એવા જેઓ ઉપર તે ભરત નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે.
ભાઈના સ્નેહના પક્ષે પણ તેને વિષે મારા વડે કરાયેલી સેવા તે પણ ચક્રવતી પણાના પક્ષમાં થાય, કારણ કે બાંધ્યા વગરના મુખવાળ લેક આ પ્રમાણે બેલશે કે-આ ચક્રવતીને સેવક છે!”
એને હું નિર્ભય ભાઈ છું. જે આજ્ઞા પ્રધાન એ તે જે જ્ઞાતિ સ્નેહ વડે ભલે આજ્ઞા કરે. શું વજીવડે વજા ભેદાય છે?
સુર–અસુર અને મનુષ્યની સેવા વડે તે ભલે ખુશ થયેલ રહે, મારે તેનાથી શું ? સુમાર્ગમાં ગમન કરવામાં સમર્થ સુસજજ રથ પણ ઉન્માર્ગમાં ભાંગી જાય છે. જે.
Page #398
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
રૂપષ્ટ
પિતાના ભક્ત મહેન્દ્ર તે પિતાના મોટા પુત્રને અાંસન ઉપર બેસાડે છે તેથી શું તે ભરત વિંત થાય છે?
એ ભરતરૂપી સમુદ્રમાં સૈન્યસહિત જે રાજાએ સાથવાની મુષ્ટિ જેવા થાય તે ખીજા, હું તેા તેજ વડે દુસ્સહ વડવાનલ થઈશ.
સૂર્યના તેજમાં અન્ય તેજની જેમ મારામાં પાયદળ, અશ્વ, રથ, હાથી, સેનાપતિ અને ભરત પણ સવે અદૃશ્ય થશે.
બાળકપણામાં હાથીની જેવા મારા વડે હાથથી પગમાં પકડીને માટીના ઢેફાની લીલા વડે મારા વડે ગગનમાગે ઉછાળેલા અત્યંત દૂર જઈને ભૂમિ ઉપર પડતા એવે જે ‘ આ પ્રાણરહિત ન થાઓ’ એ પ્રમાણે મારા વડે પુષ્પની માફક કરકમળમાં ગહેણુ કરાયેા હતા.
જીતાયેલા મીઠું ખેલનારા રાજાઓનાં મીઠાં વચને વડે જાણે જન્માંતરને પામ્યા હાય તેમ હમણાં તે ભૂલી ગર્ચા છે. સર્વે તે મીઠું ખેલનારા રાજાએ નાસી જશે, પાતે જાતે એકલા જ તે માહુબલિના માહુબળથી ઉત્પન્ન થયેલી પીડાને સહન કરશે.
હે દૂત! અહીંથી તું જા, રાજ્ય અને જીવિતની ઈચ્છા વડે તે જ આવે. પિતાએ આપેલા ભાગથી સંતુષ્ટ થયેલા મે' ખરેખર તેની ભૂમિની ઉપેક્ષા કરી છે, ત્યાં મારે આવવાનું પ્રત્યેાજન નથી.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૬૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે પછી વાઘની જેવા દઢ સ્વામીની આજ્ઞારૂપ પાશથી બંધાયેલા, કેપથી લાલ નેત્રવાળા રાજાઓ વડે તે જેવાતે, રોષથી “મારે મારે એ પ્રમાણે અંદર બેલતા, કુરાયમાન હઠવાળા રાજકુમારે વડે વિકટ પણે કટાક્ષ કરાતે, ખાઈ જવા ઈચ્છતા હોય એવા, ઊંચી કરેલી ભ્રકુટીવાળા, કાંઈક ચલાયમાન થયા છે શસ્ત્ર જેને દઢ પરિકર બાંધેલા અંગરક્ષકો વડે જેવાતે, અમારા સાહસિક કઈક સ્વામીના સૈનિક વડે આ બિચારે મરાશે એ પ્રમાણે વિચારાતે, પગ ઊંચે કરીને ઊભેલા સજજ કરેલા હાથ વડે ગળે પકડવા માટે જાણે ઉત્કંઠિત હોય એવા વેત્રિ વડે ઉઠાડેલે તે સુવેગ મનમાં ક્ષોભ પામ્યા છતાં ધીરજ ધારણ કરી ઊભે થઈને સભાગૃહમાંથી બહાર નીકળે છે.
સુવેગ દૂતનું સભામાંથી નિર્ગમન તે વખતે ક્રોધ પામેલા તક્ષશિલાના અધિપતિના મેટા શબ્દના અનુમાનથી અત્યંત ક્ષેભ પામેલી દરવાજે રહેલી પાયદળ સેના વડે આસ્ફાલન કરાતી ઢાલે વડે, નચાવાતી મોટી તલવારે વડે, ફેંકાતા ચકો વડે, ગ્રહણ કરાતા મુદુગરે વડે, ચીરાતા ત્રિશલ્ય વડે, પીડા કરાતા ભાથાઓ વડે, ગ્રહણ કરાતા દંડ વડે, ચલાવાતા પરશુ વડે પગલે પગલે ચારે તરફથી પિતાના મૃત્યુને જાણે જેતે હોય એ, અલના પામતા છે પગ જેના એવો તે સુવેગ દૂત બાહુબલિના સિંહદ્વારમાંથી નીકળ્યો.
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૬૨ તે પછી રથમાં ચઢી જ તે સુવેગ પરસ્પર મટેથી એલતા નગરજનેની વાણુ આ પ્રમાણે સાંભળે છે ?
પ્ર. આ ક ન પુરુષ રાજદ્વારમાંથી નીકળ્યો? ઉ. આ ખરેખર ભરતરાજાને દૂત આવ્યું છે. પ્ર. આ પૃથ્વીતળમાં બીજે કઈ રાજા છે?
ઉ. અયોધ્યામાં બાહુબલિને મોટે ભાઈ ભરતેશ્વર રાજા છે.
પ્ર. તે ભરતરાજાએ શા માટે અહીં દૂતને મેકલ્યા? ઉપિતાના ભાઈશ્રી બાહુબલિરાજાને બોલાવવા માટે.
પ્ર. ખરેખર ! આપણા સ્વામીને ભાઈ આટલા વખત સુધી કયાં ગયો હતો ?
ઉ. તે છખંડ ભરતક્ષેત્રના વિજય માટે ગયે હતો.
પ્ર, તે ઉત્કંઠાવાળે હમણાં નાના ભાઈને શું બેલાવે છે?
ઉ. બીજા રાજગણની જેમ સેવા કરાવવા માટે.
પ્ર. પરાક્રમ વગરના રાજાઓને જીતીને તેના આ માનરૂપી ખીલા ઉપર અધિરેહણ શા માટે છે?
ઉ. અખંડ ચક્રવતી પણાનું અભિમાન ત્યાં કારણ છે.
પ્ર. નાના ભાઈવડે જીતાએલે તે રાજાઓની આગળ પિતાનું મેટું કેવી રીતે બતાવશે?
ઉ. સર્વ ઠેકાણે જીત પામેલે તે થનારા પિતાના પરાભવને જાણતા નથી.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્ર. તે ભરતરાજાના મંત્રિવર્ગમાં મંત્રણ કરવામાં મૂષક સરખે પણ કેઈ નથી શું ?
ઉ, તે ભરતરાજાને પરંપરાગત બુદ્ધિશાળી ઘણા મંત્રિએ છે.
પ્ર, સપના મુખને ખણવા માટે ઇચ્છતા તે ભારતને તેઓએ કેમ ન અટકાવ્યો?
ઉ. તે મંત્રીઓએ તેને અટકાવ્યા નહિ પરંતુ પ્રેરણ કરી એવી ભવિતવ્યતા છે.
આ પ્રમાણે નગરજનેનાં વચન સાંભળતે તે સુવેગ નગરીની બહાર નીકળે.
નગરીના દ્વારને વિષે જાતે તે જાણે દેવતાઓએ પ્રકટ કરી હોય એવી ભરત–બાહુબલિના વિગ્રહની વાત ઈતિહાસની જેવી સાંભળે છે. માર્ગમાં કોધ વડે ઉતાવળે જતાં તેની સ્પર્ધા વડે નિચે તેઓની તે વિગ્રહની વાત ત્વરિતપણે વિસ્તાર પામી, તે વાતથી રાજાના આદેશની જેમ દરેક ગામમાં અને દરેક નગરમાં સુભટો સેના નિમિત્તે તૈયાર થાય છે. રથ શાળામાંથી યુદ્ધસંબંધી રથોને કાઢીને નવા અક્ષ આદિ વડે, ગીઓ - જેમ શરીરને મજબૂત કરે તેમ કેટલાક મજબૂત કરે છે, કેટલાક ઘોડેસ્વારીમાં ચઢી–ચઢીને પંચધારા વડે (અશ્વિની ગતિ વડે) અધોને યુદ્ધમાં સમર્થ કરાવે છે. બીજા લુહારના ઘરોમાં જઈને કૃપાણ આદિ હથિયારને પ્રભુની તેજમૂર્તિની જેમ તેજસ્વી કરે છે. બીજા શુંગના સારને
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૬૩
જેડીને નવી તંત્રીઓ વડે બાંધીને યમની ભ્રકુટી સરખા સારંગ ધનુષે (શીગડામાંથી બનતાં ધનુષ્ય)ને તૈયાર કરે છે, કેટલાક પ્રાણવંત વાજિંત્રોની જેમ પ્રમાણમાં અવાજ કરતા એવા ઊંટને અરણ્યમાંથી કવચ આદિ ઉપાડવા માટે લાવે છે. કેટલાક બાણ સહિત ભાથાઓને અને ટેપ સહિત કવચાને, યાયિક સિદ્ધાંતને દઢ કરે તેમ અત્યંત દઢ કરે છે, કેટલાક ગંધર્વના ભવન જેવા મોટા પડદાઓને અને તંબૂઓને પાથરીને ક્ષણવાર જુએ . છે. બાહુબલિ રાજાને વિષે ભક્ત એવા સર્વ લેક અને જનપદના લેક પણ પરસ્પર સ્પર્ધા વડે જાણે સંગ્રામને વિષે તૈયાર થાય છે. ત્યાં યુદ્ધ માટે તૈયાર થયેલ કેઈ" પિતાના માણસ વડે નિષેધ કરાય તે તેની ઉપર શત્રુની જેમ તે રાજા ઉપર ભક્તિપ્રધાન એ તે કેપ કરે છે. અનુરાગ વડે પ્રાણથી પણ રાજાનું પ્રિય કરવાને ઈચ્છતા. લેકેના આ પ્રમાણે આરંભને માર્ગમાં જતો તે સુવેગ જૂએ છે. - લેકમાં તે યુદ્ધકથાને સાંભળીને અને જોઈને પર્વતવાસી રાજાએ પણ અદ્વિતીય ભક્તિ બતાવતાં. બાહુબલિરાજાને મળે છે. વાળના શબ્દ વડે ગાની. જેમ પર્વતવાસી રાજાઓના ગેઈંગ (પાવા)ના નાદ વડે . નિકુંજમાંથી હજારે ભલે દેડે છે.
કેટલાક સુભટે વાઘના પૂંછડાની ચામડી વડે, કેટલાક મેરપીંછ વડે, કેટલાક વેલડીઓ વડે વાળને વેગ વડે . બાંધે છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
१४
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક સપની ચામડી વડે, કેટલાક વૃક્ષની છાલ વડે, કેટલાક ઘેની ચામડી વડે મૃગ ચર્મમય પરિધાનને બાંધે છે.
હાથમાં પથ્થરવાળા, હાથમાં ધનુષ્યવાળા, વાંદરાની - જેમ કૂદતા તેઓ સ્વામીને વિષે ભક્તિવાળા ઘડાની જેમ પિતાના સ્વામીને વીંટળાઈ વળે છે.
ભરતની અક્ષૌહિણી (મોટી) સેનાને ચૂરી નાખવા - વડે લાંબાકાળે બાહુબલિ રાજાના પ્રસાદને બદલે આજે આપીએ, એવી તે સુભટેની વાણું થાય છે.
આ પ્રમાણે તેઓના આટોપ સહિત આરંભને જો તે - વિવેકનંત જુગ વિચારે છે–અહે! બાહુબલિરાજાને અધીન દેશવાસીઓ આ યુદ્ધકાર્યમાં પિતાના પિતા સંબંધી બૈરની જેમ ઉતાવળ કરે છે. બાહુબલિની સેનાની પહેલાં યુદ્ધને ઈચ્છનાર આ ભીલો પણ આવેલા અમારા સૈન્યને હણી નાંખવા માટે ઉત્સાહ કરે છે, તેવા કેઈપણ માણસને હું જેતે નથી કે જે યુદ્ધને માટે તૈયાર ન હેય, તે કઈ અહિં નથી કે જે બાહુબલિને વિષે - રાગી ન હોય.
અહો ! બહલી દેશમાં ખેડૂતે પણ શૂર અને - સ્વામીભક્ત છે.
તે શું દેશને સ્વભાવ છે કે બાહુબલિ રાજાને ગુણ છે? કદાચ સામંત વગેરે સૈનિકે પગારથી ખરીદાયેલા
Page #404
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૬૫ હોય, પરંતુ આ બાહુબલિના ગુણથી ખરીદ કરાયેલી સમગ્ર ભૂમિ પણ પાયદળ રૂપે છે.
નાના એવા શ્રી બાહુબલિના સૈન્યની આગળ, અગ્નિની આગળ તૃણસમૂહની જેમ મોટી એવી પણ ચક્રવતની સેનાને હું નાની માનું છું. વળી મહાન વીર એવા આ બાહુબલિની આગળ, અષ્ટાપદની આગળ હાથીના બચ્ચાની જેમ ચક્રવતીને પણ અહે ! હું એ માનું છું. ભૂમિ ઉપર નિ ચક્રવતી અને સ્વર્ગમાં ઈંદ્ર જ એજસ્વી પ્રસિદ્ધ છે, પરંતુ તેઓની પાસે વતંતે અથવા તેઓથી પણ અધિક આ બાહુબલિ જણાય છે.
આની લાતના પ્રહાર વડે જ ચક્રવતીનું તે ચક અને ઇંદ્રનું વજ નિષ્ફળ હોય એમ હું માનું છું.
અહો ! અમે બળવાન એવા બાહુબલિને વિરોધી કર્યો, તે ખરેખર! રીંછને કાનમાં પકડ્યો, મુહિમાં મહાસપને ધારણ કર્યો. - વાઘ જેમ એક હરણને ગ્રહણ કરીને સંતોષ પામે તેમ એક ભૂણિખંડને ગ્રહણ કરીને સંતુષ્ટ એવા આ બાહુબલિને ફોગટ અમે તર્જના કરીને છંછેડ્યો.
અનેક રાજાઓની સેવા વડે ભરતરાજાને શું અધૂરું હતું કે જેથી વાહન માટે કેસરિસિંહની જેમ સેવા કરવા માટે આને બોલાવ્યો.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
સુવેગ દૂતનું વિનીતામાં આગમન સ્વામીના હિતચિંતક મંત્રીઓને પણ ધિક્કાર થાઓ, અમોને પણ અહીં ધિક્કાર થાઓ કે શત્રુની જેમ જેઓએ આ કાર્યમાં સ્વામીની ઉપેક્ષા કરી. “એક સુવેગે જઈને સ્વામીને વિગ્રહ કરાવ્ય” એમ લેક બોલશે. ગુણને દૂષિત કરનાર દૂતપણુને ધિક્કાર છે
આ પ્રમાણે હંમેશાં વિચારતો કેટલાક દિવસે નયમાં નિપુણ એવો સુવેગ વિનીતાનગરીમાં પહોંચે છે. દ્વારપાળ વડે સભામાં લઈ જવાચેલે તે પ્રણામપૂર્વક બે હાથ જોડી બેસે છે.
તે પછી ચક્રવતી આદર સહિત પૂછે છે કે હે સુવેગ ! મારા નાનાભાઈ બાહુબલિનું શું કુશળ છે ને ? કારણ કે તું વેગ વડે આવ્યો છે તેથી હું ક્ષોભ પામ્ય છું. અથવા તેના વડે કાઢી મૂકાયેલે તું જલદી આવ્ય, બલવાન એવા તે મારા ભાઈની એ વીરવૃત્તિ યુક્ત છે.
તે વખતે સુવેગ પણ આ પ્રમાણે કહે છે – હે દેવ! તમારી જેમ અતુલ્ય પરાકમવાળા તેનું અકુશળ કરવાને દેવ પણ સમર્થ નથી.
તમારે નાનો ભાઈ છે એથી પહેલાં વિચાર કરીને અત્યંત હિતને ઈચ્છનારા એવા મેં વિનયપૂર્વક તેને સ્વામીસેવા માટે કહ્યું. તે પછી તીવ્ર ઔષધની જેમ પરિણામે ઉપકારી, અવાચ્ય ઠપકાલાયક વચન વડે તેને કહ્યું, પણ
Page #406
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭
તે શામ વચન વડે અને કર્કશ વચન વડે દેવની સેવાને માનતો નથી. “સાંનિપાતિક વિકારમાં ઔષધ શું કરે ?” તે શ્રેષ્ઠમાનવાળો બાહુબલિ ત્રણેય લેકને તૃણતુલ્ય માને છે, સિંહની જેમ કોઈને પ્રતિમલ જાણતા નથી.
તમારા આ સુષેણ સેનાપતિ અને સૈન્યનું વર્ણન કર્યો છતે “એ શું ” એ પ્રમાણે દુર્ગધથી નાક ભાંગે તેમ તે નાકને ભાંગે છે. પ્રભુના ભરતના છ ખંડને વિજય વખાચે છતે તે ન સાંભળ્યું હોય તેમ કરતો પિતાના ભુજદંડને જુએ છે. પિતાએ આપેલા ભાગથી સંતેષ પામેલ મારી ઉપેક્ષા વડે ભરતે ભરતક્ષેત્રના છ ખંડ ગ્રહણ કર્યા એમ તે કહે છે. તેની સેવા વડે સર્યું, ઉલટુ નિર્ભય એવો તે દેહવા માટે વાઘણની જેમ તે હમણાં યુદ્ધ માટે દેવને બોલાવે છે. તમારેમ બંધુ આવા પ્રકારનો ઓજસ્વી માની અને મહાબાહુવાળે છે. જેથી ગંધહસ્તિની જેમ અસાધ્ય અન્યના પરાક્રમને સહન કરતું નથી. ઇંદ્રના સામાનિક દેવની જેમ તેની સભામાં પ્રચંડ ભુજ પરાક્રમવાળા સામંતરાજાએ પણ એની સરખા જ છે તેના રાજકુમારે પણ મોટેથી રાજતેજના અભિમાનવાળા યુદ્ધની ખરજથી યુક્ત બાહુદડવાળા તેનાથી દશગુણ છે, એના અભિમાની મંત્રીઓ પણ તેના જ વિચારને અનુસરે છે. કારણકે જેવા પ્રકારનો સ્વામી હોય તેને પરિવાર પણ તેવા પ્રકારના હોય છે.
તેના અનુરાગી નગરજને પણ પતિવ્રતા સ્ત્રી જેમ
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
બીજા પતિને ન જાણે તેમ બીજા રાજાને જાણતા નથી. અને સહન કરતા નથી.
તેને જે કર આપનારા લકે અને દેશના લોકો છે, તેઓ પણ અનુરાગ વડે ચાકરની જેમ પ્રાણ વડે પણ તેનું પ્રિય કરવાને ઇચ્છે છે. સિંહની જેમ વનમાં કરનારા અને પર્વત ઉપર ફરનારા જે સુભટે છે તે પણ વશ થયેલા તેની માનસિદ્ધિ કરવાને ઈચ્છે છે.
હે સ્વામી ! વધારે કહેવાથી સયું. અથવા હમણું તે વીર યુદ્ધ કરવાની ઈચ્છાથી તમને જેવાને ઇચ્છે છે. પણ દર્શન કરવાની ઉત્કંઠાથી નહિ. હવે પછી જે સ્વામીને ગમે તે સ્વામી કરે. કારણકે તે એ મંત્રી નથી પરંતુ, સત્ય સંદેશ કહેનારા છે.
ભરતરાજા સૂત્રધારની જેમ એકી સાથે વિસ્મયકો ક્ષમા અને હર્ષને તે ક્ષણે બતાવીને આ પ્રમાણે કહે છે?
ભરતરાજાની મંત્રીઓ સાથે વિચારણા
હવે સુર-અસુર અને મનુષ્યોમાં એના સરખે બીજે કઈ નથી એ હકીકત મેં બાળકીડામાં પ્રગટપણે અનુભવી છે. ત્રણ જગતના સ્વામીના પુત્ર મારા નાના ભાઈ બાહુબલિને ત્રણેય લેક તૃણ સમાન છે. આ કેવળ વખાણ નથી પણ સત્ય હકીકત છે. આ નાના ભાઈ વડે હું સર્વથા વખાણવા લાયક છું, કારણકે બીજો હાથ નાખે. હોય તે એક મોટો હાથ ભતે નથી.
Page #408
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જે સિંહ બંધનને સહન કરે, જે અષ્ટાપદ વશ થાય, તે બાહુબલિ વશ થાય. તેથી મારે શું ઓછું છે?
તેથી અમે તેના વિનયને સહન કરશું. જોકે મને અશક્ત કહેશે, તે ભલે તે કહે. લેકમાં ઘણા ધન વડે સર્વ વસ્તુ મળે, પરંતુ વિશેષ કરીને તેવા પ્રકારને ભાઈ કઈ પણ ઠેકાણે ન મળે. | હે મંત્રીઓ ! આ શું યોગ્ય છે કે નહિ? તમે મૌન ધરીને ઉદાસીનની જેમ કેમ રહ્યા છે? જે યથાર્થ હેય તે કહે.
હવે સેનાપતિ સ્વામીની ક્ષમા વડે અને બાહુબલિના અવિનય વડે, પ્રહાર વડે જાણે દુઃખી થયે હોય તેમ કહે છે : હે દેવ ! ગષભસ્વામીના પુત્ર ઉત્તમ સ્વામી એવા ભરતેશ્વરને ક્ષમા ઉચિત છે, પરંતુ તે કરુણાપાત્ર લેકને વિષે એગ્ય છે. જે જેના ગામમાં વસે છે તેને આધીન થાય છે. તે બાહુબલિ દેશને પણ ભેગવવા છતાં વચનથી. પણ તમને વશ નથી.
પ્રાણોનું અપહરણ કરનાર પણ તેજને વધારનાર શત્રુ સારે, પણ પોતાના ભાઈના તેજને વધ કરનાર ભાઈ પણ શ્રેષ્ઠ નથી.
રાજાએ કોશ વડે, સૈન્ય વડે, મિત્ર વડે, પુત્ર વડે અને દેહ વડે પણ પોતાના પ્રભાવની રક્ષા કરે છે. તેઓને પ્રભાવ એ જ જીવિત છે.
૨૪
Page #409
--------------------------------------------------------------------------
________________
૩eo
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્વામીને પિતાના રાજ્ય વડે શું અપૂર્ણ હતું કે જેમણે છ ખંડ ભરતક્ષેત્રને વિજય કર્યો. તે પ્રભાવને માટે જ જાણ.
એક ઠેકાણે પણ હણાયેલે પ્રભાવ તે ખરેખર સર્વ ઠેકાણે હણાયેલો જ છે, કારણકે એક વાર પણ ભ્રષ્ટશીલવાળી સતી તે સર્વદા અસતી થાય છે.
ગૃહસ્થને પણ ધનને વિષે જ સંવિભાગ એગ્ય છે, તે ગૃહસ્થ પણ બાંધે વડે ગ્રહણ કરાતા પિતાના પ્રભાવથી જરાપણ ઉપેક્ષા કરતા નથી.
જે કારણથી સકળ ભરતક્ષેત્રને વિજ્ય કરનાર પ્રભુને અહીં અવિજય તે સમુદ્રને પાર કરનારને ખાબેચિયામાં ડૂબી જવા જેવું છે.
આ કોઈ ઠેકાણે પણ સાંભળ્યું છે કે જોયું છે, જે પૃથ્વીમાં ચક્રવર્તીને પણ પ્રતિસ્પધી રાજા રાજ્ય ભગવે ?
હે દેવ! તે અવિનીતને વિષે ભ્રાતૃસંબંધથી ઉત્પન્ન થયેલ જે સ્નેહ તે આ સ્વામીને એક હાથે તાળી વગાડવા જેવું છે.
વેશ્યાજનની જેમ નેહરહિત બાહુબલિને વિષે પણ સ્વામી નેહાળું છે. એમ કહેતા અમને જે દેવ નિષેધ કરે તે ભલે નિષેધ કરે, પરંતુ “સર્વ શત્રુઓને જીતીને અંદર પ્રવેશ કરીશ એ પ્રમાણે નિશ્ચયથી બહાર રહેલા ચકને દેવ કેવી રીતે નિષેધ કરશે?
Page #410
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭૧ ભાઈને મિષે શત્રુ એવો આ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આ અને સ્વામી બીજા મંત્રીઓને પણ પૂછો. - સુષેણ સેનાપતિનાં વચન સાંભળ્યા પછી ભરતરાજા વડે સન્મુખ જેવાપૂર્વક પૂછાયેલ બૃહસ્પતિએ સરખો મુખ્ય મંત્રી આ પ્રમાણે બેલે છે–સેનાપતિએ એગ્ય કહ્યું છે. બીજે કણ એ બેલી શકે? પરાક્રમના પ્રયાસથી ભીરુ હોય તે જ સ્વામીના તેજની ઉપેક્ષા કરે. પિતાના પ્રભાવની વૃદ્ધિ માટે કરાયેલા અધિકારીઓ પ્રાયઃ પિતાના લાભને માટે ઉત્તર રચે છે અથવા સંકટને વધાવે છે. - આ સેનાધિપતિ તે, પવન જેમ અગ્નિના તેજની વૃદ્ધિ માટે થાય તેમ ફક્ત દેવના તેજની વૃદ્ધિ માટે જ થાય છે.
હે સ્વામી! ચક્રરત્નની જેમ આ સેનાધિપતિ પણ છેડા પણ બાકી રહેલા શત્રુને જીત્યા વિના સંતેષ પામતે નથી. તેથી વિલંબ વડે સયું. તમારી આજ્ઞાથી આજે જ હાથમાં દાંડી રાખનારાઓ વડે શત્રુની જેમ પ્રયાણભંભા વગડા.
સુઘોષા ઘંટાના નાદ વડે જેમ દેવે મળે, તેમ ફેલાતા ભંભાના નાદ વડે વાહન અને પરિવાર સહિત રૌ ભેગા થાઓ. તેજની વૃદ્ધિ માટે સૂર્ય જેમ ઉત્તર દિશા સન્મુખ જાય તેમ તક્ષશિલા નગરી તરફ દેવ પ્રયાણ કરે. સ્વામી જાતે પણ જઈને પોતાના ભાઈનું સુબંધુપણું જુએ. સુવેગ દૂતના મુખને સંદેશે સત્ય છે કે અસત્ય તે જાણે
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે પછી ભરતેશ્વર મંત્રીના વચનને “તેમ થાઓ” એ પ્રમાણે સ્વીકારે છે “વિદ્વાને ખરેખર બીજાના યુકત વચનને માને છે.”
તે પછી શુભ દિવસે કર્યું છે પ્રયાણ મંગલ જેણે એ તે ભરતરાજા ઊંચા પર્વત જેવા હાથી ઉપર ચઢે છે.
અન્ય રાજાઓની એક સેના સરખા હાથી–ઘેડા અને રથ ઉપર ચઢેલા હજારો સિપાઈઓ વડે પ્રયાણ સમયનાં વાજિંત્રો વગડાવે છે.
- હવે પ્રયાણવાજિંત્રના અવાજ વડે સમાન તાલના અવાજે વડે સંગીતકારની જેમ સર્વ સૈન્ય મળે છે.
રાજા-મંત્રી–સામંત અને સેનાપતિથી પરિવરેલે અનેકરૂપ ધારણ કરતા હોય તેમ ભરતરાજા નગરીની બહાર નીકળે છે.
* * * *
- નાની
વાત
ભરતરાજાનું સંગ્રામ કરવા માટે પ્રયાણ
હવે ભરતરાજાનું એક હજાર યક્ષ વડે અધિષ્ઠિત ચકરત્ન સેનાપતિની જેમ આગળ ચાલે છે. શત્રુઓના ગુપ્તચરની જેમ રાજાના સૈન્યમાંથી ઉડેલા પ્રયાણને સૂચવનારા રજના સમૂહ જલદી દૂર ફેલાય છે. તે વખતે. ચાલતા લાખોની સંખ્યાવાળા હાથીઓ વડે હાથીને ઉત્પન થવાની ભૂમિઓ (વિધ્યાચલ આદિ) હાથી રહિત હોય એવી લાગે છે.
તેના ચાલતા ઘોડા, રથ, ખચ્ચર અને ઊંટ
Page #412
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭૩ બીજું સર્વ પૃથ્વીતળ વાહન રહિત થઈ ગયું હોય એમ હું માનું છું. સમુદ્રને જોનારને જેમ જળમય દેખાય તેમ તેના પાયદળ સૈન્યના સમૂહને જેનારને જગત મનુષ્યમય દેખાય છે.
દરેક માર્ગે જતા રાજાને દરેક ગામમાં ગામમાં અને દરેક નગરમાં લોકોના પ્રવાદ (જનશ્રુતિ) લાંબા કાળ સુધી આ પ્રકારે થાય છે-“આ રાજાએ એક ક્ષેત્રની જેમ સર્વ ભરતક્ષેત્ર સાધ્યું. આ રાજાઓ, મુનિ જેમ ચૌદપૂર્વને પ્રાપ્ત કરે તેમ ચૌદ રત્નને પ્રાપ્ત કર્યા, નિયુક્ત પુરુષની જેમ તેમને નવ નિધિ વશ થયા, આમ હોવા છતાં રાજાએ શા માટે અથવા કઈ બાજુ પ્રયાણ
જે આ સ્વેચ્છાથી પિતાના દેશોને જોવા માટે જતો હોય તો શત્રુને સાધવામાં કારણરૂપ આ ચક્ર આગળ કેમ ચાલે છે? નક્કી દિશાના અનુમાન વડે આ ભરત - બાહુબલિ તરફ જાય છે. અહો મોટા પુરુષના પણ કષાય અખંડ ફેલાવાવાળા હોય છે.
તે બાહુબલિ દેવો અને અસુરો વડે પણ દુર્જય સંભળાય છે. તેને જીતવાને ઇચ્છતો આ આંગળી વડે મેરુને ઉપાડવા ઈચ્છે છે, કદાચ આના વડે ના ભાઈ છતાય અથવા નાના ભાઈ વડે આ જીતાય એ પ્રમાણે મેટે અયશ છે. ભરત રાજાને બનેય પ્રકારે હાનિ થશે.”
આ પ્રમાણે પ્રવાદને સાંભળતે ભરતેશ્વર ઉછળતા
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ધૂળના સમૂહ વડે વૃદ્ધિ પામતા વધ્યગિરિની જેમ ચારે તરફથી અંધકારને જાણે બતાવતા, સેનાના ચાર અંગ ઘેાડા-હાથી–રથ અને સુભટના હેષારવ−ગજા રવ–ચિત્કાર અને તાળીઓના અવાજ વડે દિશાઓને ગજવતા, ગ્રીષ્મ ઋતુના સૂર્યની જેમ માની નદીઓને સૂકવતા, પ્રચંડ વાયુની જેમ માના વૃક્ષેાને પાડી નાંખતા, સૈન્યની ધજાઓના વજ્ર વડે આકાશને ખલાકા (બગલા) મય જાણે કરતા, સૈન્ય વડે મન કરાયેલી ભૂમિને હાથીના મદજળ વડે શાંત કરતા, ચક્રના પ્રયાણને અનુસરતા રાજા, સૂ જેમ એક રાશિમાંથી ખીજા રાશિમાં જાય તેમ દિવસે દિવસે જતા બહલી દેશ પાસે પહોંચે છે.
ભરતરાજા તે દેશના પ્રવેશસ્થાને છાવણી સ્થાપન કરીને સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ મર્યાદા પૂર્ણાંક રહે છે.
સુનંદાપુત્ર બાહુબલિએ પણ રાજ્ય નીતિરૂપ ઘરના થાંભલા સરખા ગુપ્તચરા દ્વારા તે ભરતરાજાને ત્યાં આવેલેા જાણ્યા.
બાહુબલિનું પણ પ્રયાણ
હવે બાહુબલિ રાજા પ્રયાણ નિમિત્તે પ્રતિનાદ વર્ડ આકાશને મેરીરૂપ કરતા હાય તેમ ભેરીને વગડાવે છે.
પ્રસ્થાનમંગલ કરી માહુબલિ મૂર્તિમ ંત કલ્યાણની જેવા ઉત્સાહની જેવા ભદ્ર ગજે દ્ર ઉપર ચઢે છે. દેવા વડે જેમ દેવેન્દ્ર, તેમ રાજાએ, રાજકુમારે, મ ́ત્રીએ અને
Page #414
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭મ બીજા સુભટોથી પરિવારે તે બાહુબલિ, મહાબળવાળા, મહા ઉત્સાહવાળા, એક કાર્યની પ્રવૃત્તિવાળા અભેદ્ય જાણે પિતાના અંશ હેય એવા તેઓ વડે તે શોભે છે.
હવે તરત જ તેના ચિત્તમાં રહ્યા હોય એવા તેના લાખો હરત્યારૂઢ, અશ્વારૂઢ, રથી અને પાયદળ નીકળે છે, અચળ નિશ્ચયવાળે તે બાહુબલિ શસ્ત્રધારી ઓજસ્વી પિતાના સુભટ વડે પૃથ્વીને એક વીરમય જાણે રચતો હોય તેમ ચાલે છે.
તેના વિરપુરુષ વિભાગ કર્યા વિના જ્યના યશની ઈચ્છાવાળા પરસ્પર ‘હું એકલે શત્રુઓને જીતીશ એ પ્રમાણે બેલે છે. તેના સૈન્યમાં કાહલ (વાઘ) વગાડનારે પણ પિતાને વીર માનતો હતે, ખરખર રહણગિરિમાં કાંકરા પણ સવમણિના સ્વરૂપને ધારણ કરનાર હોય છે.
ભરત-બાહુબલિની સૈન્યવ્યવસ્થા તે વખતે ચંદ્ર સરખા ત મહામાંડલિક રાજએના છત્રમંડલ વડે આકાશ પુંડરીક (વેતકમલ) મય હાય એમ થાય છે.
બાહુબલિ પ્રત્યેક મહા ઓજસ્વી રાજાઓને જોતો, પિતાના બાહુની જેમ મોટેથી માનતે આગળ જાય છે.
સૈન્યના પ્રચંડ ભાર વડે પૃથ્વીને અને જયવાજિ. ત્રાના અવાજે વડે સ્વર્ગને (આકાશને) આલ્ફોટન કરતે. હાય તેમ બાહુબલિ માર્ગમાં જાતે દૂર રહેલ એવી પણ
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રી ઋષભનાથ ચરિત્ર પિતાના દેશની સીમાને વિષે જલદી જાય છે. યુદ્ધની ઉત્કંઠાવાળા સુભટો ખરેખર પવનથી પણ વધારે વેગવાળા થયા.
બાહુબલિ ભરતેશ્વરની છાવણીથી નજીક નહિ તેમ દૂર નહિ એવા ગંગાનદીના કિનારે પિતાની છાવણ સ્થાપે છે.
હવે પ્રાતઃકાળે પરસ્પર અતિથિ હોય એવા તે ભરત–બાહુબલિને ચારણે સંગ્રામના ઉત્સવ માટે આમંત્રણ કરે છે.
હવે બાહુબલિ રાત્રિએ સર્વ રાજાઓએ માન્ય કરેલ, પરાક્રમમાં સિંહ જેવા પિનાના પુત્ર સિંહરથને સેનાપતિ કરે છે. પટ્ટહસ્તિની જેમ તેના મસ્તક ઉપર દીપ્તિવાળો પ્રતાપ હોય એ સુવર્ણમય રણપટ્ટ બાહુબલિ પિતે સ્થાપન કરે છે.
તે રાજાને નમસ્કાર કરીને પ્રાપ્ત કરેલી યુદ્ધશિક્ષા વડે હર્ષ પામેલે પોતાના આવાસે જાય છે. બાહુબલિ રાજા યુદ્ધને માટે બીજા રાજાઓને પણ આદેશ કરીને વિસર્જન કરે છે, પોતાની જાતે યુદ્ધના અથી એવા તેઓને સ્વામીની આજ્ઞા એ ખરેખર સત્કાર જ છે.
ભરતચક્રવતી પણ આચાર્યની જેમ રાજકુમાર રાજા અને સામતરાજાઓની સંમતિ લઈ સુષેણ સેનાપતિને રણદીક્ષા આપે છે. સુષેણ સિદ્ધમંત્રની જેમ સ્વામીની આજ્ઞા ગ્રહણ કરીને ચક્રવાકની જેમ પ્રભાતને ઇચ્છતો
Page #416
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭૭
પિતાના ઘરે જાય છે. ભરતેશ્વર મુકુટબદ્ધ રાજકુમારોને
અને બીજા સામંતરાજાઓને બોલાવીને યુદ્ધ માટે શિખામણ આપે છે –
હે મહાતેજસ્વી સુભટો ! મારા નાનાભાઈ આહુબલિના યુદ્ધમાં તમારે અપ્રમત્ત થઈ મારી માફક સુષેણ સેનાપતિને અનુસરવું, અરે ! મહાવતે જેમ હાથીઓને વશ કરે તેમ તમે ભુજાના બળવાળા ઘણું રાજાઓને વશ કર્યા છે, મૈતાઢયગિરિ ઉપર આક્રમણ કરીને દેવો વડે અસુરની જેમ દુર્જય એવા ભિલેને પણ પરાક્રમ વડે ઘણું દબાવ્યા છે. ભલે તે બધા જીતાય, કારણકે તેઓમાં તક્ષશિલાના અધિપતિ બાહુબલિના એક સૈનિક સરખે પણ કોઈ ન હતું. એકલે બાહુબલિને મોટો પુત્ર સોમયશા, પવન જેમ રૂને ફેંકી દે તેમ સૈન્યોને દિશે દિશીએ ફેંકી દેવા સમર્થ છે. તેને વય -વડે નાને પણ પરાક્રમ વડે મોટો મહારથી સિંહરથ પુત્ર શત્રુના સૌન્યને માટે દાવાનળ જેવો છે. વળી બાહુબલિના બીજા પુત્ર-પૌત્રમાં એકેક અક્ષોહિણીમલલ, ચમરાજાને પણ ભય પમાડવા સમર્થ છે.
તેના સામંત આદિ સ્વામીભક્તિ વડે અને બળ વડે તુલના કરાય તો તેઓ પણ તેના પ્રતિબિંબરૂપે રહેલા હોય તેમ સમાન ભક્તિ અને બળવાળા છે.
અન્ય સૌન્યમાં જેમ મહાબળવાન એક અગ્રણી હોય તેમ તેના સૈન્યમાં સર્વે મહાઓજસ્વી સુભટો તેવા પ્રકારના છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૭૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે મહાબાહુ બાહુબલિ તે દૂર રહો, યુદ્ધમાં તેની એક સૌન્યરચના પણ વજ જેવી દુર્ભેદ્ય છે.
તેથી પૂર્વ દિશાના પવન જેમ વર્ષાઋતુના મેઘને અનુસરે તેમ તમે યુદ્ધને માટે જતા સુષેણ સેનાપતિને અનુસરે.
પિતાના સ્વામીની અમૃત સરખી વાણુ વડે હૃદય ભર્યું હોય તેમ તેઓ રોમાંચથી ચારે તરફથી પુષ્ટ થતા દેહવાળા થયા.
ભરતરાજા વડે વિસર્જન કરાયેલા તેઓ જયલક્ષ્મીની જેમ પ્રતિપક્ષના વીરોને જાતે પસંદ કરતા પિતાના ઘરે જાય છે.
બને સૈન્યનું યુદ્ધ માટે સજજ થવું તે વખતે બને ભરત–બાહુબલિના પ્રસાદ રૂપી જળની મહાસમુદ્રને પાર કરવા ઈચ્છતા વિરે યુદ્ધકાર્ય માટે તૈયાર થાય છે.
હવે તેઓ કૃપાણ (તલવાર), ચાપ, ભાથા. ગદા વગેરે પોત-પોતાના શસ્ત્રોની દેવની જેમ પૂજા કરે છે.
ઉત્સાહ વડે નૃત્ય કરતા ચિત્તને તાલ પૂરવા માટે જાણે તે મહાસુભટે શસ્ત્રોની આગળ વાજિંત્રો વગાડે છે.
તે મહાસુભટે પિતાના યશની જેવા નિર્મળ, સુગંધી ચંદનના ઉદ્વર્તન વડે પિતાના દેહને સાફ કરે છે.
કપાળમાં બાંધેલા કાળાવસ્ત્રવાળા વીરપટ્ટની શેભાને
Page #418
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭૯
વિડંબના કરનારા, કસ્તૂરી વડે કપાળના અલંકાર કરે છે.
બનનેય સૈન્યમાં શસ્ત્રોનું જાગરણ કરતા વીરપુરુષોને નિદ્રા ભય પામી હોય તેમ ન આવી. પ્રભાતમાં યુદ્ધની ઈચ્છાવાળા અને સૈન્યના વીરેને ત્રિયામા (રાત્રિ) સે પહોર જેવી કેમે ય કરીને પૂરી થઈ.
હવે સૂર્ય ઋષભપુત્રના યુદ્ધક્રીડાના કુતૂહલને જેવા માટે જાણે ઉદયગિરિના શિખર ઉપર ચઢે છે, તે વખતે. બને સૈન્યમાં મંદરગિરિ વડે ક્ષોભ પામતા સમુદ્રના જળની જેમ રણવાજિંત્રને માટે અવાજ થાય છે. તે વખતે વિસ્તાર પામતે તે રણવાજિંત્રના અવાજ વડે તે સમયે ઊંચા કર્ણ તાલવાળા દિગ્ગજો ત્રાસ પામે છે, જળ જતુઓ ભયબ્રાંત ચિત્તવાળા થાય છે, સમુદ્રો ખળભળે છે, ક્રૂર પ્રાણીઓ પણ ચારે બાજુ ગુફાઓમાં પ્રવેશ કરે છે, મહાસર્ષે પણ એક છિદ્રમાંથી બીજા છિદ્રમાં છુપાઈ જાય છે. પથ્થરના ટૂકડારૂપે થતા છે શિખરે જેના એવા પર્વતે કંપે છે, કુર્મરાજ પણ સંકેચ પામતા પગ અને કંઠ પૂર્વક ભય પામે છે, આકાશ જાણે તૂટે છે, પૃથ્વી. ખસી જતી હોય એવી થાય છે.
હવે રાજાના દ્વારપાળની જેમ રણવાજિંત્રના અવાજ વડે પ્રેરણું પામેલા અને સૈન્યને વિષે સૈનિકે યુદ્ધ માટે તૈયાર થાય છે.
કેટલાક યુદ્ધ ઉત્સાહથી દેહ પુલકિત થવાથી તૂટતી એવી બખતરની દેરીઓને વારંવાર નવી-નવી બનાવે છે,
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક સ્નેહ વડે જાતે જ ઘડાઓને બખ્તર પહેરાવે છે. “સુભટો ખરેખર વાહનને વિષે અધિક રક્ષા કરે છે.”
કેટલાક અન્ધોને બખતર પહેરાવીને પરીક્ષા કરવા માટે તેના ઉપર ચઢીને ચલાવે છે, “ખરાબ શિક્ષાવાળો જડ અશ્વ અશ્વારોહીને વિષે શત્રુ જેવું આચરણ કરે છે.” બખતર ગ્રહણ કરતી વખતે હષારવ કરતા ઘડાઓને કેટલાક દેવની જેમ પૂજે છે, યુદ્ધમાં હષા (અશ્વને શબ્દ) ખરેખર જય સૂચવનાર છે.
કેટલાક બખતર વગરના અશ્વોને મેળવીને પિતાના બતખોનો ત્યાગ કરે છે. યુદ્ધમાં બાહુના પરાક્રમવાળાએનું આ પુરુષવત છે.
સમુદ્રમાં માસ્યની જેમ ભયંકર યુદ્ધમાં ખલનારહિત ફરતો તું પિતાનું કૌશલ્ય બતાવજે, એ પ્રમાણે કેટલાક સારથિને કહે છે.
મુસાફરે જેમ ભાતું ભરે, તેમ કેટલાક લાંબા સમય ચાલે એવા યુદ્ધને જોતાં પિતાના રથને ચારે - તરફથી શ વડે પૂરે છે.
કેટલાક ચારણની જેમ દૂરથી પોતાને જણાવવા માટે ઊંચા કરેલા પિતાના ચિહ્નવાળા દવજતંભેને મજબૂત કરે છે.
કેટલાક સારી રીતે જોડેલા દૂસરી વડે શોભતા રથને વિષે પરીન્યરૂપી સમુદ્રમાં જળકાંત મણિસરખા ઘેડાઓને જોડે છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૮૧
કેટલાક સારથિઓને મજબૂત કવચ આપે છે. અભ્યસહિત રથા પણ સારથિ વિના નકામા છે. કેટલાક પેાતાના બાહુની જેમ પ્રચંડ લાહવલયની શ્રેણીના સંપર્કથી કર્કશ એવા હાથીના દાંતાની પૂજા કરે છે. કેટલાક આવતી જયલક્ષ્મીના વાસગૃહ જેવી પતાકાની શ્રેણીથી શાલતી અમાડીને હાથી ઉપર આરોપણ કરે છે. કસ્તૂરીની જેમ હાથીના ગંડસ્થળમાંથી નીકળતા મત્તુ વડે, શુકન એ પ્રમાણે ખેલતા કેટલાક તિલક કરે છે.
"
કેટલાક અન્ય હાથીના મઢના ગધથી વાસિત પવનને પણ સહન નહીં કરતા મનની જેવા દુર હાથીઓ ઉપર ચઢે છે.
સર્વે હાથી ઉપર ચઢનારા સર્વ હાથીઓ પાસે યુદ્ધમહાત્સવના શૃંગાર કંચુક જેવા સુવણ મય કવચ ગ્રહણ કરાવે છે. તેમજ સૂંઢના અગ્રભાગને વિષે ઊંચા નાળવાળા નીલકમળની શેાભા જેવા લાહમય મુદ્ગરા ગ્રહણ કરાવે છે. તેમજ મહાવતા યમરાજાના ખેંચેલા દાંત જેવા કૃષ્ણે લાહમય તિક્ષ્ણ કાશક (એક જાતનું શસ્ત્ર) હાથીના દાંતમાં સ્થાપન કરે છે.
શસ્ત્રથી ભરેલા ખચ્ચરા અને ગાડાએ પાછળ જાએ, અન્યથા લઘુહસ્તવાળાઓને શસ્રો કેવી રીતે પૂરા પડશે ? નિરંતર યુદ્ધ કરવામાં તત્પર વીરાના આગળ ધારણ કરેલા અખતરા જો તૂટે તો ખખતર ભરેલા ટા જલદી આગળ ચાલેા, શસ્ત્રાગ્નિ પડવાથી પતની જેવા
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
રથીઓના રથે ભાગી જાય તેથી તૈયાર કરેલા બીજા રથ. પાછળ જાઓ, પ્રથમ અશ્વો હેવાથી યુદ્ધમાં વિદન ન થાય તેથી ઘોડેસ્વારની પાછળ સેંકડો બીજા અશ્વ જાઓ, એકેક મુકુટબદ્ધ રાજાની પાછળ ઘણું હાથી જાઓ, કારણ કે તેઓનું યુદ્ધ એક જ હાથીથી હોતું નથી. યુદ્ધના શ્રમરૂપી ગ્રીષ્મહતુથી તપેલા દરેક સૈનિકની પાછળ ચાલતી પરબ જેવા પાણું વહન કરનારા મહિષે જાઓ. ચંદ્રને ખજાને હેય એવી, હિમગિરિને સાર હેય એવી તાજી ત્રણરહણ ઔષધિઓ બળદ પાસે ઉપડાવે.
આ પ્રમાણે સંગ્રામમાં રાજ્યના અધિકારી પુરુષને આદેશથી ઉત્પન્ન થયેલ કોલાહલ વડે રણવાજિત્રોને મહાશબ્દ અત્યંત વૃદ્ધિ પામે છે.
તે પછી ચારે તરફથી ઉત્પન્ન થયેલ ઘંઘાટ વડે વિશ્વ શબ્દમય હોય એમ, અને કમ્પતા આયુધ વડે ચારે તરફથી લોહમય હોય એવું થાય છે.
જાણે પૂર્વે જોયું હોય તેમ પૂર્વપુરુષના ચરિત્રને યાદ કરાવતાં, વ્યાસ ઋષિની જેમ મેટેથી યુદ્ધના નિર્વાહના ફળનું વર્ણન કરતા, નારદઋષિની જેમ આદર સહિત વીર પુરુષોને ઉદ્દીપન કરવા માટે વારંવાર ઊભા થયેલા સામાપક્ષના સુભટેની પ્રશંસા કરતા પર્વ દિવસની જેમ રણરસિયા વૈતાલિકે હર્ષ વડે ત્યાં દરેક હાથી પાસે, દરેક રથ પાસે અને દરેક અશ્વ પાસે આકુળતા રહિત ભમે છે.
Page #422
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯૯
યુદ્ધના પ્રારંભમાં જિનેશ્વરનું પૂજન હવે બાહુબલિ સ્નાન કરીને દેવપૂજા માટે દેવાલયમાં જાય છે. મહાપુરુષે ખરેખર કોઈ પણ કાર્યમાં મુંઝાતા નથી. ત્યાં જન્માભિષેકને વિષે ઈદ્રની જેમ તે અષભસ્વામીની પ્રતિમાને સુગંધી જળ વડે ભક્તિથી બ્લેવરાવે છે. તે પછી કષાયરહિત એવો તે પરમ શ્રદ્ધાવાળો શ્રદ્ધા વડે પિતાના ચિત્તની જેમ દિવ્યકષાયી વસ્ત્ર વડે તે પ્રતિમાને સાફ કરે છે. તે પછી પ્રતિમા ઉપર દિવ્ય વસ્ત્રમય ચાલક રચતો હોય તેમ યક્ષકદમ વડે વિલેપન કરે છે. તે પછી રાજા કલ્પવૃક્ષના પુષ્પોની માળાસરખી સરસ સુગંધયુક્ત વિચિત્ર પુષ્પમાળા વડે જિનપ્રતિમાની પૂજા કરે છે. સુવર્ણમય ધૂપઘાણને વિષે ધૂમાડા વડે નીલકમળમય પૂજા કરતા હોય તેમ દિવ્યધૂપ કરે છે. - તે પછી ઉત્તરાસંગ કરી, મકરરાશિમાં રહેલા સૂર્યની જેમ દિપ્ર દીપકવાળી આરતી લઈને આરતી ઉતારીને, પ્રણામ કરીને બે હાથ જોડી ભક્તિ બહુમાનપૂર્વક બાહુબલિ આદિનાથ પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરે છે –
હે સર્વજ્ઞપ્રભે! હું મારી અજ્ઞાનતાને જાણવા છતાં પણ જે તમારી સ્તુતિ કરું છું, તે તમારા ઉપરનું દુર્વાર એવું ભક્તિબહુમાન મને વાચાળ કરે છે.
હે આદિ તીર્થકર ! સંસારરૂપી શત્રુથી ત્રાસ પામેલા પ્રાણીઓને વાપંજર સરખી તમારા ચરણના નખની કાંતિ જયવંતી વર્તે છે. હે દેવ ! આપના ચરણકમળને
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
જોવા માટે રાજહંસની જેમ ધન્ય પ્રાણીએ પ્રતિનિ દૂરથી પણ દોડે છે. હે ભગવંત! શીતથી પીડા પામેલા જેમ સૂનું શરણ સ્વીકારે તેમ ભયંકર સ'સારના દુઃખથી પીડા પામેલા વિવેકી પુરુષો તમારા એકનું જ શરણુ સ્વીકારે છે. હે નાથ ! હથી નિમેષરહિત નેત્રા વડે જે પ્રાણીએ તમને જુએ છે, તેને પરલોકમાં પણ દેવપણું દુ`ભ નથી. હે દેવ ! રેશમી વસ્રને કાજળથી કરાયેલી મલીનતા જેમ દૂધ વડે દૂર થાય છે, તેમ તમારા દેશના— રૂપી જળ વડે મનુષ્યેાના કમળ દૂર થાય છે. હે સ્વામી! ઋષભનાથ' એ પ્રમાણે જાપ કરાતુ તમારું નામ સ સિદ્ધિઓને આકર્ષણુ કરવાના મ`ત્રપણાને પામે છે, હે પ્રભુ ! જે તમારી ભક્તિરૂપ કવચવાળા છે, તે પ્રાણીઆને વજ્ર પણ ભેઢી શકતું નથી, શૂલ પણ છેદી શકતુ નથી.
આ પ્રમાણે રોમાંચિત શરીરવાળા, રાજાએમાં શિરોમણિ એવા તે બાહુબલિ ભગવંતની સ્તુતિ કરીને, નમન કરીને દેવમંદિરમાંથી બહાર નીકળે છે.
તે પછી તે સુવ–માણિકયથી મંડિત વાકવચને વિજયલક્ષ્મીના વિવાહને માટે કંચુકની જેમ ગ્રહણ કરે છે, તે પછી તે રાજા વિપુલ પરવાળાના સમૂહ વડે સમુદ્રની જેમ તે કવચ વડે શેાલે છે. તે પછી રાજા, પર્વતના શિખર ઉપર રહેલ મેઘમાળાની શેશભાને વિડંબના કરનાર શિરસ્ત્રાણને મસ્તકને વિષે સ્થાપન કરે છે, પીઠ ઉપર મહાનાગના સ્થાનથી વ્યાપ્ત પાતાળના છિદ્રની ઉપમાવાળ
Page #424
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૮૫
લેહના બાણથી ભરેલા બે ભાથાઓને બાંધે છે. ડાબા ભુજદંડને વિષે યુગાંતના સમયે ઊંચા કરેલા યમદંડ સરખા ધનુષ્યને ધારણ કરે છે.
આ પ્રમાણે બખતર ધારણ કરી બાહુબલિ, પુરહિતે વડે આગળ “સ્વસ્તિ એ પ્રમાણે આશીર્વાદ અપાતે, પિતાના શેત્રની વૃદ્ધસ્ત્રીઓ વડે “જીવ જીવએ પ્રમાણે કહેવાતે, વૃદ્ધ શિષ્ટ પુરુષ વડે “નંદ નંદએ પ્રમાણે બલાત, બંદિજને વડે “ચિરકાળ જ્ય જયએ પ્રમાણે કહેવાતે તે મહાભુજાવાળે આરેહક વડે અપાયેલ છે હાથનું આલંબન જેને એવે, દેવરાજ મેરુશિખર ઉપર ચઢે તેમ મહાગજેન્દ્ર ઉપર ચઢે છે.
આ તરફ તે જ વખતે પવિત્ર બુદ્ધિવાળે શ્રી ભરતેશ્વર રાજા પણ શુભલક્ષ્મીના કેશાગાર જેવા દેવમંદિરમાં જાય છે, ત્યાં મોટા મનવાળો તે દિવિજયમાંથી લાવેલા પદ્ય આદિ તીર્થજળ વડે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાને સ્નાન કરે છે, તે પછી તે રાજસિંહ દેવદૂષ્ય વસ્ત્ર વડે, શ્રેષ્ઠ શિલ્પી મણિને સાફ કરે તેમ અપ્રતિમ એવી તે પ્રતિમાને સાફ કરે છે. સાફ કરી હિમાચલકુમાર આદિએ આપેલા ગશીર્ષ ચંદન વડે તે પ્રતિમાને પિતાના યશ વડે પૃથ્વીની જેમ વિલેપન કરે છે. વિલેપન કરીને લક્ષ્મીના ગૃહ સરખા કમળ વડે નેત્રને સ્તંભન કરવાની ઔષધિ હોય એવી પૂજા કરે છે. પૂજા કરીને રાજા ઋ. ૨૫
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૮૬
શ્રી ઋષભનાથ ચરિત્ર ધૂમ્રવલ્લી વડે કસ્તુરીપત્રની શ્રેણીને આલેખતો હોય તેમ પ્રતિમાની આગળ ધૂપ બાળે છે, તે પછી તે સમગ્ર કમરૂપી કાષ્ઠને બાળવા માટે ઉત્કટ અગ્નિકુંડ હોય એવા ઉદ્દીપ્ત દીપકવાળી આરતીને ગ્રહણ કરે છે, તે આરતીને ઉતારીને અને આદિનાથને પ્રણામ કરીને ભરતરાજા મસ્તકને વિષે બે હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવાની શરુઆત કરે છે – | હે જગતના નાથ ! જડ હોવા છતાં પણ પિતાને રોગ્ય માનનારો હું તમારી સ્તુતિ કરું છું, કારણકે વડીલેની આગળ બાળકની અસ્પષ્ટ વાણી ગ્ય જ છે.
હે દેવ ! ભારે કમી જીવ પણ તમારા શરણનો સ્વીકાર કરી સિદ્ધ થાય છે. સિદ્ધરસના સ્પર્શ વડે ખરેખર લેહ પણ સુવર્ણ થાય છે.
હે નાથ! તમારું ધ્યાન કરનાર, પૂજા કરનાર ધન્ય પ્રાણીઓ મન-વચન-કાયાના ફળને પામે છે. તે સ્વામી! પૃથ્વીમાં વિહાર કરતા તમારા ચરણની રજ મનુષ્યના પાપરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં મહારાજ જેવું આચરણ કરે છે, હે પ્રભુ! સ્વભાવથી મેહ વડે જન્માંધ એવા પ્રાણુઓને વિવેકરૂપી નેત્ર આપવા માટે તમે એક જ શક્તિવાળા છે, જે તમારા ચરણકમળમાં ભ્રમર સરખું આચરણ કરે છે, તેઓના મનને મેરુ વગેરેની જેમ લકા પણ દૂર નથી. હે દેવ! તમારા દેશનાના વચન વડે પ્રાણુઓના કર્મરૂપ પાશે મેઘના પાણીથી જાંબૂ
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
- ૩૮૭ ફળની જેમ શીવ્ર ગળી જાય છે, હે જગદીશ્વર! તમને વારંવાર પ્રણામ કરીને આ પ્રાર્થના કરું છું કે–તમારા પ્રસાદથી તમારા પ્રત્યેની ભક્તિ સમુદ્રના જળની જેમ અક્ષય હે !
આ પ્રમાણે આદિનાથ પ્રભુની સ્તુતિ કરીને અને નમસ્કાર કરીને ભક્તિવંત એ ચક્રવતી ભરતરાજા દેવમંદિરમાંથી નીકળે છે. - તે પછી તે રાજા પ્રમાણસર બનાવેલા કવચને વારંવાર શિથિલ કરીને હર્ષથી પુષ્ટ બનેલા શરીર વડે ધારણ કરે છે. અંગમાં લાગેલા દિવ્ય મણિમય તે કવચ વડે રાજા માણિજ્યની પૂજા વડે દેવપ્રતિમાની જેમ શોભે છે.
તે પછી તે ભરતેશ્વર બીજા મુકુટની જેમ મધ્યમાં ઉચ્ચ, છત્રની જેમ ગોળ, સુવર્ણ–રત્નથી બનાવેલા શિરસ્રણને ધારણ કરે છે. નાગરાજની જેમ અત્યંત તીણ બાણરૂપી દાંતવાળા બે ભાથાને પીઠને વિષે બાંધે છે. તે પછી તે ઈંદ્ર જેમ સરળ ચઢાવેલ ઈંદ્ર ધનુષ્યને ધારણ કરે તેમ ડાબા હાથ વડે શત્રુને પ્રતિકૂળ એવા કાલપૃષ્ઠ નામના મહાધનુષ્યને ગ્રહણ કરે છે.
તે સૂર્યની જેમ બીજા તેજસ્વીઓના તેજને ખાઈ જ. ભદ્ર ગજેન્દ્રની જેમ લીલાવડે સ્થિર પદન્યાસ કરતે ગજેન્દ્રની જેમ આગળ રહેલા પ્રતિવીરને તૃણની જેમ ગણત, નાગરાજની જેમ દુવિષહ દષ્ટિવડે ભયજનક, મહેદ્રની જેમ મેટેથી સ્તુતિપાઠો વડે સ્તુતિ કરાતે ભસ્ત રાજા રણકુશળ મહાગજ ઉપર ચઢે છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
(૩૮૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
હવે તે બન્ને ભરત અને બાહુબલિ રાજા કલ્પવૃક્ષની જેમ સ્તુતિપાઠકોને દ્રવ્ય આપતા, ઇંદ્રની જેમ આવેલા પિતાના સૈન્યને જેતા, રાજહંસ જેમ કમળનાળને ધારણ કરે તેમ એક બાણને ધારણ કરતા, વિલાસી પુરુષ જેમ કામકથા કરે તેમ યુદ્ધકથા કરતા, મહાન ઉત્સાહવાળા મહાતેજસ્વી તે બંને ગગનમધ્યમાં સૂર્યની જેમ પિત– પિતાના સૈન્યમાં આવે છે.
પિતાના સૈન્યની અંદર રહેલે ભરત અને બાહુબલિ જંબુદ્વીપને મધ્યવતિ મેરુપર્વતની શોભાને ધારણ કરે છે. તે બંને સૌની અંતઃવતી ભૂમિ નિષધ અને નીલવંતપર્વતના મધ્યમાં મહાવિદેહ ક્ષેત્રની ભૂમિની જેવી દેખાય છે.
તે બંને સેનાએ કલ્પાંતકાળે પૂર્વ પશ્ચિમ સમુદ્રની જેમ પંક્તિરૂપ થઈને એક બીજાની સન્મુખ જાય છે, પંક્તિ તેડીને બહાર જતા સૌનિકેતને રાજાના દ્વારપાળ પૂલ જેમ પાણીના પ્રવાહને અટકાવે તેમ અટકાવે છે. તે સુભટ રાજાના આદેશથી, તાલવડે એક સંગીતમાં રહેલા. નર્તકની જેમ પરસ્પર સમાન પાદન્યાસપૂર્વક ચાલે છે.. પિતાના સ્થાનને ત્યાગ કર્યા વિના જતા સર્વ સૈનિકે. વડે તેઓની બંને સેનાઓ એક દેહવાળી હોય તેમ શેભે છે.
તે સુભટે રથના લેહમુખવાળા ચકો વડે પૃથ્વીને ફાડતા, લેઢાના કેદાળા સરખી અશ્વોની ખરી વડે પૃથ્વીને
Page #428
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૮૯
દતા, અદ્ધ ચંદ્ર સરખા લેહમય ખચ્ચરની ખરી વડે પૃથ્વીને ભેદતા, સૈનિકોની વજમય પગની પાની વડે પૃથ્વીને ચૂર્ણ કરતા, કઠેર શુર, સરખી પાડા અને બળદની ખરી વડે પૃથ્વીને ખંડન કરતા, મુગર સરખા હાથીના પગ વડે પૃથ્વીને ચૂરી નાખતા, અંધકારના સહોદર જેવી રજ વડે આકાશને ઢાંકતા, સૂર્યના કિરણ સરખા શસ્ત્ર–અસ્ત્ર વડે પ્રકાશતા, પોતાના ઘણા ભારથી કાચબાની પીઠને કલેશ પમાડતા, મહાવરાહની ઊંચી દાઢાને નમાવતા, નાગરાજની ફણાના આટોપને અત્યંત શિથિલ કરતા, બધા દિગ્ગજોકોને કુબડા કરતા, મોટા સિંહનાદ વડે બ્રહ્માંડના પાત્રને અવાજમય કરતા, પ્રચંડ હાથના આશ્લેટનના અવાજ વડે બ્રહ્માંડને ફેડી નાંખતા, પ્રસિદ્ધ દવજના ચિહ્ન વડે ઓળખી-ઓળખીને મહાતેજસ્વી સુભટો સામા પક્ષના વીરને નામગ્રહણપૂર્વક બેલાવતા, અભિમાન અને સત્ત્વ વડે શોભતા સુભટે એક-બીજાને બોલાવતા બંને સૈન્યના અસૈન્યના સુભટે અગ્રસૈન્યના સુભટે સાથે મળે છે.
યુદ્ધ નિવારવા માટે દેવેનું આગમન જળજતુઓ જળજંતુઓની સામા જાય તેમ, હાથી ઉપર ચઢેલા હાથી ઉપર ચઢેલાની સામે, તરંગે તરંગની સામે જાય તેમ ઘેડેસ્વારો ઘેડેસ્વારની સામે, વાયુ -વાયુની સામે જાય તેમ રથી રથીઓની સામે, પર્વત વતની સામે રહે તેમ સૈનિક સૈનિકની સામે, ભાલા
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભાલાની સામે, તલવાર તલવારની સામે, મુદગર મુદ્ગરની સામે અને દંડ દંડની સામે મેળવતા જાય છે.
તે વખતે આકાશમાં ગેલેકયના વિનાશની શંકાવડે સંભ્રાંત થયેલા દેવે આવે છે.
પિતાના બે હાથની જેવા ભરત અને બાહુબલિને આ સંઘર્ષ કઈ જાતનો? એ પ્રમાણે વિચારતા તે દે. બનેના સૈનિકોને કહે છે કે “જ્યાં સુધી તમારા મનસ્વી સ્વામીને અમે સમજાવીએ ત્યાંસુધી કેઈએ. યુદ્ધ કરવું નહિ” અહીં ત્રષભસ્વામીની આજ્ઞા હે.
આ પ્રમાણે દેવેનું વચન સાંભળીને ત્રણ જગતના. સ્વામીની આજ્ઞા વડે ચિત્રમાં આલેખાયેલા હોય તેમ બને પક્ષના બધા જ સૈનિકે તેવી જ રીતે ઊભા રહે છે.
તેવી રીતે રહેલા તે સૈનિકે “આ દેવે શું બાહુબલિના સંબંધી છે કે ભારતના સંબંધી છે ? એ. પ્રમાણે વિચાર કરે છે.
“હમણાં કાર્ય ન બગડે અને લેકનું કલ્યાણ થાઓ” એ પ્રમાણે બેલતા તે દેવે પ્રથમ ભરત ચક્રવત પાસે આવે છે.
“તમે જય પામે, જય પામે” એ પ્રમાણે આશીર્વાદ આપીને પ્રિય બોલનાર તે દેવે યુક્તિયુક્ત વચન. વડે મંત્રીની જેમ કહે છે કે – હે રાજન ! ઈંદ્ર અસુરને જીતે, તેમ તમે છ ખંડ ભરતક્ષેત્રમાં સર્વ રાજાઓને જીત્યા છે, તમારા પરાક્રમ અને તેજ વડે, તે રાજાઓમાં
Page #430
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧
મૃગોને વિષે અષ્ટાપદની જેમ કોઈ પ્રતિમલ ન હતા. પાણના ઘડા મથન કરવાથી જેમ માખણની શ્રદ્ધા પૂર્ણ ન થાય, તેમ ખરેખર તમારી રણશ્રદ્ધા પૂર્ણ થઈ નથી, તેથી તમે પિતાના બીજા ભાઈ સાથે આ યુદ્ધ શરૂ કર્યું છે, તે પિતાના હાથે જ પિતાના હાથને તાડન કરવા જેવું છે. હે રાજન ! મહાવૃક્ષનો નાશ થવામાં હાથીના ગંડસ્થળની ખરજ જેમ કારણભૂત થાય છે, તેમ તમારા યુદ્ધમાં હાથની ખરજ જ કારણભૂત છે. જેમ મન્મત્ત વનના હાથીઓને સંગ વનભંગને હેતુ છે, તેમ તમારી ભુજકીડા પણ વિશ્વના વિનાશ માટે થશે. જેમાં માંસભક્ષી ક્ષણવારના સુખ માટે પક્ષીના કુળને વિનાશ કરે છે, તેમ તમે કીડા નિમિત્તે વિશ્વને સંહાર કરવા માટે કેમ આરંભ કર્યો છે?
ચંદ્રમાંથી અગ્નિની વૃષ્ટિની જેમ જગરક્ષક કૃપાળુ અષભદેવપ્રભુના પુત્ર એવા તમને આ શું યોગ્ય છે? તેથી હે પૃથ્વીપતિ ! સંયમી પુરુષ જેમ સંગથી અટકે તેમ આ ભયંકર સંગ્રામથી અટકે. પોતાના ઘરે જાઓ. તમે આવ્યા એટલે તમારે નાનો ભાઈ બાહુબલિ પણ આવ્યો. તમે ગમે છતે તે પણ જશે. ખરેખર કારણથી કાર્ય થાય છે, જગતના ક્ષયના પાપને ત્યાગ કરવાથી તમારૂં શુભ થાઓ. બંનેયના સૈન્યનું યુદ્ધને ત્યાગ કરવાથી કલ્યાણ થાઓ. તમારા સૈન્યના ભારથી ભૂમિભંગના વિરહથી ભૂગર્ભમાં નિવાસ કરનારા ભવનપતિ વગેરે અસુરેન્દ્ર આદિ સુખી થાઓ, તમારા સૈન્યના
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯ર
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિમર્દનના અભાવથી અહીં ભૂમિ, પર્વજો, સમુદ્રો, પ્રજાઓ અને પ્રાણીઓ ચારે તરફથી ક્ષોભને ત્યાગ કરે. તમારા યુદ્ધથી સંભવતા જગતના સંહારની શંકાથી રહિત થઈ સર્વે દેવે પણ સુખપૂર્વક રહે.
આ પ્રમાણે આગમનનું પ્રયોજન કહીને દેવે અટકળે છતે ભરતેશ્વર મેઘની ગર્જના સરખી ગંભીર વાણવડ કહે છે કે તમારા વિના વિશ્વના હિતને કરનારી આ વાણી કેણ બોલે? લેક પણ પ્રાયઃ બીજાનું કુતૂહલ જેવા માટે ઉદાસીન હોય છે. પરંતુ અહીં સંગ્રામની ઉત્પત્તિનું કારણ બીજી રીતે છે. હિતની ઈચ્છાવાળા તમે યુક્તિથી બીજી રીતે જ વિચાર્યું છે. “કાર્યનું મૂળ જાણ્યા વિના પિતાની જાતે જ કાંઈક વિચારીને કહેનારા બૃહસ્પતિનું કથન પણ નકામું જ થાય છે?
હું બળવાન છું, એથી કરીને ખરેખર હું યુદ્ધ કરવાની અભિલાષાવાળો થયે નથી. ઘણું તેલ હેતે છતે પર્વતનું મર્દન શા માટે કરાય? તેવી રીતે છખંડ ભરતક્ષેત્રમાં રાજાઓને જીતતાં મારે કઈ પ્રતિમલલ ન હતું તેથી આજે પણ નથી, પ્રતિમલ જીત અને હારના કારણભૂત શત્રુ જ થાય, પરંતુ દેવગે જ બાહુબલિને અને મારો ભેદ થયે છે. -
સાઠ હજાર વર્ષ સુધી દિગવિજય કરીને આવેલે હું તે બાહુબલિને બીજાની જેમ જેઉં છું, અહીં ઘણે કાળ એ જ કારણ છે. તે પછી બાર વર્ષના અભિષેકના
Page #432
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯
સમયે પણ તે બાહુબલિ મારી પાસે ન આવ્યું, ત્યાં મેં તેને પ્રમાદ વિચાર્યો, તે પછી તેને બોલાવવા માટે દૂત મેક, તે પણ તે ન આવ્યો, તે વખતે પણ મેં મંત્રીઓની વિચારણાને દેષ કારણ છે એમ વિચાર્યું. તેને હું લેભથી કે કેપથી બોલાવતો નથી, પરંતુ જ્યાં સુધી એક પણ નમે નહિ તે ચક્ર અંદર પ્રવેશ ન કરે. ચક્રરત્ન નગરીમાં પ્રવેશ કરતું નથી અને આ મને નમતો નથી. આ પ્રમાણે આ બન્નેની સ્પર્ધાથી હું સંકટમાં પડ્યો છું.
તે મનસ્વી મારો ભાઈ બાહુબલિ એકવાર પણ આવે, મારી પાસેથી અતિથિની જેમ પૂજા અને બીજી પૃથ્વીને પણ ગ્રહણ કરે, મારે ચક્રના પ્રવેશ વિના બીજું કઈ સંગ્રામનું કારણ નથી, નમેલા અગર નહિ નમેલા પણ તે નાનાભાઈ વડે મને માન ન હોઈ શકે. ' હવે દે કહે છે કે–રાજન ! સંગ્રામનું કારણ મોટું છે, આપ જેવાને અલ્પ કારણ વડે પ્રવૃત્તિ ન હોય, તેથી અમે બાહુબલિ પાસે જઈને સમજાવીએ. યુગક્ષયની જેમ આવતે જનક્ષય કવો જોઈએ. આપની જેમ તે પણ જે મોટું કોઈ કારણ કહે, તો પણ અધમ ચુદ્ધ વડે યુદ્ધ ન કરવું જોઈએ. ઉત્તમ એવા દટિયુદ્ધ, વાયુદ્ધ, બાહુયુદ્ધ કરવું કે જેથી નિરપરાધી હાથી વગેરેને વધ ન થાય. - “તેમ હો” એમ ચક્રવતીએ અંગીકાર કર્યા પછી
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે દેવા બીજા સૈન્યમાં બાહુબલિ રાજા પાસે ગયા. અહા ! દૃઢ અવષ્ટ ભની સ્મૃતિ વડે આ અસહ્ય છે, એમ હૃદયમાં વિચારતાં તેઓ તેને આ પ્રમાણે કહે છે :- જગતના નેત્રરૂપી ચકારને આનંદ આપવામાં ચંદ્ર ! ઋષભસ્વામીના પુત્ર ! તમે ચિરકાળ આનંદ પામે ! સમુદ્રની જેમ તમે કચારેય મર્યાદા ઓળંગતા નથી, સંગ્રામથી કાયર જેમ ડરે તેમ તમે અવર્ણવાદથી ડરો છે, પેાતાની સપન ત્તિમાં ગવ નહિ કરનાર, બીજાની સ`પત્તિમાં મત્સર ન નહિ કરનાર, વિનીતાને શિક્ષા કરનાર, ગુરુઓને વિષે નમ્ર, વિશ્વને અભય આપવામાં તત્પર પ્રભુના તમે અનુરૂપ પુત્ર છે. તમે બીજાના વિનાશ માટે પણ જરાપણ પ્રવર્તન ન કરેા, તા મોટાભાઈ ઉપર તમારે। આ ભયંકર આરંભ શા માટે ? અમૃતથી મરણ ન થાય તેમ તમારાથી આ સંભવે નહિ. આટલું થયા છતાં પણ હજુ જરાપણ કા અગડયું નથી, તેથી ખલપુરુષની મૈત્રીની જેમ આ યુદ્ધના આર'ભસમારંભના ત્યાગ કરે. હે રાજન ! મંત્ર વડે મેટા સાપની જેમ પેાતાની આજ્ઞાથી વીર સુભટાને યુદ્ધના આરંભથી અટકાવેા, મોટા ભાઈ ભરત પાસે જઇને તેને વશવતી થાઓ, આ પ્રમાણે કરવાથી આ શક્તિમત હાવા છતાં વિનયવંત છે' એ પ્રમાણે અત્યંત પ્રશ'સા પામશે. તેથી ભરતે ઉપાજેલા આ છ ખંડ ભરતક્ષેત્રને પેાતે ઉપાર્જન કર્યા હાય તેમ ભાગવા, તમારા બન્નેને શું અંતર છે ?
આ પ્રમાણે કહીને વરસીને મેઘ જેમ અટકે, તેમ
Page #434
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯૫
એક
કામ એક
દે અટક્ય છતે બાહુબલિ કાંઈક હસીને ગંભીર વાણુ વડે કહે છે કે – હે દેવ! અમારા યુદ્ધનું કારણ પરમાર્થથી જાણ્યા વિના પિતાના નિર્મળ આશયથી તમે આ પ્રમાણે કહે છે. “તમે હંમેશાં પિતાના ભક્ત છે” અમે પણ પિતાના પુત્ર છીએ આ પ્રમાણે સંબંધ હોવાથી તમે આ પ્રકારે કહ્યું તે યુક્ત છે, પહેલાં ખરેખર દીક્ષા સમયે યાચકને સુવર્ણની જેમ દેશે વહેંચીને અમને અને ભરતને આપ્યા, પિત–પિતાના દેશ વડે સંતુષ્ટ થયેલા અમે સવે રહીએ છીએ, ખેદની વાત છે કે ધનનિમિત્ત બીજાને દ્રોહ કેણ કરે ?
પરંતુ અસંતુષ્ટ ભરત, ભરતક્ષેત્ર રૂપી મહાસમુદ્રમાં મહામસ્ય જેમ બીજા મને ખાઈ જાય તેમ સમગ્ર રાજાઓના રાજ્યોને ખાઈ ગયે, તે રાજાથી પણ ભેજન. વડે ઉદર પૂરનારાની જેમ અસંતુષ્ટ એવા તેણે પિતાના નાના ભાઈઓના રાજ્યોને બળાત્કારે લઈ લીધા, જે ભાઈઓને પિતાએ આપેલા રાજ્યને આંચકી લે તેણે પોતાની મેળે જ પોતાનું ગુરુ પણું ગુમાવ્યું છે, વય માત્ર વડે ગુરુ થવાતું નથી પણ ગુરુની જેમ આચરણ કરે તે ગુરુ થાય છે, તેણે ખરેખર નાના ભાઈઓને કાઢી મૂકવાથી પિતાનું ગુરુપણું બતાવ્યું ! આટલા વખત સુધી મેં વિશ્વમથી તેને સુવર્ણ બુદ્ધિથી પિત્તળની જેમ, અને મણિની બુદ્ધિથી કાચની જેમ ગુરુપણાની બુદ્ધિએ જે, પિતાએ અથવા તો પિતાના વંશમાં ઉત્પન્ન થયેલાએ બીજાને આપેલ પૃથ્વીને અપરાધ વિના
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
અલ્પરાજ્યવાળા પણુ હરણ ન કરે, તેા ભરતેશ્વર કેમ
કરે ?
ખરેખર ! તે નાના ભાઈ એના રાજ્ય લઈ ને લજ્જા પામ્યા નથી, જેથી હમણાં જીતનારા તે રાજ્ય માટે મને પણ લાવે છે.
જેમ વહાણુ સમુદ્રને તરીને સમુદ્રને કાંઠે રહેલા પ તેના ઈંતભાગમાં અફળાય છે, તેમ આ ભરત સ ભરતક્ષેત્રને જીતીને વેગ વડે મારી સાથે અથડાયા છે.
.
લેાભી મર્યાદારહિત રાક્ષસ જેવા નિર્દય આ ભરતને મારા નાના ભાઈઓએ પણ લજ્જા વડે સેન્ગેા · નથી. તેના કયા ગુણવડે હું વશવતી થાઉં...? હું દેવ ! સભ્યની જેમ મધ્યસ્થપણું ધારણ કરીને બેલે.
હવે તે પેાતાના પરાક્રમવડે મને વશવતી કરે તે ભલે કરે, ક્ષત્રિયાના ખરેખર તે સ્વાધીન માર્ગ છે.
આમ હોવા છતાં પણ ખરેખર તે વિચાર કરીને પાછા જતા હાય તેા ક્ષેમવડે તે ભલે જાય, હું તેના જેવા લેાલી નથી.
ભરતે આપેલા સ ભરત ક્ષેત્રને હું ભાગવું એ ક્યારે ય બની શકે ? કેસિરસ...હુ કાઈ એ આપેલુ' કયારે ય શું ખાય ? તેને ભરતક્ષેત્ર ગ્રહણ કરતાં સાઠ હજાર વર્ષ ગયા, જો હું તેને ગ્રહણ કરવા માટે જ્યારે ઇચ્છીશ તે વખતે જ ગ્રહણ કરીશ. આટલા કાળે ઉત્પન્ન થયેલ તે ભરતની વિભૂતિને કૃપણુના ધનની જેમ તેને ભાઈ
Page #436
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭
હું કેમ હરણ કરું ? જેકે જાઈ ફળના ખાવા વડે હાથીની જેમ તે આ વૈભવ વડે અંધ થયે છે તે પણ તે સુખ પૂર્વક રહેવા માટે શક્તિમાન નથી, કારણ કે ભરતેશ્વરનું આ ભરતક્ષેત્રનું આશ્વર્ય મેં હરણ કર્યું હોત, પણ મેં અનિચ્છાથી ઉપેક્ષા કરી છે તેમ જાણે, પરંતુ મને ભંડાર, હાથી–ઘેડા આદિ અને યશ પણ આપવા માટે સાક્ષીભૂત એવા પિતાના મંત્રીઓ વડે તે અહીં લવાયે છે. તમે જે તેના હિતેચ્છું છે તે અને સંગ્રામથી અટકાવે. યુદ્ધ નહિ કરનાર બીજા સાથે પણ હું કયારે ય યુદ્ધ કરતે નથી. •
તે દે મેઘની ગર્જનાની જેમ તેના મોટા વચનને સાંભળીને ચિત્તમાં વિસ્મય પામી ફરીથી પણ આ પ્રમાણે કહે છે –
આ તરફ યુદ્ધમાં ચક્રને અપ્રવેશ એ હેતુને કહેનારા ચક્રવતીને ઉત્તરરહિત કરીને અટકાવવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી, “યુદ્ધ કરનાર સાથે હું યુદ્ધ કરૂં છું ? એમ કહેનાર આપને યુદ્ધથી રોકવા માટે નિચે ઇંદ્ર, પણ શક્તિમાન નથી.
ઋષભસ્વામીના દઢ સંસર્ગથી શુભતા મહાબુદ્ધિ-- વાળા વિવેકવંત જગતનું પાલન કરનારા દયાળુ એવા તમારા બન્નેના જગતના દુર્ભાગ્યના ગે યુદ્ધને ઉત્પાત ઉત્પન્ન થયું છે, તો પણ પ્રાર્થિતદાન આપવામાં કલ્પવૃક્ષ વીર ! તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ “ઉત્તમ યુદ્ધ
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
વડે જ યુદ્ધ કરે, અધમ યુદ્ધ વડે નહિ.” ઉગ્ર તેજસ્વી એવા તમારા અધમ યુદ્ધ વડે ખરેખર ઘણું લોકોને વિનાશ થવાથી અકાળે પ્રલય થાય. - તેથી દષ્ટિયુદ્ધ આદિ વડે જે યુદ્ધ કરવું તે સારું છે. ખરેખર તે યુદ્ધમાં માન સિદ્ધિ થાય અને લેકને વિનાશ ન થાય.
સારુ” એ પ્રમાણે બાહુબલિએ કહે છતે તે દેવે તે બંનેના યુદ્ધને જોવા માટે નગરલોકની જેમ નજીકમાં ઊભા રહ્યા.
હવે બાહુબલિની આજ્ઞા વડે હાથી ઉપર રહેલ તેજસ્વી પ્રતિહાર હાથીની જેમ ગર્જના કરતો પિતાના સૈનિકને આ પ્રમાણે કહે છેઃ – અરે સર્વ સામંતરાજાઓ! સુભટે ! લાંબા વખત સુધી વિચારતા તમને પુત્ર લાભની જેમ અભીષ્ટ સ્વામિકાર્ય ઉપસ્થિત થયું હતું, પરંતુ તમારા મંદપુણ્યવડે દેવતાઓએ આ મહાબાહુ દેવ બાહુબલિને ભારત સાથે દ્વંદ્વયુદ્ધ માટે પ્રાર્થના કરી છે, પોતે પણ વંદ્વયુદ્ધના અભિલાષી છે, તેમાં વળી દેવતાઓએ પ્રાર્થના કરી, તેથી ઇંદ્રતુલ્ય પરાક્રમી બાહુબલિ રાજા તમને યુદ્ધથી નિષેધ કરે છે, તેથી મધ્યસ્થ દેવોની જેમ તમારે પણ હસ્લિમલ્લ જેવા અદ્વિતીય મલ્લ એવા સ્વામીને યુદ્ધ કરતા જેવા જોઈએ. તેથી મહાતેજસ્વી એવા તમે રથ, ઘેડા, હાથીને પાછા વાળીને વક થયેલા ગ્રહની જેમ પાછા ખસે, કરંડિયામાં સર્પને નખે તેમ તલવારને
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯૮
મ્યાનમાં નાંખે. કેતુની જેમ ઊર્વમુખવાળા ભાલાઓને કેશમાં મૂકે. મહાગજો જેમ ઊંચી કરેલી સૂઢેને નીચે કરે તેમ મુગરને નીચા કરો. કપાળમાંથી ભૂકુટિની જેમ ધનુષ્ય ઉપરથી દેરી ઉતારે. ધનને નિધાનમાં સ્થાપન કરે તેમ બાણને ભાથામાં સ્થાપન કરે. મેઘ જેમ વિજળીને સંહરી લે તેમ શલ્યને સંવરી લે. * વજના નિર્દોષની જેવી પ્રતિહારીની વાવડે બ્રાંત થયેલા બાહુબલિના સૈનિકે ચિત્તમાં આ પ્રમાણે વિચારે છે કે– અહા થનારા યુદ્ધથી વણિકની જેમ ભય પામેલા પામેલા, ભરતેશ્વરના સૈન્ય પાસેથી મેટેથી લાંચ લીધી હોય એવા, અમારા પૂર્વભવના બૈરીની માફક અકસ્માત આવેલા દેવોએ ખેદની વાત છે કે પ્રભુ પાસે પ્રાર્થના કરીને હમણાં યુદ્ધના ઉત્સવને અટકાવ્યું. ભોજનને માટે બેઠેલાની આગળથી ભાજનની જેમ, લાલન કરવા માટે આવેલાઓને પલંગ ઉપરથી પડી જવાની જેમ, અહે! કૃપમાંથી બહાર નીકળનારને ખેંચનારી દેરીની જેમ અમારે આવેલો આ રણને ઉત્સવ દેવ વડે હરણ કરાયે.
ભરત સરખે બીજે કયે પ્રતિપક્ષ થશે કે જેથી અમે સંગ્રામમાં સ્વામીના અણુરહિત થઈશું?
પિતાની સંપત્તિના ભાગ લેનારની માફક, ચારની જેવા, સુવાસિની (= લાંબા વખત સુધી પિતાના ઘરે રહેનારી)ના પુત્ર જેવા અમારા વડે બાહુબલિનું ધન ફેગટ ગ્રહણ કરાયું. ખરેખર! અમારું આ બાહુદંડનું
Page #439
--------------------------------------------------------------------------
________________
o
શ્રી ઋષભનાથ ચરિત્ર
પરાક્રમ અરણ્યમાં ઉત્પન્ન થયેલ વૃક્ષેના પુષ્પની સુગંધની જેમ ફેગટ ગયું. - નપુંસક વડે સ્ત્રીની જેમ અમારા વડે અસ્ત્રોને સંગ્રહ, તેમ જ શુક વડે શાસ્ત્રના અભ્યાસની જેમ અમારા વડે શસ્ત્રનો અભ્યાસ ફેગટ કરા.
આ હાથીઓને યુદ્ધને અભ્યાસ અને આ ઘડાએને પરિશ્રમ જીતવાને અભ્યાસ હણાયેલી બુદ્ધિવાળા અમે ફેગટ કરાવ્યું.
શરઋતુના ઉત્પન્ન થયેલા મેઘની જેમ અમે નકામી ગર્જના કરી, રાજપત્નીની જેમ અમે નકામે વિકટ કટાક્ષ કર્યો, સામગ્રી બતાવનારાની જેમ અમે નકામા બખતર ધારણ કર્યા, યુદ્ધને મરથ પૂરો ન થવાથી અમારું અહંકારધારવાપણું નકામું જ ગયું.
આ પ્રમાણે વિચાર કરતાં વિષાદરૂપી વિષથી વ્યાપ્ત થયેલા કુત્કાર સહિત સપની જેવા તેઓ ખસે છે.
તે વખતે ક્ષત્રિયત્વરૂપી મહાજનવાળા ભરતેશ્વર પણ મહાસમુદ્ર જેમ વેલાને ખસેડે તેમ પિતાના સૈન્યને. ખસેડે છે. " મહાતેજસ્વી ચકવતી વડે ખસેડાતા પિતાના સૈનિકે. પગલે પગલે સમૂહરૂપે થઈ આ પ્રમાણે વિચારે છે– મંત્રીના બહાને ક્યા શત્રુની મંત્રણાથી આપણું સ્વામીએ ફક્ત બે હાથની જેમ આ ધ્વંદ્વયુદ્ધ કબૂલ કર્યું ? સ્વામીએ.
Page #440
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૦
જે યુદ્ધ કબૂલ કર્યું, તે તે છાશવડે ભોજન જેવું છે, તેથી એના વડે સચ્યું! આથી બીજું આપણું શું કામ?
છ ખંડ ભરતક્ષેત્રના રાજાઓના યુદ્ધકર્મમાં આપણુંમાને શું કઈ પાછો પડે છે? કે જેથી આજે આપણે યુદ્ધ કર્મથી નિષેધ કરાઈએ છીએ.
જે સુભટે નાસી જાય, હારી જાય અથવા મરી જાય તે સ્વામીએ યુદ્ધ કરવું એગ્ય છે, અન્યથા નહિ, કારણ કે યુદ્ધની ગતિ વિચિત્ર હોય છે.
જે એક બાહુબલિ વિના બીજો કોઈ શત્રુ હેત તે સ્વામીના યુદ્ધમાં ક્યારેય આપણે શંકા ન કરીએ.
પ્રચંડ બાહુવાળા બાહુબલિ સાથે યુદ્ધમાં ઈંદ્રને પણ વિજયમાં સંશય થાય, તે બીજાની તે શી વાત કરવી ? મહાનદીના પૂરની જેમ દુસહ વેગવાળા તે બાહુબલિના યુદ્ધમાં પ્રથમ સ્વામીને રાખવા ગ્ય નથી.
પ્રથમ અશ્વને દમન કરનારા વડે દમન કરાયેલ ઘેડા ઉપર ચઢવાની જેમ પહેલાં આપણે યુદ્ધ કર્યા પછી સ્વામીને યુદ્ધ કરવું એગ્ય છે.
આ પ્રમાણે પરસ્પર બોલતા સૈનિકોને જોઈને ઇગિત આકાર વડે તેઓની મનોગત ભાવને જાણનાર ચક્રવતી તેઓને બેલાવીને આ પ્રમાણે કહે છે –
૪૨૬
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૦૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભરતનું પોતાના સૈન્યની આગળ બળપ્રદર્શન
જેવી રીતે અંધકારના સમૂહને દૂર કરવામાં સૂર્યનાં કિરણે અગ્રેસર થાય તેમ તમે શત્રુઓને મર્દન કરવામાં મારા અગ્રેસર સુભટો છે. જેમ ઊંડી ખાઈ હેતે છતે હાથી કિલ્લાની પાસે ન આવે, તેમ તમે સુભટ હોતે છતે કોઈપણ શત્રુ મારી તરફ આવતું નથી. મારું યુદ્ધ પહેલાં જોયું ન હોવાથી તમે આવા પ્રકારની ફોગટ શંકા ન કરે. ભક્તિ એ ખરેખર અસ્થાને પણ ભય જુએ છે.
હે સુભટો ! તમે સર્વ મળીને મારા બાહુબળનું અવલોકન કરે, જેથી ઔષધ વડે રોગની જેમ તમારી શંકા ક્ષણવારમાં નાશ પામશે, આ પ્રમાણે કહીને ચકવર્તી બદનારા પુરુષ પાસે ક્ષણવારમાં ઘણા વિસ્તારવાળો ઊંડે એક ખાડે દાવે છે, દક્ષિણ સમુદ્રને કાંઠે સહ્યગિરિની જેમ તે ખાડાના કાંઠે ભરતેશ્વર બેસે છે. તે ડાબા હાથમાં વટવૃક્ષને વિષે જટાઓની જેમ લટકતી મજબૂત સાંકળો અને પ્રતિસાંકળે બાંધે છે, હજારોની સંખ્યાવાળી તે સાંકળ વડે તે ચક્રવર્તી કિરણો વડે સૂર્યની જેમ, વલ્લીઓ વડે મહાવૃક્ષની જેમ શોભે છે.
હવે તે સુભટને કહે છે કે – સૈન્ય અને વાહન સહિત તમે, મહાશકટને જેમ બળદ ખેંચે તેમ નિર્ભયપણ મને ખેંચો. તમે સર્વ સર્વ બળ વડે મને ખેંચીને આ ખાડામાં પાડો. આ મારા બાહુબળની પરીક્ષા માટે છે, તમારી સ્વામીની અવજ્ઞાનું છળ નથી.
Page #442
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૦૩
- અમારા વડે આ દુઃસ્વપ્ન જોવાયું તે નષ્ટ થાઓ. ખરેખર ! તે દુઃસ્વપ્ન ચરિતાર્થ કરવા વડે પિતાની જાતે જ નિષ્ફળ થાય એ પ્રમાણે વારંવાર ચકવતી વડે આદેશ કરાયેલા તેઓ સૈનિકે સાથે કેમે કરીને તેમનાં વચનને સ્વીકારે છે, કારણ કે “સ્વામીની આજ્ઞા બળવાન છે.”
તે પછી તે સર્વે સૈન્યના સુભટો મેરુપર્વતરૂપી મંથનદંડના દોરડારૂપે થયેલ સાપની જેમ ચકવતની ભુજાના સાંકળના સમૂહને ખેંચે છે, તે વખતે લટકતી ચકવતની ભુજાની સાંકળને વિષે ગાઢપણે વળગેલા તેઓ ઊંચા વૃક્ષની શાખાઓના અગ્રભાગને વિષે લાગેલા વાંદરાઓની જેવા લાગે છે, ચક્રવતી પિતાની મેળે પિતાને ખેંચતા પોતાના સૈનિકોને પર્વતને ભેદતા હાથીની જેમ કૌતુક જોવા માટે ઉપેક્ષા કરે છે. - હવે ચકવતી તે જ હાથ વડે હૃદય ઉપર અંગરાગ કરતે હેય તેમ તે હાથને હદય ઉપર સ્થાપે છે. તે વખતે તે સુભટે માળાબદ્ધ ઘટીના ન્યાયે સર્વે સાથે પડે છે, તે વખતે ચક્રવતીને હાથ નિરંતર લટકતા તે રૌનિકો વડે, ખજૂર વડે ખજૂરીના ઝાડની શાખાઓ જેમ શેભે છે.
સ્વામીના પરાક્રમ વડે હર્ષ પામતા તે સૈનિકો પૂર્વે કરેલી દુશંકાની જેમ તે હાથની સાંકળોને ક્ષણવારમાં ત્યાગ કરે છે. તે પછી ચક્રવતી હાથી ઉપર ચઢી ફરીથી સમરાંગણમાં આવે છે. તે વખતે બંને સૈન્યની મધ્યમાં વિશાળ પૃથ્વીતળ ગંગા-યમુનાના મધ્યભાગમાં
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અ તવ તી પ્રદેશની જેવા શાલે છે. તે પછી જગતના સંહાર અટકવાથી ષિત થયેલા ચાકરની માફક ધીમે ધીમે તે પૃથ્વીની રજને દૂર કરે છે. વિવેકવંત એવા તેએ સમવસરણની ભૂમિની જેમ ગંધાંભુની વૃષ્ટિ વૉ ચારે બાજુથી તે ભૂમિને સિંચન કરે છે, તે રણભૂમિમાં, મંત્રવાદિ મ`ડલભૂમિમાં પુષ્પા નાંખે તેમ તે દેવા વિકસિત પુષ્પા નાંખે છે.
ભરત-ખાહુબલિનુ દષ્ટિપ્રમુખ યુદ્ધ
હવે તે અન્ને રાજકુ જરા હાથી ઉપરથી ઉતરીને હાથીની જેમ ગર્જના કરતા યુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરે છે. અને મહાતેજસ્વી ક્રીડા વડે ચાલતાં પગલે પગલે ધૂમરાજને પણ પ્રાણસ’શયમાં આરેપણ કરે છે.
પ્રથમ દૃષ્ટિયુદ્ધ વડે યુદ્ધ કરવું, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તેએ બીજા શકે અને ઈશાન હાય તેમ અનિમેષ નેત્રવાળા સન્મુખ ઊભા રહે છે. બન્ને તરફ રહેલા સૂ ચંદ્ર સંધ્યાસમયને વિષે આકાશની શાભાને ધારણ કરતા લાલ નેત્રવાળા સન્મુખ એક-બીજાના મુખને જુએ છે. છે. આ પ્રમાણે ધ્યાન કરતા ચેાગીની જેમ બન્ને નિશ્ચલ નેત્રવાળા પરસ્પર જોતાં તેએ ચિરકાળ ઊભા રહે છે, તે વખતે ઋષભસ્વામીના મેટા પુત્ર ભરતનાં નેત્રા સૂર્યના કિરણથી આક્રાંત થયેલા નીલકમળની જેમ ખીડાઈ જાય છે.
ભરતના છ ખંડના વિજયથી મેળવેલી મેટી
Page #444
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ
ક્રીતિને આંખા અશ્રુજળના બહાને જાણે જળ આપતી ન હાય !
તે વખતે મસ્તક ધૂણાવતા દેવા પ્રભાતે વૃક્ષની જેમ 'બાહુબલિ ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે.
બાહુબલિના સેામપ્રભ વગેરે વીરા વડે સૂર્યદયમાં પક્ષીની જેમ હર્ષોંના કાલાહલ કરાય છે, તે વખતે તૈયાર થયેલ નાટકના આરંભમાં કીર્તિ નત કીની જેમ ખાહુલ રાજાના સૌન્ચા વડે જયવાજિત્રા વગાડાય છે,
ભરતરાજાના સુભટો મૂર્છા પામ્યા હાય તેમ, રાગાતુર હોય તેમ મતેજવાળા થાય છે.
અંધકાર અને પ્રકાશવડે મેરુપર્યંતના અને પડખાની જેમ તે અને સૈન્યેા વિષાદ અને હર્ષ વડે યુક્ત થાય છે.
તે વખતે બાહુબલિ ‘કાકતાલીય ન્યાય વડે મારાવડે જીતાયુ...' એ પ્રમાણે તમે નહિ કહેતા, હંમણાં વાગ્યુદ્ધ વડે પણ યુદ્ધ કરે, એ પ્રમાણે ચક્રવતી ને કહે છે. બાહુબલિના વચનને સાંભળીને ચરણથી
સ્પ કરાયેલા સાપની જેમ ક્રોધ સહિત ચક્રવતી પણ હે જયવડે શાભતા ! · એમ થાઓ.' એમ બાહુબલિને કહે છે.
ઈશાનેન્દ્રના વૃષભ જેમ અવાજ કરે, ઇંદ્રને ઐરાવત જેમ મૃ་હિત (ગજના) કરે, મૈધ જેમ સ્ટનિત (મેઘગર્જના) કરે તેમ ભરત સિંહનાદ કરે છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
४०१
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેને સિંહનાદ યુદ્ધ જેનારા દેને પાડી નાંખતે હોય તેમ, આકાશમાંથી ગ્રહ, નક્ષત્ર અને તારાઓને ભ્રષ્ટ કરતે હોય તેમ, કુલગિરિઓના અત્યંત ઊંચા શિખરને ચલાયમાન કરતો હોય તેમ, ચારે તરફથી સમુદ્રના પાણીને ઉછાળતો હોય તેમ, મહાનદીના પૂરના પાણીને ચારે તરફથી કાંઠે ફેલાવતું હોય તેમ સ્વર્ગભૂમિ સુધી વ્યાપ્ત થાય છે. તે અવાજવડે દુષ્ટબુદ્ધિવાળા જેમ ગુરુની આજ્ઞાને ન ગણે તેમ રથમાં જોડેલા ઘોડાઓ લગામને ગણતા નથી, ચાડિયા લેકે ઉત્તમ વાણીને ન માને તેમ હાથીએ અંકુશને ગણકારતા નથી, શ્લેષ્મના રેગવાળા કડવાશને ન જાણે તેમ ઘેડાઓ ચાબૂકને જાણતા નથી, કારપુરુષે લજજાને ન ગણે તેમ ઊંટે નાસિકાના દોરડાને ગણતા નથી. ભૂત ગ્રસિતની જેમ ખરો ચાબૂકના ઘાને જાણતા નથી, કેઈપણ તે નાદવડે ત્રાસ પામતા સ્થિરતાને ધારણ કરતા નથી.
હવે બાહુબલિ પણ સિંહનાદ કરે છે. તે આવા પ્રકારને છે – આવતા ગરુડની પાંખના અવાજની બુદ્ધિથી. એક પાતાળમાંથી બીજા પાતાળમાં પ્રવેશ કરવા માટે ઈચ્છતા હોય તેમ સર્પો વડે, સમુદ્રની મધ્યમાં અંદર, પ્રવેશ કરેલા મેરુપર્વતના મંથનના શબ્દની શંકા વડે ચારે તરફથી ત્રાસ પામતા જળ જંતુઓ વડે, વારંવાર ઇદ્ર મૂકેલા વાના અવાજના સમૂહ વડે પિતાના વિનાશની આશંકા કરતા કંપતા કુલગિરિઓ વડે, કલ્પાંતકાળના પુષ્પરાવર્ત મેઘ વડે મૂકાયેલ વિજળીના અવાજના ભ્રમ.
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૦૭
વડે પૃથ્વીપીઠ ઉપર આળોટતા મધ્યલકના નિવાસીઓ વડે, અગ્ય સમયે આવેલા દૈત્યની છાવણના કે લાહલના બ્રમથી વ્યાકુળ દેવગણ વડે અતિ દુઃશ્રવ સંભળાતે, લેકનાળીની સ્પર્ધા વડે નીચે ઉપર વૃદ્ધિ પામતે અતિભયંકર સિંહનાદ બાહુબલિ વડે કરાય છે.
ફરીથી પણ મહાબલિ ભરતરાજા હરિણીઓની જેમ મૈમાનિકની સ્ત્રીઓને ત્રાસ પમાડતા સિંહનાદને કરે છે. આ પ્રમાણે કીડા વડે આ મધ્યલકને ભય ઉત્પન્ન કરતા હોય તેમ અનુક્રમે ભરત અને બાહુબલિ મેટા અવાજને કરે છે. ત્યાં અનુક્રમે ભરતેશ્વરને શબ્દ હાથીના સૂઢની જેમ, સપના શરીરની જેમ અતિશય હીન થતું જાય છે, અને બાહુબલિનો સિંહનાદ સર્જનની મિત્રતાની જેમ, નદીના પ્રવાહની જેમ અધિકાધિક વધતો જાય છે.
આ પ્રમાણે શાસ્ત્રવાદમાં વાદી વડે પ્રતિવાદીની જેમ વાયુદ્ધમાં પણ વિર બાહુબલિ વડે ભરતેશ્વર જતા.
હવે તે બંને ભાઈએ બાહુયુદ્ધ માટે કક્ષા બાંધેલા હાથી સરખા પરિકર (કછેટા)ને બાંધે છે.
તે વખતે બાહુબલિનો સુવર્ણદંડને ધારણ કરનાર મુખ્ય પ્રતિહારી ઉછળતા સમુદ્રની જેમ બેલે છેહે પૃથ્વી ! વજન ખીલાની જેમ પર્વતનું આલંબન લઈને સમસ્ત સત્ત્વને ધારણ કરીને સ્થિર થા. હે નાગરાજ ! ચારે તરફથી વાયુ પૂરીને થંભાવીને, પર્વતની જેમ દઢ થઈને પૃથ્વીને ધારણ કર. હે મહાવરાહ! સમુદ્રના કાદવમાં
વજન
કરીને જિ. પર્વતની જે
Page #447
--------------------------------------------------------------------------
________________
Yo૮
શ્રી ઋષભનાથ ચરિત્ર આળોટીને આગળના પરિશ્રમને દૂર કરીને ફરીથી તાજે થઈને પૃથ્વીને ધારણ કર. હે વજમાની કૂશ્રેષ્ઠ! ચારે તરફથી પોતાના અંગેને સંકેચીને પિતાની પીઠને દઢ કરીને પૃથ્વીને વહન કર. હે દિગ્ગજો ! પૂર્વની જેમ પ્રમાદથી અથવા અભિમાનથી નિદ્રાને ન કરે. સર્વ આત્માથી સાવધાન થઈને પૃથ્વીને ધારણ કરે, કારણકે આ વજ સરખા પરાક્રમવાળે બાહુબલિ વજ સરખા પરાક્રમવાળા ચક્રવર્તી સાથે મલ્લયુદ્ધ વડે યુદ્ધ કરવા માટે હમણાં ઊભે થાય છે. - હવે તે મહામલે વિજળીના દંડથી તાડન કરેલા ગિરિવર સરખા હાથના આશ્કેટનને કરતા પરસ્પરને બોલાવે છે.
ચંચળ કુંડળવાળા ધાતકીખંડમાંથી આવેલા સૂર્યચંદ્ર સહિત નાના મેરુની જેવા તે બંને લીલા સહિત પગ મૂકવાપૂર્વક ચાલે છે, અવાજ કરતા એ બંને, જેમ હાથીઓ દાંત વડે દાંતને અફળાવે તેમ એકબીજાને હાથ વડે હાથને બળ વડે અફળાવે છે. પ્રચંડ પવનથી પ્રેરાયેલા નજીકના મહાવૃક્ષની જેમ તેઓ ક્ષણવારમાં જોડાય છે, મેઘ વડે ઉન્મત્ત થયેલ મહાસમુદ્રના તરંગની જેમ તે વીરેક્ષણવારમાં ઊંચે જાય છે અને નીચા પડે છે.
હવે તે બન્ને મહાભુજાવાળા સ્નેહથી ભેટતા હોય તેમ ક્રોધથી દેડીને અંગ વડે અંગને પીલતા ભેટે છે, કર્માધીન જીવની જેમ ક્ષણવારમાં છૂટા પડે છે, બાહુયુદ્ધના
Page #448
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૦e
વિજ્ઞાનને લીધે ક્યારેક કોઈ ક્ષણવાર નીચે અને ક્ષણવારમાં ઊંચો થાય છે, જળના મધ્યમાં રહેલા મસ્થની જેમ વેગ વડે વારંવાર પરાવર્તન કરતા તેઓને “આ ઉપર, આ નીચે એ પ્રમાણે લેકે જાણી શકતા નથી. મહાસર્ષની જેમ તેઓ પરસ્પર બંધનવિજ્ઞાન કરે છે. તરત જ તેઓ ચંચળ વાનરની જેમ છૂટા પડે છે, વારંવાર પૃથ્વી ઉપર આળોટવાથી ધૂળથી વાત થયેલા તે બને પ્રાપ્ત કર્યો છે ધૂળરૂપ મદ જેણે એવા હાથીઓની જેમ શોભે છે. ચાલતા પર્વતની જેવા તેઓના ભારને સહન કરી શકતી ન હોય તેમ પૃથ્વી તેઓના પગના અથડાવાના અવાજથી જાણે ચીસ પાડતી હોય એવી લાગે છે, હવે પ્રચંડ પરાક્રમી ક્રોધ પામેલ બાહુબલિ એક હાથ વડે ચક્રવતીને, અષ્ટાપદ જેમ હાથીને ગ્રહણ કરે તેમ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને હાથી જેમ પશુને ઉછાળે તેમ આકાશમાં ઉછાળે છે, “અહે! બળવાન કરતાં પણ બળવાનની ઉત્પત્તિ મર્યાદારહિત હોય છે.'
ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ, યંત્રમાંથી છૂટેલા પથ્થરની જેમ, તે ભરતેશ્વર આકાશમાર્ગમાં ઘર જાય છે. ઈંદ્ર મૂકેલા વજની જેમ તે આવતા ભરતથી યુદ્ધ જેનારા સર્વે ખેચરે દૂર ભાગે છે, બંનેય સૈન્યમાં મોટો હિહારવ થશે. મોટાઓની આપત્તિનું આગમન કોને પ્રતિકૂળ દુઃખનું કારણ ન થાય?
તે વખતે બાહુબલિ વિચારે છે કે – મારા આ
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૧૦
શ્રી ઋષભનાથ ચરિણી બળને ધિક્કાર થાઓ, હાથને ધિક્કાર છે, અવિચારી કાર્ય કરનારા મને પણ ધિક્કાર પડો. આ કર્મની ઉપેક્ષા કરનારા બંને રાજ્યના મંત્રીઓને પણ ધિક્કાર છે. અથવા વિગહિત (= નિદિત) એવા તેઓ વડે શું ? આજે પણ
જ્યાં સુધીમાં મારે મોટો ભાઈ પૃથ્વી પીઠ ઉપર પડીને ટૂકડા થઈને વિનાશ ન પામે, ત્યાં સુધીમાં આકાશમાંથી તેને હું ઝીલી લઉં એ પ્રમાણે વિચારીને બાહુબલિ પડતા એવા તે ભારતની નીચે શય્યા સરખી પિતાની ભુજાઓને ધારણ કરે છે, ઊંચે જવાની ઈચ્છાવાળો હોય તેમ પગના અગ્રના બળ વડે ઊભે રહેલે તે પડતા એવા ભરતને દડાની લીલા વડે સ્વીકારે છે– લઈ લે છે.
તે વખતે બંને સૈન્યમાં ભારતને ઉછાળવાથી ઉત્પન્ન થયેલા વિષાદ તેના રક્ષણથી ઉત્પન્ન થયેલે હર્ષ, જેમ ઉત્સર્ગને અપવાદ દૂર કરે તેમ જલદી દૂર કરે છે. બાહુબલિને ભાઈના રક્ષણથી ઉત્પન્ન થયેલ વિવેક વડે, શીલ ગુણ વડે વિદ્યાની જેમ લાકો વડે બાહુબલિના પુરુષત્વને વખાણાય છે. દેવતાઓ બાહુબલિની ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. અથવા તેવા પ્રકારના વીરવંતથી યુક્ત એવા તેને આ કેટલું ?
તે વખતે ભરતેશ્વર એકી સાથે લજજા અને કેપ વડે ધૂમ્રજળ વડે અગ્નિની જેમ જોડાય છે.
હવે લજજા વડે નમ્ર મુખકમળવાળો બાહુબલિ મોટાભાઈ ભરતની લજજાને દૂર કરવા માટે ગદ્ગદપણે આ પ્રમાણે કહે છે :
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧
| હે જગતના ધણી! મહાવીર્યવાળા! મહાભુજાવાળા ! તમે ખેદ ન કરે. દૈવયાગવડે ક્યારેક કોઈક વડે વિજયી પણ છતાય છે. આટલાથી તમે જીતાયા નથી અને હું એના વડે વિજયી નથી. ઘુણાક્ષર ન્યાયે આજે પણ હું પિતાને જય માનું છું.
આથી હે ભુવનેશ્વર ! તમે જ એક વીર છે, કારણકે દેવોવડે મથન કરવા છતાં પણ સમુદ્ર જ છે, વાવડી નથી. હે છ ખંડ ભરતના સ્વામી ! ફળથી ભ્રષ્ટ થયેલા વાઘની જેમ કેમ ઊભા છો ? યુદ્ધકર્મ માટે ઊભા થાઓ, ઊભા થાઓ.
આ પ્રમાણે સાંભળીને ભરત પણ આ પ્રમાણે કહે છે – આ મારે બાહુદંડ મૂકીને તૈયાર કરતા પિતાના દેષનું પ્રમાર્જન કરશે જ. તે પછી ચક્રવતી, નાગરાજ જેમ ફણાને ઉગામે તેમ મુઠ્ઠી ઉગામીને કપથી લાલ નેત્રવાળે ખસીને બાહુબલિ તરફ દે છે. ભરત તે મુઠ્ઠી વડે બાહુબલિની છાતીમાં, હાથી જેમ નગરના દરવાજા–કમાડને પ્રહાર કરે તેમ પ્રહાર કરે છે. બાહુબલિની. છાતીમાં ચકવતીને તે મુષ્ટિપ્રહાર, કુપાત્રમાં દાનની. જેમ, બહેરા માણસને વિષે કર્ણ જાપની જેમ, ચાડિયાને વિષે સત્કારની જેમ, ખારી ભૂમિમાં જળવૃષ્ટિની જેમ, યુદ્ધમાં સંગીતની જેમ, હિમને વિષે અગ્નિપાતની જેમ નિષ્ફળ થ.
હવે “આ શું અમારા ઉપર પણ કોપ પામે છે?*
Page #451
--------------------------------------------------------------------------
________________
કાર
શ્રી ઋષભનાથ ચરિત્ર
એ પ્રમાણે આશ’કા કરીને દેવા વડે જોવાયેલા સુનંદાપુત્રબાહુબલિ મેટેથી મુઠ્ઠી ઉગામે છે, તે મુઠ્ઠી વડે તે, મહાવત અંકુશ વડે હાથીને કુંભસ્થળમાં તાડન કરે તેમ ચક્રવતીને છાતીમાં તાડન કરે છે. તે ઘાત વડે, વાના પડવાથી પર્યંતની જેમ ભરતેશ્વર મૂર્છા વધુ વ્યાકુળ થયેલા પૃથ્વીતળ ઉપર પડે છે. પડતા એવા તે સ્વામી વડે કુલાંગનાની જેમ પૃથ્વી કપે છે, ખંધુના પડવાથી બંધુએ કંપે તેમ પવતા પણ ક૨ે છે,
મૂર્છા પામેલા પોતાના મોટાભાઈને જોઈને બાહુઅલિ વિચારે છે કે– ક્ષત્રિયાને વીરવ્રતના આગ્રહમાં આ કેવા પ્રકારના ખરાબ સ્વભાવ છે ? જ્યાં પેાતાના ભાઈને વિષે આવા પ્રકારના નિગ્રહના અતવાળા વિગ્રહ થાય છે! જો મોટાભાઈ ન જીવે તે મારે પણ જીવિત વડે સર્યુ. આ પ્રમાણે મનમાં વિચારતા, નેત્રના જળ વડે તેને સિંચન કરતા, બાહુબલિ પાતાના ઉત્તરીયના વીંઝણા (પ'ખા) કરીને તે પછી ભરતને પવન નાંખે છે.
હવે ચક્રવતી ક્ષણુવારમાં સંજ્ઞા પ્રાપ્ત કરીને સુતેલાની જેમ ઉઠે છે, આગળ નૃત્યની જેમ રહેલા મહુબલિને જુએ છે, ક્ષણવાર તે અને આંધવા નીચા મુખવાળા રહે છે. અહા ! મોટા માણસાને પરાજય અને જય પણ લજ્જા માટે થાય છે.
તે પછી ચક્રવતી કાંઈક પાળે ખસે છે, એજંસ્વી પુરુષાનું એ યુદ્ધની ઇચ્છાનુ લક્ષણ છે.' ફરીથી આય
.
Page #452
--------------------------------------------------------------------------
________________
શ્રીષભનાથ ચરિત્ર,
૪૧૭
ભરત કેઈક યુદ્ધ વડે યુદ્ધ કરવા ઈચ્છે છે, માની પુરુષ જીવે ત્યાં સુધી જરાપણુ માન છોડતા નથી.”
“બાહુબલિને ખરેખર બ્રાહત્યાથી ઉત્પન્ન થયેલ બળવાન અવર્ણવાદ થશે એમ હું માનું છું, આ મરણપર્યત પણ અટકશે નહિ, એ પ્રમાણે ક્ષણવાર બાહુબલિ વિચારે છે, તેટલામાં ચક્રવતી યમરાજ જેવા દંડને ગ્રહણ
ચક્રવતી ઊંચા કરેલા તે દંડ વડે ચૂલિકા વડે. પર્વતની જેમ તે શેભે છે.
હવે ભરતરાજા ઉત્પાત-કેતુના ભ્રમને કારણ જેવા, તે દંડને આકાશમાં જમાડે છે, યુવાન સિંહ જેમ પુછદંડ વડે પૃથ્વીતળને તાડન કરે તેમ તે દંડ વડે બાહુબલિને મસ્તક ઉપર તાડન કરે છે, સહ્યપર્વતને વિષે અફળાતી. ' સમુદ્રની વેલાની જેમ તેના મસ્તકમાં ચક્રવતીના દંડના ઘા વડે મેટો શબ્દ થયો.
ચક્રવતી દંડ વડે બાહુબલિના મસ્તકને વિષે રહેલા મુગુટને લોઢાના ઘણ વડે એરણ ઉપર રહેલા લોઢાની જેમ ચૂરેચૂરા કરે છે.
બાહુબલિના મસ્તક ઉપરથી મુકુટ–રનના ટૂકડા, વાયુથી આંદોલન પામેલા વૃક્ષના અગ્રભાગ ઉપરથી પુષ્પોની જેમ પૃથ્વીતળ ઉપર પડે છે. તે ઘાત વડે બાહુબલિ ક્ષણવાર, મીંચાઈ ગયેલા નેત્રવાળે થશે. તેના ભયંકર અવાજ વડે લેક પણ તેના પ્રકારો થશે.
Page #453
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે પછી ક્ષણવારમાં બાહુબલિ પણ નેત્રા ઉઘાડીને હાથ વડે પ્રચંડ લાદંડને ગ્રહણ કરે છે. તે વખતે આ શુ' મને પાડી નાંખશે, આ શું મને ઉખેડી નાંખશે ? એ પ્રમાણે અનુક્રમે સ્વર્ગ અને પૃથ્વી વડે આશંકા કરાય છે. બાહુબલિની મુઠ્ઠીમાં તે લાંખા લાહ'ડ, પતના અગ્રભાગમાં રહેલા રાફડા ઉપર સની જેવા શોભે છે.
હવે તક્ષશિલાધિપતિ તે ક્રૂડને દૂરથી યમરાજાને ખેલાવવા માટે સ’જ્ઞાપટ હાય તેમ અત્યંત ભમાડે છે. તે પછી બાહુબલિ તે ઈંડ વડે ચક્રવર્તીને હૃદયમાં નિર્દયપણે લાકડી વડે અનાજના દાણાના ઢગલાની જેમ તાડન કરે છે.
તે ઘાત વડે ચક્રવતી'નું અત્યંત મજબૂત એવુ કવચ, ઘડાની જેમ ટૂકડે ટૂકડા થઈ નાશ પામ્યું. તે વખતે કવચ તૂટી જવાથી ચક્રવતી મેઘરહિત સૂર્યની જેમ, ધુમાડા વગરના અગ્નિની જેમ, અમ વડે અધિક પ્રકાશે છે. સાતમી મઢાવસ્થાને પામેલા હાથીની જેમ અધ ક્ષણ સુધી વ્યાકુળ થયેલા કાંઈ પણ વિચારતા નથી, ચક્રવતી ફરીથી સાવધન થઈ વિલ`ખ વિના પ્રિયમિત્રની જેમ હાથીની શક્તિનુ આલખન લઈ ને દંડ ગ્રહણ કરીને ફરીથી ખાડુબિલ તરફ દોડે છે, દાંત વડે હાઠને પીસતા, ભૃકુટીના ભંગ વડે ભયંકર એવા તે ભરત વડવાનળને વિડંબના કરે એવા તે દંડને ભમાડે છે, ચક્રવતી તે દંડ વડે કલ્પાંતકાળના મેઘ, વિજળીરૂપી દંડ વડે પવ તની જેમ બહુબલિને મસ્તક ઉપર તાડન કરે છે.
૪૧૪
Page #454
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧૫
- તે ઘાત વડે બાહુબલિ લેઢાની એરણ ઉપર હણુંચેલા વજમણિની જેમ ભૂમિમાં ઢીંચણ સુધી ખેંચી જાય છે, તે ભરતને દંડ વજસમાન સારવાળા બાહુબલિની ઉપર અફળાઈને તે પોતાના અપરાધથી ભય પામ્યો હોય તેમ તૂટી ગયે.
ભરતનું ચકમેચન પૃથ્વીમાં ઢીંચણ સુધી ખેંચી ગયેલે બાહુબલિ તે વખતે પૃથ્વીમાં ખૂંચેલા પર્વતની જેમ, પૃથ્વીમાંથી નીકળિલે છે શેષ જેને એવા શેષનાગની જેમ શોભે છે. મોટા ભાઈના પરાક્રમ વડે હૃદયમાં વિસ્મય પામ્યું હોય તેમ ઘાની વેદનાથી તે મસ્તકને હલાવે છે, તે વખતે તે ઘા વડે પ્રાપ્ત કરી છે વેદના જેણે એ બાહુબલિ ક્ષણવાર અધ્યાત્મમાં રક્ત ચગીની જેમ કોઈપણ સાંભળતું નથી, તે પછી સુકાઈ ગયેલી નદીના કાંઠના કાદવમાંથી હાથીની જેમ પૃથ્વીના મધ્યમાંથી સુનંદા પુત્ર નીકળે છે, ક્રોધપ્રધાન એ તે લાક્ષારસ જેવા લાલ દષ્ટિપાત વડે તર્જના કરતા હોય તેમ તે પિતાના બાહુદંડને અને દંડેને જુએ છે. તે પછી તક્ષશિલા અધિપતિ તક્ષકનાગની જેવા દુઃખે કરીને જોઈ શકાય એવા તે દંડને એક હાથ વડે નિરંતર ભામાડે છે, સુનંદા પુત્ર વડે અતિ વેગથી ભમાડાતો તે દંડ પ્રેક્ષકેના નેને ભ્રમણ કરાવે છે.
જ્યારે આના હાથમાંથી આ દંડ પડશે ત્યારે ઊંચે જતે આ કાંસાના પાત્રની જેમ સૂર્યને ફેડી નાંખશે,
Page #455
--------------------------------------------------------------------------
________________
કાક
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચંદ્રમ’ડળને ચૂણુ કરશે, આમળાના ફળની જેમ તારાગણુને ભ્રષ્ટ કરશે, માળાની જેમ વૈમાનિકના વિમાનાને પાડી નાંખશે, રાફડાની માફક પર્વતના શિખરોને તાડી નાંખશે, ઘાસના સમૂહની જેમ મોટા વૃક્ષના નિકુંજોને પીંસી નાંખશે, કાચી માટીના ગાળાની જેમ પૃથ્વીને ભેદી નાંખશે આ પ્રમાણે સૈન્ચા વડે અને દેવા વડે જોવાતા બાહુબલિ રાજા તે દંડ વડે ચક્રવતી ને મસ્તકમાં પ્રહાર. કરે છે.
મેાટા એવા તે દંડના ઘા વડે ચક્રવતી મુગરથી હણાયેલા ખીલાની જેમ ગળા સુધી પૃથ્વીમાં પેસી જાય છે, તે વખતે ખેદ પામેલા ચક્રવતીના સેવા‘અમારા સ્વામીને આપેલ વિવર (છિદ્ર) અમને આપે ’ એ પ્રમાણે પ્રાર્થના કરતા હોય તેમ પૃથ્વી ઉપર પડે છે.
રાહુથી ગ્રસ્ત થયેલા સૂની જેમ ચક્રવતી પૃથ્વીમાં ખૂ ́ચી જવાથી પૃથ્વી ઉપર મનુષ્યના અને આકાશમાં દેવાના માટો કોલાહલ થયે.
મી'ચાઈ ગયા છે નેત્રા જેનાં એવા, શ્યામમુખવાળા છ ખંડ ભરતને સ્વામી ચક્રવતી ભરત પૃથ્વીની અંદર લજા વડે જાણે એક ક્ષણ રહે છે, હવે એક ક્ષણને અંતે તેજ વડે અતિ દીપ્યમાન રાત્રિને અંતે સૂર્યની જેમ પૃથ્વીની મધ્યમાંથી નીકળે છે. નીકળીને તે આ પ્રમાણે વિચારે છે : સકળ યુદ્ધમાં, જુગારમાં અ`ધ જુગારીની જેમ હું આના વડે જીતાયેા, ગાયે ખાધેલ દુર્વા-ઘાસ
Page #456
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧૭:
વગેરે જેમ ગાવાળના ઉપયેગ માટે થાય, તેમ મારા વડે સાધેલ આ ભરત શું આના ઉપચાગ માટે હશે? એક ભરતક્ષેત્રમાં એકી સાથે એ ચક્રવતી એક મ્યાનમાં એ તલવારની જેમ જોયા નથી અને સાંભળ્યા નથી. દેવે વડે ઇન્દ્ર અને રાજાએ વડે ચક્રવતી જીતાય એ પૂર્વે નહી. સાંભળેલું ખવિષાણુની જેમ થાય, આના વડે જીતાયેલા શું હું ચક્રવતી નહિ હાઉં? મારા વડે નહિ જીતાયેલા વિશ્વમાં અજેય એવા આ શું તેથી ચક્રવર્તી છે? આ પ્રમાણે વિચારતા તે ભરતના હાથમાં ચિંતામણુિને વિડંબના કરનારા યક્ષરાજોએ લાવીને ચક્ર આપ્યું.
તેની ખાત્રી થવાથી ‘હું ચક્રવતી છું’ એ પ્રમાણે માનતા તે ભરત, વટોળિયે। જેમ મેઘમ'ડળને ભમાવે તેમ ચક્રને આકાશમાં ભમાડે છે. તે વખતે આકાશમાં અકાળે પ્રલયકાળના અગ્નિની જેમ, બીજો વડવાનળ હાય તેમ, અકસ્માત મેટેથી ઉત્પન્ન થયેલા ઉલ્કાપૂજની જેમ, પ્રકાશતા સૂમિ બની જેમ, વિજળીના ગાળાની જેમ જવાળાએના સમૂહથી વિકરાળ ભમતુ તે ચક્ર દેખાય છે.
ચક્રવતી વડે પ્રહાર માટે ભમાડાતા તે ચક્રને જોઇને મનસ્વી બાહુબલિ મનમાં વિચારે છે કે—આ તાતપુત્રના અભિમાનીપણાને ધિક્કાર હા ! હું દંડના આયુધવાળા હાતે છતે જે ભરતેશ્વરે ચક્ર ગ્રહણ કર્યું, તેથી તેના ક્ષત્રિય વ્રતને ધિક્કાર હા! અહા બાળકના ઉત્તરીય–વસ્રના
ts. २७
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૧૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
ગ્રહણ સરખી, દેવોની સમક્ષ એને ઉત્તમયુદ્ધની પ્રતિજ્ઞાને ધિક્કાર છે. રેષ પામેલે ભરત, તપસ્વી તે જેલેશ્યાને બતાવે તેમ ચકને બતાવતો જેમ જગતને બીવડાવ્યું તેમ મને બીવડાવવા ઈચ્છે છે, જેવી રીતે તેણે બાહુદડનું પ્રરાક્રમ જાણ્યું, તેમ આ ચક્રના પરાક્રમને પણ જાણે, આ પ્રમાણે બાહુબળથી શોભતે બાહુબલિ વિચારતે છતે, તેની ઉપર સર્વ બળવડે ભરત ચકને છોડે છે.
આવતા ચક્રને જોઈને બાહુબલિ વિચારે છે – આ ચક્રને જીણું પાત્રની જેમ દંડ વડે શું શીધ્ર તેડી નાખું! દડાની જેમ રમત વડે મારીને શું પાછું ફેકું ? અથવા કમળપત્રની જેમ લીલા વડે આકાશમાં શું ઉછાળું ! અથવા બાળકના નાળની જેમ પૃથ્વીની મધ્યમાં નાંખી દઉં ? અથવા ચપળ ચકલાના બચ્ચાની જેમ હાથ વડે ગ્રહણ કરું? અથવા અવધ્ય અપરાધી પુરુષની જેમ દૂર ખસેડું? અથવા ઘંટી વડે અનાજના દાણાની જેમ આ ચક્રના અધિષ્ઠાયક હજાર યક્ષોને દંડ વડે શું તેડી નાખું? અથવા એને એ બધું પછી કરવું. પ્રથમ તે એના પરાક્રમની મર્યાદા જાણું. આ પ્રમાણે વિચાર કરતા બાહુબલિની પાસે તે ચક્ર આવીને શિષ્ય જેમ ગુરુને પ્રદક્ષિણા કરે તેમ તેને પ્રદક્ષિણા કરે છે.
કારણકે ચક્રવતીનું ચક્ર સામાન્યથી પિતાના ગોત્રમાં ઉત્પન્ન થયેલ પુરુષને વિષે શક્તિમાન થતું નથી, તે વિશેષ કરીને તેવા પ્રકારના ચરમશરીરી મનુષ્યને વિષે કેવી રીતે શક્તિમાન થાય?
Page #458
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧૯
તે પછી ફરીથી પણ તે ચક્ર પક્ષી જેમ માળામાં, ઘેાડા જેમ અશ્વશાળામાં આવે તેમ તે ચક્રવતીના હાથમાં આવે છે.
સપના વિષની જેમ મારવાની ક્રિયામાં ચક્રવતીનું આ ચક્ર અમેઘ શસ્ત્ર સર્વસ્વ છે. આનાથી શ્રેષ્ઠ બીજું કાઈ નથી. હું ઢંડાયુધ હોવા છતાં ચક્ર મૂકવાથી અનીતિને કરનારા ચક્રસહિત આને હુ· મુઠ્ઠી વડે મસળી નાંખું', એ પ્રમાણે ક્રોધ વડે વિચારીને બાહુબલિ યમની જેવા ભયંકર દૃઢ મુઠ્ઠી ઉગામીને ભરત તરફ દોડે છે, ઉન્નત છે મુદ્ગર સૂંઢમાં જેને એવા હાથીની જેમ કરી છે મુઠ્ઠી જેણે એવા હાથવાળા બાહુબલિ જલદી ભરતેશ્વર પાસે આવે છે, પરંતુ મહાસમુદ્ર જેમ મર્યાદાભૂમિમાં રહે તેમ તે ત્યાં ઊભા રહે છે, ત્યાં ઊભેલ મહાશક્તિવાળા તે મનમાં આ પ્રમાણે વિચારે છે :
અહા! મને ધિક્કાર હા!. જે કારણથી રાજ્યના લાભી આની જેમ, શિકારીથી પણ પાપી એવા મારા વડે ભાઈના વધના આર.ભ કરાયા, ત્યાં શાકિનીના મંત્રની જેમ પ્રથમ પણ ભાઈ અને ભત્રીજા વગેરે હણાય છે, તે રાજ્યને માટે કોણ યત્ન કરે ? રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થયા છતાં, ઈચ્છા મુજબ ભોગવ્યા છતાં પણ મદિરાપાન કરનારને જેમ મિદરા વડે તૃપ્તિ ન થાય તેમ પ્રાણીને તૃપ્તિ થતી નથી. રાજ્યલક્ષ્મીનુ' આરાધન કરવા છતાં પણ, થાડું પણ છળ પામીને ક્ષુદ્રદેવતાની જેમ પરાત્સુખ થાય છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
અમાવાસ્યાની રાત્રિની જેમ રાજ્યલક્ષ્મી ઘણા તામસગુણથી યુક્ત છે, અન્યથા પિતાએ તૃણુની જેમ શા માટે તેને ત્યાગ કર્યો ?
૪૨૦
તે પિતાના પુત્ર હાવા છતાં મે' આ રાજ્યલક્ષ્મીને ઘણા કાળે દુરાચારીપણે જાણી. બીજો પણ કેવી રીતે આને જાણશે? સર્વથા આ ત્યાગ કરવા લાયક છે. એ પ્રમાણે મનમાં નિણ્ય કરીને મહામનવાળા તે બાહુબલિ ચક્રવતીને કહે છે :
હે ક્ષમાનાથ! ભાઈ! ફક્ત રાજ્યને માટે શત્રુની જેમ મેં તમને ખેદ પમાડયો છે, તે ક્ષમા કરે. આ મહાભવ સરેાવરમાં તંતુપાશ સરખા ભાઈ-પુત્ર-સ્ત્રી વડે. અને આ રાજ્ય વડે મારે સયુ.... હવે આ હુ. ત્રણ જગતના સ્વામી વિશ્વને અભયદાન આપવામાં એક દાનશાળા સરખા પિતાના માગમાં મુસાફર થઈશ. એ પ્રમાણે કહીને મહાસત્ત્વશાલી, સાહસિક પ્રાણીઓમાં અગ્રેસર તે બાહુબલિ તે જ મુષ્ટિ વડે મસ્તકના કેશેાના તૃણની જેમ લીચ કરે છે.
'
તે વખતે ‘ સારુ–સારુ'' એ પ્રમાણે આનંદપૂર્વક કહેતાં દેવા બાહુબલિની ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે.
પ્રાપ્ત કર્યાં છે મહાવ્રત જેણે એવા બાહુબલિ આ પ્રમાણે વિચારે છે કેઃ– હમણાં હું પૂજ્ય પિતાના ચરણકમળ પાસે શું જાઉં ? અથવા જઈશ નહિ, કારણ કે પૂર્વ મહાવ્રતાને સ્વીકારનારા જ્ઞાન વડે શાલતા નાના
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૨૧
ભાઈઓને વચ્ચે મારું લઘુપણું થશે. તેથી અહીં જ દયાનરૂપી અગ્નિ વડે ઘાતિકર્મોને બાળીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સ્વામીની પર્ષદામાં જઈશ..
આ પ્રમાણે મનમાં ચિંતવતે બાહુબલિ હાથ લાંબા કરી રત્નપ્રતિમાની જેમ કાત્સર્ગ વડે ત્યાં જ ઊભા રહે છે.
ભરત પણ તેવા પ્રકારના તેને જોઈને, પિતાના "કુકમને વિચારીને મસ્તક નમાવીને પૃથ્વીમાં પ્રવેશ કરવાને ઈચ્છતો હોય તે થશે. કાંઈક ઉષ્ણ નેત્રના અશ્રુ વડે બાકી રહેલા કોપને ત્યાગ કરતે હોય તેમ ભરત સાક્ષાત શાંતરસની મૂર્તિ જેવા બાહુબલિ ભાઈને નમે છે. તેની અધિક ઉપાસનાની ઈચ્છા વડે પ્રણામ કરતો ભરત નખરૂપી અરીસામાં સંક્રમણ થવા વડે જુદા જુદા રૂપને ધારણ કરનારે થશે. હવે ભરતરાજા બાહુબલિના ગુણોની સ્તુતિ કરવાપૂર્વક પિતાના અપરાધરૂપી રેગને દૂર કરવા માટે ઔષધ સરખી પોતાની નિંદા આ પ્રમાણે કરે છે –
તમે ધન્ય છે કે જેણે મારી અનુકંપા વડે રાજ્યને ત્યાગ કર્યો. હું તે પાપી અને ઉન્મત્ત છું કે જેણે અસંતુષ્ટ બની તમને ઉપદ્રવ કર્યો.
જેએ પિતાની શક્તિને જાણતા નથી, અને જેઓ અનીતિ કરે છે, અને જે લેભ વડે જીતાય છે, તેમાં હું ધુરંધર છું.
જેએ આ રાજ્યને સંસારરૂપી વૃક્ષના બીજ તરીકે
Page #461
--------------------------------------------------------------------------
________________
કર
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે
કરતાં પણ હું
જાણતા નથી, અધમ છે, તે વધારે અધમ છું, કારણ કે જાણવા છતાં પણ હું તેને ત્યાગ કરતા નથી.
તમે જ પિતાના સાચા પુત્ર છે, જે તમે પિતાના માર્ગને અનુસર્યા. જો હું તમારા જેવા થાઉં તે તેમના પુત્ર થાઉં. આ પ્રમાણે પશ્ચાત્તાપના પાણી વડે વિષાદરૂપી પકને ઉખેડી નાંખીને બાહુબલિના પુત્ર સેમયશાને તેના
રાજ્ય ઉપર સ્થાપન કરે છે.
ત્યારથી માંડીને તે તે પુરુષરત્નાની અદ્વિતીય ઉત્પત્તિના કારણભૂત સેંકડા શાખાએથી વ્યાપ્ત સામવ’શ ઉત્પન્ન થયા.
તે પછી સકળ પિરવાર સહિત ભરત બાહુબલીને પ્રણામ કરીને સ્વર્ગની રાજ્યલક્ષ્મી સરખી અચેાધ્યા. નગરીમાં જાય છે.
ભગવંત ખાહુબલિ મુનિ પણ ભૂમિમાંથી ઉત્પન્ન થયા હોય તેમ, આકાશમાંથી ઉતર્યાં હાય તેમ ત્યાંથી એકલા ઊભા રહે છે. ધ્યાનમાં એકમગ્ન થયેલા, નાસિકાને અંતે સ્થાપન કર્યાં છે નેત્રયુગલ જેણે એવા નિષ્કપ એવા તે મુનિ દિશાઓના સાધવામાં શકુ જેવા શોભે છે, તે વનવૃક્ષની જેમ દેહ વડે અગ્નિકણની જેવા ઉષ્ણ વાલુકાકણને વિસ્તારતા ગ્રીષ્મના વાયુના સમૂહને સહે છે, તે શુભ ધ્યાનરૂપી અમૃતમાં મગ્ન થયેલ મસ્તક ઉપર રહેલા અગ્નિકુંડ જેમ ગ્રીષ્મના મધ્યાહ્નના સૂર્યને પણ
Page #462
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૨૩ જાણતા નથી, તે મસ્તકથી પગ સુધી ગ્રીષ્મઋતુના તાપથી રજથી કાદવ રૂપે થયેલ પરસેવાના પાણી વડે કાદવમાંથી નીકળેલા ડુકકર જેવા લાગે છે, તેઓ વર્ષાકાળે મહાઝંઝાવાતના વાયુથી કંપાયમાન થયેલ વૃક્ષે વડે પર્વત જેમ કંપાયમાન ન થાય તેમ વેગવાળી ધારાવૃષ્ટિ વડે જરાપણ ભેદાતા નથી. એ વિદ્યત્પાતને વિષે નિર્ધાતથી પર્વતના શિખરે કંપાયમાન થયે છતે પણ ધ્યાનથી ચલાયમાન થતા નથી. તેમનાં ચરણયુગલ, નીચે વહેતાં પાણીથી ઉત્પન્ન થયેલ સેવાલ વડે નિજન ગામની વાવના પગથિયાની જેમ લેપાય છે, હેમંતઋતુમાં હિમરૂપ થયેલ હસ્તિમાત્ર પાણીવાળી નદીમાં પણ કર્મરૂપી ઇંધનને બાળવામાં ઉદ્યમવાળા ધ્યાનરૂપી અગ્નિ વડે તે સુખપૂર્વક ઊભા રહે છે. હિમથી બળતાં છે વૃક્ષે જેમાં એવી હેમંતઋતુની રાત્રિઓમાં કુંદપુષ્પની જેમ બાહુબલિનું ધર્મધ્યાન વિશેષે વૃદ્ધિ પામે છે. અરણ્યના મહિષે મહાવૃક્ષના સ્કંધની જેમ શૃંગના ઘાતપૂર્વક તેને વિષે સ્કંધને ખણવાનું કરે છે. ગેંડા પશુઓ રાત્રિમાં ગિરિતટની જેમ દેહ વડે તેના શરીરને ટેકે લઈને નિદ્રાસુખનો અનુભવ કરે છે, હાથીએ શલકીવૃક્ષના પલવના જમવડે તેના હાથ–પગને વારંવાર ખેંચતા, ખેંચવા માટે અશક્ત બની વિલખાપણાને પામેલા ચાલ્યા જાય છે. ચમરી ગયો વિશ્વાસ પામી ઊંચા મુખ કરી કરવતની જેમ કાંટા સરખી વિકરાળ જીભ વડે તેને ચાટે છે. મેટેથી ફેલાયેલી સેંકડે શાખાવાળી લતાઓ વડે ચર્મની
Page #463
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દેરી વડે મૃદંગની જેમ તે ચારે તરફથી વીંટાય છે, પૂર્વના સ્નેહથી આવેલા બાણથી ભરેલા ભાથાની સરખા શરસ્તંબ (મુંજ વૃક્ષને ગુચ્છા) તેની ઉપર નિરંતર ચારે તરફથી ચઢે છે, વર્ષાઋતુના કાદવમાં ખૂંચેલા, તેના પગ ઉપર ઘણું ચાલતી કીડીઓથી ગર્ભિત ડાભની સોઈ ઉગે છે, વેલડીઓથી વ્યાપ્ત તેના દેહને વિષે પરસ્પરના વિધ વિના શ્યન અને ચકલા વગેરે પક્ષીઓ માળા કરે છે, વેલડીએના વિસ્તારથી ગહન તેના શરીરને વિષે હજારે સપે, અરણ્યના મોરના શબ્દ વડે ત્રાસ પામ્યા છતાં ચઢે છે, દેહ ઉપર ચઢેલા લટકતાં તે સર્વે વડે બાહુબલિ હજાર હાથને ધારણ કરતા હોય તેમ શેભે
છે. તે પગની પાસે રહેલા રાફડામાં નીકળેલા સર્પો વડે - પગના કડાની જેમ પગમાં વીંટાય છે.
આ પ્રમાણે ધ્યાન વડે રહેલા તે બાહુબલિને આહાર વિના વિચરતાં વૃષભસ્વામીની જેમ એક વર્ષ ગયું.
વર્ષ પૂર્ણ થયે છતે વિશ્વવત્સલ ભગવાન વૃષભસ્વામી બ્રાહ્મી અને સુંદરીને બોલાવીને આદેશ કરે છે – હમણાં તે બાહુબલિ ઘણું કર્મ ક્ષય થવાથી શુકલ ચતુર્દશીની રાત્રિની જેમ પ્રાયઃ તમ–અંધકાર રહિત (અજ્ઞાન રહિત) થયા છે, ફક્ત તે મોહનીયમના અંશ- માનથી કેવળજ્ઞાન પામતા નથી કારણકે વસ્ત્રના ટૂકડાથી પણ ઢંકાયેલ પદાર્થ દેખાતો નથી, તમારા વચન વડે તે માનને ત્યાગ કરશે. તેથી આજે તમે ત્યાં જાઓ. તેને
Page #464
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫
ઉપદેશ આપવા માટે ખરેખર હમણાં સમય વર્તે છે. તેથી બ્રાહ્મી અને સુંદરી પ્રભુની આજ્ઞા મસ્તકે સ્વીકારીને, ચરણોમાં વંદન કરીને બાહુબલિ તરફ જાય છે.
પ્રભુએ જાણવા છતાં પણ તેના માનની એક વર્ષ સુધી ઉપેક્ષા કરી, કારણકે અમૂઢ લક્ષ્યવાળા અરિહંતો યોગ્ય સમયે જ ઉપદેશક હોય છે.
તે આર્યાએ તે પ્રદેશમાં આવ્યા, પરંતુ રજથી ઢંકાયેલા રત્નની જેમ વેલડીએથી ઢંકાયેલા તે મુનિને જેતા નથી. હવે વારંવાર શોધ કરતાં તેઓએ તેવી રીતે વૃક્ષની જેમ રહેલા તેમને કેમે કરીને ઓળખ્યા. નિપુણભાવે તેમને ઓળખીને ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ મહામુનિ બાહુબલિને વંદન કરીને આ પ્રમાણે કહે છે – હે છ આર્ય! પૂજ્ય પિતા ભગવંત તમને આ જણાવે છેઃ “હાથીના સ્કંધ ઉપર ચઢેલાને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી.” એ પ્રમાણે કહીને તે બંને ભગવતી જેમ આવ્યા હતા, તેમ પાછા ગયા.
તે મહાત્મા પણ આ વચન વડે વિસ્મય પામી આ પ્રમાણે વિચારે છે–ત્યાગ કર્યો છે સાવઘગ જેણે એવા વૃક્ષની જેમ કાત્સર્ગમાં રહેલા મને આ અરણ્યમાં હાથી ઉપર ચઢવાનું કેવી રીતે ? ભગવંતની આ શિષ્યાઓ કઈ વખત પણ જૂઠું ન બોલે, તો આ શું છે? હું, મેં ખરેખર લાંબા સમયે જાણ્યું, વ્રત વડે મેટા, નાના બંધુઓને કણ નમસ્કાર કરે એ પ્રમાણે માને એ જ
Page #465
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હાથી છે, તે માનરૂપી હાથી ઉપર હું નિરપણે ચડ્યો છું, તેથી કરીને ત્રણ જગતના ગુરુ તે સ્વામીની ચિરકાળ સુધી સેવા કરવા છતાં પણ મનપાણીમાં કરચલાના તરવાની જેમ વિવેક ન થયો. જે કારણથી પૂર્વે વ્રતને સ્વીકાર કરનાર મહાત્મા પિતાના ભાઈઓને વિષે “આ નાના છે” એમ વિચારીને મને તેઓને વંદન કરવાની ઇચ્છા ન થઈ હમણાં પણ જઈને તે મહામુનિઓને વંદન કરીશ—એમ વિચારીને તે મહાસત્ત્વશીલ પગ ઉપાડે છે, તે વખતે તે જ પગલે લતાવેલની જેમ ચારે તરફથી ઘાતિકર્મો તૂટી જવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, હવે ઉત્પન્ન થયેલ છે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેને એવા તે ચંદ્ર જેમ સૂર્ય પાસે આવે તેમ તે સ્વામીની પાસે જાય છે, ત્યાં તીર્થકરને પ્રદક્ષિણા કરીને અને તીર્થને નમસ્કાર કરીને જગવંદનીય પૂર્ણ પ્રતિજ્ઞાવાળા તે બાહુબલિ મહામુનિ કેવલિયર્ષદામાં બેસે છે.
पयक्खिणं तित्थवई विहाय, तित्थंनमित्ताय तिलोगपुण्जो । महामुणी केवलिणासहाए, तिण्णपइण्णा अहसे। निसण्णा ॥१॥ नरवइ बाहुबलिस्स वि, संगामा संजमो य झाणं च । निक्कंप भावजुत्तं, केवलनाणं च पंचमए ॥२॥
શ્રી તીર્થકર ભગવંતને પ્રદક્ષિણા કરીને, તીર્થને નમીને ત્રિલેકપૂજ્ય મહામુનિ બાહુબલિ પૂર્ણ થઈ છે પ્રતિજ્ઞા જેની એવા તે કેવલીની પર્ષદામાં બેઠા. ૧
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૨૭
આ પાંચમા ઉદ્દેશામાં બાહુબલિ રાજાને સંગ્રામ, સંયમ, ધ્યાન, નિષ્કંપ ભાવયુક્ત કેવલજ્ઞાન છે. ર
એ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કમગિરિ વગેરે અનેક તીર્થોના ઉદ્ધારક શાસનપ્રભાવક આમાલબ્રહ્મચારી સૂરીશ્વરશેખર આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલંકાર સમયજ્ઞ શાંતમૂર્તિ વાત્સલ્યવારિધિ . આચાય વિજયવિજ્ઞાનસૂરીશ્વર પટ્ટધર સિદ્ધાંત મહેાધિ પ્રાકૃત ભાષાવિશારદ વિજયકસ્તૂરસૂરિ વિરચિત મહાપુરુષ ચરિતમાં પ્રથમ વર્ષોંમાં આહુખલિ-સંગ્રામ–પ્રવ્રજ્યા અને કેવલજ્ઞાનના વર્ણનરૂપ પાંચમા ઉદ્દેશા સમાપ્ત થયા.
Page #467
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો ઉદ્દેશો
આ તરફ સ્વામીને શિષ્ય, પિતાના નામની જેમ અગ્યાર અંગને ભણનાર, સાધુના ગુણેથી સહિત, સ્વાભાવિક સુકુમાલ ભરતપુત્ર મરીચિ ચૂથપતિ સાથે હાથીના બચ્ચાની જેમ સ્વામી સાથે વિચરતે એક વખત ગ્રીમઋતુના મધ્યાહ્નસમયે ભયંકર સૂર્યનાં કિરણોના સમૂહ વડે સુવર્ણકારની જેમ ચારે તરફથી તપેલી ધૂળવાળા, ન દેખાય એવી અગ્નિની જવાળાની જેમ ચારે તરફથી ગરમ મહાવાયુના સમૂહ વડે સંચારરહિત માર્ગમાં, પગથી માંડીને મસ્તક સુધી ઉત્પન્ન થયેલ પરસેવાની ધારાથી ભરેલા, અગ્નિથી તપેલા કાંઈક ભીના લાઠડાં સરખા પોતાના દેહને વિષે જળથી સિંચેલ સુકાયેલા ચામડાની ગંધ જેવા પરસેવાથી ભીંજાયેલ વસ્ત્ર-દેહના મળની દુસ્સહ ગંધ નીકળે છતે, પગમાં બળતે, તરસથી પીડા પામેલ, તપેલા માર્ગમાં નોળિયાની જેમ પીડાને સહન કરતે મન વડે આ પ્રમાણે વિચારે છે –
મરીચિનું પરિવર્તન કેવળદર્શન જ્ઞાનરૂપી સૂર્ય–ચંદ્ર વડે મેરુપર્વત સરખા જગદ્ગુરુ શ્રી ઋષભ સ્વામીને તે હું પૌત્ર છું. ચતુર્વિધ સંઘની સમક્ષ પ્રભુની પાસે પાંચ મહાવ્રતના
Page #468
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૨૯
ઉચ્ચારપૂર્વક મેં દીક્ષા લીધી છે. આ પ્રમાણે હેવાથી આ સ્થાનમાંથી લજજા વડે વ્યાપ્ત એવા મારે, યુદ્ધભૂમિમાંથી વીરની જેમ ઘરે જવું એગ્ય નથી, તેમ વળી મહાપર્વતની જેમ દુઃખે કરીને વહન કરી શકાય એવા સાધુઓના ગુણના સમૂહને મુહૂર્ત માત્ર પણ હું વહન કરવાને હમણાં સમર્થ નથી, આથી અહીંથી ઘરે જવામાં કુલમાલિન્ય છે, આ તરફ વ્રત પણ દુષ્કર છે, તેથી આ તરફ નદી અને આ તરફ સિંહ છે, ખરેખર! હું સંકટમાં પડ્યો છું.
અથવા અરે મેં જાણ્યું. આ વિષમ એવા સંયમ માર્ગમાં પર્ણ, પર્વતમાં કેડીના માર્ગ જે આ સરળ. માગ થઈ શકે.
આ સાધુઓ ખરેખર મન–વચન અને કાયાના દંડથી અટકેલા છે, અને હું તો તેનાથી છતા હું, તેથી હું ત્રિદંડિક થઈશ.
આ સાધુઓ મસ્તકના કેશને લેચ અને ઇન્દ્રિયના નિગ્રહ વડે મુંડ છે. હું તે વળી શુરથી મુંડન અને શિખા ધારણ કરનાર થઈશ.
આ સાધુઓ સ્કૂલ અને સૂક્ષમ પ્રાણિવધ આદિથી અટકેલા છે, અને તે સ્થૂલ પ્રાણાતિપાત આદિથી વિરતિ થાઓ.
આ સાધુઓ ખરેખર અકિંચન છે, મારે સુવણું.
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૩૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
મુદ્રા આદિ કાંઈક હા. આ સાધુએ ઉપાનહથી રહિત છે, હુ' તેા ઉપાનહ (મેાજડી) પહેરીશ,
આ સાધુએ અઢાર હજાર શીલાંગ વડે અતિસુગધી છે, હું તેા શીલ વડે દુગંધી છું, તેથી ચંદન આદિને ગ્રહણ કરીશ.
આ સાધુએ તે માહ વગરના છે, હું તેા માહથી ઢંકાયેલે છુ, તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ.
આ સાધુએ શ્વેત વસ્ત્રને ધારણ કરનારા છે, હું તા કષાયથી કલુષિત છુ. આથી તેના સ્મરણ માટે હું કષાયવસને પહેરીશ.
આ સાધુએ પાપથી ભીરુ હાવાથી ઘણા જીવવાળા પાણીના આરંભના ત્યાગ કરે છે, મારે તે પ્રમાણસર પાણી વડે સ્નાન અને પાન હા.
આ પ્રમાણે મરીચિ પેાતાની બુદ્ધિ વડે પેાતાનું લિંગ કલ્પીને તેવા પ્રકારના વેશને ધારણ કરી સ્વામીની સાથે વિચરે છે. જેવી રીતે ખચ્ચર એ ઘેાડા નથી, તેમ જ ગધેડા પણ નથી પરંતુ ઉભયસ્વરૂપ હાય છે, તેમ મરીચિ સાધુ નથી, તેમ ગૃહસ્થ પણ નથી, તેથી નવા વેષને ધારણ કરનાર થા.
રાજહંસાને વિષે કાગડાની જેમ, મહર્ષિ આને વિષે ભિન્નજાતિવાળા તેને જોઈને ઘણા લોક તેને કુતૂહલથી પૂછે છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૩૧
તે મૂલ અને ઉત્તરગુણુ સહિત સાધના ઉપદેશ કરે છે. તમે જાતે અનાચારમાં કેમ પ્રવર્તો છે ? એમ પૂછાયેલ તે પાતાની અશક્તિ જણાવે છે. આવેલા ભવ્ય જીવાને પ્રતિમાધીને દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છાવાળા થયેલા તે ભવ્ય જીવેાને સ્વામીના ચરણ પાસે મેાકલે છે. નિષ્કારણ ઉપકારી જગતના અદ્વિતીય મધુ શ્રીઋષભસ્વામી પ્રતિષેાધ પામીને આવેલા તેને જાતે દીક્ષા આપે છે.
મરીચિના શરીરમાં પીડા અને કપિલ રાજપુત્રનું આગમન
એક વખત પ્રભુની સાથે આ પ્રમાણે વિચરતા મરીચિના શરીરમાં, કાષ્ઠમાં ધુણુની જેમ ઉત્કટ રીંગ ઉત્પન્ન થયેા. તે વખતે આધાર ઉપરથી ભ્રષ્ટ થયેલા વાનર જેવા વ્રતથી ભ્રષ્ટ થયેલ, બહાર કરેલા મરીચિ પેાતાના વૃંદના સાધુએ વડે પાલન કરાતા નથી, પ્રતિકાર ન થવાથી મરીચિ વ્યાધિ વડે, ભૂંડ આદિ વડે આ રક્ષક વિનાના શેરડીના વાઢાની જેમ અધિક પીડાય છે, ઘેાર મહા અરણ્યમાં સહાય વગરનાની જેમ રાગમાં પડેલા મરીચિ આ પ્રમાણે વિચારે છે ઃ—અહા ! મને અહીં જ આ ભવમાં અશુભ કર્માં ઉદયમાં આવ્યુ, જેથી પેાતાના સાધુએ પણ આ બીજાની જેમ મારી ઉપેક્ષા કરે છે, અથવા ઘૂવડને વિષે પ્રકાશ નહિં કરનારા સૂર્યની જેમ, મારા ઉપચાર નહીં કરનારા કાઈ પણ સાધુને ઢોષ નથી, ખરેખર ! સાવદ્યથી અટકેલા સાધુઓ
તેએ
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૩૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાવદ્યમાં રક્ત એવા મારી વૈયાવચ્ચ, જેમ મહાકુળવાળા મ્લેચ્છની સેવા ન કરે તેમ, કેવી રીતે કરે? મારે પણ તેઓ પાસે સેવા કરાવવી ચેાગ્ય નથી, કારણ કે સાધુઓ પાસે વૈયાવચ્ચ કરાવવી તે વ્રતભ્રંશથી ઉત્પન્ન થયેલા પાપની વૃદ્ધિ માટે થાય, તેથી પેાતાના પ્રતિકાર માટે મારી જેવા કાઈ મધીની તપાસ કરું, કારણ કે મૃગાની સાથે મૃગે જોડાય છે. આ પ્રમાણે વિચારતા મરીચિ કાળે કરીને કઈ રીતે નીરાગી થયા. કાળે કરીને ઉખરભૂમિ પણ અનુખરપણાને પામે છે.
હવે એક વખત પ્રભુના ચરણકમળ પાસે દુગ્ કપિલ નામને રાજપુત્ર આવે છે, તે કપિલે વિશ્વને ઉપકાર કરવામાં વર્ષાઋતુના મેઘ સરખા ઋષભસ્વામીને ધમ સાંભળ્યેા. જિનેન્ધરે કહેલ તે ધર્મ કપિલને, ચક્રવાકને ચૈાસ્નાની જેમ, ઘૂવડને પ્રભાતની જેમ, ભાગ્ય વગરના રાગીને ઔષધની જેમ, વાયુના રાગીને ઠંડીની જેમ, એકડાને મેઘના આગમનની જેમ ન ગમ્યા.
તે પછી તે કપિલ ખીજા ધર્મને સાંભળવાની ઇચ્છાવાળા અહી થી તહીં દૃષ્ટિ ફૂંકતા સ્વામીના શિષ્યાથી વિલક્ષણ એવા મરીચિને જુએ છે. તે ખીજા ધર્મોને ગ્રહણ કરવાની ઈચ્છા વડે સ્વામીની પાસેથી વેચાતા લીધેલા આળકની જેમ ધનાઢચની દુકાનેથી રિદ્રની દુકાન જેવા મરીચિ પાસે આવે છે, તે કપિલે ધમ પૂછવાથી મરીચિ. કહે છે કે – અહી. ધમ નથી, જો તુ ધના અથી
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૩૩
હે તે સ્વામીની પાસે જા.
તે ફરીથી ઋષભસ્વામીના ચરણ પાસે જાય છે, તે પણ તેને પોતાના કર્મથી દૂષિત થયેલાને પ્રભુએ કહેલે ધર્મ રુચતો નથી, ગરીબડા ચાતકને સંપૂર્ણ સરોવર વડે પણ શું? ફરીથી તે મરીચિની પાસે આવીને આ પ્રમાણે કહે છે કે – તમારી પાસે જેવા પ્રકારને પણ છે તેવા પ્રકારને પણ શું ધર્મ નથી? ધમરહિત શું વ્રત હોઈ શકે?
આ પ્રમાણે સાંભળીને મરીચિ વિચારે છે કે – આ કઈક મારા જેવું છે, અહો ! દૈવ વડે સરખે સરખાને આ પેગ લાંબાકાળે થયો. સહાય રહિત એવા મને આ સહાયક થાઓ. એ પ્રમાણે વિચારીને તે આ પ્રમાણે કહે છે કે – “ત્યાં પણ ધર્મ છે અને અહી પણ ધર્મ છે” આ એક દુર્ભાષિત વચન વડે પણ મરીચિ પિતાને કેડા કોડી સાગરોપમ પ્રમાણ ઉત્કટ સંસાર ઉપાર્જન
કરે છે.
તે કપિલને દીક્ષા આપે છે અને પિતાને સહાયક કરે છે. ત્યારથી માંડીને પરિવ્રાજક વ્રત થયું.
| ઋષભસ્વામીના અતિશય
હવે શ્રી ઋષભસ્વામીના વિહારના અતિશ કહેવાય છે – ગ્રામ, આકર, પુર, દ્રોણુમુખ, પાટણ, મડંબ, આશ્રમ, ખેટ પ્રમુખ સંનિવેશથી પરિપૂર્ણ પૃથ્વીતળમાં વિહાર ઋ. ૨૮
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર કરતા વૃષભનાથ વર્ષા સમયના મેઘની જેમ ચારે દિશામાં એકસે પચીશ જન સુધી રોગોના ક્ષય વડે અને તાપના શમન વડે લોકો ઉપર અનુગ્રહ કરતા; પતંગ, મૂષક અને શુક વગેરે મુદ્ર જંતુઓના કરાયેલા ઉપદ્રવોને નિવારવા વડે, અનીતિથી રાજાની જેમ સર્વ પ્રજાઓને સુખ પમાડતા, નૈમિત્તિક અને શાશ્વત વૈરોને શાંત કરવાથી, અંધકારને દૂર કરવાથી સૂર્યની જેમ પ્રાણી સમુદાયને પ્રસન્ન કરતા, જેવી રીતે પહેલાં સર્વસુખકારી વ્યવહારમાર્ગની પ્રવૃત્તિ વડે આનંદ પમાડ્યો હતો તેમ, હમણાં ચારેય તરફથી અમારિની પ્રવૃત્તિ વડે પ્રજાઓને આનંદ પમાડતા, ઔષધ વડે અજીર્ણ અને અતિક્ષુધાની જેમ પિતાના પ્રભાવ વડે જગતથી પણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને દૂર કરતાં, અંદરના શલ્યની જેમ સ્વચક અને પરચક્રને ભય દૂર થવાથી અત્યંત સંતુષ્ટ થયેલા લોકો વડે કરાતે આગમન–મહોત્સવ જેને એવા, રાક્ષસથી મંત્રના જાણનારા પુરુષથી જેમ સર્વ સંહારક ભયંકર દુષ્કાળથી જગતનું રક્ષણ કરતા, આથી જ લેકે વડે અત્યંત સ્તુતિ કરાતા, અનંત અંદર નહિ સમાતા કેવલજ્ઞાનની જ્યોતિ જાણે બહાર નીકળી હોય એવા સૂર્યમંડળને જીતનારા ભામંડલને ધારણ કરતા, આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચક વડે, ચક વડે ચક્રવતીની જેમ શેભતા, આગળ ધર્મદેવજ વડે સર્વકર્મા જયસ્તંભ વડે જાણે શોભતા, આકાશમાં પિતાની મેળે શબ્દ કરતા દિવ્ય દુંદુભિ વડે અત્યંત કરાતા
Page #474
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૩૫
પ્રયાણને ચગ્ય કલ્યાણની જેવા, આકાશમાં રહેલા પાદપીઠ સહિત સ્ફટિક રત્નના સિંહાસન વડે પિતાના યશની જેમ શેભતા, દે વડે સંચાર કરાતા સુવર્ણકમળને વિષે રાજહંસની જેમ લીલા સહિત પાદન્યાસ કરાતા, ભય વડે પૃથ્વીતળમાં પ્રવેશ કરવા ઇચ્છતા હોય એવા નીચા મુખવાળા તીક્ષણ અગ્ર ભાગવાળા કંટક વડે નથી પીડા પામેલ પરિવાર જેને એવા, કામદેવને સહાય કરવાથી ઉત્પન્ન થયેલ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે જાણે સઘળી ઋતુઓ વડે એકી સાથે સેવા કરાતા, દૂરથી ઊંચા સંજ્ઞારહિત એવા પણ નમાવેલ શિખર જેણે એવા માર્ગના વૃક્ષે વડે ચારે તરફથી નમન કરાતા હોય તેમ, પંખાના વાયુની જેમ અનુકૂળ કેમળ શીતળ વાયુ વડે નિરંતર સેવાતા, સ્વામી પ્રત્યે પ્રતિકૂળ વર્તનારને સુખ ન હોય, એમ જાણીને જાણે જમણી તરફ ફરતા પક્ષીઓ વડે ઉલ્લંઘન કરાવે છે. આગળને માર્ગ જેને, વેલાના તરંગ વડે જેમ સમુદ્ર શેભે તેમ જઘન્યથી કરોડની સંખ્યાવાળા સુરઅસુરવડે શોભતા, ભક્તિ અને પ્રભાવના વિશે દિવસે પણ કાંતિ સહિત છત્ર હોય એવા ચંદ્રની જેમ આકાશમાં રહેલા છત્રવડે શોભતા, ચંદ્રથી જુદા કરાયા હોય એવા સર્વ કિરણને પ્રજાને હોય એવા ગંગાના તરંગના જેવા
વેત ચામરવડે વીંઝાતા, નક્ષત્રો વડે ચંદ્રની જેમ તપવડે દીપતા લાખોની સંખ્યાવાળા સૌમ્યગુણથી યુક્ત ઉત્તમ સાધુઓ વડે પરિવરેલા, સૂર્ય જેમ દરેક નદી અને દરેક સરેવરમાં કમળને પ્રતિબોધ કરે તેમ દરેક ગામ અને
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૩૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
દરેક નગરમાં ભવ્ય પ્રાણીઓને પ્રતિમાધ કરતા વિશ્વને ઉપકાર કરવામાં શ્રેષ્ઠ ભગવાન શ્રી ઋષભસ્વામી અનુક્રમે વિહાર કરતા અન્યદા અષ્ટાપદ મહાપવ ત પાસે આવે છે. અષ્ટાપદનું વર્ણન
હવે અષ્ટાપદ પર્યંતનુ વર્ણન કરે છે : શરઋતુમાં ઉત્પન્ન થયેલ મેઘાના એક ઠેકાણે સમૂહ કર્યાં હેાય એવા, થીજી ગયેલા ક્ષીરસમુદ્રના તર`ગના ફૂટ જાણે લવાયેા હાય એવા, પ્રભુના જન્મભિષેકના સમયે ઇંદ્રે વિષુવેલા ખળદોમાંના એક ઊંચા શૃંગવાળા બળદની જેમ રહેલા, નદીશ્વર મહાદ્વીપમાં રહેલ વાવડીના મધ્યમાં રહેલ. દધિમુખ પ તામાંથી કાઈ પણુ એક પ ત આવ્યે હાય. એવા, જ’મુદ્વીપરૂપી કમળના ઉછરેલા નાળખંડ જેવા, પૃથ્વીના શ્વેત રત્નમય ઉભટ મુકુટ જેવા નિળપણા વર્ડ અને દૈદીપ્યમાન પણા વડે હંમેશાં દેવાના સમૂહવર્ડ જળવડે સ્નાન કરાતા હાય એવા, વસ્રોવડે સાફ કરાતા હાય એવા, નિર્માંળ સ્ફટિકની શીલાઓના કિનારા ઉપર બેઠેલા સ્ત્રીજનેાવડે પવનથી ઉછળેલી કમળની રજવડે જણાતું છે નદીનું પાણી જેમાં એવા, શિખરના અગ્રભાગ ઉપર વિશ્રામ કરતી વિદ્યાધરની સ્ત્રીઓને વૈતાઢચ અને ચુલ્લ હિમવંત પર્યંતનુ વિસ્મરણ કરાખ્યું છે અંતર જેણે એવા, સ્વ ભૂમિના અરીસા હાય એવા, દિશાઓનું અનુપમ હાસ્ય હોય એવા, ગ્રહ અને નક્ષત્રાના નિર્માણ માટે અક્ષય માટીના સ્થળ જેવા, મધ્યભાગમાં બેઠેલા
Page #476
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષમનાથ ચરિત્ર
૪૩૭
ક્રીડાથી શાંત થયેલ હરણવાળા શિખરા વડે ખતાવ્યો છે અનેક ચંદ્રને વિભ્રમ જેણે એવા, ઝરણાંઓની પંક્તિવડે ત્યાગ કરેલ નિ`ળ ઉત્તરીય વસ્ત્ર જેવા, ઊંચે જતા સૂ - કાંતમણિના કિરણા વડે ઊંચી ધ્વજાવાળા હાય એવા, ઊ'ચા નિળ શિખરના અગ્રભાગને વિષે સ’ક્રમિત થયેલ સૂર્ય વડે ભાળી વિદ્યાધરની સ્ત્રીઓને ઉદ્દયગિરિના ભ્રમને કરાવનારા, મયૂરપત્રથી રચેલા મેાટા છત્રની જેમ અત્યંત લીલા ઘણા પાંદડાવાળા વૃક્ષેાવડે કરાતી છે નિરંતર છાયા જેમાં એવા, કૌતુકવડે ખેચરીએ વડે હરણુનાં બચ્ચાંઓ લાલન કરાતે છતે, એથી ઝરતા હિરણીના દૂધવડે સિ ંચન કરાતા છે લતાયન જેમાં એવા, કડ્ડલીપત્રના વસ્ત્રને પહેરનારી ભીલડીએના નૃત્યને જોવા માટે શ્રેણી અદ્ધ કરેલા નેત્રપત્રવાળી દેવાંગનાએ વડે અધિષ્ઠિત, સુરતથી થાકી ગયેલી સાપણ વડે પીવાતા છે મંદ મંદ વનના પવન જેમાં એવા, વનના વાયુરૂપ નટની ક્રીડાવડે નચાવાતાં છે લતાવન જેમાં એવા, કિન્નરીઓના સમૂહ વડે કામક્રીડા સાટે મદિર રૂપ કરાઈ છે. ગુફાએ જેની એવા, અપ્સરાજનના સ્નાનના સમૂહ વડે ઊંચા તરંગવાળા છે સરાવરનાં પાણી જેનાં એવાં, કાઇક ઠેકાણે સારીપાસાના જુગારમાં તત્પર કોઈક ઠેકાણે પાનગેાષ્ઠીમાં રક્ત અને કાઇક ઠેકાણે શરત કરનારા યક્ષેા વડે કાલાહલવાળા કરાયેા છે મધ્ય ભાગ જેને એવા, કાઈક ઠેકાણે ભીલડીઓ વડે, કાઈક ઠેકાણે કિન્નરીએ વર્ડ, અને કાઈક ઠેકાણે વિદ્યાધરીએ વડે શરૂ કરાયા છે ક્રીડાગીત
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેમાં, કોઈક ઠેકાણે પાકેલી દ્રાક્ષને ખાવા વડે ઉન્મત્ત થયેલ શુકે વડે કરાતો છે શબ્દ જેમાં, કોઈક ઠેકાણે આમ્રવૃક્ષના અંકુરને ખાવાથી ઉન્મત્ત થયેલ કેયલે. વડે કરાતો છે પંચમ સ્વર જેમાં, કોઈક ઠેકાણે નવા. કમળતંતુના આસ્વાદ વડે મત્ત થયેલ હંસના સ્વર વડે વ્યાપ્ત, કેઈક ઠેકાણે નદીના કાંઠે ઉન્મત્ત કૌચપક્ષીના ૐકાર શબ્દ વડે વાચાલ, કેઈક ઠેકાણે નજીક રહેલ. મેઘને જોવાથી ઉન્માદ પામેલા મેરના કેકારવથી વ્યાસ, કઈક ઠેકાણે સરોવર ઉપર ફરતા સારસ પક્ષીના સ્વર વડે સુંદર, કોઈક ઠેકાણે રક્ત અશક વન વડે કસુંબી. વસ્ત્ર જેવા, કોઈક ઠેકાણે તાલ–તમાલ અને હિંતાલ વૃક્ષ વડે નીલ આકાશ હોય એવા, કેઈક કેકાણે પુષ્પથી યુક્ત કેસૂડાંનાં વૃક્ષે વડે પીળા વસ્ત્રવાળા હોય એવા, કેઈક ઠેકાણે માલતી અને મહિલકાના વન વડે વેત વસ્ત્રવાળા હોય એવા-આવા પ્રકારના પર્વમાં શ્રેષ્ઠ આઠ યોજના ઊંચે હવાથી આકાશ પર્યત ઊંચા હોય એવા તે અષ્ટાપદ પર્વત ઉપર જગગુરુ ચઢે છે.
તે પર્વત વાયુથી ઉડેલા વૃક્ષના પુષ્પો વડે અને ઝરણાંના પાણી વડે ત્રણ જગતના સ્વામીને જાણે સત્કાર કરે છે.
સમવસરણ હવે સ્વામીના ચરણથી પવિત્રિત તે અષ્ટાપદપર્વત પ્રભુના જન્મ મહોત્સવ વડે પવિત્ર કરાયેલા મેરુપર્વતથી.
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પિતાને હીન માનતો નથી. હર્ષ પામેલ કર્યાલ આદિના કૂજિતના બહાના વડે તે અષ્ટાપદ પર્વત જગન્નાથના ગુણને જાણે વારંવાર ગાય છે.
ત્યાં ચાર પ્રકારના દેવે સમવસરણ રચે છે.
હવે વાયુકુમાર દેવ જન પ્રમાણુ ક્ષેત્રને વિષે વાસીદું કરનારની જેમ ક્ષણવારમાં તૃણુ–કાષ્ઠ આદિને દૂર કરે છે. મેઘકુમાર દે તરત જ વાદળાઓને જીવતા બળદની જેવા વિકવીને ગંધજળ વડે તે પૃથ્વીને સિંચન કરે છે, દેવો વિશાળ, સુવર્ણ અને રત્નમય શિલાઓ વડે અરીસાના તળિયા જેવા સમાન પૃથ્વીતળને બાંધે છે.
વ્યંતરદેવે ઈંદ્રધનુષના ખંડની શેભાને વિડંબના કરનાર ઢીંચણપ્રમાણ પુષ્પોની વૃષ્ટિ કરે છે. ચારે ય દિશામાં લીલા વૃક્ષોનાં પાંદડાં વડે યમુના નદીના તરંગની લક્ષ્મી સરખી શોભાવાળા તેરણો કરે છે.
તોરણની ચારે તરફ થાંભલાઓને વિષે સિંધુ નદીને બંને કાંઠે રહેલા મગરની શેભાને વિડંબના કરનારી મગરની આકૃતિઓ શોભે છે, તે તેને વિષે ચાર શ્વેત છત્રો ચાર દિશાની દેવીઓના રજતથી બનાવેલા દર્પણ જેવા પ્રકાશે છે. તેઓને વિષે પવનથી તરંગવાળી આકાશગંગાના ચપળ તરંશના ભ્રમને આપનારા ધ્વજ પટ શેભે છે. દરેક તારણેની નીચે “વિશ્વનું અહીં મંગલ છે એ પ્રમાણે ચિત્રલિપિના વિશ્વમને કરનારા મૌક્તિકના સ્વસ્તિક આદિ હેય છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૪૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
-
• તે પૃથ્વી ઉપર રચેલી પીઠ ઉપર વૈમાનિક દેવો રત્નાકરની લક્ષમીનું સર્વસ્વ હોય એવા રત્નમય ગઢને રચે છે. તે ગઢની ઉપર તે દે, માનુષેત્તર પર્વતને વિષે ચંદ્ર અને સૂર્યની માળા હોય એવા માણિક્યના કાંગરાની પરંપરાને કરે છે, તે પછી જ્યોતિષ્ક દે હિમગિરિનું ગોળાકારે કરેલું એક શિખર હોય એવા સુવર્ણથી બનાવેલા મધ્યમ ગઢને કરે છે. તે કિલ્લા ઉપર દીર્ઘકાળ સુધી પ્રેક્ષકજનોના પ્રતિબિંબવાળા ચિત્રસહિત હોય એવા રત્નમય કાંગરાઓ કરે છે. ભવનપતિ દેવ ગોળાકારે થયેલા શેષનાગના શરીરના ભ્રમને કરાવનારા ત્રીજા રૂપાના ગઢને કરે છે. ત્યાં તેઓ ક્ષીરસમુદ્રના પાણીમાં રહેલા ગરુડની શ્રેણીના વિશ્વમના કારણભૂત કંચનમય કાંગરાઓની પરંપરાને કરે છે.
વળી તે દેએ દરેક ગઢમાં ચાર ચાર દરવાજા, યાએ વિનીતાનગરીના કિલ્લામાં કર્યા હતા, તેમ કર્યા, દરેક દરવાજામાં વ્યંતરદેવ ચક્ષુની રક્ષા કરનાર અંજનરેખા સરખી ધૂપના તરંગને ધારણ કરનારી ધૂપઘટીઓને મૂકે છે. મધ્યગઢની અંદર ઈશાન દિશામાં પ્રભુના વિશ્રામને માટે ઘરમાં દેવાલયની જેમ દેવે દેવછંદ કરે છે, વ્યંતર દેવે સમવસરણના મધ્યભાગમાં પ્રવાહણના મધ્યમાં કૃપ સ્તંભની જેવા ત્રણ કેશ પ્રમાણવાળા વીત્યવૃક્ષને વિક છે, હવે તે દેવે ચૈત્યવૃક્ષની નીચે તે ચૈત્યવૃક્ષ મૂળમાંથી કિરણે વડે પલ્લવિત કરતું હોય તેવી રત્નમય પીઠને
Page #480
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૪૧
રચે છે, વળી તે દેવે તે પીઠની ઉપર વારંવાર ચૈત્યવૃક્ષની શાખાના પર્યતન પલ વડે પ્રમાર્જન કરાતા રત્નઈદને કરે છે. તેના મધ્યમાં પૂર્વ દિશામાં વિકસિત કમળકેશમાં કર્ણિકાની જેવા પાદપીઠ સહિત રત્નસિંહાસનને કરે છે, તે સિંહાસનની ઉપર ચારે તરફથી ચક્રાકારે ભમતા ગંગાનદીના ત્રણ પ્રવાહ હોય એવા ત્રણ છત્રને વિક છે, પૂર્વે તૈયાર કરેલું જાણે કેઈઠેકાણેથી લાવીને
સુર–અસુરાએ અહીં સ્થાપન કર્યું હોય તેમ એવું સમવિસરણ શેભે છે.
તે પછી જગત્પતિ પૂર્વ દ્વારેથી ભવ્ય જીના હૃદય જેવા, મોક્ષના દ્વાર સરખા તે સમવસરણમાં પ્રવેશ કરે છે. તે પછી પ્રભુ તત્કાળ કર્ણના આભૂષણ થતા છે શાખાના પર્વતના પલ્લવ જેના એવા તે અશોકવૃક્ષને પ્રદક્ષિણા કરે છે. હવે પ્રભુ “નમો તિથ” એ પ્રમાણે બેલતા પૂર્વ દિશાભિમુખ રાજહંસ જેમ કમળ ઉપર બેસે તેમ સિંહાસન ઉપર બેસે છે.
વ્યંતરદેવે બીજી ત્રણ દિશાઓમાં પરમેષ્ઠિના . રત્નસિંહાસનમાં રહેલાં પ્રતિરૂપે વિક છે. - તે પછી સાધુ-સાધ્વી અને વૈમાનિક દેવીઓ પૂર્વદ્વારેથી પ્રવેશ કરીને જિનેશ્વરને પ્રદક્ષિણા કરીને, ભક્તિ વડે જિનેશ્વરને અને તીર્થને નમસ્કાર કરે છે. ત્યાં પ્રથમ ગઢમાં અગ્નિકોણમાં ધર્મરૂપી ઉદ્યાનમાં મહાવૃક્ષ સરખા સર્વ સાધુઓ બેસે છે અને તેઓની પાછળ વૈમાનિક
Page #481
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દેવીઓ ઊભી રહેલી રહે છે, અને તેઓની પાછળ તેવી રીતે જ સાધ્વીઓ ઊભા રહે છે.
ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરની દેવીઓ દક્ષિણ દરવાજેથી પ્રવેશ કરીને પૂર્વની જેમ અનુક્રમે નૈઋત્ય દિશામાં ઊભી રહે છે. તેમજ ભવનપતિ, તિષ્ક અને વ્યંતરદેવે પશ્ચિમ દરવાજેથી પ્રવેશ કરીને પૂર્વના વિધિથી જિનેશ્વરને અને તીથને નમસ્કાર કરીને વાયવ્ય દિશામાં અનુક્રમે બેસે છે. તે વખતે ત્યાં ઇંદ્ર નાથને સમવસરેલા જાણુને વિમાનોના સમૂહ વડે આકાશને ઢાંકી દેતે જલદી આવે છે, આવીને ઉત્તરદ્વારેથી પ્રવેશ કરીને ત્રણ પ્રદક્ષિણ કરીને, નમસ્કાર કરીને ભક્તિમંત એ ઈંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરે છે :
ઋષભજિનની સ્તુતિ હે પ્રભુ! ગીપંગ વડે સર્વ પ્રકારે પણ તમારા ગુણે જાણવા અશક્ય છે, તે સ્તુતિ કરવા ગ્ય એવા તમારા ગુણે કયાં? અને નિત્ય પ્રમાદમાં તત્પર એ હું સ્તુતિ કરનાર કયાં? તો પણ હે નાથ ! હું તમારા ગુણોની સ્તુતિ કરીશ. દીર્ઘ માર્ગમાં તે પાંગળો માણસ શું કોઈથી અટકાવી શકાય છે? - હે પ્રભુ! સંસારના દુઃખરૂપી આતપથી કલેશ વડે પરાધીન થયેલા પ્રાણુઓને છત્રછાયારૂપ પાદુની છાયાવાળા તેનાથી અમારું રક્ષણ કરે.
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૪૩
હે નાથ ! તમે પોતે કૃતાર્થ હોવા છતાં પણ ફક્ત લેાકના પરોપકાર માટે વિચારે છે, શું સૂય` પેાતાના માટે પ્રકાશે છે ? મધ્યાહ્નકાળના સૂર્યની જેવા હે પ્રભુ! તમે તપતે છતે પ્રાણીઓના દેહની છાયાની જેમ ચારે તરફથી કમ સ`કાચ પામે છે,
જે તમને સદા જુએ છે, તે તિય ચા પણ ધન્ય છે. તમારા દનથી રહિત સ્વગમાં નિવાસ કરનારા દેવા પણ ધન્ય નથી.
હે ત્રિજગત્પતિ ! જેઓના હૃદયરૂપી ચૈત્યને વિષે તમે એક અધિ દેવતા છે, તે ભવ્યજીવા ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે.
હે નાથ ! પૂજ્યપાદ ભગવંતની પાસે એક પ્રાર્થના કરુ છુ કે– એક ગામથી બીજે ગામ, એક શહેરથી ખીજે શહેર વિચરતા છતાં પણ કયારે ય મારા હૃદયને ત્યાગ કરતા નહી.
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને ઈંદ્ર પોંચાંગથી પૃથ્વીતળને સ્પર્શ કરી પ્રણામ કરી ઈશાન દિશામાં બેસે છે. તેવી જ રીતે પ્રભુના સમાચાર આપવા માટે ત્યાં સ્થાપન કરેલા અષ્ટાપદ્મગિરિના રક્ષક પુરુષો ચક્રવતી ને ‘સ્વામી અહીં સમેાસર્યા છે’ એ પ્રમાણે કહે છે.
દાનશીલ તે ભરત ચક્રવતી જિનેશ્વરના સમાચાર કહેનારા તેઆને સાડા ખાર ક્રોડ સુવણુ આપે છે, તેવા પ્રકારના પુરુષોને ખરેખર તે થાડુ' જ છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે પછી તે સિંહાસન ઉપરથી ઉઠીને ભગવંતની દિશાની સન્મુખ સાત આઠ પગલાં જઈને વિનય વડે પ્રણામ કરે છે. પ્રણામ કરીને ફરી સિંહાસન ઉપર બેસીને સ્વામીને ચરણ પાસે જવા માટે ઈંદ્ર જેમ દેવોને બોલાવે તેમ રાજાઓને બોલાવે છે. ભરત રાજાની આજ્ઞા વડે સર્વે રાજાઓ વેલા વડે મોટેથી સમુદ્રના તરંગની પરંપરાની જેમ ચારે તરફથી આવ્યા.
તે વખતે સ્વામીની પાસે જવા માટે પિતાના - આરોહકોને ઉતાવળ કરાવતા હોય તેમ હાથીએ મેથી ગર્જના કરે છે, ઘડાઓ હેષારવ કરે છે, રથિકે અને પગે ચાલનારાઓ હર્ષથી રોમાંચિત થયેલા જાય છે, કારણ કે ભગવંતની પાસે જવા માટે રાજાની આજ્ઞા એ સુગંધી સોના સરખી થાય છે.
જેમ મહાનદીના પૂરના પાણું બને કાંઠામાં સમાય નહિ, તેમ અષ્ટાપદથી અધ્યાનગરી સુધી રહેલા પણ સૈ માતાં નથી, તે વખતે આકાશમાં પણ વેત છ વડે અને મોર પીંછથી બનાવેલા છ વડે ગંગા અને યમુના નદીના વેણીસંગ જેવું થાય છે.
અશ્વારોહી સુભટના હાથના અગ્રભાગમાં રહેલા ભાલાઓ પણ કુરાયમાન પિતાનાં કિરણે વડે બીજા - ભાલા ઊંચા કર્યા હોય એવા શેભે છે.
હાથી ઉપર ચઢેલા વીરકુંજરે વડે હર્ષથી મોટી ગર્જનાઓ કરવાથી હાથીઓ હાથીઓને વહન કરતા
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૪૫
હોય એવા શોભે છે.
સૈન્ય પણ જગત્પતિને પ્રણામ કરવા માટે ચક્રવતીથી પણ અત્યંત ઉત્સુક હતા, કારણ કે ખગૂ કરતાં પણ મ્યાન અત્યંત તીક્ષણ હોય છે. દ્વારપાળ પણ તેઓના મોટા કલાહલથી સામાની મધ્યમાં રહેલા ચક્રવતીને ચારે તરફથી સૈન્ય આવી ગયાં છે એ પ્રમાણે જણાવે છે.
હવે ચક્રવતી જેમ મુનીશ્વર રાગદ્વેષના જય વડે મનશુદ્ધિ કરે, તેમ સ્નાન વડે દેહશુદ્ધિ કરે છે.
તે પછી કર્યું છે પ્રાયશ્ચિત્ત કૌતુકમંગળ જેણે એવો ભરતેશ્વર પિતાના ચરિત્રની જેમ ઉજજવળ વસ્ત્ર-નેપથ્યને
| મસ્તક ઉપર શ્વેત છત્રવડે બંને બાજુઓ ત. ચામર વડે ભતો તે ઘરના છેડે રહેલી વેદિકા પાસે જાય છે, સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર ચઢે તેમ તે વેદિકા ઉપર ચઢીને રાજા આકાશના મધ્યની જેવા ઊંચા. મહા ગજ ઉપર ચઢે છે.
યંત્રધારા ( ફુવારા)ને જળની જેમ ભેરી-શંખપટહ આદિ વાજિંત્રોના મહા-શબ્દ વડે આકાશના વિસ્તારને ભરી દેતા, મેઘની જેમ મદ રૂપી જળવાળા હાથીઓ વડે દિશાઓને રૂંધતે, સાગર જેમ તરંગ વડે તેમ ઘડાઓ વડે પૃથ્વીને ઢાંકી દેતે, યુગલિક નર વડે કલ્પવૃક્ષની જેમ હર્ષ અને ત્વરાથી યુક્ત, અંતઃપુરના
Page #485
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પરિવાર સહિત તે ભરત મહારાજા ક્ષણવારમાં અષ્ટાપદ પર્વત પાસે પહોંચે છે.
તે હાથી ઉપરથી ઉતરીને મહાગિરિ ઉપર ચઢે છે, જેવી રીતે સંયમની ઈચ્છાવાળે ગૃહસ્થમથી ઊંચા ચારિત્ર ઉપર ચઢે તેમ તે ઉત્તર દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કરીને આનંદના કંદને ઉત્પન્ન કરવામાં મેઘ સરખા પ્રભુને જુએ છે. ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રભુના ચરણકમળને નમસ્કાર કરીને મસ્તકને વિષે બે હાથ જોડી ભરત આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કરે છે -
હે સ્વામિન! મારા જેવાએ તમારી સ્તુતિ કરવી તે કળશ વડે સમુદ્રને માપવા જેવું છે. તે પણ નિરંકુશ એ હું ભક્તિ વડે તમારી સ્તુતિ કરીશ. હે પ્રભુ! જેમ દીપકના સંપર્કથી વાટ પણ દીપપણાને પામે છે, તેમ તમારે આશ્રય કરનારા ભવ્ય જીવો તમારા સરખા થાય છે. મદોન્મત્ત ઇંદ્રિયરૂપી હાથીઓના મદદને હરણ કરવામાં ઔષધ સમાન, માર્ગને બતાવનાર એવું તમારું શાસન વિજયવંત વતે છે, તે ત્રણ ભુવનના સ્વામી ! ઘાતી કર્મોને હણીને જે બાકીના કર્મોની ઉપેક્ષા કરે છે તે તો ત્રણ ભુવનને અનુગ્રહ કરવા માટે હોય એમ હું માનું છું. હે પ્રભુ! તમારા ચરણમાં લાગેલા ભવ્ય પ્રાણુઓ ગરુડની પાંખમાં રહેલા મનુષ્ય જેમ સમુદ્રને ઓળગે તેમ સંસાર સમુદ્રને ઓળંગી જાય છે, અનંત કલ્યાણરૂપી વૃક્ષને ઉલ્લાસ પમાડનારા દેહદ જેવું,
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જગતના મહામોહરૂપી નિદ્રાને દૂર કરવામાં પ્રાતઃકાળ સરખું તમારું દર્શન જયવંતુ વતે છે. તમારા ચરણકમળના સ્પર્શથી પ્રાણુઓનાં કર્મો નાશ પામે છે, કારણું કે ચંદ્રના કમળ કિરણોથી પણ હાથીને દાંત ફૂટે છે. હે જગન્નાથ! જેમ મેઘની વૃષ્ટિ અને ચંદ્રને પ્રકાશ સર્વને સાધારણ હોય છે તેમ તમારે પ્રસાદ પણ સવને સાધારણ જ છે.
આ પ્રમાણે ગુરુષભનાથની સ્તુતિ કરીને અને પ્રણામ કરીને ભરતેશ્વર સામાનિકદેવની જેમ ઇંદ્રની પાછળ બેસે છે, દેવેની પાછળ બીજા મનુષ્યો બેસે છે, મનુષ્યની પાછળ સ્ત્રીઓ ઊભી રહે છે.
- આ પ્રમાણે પ્રથમ ગઢની અંદર ચતુર્વિધ સંઘ, નિષ્પાપ એવા શ્રી જિનશાસનમાં ચતુર્વિધ ધર્મની જેમ રહે છે, બીજા ગઢમાં વિરોધીઓ પણ સગાભાઈની જેમ
નેહ સહિત અને હર્ષ સહિત તિર્યંચે રહે છે. ત્રીજા કિલ્લાની અંદર આવેલા રાજા વગેરેના દેશના સાંભળવામાં ઊંચા કાનવાળા હાથી ઘોડા આદિ વાહનોની પરંપરા રહે છે.
ત્રિભુવનસ્વામી સર્વભાષાને અનુસરતી મેઘના અવાજ સરખી ગંભીર વાણી વડે ધર્મદેશના કરે છે. તે વખતે હર્ષ વડે જિનેશ્વરની દેશનોને સાંભળતા તિર્યંચ, મનુષ્ય અને દેવે અત્યંત ભારથી મુક્ત થયા હોય તેમ, વાંછિત પદ પ્રાપ્ત કર્યું હોય તેમ, અભિષેકકલ્યાણ કર્યું હોય
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેમ, ધ્યાનમાં રહ્યા હોય તેમ, અમિદ્રપણાને પામ્યા હાય તેમ, પરમબ્રહ્મપદને પામ્યા હાય તેવા થયા.
દેશનાને અંતે ભરતરાજા મહાવ્રતને ગ્રહણ કરેલા પેાતાના ભાઈ આને જોઈ ને ઉત્પન્ન થયેલા મનમાં સ`તાપ જેને એવે આ પ્રમાણે વિચારે છેઃ- આ ભાઈ આના રાજ્યને ગ્રહણ કરતાં ભસ્મકરાગીની જેવા નિરંતર અતૃપ્ત મનવાળા અરે ! મેં શું કર્યુ? ભાગફળવાળી આ લક્ષ્મીને મીજાને પણ હું. આપુ છુ, મૂઢ એવા મારુ” તે દાન ભસ્મમાં હામેલા ઘીની જેમ નકામુ જ છે.
કાગડાએ પણ કાગડાઓને મેલાવીને, બીજાઓને આપીને ભાગવે છે, ખાય છે, હું તેા કાગડાઓ કરતાં પણ હીન છું, કારણકે બધુએ વિના ભાગોને ભાગવું છું.
ફરીથી પણ મારા પુણ્યાયવડે જો ફીથી આ અપાતા ભાગેને માસક્ષપણુ કરનાર સાધુઓ ભિક્ષાને ગ્રહણ કરે તેમ ગ્રહણ કરે તેા સારુ, એમ વિચારીને ભરત જગદ્ગુરુના ચરણના મૂળમાં જઈ ને બે હાથ જોડી પોતાના બંધુઓને ભોગ માટે નિમ ંત્રણ કરે છે.
તે વખતે ઋષભનાથ આ પ્રમાણે કહે છે કેઃ:- હે. રાજન્ ! સરલ આશયવાળા. તારા મધુએ મહાસત્ત્વશાળી, મહાવ્રતની પ્રતિજ્ઞાવાળા સંસારની અસારતા જાણીને ચારે તરફથી ત્યાગ કર્યા છે પૂના ભોગાને જેણે એવા એ વમન કર્યાની જેમ ફ્રીથી તેએ ભાગાને સ્વીકારે નહિ.
Page #488
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૪૯
આ પ્રમાણે સ્વામી વડે ભાગામાં નિષેધ કરાયેલે ભરતેશ્વર પશ્ચાત્તાપયુક્ત મનવડે ફ્રીથી વિચારે છે કે :જોકે સંગના ત્યાગ કર્યો છે જેણે એવા તે ભાગાને તેા ન ભાગવે, તે પણ તેએ પ્રાણને ધારણ કરાવનાર આહારને તે ખાશે; એ પ્રમાણે વિચારીને મેટેથી પાંચસે ગાડાઓ દ્વારા આહાર મંગાવીને તે ભરત પૂર્વની જેમ બંધુઆને નિમંત્રે છે.
પ્રભુ ફરીથી પણ આ પ્રમાણે કહે છે કેઃ- ભરતેશ્વર ! “ સાધુ નિમિત્તે લાવેલા આધાકમિ ક અન્ન આદિ મુનિઓને કલ્પે નહિ” આ પ્રમાણે નિષેધ કરાયેલે ભરત ફરીથી પણ નહિ કરેલા અને હિં કરાયેલા અશન આદિ વડે આમ ત્રણ કરે છે, કારણકે જ્યાં સરળપણું હાય ત્યાં મધુ શોભે છે.
ધ ચક્રી શ્રી ઋષભદેવ પ્રભુએ ‘હે રાજેન્દ્ર ! મહષિ આને રાજ્યપિંડ પણ ન ક૨ે” એ પ્રમાણે ચક્રવતી ને નિષેધ કર્યો.
તે વખતે. સ્વામીએ મને બધી રીતે નિષેધ કર્યાં? એ પ્રમાણે મેટા પશ્ચાત્તાપ વડે રાહુ વડે ચંદ્રની જેમ તે દુઃખી થયેા.
'
તે વખતે ઇંદ્ર ભરતરાજાના વિલખાપણાને જાણીને પ્રભુને પૂછે છે કે- કેટલા પ્રકારનેા અવગ્રહ હોય ? - સ્વામી પણ કહે છે કેઃ-ઇંદ્ર, ચક્રી, નરેન્દ્ર, ગૃહસ્થ
ts. ૨૯
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૫o
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને સાધુ સંબંધીના ભેદથી પાંચ પ્રકારે અવગ્રહ હોય. તેઓમાં ઉત્તર-ઉત્તર અવગ્રહ વડે પૂર્વ–પૂર્વ અવગ્રહ બાધિત થાય છે, કારણ કે પૂર્વોક્ત અને પરોક્ત વિધિમાં પરક્ત વિધિ બળવાન થાય.
તે વખતે ઇંદ્ર પણ કહે છે કે –“હે દેવ! જે સાધુઓ મારા અવગ્રહમાં વિચરે છે તેઓને મેં મારા અવગ્રહની અનુજ્ઞા આપી.”
આ પ્રમાણે કહીને સ્વામીના ચરણોને વંદન કરી ઇંદ્ર ઊભો રહ્યો છતે ભરતેશ્વર પણ ફરીથી આ પ્રમાણે વિચારે છે કે –જે કે આ મુનિઓએ મારૂં અશન આદિ તે ન લીધું, તે પણ હું પિતાના અવગ્રહની અનુજ્ઞા વડે કૃતાર્થ થાઉં, એ પ્રમાણે હૃદયમાં વિચારીને પ્રસન્ન હૃદયવાળે મહીપતિ ઇંદ્રની જેમ પૂજ્ય સ્વામીની આગળ પિતાના અવગ્રહની અનુજ્ઞા આપે છે.
તે પછી તે ભરત સમાનધમી ઈંદ્રને પૂછે છે કે – હમણું આ ભક્ત–પાન આદિનું મારે શું કરવું? આ ભક્ત-પાન આદિ ઉત્તમ ગુણવાળાને આપવું જોઈએ, એ પ્રમાણે ઇંદ્રે કહેવાથી તે આ પ્રમાણે વિચારે છે કે –સાધુઓ સિવાય બીજા કેણ ઉત્તમ ગુણવાળા છે? અરે ! જાણ્યું ! અથવા ખરેખર દેશવિરતિ શ્રાવકે મારાથી ઉત્તમ ગુણવાળા છે, તેઓને મારે આ આપવું જોઈએ. “આ જ કરવા લાયક છે. એમ નિર્ણય કરીને ચક્રવતી ઇંદ્રના દેદીપ્યમાન આકૃતિવાળા રૂપને જોઈને વિસ્મય પામીને
Page #490
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪પી
પૂછે છે કે – હે દેવેન્દ્ર ! તમે દેવકમાં પણ શું આવા રૂપે રહે છે ? અથવા બીજા રૂપે? કારણ કે દેવ ઈચ્છા મુજબ રૂપવાળા હોય છે. - દેવેન્દ્ર કહે છે કે –હે રાજન્ ! અમારું આવું રૂપ ત્યાં ન હોય, ત્યાં જે રૂપ હોય તે મનુષ્યથી જોઈ પણ શકાય નહિ.
ભરત કહે છે કે – હે સુરપતિ ! પિતાની તે દિવ્ય આકૃતિ દેખાડવા વડે ચંદ્ર જેમ ચરને આનંદ પમાડે તેમ મારા નેત્રોને આનંદ પમાડે. - તે વખતે ઇંદ્ર કહે છે કે – હે રાજન ! તું ઉત્તમ પુરુષ છે તેથી તારી પ્રાર્થના ફેગટ ન થાય. તેથી તેને આ અંગનું અવયવ બતાવીશ; એમ કહીને ઈંદ્ર ઉચિત અલંકારો વડે શોભતી જગતરૂપી ઘરને વિષે એક દીપિકા સરખી પોતાની એક આંગળીને બતાવે છે.
ભરતરાજા, સમુદ્ર જેમ પૂર્ણિમાના ચંદ્રને જોઈને આનંદ પામે તેમ, વિકસિત દેદીપ્યમાન કાંતિવાળી તે ઈદ્રની આંગળીને જોઈને પ્રમુદિત ચિત્તવાળે થશે.
- હવે ઈંદ્ર ભગવંતને પ્રણામ કરીને અને રાજાનું સન્માન કરીને તે જ વખતે સંધ્યાના વાદળાની જેમ અંતર્ધાન થ.
હવે ચક્રવતી પણ ઈંદ્રની જેમ પ્રભુને વંદન કરીને, ચિત્તમાં પોતાના કાર્યોને વિચારતે વિનીતાનગરીમાં જાય છે, ત્યાં રત્નનિમિત ઇંદ્રની આંગળીની સ્થાપના
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૫ર *
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરીને ભરતરાજા અષ્ટાક્ષિકા મહોત્સવ કરે છે. ખરેખર! સજજનેને ભક્તિમાં અને નેહમાં પણ તુલ્ય જ કરવું જોઈએ.
ત્યારથી માંડીને ઇંદ્રિસ્તંભ ઊભું કરીને લેકેએ ઇંદ્ર મહોત્સવની શરુઆત કરી, જે આજે પણ વર્તે છે.
તે પછી ભગવાન નાભિનંદન ભવ્યજીવરૂપ કમળોને બોધ કરનારા અષ્ટાપદ પર્વત ઉપરથી બીજે સ્થળે સૂર્ય જેમ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં વિચરે તેમ વિચરે છે.
ભરતનું શ્રાવકને ભેજન આપવું હવે ભરતરાજા શ્રાવકોને બેલાવીને આ પ્રમાણે કહે છે – તમારે હંમેશાં મારા ઘરે આવીને ભેજન કરવું. કૃષિકર્મ આદિ ન કરવું, પરંતુ અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરતાં ઉત્તમ ધ્યાનમાં તત્પર થઈ હંમેશાં રહેવું, ભજન કરીને મારી પાસે આવી તમારે હંમેશાં કહેવું કે – “તમે જીતાયા છે, ભય વધે છે, તેથી ન હણે, ન હશે.”
તે શ્રાવકે “તેમ થાઓ” એમ સ્વીકારીને ભારતરાજાના ઘરે જમે છે, તેમ જ તે વચનને સ્વાધ્યાયની જેમ તત્પર થઈ ભણે છે.
દેવની જેમ કામગમાં આસક્ત પ્રમત્ત એવે તે રાજા તે શબ્દ સાંભળવા વડે જ આ પ્રમાણે વિચારે છેઃ “હું કોના વડે જીતા છું ? હું, જાણ્યું. હું કષા વડે છતાયો છું, મને કેનાથી ભય છે ? તે કષાયથી જ. તેથી પ્રાણીઓને ન હણવા જોઈએ. આ પ્રમાણે વિવેકવંત
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫૩.
શ્રાવકે મને હંમેશાં યાદ કરાવે છે, અહો ! મારું પ્રમાદીપણું ! અહો! મારું ધર્મમાં ઉદાસીનપણું ! અહે ! મારું સંસારરાગીપણું.અહો ! મહાપુરુષોને ઉચિત આચારથી વિપરીત પણું. ! આ વિચારણવડે, લવણસમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ પ્રમાદમાં તત્પર એવા તેનામાં ક્ષણવાર ધમધ્યાન પ્રવર્તે છે; પરંતુ અનાદિ કાળના મેહના અભ્યાસવર્ડ ફરીથી પણ રાજા શબ્દ આદિ ઇદ્રિચોના વિષમાં આસક્ત થાય છે, કારણકે ભેગફળ કર્મ અન્યથા કરવા માટે કેઈપણ સમર્થ નથી.
હવે એક વખત રસોઈયાઓના અધિપતિએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે – “આ શ્રાવક છે કે અશ્રાવક?” એ ઘણા હવાથી ઓળખી શકાતા નથી.
ભરતરાજા રસોઈયાઓને કહે છે કે – તમારે “આ શ્રાવક છે તેની પરીક્ષા કરીને હવે પછી ભોજન આપવું.
આ પ્રમાણે સાંભળીને તે રસોઈયા પૂછે કે –“તમે કોણ છે ?” તેઓ કહે છે કે–“અમે શ્રાવકે છીએ !” શ્રાવકેના કેટલા હોય છે તે અમને કહો.
હવે તેઓ કહે છે કે અમારે શ્રાવકોને તે ન હોય, પરંતુ અમારે હંમેશાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત હોય છે. આ પ્રમાણે પરીક્ષામાં પસાર થયેલા તેઓને રસોઈયાઓ ભરત રાજાને બતાવે છે.
ભરતરાજા તેઓના કાકિણી રત્નવડે જ્ઞાનદર્શન અને ચારિત્રની નિશાનીરૂપ ત્રણ રેખા જઈની જેમ શુદ્ધિ
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
નિમિત્તે કરે છે. આ પ્રમાણે આઠ-આઠ વર્ષે તેઓ પરીક્ષા કરે છે અને તે પ્રમાણે જ શ્રાવકાને કાકિણી રત્ન વડે ચિહ્ન કરે છે. કાકિણીરત્નના ચિહ્નવાળા તે ભેાજન મેળવે છે. હવે તેએ પણ મેટેથી ‘આપ જીતાયા છે, ભય વધે છે' ઇત્યાદિ લે છે, તેથી તેઓ ‘માણુ ” થયા.
સાધુઓને આપે છે,
તે માહણા પેાતાના બાળક તેમાંના કેટલાક વિરક્ત ખની વ્રત ગ્રહણ કરે છે, કેટલાક પરિષહને ન સહન કરી શકનારા શ્રાવકપણું સ્વીકારે છે, તે પણ તેવી રીતે જ કાકિણીરત્નના ચિહ્નવાળા થયા થકા ભાજન કરે છે.
ભરતરાજાએ આમને ભેાજન આપ્યુ.” એથી લાક પણ શ્રદ્ધા વડે તેને ભેાજન આપે છે, કારણકે ‘ પૂજ્યા વડે પૂજાયેલ કાના વડે પૂજાતા નથી ?”
6
ભરતચક્રી તેના સ્વાધ્યાય માટે અરિહ‘તની સ્તુતિ, મુનિ અને શ્રાવકની સામાચારીથી પવિત્રિત એવા આય વેદને રચે છે, અનુક્રમે તે માહણેા ‘ બ્રાહ્મણ ’ એ પ્રમાણે પ્રસિદ્ધિને પામ્યા. કાકિણીરત્નની રેખાઓ તે યજ્ઞાપવીત (જનાઈ) પણાને પામી. આ પ્રમાણે સ્થિતિ ભરતના રાજ્યમાં હતી.
ભરતરાજાના પુત્ર આદિત્યયશાએ વળી કાકિણીરત્નના અભાવથી સુવર્ણની જનાઈ કરી. મહાયશા વગેરે
Page #494
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક રાજાઓએ રૂપામય, અન્ય રાજાઓએ પટ્ટસૂત્રમય અને બીજાએએ સૂત્રમય જનેાઈ કરી.
ભરતરાજાથી આદિત્યયશા, તેનાથી મહાયશા, તે પછી અનુક્રમે અતિખલ, અલભદ્ર, અલવીય, કીતિવીર્ય, જલવીય અને તે પછી આઠમે દંડવીય રાજા થયેા. એ પ્રમાણે આઠ પુરુષ સુધી આ આચાર પ્રવો.
૪૫૫
આ રાજાઓએ ચારે તરફથી ભરતાને ભાગવ્યુ અને ભગવ'તને ઇંદ્રે આપેલા મુગટ મસ્તક ઉપર તેઓએ ધારણ કર્યો. તે પછીના ખીજા રાજાઓ વડે તે મેટા પ્રમાણવાળો હાવાથી ઉપાડી શકાતા ન હતા. હાથીને ભાર હાથી જ ઉપાડી શકે, મીજા નહિ.
નવમા-દશમા તીર્થંકરની વચ્ચે સાધુધમ ને વિચ્છેદ થયેા. તે પછી પણ સાત જિનેશ્વરાના આંતરામાં એ પ્રમાણે સાધુધમ ના વિચ્છેદ થયેા.
તે વખતે જે અરિહતસ્તુતિ, યતિધમ અને શ્રાવક થમ મય આય વેદો હતા તે પાછળથી સુલસા-યાજ્ઞવલ્કય આદિવડે અનાય વેદો કરાયા.
આ તરફ ભરતરાજા શ્રાવકેાને દાન આપવા વડે, કામક્રીડા વડે અને બીજા વિનાદો વડે દિવસેાને પસાર કરતા રહે છે.
· એક વખત ભગવાન ઋષભપ્રભુ પૃથ્વીને ચરણા વડે, ચંદ્ર જેમ આકાશને પવિત્ર કરે તેમ પવિત્ર કરતા અષ્ટાપદ્મ મહાપર્વત ઉપર આવે છે. તે વખતે તરત જ દેવ
Page #495
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ગણેાએ બનાવેલ સમવસરણમાં જગન્નાથ એસે છે અને ધ દેશના કરે છે.
જિનેશ્વરના આગમનના સમાચાર ત્યાં વાયુની જેમ ઉતાવળા નિયુક્ત પુરુષોએ આવીને ભરતેશ્વરને જણાવ્યા. ભરતરાજા તેને પૂર્વની જેટલુ' ઈનામ આપે છે, કારણ કે કલ્પવૃક્ષ દિવસે દિવસે આપવા છતાં પણ ક્ષય પામતું નથી.
તે ભરતચક્રી અષ્ટાપદ્મ પર્વત ઉપર સમવસરેલા સ્વામી પાસે આવીને પ્રદક્ષિણા કરીને નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરે છે.—
હે જગત્પતિ! હું' મૂખ હોવા છતાં પણ તમારા પ્રભાવથી તમારી સ્તુતિ કરુ છું, કારણ કે ચંદ્રને જોનારાની મદદૃષ્ટિ પણ નિ`ળ થાય છે,
હે સ્વામી ! 'મેહરૂપી અંધકારમાં ડૂબેલા જગતને પ્રકાશ આપનારા દ્વીપક ! તમારું આકાશની જેમ અનંત કેવળજ્ઞાન જયવંતુ વતે છે. હે નાથ ! પ્રમાદરૂપી નિદ્રામાં ખૂંચેલા મારા જેવા પુરુષોને બેધ કરવા માટે સૂર્યની જેમ તમે વારવાર ગમનાગમન કરેા. હે સ્વામી! લાખા જન્મથી ઉપાજે ટુ કમ તમને જોવાથી વિનાશ પામે છે. કાળે કરીને થીજી ગયેલુ' ઘી પણ અગ્નિ વડે આગળી જાય છે. એકાંત સુષમ કાળ કરતાં પણ આ સુષમ-દુષમકાળ પણ વધારે સારો છે, જ્યાં કલ્પવૃક્ષ કરતાં પણ વિશિષ્ઠ ફળ આપનારા તમે ઉત્પન્ન થયા છે.
•
Page #496
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫૭
હું સમગ્ર ભુવનના સ્વામી! રાજા ગામ કરતાં અને ભુવન કરતાં પણ પોતાની નગરીને ચઢિયાતી કરે છે, તેમ તમે આ જીવનને ભૂષિત કરેલ છે, પિતા-માતા-ગુરુ-અને સ્વામી એ બધા જે કરતા નથી તે તમે એક હાવા છતાં પણ અનેક જેવા થઈને હિત કરો છો.
જેમ ચંદ્ર વડે રાત્રી, જેમ હુંસ વડે મહાસરોવર, જેમ તિલક વડે મુખ શાલે છે, તેમ તમારા વડે આ ભુવન શાભે છે.
આ પ્રમાણે વિનય યુક્ત ભરતેશ્વર વિધિપૂર્વક ભગવંતની સ્તુતિ કરીને અને પ્રણામ કરીને યથાસ્થાને બેસે છે. ભગવત પ્રત્યે ભરતરાજાની પૃચ્છા
ભગવ ́ત ! ચેાજનગામિની અને મનુષ્ય-તિર્યંચ અને દેવલેાકેાને પાતપેાતાની ભાષામાં સમજાય એવી વાણી વડે જગતને ઉપકાર કરવા માટે દેશના કરે છે દેશના પૂર્ણ થયે છતે ભરતેશ્વર પ્રભુને નમીને રોમાંચિત શરીરવાળા બે હાથ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે: હે નાથ! આ ભરતભૂમિમાં જેવી રીતે તમે વિશ્વને હિત કરનારા છે, તેમ બીજા કેટલા ધમ' ચક્રવતી થશે ? અને તેઓના નગર, ગાત્ર, માતા, પિતા, નામ, આયુષ્ય, વણું, માન, અંતર, દીક્ષા અને ગતિ મને કહેા.
હવે પ્રભુ કહે છે કે :–આ ભરતક્ષેત્રમાં બીજા ત્રેવીશ તીકર અને અગ્યાર ચક્રવતી થશે. તેમાં વીશમા અને આવીશમા તીર્થંકર ગૌતમગાત્રમાં ઉત્પન્ન થયેલા અને
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
બીજા બાવીશ જિનેશ્વર કાશ્યપગેત્રી જાણવા. સર્વે જિનેશ્વરી મોક્ષગામી હોય છે. ૧
અધ્યાનગરીમાં જિતશત્રુરાજા અને વિજયાદેવીના પુત્ર, તેર લાખ પૂર્વના આયુષ્યવાળ, સુવર્ણ સરખી કાંતિવાળા, સાડા ચારસો ધનુષ્ય દેહની ઊંચાઈવાળા, એક પૂર્વાગ હીન એક લાખ પૂર્વ પ્રમાણ વ્રતના પર્યાયવાળા બીજા અજિતનાથ તીર્થકર થશે, મારા નિર્વાણથી અજિતજિનના નિર્વાણકાળનું પચાસ લાખ કેટી સાગરેપમનું અંતર જાણવું. ૨
શ્રાવસ્તિ નગરીમાં જિતારિરાજા એને સેનાદેવીને પુત્ર સુવર્ણ સમાન કાંતિવાળા, સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળા, ચાર ધનુષ્ય ઊંચા, ચાર પૂર્વાગહીન એક લાખ પૂર્વ દીક્ષા પર્યાયવાળા ત્રીજા સંભવનાથ થશે. અજિતજિન અને સંભવજિનના નિર્વાણનું અંતર ત્રીશ લાખ કરોડ સાગરોપમ જાણવું. ૩
વિનીતાનગરીમાં સંવરરાજા અને સિદ્ધાર્થાદેવીના પુત્ર, કંચનવર્ણવાળા, પચાસ લાખ પૂર્વના આયુષ્યવાળા, સાડાત્રણસે ધનુષ્ય પ્રમાણ શરીરવાળા, આઠ પૂર્વાગહીન એક લાખ પૂર્વ વ્રતના પર્યાયવાળા ચોથા અભિનંદન જિનેશ્વર થશે, અને દશ લાખ કરોડ સાગરોપમનું અંતર જાણવું. ૪
તે નગરીમાં મેઘરાજા અને મંગલાદેવીના પુત્ર સુવર્ણ સરખી કાંતિવાળા, બેંતાલીસ લાખ પૂર્વના આયુષ્યવાળા
Page #498
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫૯ ત્રણસે ધનુષ્યના દેહવાળા, બાર પૂર્વાગહીન એક લાખ પૂર્વના વ્રતવાળા પાંચમા સુમતિનાથ અરિહંત થશે, અને આંતરું નવલાખ કોડ સાગરોપમ જાણવું. ૫
કૌશાંબી નગરીમાં ધરરોજા અને સુસીમાદેવીના પુત્ર, રક્ત વર્ણવાળા, ત્રીશ લાખ પૂર્વના આયુષ્યવાળા, અઢીસો ધનુષ્ય પ્રમાણ દેહવાળા, સોળ પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ વ્રતવાળા છઠ્ઠા પદ્મપ્રભ તીર્થકર થશે. આંતરું નેવું હજાર ક્રોડ સાગરોપમ જાણવું. ૬
વાણારસી નગરીમાં પ્રતિષ્ઠા રાજા અને પૃથ્વીદેવીના પુત્ર, સુવર્ણની કાંતિવાળા, વીશ લાખ પૂર્વના આયુષ્યવાળા બસો ધનુષ શરીરવાળા, વીશ પૂર્વાગહીન એક લાખ પૂર્વ વતવાળા, સાતમા સુપાર્શ્વ નામે જિનેશ્વર થશે, આંતરું નવહજાર ક્રોડ સાગરોપમ જાણવું. ૭
ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લક્ષ્મણદેવીના પુત્ર, દશ લાખ પૂર્વના આયુષ્યવાળા, વેતવર્ણવાળા, દોઢસે ધનુષ્ય ઊંચાઈવાળા, વીશ પૂર્વાગહીન એક લાખ પૂર્વ વતવાળા, આઠમા ચંદ્રપ્રભ તીર્થકર થશે. આંતરું નવસો ક્રોડ સાગરોપમ જાણવું. ૮
કાકંદીનગરીમાં સુગ્રીવરાજ અને રામદેવના પુત્ર વેતવર્ણવાળા, બે લાખ પૂર્વના આયુષ્યવાળા, એકસ ધનુષ્યના દેહવાળા, અઠ્ઠાવીશ પૂર્વાગહીન એક લાખ પૂર્વ વત પર્યાયવાળા, નવમા સુવિધિ તીર્થકર થશે. આંતરું નેવું કોડ સાગરોપમ જાણવું. ૯
Page #499
--------------------------------------------------------------------------
________________
४९०
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભદ્દિલપુરમાં દૃઢરથ રાજા અને નંદાદેવીના પુત્ર સુવર્ણ સમાન કાંતિવાળા, એક લાખ પૂર્વના આયુષ્યવાળા, નેવું ધનુષ્યની ઊંચાઈ વાળા, પચીશ હજાર પૂર્વ વ્રત પર્યાયવાળા, દશમા શીતલ નામે અરિહંત થશે. આંતરું નવ કોડ સાગરોપમનું જાણવું. ૧૦ - સિંહપુરમાં વિઘુરાજા અને વિષ્ણુદેવીના પુત્ર સુવર્ણ સરખી કાંતિવાળા, એંશી ધનુષ્ય ઊંચા દેહવાળા, રાશી લાખ વર્ષના આયુષ્યવાળા, એકવીશ લાખ વર્ષ વ્રતના પર્યાયવાળા અગ્યારમા શ્રેયાંસ જિનેધર થશે. જિનેશ્વરોનું અંતર છાસઠ લાખ, કવીશ હજાર, એક સાગરોપમ હીન એક કેડ સાગરોપમ જાણવું. ૧૧ | ચંપાનગરીમાં વસુપૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર પુત્ર બેતેર લાખ વર્ષના આયુષ્યવાળા, સીત્તેર ધનુષ્ય ઊંચા, રક્તવર્ણવાળા, ચેપન લાખ વર્ષ વ્રતના પર્યાયવાળા, બારમા વાસુપૂજ્ય તીર્થકર થશે. તેમ જ આંતરું ચેપન સાગરોપમ જાણવું. ૧૨
કાંપિલ્યનગરમાં કૃતવર્મરાજા અને શ્યામાદેવીના પુત્ર, સાઠલાખ વર્ષના આયુષ્યવાળા, સાઠ ધનુષને દેહવાળા, સુવર્ણ સરખી કાંતિવાળા, પંદર લાખ વર્ષ વ્રતપર્યાયવાળા, તેરમા વિમલ જિનેશ્વર થશે. વાસુપૂજ્યના નિર્વાણ અને વિમલજિનના નિર્વાણના આંતરામાં ત્રીશ સાગરોપમ થશે. ૧૩
Page #500
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
અધ્યાનગરીમાં સિંહસેન રાજા અને સુયશાદેવીના પુત્ર, કનકવણુંવાળા, ત્રીસ લાખ વર્ષના આયુષ્યવાળા, પચાસ ધનુષના દેહવાળા, સાડાસાત લાખ વર્ષના વ્રતપર્યાયવાળા, ચૌદમા અનંતનાથ જિનેશ્વર થશે. વિમલજિનના મોક્ષ અને અનંતજિનના મોક્ષનું આંતરું નવ સાગરોપમ જાણવું. ૧૪
રત્નપુરમાં ભાનુરાજા અને સુવ્રતાદેવીના પુત્ર કનક સરખી કાંતિવાળા, દશ લાખ વર્ષના આયુષ્યવાળા, પીસ્તાલીશ ધનુષ્ય દેહવાળા, અઢી લાખ વર્ષના વ્રતપર્યાયવાળા, પંદરમા ધર્મનાથ જિનેશ્વર થશે, અનંતજિન અને ધર્મજિનના નિર્વાણનું આંતરું ચાર સાગરોપમ પ્રમાણ જાણવું. ૧૫
ગજપુરનગરમાં વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર સુવર્ણ સમ કાંતિવાળા, એક લાખ વર્ષના આયુષ્યવાળા, ચાલીશ ધનુષ્ય દેહના પ્રમાણવાળા, પચીશ હજાર વર્ષ વ્રતના પર્યાયવાળા સેળમાં શ્રી શાંતિનાથ જિનવર થશે, પિણા (૨) પલ્સેપમ ઓછું ત્રણ સાગરોપમ આંતરું જાણવું. ૧૬
ગજપુરનગરમાં સૂરરાજા અને શ્રીદેવીના પુત્ર, સુવર્ણ સમાન કાંતિવાળા પંચાણું હજાર વર્ષના આયુષ્યવાળા, પાંત્રીશ ધનુષ્ય ઊંચા, ત્રેવીસ હજાર અને સાડા સાતસો વર્ષ વ્રતના પર્યાયવાળા સત્તરમા કુંથુનાથ તીર્થકર થશે. તેઓનું આંતરું અર્ધપપમ જાણવું. ૧૭
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૬૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ગજપુર નગરમાં સુદનરાજા અને દેવીના પુત્ર સુવણુ સમકાંતિવાળા, ચારાશીહજાર વર્ષોંના આયુષ્યવાળા, ત્રીશ ધનુષ્ય ઊંચા દેહવાળા, એકવીશ હજાર વર્ષ વ્રત પર્યાયવાળા, અઢારમા અર નામે જિનેશ્વર થશે. એક હજાર ક્રોડ વર્ષ ન્યૂન પચેાપમના ચાથા ભાગ જિનેનું આંતરુ' જાણવુ’. ૧૮
મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીના પુત્રી, નીલવર્ણ ના દેહવાળા, પચીશ ધનુષ્ય ઊંચાઈવાળા, પંચાવન હજાર વર્ષના આયુષ્યવાળા, એકસેસ વ ન્યૂન પંચાવન હજાર વર્ષના તપર્યાયવાળા મલ્લિનાથ જિનેશ્વર થશે. જિનાનું આંતર હજારકોડ વર્ષોં પ્રમાણ જાણવું. ૧૯
રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને પદ્માદેવીના પુત્ર કૃષ્ણવર્ણ વાળા, ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા, વીશ ધનુષ ઊંચા દેહવાળા, સાડા સાત હજાર વર્ષના વ્રત પર્યાયવાળા વીશમા મુનિસુવ્રત જિનેશ્વર થશે. ચેાપન લાખ વર્ષ જિનેાનું આંતરું જાણવુ. ૨૦
મિથિલાનગરીમાં વિજયરાજા અને વપ્રાદેવીના પુત્ર, સુવણૅ સમ કાંતિવાળા, દશ હજાર વર્ષના આયુષ્યવાળા, પંદર ધનુષ્યના દેહવાળા, અઢી હજાર વર્ષના વ્રતપર્યાયવાળા, એકવીશમા નિમ તીર્થંકર થશે. છ લાખ વ પ્રમાણ મેાક્ષનુ... આંતરુ' જાણવું. ૨૧
શૌરીપુરનગરમાં સમુદ્રવિજય રાજા અને શિવાદેવીના પુત્ર, શ્યામવણુ વાળા, દશ ધનુષ્ય ઊંચા, એક હજાર
Page #502
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૬૩
વર્ષના આયુષ્યવાળા, સાત વર્ષના વતપર્યાયવાળા, બાવીશમા નેમિનાથ તીર્થકર થશે. નમિ અને નેમિજિનના નિર્વાણનું આંતરું પાંચ લાખ વર્ષ પ્રમાણ જાણવું. ૨૨
વાણુરસીનગરીમાં અશ્વસેન રાજા અને વામાદેવીના પુત્ર, નીલવર્ણવાળા, નવ હાથ પ્રમાણ અંગવાળા, સે વર્ષના જીવિતવાળા, સીતેર વર્ષના વ્રતપર્યાયવાળા, ત્રેવીશમાં પાર્શ્વનાથ જિનેશ્વર થશે. નેમિનિન અને પાર્થ જિનના નિર્વાણનું આંતરું ત્યાંશી હજાર અને સાડા સાતસો વર્ષ જાણવું. ૨૩ - ક્ષત્રિયકુંડ ગામમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીના પુત્ર, સુવર્ણ સમાન કાંતિવાળા, સાત હાથની કાયાવાળા, બોતેર વર્ષના આયુષ્યવાળા, બેંતાલીશ વર્ષના વ્રત પર્યાયવાળા ચોવીશમા શ્રી મહાવીર જિનેશ્વર થશે. પાશ્વજિન અને વીરજિનનું આંતરું અઢીસો વર્ષ જાણવું. ૨૪
ચકવતીએ સર્વે ચક્રવર્તીએ કાશ્યપગોત્રી, સુવર્ણ સમાન વર્ણવાળા થશે. તેમાં આઠ મેક્ષગામી, બે સ્વર્ગગામી અને બે નરકગામી થશે.
તું મારા વખતમાં પ્રથમ ચક્રવત થશે, તેવી જ રીતે આજિતનાથ તીર્થકરના વખતે અધ્યામાં બીજે સગરચક્રવર્તી થશે, તે સુમિત્રરાજા અને યશેમતીદેવીને
Page #503
--------------------------------------------------------------------------
________________
४६४
શ્રી ઋષભનાથ ચરિત્ર
પુત્ર, સાડા ચારસો ધનુષ્ય પ્રમાણ દેહવાળો અને તેર લાખ પૂર્વના આયુષ્યવાળો થશે. ૨
શ્રાવસ્તીનગરીમાં સમુદ્રવિજય રાજા અને ભદ્રાદેવીને પુત્ર, પાંચ લાખ વર્ષના આયુષ્યવાળે, સાડા બેંતાલીશ ધનુષ્યને દેહવાળ મઘવા નામે ત્રીજે ચક્રવત થશે. ૩
હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજા અને સહદેવીને પુત્ર ત્રણ લાખ વર્ષના આયુષ્યવાળો સાડી એકતાલીશ ધનુષ્ય ઊંચે, એ સનકુમાર ચકી થશે. ૪
આ બંને ચક્રવર્તી ધર્મજિન અને શાંતિજિનના આંતરામાં ત્રીજા સ્વર્ગમાં જનારા થશે.
શાંતિ-કુંથુ અને અર એ ત્રણ અરિહંતે ચક્રવતી પણ થશે. પદ-૭.
હસ્તિનાપુર નગરમાં કૃતવીર્ય રાજા અને તારા દેવીને પુત્ર, સાઠ હજાર વર્ષના આયુષ્યવાળો, અઠ્ઠાવીશ ધનુષ્યના શરીરવાળો, સૂભૂમ નામે આઠમો ચકી અરજિન અને મલિજિનના આંતરમાં થશે. તે સાતમી નરકમાં જશે. ૮
વાણારસી નગરીમાં પ્રોત્તર રાજા અને જવાલા દેવીને પુત્ર, ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળો, વીશ ધનુષ્ય ઊંચે, પદ્મ નામે નવમે ચકી થશે. તેમ કાંપિલ્યપુરમાં મહાહરિ રાજા અને મેરા દેવીને પુત્ર, દશ હજાર વર્ષના આયુષ્યવાળો, પંદર ધનુષ્ય ઊંચા દેહવાળે, દશમે. હરિઘેણુ ચક્રવતી થશે. આ બંને ચકવતી મુનિસુવ્રત. અને નામિજિનના આંતરામાં થશે. ૯-૧૦
Page #504
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫
રાજગૃહ નગરમાં વિજય રાજા અને વપ્રા દેવીને પુત્ર, ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા, ખાર ધનુષ્યના દેહવાળા, મિજિન અને નેમિજિનના આંતરામાં જય નામે અગ્યારમા ચક્રવતી થશે. ૧૧
કાંપિલ્યપુરમાં બ્રહ્મરાજા અને ચુલની દેવીને પુત્ર, સાતસો વષઁના આયુષ્યવાળા, સાત ધનુષ્યના શરીરવાળેા બારમા બ્રહ્મદત્ત નામે ચક્રવતી શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ તીર્થંકરના આંતરામાં થશે. રૌદ્રધ્યાનમાં તત્પર એવા તે સાતમી નરકપૃથ્વીમાં જશે. ૧૨
વાસુદેવ-બળદેવ-પ્રતિવાસુદેવ
તે પછી ઋષભપ્રભુ પૂછયા વિના પણ વાસુદેવનુ સ્વરૂપ કહે છે. ચક્રવતી કરતાં અધ પરાક્રમવાળા ભરતના ત્રણ ખંડ પૃથ્વીના સ્વામી, કૃષ્ણવર્ણના દેહ જેના એવા વાસુદેવ થાય છે. તેઓમાં આઠમે વાસુદેવ કાશ્યપગેાત્રી છે, બાકીના ગૌતમગાત્રવાળા છે.
=
જન્મ
તે વાસુદેવના સાવકા ( અપરમાતાથી પામેલા) ભાઈ શ્વેતવણુ વાળા નવ અળદેવ થાય છે. ત્યાં પોતનપુરમાં પ્રજાપતિરાજા અને મૃગાદેવીને પુત્ર, ચેારાશી લાખ વર્ષના આયુષ્યવાળા, અશી ધનુષ્ય પ્રમાણ દેહવાળા, શ્રેયાંસનાથ જિનેશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતે છતે ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ થશે અને તે સાતમી નરકપૃથ્વીમાં જશે. ૧
. ૩૦
Page #505
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દ્વારિકાનગરીમાં બ્રહ્મરાજા અને પદ્માદેવીને પુત્ર, તેર લાખ વર્ષના આયુષ્યવાળ, સીત્તેર ધનુષ્ય દેહવાળે, વાસુપૂજ્ય જિનેશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતે છતે દ્વિપૃષ્ઠ નામે બીજે વાસુદેવ થશે, અને તે અંતે છઠ્ઠી નરકમૃથ્વીમાં જશે. ૨
દ્વારિકા નગરીમાં ભદ્રરાજા અને પૃથ્વીદેવીને પુત્ર સાઠ લાખ વર્ષના આયુષ્યવાળે, સાઠ ધનુષ્ય ઊંચે, વિમળનાથ જિનના સમયે ત્રીજે સ્વયંભૂ નામે વાસુદેવ થશે. પૂર્ણ આયુષ્યવાળે તે છઠ્ઠી નરકમૃથ્વીમાં જશે. ૩
તે જ નગરીમાં સેમરાજા અને સીતાદેવીને પુત્ર, ત્રીસ લાખ વર્ષના આયુષ્યવાળો, પચાસ ધનુષ્ય ઊંચા. દેહવાળે, અનંતનાથ જિનેશ્વર વિચરતે છતે થે પુરુષોત્તમ નામે વાસુદેવ થશે. આયુષ્ય પૂર્ણ થયે તે છઠ્ઠી નરકભૂમિમાં જશે. ૪
અશ્વપુરનગરમાં શિવરાજા અને અમૃતાદેવીને પુત્ર, દશ લાખ વર્ષના આયુષ્યવાળ, પીસ્તાલીશ ધનુષ્યના દેહવાળો, ધમનાથ તીર્થકર વર્તતે છતે પાંચમે પુરુષસિંહ નામે વાસુદેવ થશે. તે આયુષ્ય પૂર્ણ કરીને છઠ્ઠી નરકભૂમિમાં જશે. ૫
ચક્રપુરીમાં મહાશિરરાજા અને લક્ષ્મીવતીને પુત્ર, પાંસઠ હજાર વર્ષના આયુષ્યવાળો, ગણત્રીશ ધનુષ્ય ઊંચા શરીરવાળે, અરજિન અને મહિલજિનના આંતરામાં છઠ્ઠો પુરુષ પુંડરીક નામે વાસુદેવ થશે. આયુષ્ય પૂર્ણ કરી તે છઠ્ઠી નરકમાં જશે. ૬
Page #506
--------------------------------------------------------------------------
________________
થીઋષભનાથ ચરિત્ર
૪૬૭ વાણારસીનગરીમાં અગ્નિસિંહ રાજા અને શેષવતીદેવીનો પુત્ર છપન હજાર વર્ષના આયુષ્યવાળો, છગ્લીશ ધનુષ્યના શરીરવાળો, અરજિન અને મલ્લિજિનના આંતરામાં સાતમે દત્ત નામે વાસુદેવ થશે. આયુષ્ય પૂર્ણ કરી તે પાંચમી નરકમાં જશે. ૭
રાજગૃહી નગરમાં (અધ્યાનગરીમાં) દશરથરાજા અને સુમિત્રાદેવીને પુત્ર બાર હજાર વર્ષના આયુષ્યવાળો, સેળ ધનુષ્ય પ્રમાણ દેહવાળે, મુનિસુવતજિન અને નમિજિનના આંતરામાં આઠમો નારાયણ (લક્ષમણ) નામે વાસુદેવ થશે. તે આયુષ્ય પૂર્ણ કરીને ચોથી નરકમૃથ્વીમાં જશે. ૮
મથુરાનગરીમાં વસુદેવ રાજા અને દેવકીને પુત્ર એક હજાર વર્ષના આયુષ્યવાળો, દશ ધનુષ્યના શરીરવાળે, નેમિજિનેશ્વરની ઉપાસના કરનાર, નવમે કૃષ્ણ નામે. વાસુદેવ થશે. તે ત્રીજી નરકપૃથ્વીમાં જશે. ૯
વાસુદેવ અને બળદેવના પિતા એક જ હોય છે, દેહની ઊંચાઈ પણ સમાન જ હોય છે, બીજે જે વિશેષ છે તે આ છે –
તેમાં પ્રથમ અચલ નામે બળદેવ તે ભદ્રાદેવીને પુત્ર, પંચ્યાસી લાખ વર્ષના આયુષ્યવાળો થશે. ૧ - બીજે વિજય નામે બળદેવ તે સુભદ્રાદેવીને પુત્ર, પંચોતેર લાખ વર્ષના આયુષ્યવાળો થશે. ૨
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૬૮
શ્રી ઋષભનાથ ચરિત્ર ત્રીજે ભદ્ર નામે બળદેવ તે સુપ્રભાદેવીને પુત્ર, પાંસઠ લાખ વર્ષના આયુષ્યવાળે થશે.
ચોથે સુપ્રભ નામે બળદેવ તે સુદર્શન દેવીનો પુત્ર, પંચાવન લાખ વર્ષના આયુષ્યવાળે જાણ. ૪
માંચમો સુદર્શન નામે બળદેવ તે વિજયાદેવીને પુત્ર, સત્તર લાખ વર્ષના આયુષ્યવાળો થશે. ૫
છઠ્ઠો આનંદ નામે તે વિજયાદેવીને પુત્ર, પંચાશી. હજાર વર્ષના આયુષ્યવાળે થશે. ૬
સાતમે નંદન નામે બળદેવ તે જયંતીદેવીને પુત્ર, પાંસઠ હજાર વર્ષના આયુષ્યવાળે થશે. ૭.
આઠમે પદ્મ (રામચંદ્ર) નામે બળદેવ તે અપરાજિતા દેવીને પુત્ર, પંદર હજાર વર્ષના આયુષ્યવાળો થશે. ૮
નવો રામ (બળભદ્ર) નામે બળદેવ તે રોહિણીદેવીને પુત્ર, બારસે વર્ષના આયુષ્યવાળો થશે.
તેઓમાં આઠ બળદેવ મેક્ષમાં જશે, નવમે રામ. (બળભદ્ર) પાંચમા બ્રહ્મદેવલોકમાં જશે, ત્યાંથી ચવીને આવતી ઉત્સપિરણીમાં ભરતક્ષેત્રમાં તે કૃષ્ણના તીર્થમાં મોક્ષે જશે.
નવ પ્રતિવાસુદેવે તે આ પ્રમાણે છે :
અશ્વગ્રીવ ૧, તારક ૨, મેરક ૩, મધુ ૪, નિશુંભ ૫, બલી ૬, પ્રફ્લાદ ૭, લંકાપતિ રાવણ ૮, અને મગધેશ્વર જરાસંઘ. ૯
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૬૯
આ સર્વે વાસુદેવના પ્રતિમલ્લ ચક્રના પ્રહાર કરનારા ચક્રને ધારણ કરનારા, વાસુદેવના હાથમાં ગયેલા પેાતાના જ ચક્ર વડે હણાનારા નરકમાં થશે.
શ્રી ઋષભજિનેશ્વરના મુખેથી ભાવિ તીર્થંકર આદિના સ્વરૂપને સાંભળીને ભરતેશ્વર ભવ્યનેાના સમૂહથી વ્યાપ્ત તે સભાને જોઈ ને હિ ત મનવાળા ફરીથી પ્રભુને પૂછે છે કે :–હુ ત્રિજગત્પતિ ! જિનેશ્વર ભગવંત ! ત્રણે જગત્ એક થયા હાય તેમ પરિપૂર્ણ પણે રહેલી, તિય ચમનુષ્ય અને દેવાથી યુક્ત, વિશાળ એવી આ પદામાં અહી શુ એવા કેાઈ જીવ છે કે, જે આપની જેમ તીને પ્રવર્તાવીને આ ભરતક્ષેત્રને પવિત્ર કરશે ?
ઋષભપ્રભુ આ પ્રમાણે કહે છેઃ-હે ભરત! જે આ તારા મરીચિ નામે પુત્ર, પ્રથમ પરિવ્રાજક, આ—રૌદ્ર ધ્યાનથી હીન, સમ્યક્ત્વ વડે શાભતા, ચાર પ્રકારના ધમ ધ્યાનને ધ્યાવતા એકાંતમાં રહેલા છે, કાદવ વડે રેશમી વસ્ત્રની જેમ, નિ:શ્વાસ વડે દર્પણની જેમ, હમણાં એને જીવ કર્મ વડે મિલન છે. તે અગ્નિથી પવિત્ર થયેલા વજ્રની જેમ, જાત્યસુવર્ણની જેમ, શુકલ ધ્યાનના સંચાગ વડે અનુક્રમે શુદ્ધિને પામશે, પ્રથમ તે આ જ જ ભરતક્ષેત્રમાં પાતનપુરમાં ત્રિપુષ્ઠ નામે વાસુદેવ થશે. તે પછી અનુક્રમે તે પશ્ચિમ મહાવિદેહમાં સૂકા નગરીમાં ધન જય અને ધારિણીદેવીના પુત્ર પ્રિયમિત્ર ચક્રવતી થશે, તે પછી ચિરકાળ સસારમાં ભમીને આ ભરતક્ષેત્રમાં એ મહાવીર નામે ચાવીશમા તીથ કર થશે.
Page #509
--------------------------------------------------------------------------
________________
૪so
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળીને ભરતેશ્વર સ્વામીની અનુજ્ઞા લઈને, ભગવંતની જેમ વાંદવા માટે મરીચિ તરફ જાય છે, જઈને તેને નમસ્કાર કરતાં કહે છે કે – જે તમે વાસુદેવામાં પ્રથમ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થશે, વિદેહમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી થશે, તે તમારા વાસુદેવપણને, ચક્રવતીપણાને કે પરિવ્રાજકના વેષને હું વંદન કરતું નથી, પરંતુ જે તમે ચોવીસમા અરિહંત થશો, તેથી તમને હું વંદન કરું છું, આ પ્રમાણે કહી, બે હાથ જોડી તેને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન કરે છે.
હવે ભરતરાજા જગતના નાથને નમસ્કાર કરી નાગરાજ જેમ નાગપુરીમાં જાય તેમ અધ્યા નગરીમાં જાય છે.
મરીચિ ભરતરાજાની વાણીથી અત્યંત પ્રમોદ થવાથી ત્રણ વખત હાથના આશ્લેટનપૂર્વક આ પ્રમાણે બેલાવા. લાગે છે –
જે હું વાસુદેવામાં પ્રથમ, વિદેહમાં ચક્રવતી અને અંતિમ તીર્થંકર થઈશ, તે આટલાથી મારે સર્વ પૂર્ણ છે. અરિહંતોમાં પ્રથમ મારા પિતામહ છે, ચક્રવતમાં પ્રથમ મારા પિતા છે, અને વાસુદેવામાં પ્રથમ હું છું. આથી મારું કુળ ઉત્તમ છે. જેવી રીતે
એક બાજુ હાથીઓનો સમૂહ અને બીજી તરફ ઐરાવણ. હિય, તેમ એક તરફ ત્રણે લેક અને બીજી તરફ મારું કુળ છે. ગ્રહોમાં સૂર્યની જેમ, તારાઓમાં ચંદ્રની જેમ, સર્વ કુળ કરતાં મારું કુળ શ્રેષ્ઠ છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૭
આ પ્રમાણે પિતાના કુળને મદ કરતા મરીચિએ કરે ળિયાની જાળની જેમ નીચગવ્ય કર્મ ઉપાર્જન કર્યું. - હવે પુંડરીક વગેરે ગણધરેથી પરિવરેલા ઋષભપ્રભુ વિહારના બહાને પૃથ્વીને પવિત્ર કરતા, ત્યાંથી ચાલે છે. વિહાર કરતા પ્રભુ કૃપા વડે પુત્રની જેમ કેશલ દેશના લોકોને ધર્મમાં કુશળપણું પમાડતા, પરિચિતની જેમ મગધદેશના લેકેને તપમાં તત્પર કરતા, સૂર્ય જેમ કમળકોશને વિકસિત કરે તેમ કાશીદેશના લેકોને વિકસિત કરતા, ચંદ્ર જેમ સમુદ્રને આનંદ પમાડે તેમ દશાર્ણ દેશના નિવાસીઓને આનંદ પમાડતા, મૂતિની જેવા ચેદી દેશના માણસોને દેશનારૂપી અમૃત વડે ચેતના પમાડતા, વાછરડાની જેવા માલવ દેશના નિવાસીઓને ધર્મની ધુરાને વહન કરાવતા, પાપ અને વિપત્તિના નાશથી ગૂર્જર દેશના લોકોને દેવની જેવા કરતા, વૈદ્યની જેમ સૌરાષ્ટ્ર દેશના નિવાસી લોકોને પ્રશસ્ત ભાવયુક્ત કરતા અનુક્રમે શત્રુંજય તરફ જાય છે. શ્રી ઋષભદેવ પ્રભુનું શત્રુંજય તીર્થમાં આગમન
તે ગિરિવરનું વર્ણન કરે છે. કેઈક ઠેકાણે રૂપાની શિલાઓના સમૂહ વડે વૈદેશિક વૈતાઢ્યની જેવા, કઈક ઠેકાણે સુવર્ણ પાષાણના સમૂહ વડે જાણે મેરુને તટ લવા હોય એવા, કેઈક ઠેકાણે રત્નની ખાણો વડે બીજે રત્નાચળ હોય એવા, કેઈક ઠેકાણે ઔષધિઓ વડે સ્થાનાંતર થઈને રહેલા હિમગિરિ જેવા, નિરંતર સંસક્ત
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૯૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેઘ વડે જાણે વસ્ત્ર પહેર્યુ હાય એવા, ઝરણાંના પાણી વડે ખાંધ ઉપર લટકાવેલા ઉત્તરીય વજ્ર જેવા, દિવસને વિષે શિખરની સમીપે રહેલા સૂર્ય વડે મુગટ ધારણ કર્યાં હોય એવા, રાત્રિમાં ચંદ્ર વડે ચંદન રસના તિલકના ચિહ્નવાળા હાય એવા, આકાશ પર્યંત સુધી રહેલા શિખરા વડે જાણે હજાર મસ્તકવાળા હોય એવા, ઊંચા તાડના વૃક્ષેા વડે અનેક ખાડુ દંડવાળા હોય એવા, નાળિચેરના વનખડામાં મોટેથી પાકેલા ફળના ગુચ્છાઓને વિષે પોતાના બાળકના ભ્રમથી, વેગથી કૂદતા વાનરા વડે વ્યાપ્ત, ઊંચા કાનવાળા હરણા વડે, આમ્રફળને ભેગા કરવામાં આસક્ત એવી સેાર દેશમાં નિવાસ કરનારી સ્ત્રીએના સંભળાતા છે મધુર ગાન જેમાં એવા, વિકસિત સળીના બહાનાથી સફેદ્ઘ કેશ ઉત્પન્ન થયા હાય એવા ઘરડાં કેતકીવૃક્ષેા વડે ભરાયેલી છે ઉપરની ભૂમિ જેને એવા, સ્થાને સ્થાને સુખડના દ્રવથી ધાળા થયેલા સિંદુવાર વ્રુક્ષા વડે માટેથી સર્વાં અંગે મંગળ તિલકાની શ્રેણી કરી હાય એવા, શાખા ઉપર રહેલા વાંદરાઓના પૂછડાથી જટારૂપ કરાયેલા આમલીના વૃક્ષેા વડે પીપળા અને વડના ઝાડનું અનુકરણ કરાયું છે જેમાં એવા, અતિ અદ્ભુત પેાતાના વિસ્તારની સોંપત્તિ વડે હર્ષિત થયા હાય એવા, નિત્ય રામાંચિત ફળવાળા ફણસ વડે ઉપÀાભિત, અમાવાસ્યાની રાત્રિના અંધકાર સરખા શૈલુ વૃક્ષ (શ્લેષ્મનાશક વ્રુક્ષ) વડે લવાયેલા અંજનગિરિની ચૂલિકાની જેમ શેાભતા, શુકની ચાંચની જેમ રક્તકુસુમની સમૃદ્ધિવાળા કેસૂડાંના
Page #512
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૭૩
વૃક્ષા વડે કુંકુમના સ્થાસક (થાપા) વડે મહાગજની જેમ શાભતા, કાઈક ઠેકાણે દ્રાક્ષમાંથી બનેલી, કાઈક ઠેકાણે ખજૂરમાંથી બનેલી અને કોઈક ઠેકાણે તાડમાંથી બનેલી હિરાને પીતી ભીલડીએ વડે કરાતી ગાષ્ઠી જેમાં એવા, સ્ખલના નહિ પામતા એવા સૂર્યના કિરણરૂપી ખાણુાથી પણ ન ભેદાય એવા, તાંબૂલી (નાગરવેલ)ના વનમાંડપ વડે જાણે બખ્તરને ધારણ કરતા હાય એવા, ત્યાં મહાવૃક્ષાના તળને વિષે લીલા ઘાસના અંકુરાઓના આસ્વાદથી પ્રસન્ન એવા હરણના સમૂહા વડે કરાતુ છે વાળેાગવું જેમાં, લાંબા વખત સુધી આમ્રફળના આસ્વાદમાં નિમગ્ન છે ચંચુપુષ્ટ જેના એવા જાત્યયૈ જેવા શકેા વડે નિર'તર સુશોભિત, કેતકી—ચ'પક-અશાક-કદખ અને અકુલમાંથી ઉત્પન્ન થયેલ પવનથી ઉછળેલ પરાગ વડે રોયુક્ત છે છે શિલાતળ જેનું એવા, મુસાફરના સમૂહ વડે અફળાવાતા નાળિયેરના પાણી વડે ચારે તરફથી કાદવરૂપ થયેલ છે પ તની નજીકનું પૃથ્વીતળ જેમાં, ભદ્રશાળ વગેરે વનેામાંથી કોઈ પણ એક વન જ્યાં વિશાળપણાથી શાલતા વૃક્ષના સમૂહ વડે શેભિત, મૂળમાં પચાસ ચેાજન વિસ્તારવાળા, શિખર ઉપર દશ ચાજન વિસ્તારવાળા, આઠ ચેાજન ઊ’ચા એવા તે ગિરિવર ઉપર પ્રભુ ચઢે છે.
ત્યાં તરત જ દેવ અને અસુરાએ બનાવેલા સમવસરણમાં સર્વ જીવાનુ હિત કરનારા 'ભગવંત એસીને દેશના કરે છે. તે વખતે દેશના આપતા પ્રભુની ગ ંભીર
Page #513
--------------------------------------------------------------------------
________________
४७४
શ્રી ઋષભનાથ ચરિત્ર વાણીના ગુફામાંથી ઉત્પન્ન થયેલા પ્રતિશબ્દ વડે તે પર્વત અનુવાદ કરતો હોય તેમ શેભે છે.
હવે પ્રથમ પિરિસી પૂર્ણ થવાથી ત્રણ જગતના નાથ વર્ષાકાળ ગયે છતે મેઘ જેમ વૃષ્ટિથી અટકે તેમ દેશના વિધિથી વિરામ પામે છે. તે સ્થાનથી ઉઠીને તે દેવના દેવ દેવે બનાવેલા બીજા ગઢની વચ્ચે રહેલા દેવજીંદામાં બેસે છે.
તે પછી પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી મહારાજાના યુવરાજની જેમ સ્વામીને પાદપીઠ ઉપર બેસે. છે. બેસીને તે ગણધરવર્ય તે જ પ્રમાણે રહેલી સભામાં ભગવંતની જેમ ધર્મદેશના કરે છે. આ પ્રમાણે તે ગણધર પણ પ્રભાતમાં વાયુ હિમરૂપી અમૃતનું સિંચન કરે, તેમ બીજી પિરિસીમાં દેશના આપે છે.
આ પ્રમાણે ઋષભદેવ પ્રભુ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મદેશના કરતા અષ્ટાપદપર્વતની જેમ ત્યાં કેટલાક કાળ રહે છે.
એક વખત જગદ્ગુરુ અન્યત્ર વિહાર કરવાને ઈચ્છતા ગણધરેમાં પુંડરીક (1) કમળ સરખા તે પુંડરીક ગણધરને કહે છે કે – હે મહામુનિ! અમે અહીંથી અન્યત્ર વિહાર કરવા માટે જઈશું. તમે કોડે મુનિના પરિવાર સહિત આ ગિરિ ઉપર જ રહો, અહીં ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત આપને નિશ્ચ કેવળજ્ઞાન ઉત્પન્ન
થશે.
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૭૫
તે પછી તે ગણધર “તેમ થાઓ” એ પ્રમાણે સ્વામીના વચનને સ્વીકારીને અને પ્રણામ કરીને કોડે મુનિઓના સમૂહથી પરિવરેલા ત્યાં જ રહે છે.
નાભિનંદન જિનેશ્વર તરંગવાળે સમુદ્ર જેમ કાંઠા ઉપરના ખાડાઓમાં રત્નોના સમૂહને મૂકે તેમ પુંડરીક ગણધરને ત્યાં મૂકીને પરિવાર સહિત અન્યત્ર જાય છે.
તે ગણધર ઉદયાચળના કિનારે નક્ષત્રની સાથે ચંદ્રની જેમ, મુનિઓ સાથે તે પર્વત ઉપર રહે છે. તે પછી તે પુંડરીક ગણધર પરમ સંવેગરંગથી રંગાયેલા અમૃત સરખી મધુર વાણુ વડે શ્રમણ સમુદાયને આ. પ્રમાણે કહે છે :દ્રવ્યભાવ સંલેખનાપૂર્વક પુંડરીક ગણધરનું નિર્વાણ
જયના અભિલાષીઓને સીમાડાને અંતે રહેલી પૃથ્વીને સાધનારા કિલ્લાની જેમ ક્ષેત્રના પ્રભાવવડે તે આ ગિરિરાજ મોક્ષના કારણભૂત છે. મોક્ષના બીજા પરમ સાધનરૂપ સંખના પણ કરવી જોઈએ, તે સંલેખના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે, ત્યાં સર્વ ઉન્માદરૂપી મહારોગના કારણરૂપ સર્વ ધાતુઓના શેષણરૂપ દ્રવ્ય સંલેખના કહી છે, અને જે રાગદ્વેષ–મેહ અને કષાયરૂપ ભાવરિપુઓને સર્વ તરફથી છેદ કરે તે ભાવસંલેખના જાણવી.
આ પ્રમાણે કહીને તે પુંડરીક ગણધર કોડે. સુનિઓ સાથે સૂક્ષમ અને બાદર અતિચારેની આલેચના.
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૭૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરે છે, અત્યંત વિશુદ્ધિ નિમિત્તે તે ફરીથી મહાવ્રતાનુ આરેપણ કરે છે, વસ્ત્રને બે-ત્રણ વાર ધાવું તે ખરેખર અત્યંત નિળતાનું કારણ થાય.
किंचि मंगुलं रइयं ।
छह वि जीवणिकायाण, जं मए ते मे खमंतु सव्वे, एस खमामि भावेण ॥ | १ | છ ચે. જીવનિકાચેાનુ' જે કાંઇ મેં અનિષ્ટ કર્યું” હાય, તે સ મને ક્ષમા આપે, આ હું ભાવથી ખમાવું છુ', ૧
जे जाणमजाणं वा, रागद्दोसेहिं अहव मोहेणं । जं दुक्खविया जीवा, खमंतु ते मज्झ सव्वे वि ॥२॥
જાણતાં કે અજાણતાં રાગ-દ્વેષ અથવા મેહ વડે જે જીવાને મેં દુઃખ પમાડયું હોય તે સ* મને ક્ષમા આપે. ર
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएस, वेरं मज्झ न केणइ ||३||
સ જીવેાને હું ખમાવુ છું', સજીવો મને ક્ષમા આપે, મારે સ`જીવા ઉપર મૈત્રી છે, મારે કેાઈની સાથે ઔર નથી. ૩
આ પ્રમાણે કહીને તે સમસ્ત શ્રમણેા સાથે આગાર વગરના અત્યંત દુષ્કર એવા ભાવચરમ અનશનને સ્વીકારે
છે, ક્ષપક–શ્રેણીમાં ચઢેલા એજસ્વી એવા તેમના ઘાતિ
»
Page #516
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૭૭
કર્મો ચારે તરફથી જીર્ણ દેરડાની જેમ તૂટે છે. તે વખતે તે ક્રોડોની સંખ્યાવાળા તે સાધુઓના પણ ઘાતિકર્મો તરત જ તૂટે છે, “તપ એ સર્વને સાધારણ હોય છે.”
માસિક લેખનાને અંતે ચૈત્ર માસની પૂર્ણિમાને વિષે પુંડરીક ગણધરને પ્રથમ કેવળજ્ઞાન થયું, અને પછી તે મહાત્માઓને થયું. તે પછી તે ચગીઓ શુકલધ્યાનના ચોથા પાયામાં રહેલા ગરહિત થયા થકાં નાશ કર્યો. છે. સમસ્ત કર્મ જેણે એવા નિર્વાણ પદવી પામ્યા.
તે વખતે સ્વર્ગમાંથી દેવે આવીને મરુદેવી માતાની જેમ ક્ષણવારમાં ભક્તિ વડે તેઓને નિર્વાણગમન મહત્સવ. કરે છે. " જેવી રીતે ભગવાન કહષભસ્વામી પ્રથમ તીર્થકર થયા, તેવી રીતે શત્રુંજયગિરિ પણ તે વખતે પ્રથમ તીર્થ થયું.
જયાં એક પણ મુનિવર મોક્ષે જાય તે પણ પવિત્ર તીથ થાય, તે જ્યાં તેટલા મહર્ષિઓ સિદ્ધ થાય, ત્યાં તેના પવિત્રપણામાં વળી શું કહેવાનું હોય?
હવે ભરતેશ્વર રાજા શ્રી શત્રુંજયગિરિ ઉપર રત્નશિલામય મેરુપર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનારા રીત્યને કરાવે છે. તેના મધ્યમાં રાજા ચિત્તમાં ચેતનાની જેમ પુંડરીક સ્વામીની પ્રતિમા સહિત શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમાને સ્થાપે છે.
ભગવાન પણ વિવિધ દેશમાં વિચરતા ચક્ષુ આપ
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૭૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
વાથી અંધને જેમ અનુગ્રહ થાય તેમ બેધિ (સમ્યકત્વ) આપવા વડે ભવ્ય જીને અનુગ્રહ કરે છે.
ભગવંતના પરિવારની સંખ્યા ઋષભપ્રભુના કેવળજ્ઞાનથી આરંભીને ચોરાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, શ્રાવકે * સાડાત્રણ લાખ, તેમ જ શ્રાવિકાઓ પાંચ લાખ ચેપન હજાર, ચૌદપૂર્વધર ચાર હજાર સાતસો પચાસ હતા, અવધિજ્ઞાની સાધુઓ નવ હજાર, કેવળજ્ઞાની સાધુઓ વીશ હજાર, વૈક્રિયલબ્ધિ પામેલા મહાત્મા સાધુઓ વિશહજાર છસો, તેમજ વાદી અને મનઃ પર્યાવજ્ઞાની જુદા જુદા બારહજાર છસો પચાસ હતા, તેમ જ ત્રિભુવનપતિ ગષભપ્રભુને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા બાવીશહજાર મહાભાઓ થયા.
sષભપ્રભુનું નિર્વાણ આ પ્રમાણે ભગવાન આદિનાથ તીર્થકર જેમ પ્રજાઓને વ્યવહારમાં સ્થાપી હતી તેમ ધર્મમાં ચતુર્વિધ સંઘને સ્થાપે છે.
દિક્ષાકાળથી એક લાખ પૂર્વ ખપાવીને તે પછી ભગવાન પોતાનો મોક્ષકાળ જાણીને અષ્ટાપદ પર્વત તરફ જાય છે. * કલ્પસૂત્રમાં-ત્રણ લાખ પાંચ હજાર ઉત્કૃષ્ટ શ્રમણોપાસકે
(શ્રાવકો)ની સંપદા હતી (૨૧૬), બાવીશ હજાર નવો અનુત્તરૌપપાતિકની સંપદા હતી (૨૨૬) એ પ્રમાણે વિશેષ જાણ.
Page #518
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯
અનુક્રમે વિહાર કરતા તે પ્રભુ પરિવાર સહિત અષ્ટાપદ પર્યંત પાસે પહેાંચે છે. ત્યાં પહાંચીને નિર્વાણુ મદિરના પગથિયાની જેમ તે પત ઉપર ચઢે છે, ત્યાં ઋષભદેવ પ્રભુ દશહજાર મુનિએ સાથે ચતુર્દશ ભક્ત (છ ઉપવાસ) તપ વડે પાદાપગમન અનશનને સ્વીકારે છે.
તે વખતે પર્વતના રક્ષક પુરુષા ત્યાં રહેલા જગદુંગુરુને જાણીને શીઘ્ર જઈ ને ભરતચક્રવતીને જણાવે છે.
તે ભરતરાજા પ્રભુના ચતુર્વિધ આહારના પચ્ચક્ ખાણને સાંભળીને અંતરમાં પેઠેલા શલ્યની જેમ શેકવર્ડ પીડા પામ્યા. તે પછી મેાટા શાકરૂપી અગ્નિથી એકદમ સ્પર્શ કરાયા હોય તેમ તે ભરત સિમક્રિમ એ પ્રમાણે શબ્દ કરતા અગ્નિના સ્પર્શ કરનાર વૃક્ષ જેમ જળબિં’દુએને છેડે તેમ આંસુઆને મૂકે છે. અંતઃપુરના પરિવારથી યુક્ત, અત્યંત દુ:ખથી પીડા પામેલા ભરત પગે ચાલતા અષ્ટાપદ પર્વત તરફ જાય છે. તે પગમાં લાગતા કર્કશ કાંકરાઓને પણ ગણતા નથી, કારણકે હર્ષોંની જેમ શાકથી પણ વેદના જણાતી નથી.
કાંકરાથી વિધાયેલા પગમાંથી લાહીની ધારાએ ઝરે છે, તેથી તેના ચરણન્યાસના માર્ગ અલતાથી ર'ગાચા હાય એવા થાય છે, ચઢવાના સમયમાં ગતિને વિશ્ર્વ ન થાય, એથી વાહન વડે પાસે ગમન કરનારા લેાકેાને પણ રાજા અવગણે છે. તે માથે છત્ર રાખ્યુ હાવા છતાં અત્યંત તપેલા હાય તેમ થઈને જાય છે, અમૃતની
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૮૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
વૃષ્ટિ વડે પણ લાંબા કાળના સંતાપ કયારે ય શાંત થતા નથી.
શાકથી વ્યાકુળ થયેલા તે ભરત રાજા હાથને ટેકા આપનારા પેાતાના સેવાને માર્ગમાં માટેથી વળગતા વૃક્ષની શાખાના છેડાની જેમ દૂર કરે છે. નદીના પટમાં જનારી હાડી જેમ કાંઠે રહેલા વૃક્ષેાને પાછળ કરે તેમ તે આગળ ચાલતા વેત્રી પુરુષને પણ વેગ વડે પાછળ કરે છે, ચિત્તની જેમ વેગ વડે જવા માટે ઉત્સુક તે ચક્રવતી પગલે પગલે સ્ખલના પામતી ચામરધારિણીઆની પણ રાહ જોતા નથી, વેગ વડે ઉછળી-ઉછળીને વારંવાર છાતી સાથે અફળાવા વડે પડી જતાં મેાતીના હારને પણ રાજા જાણતા નથી. ઋષભ પ્રભુમાં ચિત્ત જવાથી, પાસે રહેલા એવા ગિરિપાલકોને વારવાર સ્વામીનું વૃત્તાંત પૂછવા માટે વેત્રીપુરુષ મારફત ખેલાવે છે, ધ્યાનમાં રહેલા ચેાગીની માફક તે કાંઈ પણ જોતા નથી, કાઈનું વચન સાંભળતા નથી, એક પ્રભુનું જ કરે છે.
ધ્યાન
ભરતેશ્વર વેગ વડે પવનની જેમ માને ટૂંકા કરતા ક્ષણવારમાં અષ્ટાપદ પવ ત પાસે પહેાંચે છે, સામાન્ય જનની માફક પગે ચાલવા છતાં પણ પરિશ્રમને નહિ જાણતા ભરતેશ્વર તે પછી અષ્ટાપદ પર્વત ઉપર ચઢે છે. ત્યાં શાક અને હર્ષોંથી યુક્ત તે ચક્રવતી પ“કાસને રહેલા ત્રિજગત્પતિને જુએ છે, જોઈને જગત્પતિને પ્રદક્ષિણા
Page #520
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૮૧
કરીને અને વંદન કરીને દેહથી છાયાની જેમ પાસે રહેલે ચક્રવર્તી સેવા કરે છે.
પ્રભુ આ પ્રકારે રહે છતે આ અમારા ઉપર કેમ બેસે છે? એ પ્રમાણે હેતુથી જાણે ઈંદ્રોના આસને કંપ્યા..
તે પછી ચોસઠે ઈંદ્રો અવધિજ્ઞાનથી આસનકંપનું કારણ જાણીને જલદી જિનેશ્વર પાસે આવે છે. તેઓ પણ પ્રદક્ષિણું કરીને પરમાત્માને પ્રણામ કરીને ખેદયુક્ત ચિત્તવાળા આલેખાયેલા હોય તેમ જિનેશ્વરની પાસે ઊભા રહે છે.
તેવી રીતે આ અવસર્પિણના ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયાં બાકી હતાં, ત્યારે માઘમાસની કૃષ્ણ પક્ષની તેરસની (મહાવદી ૧૩) તિથિએ પૂર્વાહ્ન સમયે અભિજિત નક્ષત્રમાં ચંદ્રગ આવ્યે છતે, પર્યકાસને બેઠેલા બાદરકાય એગમાં રહીને બાદર મન અને વચનના યેગોને રૂંધે છે, તે પછી સૂક્ષ્મ કાયગ વડે બાદર કાયોગને અને સૂક્ષ્મ મન-વચનના વેગોને રૂંધે છે. તે પછી અનુક્રમે પ્રભુ સૂક્ષ્મ કાયયેગને રૂંધતા સૂક્ષ્મક્રિયા * અપ્રતિપાતિ નામના ત્રીજા શુકલધ્યાનને સાધે છે. તે પછી જિનેશ્વર પાંચ હસ્તાક્ષર ઉચ્ચાર માત્ર કાળવાળા સમુચ્છિન્ન કિયા અનિવૃત્તિ નામના ચોથા ધ્યાનમાં ચઢે છે. ત્યાં આરહણ કરીને સર્વ દુઃખને ત્યાગ કરી કેવળ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, કમનો ક્ષય કરી, પ્રજન, * ૩૧
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૮૧
શ્રી ઋષભનાથ ચરિત્ર
પૂર્ણ કરી, અનંતવીય-સુખથી સમૃદ્ધ એવા તે ઋષભ પ્રભુ મધના અભાવે એર'ડખીજની જેમ સ્વભાવથી ઉધ્વગતિવાળા ઋજુ ગતિએ લાકના અગ્રભાગે પહોંચે છે.
તે દશહજાર સાધુએ પણ અનશન સ્વીકારી ક્ષપક શ્રેણીએ ચઢી સર્વે કેવળજ્ઞાન પામી ચારે તરફથી મન વચન-કાયાના ચેાગને રૂધીને ક્ષણવારમાં સ્વામીની જેમ પરમપદ્મ મેાક્ષને પામે છે.
સ્વામીના નિર્વાણ કલ્યાણથી સુખના લેશને પણ નહિ જોનારા નારકોને પણ ક્ષણવાર દુ:ખાગ્નિ શાંત થા. મહાશાકથી આક્રાંત થયેલા ચક્રવતી પણ તે જ ક્ષણે મૂર્છા પામી વાથી હણાયા હોય તેમ પૃથ્વી ઉપર પડ્યો.
તે વખતે મા' દુઃખ આવ્યે છતે દુઃખને શિથિલ કરવાના કારણરૂપ રાવાનુ` કોઈપણ જાણતું ન હતુ, તેથી ઇંદ્ર પોતે દુઃખ શિથિલ કરવાના કારણરૂપ તે રુદન ચક્રવર્તી ને જણાવવા માટે મોટેથી મોટી પેાકારપૂર્વક રુદન કરે છે, તેથી દેવા પણ ઇંદ્રની પાછળ રુદન કરે છે, સમાનદુઃખવાળા પ્રાણીઓની ચેષ્ટા સરખી જ હોય છે.
ચક્રવતી પણ તેઓનું રુદન સાંભળીને સજ્ઞા પામીને મેટાસ્વરે બ્રહ્માંડને ફાડી નાખતા હોય તેમ આક્રંદ કરે છે, તે વખતે રાવાથી રાજાની મેાટી એવી પણ શાકની ગાંઠ, મોટા પ્રવાહના મોટા વેગ વડે પાળને ધ જેમ ફૂટે તેમ ફૂટી જાય છે.
Page #522
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૮૩
તે પછી સુર-અસુર અને મનુષ્યેાના વારંવારના રુદન વડે ત્રણેય લેાકમાં કરુણરસ એક છત્રવાળે જાણે થયેા.
ત્યારથી માંડીને લેાકમાં પણ પ્રાણીઓના શાકના -સંભવમાં આ શેકરૂપી શલ્યના વિનાશ કરનાર આ હાવાના માર્ગ પ્રવાં.
ભરતરાજા સ્વાભાવિક ધૈય ના ત્યાગ કરી, દુ:ખી થયેલા, તિય "ચાને પણ દુ:ખ પમાડતે, આ પ્રમાણે વિલાપ કરે છે ઃ
હા. તાત ! હા જંગમ ! હા કૃપારસના સાગર ! અજ્ઞાની એવા અમેને આ સંસારરૂપી અરણ્યમાં કેમ તમે છેડી દીધા ? દીપક વિના અંધારાની જેમ નિમળ કેવળજ્ઞાનના પ્રકાશક એવા તમારા વિના આ સ'સારમાં અમે કેવી રીતે રહીશુ ? હે પરમેશ્વર ! છદ્મસ્થ જનની જેમ આ તમારુ મૌન કેમ છે? દેશના કરે, આ માણસ ઉપર કેમ અનુગ્રહ કરતા નથી ? અથવા તેા હે ભગવંત! તમે લેાકના અગ્રભાગ ઉપર ગયા તેથી તમે ખેલતા નથી, પરંતુ તે મારા ભાઈએ દુઃખી એવા મારી સાથે કેમ ખેલતા નથી ! અથવા તે પણ જાણ્યું. ખરેખર ! તેએ હુંમેશાં સ્વામીને અનુસરનારા છે, મારા કુળમાં મારા વિના ખીજો કાઈ સ્વામીને ન અનુસરે એવા નથી.
ત્રણ જગતનું રક્ષણ કરનારા પિતા, માહુબલિ વગેરે નાના ભાઈએ, બ્રાહ્મીસુંદરી બહેનેા, પુ’ડરીક આદિ પુત્રા,
Page #523
--------------------------------------------------------------------------
________________
४८४
શ્રી ઋષભનાથ સ્ત્રિ
શ્રેયાંસ વગેરે પૌત્રે, આ સર્વ સમસ્ત કર્મશત્રુને હણીને લેકના અગ્રભાગે-મોક્ષમાં ગયા. હું તે જીવિતને વહાલું કરીને હજુ પણ જીવું છું.
તે વખતે શોક વડે જીવિતથી નિર્વેદ પામીને મરવાને જાણે ઇચ્છતા હોય એવા ચકવતીને જોઈને ઈંદ્ર તેને બેધ પમાડવા માટે આ પ્રારંભ કરે છે – ' હે ભરતેશ્વર! હે મહાસત્ત્વથી શોભાયમાન ! આપણું આ સ્વામી જાતે સંસાર સમુદ્રને તર્યા અને બીજાઓને પણ તાર્યા. તીર્થ વડે–પાણીમાં ઉતરવાના માર્ગ વડે જેમ મહાનદીને ઉતરે તેમ જિનેશ્વરે સ્થાપન કરેલા તીર્થ વડે બીજા પણ સંસારી જી લાંબા કાળ સુધી સંસાર– સમુદ્રને પાર કરશે. તે ભગવંત પિતે કૃતકૃત્ય હવા, છતાં, બીજા લોકોને કૃતકૃત્ય કરવા માટે એક લાખ પૂર્વ વર્ષ સુધી રહ્યા. સમસ્ત લેક ઉપર અનુગ્રહ કરીને કલ્યાણકારી, અચલ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનર્ભવ એવા સિદ્ધિગતિ નામના સ્થાન પામેલા. એવા જગસ્વામીને તું શેક કેમ કરે છે? જે મરણ પામીને મહાદુઃખના સમૂહવાળા સ્થાનવાળી લાખ યોનિ એમાં અનેકવાર ભટકે છે તે જ મરણ પામેલે શેક કવા લાયક છે. ' એ હે રાજેંદ્ર! સાધારણ માણસની માફક, મોક્ષપદને પામેલા પ્રભુને શેક કરતાં તું કેમ લજજા પામતે નથી? શેક કરતાં એવા તને અને શેક કરવા યોગ્ય એવા પ્રભુને.
Page #524
--------------------------------------------------------------------------
________________
-શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૮૫
આ બન્નેયને માટે આ ચોગ્ય નથી. જેમણે એક વખત પણ સ્વામીની ધર્મદેશના સાંભળી હોય, તે કયારેય શેક અને હર્ષ વડે જતા નથી, તે ફરી ફરી અનેકવાર દેશના સાંભળનારા તમે કેમ શેક વડે પરાભવ પામે ? - હે રાજન ! મહાસમુદ્રને ક્ષોભ, મેરુપર્વતને કંપ, -પૃથ્વીનું પરાવર્તન, વજની કુંઠતા, અમૃતનું વિરપણું, -ચંદ્રની ઉષ્ણતા ક્યારેય ન થાય, તેવી રીતે તમારે આ
ખેદ ન સંભવે એવે છે. હે રાજન ! તમે ધીર થાઓ, પિતાને ઓળખે, કારણકે ત્રણ જગતમાં એક ધીર એવા -તે પ્રભુના ખરેખર તમે પુત્ર છે.
આ પ્રમાણે ગેત્રના વૃદ્ધ પુરુષની જેમ ઈંદ્ર વડે બંધ કરાયેલ ભરતરાજા જળ જેમ શીતળપણું પામે તેમ સ્વાભાવિક ધીરતાને ધારણ કરે છે.
ઋષભજિનને નિર્વાણ મહત્સવ, હવે સૌધર્મેન્દ્ર સ્વામીશરીરનો સંસ્કાર કરવાની * સામગ્રી લાવવા માટે જલદી આભિગિક દેવોને આદેશ કરે છે. તે પછી દે ઇંદ્રના આદેશથી નંદનવનમાંથી ક્ષણવારમાં ગશીર્ષચંદનનાં કાઠે લાવે છે, ફરીથી તે દેવે ઇંદ્રના આદેશથી પૂર્વ દિશામાં પ્રભુના દેહના નિમિત્ત ગોશીષચંદન વડે ગેળ ચિતા રચે છે, તેમજ ઈક્વાકુ-કુળમાં ઉત્પન્ન થયેલા મહર્ષિઓને માટે દક્ષિણ દિશામાં ત્રણ ખૂણાવાળી . ચિતા કરે છે, વળી તે દેવે બીજા સાધુઓ માટે પશ્ચિમ દિશામાં ચાર ખૂણાવાળી ચિતા કરે છે.
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૮૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
હવે ઈન્દ્ર ક્ષીરસમુદ્રમાંથી પુષ્પરાવર્તમેઘની જેમ દેવે પાસે શીધ્ર જળ મંગાવે છે. તે જળ વડે ઇંદ્ર ભગવંતના શરીરને સ્ફવરાવે છે, તેમ જ ગશીર્ષચંદનના રસ વડે વિલેપન કરે છે. તે પછી ઇંદ્ર હંસના ચિહ્નવાળા દેવદૂષ્ય વસ્ત્ર વડે પરમેશ્વરના તે શરીરને ઢાંકે છે, ઢાંકીને તે પરમેશ્વરના શરીરને દિવ્ય માણિક્યના આભૂષણ વડે ભૂષિત કરે છે, બીજા દેવ બીજા મુનિઓને શરીરની પણ તે જ વખતે ઇંદ્રની જેમ ભક્તિવડે તે સર્વ સ્નાનઆદિ કરે છે.
તે પછી દે જુદા જુદા લાવેલા ત્રણ લેકના સારભૂત રત્ન વડે હજાર પુરુષે ઉપાડી શકે એવી ત્રણ શિંબિકાઓ કરે છે.
તે પછી ઇંદ્ર જાતે સ્વામીના ચરણોમાં પ્રણામ કરીને. પ્રભુના દેહને મસ્તક ઉપર ઉપાડીને શિબિકાની મધ્યમાં સ્થાપન કરે છે, બીજા દેવ ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા. મોક્ષ પદના અતિથિ એવા મુનિઓના શરીરને તેવી જ રીતે બીજી શિબિકામાં સ્થાપન કરે છે, તેમ જ બીજા. દેવ બીજા મુનિઓના દેહને પિતાના મસ્તકે ચઢાવીને ત્રીજી શિબિકામાં મૂકે છે.
હવે પિતે તે જિનેશ્વરની શિબિકાને ઉપાડે છે. બીજા દેવે બીજા મુનિઓની શિબિકાઓને ઉપાડે છે.
તે વખતે એક તરફ અપસરાએ તાલપૂર્વક રાસડા ગાતે છતે, બીજી તરફ મધુર શબ્દ કરતે છતે આગળ આગળ.
Page #526
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯૭ .
દેવતાઓ શેક વડે ધૂપના ધૂમાડાના બહાને આંસુને વમન કરતી હોય એવી ધૂપ ઘટીઓને ધારણ કરતે છતે, કેટલાક દે શિબિકાની ઉપર પુષ્પમાળાઓ ફેંકતે છતે, કેટલાક દેવે શેષના નિમિત્તે તે જ માળાઓને ગ્રહણ કરતે છતે, કેટલાક દેવ દેવદૂષ્ય વસ્ત્ર વડે આગળ તરણે કરતે છતે, કેટલાક દેવે આગળ યક્ષકઈમ વડે છાંટણું કરતે છતે, કેટલાક યંત્રમાંથી છૂટેલા પથરના ગેળાની જેમ આગળ આળોટતે છતે, મેહચૂર્ણથી આહત થયા હોય તેમ બીજા દે પાછળ દેડતે છતે, કેટલાક ‘નાથ, નાથ એ પ્રમાણે મોટેથી શબ્દ કરતે છતે, કેટલાક “મંદભાગ્યવાળા અમે હણાયા” એ પ્રમાણે પિતાની નિંદા કરતે છતે, કેટલાક “હે નાથ અમને શિક્ષા આપે એ પ્રમાણે વારંવાર પ્રાર્થના કરતે છતે, કેટલાક “હે સ્વામી! અમારે ધર્મસંશય કોણ છેદશે? એ પ્રમાણે બાલતે છતે, કેટલાક “હે ભગવંત! અંધની માફક અમે ક્યાં જઈશુ?” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરતે છતે, કેટલાક દે “પૃથ્વી અમને વિવર (= માર્ગ) આપે એ પ્રમાણે ઈચ્છતે છતે, વાજિંત્રો વાગતે છતે ઈંદ્ર સ્વામીની શિબિકાને ચિતાની પાસે લઈ જાય છે, અને બીજા દેવે બીજી બે શિબિકાઓને ચિતાની પાસે લઈ જાય છે.
કૃત્યને જાણનાર સૌધર્મેન્દ્ર, પિતાને પુત્ર હોય તેમ સ્વામીના શરીરને પૂર્વ દિશામાં રહેલી ચિતામાં ધીમેથી સ્થાપન કરે છે, સહદરની જેમ દેવે ઈક્વાકુ કુળમાં જન્મેલા મુનિઓના શરીરને દક્ષિણ દિશાની ચિતામાં
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્થાપન કરે છે, અને બીજા દેવા ઔચિત્યને જાણનારા, બીજા મુનિઓના શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કરે છે.
હવે ઇંદ્રના આદેશ વડે અગ્નિકુમારદેવે તત્કાલ તે ચિતામાં અગ્નિકાયને વિષુવે છે, વાયુકુમાર દેવા ઇંદ્રની આજ્ઞાથી વાયુ વિષુવે છે. તે પછી વાયુઓ ચારે તરફથી અગ્નિને શીઘ્ર સળગાવે છે, દેવેન્દ્રના આદેશથી તે ચિંતામાં ભાર પ્રમાણ કપૂર આદિ અને કુંભ પ્રમાણ ઘી અને મધ નાંખે છે. હાડકાંને મૂકીને જ્યાં સુધીમાં બાકી ધાતુઓ બળી ગઈ, તેટલામાં ચિતાના અગ્નિને મેઘકુમાર દેવા ક્ષીરસમુદ્રના પાણીથી બૂઝાવે છે.
તે પછી ઇંદ્ર પેાતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજવા માટે પ્રભુની ઉપરની જમણી દાઢાને ગ્રહણ કરે છે, ઈશાનેન્દ્ર પણ ઉપરની પ્રભુની ડાખી દાઢાને ગ્રહણ છે, ચમરેન્દ્ર વળી નીચેની જમણી દાઢાને લે છે, ખલીન્દ્ર નીચેની ડાબી દાઢાને ગ્રહણ કરે છે. બીજા ઇન્દ્રો માકીના દાંત, ખીજા દેવા હાડકાં પણ ગ્રહણ કરે છે.
તે પછી શ્રાવકાએ માગણી કરવાથી દેવાએ ત્રણ કુંડના અગ્નિ આપવાથી ત્યારથી માંડીને અગ્નિહોત્રી બ્રાહ્મણેા થયા. તેઓ ઘરમાં સ્વામીની ચિતાના અગ્નિને નિત્ય પૂજે છે. શ્રીમ'ત શ્રેષ્ઠિઓ જેમ લક્ષદીપને રાખે તેમ તે અગ્નિને વાયુરહિત પ્રદેશમાં રાખે છે.
ઇક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રમણેાના અને શેષ
Page #528
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૮૯
મુનિઓના તે બુઝાઈ ગયેલા ચિતાના અગ્નિને સ્વામીની ચિતાના અગ્નિ વડે સળગાવે છે.
અન્ય મુનિઓના બુઝાઈ ગયેલા ચિતાના અગ્નિને ઈક્ષ્વાકુવ’શના મુનિએની ચિંતાના અગ્નિ વડે પણ તે સળગાવે છે, પણ અન્ય મુનિએના ચિતાના અગ્નિને બીજા બે ચિતાના અગ્નિમાં તે સકમાવતા નથી. બ્રાહ્મણામાં આજે પણ આ વિધિ દેખાય છે.
કેટલાક ભસ્મને પ્રાપ્ત કરીને ભક્તિ વડે તે ભસ્મને વંદન કરે છે, ત્યારથી માંડીને ભસ્મરૂપ ભૂષણવાળા તે તાપસેા થયા.
તે પછી દેવા અષ્ટાપદ પર્યંતના નવા ત્રણ શિખરની જેમ ચિતાના ત્રણ સ્થાનમાં રત્નમય ત્રણ સ્તૂપ કરે છે. તે પછી નંદીશ્વર દ્વીપમાં શાશ્વત પ્રતિમાઓને મહાત્સવ કરીને ઈંદ્ર સહિત તે દેવા પાત–પેાતાના સ્થાનમાં જાય છે.
સર્વે ઇન્દ્રો પોત–પેાતાના વિમાનામાં સૌધમ સભામાં માણુવક સ્થંભને વિષે ગાળવાના દાભડામાં સ્વામીની દાઢાને સ્થાપન કરે છે. સ્થાપન કરીને નિરંતર તેની પૂજા કરે છે, તેના પ્રભાવથી તેને હુંમેશાં વિજયમ‘ગળ થાય છે.
અષ્ટાપદની ઉપર ભરતે કરાયેલ સિંહનિષદ્યા જિનપ્રાસાદ ભરતરાજા ત્યાં પ્રભુના સ`સ્કારના નજીકના ભૂમિતલ ઉપર એક ચેાજન વિસ્તારવાળા અને ત્રણ ગાઉ ઊંચા,
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૯૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેક્ષપ્રાસાદના સુંદર માર્ગ જેવા સિંહનિષદ્યા નામના પ્રાસાદને વર્ષકિ રત્ન પાસે મેટા રત્નપાષાણે વડે કરાવે છે. તે જિનપ્રાસાદને સ્વામીના સમવસરણની માફક સ્ફટિક પાષાણમય મનોહર ચાર દ્વાર થયા. ત્યાં દરેક દ્વારે બંને બાજુ શિવલક્ષ્મીના ભંડાર જેવા સોળ રત્ન–ચંદનના કળશ છે, દ્વારે દ્વારે રત્નમય સેળ તેરણ સાક્ષાત્ ચારે તરફથી ઉત્પન્ન થયેલ પુણ્યની વેલ જેવા છે, દ્વારે દ્વારે પ્રાસાદના દ્વારમાં આલેખેલી પ્રશસ્તિલિપિ સરખા મંગળકારક સોળ અષ્ટમંગળ હોય છે, તે દ્વારને વિષે ચાર દિપાલેની લાવેલી સભાઓ હેય એવા વિશાળ મુખમંડપની આગળ મંડપને અંતે લક્ષ્મીરૂપી વેલીના પ્રેક્ષાગૃહ મંડપો છે. તે પ્રેક્ષામંડપના મધ્યભાગે સૂર્યના બિંબને વિડંબના કરે એવા વમય અક્ષવાટે (= પ્રેક્ષકને ચગ્ય આસન) છે. કમળના મધ્યમાં કર્ણિકા હોય તેમ દરેક અક્ષવાટના મધ્યભાગમાં મને હર રત્નસિંહાસન છે, દરેક પ્રેક્ષામંડપની આગળ મણિપીઠિકા છે, તેની ઉપર રત્નથી શોભતા ચૈત્યસ્ત છે.
- તે ત્યતૂપની આગળ આકાશને પ્રકાશિત કરનારી દરેક દિશામાં એક એક મોટી મણિપીઠિકા છે. તે દરેક પીઠિકા ઉપર એક એક ત્યતૂપની સન્મુખ રહેલી સર્વાગે રત્નમય પાંચસે ધનુષ્ય પ્રમાણવાળી ઋષભચંદ્રાનન–વારિણું અને વર્ધમાન એ પ્રમાણે નામવાળી પર્યકાસને રહેલી મનહર નેત્રરૂપી કમળને વિકસ્વર
Page #530
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯૧
કરવામાં ચાંદની જેવી, ન`દીશ્વર મહાદ્વીપના ચૈત્યના મધ્યભાગમાં શાશ્વતી જિનપ્રતિમા હોય એવી પ્રતિમાઓ છે.
તે દરેક ચૈત્યસ્તૂપાની આગળ અમૂલ્ય માણિકયમય વિશાળ સુંદર પીઠિકા છે, તે દરેક પીઠિકાની આગળ ચૈત્યવૃક્ષેા છે, તે દરેક ચૈત્યવૃક્ષાની આગળ મણિપીઠિકા છે, તે દરેકની ઉપર ઇંદ્રધ્વજ, ધમ વડે દરેક દિશામાં આરોપણ કરેલ જયસ્તંભ જેવા છે, દરેક ઇંદ્રધ્વજની આગળ ત્રણ પગથિયાવાળી તારણસહિત નંદા નામની વાવડી છે, તે વાવ સ્વચ્છ શીતળ જળથી ભરેલી વિચિત્ર કમળા વડે શાભતી, મનેાહર, ધિમુખ પવતાના આધારભૂત વાવડી સરખી છે.
તે સિ’હનિષદ્યા મહાચૈત્યની મધ્યભાગમાં માટી મણિપીઠિકા છે, તે મણિપીઠિકાની ઉપર સમવસરણની જેવા વિચિત્ર રત્નમય દેવચ્છ દો છે, તેની ઉપર અકાળે . પણ સંધ્યાના વાદળાના સમૂહની શાભાને બતાવતા જુદા જુદા વના વસ્ત્રમય ચંદરવા છે, ચંદરવાની અ`દર અને પડખે વમય અંકુશ છે, તા પણ ચરરવાની શૈાભા નિરકુશ છે.
તે અંકુશની ઉપર કુંભ સરખા પ્રમાણવાળા, આમળાની જેમ સ્થૂલ મૈાતી વડે બનાવેલા અમૃતની ધારા જેવા હારા લટકાવેલા છે. હારના છેડાઓને વિષે. નિમળ મણિમાળાએ ત્રણેય લેાકની મણિની ખાણામાંથી લવાયેલ વાનકી જેવી શાલે છે, મણિમાળાઓના અ`ત
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૯૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભાગોને વિષે નિર્મળ વજમાળાઓ, સખીઓની જેમ પ્રભારૂપી ભુજાઓ વડે પરસ્પર આલિંગન કરતી હોય એમ શેભે છે.
ચિત્યની ભી તેને વિષે વિચિત્ર મણિમય ગવાક્ષે પિતાની પ્રભાના સમૂહ વડે પડદારૂપે થયા હોય એવા શોભે છે, તેઓને વિષે બળતા અગરુના ધૂમાડાના સમૂહો તે પર્વતની નવી ઉત્પન્ન થયેલી ચૂલિકાના ભ્રમને આપનારા શોભે છે.
તે દેવજીંદા ઉપર પિત–પિતાના સંસ્થાન-માપઅને વણવાળી શૈલેશી ધ્યાનમાં વર્તતા પ્રત્યક્ષ સ્વામી હેય એવી ઋષભ જિનેન્દ્ર વગેરે અરિહંતની નિર્મળ ચોવીશ રત્ન પ્રતિમાઓ બનાવીને સ્થાપે છે.
તેમાં સોળ પ્રતિમાઓ સુવર્ણની બનાવેલી છે. બે શ્યામ રત્નમય છે, બે સ્ફટિકની બનાવેલી છે, બે બૈર્ય રત્નની બનાવેલી છે, બે શેણુપાષાણ (લાલ વર્ણના મણિ)થી બનાવેલી છે. આ પ્રમાણે ચોવીશ જિનની પ્રતિમાઓ ત્યાં છે.
તે સર્વ અરિહંતની પ્રતિમાઓના અંકરન્નમય લેહિતાક્ષમણિમય પ્રતિસેક (નખના નીચેના ભાગ) વાળા નખે છે. નાભિ, કેશના અંતની ભૂમિ, જીભ, તાલુ, શ્રીવત્સ, સૂચક (= સ્તનને અગ્રભાગ) અને હાથ પગના તળિયા રક્તસુવર્ણથી બનાવેલા છે; પાંપણ, નેત્રની કીકી, દાઢી-મૂછના વાળ, ભૃકુટીના વાળ, અને કેશ
Page #532
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩ રિષ્ણરત્નમય છે. હઠ પરવાળામય છે, દાંત સફટિકમય છે, શીર્ષઘટી (= મસ્તકની હાડકી) વજમય, નાસિકા અત્યંતર લોહિતાક્ષમણિથી શેભતી સુવર્ણથી બનેલી છે, દષ્ટિએ લેહિતાક્ષનાં પ્રતિકવાળા છેડાને ભાગવાળી એકરત્નની બનાવેલી છે, આ પ્રમાણે અનેક મણિમય તે પ્રતિમાઓ શેભે છે.
તે દરેક પ્રતિમાઓના પાછળના ભાગમાં એક એક રત્નથી બનાવેલી, યથાયોગ્ય માપ વડે શેભતી, છત્રને ધારણ કરનારી પ્રતિમા, મોતી અને પરવાળાની જાળીથી યુક્ત, કરંટ પુષ્પની માળાવાળા, સ્ફટિક મણિમય દંડવાળા શ્વેત છત્રને ધારણ કરતી ઊભી રહે છે. •
તે દરેક પ્રતિમાની બંને પડખે ઊંચા કર્યા છે મણિમય ચામર જેણે એવી રત્નમય બે બે ચામર ધારણ કરનારી પ્રતિમાઓ છે. તે દરેક ભગવંતની પ્રતિમાની આગળ નાગ, યક્ષ, ભૂત અને કુંડધારકની બે બે પ્રતિમાઓ છે. તે સવગે ઉજજવલ રત્નમય બે હાથ જોડી પ્રત્યક્ષ બેઠેલા નાગ આદિ દેવની જેમ શોભે છે.
દેવજીંદામાં નિર્મળ ચોવીશ રત્નઘંટાઓ, સંક્ષેપ પામેલા સૂર્યના બિંબ સરખા માણિજ્યના દર્પણે, સોનાની બનાવેલી સ્થાને રહેલી દીપિકાઓ, તેમજ રત્ન કડક, નદીના આર્વતની જેમ ગેળ મનહર પુષ્પની. છાબડીઓ, પીંછીની થાળીઓ, આભૂષણના કરંડિયા, સેનાના બનાવેલા ધૂપધાણાં, આરતી, રત્નના થાળ,
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૯૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
સુવર્ણપાત્ર, રત્નચંદનના કળશે, રત્નના સિંહાસન, રત્નમય અષ્ટમંગલ, સુવર્ણમય તેલના દાભડા, સુવર્ણમય ધૂપનાં પાત્રો, સુવર્ણમય ઉ૫લ હસ્તક: આ શ્રીમાન ચોવીશ અહંતુ તીર્થકરોની આગળ છે.
આ પ્રમાણે વિવિધ રત્નમય, ત્રણેય લેકમાં અતિસુંદર, સાક્ષાત્ ધર્મની જેવા ચંદ્રકાંત મણિમય કિલ્લા વડે શોભિત તે ચૈત્ય ભરતરાજાની આજ્ઞા તુલ્ય સમયમાં જ કલાના જાણકાર તે વધકિરત્ન વિધિપૂર્વક બનાવે છે.
તે ચૈત્ય વળી આવા પ્રકારનું છે. ઈહામૃગ (=વરુ) - વૃષભ, મગર, અશ્વ, મનુષ્ય, કિન્નર, પક્ષી, વાલક, રુરુ, શરભ (અષ્ટાપદ), ચમર, ગજ આદિ વિવિધ ચિત્રકમ વડે ઉપરોભિત, ઘણા વૃક્ષવાળા ઉદ્યાનની જેમ વનલતા, પદ્મલતા આદિ વડે વિચિત્ર અભુત રચનાવાળું; રત્નમય સ્તંભે વડે યુક્ત, આકાશ ગંગાના તરંગની જેવી પતાકાઓ વડે મનોરમ, ઊંચા સુવર્ણમય વજદંડ વડે દાંતવાળું હોય એવું, નિરંતર વિસ્તાર પામતા ધ્વજામાં રહેલી ઘુઘરીઓના શબ્દ વડે ખેચરની સ્ત્રીઓના સમૂહના કંદરાને શબ્દને વિડંબના કરતું હોય એવું, ઉપર વિશાળ કાંતિથી શોભતા પદ્મરાગમણિના કુંભ વડે માણિક્ય વડે વીંટીની જેમ શેભતું, કિરણે વડે કેઈક ઠેકાણે પલ્લવિત થયું હોય એવું, કઈક ઠેકાણે જાણે બખ્તર ધારણ કર્યું હોય એવું, કેઈક ઠેકાણે જાણે રોમાંચિત હિય એવું, કોઈક ઠેકાણે વિલેપન કર્યું હોય એવુંકોઈક
Page #534
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯૫
ઠેકાણે ગેાશીષ ચંદનના રસમય થાપોથી યુક્ત, અત્યંત સારી રીતે જોડાયેલા સાંધા હાવાથી જાણે એક પાષાણુથી અનાવેલ હાય એવું, અપ્સરાઓ વડે મેરુ પ`તની જેમ વિચિત્ર ચેષ્ટાઓ વડે સુદર માણિકચની પુતળીઓ વડે અધિષ્ઠિત છે મધ્ય ભાગ જેને એવું, અને દ્વાર ભાગમાં ચંદનના દ્રવથી લેપેલા એ કુંભ વડે સ્થળમાં ઉત્પન્ન થયેલ શ્વેતકમળ વડે યુક્ત હોય એવું, તીછી બાંધીને લટકાવેલી સુગંધી પુષ્પમાળાઓ વડે રમણીય, જમીન ઉપર પાંચ વષ્ણુના પુષ્પાની રચનાવાળું, યમુના નદી વડે કલિંદુ પતની જેમ નિરંતર કપૂર-અગરુ અને કસ્તૂરીના ગ્રૂપના ધૂમાડા વડે રાત્રિ-દિવસ સુવાસિત કરાતું, દેવલાકમાંથી આવેલા પાલક વિમાનની જેમ અપ્સરાએના સમૂહથી વ્યાપ્ત, વિદ્યાધરીએ વડે શ્રેષ્ઠ વૈતાઢચની મેખલાના ખંડ જેવું, આગળ પડખે અને પાછળ સુંદર ચૈત્ય વૃક્ષા વડે અને માણિકચની પીઠિકા વડે જાણે આભૂષણથી શણગાર્યુ. હાય એવું અષ્ટાપદ પર્યંતના મસ્તકે રહેલા માણિકયના ભૂષણ સરખું, નંદીશ્વરદ્વીપ આદિના ચૈત્યાની સ્પર્ધા વડે જાણે અતિપવિત્ર એવું આવા પ્રકારનું ભરત રાજાએ કરાવેલું તે ચૈત્ય છે.
ભરતેશ્વર પેાતાના નવ્વાણુ. ભાઈ એની દિવ્યરત્ન શિલામય પ્રતિમાએ ત્યાં જ કરાવે છે, ભક્તિ વડે અતૃપ્ત તે રાજા ભગવંતની સેવા કરતી પેાતાની પ્રતિમાને ત્યાં જ કરાવે છે.
રીત્યની બહાર ભગવતને એક એક સ્તૂપ, અને
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૯૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
પિતાના ભાઈઓના નવ્વાણું સ્તૂપ (= પાદુકાથી મંડિત દેવકુલિકા) કરાવે છે.
અહીં ગમનાગમન વડે લેકે આશાતના ન કરે, એમ વિચારીને રાજા યંત્રમય લેહથી બનાવેલા આરક્ષકોને કરે છે, લેહનિર્મિત યંત્રથી યુક્ત તે આરક્ષક પુરુષે વડે તે સ્થાન મનુષ્યલેકથી બહાર હોય તેમ મનુષ્યને અગમ્ય થયું.
તે પછી તે ચક્રવતી ત્યાં દંડરત્ન વડે તે પર્વતના દાંતાઓને કાપી નાંખે છે, તેથી તે પર્વત રાજલ ઊંચા થાંભલાની જેમ ન ચઢી શકાય એવો થયો.
તે પછી તે પર્વતની ચારે તરફ લોકો વડે ન ઓળંગી શકાય એવા એક એક એજનને અંતરે મેખલારૂપ આઠ પગથિયાં કરે છે, ત્યારથી માંડીને એ પર્વત “અષ્ટાપદ ” એ પ્રમાણે નામ વડે પ્રસિદ્ધ થયે. લેકમાં એ પર્વત હરાદ્રિ ૧, કૈલાસ ૨ અને સ્ફટિકગિરિ ૩ તરીકે કહેવાય છે.
આ પ્રમાણે ચૈત્ય બનાવીને ભરતચક્રવતી પ્રતિષ્ઠા, કરાવીને તવસ્ત્ર ધારણ કરી મેઘમાં ચંદ્રની જેમ તે ચૈત્યમાં પ્રવેશ કરે છે. ત્યાં પરિવાર સહિત રાજા પ્રદક્ષિણા કરીને સુગંધી જળ વડે તે પ્રતિમાઓને હરાવે છે, ન્હરાવીને દેવદૂષ્ય વસ્ત્ર વડે ચારે તરફથી તે પ્રતિમાઓને સાફ કરે છે, તેથી તે પ્રતિમાઓ રનના અરીસાની જેમ અત્યંત ઉજવળ થઈ
Page #536
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯૭
હવે રાજા નિર્મળ સ્નાના પૂરની જેમ અત્યંત ગાઢ સુગંધપણાને પામેલા શીષચંદનના રસ વડે તે પ્રતિમાઓને વિલેપન કરે છે, વિલેપન કરીને વિચિત્ર રત્નના ભૂષણે વડે, સુંદર દિવ્ય માળાઓ વડે, અને દેવદૂષ્ય વસ્ત્રો વડે તે પ્રતિમાઓની પૂજા કરે છે, તે પછી ઘંટ વગાડતે, જેના ધૂમાડારૂપી વાટથી નીલ વેલ વડે અંક્તિ કરતો હોય તેમ ચૈત્યની અંદર રાજા ધૂપ બાળે છે. તે પછી રાજા સંસારરૂપી શીતથી ભય પામેલાઓને બળતા અગ્નિકુંડ જેવી કપૂરની આરતી ઉતારે છે, આરતી ઉતારીને ઇષભસ્વામીની પ્રતિમાને નમીને શેક અને ભક્તિ વડે વ્યાપ્ત થયેલ ભરતેશ્વર આ પ્રમાણે સ્તુતિ કરવાની શરુઆત કરે છે. અષ્ટાપદના જિનપ્રાસાદની અંતર્ગત વીશ
જિનેરોની સ્તુતિ कल्लाणपंचएहिं, नेरइयाणं पि दुक्खतवियाणं । दिण्णसुहस्स सुहागर ! नमो तुमं तिजगदीसस्स ॥१॥
દુઃખથી તપેલા નારકીના જીવને પણ પાંચ કલ્યાણકે વડે સુખને આપનારા હે સુધાકર ! હે ત્રણ જગતના ઈશ્વર ! તમને નમસ્કાર થાઓ. ૧ सामिय ! जगहियकारग! विहरतेणं तए इमं विस्सं । दिणवइणा विव निहिल, अणुग्गहियमेत्थ तमगसियं ॥२॥
ઋ. ૩૨
Page #537
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચત્રિ
હે જગતનું હિત કરનારા સ્વામી! તમે આ જગત ઉપર વિહાર કરતા અજ્ઞાનરૂપી અંધકારથી ગ્રસ્ત થયેલ આ સમસ્ત જગત ઉપર સૂર્યની જેમ અનુગ્રહ કર્યો છે. ૨ अज्जाणज्जजणाणं, विहरंतो तुं सया समसुहाय । भवओ पवणस्स य तह, परोवयाराय होज्ज गई || ३ || વિહાર કરતા એવા તમે હુંમેશાં આય અને અનાય લેાકેાને સમાન સુખ માટે છે, આપની અને પવનની ગિત પરોપકાર માટે છે. ૩
',
૪૯૮
अण्णेसिं विहरंतो, उवयरिउं आसि दीहकालमिह । उवयाराय हि भयवं, मुत्तीए कास समुवगओ || ४ ||
હે ભગવંત ! અહીં દીર્ઘકાળ સુધી ખીજાઓને ઉપકાર કરવા માટે વિચરતા હતા, મુક્તિમાં કાના ઉપ
કાર માટે તમે ગયા ? ૪
भवया अहिट्ठियं जं, लोयग्गं अज्ज लोगवरमासी । मच्चपहाणो लोगो, तुमइ विणा एस संजाओ ||५||
હે ભગવંત ! તમારા વડે અધિષ્ઠિત લેાકાગ્ર આજે શ્રેષ્ઠ થયા, તમારા વિના આ લેાક મૃત્યુપ્રધાન થયા. ૫ अज्जवि सक्खमसि तुमं, तेसि सन्भावभूसिय भवीणं । लोगाणुग्गहकरणिं, सरंति जे देसणं तुम्ह ||६||
સદ્ભાવથી ભૂષિત એવા પ્રાણીઓને આજે પણ તમે સાક્ષાત્ છે, કે જેએ લેાકને અનુગ્રહ કરનારી તમારી દેશનાને યાદ કરે છે.
Page #538
--------------------------------------------------------------------------
________________
શ્રી ઇષભનાથ ચરિત્ર
૪૯
रूवत्थं पि जणा जे, जिणिद ! झाणं तुमम्मि जुजति । पच्चक्खमेव ताणं, जोगीण पि भयवं तुं सि ॥७॥ - હે જિનેશ્વર ! જે માણસે તમારું રૂપસ્થ ધ્યાન કરે છે, હે ભગવંત! તેઓને અને ગીઓને પણ તમે પ્રત્યક્ષ છે. ૭ परमेसर ! संसारं, जहा असेसं चइत्थ दुहभरियं । तह निम्ममोवि चित्तं, न चयसु कयावि मम नूणं ॥३॥
હે પરમેશ્વર ! જેવી રીતે તમે દુઃખથી ભરેલા સમસ્ત સંસારનો ત્યાગ કર્યો, તેવી રીતે ક્યારે પણ મમતારહિત થઈ તમે મારા મનને ત્યાગ કરતા નહિ. ૮ इअ थुणिऊणं उसहं, पहुं तओ जिणवरे य अण्णे वि। नमिउं नमिउं भरहो, पत्तेगं वणि लग्गो ॥१॥
આ પ્રમાણે ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરીને ભરત બીજા દરેક જિનેશ્વરોને નમી–નમીને પ્રત્યેકની સ્તુતિ કરવા લાગ્યા. ૧ विसयकसाया अजिअ, विजयामायर सुकुक्खिवरहंस। जियसत्तुनरिंदसुयं, नमामि अजियं अजियनाहे ॥२॥ આ વિષય અને કષાથી નહિ જિતાયેલા, વિજયામાતાની ઉત્તમકુક્ષિમાં શ્રેષ્ઠ હંસસમાન, જિતશત્રુરાજાના પુત્ર અજેય એવા અજિતનાથને હું નમસ્કાર કરું છું. ૨ भवषयण पारगमणे, सूरं सेोयस्स्स वस्रयणं । नरवइजियास्जिायं, संभवजिनमाहमारिहामि ॥३॥
Page #539
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સંસાર રૂપી ગગનનેા પાર પામવામાં સૂર્ય જેવા (શૂર), સેનામાતાના ઉદરમાં શ્રેષ્ઠ રત્ન સમાન, જિતારિરાજાના પુત્ર સંભવજિનનાથની હું પૂજા કરુ છું. ૩ संवरवंसाभरणं, देवी सिद्धत्व्वदिसिभा | अभिनंदणजिणयंदो, होउ सह अम्ह दुरिया ||४||
સવરરાજાના વશમાં આભરણરૂપ, સિદ્ધા દેવીરૂપી પૂર્વ દિશાને વિષે સૂર્ય સમાન અભિનંદન જિનચંદ્ર મેશાં અમારાં પાપાના નાશ કરે. ૪ जय मंगलामण कुमुय - चंदो मेहण्णयावणि जलहरो । મુમરૂં 'તાઢો, નોમનિયળ–મળ—ઝુદ્દળો ।।૧।।
૫૦૦
મંગલામાતાના મનરૂપી કુમુદને વિષે ચ'દ્ર સમાન, મેઘરાજાના વંશરૂપી પૃથ્વીને વિષે મેઘસમાન, સુમતિનાથ જિનેશ્વર કે જે ભવ્યનાના મનના દુ:ખને હરનારા છે, તે જયવતા વર્તે. પ
સામિ !. ધનહિંગ હે—મોમ ! સુસીમાસરોવરસરોય ! | મળ—તિસ્થયો !, તુમ સયં નમો બઘુ જ્ઞા
ધરરાજા રૂપી સમુદ્રને વિષે ચંદ્રસમાન! સુસીમામાતારૂપી સરોવરને કમળ સમાન ! હે પદ્મપ્રભ તીથ કર ! સ્વામી! તમને સદા નમસ્કાર થા. ૬ નિવર—સુવાસ ! રવમુ, પુઢીમમ્મિ ચંદ્રાન્સ્કિ ! હ सिरियपइट्ठ निवकुलाऽऽहारवरत्थंभ ! अम्हे वि ||७||
Page #540
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૫૦૧
પૃથ્વી માતારૂપી મલયગિરિને વિષે ચંદન . સરખા! શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળના આધારસ્તંભ સરખા શ્રી સુપાર્શ્વ જિનવર! અમારું રક્ષણ કરો. છ
महसेणकुलमयंको !, लक्खमणाकुक्खिमाणसमराल ! । भयवं चंदप्पहजिण !, तारसु अम्हे भवोदहिओ || ८ ||
મહાસેન રાજાના કુળને વિષે ચ'દ્ર સમાન ! લક્ષ્મણામાતાની કુક્ષિરૂપી માનસ સરોવરમાં હુંસ સમાન ! ભગવાન શ્રી ચંદ્રપ્રભજિન ! અમેાને સ ́સાર સમુદ્રથી તારા. ૮
મુળીવતાય ! રામા—તેવી—વજીવિતમ! सुविहिजो मज्झ दिससु, परमंपयपयासंगं मग्गं ॥९॥
સુગ્રીવરાજાના પુત્ર! રામાદેવી રૂપી નંદનવનની ભૂમિને વિષે કલ્પવૃક્ષ સમાન ! સુવિધિ જિનેશ્વર ! મેાક્ષપદને પ્રકાશ કરનારા માર્ગે મને બતાવેા. ૯
सिरिसीयलो जिणेसो. नंदादेवीमण बुहि - मयंको । दढरहनरिंदतणओ, मणवंछियदायगो मज्झ ॥ १० ॥
નંદાદેવીના મનરૂપી સમુદ્રને આનંદ પમાડવામાં ચંદ્ર સમાન, દૃઢરથરાજાના પુત્ર, શ્રી શીતળનાથ જિનેશ્વર ! મને વાંછિત આપનાર થાઓ. ૧૦
सिरिविण्डु माउतणओ, विण्डुनरिंदकुलमोतियाभरण' । नीसेयससिरिरमणो, सिज्जंसो देउ मे मोक्ख ॥ ११॥
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૦૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
શ્રી વિષ્ણુમાતાના પુત્ર, શ્રી વિષ્ણુ રાજાના કુળને વિષે મોતીના આભરણસમાન, મોક્ષલક્ષ્મીના સ્વામી શ્રી, શ્રેયાંસનાથ પ્રભુ ! મને મોક્ષ આપે. ૧૧ वसुपुज्जनरिंदसुओ, माइजयाहिययपंकयाइच्चो। अरिहंतवासुपुज्जो, सिमस्सिरि दिज्ज भव्याण ॥१२॥
વાસુપૂજ્ય રાજાના પુત્ર, જયા માતાના હૃદયકમળને વિકસિત કરવામાં સૂર્યસમાન, વાસુપૂજ્ય અરિહંત ભવ્ય. જીવોને મોક્ષલક્ષમી આપે. ૧૨. सामाणण-वरचंदो, कयवम्मनरिंदसागरससंको। अरिहो विमलजिणेसो, हियय विमल महंकुणउ ॥१३।।
શ્યામા માતાના મુખને આનંદ પમાડવામાં શ્રેષ્ઠ ચંદ્ર સમાન, કૃતવર્મ રાજા રૂપી સાગરને ઉલ્લસિત કરવામાં ચંદ્ર સમાન, શ્રી વિમલનાથ અરિહંત ! મારા, હૃદયને વિમલ કરે. ૧૩ सिरिसिंहसेणनरवइ-कुलमंगलदीवगो अणत जिणो । सुजसादेवीसूणू , वियरसु अम्हं सुहमणतं ॥१४॥
શ્રી સિંહ સેનરાજાના કુળને વિષે મંગળદીપક સમાન, શ્રી સુયશાદેવીના પુત્ર શ્રી અનંતજિનેશ્વર! અમોને અનંત સુખ આપ. ૧૪ भाणुनिवहिययचंदो, सुवयापुवायलेसउसिण सू । धम्मजिणेसो भयवं, विहेउ धम्मे मई मज्झ ॥१५॥
Page #542
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ત્રિ
ભાનુરાજાના હૃદયને આનંદ સુત્રતા માતારૂપ પૂર્વાચળને વિષે જિનેશ્વર ભગવાન! મારી બુદ્ધિને सिरिसंतिनाह जिणवर ! अहरादेवीवरंगओ भवसु । નિવવીસસેવા. બને ! મવિયાણ મંત્તિને
દ્દા .
અચિરાદેવીના શ્રેષ્ઠ પુત્ર, શ્રી વિશ્વસેન રાજાના કુળ રૂપી આકાશને વિષે ચદ્રસમાન, શ્રી શાતિનાથ જિનેશ્વર ! ભવ્ય જીવેાને શાંતિ કરનારા થાઓ. ૧૬
પૂજ
પમાડવામાં ચંદ્રસમાન, સૂર્ય સમાન શ્રી ધમ ધમમાં સ્થાપન કરેા. ૧૫
सिरकुंथुनाह ! भयवं ! सूरनरिंदकुलगयणतिमिरारी ! सिरिजणणी - कुक्मिणी !, जएसु उम्महियमयणमओ ॥१७
શૂર રાજાના કુળરૂપી આકાશને વિષે સૂર્ય સમાન, શ્રીમાતાની કુક્ષિને વિષે રત્ન સમાન, કામદેવના મને મથન કરનારા શ્રી કુંથુનાથ ભગવંત ! જયવંતા વાં. ૧૭ देवीमाणस हंसो, सुदंसणन रिंद चित्तघणमोरो । तित्थयरो अरणाहो, देउ मम भवत्तरणवस्य ॥ १८ ॥
દેવીમાતાના માનસને વિષે હુસ સમાન, સુદન રાજાના ચિત્તરૂપી મયૂરને આનંદ પમાડવામાં મેઘ સમાન શ્રી અરનાથ તીર્થંકર ! મને સ`સાર તરવાનું વરદાન આપેા. ૧૮
कुंभनरेससमुद्दाऽमयकुंभो, मल्लिनाहजिणचंदो । देविपहावइजाओ, दिसउ सिवं कम्मखयमल्लो ॥ १९॥
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૦૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
કુંભ રાજારૂપી સમુદ્રને વિષે અમૃતકુંભ સમાન, પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા મહિલનાથ જિનચંદ્ર કે જે કર્મને ક્ષય કરવામાં મલ્લ જેવા છે. તે મને મોક્ષ આપો. ૧૯ पउमावइ देवीसुअ ! सुमित्तहिमवंतपोम्मदहरूवो! । मुणिसुव्वयतित्थेसो ! पणई अम्हाण तुम्ह सिया ॥२०॥
પદ્માવતી દેવીના પુત્ર, સુમિત્ર રાજારૂપ હિમવંત પર્વ તને વિષે પદ્મદ્રહ સમાન શ્રી મુનિસુવ્રત તીર્થપતિ તમને અમારો નમસ્કાર થાઓ. ૨૦ वप्पादेवीरोहण-गिरिरयण ! विजयनरिंदकुलदीव ! । विस्सनमंसियपयकय ! नमिजिणवर ! देसु मत्तिसुहं ॥२१॥
વપ્રાદેવીરૂપી રોહણગિરિને વિષે રત્ન સમાન ! વિજય રાજાના કુળને વિષે દીપક સમાન ! વિશ્વ વડે નમસ્કાર કરવા લાયક છે ચરણકમળ જેના એવા હે નમિજિનવર ! મને મોક્ષ સુખ આપ. ૨૧ अरिहा अरिद्वनेमी, समुद्दभूवइ समुद्धरयणीसा । असिवाणि सिवासूणू, हरेउ भवियाण नमिराणं ॥२२॥
સમુદ્રવિજ્ય રાજારૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં ચંદ્ર સમાન, શિવાદેવીના પુત્ર અરિહંત શ્રી અરિષ્ટનેમિ ભગવંત! નમસ્કાર કરનારા ભવ્ય જીના ઉપદ્રવને હરે. ૨૨
Page #544
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
-
૫૦૫
पासजिणीसरदेवो, वामामणनंदा पसंतगिरो । रायाऽससेणतणुओ, विग्घहरो होज्ज अम्हाण ॥२३॥
વામાં માતાના મનને આનંદ પમાડનારા, પ્રશાંત વાણવાળા, અર્ધસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરદેવ ! અમારા વિદનેને હરણ કરનારા થાઓ. ૨૩ सिद्धत्थभूवतणओ, तिसलाहिययसररायहंससमा । चरमजिणेसा वीरा, अणंतमक्खयपयं देज्जा ॥२४॥
સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયરૂપી સરેવરમાં રાજહંસ સમાન, ચરમ જિનેશ્વર શ્રી વીર પ્રભુ! અમને અનંત એવા અક્ષયપદને આપે. ૨૪ इअ चउवीसजिणथुई, पढिज्जमाणा इमाउ भवियाण । कत्थूरमरिरइआ, भवदुहहरणी सया होज्जा ॥२५॥
શ્રી કસ્તૂરસૂરિએ રચેલી આ ચોવીશ જિનેશ્વરની સ્તુતિ ભણતાં થકા ભવ્ય જીવોના સંસારના દુઃખને હરણ કરનારી હંમેશાં થાઓ. ૨૫ - ભારતનું અધ્યા નગરીમાં ગમન
આ પ્રમાણે દરેક અરિહંતોની સ્તુતિ કરીને અને નમસ્કાર કરીને તે સિંહનિષઘા ચૈત્યમાંથી નીકળે છે, ડેક વાળીને તે ચૈત્યને પ્રિય મિત્રની જેમ જેતે પરિવાર સહિત ભરતરાજા અષ્ટાપદગિરિ ઉપરથી ઉતરે છે. વસ્ત્રને છેડે ચોંટી ગયો હોય તેમ પર્વતને વિષે ચૂંટેલું છે મન જેનું એ અધ્યાપતિ તે પછી મંદ મંદ અધ્યા
Page #545
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
નગરી તરફ ચાલે છે. શાકના પૂરની જેમ સેનાથી ઉછળેલી રજ વડે દિશાઓને પણ આમૂળ કરતા, શૈાકાત રાજા અનુક્રમે પેાતાની નગરીમાં પહેાંચે છે. તે વખતે અત્યંત તેના દુઃખથી દુઃખિત સગાભાઈની જેવા આંસુથી યુક્ત નેત્રવાળા નગરલેાકેા વડે જોવાતા ભરતરાજા વિનીતા નગરીમાં પ્રવેશ કરે છે.
તે પછી સ્વામીના ચરણેાને વારંવાર યાદ કરીને વરસ્યા પછી બાકી રહેલા મેઘની જેમ તે રાજા અશ્રુજળના અિ દુઆને વરસાવતા પેાતાના પ્રાસાદમાં પ્રવેશ કરે છે. તે ત્યાં ઊભા રહેતાં, જતાં, સૂતાં અને જાગતાં, મહાર કે અંદર, દિવસે કે રાત્રિએ ચોરાયેલા ધનવાળા કૃપણ જેમ ધનનુ ં ધ્યાન કરે તેમ પ્રભુનું જ ધ્યાન કરે છે. તે વખતે બીજા કારણે પણુ અષ્ટાપદ્ધગિરિના તળમાંથી આવેલા મનુષ્યોને જોઈ તે પૂર્વની જેમ પ્રભુના સ્વરૂપને કહેતા હાય તેમ તે માને છે.
પહેલાં ગૃહવાસમાં રહેવા છતાં પણ પશુની જેવા આ અજ્ઞાની લોકને વ્યવહાર માર્ગોમાં જેમણે પ્રવર્તાવ્યા. છે, પછી દીક્ષા ગ્રહણ કરીને ભગવંતે જલદી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સ`સાર–સમુદ્રમાંથી જગતના લેાકેાને ઉદ્ધાર કરવા ઇચ્છતા જેમણે ધમ પમાડયો તે પ્રભુને તેમ કેમ શાક કરો છે? આ પ્રમાણે કુલમ`ત્રીએ રાજાને કેમેય. કરીને સમજાવીને ધીમે ધીમે રાજ્યકાચમાં પ્રવર્તાવે છે.
Page #546
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
os
ભરતના ભેગો રાહુથી મુક્ત થયેલા ચંદ્રની જેમ ધીમે ધીમે શેક્શી મુક્ત થઈ રાજા બહાર વિહારભૂમિમાં ફરે છે. ગજેન્દ્ર જેમ વિંધ્યસ્થલીને યાદ કરે. તેમ સ્વામીના ચરણેને યાદ કરીને ખેદ કરતા એવા તેને નજીક રહેલા શિષ્ટ પુરુષે આવીને હંમેશાં વિનેદ કરાવે છે.
એક વખત તે રાજા પરિવારના આગ્રહથી વિનોદના ઉત્પત્તિસ્થાને એવા બગીચાઓની શ્રેણીમાં જાય છે. ત્યાં આવેલા સ્ત્રીરાજ્યની જેમ સ્ત્રીઓના સમૂહની સાથે મનહર લતામંડપની શય્યામાં ક્રીડા કરે છે, ત્યાં કુતૂહલ વડે વિદ્યાધરની પુષ્પ ભેગા કરવાની ક્રીડાની જેમ, યુવાન લોકોની પુપ ભેગા કરવાની ક્રીડાને તે જુએ છે. ઉત્તમ સ્ત્રીઓ જાતે પુષ્પના નેપચ્ય (વેષભૂષણ)ને ગુંથીને કામદેવની પૂજાની જેમ તેને ભેટ કરે છે, તેની ઉપાસના કરવા માટે અસંખ્યરૂપે થયેલી હોય એવી ઋતુલક્ષ્મી જેવી સવગે પુષ્પાભરણથી ભૂષિત થયેલી સ્ત્રીઓ તેની . આગળ ક્રીડા કરે છે. તેઓની વચમાં જતુદેવીઓનો એક અધિષ્ઠાયક દેવ હોય એ ચારે તરફથી પુપના આભૂષણવાળો તે ચક્રવતી શોભે છે.
ક્યારેક તે ભરતેશ્વર વપૂજન સહિત રાજહંસની જેમ ક્રીડાવાપીમાં કીડા કરવા માટે ઈચ્છા પ્રમાણે જાય છે. ત્યાં સ્ત્રીઓ સાથે ભરત, હાથિણીઓ સાથે હાથી જેમ. નર્મદામાં કીડા કરે તેમ જળક્રીડા કરે છે. તે વખતે
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૦૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્ત્રીએએ શીખવાડી હાય એવી જળની ઊમિએ તેને આલિ’ગન કરતી ક્ષણવાર કંઠમાં, ક્ષણવાર ખડુમાં અને ક્ષણવાર હૃદય ઉપર પડે છે.
આ સમયે અવત ́સ (=કાનના ભૂષણ) રૂપે કરેલ છે કમળને જેણે, ચાલતા મેાતીના કુંડળવાળા તે ભરત પાણીમાં સાક્ષાત્ વરુણદેવની જેમ દેખાય છે. લીલાવિલાસનું સામ્રાજ્ય સ્થાપન કરવા માટે ‘હું પહેલા, હું પહેલાં ’ એમ કરતી સ્ત્રીએ રાજાને પાણી છાંટે છે. અપ્સરા જેવી, જળદેવતા જેવી ચારે તરફથી જળક્રીડામાં આસક્ત તે સ્ત્રીઓ સાથે તે રમે છે. પેાતાના પ્રતિસ્પર્ધિ એવા કમળેાને જોવાથી જાણે સ્ત્રીઓનાં નેત્ર પાણી વડે લાલાશને પામે છે. સ્ત્રીઓનાં અંગામાંથી ધાવાઈ ગયેલા ઘણા અંગરાગ વડે કમવાળા થયેલા તે પાણી યક્ષક મપણાને પામે છે.
આ પ્રમાણે ભરતરાજા વિવિધ પ્રકારે જળક્રીડા ઘણી
વાર કરે છે.
કયારેક તે સૌધર્મેન્દ્રની જેવા તે રાજા સંગીત કરાવવા માટે વિલાસમંડપની સભામાં બેસે છે. ત્યાં વીણા વગાડવામાં ઉત્તમ પુરુષા મંત્રાના આકારની પેઠે સંગીત કમાં પ્રથમ એવા વેણુને ઉત્તમ સ્વરે પૂરે છે. વીણાવાદક કણ ને સુખકારી, પ્રગટ વ્યંજન ધાતુવાળા સ્વર વડે અગ્યાર પ્રકારની વીણાઓને વગાડે છે. રંગાચા (સૂત્રધારા) તે તે કવિત્વને અનુસરતા, નિત્ય અભિનય
Page #548
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
*
૫૦૦
વાળા પસ્તાર સુંદર તાલને આદરપૂર્વક ધારણ કરે છે. મૃદંગવાદક અને પશુવ (ઢાલ) વાદકે પ્રિય મિત્રની જેમ એક બીજાને જરા પણ ત્યાગ નહિ કરતા પિત–પિતાના વાજિત્રેને વગાડે છે. હાહા-હૂહૂ વગેરે દેવગંધર્વોના અહંકારને હરણ કરનારા ગાયકો સ્વરગીતિથી મનહર નવી નવી જાતના રાગ ગાય છે. લાસ્ય અને તાંડવમાં ચતુર નર્વિકાએ વિચિત્ર અંગને મરેડ વડે અને કરણે વડે સર્વને વિસ્મય પમાડતી સુંદર નાચ કરે છે.
- ભરતરાજા “આ જોવા લાયક છે એ પ્રમાણે વિરહિત જુએ છે, “જ્યાં ત્યાં આસક્ત સ્વામીને બાધક કેણ હોય ?” આ પ્રમાણે ભરતેશ્વર કામોને ભેગવતે, સ્વામીના મેક્ષના દિવસથી પાંચ લાખ પૂર્વ પસાર કરે છે. ભરતરાજાને રત્નમય અરીસાગૃહમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ
એક વખત સ્નાન કરી, પૂજનક્રિયા કરી, દેવદૂષ્ય વસ્ત્રથી શરીર લૂછી, પુષ્પમાળાઓથી વાળ ગૂથી, સર્વાગે ગશીર્ષ ચંદનનું વિલેપન કરી, સર્વ અંગમાં અમૂલ્ય દિવ્ય રત્નમય આભૂષણે પહેરી, શ્રેષ્ઠ યુવતીઓના સમૂહથી પરિવરેલો, દ્વારપાલિકા વડે બતાવાતે છે માર્ગ જેને એ તે ભરત અંતાપુરના ગૃહની અંદર રત્નમય અરીસાગૃહમાં જાય છે. અત્યંત નિર્મળ આકાશસ્ફટિક સરખા તે દર્પણમાં પ્રતિબિંબિત થયેલા ગ્ય પ્રમાણવાળા પિતાના સર્વ અંગના રૂપને જુએ છે. ત્યાં પિતાના દેહને જોતાં ભરતરાજાની એક આંગળીમાંથી વીંટી પડી ગઈ.
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
રાજા આંગળીમાંથી પડી ગયેલી તે વીંટીને મયૂરના પીંછાના સમૂહમાંથી પડી ગયેલા એક પીંછાની જેમ તે જાણતો નથી.
ચક્રવતી અનુક્રમે દેહના અવયવોને જેતે દિવસે ચંદ્રની કળાની જેમ મુદ્વિકારહિત કાંતિ વગરની તે જુએ છે. અહો ! આ આંગળી તેજ રહિત કેમ છે? એ પ્રમાણે વિચારતો રાજા ભૂમિ ઉપર પડેલી તે મુદ્રિકાને જુએ છે, બીજા પણ અંગે શું આભરણ વિના શોભારહિત છે? આ પ્રમાણે વિચારીને તે બીજા આભૂષણોનો પણ ત્યાગ કરવાનો આરંભ કરે છે.
પહેલાં રાજા માણિક્યના મુગટને ઉતારે છે, તે વખતે પડી ગયેલ છે રત્ન જેમાંથી એવી મુદ્રિકાની જેમ મુગટ રહિત મસ્તકને જુએ છે. તે પછી માણિક્યના કુંડળાને ત્યાગ કરીને તે કુંડળ વગરના કર્ણપાશને સૂર્યચંદ્ર રહિત પૂર્વ–પશ્ચિમ દિશાની જેમ જુએ છે.
પછી ગળાના આભરણને ત્યાગ કરે છે, એથી રાજા ગળાના આભૂષણ વગરના ગળાને પાણી વગરની નદીની જેમ ભારહિત જુએ છે.
ક્ષણવારમાં હાર ઉતારે છે. તે વખતે રાજા તારા વગરના આકાશની જેમ હાર વગરના ઉર:સ્થળને જુએ છે.
જ્યારે બાજુબંધનો ત્યાગ કરે છે, ત્યારે તે રાજા ઉખડી ગયા છે અધ લતા પાશ જેના એવા શાલવૃક્ષની જેમ બાજુબંધરહિત બે હાથને જુએ છે.
Page #550
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચસ્ત્રિ
પn૧
હાથના મૂળમાંથી ક્યારે કંકણને ત્યાગ કરે છે ત્યારે તે આમલસારા રહિત શ્રેષ્ઠ પ્રાસદની જેમ તેનાથી હિત હાથના મૂળને જુએ છે.
જ્યારે બીજી પણ મુદ્રિકાઓને ત્યાગ કરે છે ત્યારે તે રાજા મણિ વગરની સર્પની ફણાની જેમ મુદ્રિકા વગરની આંગળીઓને જુએ છે.
જ્યારે પગના કડાઓને ત્યાગ કરે છે ત્યારે પડી ગયા છે સુવર્ણના વલય જેના એવા હાથીના દાંતની જેમ કડા વગરના પગને જુએ છે.
આ પ્રમાણે ભરતરાજા છોડી દીધા છે સર્વ અંગના ભૂષણ જેણે એવા શુભા વગરના પિતાને જીર્ણપત્રવાળા વૃક્ષની જેમ જુએ છે, એ પ્રમાણે જોઈને તે વિચારે છેઃ
ભરતરાજાનું ચિંતન અહો! આ શરીરને ધિક્કાર હો! કારણકે ભૂષણ આદિ વડે શરીરની રોભ એ ચિત્રકર્મ વડે ભીંતની જેમ કૃત્રિમ છે. અંદર વિષ્ટા-મળથી વ્યાપ્ત, બહાર ઇંદ્રિયના છિદ્રોથી ઉત્પન્ન થતા મલથી ભરેલા આ શરીરની વિચારણા કરતાં કાંઈપણ સુંદર નથી. આ શરીર કપૂર કસ્તુરી વગેરે સુગંધી વસ્તુઓને પણ ઉખરભૂમિ જેમ મિઘના પાને દૂષિત કરે તેમ દૂષિત કરે છે.
વિષાથી વિરાગ પામીને જેઓએ મેક્ષરૂપી ફળવાળ તપ ત, તે તત્વજ્ઞાનીઓએ જ આ શારીરનું
Page #551
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ફળ ગ્રહણ કર્યું છે, એ પ્રમાણે સારી રીતે ચિંતન કરતા અપૂર્વકરણના ક્રમ વડે ક્ષપકશ્રેણિમાં ચઢેલા, શુકલધ્યાનને પામેલા તે ભરતેશ્વરને ઘાતિકર્મના ક્ષય વડે, મેઘના પટલને વિનાશ થવા વડે સૂર્યના પ્રકાશની જેમ કેવળજ્ઞાન પ્રકટ થાય છે.
તે વખતે સૌધર્મદેવલેકના અધિપતિ શકનું આસન એકદમ કંપાયમાન થાય છે. અચેતન ભાવો પણ મોટા એને મેટાઓની સમૃદ્ધિ કહે છે. ઇંદ્ર અવધિજ્ઞાનથી ભરતરાજાની કેવળજ્ઞાનની ઉત્પત્તિને જાણીને ભક્તિ વડે તેની પાસે આવે છે, કારણકે ભક્તિવંત સ્વામીની જેમ સ્વામીના પુત્રને વિષે પણ આદરવાળા હોય છે, તો વળી કેવળજ્ઞાન પામે છતે તે શું કહેવું.
ઇંદ્ર કહે છે કે –હે કેવળજ્ઞાની ! દ્રવ્યલિંગને સ્વીકારે કે જેથી હું વંદન કરું અને તમારે નિષ્કમણ મહોત્સવ કરું.
તે પછી બાહુબલિની જેમ ભરતેશ્વર પ્રવજ્યાના લક્ષણરૂપ પંચમુષ્ટિક કેશને લેચ કરે છે. તે પછી, નજીક રહેલા દેવતાએ લાવેલા રજોહરણ વગેરે ઉપકરણ ભરત ગ્રહણ કરે છે. તે પછી જ દેવેન્દ્ર તેમને વંદન કરે છે. वंदिओ देवराएण, तआ य भरहेसरो । न हि वंदिज्जए पत्त-केवलावि अदिक्खिा ॥ ..
Page #552
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૫૩
તે પછી ઇંદ્રે ભરતેશ્વરને વંદન કર્યું, કારણ કે કેવળજ્ઞાન પામ્યા છતાં પણ દીક્ષાં ન લે ત્યાં સુધી વંદન કરાતુ' નથી.
તે વખતે ભરતરાજાના આશ્રય કરનારા દેશહેમ્બર રાજાએ દીક્ષા ગ્રહણ કરે છે, તેવા પ્રકારના સ્વામીની સેવા પરલેાકમાં પણ સુખ આપનારી થાય છે.
હવે ઇંન્દ્ર પૃથ્વીના ભાર વહન કરવામાં સમય ભરતરાજાના પુત્ર આદિત્યયશાને રાજ્યાભિષેક કરે છે.
તે પછી ષભસ્વામીની જેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી પરિવાર સહિત ભરતકેવળી ગ્રામ-આકર–પુર– અરણ્યગિરિ અને દ્રોણમુખ આદિ સ્થાનામાં ધમ દેશના વડે ભવ્ય જીવાને પ્રતિબાધ કરતા એક લાખ પૂર્વ વર્ષ સુધી વિચરે છે. તે પછી અષ્ટાપદ પર્વત ઉપર જઈ ને ભરતેશ્વર કેવલી વિધિપૂર્વક ચારે પ્રકારના આહારના પચ્ચકખાણ કરે છે. પછી તે એક માસને અંતે શ્રષણનક્ષત્રમાં ચંદ્ર ગમે છતે સિદ્ધ થયા છે અન તચતુષ્ટય પ્રાપ્ત કર્યા છે જેને એવા તે સિદ્ધિક્ષેત્રને પામે છે.
આ પ્રમાણે ઋષભદેવસ્વામી પૃથ્વી ઉપર રાજ્ય કરતા હતા ત્યારે ભરતેશ્વર કુમારપણામાં સત્યેાતેર લાખ પૂર્વ પસાર કરે છે, છદ્મસ્યપણામાં ભગવત્તની જેમ મંડલિકપણામાં એક હાર વ પસાર કરે છે. તે પછી ઋષભપુત્ર ચક્રવતી પણાને વહન કરતા એક હજાર વર્ષ
ats. ૩૩
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
જૂન છ લાખ પૂર્વ વ્યતીત કરે છે. તે પસાર કરીને કેવળજ્ઞાન પામી વિધને અનુગ્રહ કરવા માટે દિવસે સૂર્યની જેમ એક લાખ પૂર્વ વિહાર કરી, આ પ્રમાણે ચોરાશી લાખ પૂર્વ પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને તે ભરત મહાત્મા મોક્ષમાં ગયા..
તે વખતે હર્ષિત ચિત્તવાળા દેવ સાથે સીધર્મને તેમને નિર્વાણ મહોત્સવ કર્યો. एवं पहुपुत्वभवा, वुत्ता तत्तो य कुलयरुप्पत्ती । सामिस्स जम्मणं तह, विवाह-ववहार-दसण ॥१॥
આ પ્રમાણે પ્રભુના પૂર્વ ભવ, તે પછી કુલકરની ઉત્પત્તિ, સ્વામિને જન્મ, તેમજ વિવાહ અને વ્યવહારનું બતાવવું કહ્યું. ૧ रज्जं दिक्खा नाण, जिणस्स तहचेव भरहभूवस्स । चकित पहुणो तह, कमेण चक्किस्स सिवपत्ती ॥२॥
જિનેશ્વરનું રાજ્ય, દીક્ષા, જ્ઞાન તેમજ ભરતરાજાનું ચકીપણું, તથા પ્રભુની અને અનુકમે ચક્રવર્તીની એક્ષપ્રાપ્તિ કહી. ૨ एयम्मि पढमवग्गे ज, इह वुत्तं भवियणबोहढें । उद्देसगाण छक्क, हरेउ दुरियाणि तं निच्चं ॥३॥
આ પ્રથમ વર્ગમાં ભવ્યજીના બેધ માટે છે ઉદ્દેશા કહ્યા, તે હંમેશાં પાપોને દૂર કરે.
Page #554
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભનાય ચરિત્ર
૫૧૫
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કબગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધારક, શાસન પ્રભાવક, આખાલબ્રહ્મચારી, સૂરીશ્વરશેખર, આચાર્ય વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલંકાર સમયજ્ઞ શાંતમૂર્તિ વાત્સલ્યવારિધિ આચાય વિજયવિજ્ઞાનસૂરીશ્વર પટ્ટધર સિદ્ધાંત મહાદષિ પ્રાકૃતભાષાવિશારદ વિજય કસ્તૂરસૂરિશ્ર્વિરચિત મહાપુરુષ ચિરતને વિષે પ્રથમ વર્ગમાં મરીચિભવ-ભાવિશલાકા પુરુષ—ઋષભ સ્વામિનિર્વાણ અને ભરતના નિર્વાણુ સ્વરૂપ છઠ્ઠો.
ઉદ્દેશ સમાપ્ત થયા
શ્રી ઋષભસ્વામી અને ભરત ચક્રવતીથી પ્રતિમતું.
પ્રથમ વ સમાપ્ત થયા
मुंबापुरी मज्झे, सिरिगोडीपासणाहस णिज्झे । इयं यं चरिय, રસસસ –નયમ્નિાશા
શ્રી મુંબઈ નગરીની અંદર શ્રી ગાડીપાર્શ્વનાથ ભગવ`તના સાંનિધ્યમાં ૨૦૧૬ની સાલમાં આ ચરિત્ર રચ્યું. ૧
।
जिणसासणं जयह जा, दिणयरससिणा तहा य लोगम्मि । તાવ મનિયાળ શર્ટ, તથા વશેષ્ના રૂમ વિરા
જ્યાં સુધી જિનશાસન જયવંતુ વ છે, તેમજ લાકમાં સૂર્ય-ચંદ્ર વતે છે, ત્યાં સુધી ભવ્યજીવાને કંઠને વિષે આ ચરિત્ર હ ંમેશાં વસેા. ૨
Page #555
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભન થ ચરિત્ર
અનુવાદકારની પ્રશસ્ત
[વસંતતિલકા વૃત્ત] સંચિત્ર જે ઋષભનાથ તણું પવિત્ર શ્રી હેમસૂરિકૃત સંસ્કૃત-પદ્ય-બદ્ધ; તેના સુભાવ ગ્રહી પ્રાકૃત-ગ–બદ્ધ, કસ્તૂરસૂરિ ગુરુદેવ રચ્યું સુચિત્ર.
[મન્ટાકાન્તા વૃત્ત] સિદ્ધક્ષેત્રે અષભજિનના સુદ્ધ સાંનિધ્ય ગે, આચાર્યશ્રી હૃદયકમલે ધ્યાનરૂપે ગ્રહીને વિક્રમ્યા બત્રીશ અધિકે વીશ શત વર્ષ માંહે, દીપાલીના શુભ જ દિવસે પૂર્ણ ભાષાનુવાદે. ૨
[ ઈંદ્રવજા છંદ] સૂરિ શ્રી ચંદ્રોદયના નિદેશે, કસ્તૂરસૂરીશ તણું પસાયે; કપૂરએ પરિપૂર્ણ કીધે, નિર્વિજનતાએ અનુવાદ શુદ્ધો.
સિદ્ધ ક્ષેત્ર-પાદલિપ્તપુર વિ. સં. ૨૦૩૨ દીપાવલિકા પર્વ..
ક, ૨ વારૈયા
Page #556
--------------------------------------------------------------------------
________________ પૂજ્ય ગુરુદેવની અંતરછા ધર્મરાજા પૂજય ગુરુદેવ શ્રીમાનુનો જીવનભરને પરિશ્રમ અને આનંદ, સ્વાધ્યાય, અધ્યયન, અધ્યાપનનો હતોમુખ્ય પ્રવૃત્તિ આગમિક અનુપ્રેક્ષા સાથે પ્રાકૃતભાષા અંગેનું ઊંડુ ચિંતન તેમજ તે અંગે લેખન, સંપાદન-પ્રકાશન અંગેની હતી. અને તેથી તેઓ પૂજયશ્રીએ યથાસમયે પ્રદર્શિત કરેલ અંતરેચ્છા પ્રમાણે નીચેની ત્રણ યોજનાનો સંકલ્પ કર્યો છે. 1. પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના અધ્યયન-અધ્યાપન અંગે અભ્યાસવર્ગ-પાઠશાળા સ્થાપવી. - 2. પ્રાચીન-અર્વાચીન-પ્રાકૃત અને તેને અનુલક્ષીને જે કોઇ અપ્રગટ સાહિત્ય હોય કે પુનઃ મુદ્રણ કરવા યોગ્ય હોય તે સાહિત્યનું પ્રકાશન કરવું. 3. પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર મેળવનારને યથાયોગ્ય પુરસ્કાર આપવો. આમ પ્રાકૃત ભાષાના રક્ષણ-વૃદ્ધિ તેમ પૂર્વ પુરુષની કૃતિઓને પ્રકાશિત કરી પરંપરાએ શ્રુત ભકિતનો લાભ મેળવવાની અપેક્ષાએ ઉપરોકત ત્રણ યોજનાનો સંકલ્પ કર્યો છે. પણ તે સંક૯૫ની સફલતા આપણા જૈન શ્રી સંઘો કે શ્રુતજ્ઞાન ભકતો કે ગુરુભકતો આર્થિક સારી સહાય કરે તે ઉપર આધારિત છે. એજ જૈનાચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિ સ્મારક સમિતિ