Book Title: Laughing Men Author(s): Gopaldas Jivabhai Patel Publisher: View full book textPage 9
________________ ડાકને ઓછા કરવાની છે. મને કોઈ પણ સ્થળ, કોઈ પણ સમય, અને કોઈ પણ હથિયાર મંજૂર છે. તમે તમારી જ વાત જણાવો એટલે બસ. આ મારો પડકાર છે, ઉમરાવ બહાદુરો! હવે તમારે ઘેર જઈ ભૂવા-જોગીના જે જંતરમંતર, માદળિયાં-તાવીજ વગેરે તૈયાર કરાવવાં હોય તે કરાવીને વેળાસર આવી જજે. જેમના આશીર્વાદ લઈને કે શુકન જોઈને આવવું હોય તેને મારે વાંધો નથી. પણ હું તો તમને જ્યાં હશે ત્યાંથી ખોળીને પૂરા કરીશ, એ નક્કી જાણજે.” અને આટલું નામ દઈને અપમાન કર્યા છતાં તથા પડકાર્યા છતાં કોઈ જુવાન ઉમરાવનું લોહી તપી જતું નથી–એટલી પામરતા તે ઉમરાવોની બતાવવામાં આવી છે. લોર્ડ ડેવિડ પણ આટલે પ્રાણવાન રહ્યો છે, તેનું કારણુ લેખકે એ સૂચવ્યું છે કે, તે વેશ બદલી, “ટોમ-જિમ-જેક' નામથી નીચલા વર્ગના લોકોમાં જ ભળતો - રહેતે હતે. આપણા દેશમાં પણ આઝાદી બાદ, જનાનાં મબલક નાણુથી એક નવી જ જાતની હદયહીન, ભ્રષ્ટ સામંતશાહી ઊભી થઈ છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અને ધંધાદારીઓ, સરકારી અમલદારોને હાથ કરી લઈ દેશની એક સબળી સામંતશાહી બની બેઠા. છે. દેશનાં કળા-હુન્નર, શિક્ષણ-સંસ્કાર, આચાર-વિચાર બધું તેમને પગલે તેમની પાછળ પાછળ ફરતું થઈ ગયું. છે. દેશના કેટયવધિ જીવન ઉપર વેપારી-અમલદારની આવી કારમી ચૂર્ણ તૈમૂરનાદિરશાહ જેવા તાનાશાહના ઈતિહાસમાં પણ જોવા-સાંભળવા ન મળે ! . ભ્રષ્ટતા અને લાંચરુશવતને આડો આંક વળી ગયું છે. “દેશ” કે “ધર્મ” કે “નીતિ' નામની ચીજ જ જાણે ભૂંસાઈ ગઈ છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 328