Book Title: Prassannatani Pankho
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 11
________________ ઇર્ષાનો ઈલાજ નથી. ગુસ્સો આવતો હોય ત્યારે ગુસ્સાનાં કારણનું વિશ્લેષણ કરો. મામૂલી વાતો પર ગુસ્સો કરવાનું માંડી વાળો. મોટા ભાગનો ગુસ્સો મામૂલી વાતો પર થતો હોય છે. કસ વિનાની વાતો પર ગુસ્સો ન કરાય. ગુસ્સાને મોભાદાર કારણ મળવું જોઈએ. તમે ગુસ્સો કરવાનું ટાળતા રહો છો તેને લીધે તમારું વર્ચસ્વ સ્થાપિત થાય છે. ખરેખર જરૂરી જ હોય તેવા અવસરે તમને ગુસ્સો આવે છે, તોય તમે વગર ગુસ્સે જ વાત કરો છો તો તમારી વાતનો સ્વીકાર થાય છે કેમ કે તમે ઘણા ઘણા સમય પછી શાંતિથી અવાજ ઉઠાવ્યો હોય છે. નાનીનાની વાતે ગુસ્સો કરીને આપણે મોટી વાત સુધી પહોંચી શકતા નથી. એ નાનીનાની વાતો છોડી દો, મોટી વાત પર આવો. એ મોટી વાતનું વજન તમારા ગુસ્સાને રોકશે અને તમારું કામ પણ કરી આપશે. સૌમ્ય બને છે તે જ મક્કમ પગલાં માંડી શકે છે. સૌમ્યતાની સરવાણીમાં ભીંજાય તેનાં દિલમાં જ ફૂલ ખીલે, ભીતરમાં ભડકા બળતા હોય તેને સાત્વિક આનંદ સાંપડતો નથી. ખુશહાલ રહેવા માટે ગુસ્સાને રવાના કરવો જ પડશે. ગુસ્સો જો આપણી લાચારી હોય તો એની સામે બંડ પોકારવું જોઈએ. શાંતિ પામવાનો પ્રારંભ સૌમ્યતાથી થાય છે તે યાદ રાખો. બીજા મને હેરાન કરે છે તેમ માનીને વગર કારણે બીજાને બદનામ કરવાની આપણને આદત થઈ ગઈ છે. બીજાને તમારી સામે જોવાની ફુરસદ જ નથી. એ તમને શું કામ હેરાન કરે ? એ પોતે જ એટલો પરેશાન છે કે તમારા સુધી લાંબા થવાની એની તાકાત રહી નથી. હેરાને તો તમે જ, તમને પોતાને કરો છો. તમારા મનમાં લાગણીઓ છે. એમાં સમતુલા જાળવતા ન આવડે તો તમે હેરાન થતા જ રહેવાના છો. સમતુલા જાળવી શકો તો હેરાન થતાં બચી શકો. ઘણી બધી લાગણીઓ કામ કરે છે. અમુક લાગણી તો એવી છે કે જેમાં બીજા તરફથી ખલેલ ન થતી હોય તોય એ ખળભળતી રહે છે. ઇર્ષા, આવી લાગણીઓમાં સૌથી પહેલી છે. શું છે આ ઇર્ષા ? તમે તમારી જાતને મોટી માની જ લીધીમોટા તરીકે માન મળે એ માટે તમે ઇચ્છા રાખી. હવે મોટા હોવાનું માન બીજી જ કોઈને મળી ગયું. તમે રહી ગયા, એ ફાવી ગયો. તમે મનોભંગ અનુભવીને એની માટે જે વિચારો છો તે ઇર્ષા છે. તમે ગુણિયલ છો. ગુણવાન તરીકે પ્રસિદ્ધિ મેળવવાની તમારી ઇચ્છા છે. બીજો કોઈ વચ્ચે આવી જાય છે. પ્રસિદ્ધિ અને મળી જાય છે. તમારે બાજુ પર બેસવું પડે છે. મનોમન અસંતોષ સળગે છે. આ ઇર્ષા છે. તમે ગરીબ છો. તમારી પાસે પૈસા ઓછા છે. બીજો શ્રીમંત છે. પૈસા ભરપૂર છે એની પાસે. તમારી ગરીબીને લીધે નહીં પરંતુ એની શ્રીમંતાઈને લીધે તમને દિલમાં જે વેદના થાય તે ઇર્ષા છે. તમે શ્રીમંત હશો. બીજો કોઈ નવો નિશાળિયો અચાનક પૈસા બનાવીને મોટો માણસ બની જાય છે. તમારો મોભો હવે એને પણ મળે છે. તમારી જેમ એને પણ લોકો શાબાશી આપે છે. તમને આ નથી ગમતું. આ ઇર્ષા છે. બીજાની પ્રગતિ જોઈને, બીજાની પ્રશંસા સાંભળીને જલન અનુભવીએ તે ઈર્ષા છે. ઇર્ષા કરવાથી તમને શું ફાયદો છે, તે વિચારો. ઇર્ષાથી તમારો જુસ્સો તૂટે છે. ઇર્ષાથી તમારો ઉત્સાહ ઘટે છે. ઇર્ષાથી તમારી પ્રસન્નતામાં ઓટ આવે છે. ઇર્ષા તમારા જીવનમાં ધીમું ઝેર રેડે છે. ઇર્ષા કરવાથી સામા માણસને કોઈ તકલીફ નથી થતી. ઇર્ષાથી માત્ર તમને જ તકલીફ થવાની છે. ગુસ્સો કરીએ તો સામા માણસને સાંભળવું પડે છે, અપમાનિત થવું પડે છે. ઇર્ષામાં તો અકારણ ચિંતા હોય છે. બીજા લોકો આગળ નીકળી જાય છે તેની બળતરા સતત થતી હોય તો તમે ઇર્ષાના મરીઝ ૧૫ ૧૬ - -

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27