________________
લોગપઈવાણું
૨૫૭
તેમ મિથ્યાદર્શનપૂર્વકના વ્યાપારવાળા અન્ય જીવોથી પણ કેટલાક જીવોને અહિતની પ્રાપ્તિ થાય છે, પરંતુ બધા જીવોને અહિતની પ્રાપ્તિ થતી નથી, તેથી વિપરીતબોધવાળા જીવો અન્યના અહિતને અનુકૂળ વ્યાપારવાળા છે, પણ તેમના વ્યાપારથી બધાનું અહિત થાય તેવો નિયમ નથી, તેથી કર્તાના વ્યાપારની અપેક્ષાએ જ જે અચેતનને કે કેટલાક સચેતનને પણ અહિત થતું નથી તોપણ તેઓમાં કર્મત્વ છે અર્થાત્ કર્તાનો વ્યાપાર અચેતન માટે કે સચેતન માટે અહિતને અનુકૂળ છે, તેથી તેઓમાં કર્મત્વ છે, પરંતુ તેઓમાંથી કેટલાકને કર્તાના વ્યાપા૨કૃત કોઈ અહિત પરિણામરૂપ વિકાર થતો નથી, આથી જ જે જીવો મિથ્યાદર્શનપૂર્વક વ્યાપાર કરે છે તેઓના વ્યાપારથી અચેતનમાં તેઓનું અહિત થાય તેવો કોઈ વિકાર થતો નથી, તોપણ કર્તા તેઓના અહિતને અનુકૂળ વ્યાપાર કરે છે તેમ કહેવાય છે.
જેમ કોરડું મગને કોઈ પકવતું હોય તો લોકમાં કહેવાય છે કે આ પુરુષ કોરડું મગને પકવે છે તે સ્થાનમાં તે કર્તાના વ્યાપારની અપેક્ષાએ જ તે પાકક્રિયાનું કર્મ કોરડું મગ બને છે, પરંતુ કો૨ડામગમાં પાકક્રિયાકૃત કોઈ વિકાર થતો નથી, તેમ મિથ્યાદર્શનપૂર્વકના વ્યાપારથી અચેતન કે અચેતન જેમ કેટલાક સચેતનોમાં અહિતરૂપ કોઈ વિકાર થતો નથી, તોપણ કર્તા તેઓના અહિતને અનુકૂળ વ્યાપાર કરે છે માટે જ કર્તાને કર્મબંધની પ્રાપ્તિ થાય છે તેમ બતાવવા માટે કર્તાના વ્યાપારથી અચેતનને અહિત થાય છે તેમ કહેલ છે અને જેઓ સમ્યગ્દર્શનપૂર્વક યથાર્થ વ્યાપાર કરે છે તેઓના યથાર્થ વ્યાપારજન્ય હિતયોગ અચેતનમાં પણ કર્તાના વ્યાપારની અપેક્ષાએ છે, આથી જ જેઓ સમ્યગ્દર્શનપૂર્વક ઉચિત ઉપદેશ આપે છે અને સર્વજ્ઞના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે તેમના વ્યાપારથી અચેતન અને સચેતન એવા સર્વના હિતને અનુકૂળ વ્યાપાર થાય છે અને ભગવાને કેવલજ્ઞાનપૂર્વક સર્વ પદાર્થોના યથાર્થ બોધને પ્રાપ્ત કરીને તે રીતે જ ઉચિત ઉપદેશ આપ્યો છે, જેથી પંચાસ્તિકાયમય લોકના હિતને કરનારા ભગવાન છે, એ પ્રકારે લોગહિઆણં પદથી ભગવાનની જે સ્તુતિ કરી છે, તેમાં કોઈ વિરોધ નથી. II૧૨॥
સૂત્રઃ
નોળવાળું ।।રૂ।।
સૂત્રાર્થ
-
લોક પ્રત્યે પ્રદીપ એવા ભગવાનને નમસ્કાર થાઓ. II૧૩//
લલિતવિસ્તરા :
तथा 'लोकप्रदीपेभ्यः'। अत्र लोकशब्देन विशिष्ट एव तद्देशनाद्यंशुभिर्मिथ्यात्वतमोऽपनयनेन यथार्हं प्रकाशितज्ञेयभावः संज्ञिलोकः परिगृह्यते; यस्तु नैवंभूतः तत्र तत्त्वतः प्रदीपत्वायोगाद् अन्धप्रदीपदृष्टान्तेन, यथा ह्यन्थस्य प्रदीपस्तत्त्वतोऽप्रदीप एव, तं प्रति स्वकार्याकरणात्, तत्कार्यकृत एव च प्रदीपत्वोपपत्तेः अन्यथाऽतिप्रसङ्गात्, अन्धकल्पश्च यथोदितलोकव्यतिरिक्तस्तदन्यलोकः, तद्देशनाद्यं