Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
૮૩
“મનકરણ-દ્રવ્યમન કેવળિ મહારાજને છે તેથી સંજ્ઞિ કહેવાય છે, મને વિજ્ઞાન આશ્રયિ તેઓ સંસિ નથી”
अपमत्त्वसन्तअजोगि जाव सम्वेवि अविरयाईया। वेयगउवसमखाइयदिट्टी कमसो मुणेयव्वा ||३२||
अप्रमत्तोपशान्तायोगिनः यावत्सर्वेऽप्यविरतायाः।
वेदकोपशमक्षायिकसम्यग्दृष्टयः क्रमशः मन्तव्याः ॥३२॥ અર્થ—અવિરતિથી આરંભી અપ્રમત્ત ઉપાશાન્તાહ અને અગિકેવળિ સુધીના ગુણસ્થાનકે અનુક્રમે વેદક ઉપશમ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ માર્ગણામાં જાણવા.
ટીકાતુ-અહિ પદને સંબંધ અનુક્રમે કરવો તે આ પ્રમાણે-અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપ્રમત્ત સુધીના ચાર ગુણસ્થાનકે વેદકસમ્યકત્વમાગણામાં હોય છે, અવિરતિ સમ્યગ્દષ્ટિથી આભી ઉપશાન્તાહ સુધીનાં આઠ ગુણસ્થાનકે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં હોય છે. અને અવિરતિસમ્યગ્દષ્ટિથી આરબી અગિકેવળિ સુધીના અગીઆર ગુણસ્થાનકે ક્ષાયિક સમ્યક ત્વમાર્ગણામા હોય છે. મિથ્યાદષ્ટિ સાસ્વાન અને મિશ્રણમ્યકત્વ માર્ગણામાં પિતાપિતાના નામવાળું એક એક ગુણસ્થાનક ગાથામાં નથી કહ્યું છતા જાણી લેવું. ૩૨
आहारगेसु तेरस पंच अणाहारगेसु वि भवति । • भणिया जोगुवयोगाण मग्गणा बंधगे भणिमो ॥३३॥
आहारकेषु त्रयोदश पञ्चानाहारकेष्वपि भवन्ति ।
भणिता योगोपयोगानां मार्गणा वन्धकान् भणामः ॥३३॥ અર્થ આહારમાં તેર અને અણુહારકમાં પાંચ ગુણસ્થાનક હોય છે. આ પ્રમાણે ચોપગમાર્ગણ કહી હવે બન્યાનું વર્ણન કરીશ.
ટીકાનુ પ્રથમ ગુણસ્થાનકથી આરંભી સાગિ કેવળિ સુધીના તેર ગુણસ્થાનકો આહારકમાર્ગણામાં હોય છે. અનાહારકમાગણામાં પહેલાં બે ગુણસ્થાનક, અવિરતિ સભ્યદષ્ટિ ગુણસ્થાનક. અને છેલા બે સોગ કેવળિ અને અગિ કેવળિ એમ પાંચ ગુણરથાનક હોય છે. તેમાં પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકે વિગ્રહગતિમાં અણહારિપણ છે. તે સમુદલાતાવસ્થામાં ત્રીજ છે અને પાંચમે સમયે અણહરિપણું છે. અને ચૌદમા ગુણ
સ્થાનકવાળા આત્માઓ શરીરને અભાવ હોવાથી અણહારીજ હોય છે. આ પ્રમાણે ચાગપગમાગણનામનું પહેલું દ્વાર પૂર્ણ થયુ. હવે બઘકામના બીજા કારનું પ્રતિપાદન કરીશુ. ૩૩ જ્ઞાનધારા પદાર્થો જાણીને અન્ય ક્ષેત્રમાં રહેલા મન.પર્યાવજ્ઞાની કે અનુત્તર વિમાનના દેવને ઉત્તર આપવા અનેવગણ ગ્રહણ કરે છે. એટલે કેવળિમહારાજને માત્ર વગણનું પ્રહણ છે, તે દ્વારા મનન કરવાપણું નથી. એટલે કે દ્રવ્ય મન છે, પણ ભાવમન નથી. ભાવમન નહિ હેવાથી સંક્ષિ ન કહેવાય, દિવ્યમન હોવાથી સંજ્ઞ પણ કહેવાય. અને બારમા ગુણસ્થાનક સુધી વર્ગણાનું ગ્રહણું તેમ તે દ્વારા મનને પરિણામ પણ થાય છે, તેથી તેઓ સાત્તિ કહેવાય છે.