Book Title: Laughing Men Author(s): Gopaldas Jivabhai Patel Publisher: View full book textPage 4
________________ આવાં સુંદર પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે અંતરાત્મા પરિતૃપ્ત થાય છે અને સંસ્કાર તથા સંસ્કૃતિની બાબતમાં આપણે એક અગત્યનું આગેકદમ ઉઠાવ્યું, એમ લાગે છે. એવાં સુંદર અને ઉપયોગી પુસ્તકે પોતપોતાની ભાષામાં સફળતાથી ઉતારીને માનવજાતના એ અતિ કીમતી વારસાને લેકસુલભ કરી આપો, એ કોઈ પણ દેશની સાહિત્ય પ્રવૃત્તિનું આવશ્યક અંગ ગણાય. અને એ રીતે આ વિશ્વસાહિત્યના મશહૂર લેખકની કેટલીક પસંદ કરેલી વાર્તાઓ સુવાચ્ય અને સચિત્ર સ્વરૂપે રજૂ કરી શકાતાં અમારી પરિવાર સંસ્થા ખરેખર ગૌરવ અનુભવે છે. આજના યુગમાં આવી કૃતિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. દુનિયાભરમાં વિક્ટર હ્યુગે, ડિકન્સ, ટોલસ્ટોય છે. સાહિત્ય સ્વામીએ રસપૂર્વક પાછા ફરી ફરીને વંચાવા લાગ્યા છે. પરિવાર સંસ્થાએ ટૂંક સમયમાં આવા ડઝનેક વિસ્તૃત સંક્ષેપ પ્રસિદ્ધ કર્યા છે; ગુજરાતના તેમ જ આફ્રિકા જેટલે દૂર વસતા ગુજરાતી વાચકોએ સુંદર આવકાર આપીને, અમને આગળ વધવા જેટલી પ્રેરણા પૂરી પાડી છે. - આ જ સંપાદકે વિક્ટર હૃગેના લે મિઝેરાલ્ફ” અને “નાઈન્ટી શ્રી” નામની નવલકથાઓના પણ અનુવાદ કર્યા છે. તે બને પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. તે પણ સુંદર નવલકથાઓ છે, તથા તેમને અનુવાદ પણ એટલે જ સરસ થયો છે. હૃગોનું ભાષા ઉપરનું પ્રભુત્વ, અદ્દભુત વર્ણનશક્તિ તથા વસ્તુની હૃદયસ્પર્શી રજૂઆત સૌ કોઈની આગળ માગ મુકાવે છે. તાગોના લખાણના ગણનાપાત્ર ગુણમાં ઓજસ, વૈવિધ્ય, વિશાળ ફલક, ચારુતા, વાવૈભવ અને ભવ્યતા, કારુણ્ય અને જુસ્સો, તથા ભાવોને અસરકારક રીતે વ્યક્ત કરવાની હથોટી વગેરેનો સમાવેશ થાય છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 328