Book Title: Prassannatani Pankho
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 7
________________ સમજો તો સારું દુઃખમાત્રની સામે ઝીંક ઝીલવાની તાકાત આપણી નથી. પહેલા એકલે હાથે દુઃખ સામે લડીએ. બને તો ખમી ખાઈએ, વેઠાય તેટલું વેઠીને ચૂપ રહીએ. બીજાને આપણાં દુ:ખમાં સામેલ કરવાનું છેક છેલ્લે યાદ આવે. ખૂબ મથ્યા હોઈએ દુ:ખની સામે. એકદમ જ ભારે થઈ ગયું હોય મન. ચારેબાજુથી ભીંસાયા હોઈએ. પગ મૂકવાની જગ્યા બચી ન હોય ત્યારે જ બીજાની સામે હાથ લાંબો થાય. દુ:ખ આવે અને તરત બીજાની યાદ આવે તે લાચારી છે. દુ:ખ આવે તો એકલે હાથે લડી ખૂટવાનું મન થાય તે ખુમારી છે. આપણે દુઃખમાં હોઈએ તે દેખાવાનું પણ છે. નસીબ હશે તો કોઈ સામે ચાલીને પીઠ પસવારી આપનાર મળવાનું જ છે. સહાયને નકારવી નથી તો સહાયની ભીખ પણ માંગવી નથી. - આપણી માટે લાગણી રાખીને જીવતા હોય તેમને સુખી રાખવાની જવાબદારી છે આપણી. આપણા હાથે એ દુ:ખી ન થાય તેની તકેદારી કાયમ રાખીએ છીએ. દુઃખ આવે તે જણાવીને એમની અંતર્ગત શાંતિમાં ખલેલ ઊભી ન કરવી જોઈએ. એમનો આનંદ એમની પાસે રહે. આપણું દુઃખ આપણી પાસે પડ્યું રહે. એ આપણને સુખી જોવા માંગે છે. આપણે એમને સુખી જ દેખાઈશું. અંદર લાવા ઉકળતો હોય, બહાર તો હિમાલય જેવું હાસ્ય હશે. મારાં દુઃખ મારાં કમનસીબ છે. મારા કમનસીબનો પડછાયો તેમના પર પડે તે ચાલવાનું નથી. દુઃખ આવ્યું તે પછી પગ ઢીલા પડી ગયા છે, ખરી વાત. પગ ઢીલા પડ્યા તે પહેલાં દુ:ખને ખમવાનો પુરષાર્થ કર્યો જ છે. દુઃખ દરવાજે આવ્યું અને દુઃખ બીજાને જણાવ્યું આ બે ઘટનાની વચ્ચેનો સમયગાળો ખૂબ મોટો રહ્યો છે. એ સમયગાળો જેટલો લાંબો તેટલું દુ:ખનું વર્ચસ્વ ઢીલું. દુઃખ આવતાવેંત માથે ચડી જાય તો ઉતારવું ભારે પડે. દુ:ખને માથે ચડવા નથી દેવું. એને સંયોગોની દુનિયામાં જ રાખી મૂકવું છે. મનનાં કોમળ ફૂલને એ કચડી ન નાંખે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું છે. બીજાને દુ:ખ જણાવ્યું તે પહેલાં એ દુઃખને સમજવામાં સફળતા મળી છે. જે પરિબળોમાંથી દુઃખ ઊભું થયું છે તે પરિબળોની આસપાસ થોડુંક સંશોધન કર્યું છે. કોઈ ભૂલ થઈ છે, કયાંક થાપ ખાધી છે. હવે રાહ જોવાની છે. આ દિવસો આકરા છે. લાંબા નહીં ચાલે. ચૂપચાપ વેઠી લેવું સારું. એકવાર બીજાની પાસે જવાની આદત પડી ગઈ તો પછી પારકા ઉપકારોને ઝીલવાની વૃત્તિ બંધાઈ જશે. ઉપકારોનો ભાર લઈને જીવવું તે કરતાં દુ:ખની દોસ્તી વધુસારી છે. ભલે ભૂખ્યા સૂવું પડે. મરવાનો વારો નથી આવ્યો ત્યાર સુધી દુ:ખ ખમવામાં વાંધો નથી. મારું દુઃખ, મારી પાસે જ રહેવું જોઈએ. સ્વસ્થ માણસનાં જીવનમાં બે લક્ષણો ખાસ જોવામાં મળે છે. એક, એ પોતાને ઠપકો આપી શકે છે. બે, એ પોતાની જાતને બદલી શકે છે. મોટેભાગે માણસો સરેરાશ જીવી કાઢે છે. જેવા હતા એવા જ રહેવાનું. જેવા છીએ તેવી જ રીતે જીવ્યા કરવાનું. વરસોથી જેવો સ્વભાવ ઘડાયો છે તે મુજબ ગાડું ગબડાવતા જવાનું. ભૂલો વારંવાર થાય. એકની એક ભૂલ દસ વાર થાય. એ જ ગડબડો અને એ જ સમસ્યાઓ. ઘણીબધી ભૂલો યાદ કરીને બોધપાઠ લેવાનું સૂતું ન હોય ત્યાં એક ભૂલમાંથી બોધપાઠ લેવાની વાત કરવાની જ ક્યાંથી ? દરવખતે બીજાને દોષ દેવામાં આવે છે. દરવખતે અવનવા ખુલાસા કરીને વાત નીપટી લેવામાં છે. ભૂલ થાય ત્યારે આપણી જાતે આપણે, આપણી પોતાની જ પાસે જવાબ માંગીએ છીએ ? ભૂલની બાબતમાં આપણું વલણ સલામતીભર્યું છે. બીજાને ખબર ન પડે, બીજા તરફથી ફરિયાદ ન આવે ત્યાર સુધી ભૂલનો ટકોરો વાગતો નથી. બીજા ભૂલ બતાવે છે તો ખોટું લાગે છે અને ઝઘડા થાય છે. સ્વસ્થ માણસ દરેક કામવખતે પોતાની પાસેથી પોતે જ જવાબ માંગતો રહે છે. સારું કામ થયું હોય તો સ્વસ્થ માણસ એ કામ વધારે સારું કેમ ના થયું તેની ઉલટતપાસ મનોમન કરે છે. કામ ખરાબ થયું હોય તો સ્વસ્થ માણસ બીજાની રાહ જોયા વગર પોતાને ઠપકો આપે છે. પોતે પોતાની માટે જવાબદાર છે એવી સ્પષ્ટ સમજ એને હોય છે. પોતાને ઠપકો આપતી વખતે તે પોતાની જાતને ઉતારી પાડતો નથી. પોતાને ઠપકો આપવાનો મતલબ એ નથી કે એ પોતાની જાતને નીચી આંકે છે. પોતાનો ઠપકો આપવાનો મતલબ ફક્ત એટલો જ છે કે પોતાના હાથે થયેલી આ ભૂલ બદલ તદ્દન પ્રામાણિક રીતે રંજ અનુભવવો. પોતાની ભૂલને વિશે એકદમ નિષ્પક્ષ બનીને નિષ્કર્ષ કાઢવો અઘરો છે. ભૂલ થાય ત્યારે રીઢા માણસો એને જવા દે છે, જડ માણસો એનો બચાવ કરે છે અને મૂર્ખ માણસો બીજાનો વાંક કાઢે છે. સ્વસ્થ માણસો ભૂલને, પગમાં વાગેલા કાંટાની જેમ અનુભવે છે. કાંટો વાગે છે તે કાઢવામાં મોડું ન કરાય. જાતે ઊભા રહેવું પડે, વાંકા વળવું પડે કે બેસી જવું પડે. સ્વસ્થ માણસોની ભૂલ થાય જ નહીં એવું નથી. સ્વસ્થ માણસની વિશેષતા છે ૮ કે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27