Book Title: Prassannatani Pankho
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 24
________________ વાંચન વિશે તમારી વાંચનશક્તિને વિવેચનદૃષ્ટિ મળે તે માટે છેલ્લે એક કસરત કરવાની. આખાં પુસ્તકમાં સૌથી સારું પ્રકરણ કયું લાગ્યું તે જાતે તપાસવાનું. દરેક પ્રકરણ સારા હશે જ. તમારે અભિપ્રાય આપવાનો પણ નથી. તમારે તમારી દૃષ્ટિને ઘડવાની છે. જે પ્રકરણ તમને સૌથી સારું લાગ્યું તેની વિશેષતા શું છે તે સારી રીતે સમજવાની. આ કસરત કરવાથી તમારું વાંચન જવાબદાર બની જશે, ટાઈમપાસ નહીં. વાંચન કરતી વખતે વાતો ન કરવાનું નક્કી કરી લો. થોડું વાંચીને આમતેમ ફાંફા મારે તે વિષયને અન્યાય કરી બેસે છે. વાંચવા માટેનું પુસ્તક જાતે પસંદ કરવાને બદલે ગુરુભગવંતને પૂછી લેવું. જાતે ને જાતે પુસ્તક વાંચવું એ જ્ઞાનની ચોરી છે. પૂછીને વાંચીએ તે અનુજ્ઞાની મંગલછાયા છે. માત્ર દિમાગમાં ભૂસું ભરવાનું નથી. સંસ્કારો પામવાના છે. તમે વાંચો તો આત્માને ઘડવા માટે વાંચો. પોથી પંડિત થવા માટે નહીં. સૌથી મહત્વની વાત. તમને અગર વાંચવાનો રસ છે તો રોજનો વાંચવાનો સમય નિયત કરી લો. રોજ એક કલાક કે અડધો કલાક. બને તો રોજિંદો સમય પણ નક્કી થઈ જવો જોઈએ. વાંચવાની નિયમિતતામાં આ શિસ્ત અનિવાર્ય છે. હાથમાં પુસ્તક લઈને, દુનિયાભરની ઝંઝટોને વિસારે પાડી દે તે સાચો વિચારવંત છે. વાંચનની વાચનાનું આ અતૂટ સમીકરણ છે. ઘણાં પત્ર આવ્યા છે. મુદા બે મુખ્ય છે. ૧. વાંચવાનું શી રીતે તે જણાવશોજી ? ૨. વાંચવા દ્વારા જે મેળવવાનું છે તે શી રીતે મળે ? જવાબ અલબતું એક જ છે. તમે જે વાંચો છો તે પૂર્વઆયોજનથી વાંચો છો કે જે હાથમાં આવે તે વાંચો છો તે વિચારી જુઓ. ઘણે ભાગે આપણે વાંચીએ છીએ તેમાં વ્યવસ્થા નથી હોતી. જે મળે તે વાંચવા માંડીએ છીએ. જેમ ફાવે તેમ વાંચીએ છીએ. જેમ આવે તેમ પૂરું કરી નાંખીએ છીએ. તમે જે વાંચવાનું તત્ત્વજ્ઞાન સમજવા માંગતા હો તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી લેજો. ૧. હું જે વાંચું છું તે પ્રમાણે મારી પસંદગી ઘડાય છે. હું જો અસ્તવ્યસ્ત વાંચું છું તો મારી પસંદગી અસ્તવ્યસ્ત જ રહેવાની છે. વાંચવાની સ્થિરતા કેળવવી જોઈએ. મારો વાંચવાનો સમય નિયત હોવો જોઈએ. રોજ અમુક મિનિટ કે અમુક કલાક વાંચવાની માટે હોવા જ જોઈએ. એમાં ખાડા પાડવાના નહીં. બને તો રોજનો વાંચવાનો ટાઈમ પણ નક્કી કરી લેવાનો. વાંચવા માટેના પુસ્તક કયા લેવા તે સૌથી મોટો સવાલ છે. દરેક વિષયનાં હજારો પુસ્તકો મળે છે. જે હાથમાં લઈએ તે વાંચવાનું મન થાય છે. નથી વંચાતા તે પુસ્તકો યાદ આવ્યા જ કરે છે. એક વાત નક્કી. સાધુ મહાત્માઓના પુસ્તકો વાંચવાથી આપણી શ્રદ્ધા સલામત અને મજબૂત બને છે. ગૃહસ્થોનાં પુસ્તકોની ઝાઝી કિંમત કરવા જેવી નથી. બીજી વાત, વાર્તાની ચોપડીઓથી સમજદારી કેળવાતી નથી. એ વાર્તાઓ તો મનના માંદાઓને સાજા કરવાની દવા છે. તમે તો મનના મુદ્દે સમર્થ છો. વિચારણાને પ્રેરણા મળે તેવા ઉપદેશાત્મક, ચિંતનાત્મક કે વિચારપ્રધાન પુસ્તકો વાંચવાનું જ લક્ષ રાખવાનું. ૪. તમારે જે વિષયના પુસ્તકો વાંચવાના છે તેની બાબતમાં સ્પષ્ટ થઈ જજો . જે વિષયનાં પુસ્તકો નથી વાંચવાના તે વિષયમાં પણ સ્પષ્ટતા કરી લેજો, જાત - ૪૧

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27