Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪૫ર *
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરીને ભરતરાજા અષ્ટાક્ષિકા મહોત્સવ કરે છે. ખરેખર! સજજનેને ભક્તિમાં અને નેહમાં પણ તુલ્ય જ કરવું જોઈએ.
ત્યારથી માંડીને ઇંદ્રિસ્તંભ ઊભું કરીને લેકેએ ઇંદ્ર મહોત્સવની શરુઆત કરી, જે આજે પણ વર્તે છે.
તે પછી ભગવાન નાભિનંદન ભવ્યજીવરૂપ કમળોને બોધ કરનારા અષ્ટાપદ પર્વત ઉપરથી બીજે સ્થળે સૂર્ય જેમ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં વિચરે તેમ વિચરે છે.
ભરતનું શ્રાવકને ભેજન આપવું હવે ભરતરાજા શ્રાવકોને બેલાવીને આ પ્રમાણે કહે છે – તમારે હંમેશાં મારા ઘરે આવીને ભેજન કરવું. કૃષિકર્મ આદિ ન કરવું, પરંતુ અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરતાં ઉત્તમ ધ્યાનમાં તત્પર થઈ હંમેશાં રહેવું, ભજન કરીને મારી પાસે આવી તમારે હંમેશાં કહેવું કે – “તમે જીતાયા છે, ભય વધે છે, તેથી ન હણે, ન હશે.”
તે શ્રાવકે “તેમ થાઓ” એમ સ્વીકારીને ભારતરાજાના ઘરે જમે છે, તેમ જ તે વચનને સ્વાધ્યાયની જેમ તત્પર થઈ ભણે છે.
દેવની જેમ કામગમાં આસક્ત પ્રમત્ત એવે તે રાજા તે શબ્દ સાંભળવા વડે જ આ પ્રમાણે વિચારે છેઃ “હું કોના વડે જીતા છું ? હું, જાણ્યું. હું કષા વડે છતાયો છું, મને કેનાથી ભય છે ? તે કષાયથી જ. તેથી પ્રાણીઓને ન હણવા જોઈએ. આ પ્રમાણે વિવેકવંત