Book Title: Laughing Men Author(s): Gopaldas Jivabhai Patel Publisher: View full book textPage 3
________________ પ્રકાશકનું નિવેદન - પ્રસિદ્ધ કેન્ય લેખક વિક્ટર હ્યુગોની આ ત્રીજી નવલકથા લાફિંગ મેન' થાને ઉમરાવશાહીનું પિત અને પ્રતિભા, ગુજરાતી ભાષા બેલતી પ્રજા સમક્ષ, વિસ્તૃત સંક્ષેપ રૂપે, સચિત્ર રજૂ કરતાં આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. વિશ્વસાહિત્યમાં પોતાનું નામ રોશન કરનાર વિટર હ્યુગે, ચાર્લ્સ ડિકન્સ અને અલેકઝાન્ડર ડૂમાની ઓછામાં ઓછી પાંચ પાંચ મશહૂર વાર્તાઓના વિસ્તૃત સંક્ષેપ ગુજરાતી વાચકની સેવામાં સચિત્ર રજૂ કરવાને પરિવાર સંસ્થાને શરૂથી સંકલ્પ છે; અને તે આ રીતે ઝપાટાબંધ સિદ્ધ થતો જાય છે એ જોઈ, એક પ્રકારની કુતાર્થતા અનુભવાય છે. આ નવલકથામાં હ્યુગોએ ઇંગ્લેન્ડની ઉમરાવશાહીનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું છે. ઈ. સ. ૧૭૦૦ના અરસામાં ધન અને સત્તા ભેગાં થતાં તે ઉમરાવો કેવા નમાલા - એશઆરામી અને પુરુષાર્થ હીન બની ગયા હતા, એનું ચિત્ર આ નવલકથામાં જેવું રજૂ થાય છે, તેવું બીજે ભાગ્યે જોવા મળે. વિકટર હ્યુગે મશહૂર નવલકથાકાર ઉપરાંત નાટયકાર અને કવિ તરીકે પણ પ્રસિદ્ધ હતો. ફાન્સના ૧૯મા સૈકાને એક અગ્રગણ્ય સાહિત્ય-સ્વામી તે ગણાય છે. એને જીવનકાળ એટલે ૧૮૦૨થી 1885. લેખકે બહુ ઓછાં પાત્રોથી આ કથાને આલેખી છે. અને તેમાંનું એક છે વરુ - હેમો' છે. તેમ છતાં આ વાર્તા તેની સચોટતાથી આપણને સ્પર્યા વિના રહેતી નથી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 328