________________
ԿԿ
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા રહેલ છે તે અનુભવથી જાણી શકાતું નથી, માટે નિધાનપ્રાપ્તિના અર્થી લોકો નિધાનવાળી ભૂમિનાં લક્ષણોને જાણનારા આપ્તપુરુષના ઉપદેશ અનુસાર તે લક્ષણોવાળા સ્થાનને શોધીને નિધાન ખોદવા વગેરેની પ્રવૃત્તિ કરે તો તેઓને અદૃષ્ટ ફળવાળા નિધાનખનનાદિ કાર્યમાં પોતાને ઇચ્છિત એવું નિધાનની પ્રાપ્તિરૂ૫ ફળ અવશ્ય મળે છે; પરંતુ જે લોકો નિધાન બતાવનારા આપ્તપુરુષના ઉપદેશના અનુસરણ વગર સ્વમતિ અનુસાર નિધાનની પ્રાપ્તિ માટે ખનનાદિમાં પ્રવૃત્તિ કરે છે તેઓને ખનનાદિનું નિધાનની પ્રાપ્તિરૂપ ફળ મળતું નથી; કેમ કે ક્યા સ્થાને ખોદવાથી નિધાન મળશે તે ઇન્દ્રિયથી દેખાતું નથી, તે જ પ્રમાણે કઈ રીતે ચૈત્યવંદન કરવાથી ઇષ્ટ ફળ મળશે તે ઇન્દ્રિયથી દેખાતું નથી, તેથી ચૈત્યવંદનના અનુષ્ઠાનમાં પોતાના અનુભવ અનુસાર પુરુષ સામાન્યની પ્રવૃત્તિથી ઇષ્ટ ફળ પ્રાપ્ત થતું નથી, પરંતુ અતીન્દ્રિય ફળવાળા ચૈત્યવંદનથી ઇષ્ટ ફળની પ્રાપ્તિના અર્થી જીવે પુરુષવિશેષરૂપ સર્વજ્ઞના વચનનો આશ્રય કરવો પડે; કેમ કે કઈ રીતે કરાયેલું ચૈત્યવંદન ઇષ્ટ ફળ આપે છે તે સર્વજ્ઞ જાણે છે, માટે સર્વજ્ઞના વચન અનુસાર ચૈત્યવંદનમાં પ્રવૃત્તિ કરવાથી ચૈત્યવંદનના ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ જેઓ કઈ રીતે કરાયેલા ચૈત્યવંદનથી ચૈત્યવંદનનું સમ્યફ ફળ પ્રાપ્ત થાય તે સ્વયં જાણતા નથી અને પુરુષવિશેષરૂપ સર્વજ્ઞના વચનનું આશ્રયણ પણ કરતાં નથી, ફક્ત પુરુષ સામાન્યની પ્રવૃત્તિનું આશ્રમણ કરે છે તેઓને તે ચૈત્યવંદનથી વિચલિત ફળ પ્રાપ્ત થતું નથી; કેમ કે વ્યભિચારનો સંભવ છે. '
આશય એ છે કે આપ્તપુરુષો જે પ્રકારે ચૈત્યવંદન વિષયક પ્રવૃત્તિ કરે છે તે પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવે તો તે ચૈત્યવંદનથી ચૈત્યવંદનનું વિવલિત ફળ પ્રાપ્ત થાય, પરંતુ આપ્તપુરુષોના અનુસરણ વગર આપ્તપુરુષો જે પ્રકારે કરે છે તે જ પ્રકારે ચૈત્યવંદનની પ્રવૃત્તિ થવાની પ્રાયઃ સંભાવના નથી, આથી માત્ર પુરુષ સામાન્યની પ્રવૃત્તિ અનુસાર કરાયેલી ચૈત્યવંદનની પ્રવૃત્તિમાં ફળપ્રાપ્તિ વિષયક વ્યભિચારનો સંભવ છે, માટે તે રીતે કરાયેલ ચૈત્યવંદનથી સંસારના અંતના કારણભૂત એવું નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય નહીં, આથી ચૈત્યવંદનની પ્રવૃત્તિમાં આપ્તપુરુષના વચનરૂપ શાસ્ત્રના ઉપદેશથી પ્રયત્ન કરવો જોઈએ.
વળી, ભગવાનના વચનનું ઉલ્લંઘન કરીને ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરવાથી ચૈત્યવંદનના લાઘવનું આપાદન થાય છે; કેમ કે જે ચૈત્યવંદનની પ્રવૃત્તિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જિનગુણનું પ્રણિધાન ન હોય તેવી ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરવાથી જિનગુણ પ્રત્યેનો બહુમાનભાવ વૃદ્ધિ પામે તેવો કોઈ યત્ન થતો નથી, માત્ર જિનગુણની સ્તવનારૂપ ચૈત્યવંદન સૂત્રનું યથા-તથા ઉચ્ચારણ થાય છે, માટે તેવી ચૈત્યવંદનની પ્રવૃત્તિથી ચૈત્યવંદનની હીનતા થાય છે.
વળી, ચૈત્યવંદનના લાઘવનું આપાદન કરે તેવી ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરવાથી શિષ્ટ પુરુષોની પ્રવૃત્તિનો નિરોધ થાય છે, અર્થાત્ શિષ્ટ પુરુષો પૂજ્ય એવા તીર્થકરોનાં ગુણગાન દ્વારા તીર્થકરોના ગુણોને અભિમુખ અંતરંગ બહુમાનભાવની વૃદ્ધિ થાય તે રીતે ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરે છે, અને ચૈત્યવંદનની હીનતા થાય તે રીતે ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરવાથી તે શિષ્ટ પુરુષોની ચૈત્યવંદનની પ્રવૃત્તિનો પરિહાર થાય છે. વળી, જે પ્રવૃત્તિમાં શિષ્ટ પુરુષોના આચારનો પરિહાર થતો હોય તે પ્રવૃત્તિથી તે પ્રકારના ઇષ્ટ ફળનો