Book Title: Prassannatani Pankho
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 17
________________ અપેક્ષાની અદાલત હજી પણ એક વાત. સામા માણસ માટે મનમાં ગાંઠ છે. તે ખરાબ છે, તેણે ખરાબી છોડવી જોઈએ, આવો મનમાં અભિપ્રાય બાંધી લીધો છે. એના તરફથી આવતી તકલીફ એક સમસ્યા છે. એણે સુધરવું જોઈએ, આ માન્યતા બીજી સમસ્યા છે. બીજી સમસ્યા જ એશાંતિ આપે છે. એ જેવો છે તેવો. એ સુધરવાનો નથી, એ બદલાવાનો નથી. એની સાથે જ કામ લેવાનું છે. રડીને લો કે હસીને. સંયોગો આ જ છે, એમાં ફરક થવાનો નથી. ફરક કરીશું તો નવી સમસ્યા અને નવા ઝઘડા રહેવાના. મકાન બદલવાથી માણસ બદલાતો નથી, ડૉક્ટર બદલવાથી રોગ બદલાતો નથી, સંયોગો બદલવાથી સ્વભાવ નથી બદલાતો. સંયોગો જે છે તે સ્વીકારવા જ પડશે. સામા માણસની વિચિત્રતાને સ્વીકારીને જ ચાલવાનું છે. રોગ થયો છે તે હતાશ થઈને ખમવો કે પ્રસન્નતાથી વેઠી લેવો તે જ સવાલ છે. સૂરજ તડકો વરસાવતો હોય ત્યારે વરસાદના વિચાર આવે તે સ્વાભાવિક છે પરંતુ સૂરજ સૂરજના સમયે તપવાનો જ છે. ઠંડીના દિવસોમાં સૂરજની ગરમી યાદ કરીએ તે સ્વાભાવિક છે પરંતુ શિયાળો, શિયાળાની ટાઢ બતાવવાનો જ છે. નિસર્ગનો ક્રમ બદલાતો નથી તેમ ભાગ્યનો ક્રમ પણ નથી બદલાતો. આજે જે પરિસ્થિતિ છે તે આપણી નિયતિ છે. એને સ્વીકારી લેવાની છે. બીજાને સમજાવવાને બદલે મનને સમજાવવાનું છે. આ સહેલું નથી પરંતુ જરૂરી છે. કોઈપણ પરિસ્થિતિને ફરિયાદનાં રૂપમાં જોવાય નહીં. ફરિયાદને અશાંતિ સાથે સંબંધ છે. પરિસ્થિતિને માત્ર વાસ્તવરૂપે જોવાની. તકલીફ છે તે હેરાન કરવાની જ. એમાં મનોમન ફસાવાની જરૂર નથી. આટલો બધો ભાર મન પર લેવાનું કોઈ કામ નથી. ચાલે, જિંદગીમાં ચડતી પડતી આવ્યા કરે. હિંમત રાખવાની. પોતાની ઉપર વિશ્વાસ રાખવાનો. આવતીકાલ ઉજળી ઉગવાની છે. આજના હતાશ મનોભાવોને લીધે આવનારા દિવસો બગડે તે બરોબર નથી. આજના આવેશની અસરતળે આગામી જીવનને ઠોકર લાગે તેવું શું કામ થવા દેવું ? જેમની સાથે રહીએ છીએ તેમની સાથે ગેરસમજની ગાંઠ બાંધી ન શકાય. આ ગાંઠ આપણાં ગળાને જ ભીંસી નાંખશે. બીજા, બહારના લોકો ગળું ભીંસ તે બને. આપણે જ આપણું ગળું દબાવીએ તે કેટલે અંશે વ્યાજબી ? મરવાના વાંકે જીવે છે, ગેરસમજ રાખનારો. કૅન્સરની ગાંઠ કરતાય ગેરસમજની ગાંઠ વધુ જોખમી છે. કૅન્સરની દવા મળે છે, ગેરસમજની નહીં. એ જાતે જ મટાડવી પડે છે. કદાચ, આ કામ આ જ કારણસર સહેલું પણ બને. ગેરસમજની ગાંઠ ઓગળે તો ઘરઆંગણે સોનાનો સૂરજ ઉગે. - - ૨૭, આપણે સુખી નથી તે માટે ઘણા પુરાવા છે. આપણે દુ:ખી છીએ તેનાં ઘણાં કારણો મળી આવે છે. ક્યારેક સુખી હોઈએ તો દુઃખી નથી હોતા, દુ:ખી હોઈએ તો સુખી નથી હોતા. ક્યારેક વળી બન્ને સાથે હોય તેવું લાગે છે. સુખ નામની ઘટના, દુ:ખ નામનો પ્રસંગ આંગળી મૂકીને બતાવી શકીએ તેવો હોવા છતાં, સુખ અને દુઃખ ક્યા છે તે શોધી કાઢવું અઘરું પડે છે. સુવિધા અને સામગ્રીનો સથવારો તે સુખ ? સારા, ગમી જાય તેવા માણસોનો મેળાપ તે સુખ ? ગેરહાજરી તે દુઃખ ? મજાના સવાલ છે. આપણે સુખી છીએ કે દુઃખી તે નક્કી કરવા આપણે આ બાહ્ય પરિબળો પર ધ્યાન આપીએ છીએ. આમના આધારે સુખદુ:ખનાં સમીકરણ રચાય છે. હકીકત જુદી છે. આપણાં સુખદુ:ખનો આખરી નિર્ણય આપણા હાથમાં નથી. એનો ફેંસલો અપેક્ષાની અદાલતમાં થાય છે. તમે એમ ધારીને ચાલો કે મને પૈસા મળવાના જ છે, તો પૈસા ન મળે તેનું દુઃખ થવાનું. એ દુઃખ પૈસા ન આવ્યા તેનું નથી-એ દુઃખ પૈસા આવવાની આશા તૂટી તેનું છે. પૈસા મળી ગયા તો એ સુખ, આશા સાકાર થઈ તેનું જ હોવાનું. પૈસા દ્વારા જે મળશે તે આશાની સોદાગરી હશે. તેમને કોઈ વ્યક્તિમાં રસ છે. તમે તે વ્યક્તિને મળવા માટે મહેનત કરો. વિશ્વાસ જીતવા સુધી પહોંચી જવાય ત્યારે સંતોષ મળે છે. એ વ્યક્તિ, જેને મળવામાં સુખ માનેલું, તે વ્યક્તિનાં અંતરંગ દુ:ખમાં ભાગીદાર બનીને આંસુ સારીએ છીએ ત્યારે સવાલ નથી થતો કે સુખ આ વ્યક્તિ પાસેથી મને કંઈ રીતે મળે છે ? સુખ શોધવામાં શું ખૂટે છે ? - તમે લક્ષ્ય નક્કી કરીને નિર્ણય લો છો. લક્ષ્ય સાકાર થશે તે સુખની ઘડી હશે - એ નક્કી છે માટે જ મચી પડો છો. લક્ષ્ય સાકાર થાય છે પછી યાદ આવે છે, આ નિર્ણય લીધો તેને બદલે બીજો લીધો હોત તો વધુ આગળ પહોંચ્યા હોત. જે ઘડી સુખ બનીને આવવાની હતી તે ઘડી રંજ લઈને આવી પડે છે. ધારણા પૂરી થવા છતાં સુખ હાથતાળી દઈ જાય છે. દરેક વખતે આવું બને છે. સંયોગો સાથ આપે ત્યારે પણ સુખ નથી. વિપરીત સંયોગો તો દુ:ખ જ છે. ૨૮ છે –

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27