Book Title: Prassannatani Pankho
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 23
________________ વાંચનની વાચના આપણને ખાવાનું, જોવાનું અને સાંભળવાનું સૌથી વધારે ગમે છે. ખાવાનું અને પીવાનું એક સાથે ચાલ્યા કરે છે. તેનાથી મા આવે છે તેવો અનુભવ થાય છે. નવા વિચારો ઘડાતા નથી. જોવામાં અને સાંભળવામાં મજા આવવાનો અનુભવ તો છે, સાથોસાથ નવા વિચારો ઘડાય તેવી પૂરેપૂરી શક્યતા રહી છે. વિચારવાનું આપણને આવડ્યું નથી. છૂટકટક અને તૂટક તૂટક વિચારો આવે છે. તે સિવાય ઘર અને ધંધાના ટેન્શનમાં દિવસ-રાત ગુજાર્યા કરે છે. તમે સાંભળવા માટે માણસોની સામે ચૂપ, શાંત રહો છો. તમને સાંભળવા માટે બીજા ચૂપ, શાંત રહે છે. જોવા માટે ચૂપ રહેવું જરૂરી નથી. મજેદાર વાત એ છે કે તમે ચૂપ ન રહે ત્યાં સુધી સારી રીતે વિચારી શકતા નથી. આપણને કલાકો સુધી બોલબોલ કરવાની આદત છે, એકાદ કલાક ચૂપ બેસવાની ટેવ નથી. નુકશાનીરૂપે આપણને નવા નવા વિચારો સુધી પહોંચવા નથી મળતું. સારા અને સ્પષ્ટ વિચારો, નિત્યનવીન વિચારો એ મનનો આહાર છે. મનની તંદુરસ્તીની આધારશિલા સુવિચારમાં રહી છે. સારા વિચાર જેટલા વધુ તેટલી તમારી માનસિકતાનું તેજ વધુ. | વિચારો આવે, ટકે અને નિખરે તે માટે વાંચન ખૂબ જરૂરી છે. જોવાની અને વિચારવાની સમતોલ પ્રવૃત્તિ વાંચન દ્વારા જ શક્ય બને છે. વાંચવાનો રસ હોય તે માણસની પ્રસન્નતા હરહંમેશ જીવંત રહે છે. વાંચન માટે તમારે પુસ્તક સિવાય બીજા કોઈની જરૂર પડતી નથી. તમે ભીડમાં હો કે પછી સાવ એકલા બેઠા હો, પુસ્તકની દોસ્તી પાકી હોય તો તમારાં ભાગ્યનો જયજયકાર છે. પુસ્તકો અને ગ્રંથો તમારાં અસ્તિત્વને પાને પાને નવો આયામ આપી શકે છે. વાંચવાનું મળે તો ખાવાપીવાનું ભૂલી જાય તેવા પાગલો આ દુનિયામાં જીવે છે માટે જ સારા વિચારો જીવતા રહ્યા છે. જે દિવસે વાંચવાના રસમાં મંદી આવી જશે તે દિવસે દુનિયા ખાખ થઈ જવાની છે. વાંચવા માટે આંખ સારી જોઈએ, દિમાગ સાબૂત જોઈએ. સારી આંખ આનંદ આપશે, સાબૂત દિમાગ પ્રેરણાનું અમીપાન કરાવશે. અલબતું, ગમે તે કિતાબો પકડીને વાંચવાની ઉતાવળ ન થવી જોઈએ. તમે જે કિતાબ હાથમાં લો તે કિતાબ દ્વારા તમારે શું પામવું છે તે સ્પષ્ટ કરી લો. વાંચવા માટે વાંચી નાંખવાનો અર્થ નથી. દરેક પુસ્તકની એક આગવી દુનિયા હોય છે. તમારા માટે એ પુસ્તક કામનું છે કે નહીં તે વિચારી લેવું જોઈએ. પુસ્તક વાંચતા પહેલાં એમાંથી જે નવું મળે તેને ઝીલવાની મનને સૂચના આપી દેવી જોઈએ. પુસ્તકના અક્ષરેઅક્ષર જીવંત લાગે તેવા લગાવ સાથે વાંચવાનું. પુસ્તક ઝડપથી પૂરું કરવા માટે નથી, તે યાદ રાખીને દરેક શબ્દોને માવજતથી આંખે લેવાનો. પુસ્તક વાંચીએ તેમાં નવું તો કાંઈક મળશે જ. જે નવું લાગે તેની બાજુમાં નાની નિશાની કરી લેવાની. પુસ્તક પૂર વંચાઈ જાય પછી એ નિશાનીવાળી લીટીઓ ફરીવાર વાંચવાની.. સારા મિત્ર સાથે વાંરવાર વાત કરીએ છીએ તેમ સારું પુસ્તક વારંવાર વાંચવાનું. પુસ્તકના દરેક વિષયો મોઢે થઈ જાય તેટલીવાર વાંચો તોય હરકત નથી. હા, તમને કંટાળો આવવો ન જોઈએ. કંટાળો આવવો ન જોઈએ. મતલબ કે કંટાળાને આવવા દેવો ન જોઈએ. તમારાં વાંચનમાં વિસ્તાર કરતાં ઊંડાણ વધુ હોય તો વધારે સારું. વાંચનની ઘડીઓમાં બીજાત્રીજ વિચારો આવવા ન જોઈએ. પુસ્તકના અક્ષરો પાસેથી જે સુવિચાર સાંપડે છે તેમાં તલ્લીન થવાનું, જૂનાપુરાણા ઘરગથ્થુ વિચારોમાં જ વાંચન અટવાઈ જશે તો મને નવી પ્રેરણા મળશે કયાંથી ? આ તો વાંચવાની વાત થઈ. શું વાંચવું તેય સમજી લેવાનું છે. આપણે ઘણાં પુસ્તકો વાંચી શકવાના નથી. આજે હજારો પુસ્તકો દર વરસે છપાય છે. માત્ર ગુજરાતી ભાષામાં જ લાખો પુસ્તકો થઈ ગયા છે, જે તમે ક્યારેય વાંચીને પૂરા કરી શકવાના નથી અને વાંચવા જરૂરી પણ નથી, તમારી માટે, આપણી લાગણીને સત્ત્વશીલ બનાવે, આપણા વિચારોને પ્રામાણિક બનાવે અને આપણા આદર્શોને નૈતિક બનાવે તેવાં જ પુસ્તકો હાથમાં લેવાના. કથા અથવા વાર્તા સિવાયનાં પુસ્તકોમાં પણ ભરપૂર આનંદ સાંપડે છે તે યાદ રાખવાનું. વાંચતા પહેલા અનુક્રમ અને પ્રસ્તાવના દ્વારા પુસ્તકનો પરિચય કરી લેવાનો. ફૂંકી ફૂંકીને પુસ્તકો પસંદ કરવાના, આડેધડ નહીં. વાંચતી વખતે પુસ્તક કે ગ્રંથના સર્જકની શૈલી, રજૂઆત અને વિચારણાને અલગ તારવીને વિચારણા પર સ્થિર થવાનું. શૈલીના શબ્દાડંબર અને રજૂઆતની ચાલાકી પર રાજી થવાને બદલે મૂળભૂત વિચારણાને અષ્ટતાથી સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. - - 36

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27