________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૭૩ ઉત્તર:- ના. જ્ઞાનીની વાણીમાં અસતની પ્રરૂપણા ન આવે. જ્ઞાનીને અસ્થિરતા હોય. પણ પ્રરૂપણામાં અસત્ કથન ન આવે. વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી લાભ થાય કે રાગથી ધર્મ થાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એવી પ્રરૂપણાને અસત્ પ્રરૂપણા કહે છે. ર૭ર.
પ્રશ્ન- પ્રવચનસારમાં વિકારને શુદ્ધનયથી જીવનો કહેવાનું શું પ્રયોજન છે?
ઉત્તર:- વિકાર તે જીવથી પોતાથી થયો છે. પોતાના અપરાધનું કાર્ય છે પણ કર્મથી (પુદ્ગલથી) વિકાર થયો નથી તેમ બતાવવા વિકારને શુદ્ધનયથી (અશુદ્ધ નિશ્ચયનયથી) જીવનો કહ્યો છે. ૨૭૩.
બે નય પરસ્પર વિરોધી છે. જો તે એક હોય તો બે નય રહેતા નથી. વ્યવહારનય નથી એમ નથી. પણ વ્યવહારથી લાભ થાય તો નિશ્ચયનય રહેતો નથી. પાણી ગરમ થાય છે તેમાં અગ્નિ નિમિત્ત નથી તેમ નથી. પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય તો ઉપાદાન રહેતું નથી. નિશ્ચયની સાથે વ્યવહાર હોતો નથી તેમ નથી, પણ વ્યવહારથી નિશ્ચય થાય તો નિશ્ચય રહેતો નથી. ઉપાદાનના કાર્ય કાળે નિમિત્ત હોય છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. આવી વસ્તુની સ્થિતિ છે. ૨૭૪.
પ્રશ્ન:- આપ ધ્રુવસ્વભાવમાં (ઉપયોગ) લઈ જવાનું વારંવાર કહો છો પણ ધ્રુવસ્વભાવ દેખ્યો હોય તો ઉપયોગ લઈ જવાય ને?
ઉત્તર:- ધ્રુવસ્વભાવ તરફ લક્ષ કરે ત્યારે પર્યાયમાં ધ્રુવસ્વભાવ દેખાય ને! લક્ષ કર્યા વિના દેખાય કેમ! ધ્રુવસ્વભાવ તરફ લક્ષ કરે નહિ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com