Book Title: Parmagam sara
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 287
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨] [ પરમાગમસાર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો પ્રત્યક્ષ દેખવામાં આવે છે તો બંધન નથી એમ કેમ કહી શકાય? જો બંધન ન હોય તો મોક્ષમાર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે? નિમિત્ત-નૈમિત્તિક સંબંધને ન માને તો તે મિથ્યાદષ્ટિ છે. સ્ત્રીનો દેહ હોય અને મુક્તિ થાય એમ અજ્ઞાની માને છે, તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધને માનતો નથી. સ્ત્રીને ત્રણ કાળમાં છઠું ગુણસ્થાન આવતું નથી. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એવી જ સ્ત્રી દેહમાં રહેલા જીવની યોગ્યતા છે. એમ ન માને તે ગૃહીત મિથ્યાદષ્ટિ છે. વીતરાગમાર્ગ અલૌકિક છે. લોકો પોતાની કલ્પનાથી માને છે એવો તે માર્ગ નથી. આંખમાં કણું ચાલે પણ સાચા માર્ગમાં થોડી પણ ભૂલ ચાલે નહિ એમ સમજવું. આત્મામાં ભાવબંધન જ ન હોય તો સમ્યગ્દષ્ટિ જ્ઞાનાનંદ સ્વભાવમાં સ્થિર થઈને વિકારનો નાશ શા માટે કરે? માટે પર્યાયમાં બંધન છે એમ જાણવું. ૯૮). સ્વભાવની રુચિ જેને થઈ છે તે જીવ પણ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે તો દર્શન-જ્ઞાન નિર્મળ થાય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન તો નિર્મળ છે પણ જ્ઞાનમાં વિશેષ નિર્મળતા થાય છે. ૯૮૧. સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાદષ્ટિ બન્નેને ચારે અનુયોગનો અભ્યાસ કાર્યકારી છે. તેમાં પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ મુખ્ય છે કેમ કે મૂળભૂત નિરૂપણ તો એમાં છે. ૯૮ર. નિર્વિકલ્પ અનુભવમાં સમ્યગ્દષ્ટિ નિરંતર રહી શકતા નથી એટલે તેને શાસ્ત્રાભ્યાસ વગેરેનો ભાવ આવે છે. નિર્વિકલ્પ અનુભવની અપેક્ષાએ તે શુભરાગને ય કહ્યો છે. નિર્વિકલ્પ અનુભવમાં રહેવું તે તો ઉત્તમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293