Book Title: Laughing Men Author(s): Gopaldas Jivabhai Patel Publisher: View full book textPage 8
________________ તેને હા સ્થળ-કાળથી પર બની રહે છે અને માનવ હૃદયમાત્રને સ્પર્શી શકે છે. તેથી જ આ વાર્તાઓ આજે આટલા સમયે પણ ગુજરાતી ભાષામાં ઉતારવી ગમે છે– ઉતારવી જરૂરી પણ લાગે છે. ઈંગ્લેંડની સામંતશાહી વૈભવ અને સત્તા એ બંને બાબતમાં અનોખી હતી, એમ લેખક જ જણાવી દે છે. પણ સત્તા તથા સમૃદ્ધિ બે ભેગાં થયે, એ બધા ઉમરાવો માણસ તરીકે ઊતરતા ઊતરતો કેવા પામર બની ગયા હતા, તેનો ઇશારો, લેડ ડેવિડ જ્યારે બધા ઉમરાવોને બારણા આગળ રોકીને પડકારે છે, ત્યારે આપણને તેના વકતવ્યમાંથી મળી રહે છે. તે કહે છે, “ઉમરાવ-સભામાં બેસનારા તમે, ગઈ કાલ સુધી ખેલાડી તરીકે જીવન ગાળનાર વિનપ્લેઈને જે ભાષણ કર્યું તેના સેમા ભાગ જેટલા શબ્દો તે બોલી બતાવો ! આ ઉમરાવ-સભામાં અર્થહીન બેલવાની પહેલ તેણે જ કરી છે એવું ક્યાં છે તેના મોઢા ઉપર વિદ્રપ હાસ્ય છે, પણ તે કંઈ તેને વાંદ નથી, તેનું કમનસીબ છે. અને કેઈની કમનસીબી ઉપર હસવામાં માણસાઈ નથી. તમારા લોકોની કદ્રુપતા તથા ભવૈયા જેવા તમારા પહેરવેશ ઉપર પણ ન હસી શકાય એવું કયાં છે ?..તમને બે વાકયો દલીલબદ્ધ તથા તર્કબદ્ધ રીતે જિંદગીમાં કદી બોલતાં આવડયું છે ખરું?... તમે તમારા આળસુ પગ એકસફર્ડ અને કૅબ્રિજ સુધી લઈ ગયા છો એટલે તમારી જાતને વિદ્વાન માનતા હશે. પણ ગધેડાને પણ કોલેજની પાટલી ઉપર ઉપાડીને બેસાડવાં હોય, તે બેસાડી શકાય. પણ તેથી તે કંઈ વિદ્વાને ન થઈ જાય...ઉમરાવ-સભામાં આપણે વાત કરવા અને વિચાર કરવા ભેગા થઈએ છીએ; તેને બદલે અહીં તમે લોકોએ કેવળ ધાંધલ મચાવ્યું છે. તેથી એક શ્રોતા તરીકે તમે મારું અપમાન કર્યું છે, એમ હું માનું છું; અને એટલે હું અહીં આવીને ઊભો છું. મારી મરજી તમારામાંનાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 328