________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦]
ગમસાર ચૈતન્યબિંબ આત્માની પર્યાય સ્વ-પર પ્રકાશક સ્વભાવ નિશ્ચયથી છે. તે પરને જાણે છે એમ કહેવું તે અસદ્દભૂત ઉપચાર છે. પણ પર પ્રકાશક સ્વભાવ વ્યવહારથી છે એમ કોઈ કહે તો પર-પ્રકાશક સ્વભાવ રહેતો નથી. અને સ્વભાવ આખો સ્વ-પર પ્રકાશક સાબિત થતો નથી. માટે પર-પ્રકાશક સ્વભાવ આત્માનો નિશ્ચયથી છે. ૮૬૮.
એક સમયનો રાગ અંદરમાં-ત્રિકાળી સ્વભાવમાં બેઠો નથી. મિથ્યા માન્યતા અને રાગ સ્વભાવની અંદર પેઠા નથી. અને પર્યાયમાં બિલકુલ છે જ નહિ એમ કહે તો તે પણ ખોટો છે. દરેક ચૈતન્યરત્ન છે તેની એક પર્યાયનો હાંસમાં સંસાર છે તથા જ્ઞાનની પર્યાય સ્વપર-પ્રકાશક સામર્થ્યવાળી છે. તેમાં પરપદાર્થનો પોતાના અભાવનું જ્ઞાન ને સ્વપદાર્થનો પોતાના સભાવનું જ્ઞાન છે. પરના અભાવરૂપ નાસ્તિપણે પરિણમન પોતાના કારણે છે ને સ્વનું અસ્તિત્વરૂપ પરિણમન પોતાના કારણે છે. ૮૬૯.
પ્રશ્ન:- સ્વપર-પ્રકાશક સ્વભાવમાં બેપણું આવ્યું છે કે એકપણું?
ઉત્તર:- શક્તિ એક છે, એક પર્યાયમાં અખંડપણું છે, બેપણું નથી. સ્વપર-પ્રકાશનું સામર્થ્યપણું એક છે. ભેદ પાડીને બેપણું કહેવાય છે. ૮૭૦.
મરણની પીડા કરતાં વિષયોની પીડા જીવને અસહ્ય-ઘણી અસાધ્ય લાગે છે. માટે જ્ઞાનસ્વભાવની પ્રીતિ કરવી તે સુખદાયક છે, (નહિ તો પર વિષયનો દાહ ઉત્પન્ન થયા વિના નહિ રહે.) ૮૭૧.
કોઈપણ પરદ્રવ્યની તાકાત નથી કે જીવને સંસારમાં રખડાવે. પોતે પોતાની ભૂલથી રખડે ત્યારે કર્મ નિમિત્ત હોય છે, જીવ પોતે જ પોતાની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com