________________
૧૮૪
લલિતવિક્તા ભાગ-૧ જેમ જાત્યરત્ન અને અજાત્યરત્ન અશુદ્ધ અવસ્થામાં રહેલ હોય તે વખતે પણ બંનેનું મૂળ સ્વરૂપ સમાન હોતું નથી, તેમ જાત્યરત્ન જેવા તીર્થંકરના જીવો અને અજાત્યરત્ન જેવા અન્ય જીવો કર્મયુક્ત અવસ્થામાં પણ સમાન હોતા નથી, પરંતુ બંને પ્રકારના જીવોનાં તથાભવ્યત્વાદિ પૂર્વ અવસ્થામાં પણ અસમાન જ હોય છે. વળી, જો જાત્યરત્ન અને અજાત્યરત્ન અશુદ્ધ અવસ્થામાં પણ સમાન હોય, તો તે બંનેની શુદ્ધિની પ્રક્રિયા દ્વારા સંસ્કાર કર્યા પછી પણ જાત્યરત્ન અને અજાત્યરત્નનો ભેદ પ્રાપ્ત થાય નહીં.
તેથી ફલિત થાય કે જેમ શુદ્ધિની પ્રક્રિયા પછી શુદ્ધ થયેલા જાત્યરત્ન અને અજાત્યરત્નમાં ભેદ દેખાય છે, તેમ બોધિ આદિની પ્રાપ્તિ પછી તીર્થંકરના જીવો અને અન્ય જીવોમાં ભેદ દેખાય છે; અને જેમ શુદ્ધિની પ્રક્રિયા પૂર્વે જાત્યરત્ન અને અજાત્યરત્ન સંપૂર્ણ મલથી આવૃત્ત હોવાથી બાહ્યથી સમાન દેખાય છે, તોપણ બંનેમાં તે પ્રકારની યોગ્યતાના ભેદથી ભેદ છે, તેમ બોધિ આદિની પ્રાપ્તિ પૂર્વે કે અચરમાવર્તકાળમાં તીર્થંકરના જીવો અને અન્ય જીવો અતિશય કર્મમલથી આવૃત્ત હોવાથી બાહ્યથી સમાન દેખાય છે, તોપણ બંને પ્રકારના જીવોમાં તથાભવ્યત્યાદિના ભેદથી ભેદ છે. વળી, આ જ કથનને ગ્રંથકારશ્રી દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – કાચ ક્યારેય પદ્મરાગમણિ બનતો નથી; કેમ કે જાતિના અનુચ્છેદથી જ ગુણનો પ્રકર્ષ થાય છે.
આશય એ છે કે કાચ મલિન હોય અને તેને શુદ્ધ કરવામાં આવે તોપણ તે કાચ શુદ્ધ થયા પછી પદ્મરાગમણિ જેવા ગુણોવાળો બની જતો નથી, પરંતુ કાચના ગુણના પ્રકર્ષથી જ કાચરૂપે પ્રગટ થાય છે; વળી, પદ્મરાગમણિ મલિન હોય અને તેને શુદ્ધ કરવામાં આવે તો પણ તે પધરાગમણિ શુદ્ધ થયા પછી કાચ જેવા ગુણોવાળો બની જતો નથી, પરંતુ પધરાગમણિના ગુણના પ્રકર્ષથી જ પદ્મરાગમણિરૂપે પ્રગટ થાય છે, તે જ રીતે કાચ જેવા અન્ય જીવો કર્મમલથી શુદ્ધિ પામે તોપણ તેઓ પોતાની ભૂમિકા અનુસાર જ સામાન્ય ગુણોના ઉત્કર્ષને પ્રાપ્ત કરે છે, પરંતુ તીર્થકરના જીવો જેવા ઉત્તમ ગુણોના ઉત્કર્ષને પ્રાપ્ત કરતા નથી; અને પધરાગમણિ જેવા તીર્થંકરના જીવો કર્મમલથી શુદ્ધિ પામે તોપણ તેઓ પોતાની ભૂમિકા અનુસાર જ ઉત્તમ ગુણોના ઉત્કર્ષને પ્રાપ્ત કરે છે, પરંતુ અન્ય જીવો જેવા સામાન્ય ગુણોના ઉત્કર્ષને પ્રાપ્ત કરતા નથી.
આ રીતે જ આ છે અર્થાત્ જે રીતે કાચ ક્યારેય પદ્મરાગ બનતો નથી; કેમ કે કાચ અને પારાગમાં શુદ્ધિની પ્રક્રિયા થયા પછી પણ કાચ પોતાની કાચત્વ જાતિના ઉચ્છેદ વગર કાચના ગુણના પ્રકર્ષવાળો બને છે અને પદ્મરાગ પોતાની પારાગત્વ જાતિના ઉચ્છેદ વગર પદ્મરાગમણિના ગુણના પ્રકર્ષવાળો બને છે, એ રીતે જ તીર્થંકર-અતીર્થકરના જીવોને આશ્રયીને છે; કેમ કે એ રીતે સ્વીકારીએ તો જ પ્રત્યેકબુદ્ધાદિના વચનનું પ્રામાણ્ય સિદ્ધ થઈ શકે અર્થાતુ શાસ્ત્રમાં જે વચન છે કે કેટલાક જીવો ચરમભવમાં પ્રત્યેકબુદ્ધ થઈને સિદ્ધ થાય છે, તો કેટલાક જીવો ચરમભવમાં બુદ્ધબોધિત થઈને સિદ્ધ થાય છે, તો કેટલાક જીવો ચરમભવમાં સ્વયંસંબુદ્ધ થઈને સિદ્ધ થાય છે, તે વચન જાતિના અનુચ્છેદથી ગુણનો પ્રકર્ષ સ્વીકારવામાં આવે તો પ્રમાણ બને. તેથી ફલિત થાય કે પ્રત્યેકબુદ્ધાદિ થઈને મોક્ષે જનારા જીવોમાં તે પ્રકારનું જ ભવ્યત્વ