________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૧૯ માને નહીં લોકમાં મંત્ર-તંત્ર-ઔષધ વગેરે છે. તે તો પુણ્ય હોય તો ફળે, પણ આ સમ્યગ્દર્શન રત્ન સર્વ રત્નોમાં એવું શ્રેષ્ઠ રત્ન છે કે દેવો પણ તેનો મહિમા કરે! ૭૯ર.
આ તો વીતરાગમાર્ગ છે. તેમાં સત્યને સત્ય જાણવું જોઈએ, આડું અવળું માને તો ચાલે તેમ નથી. આંખમાં તો કદાચ રજકણ સમાય પણ શુદ્ધ વીતરાગમાર્ગમાં જરાય આઘુંપાછું ચાલે તેમ નથી. જેમ વસ્તુ સ્વરૂપ છે તેમ તેને જાણીને પ્રતીત કરે, તે સમ્યગ્દર્શન છે, ને તે સમ્યગ્દર્શન જગતમાં શ્રેષ્ઠ છે. ૭૯૩.
અંતર શુદ્ધ સ્વભાવની દષ્ટિ પડી છે, તે ભવને બગડવા દેતી નથી ને ભવને વધવા પણ દેતી નથી. જ્ઞાનસ્વભાવના અનાદરથી જે કર્મો બંધાયા તે કર્મોને જ્ઞાનસ્વભાવની ભાવના વડે સમ્યગ્દષ્ટિ નાશ કરી નાખે છે. સમ્યગ્દષ્ટિને પૂર્વે અજ્ઞાનદશામાં કોઈ નરકાદિનું આયુષ્ય બંધાઈ જાય પણ સમ્યગ્દર્શન સહિત જીવને તો નરકાદિનું આયુષ્ય બંધાય જ નહીં. આવો સમ્યગ્દર્શનનો મહિમા છે. ૭૯૪.
જ્ઞાનીની દૃષ્ટિ સંસારથી છૂટવાની છે. તેથી રાગરહિત નિવૃત્ત સ્વભાવની મુખ્યતા, ભાવના, આદરમાં તે સાવધાન છે. છતાં કોઈ અતિચારમાં જોડાઈ જાય પણ તેનાથી છૂટી શાંત જ્ઞાન ભાવમાં ઠરવા જ માગે છે. પણ સંયોગ પલટાવું ને ક્રોધાદિ કરવા જેવા છે એમ જે માને છે તેને તો શ્રદ્ધામાં મોટી વિપરીતતા છે. જ્ઞાનીને વીતરાગ દષ્ટિ જ મુખ્ય છે તેમાં તો જરાય હાનિ થવા દેતા નથી. પણ ચારિત્રમાં નબળાઇથી અતિચાર થઈ જાય તો નિંદા કરી ખેદ પામે છે, હોંશ લાવી બચાવ નથી કરતા કે આવો દોષ તો ગૃહસ્થમાં હોય તેથી વાંધો નહિ. જો એમ કરે તો સ્વચ્છેદી–મિથ્યાદષ્ટિ છે. ૭૯૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com