Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 236
________________ (21) 2, કિંકર 3, સ્નાયક 4, શુઘરિંખી 5 અને હદણ ૬-આ છે પ્રકારના બાયલામાંથી કઈ પણ પ્રકારને ન હ તે હું તારી પાસે કાંઈક યાચના કરૂં.” એમ કહી તે છએની કથા કહી; એટલે વિષ્ણુદતે કહ્યું કે હું કાંઈ એવો સ્ત્રીને વશ નથી, માટે જે માગવું હોય તે માગે, " ત્યારે સાધુએ તેની પાસે તેને ઘેર તૈયાર કરેલી ઘી ગોળ સહિત સેવાતિકા માગી. વિષ્ણુદતે ઘેર જઈ યુક્તિથી પોતાની સ્ત્રી ને જાણે તેમ તે સાધુને ઘી ગોળ સહિત સેવાતિકા વહેરાવી, સાધુ પણ સુચનાને સંકેતથી નાક કાપ્યાનું બતાવીને ઉપાશ્રયે ગયા, આ માનપિંડ જાણો, 3 રાજગૃહ નગરમાં સિંહરથ રાજા હતા. ત્યાં વિશ્વકર્મા નામને નટ હતો. તેને બે પુત્રીઓ અત્યંત રૂપવાળી હતી. એકદા તે નગરમાં ધર્મરૂચિ નામના આચાર્ય પરિવાર સહિત પધાર્યા તેમના એક આષાઢભૂતિ નામના શિષ્ય બુદ્ધિના નિધાન હતા તે ભિક્ષાને માટે અટન કરતા વિશ્વકર્મા નટને ઘેર ગયા. ત્યાં તેમને એક માદક મળે. તે લઈ તેના ઘરની બહાર જઈ તેણે વિચાર્યું કે આ મેદક આચાર્ય મહારાજને આપવો પડશે, મારે ભાગ તો આવશે નહીં.” એમ વિચારી તેણે રૂપવરાવર્તનની વિદ્યાથી કાણા સાધુનું રૂપ કરી તેને જ ઘેર જઈબીજે મોદક લીધો. બહાર નીકળી વિચાર્યું કે " આ તો ઉપાધ્યાયને આપવો પડશે.” એમ વિચારી કુજનું રૂપ લઈ ત્રીજો મોદક લીધો. ફરીથી બહાર નીકળી વિચાર્યું કે “આ તો રત્નાધિક સાધુને આપવો પડશે.” એમ વિચારી કુષ્ટિનું રૂપ કરી એ લાડ લીધો, આ સર્વે તેની માયા માળ ઉપર રહેલા વિશ્વકર્માએ છાની રીતે જોઈને વિચાર્યું કે–“જો આ સાધુ આપણી પાસે હોય તો તે મેટા નટનું કામ કરી શકે,” એમ વિચારી તેને લોભ પમાડવા માટે નીચે આવી તે સાધુને ઘણા મોદક આપ્યા. અને હમેશાં પધારવા વિનંતિ કરી. તથા તેના ગયા પછી તે વિશ્વકર્માએ પોતાની બન્ને પુત્રીઓને કહ્યું કે “તમે તે સાધુને હમેશાં ઉત્તમ મોદક આપી હાવ, ભાવ, કટાક્ષ વિગેરેવડે તેને વશ કરી તમારે પતિ થાય તેમ કરજે, તે પુત્રીઓએ તે જ પ્રમાણે વતી તેને વશ કરી પોતાને પતિ કર્યો,

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250