________________
૪૧
લોગહિઆણં પંજિકાર્ચ -
વીનાળાન' સ્થાતિ લોન: f=જે કારણથી, બીજાધાન પણ=ધર્મપ્રશંસાદિ પણ, અપુનબંધક જીવને છે–પાપ તીવ્રભાવથી કરતો નથી ઈત્યાદિ લક્ષણવાળા અપનબંધક જીવતે છે, સમ્યક્તાદિ દૂર રહો એ આપ શબ્દનો અર્થ છે વગાથાનમપિમાં રહેલા “ગ” શબ્દનો અર્થ છે, આને પણ=અપુનબંધકને પણ, સમ્યગ્દષ્ટિ આદિ દૂર રહો, શાસ્ત્રસિદ્ધ પગલપરાવર્ત સંસાર છે=સંસારકાલ છે, એથી કરીને નથી જ=અધિકકાળ સંસારમાં નથી જ, એથી, અલ્પ જ કાળથી સર્વ ભવ્યની મુક્તિ થાય=ભગવાન સર્વ ભવ્યજીવોને ઉપકાર કરનારા છે તેમ સ્વીકારવામાં આવે તો ભૂતકાળના કોઈક તીર્થંકરથી એક પુદ્ગલપરાવર્ત જેટલા અલ્પ જ કાળથી બધા ભવ્યોની મુક્તિ થાય, એ પ્રમાણે યોગ છે. ll૧૧TI ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે તીર્થકરો બધા ભવ્યજીવોને ઉપકાર કરી શકતા નથી, પરંતુ બીજાધાનથી સંવિભક્ત જીવોને જ ઉપકાર કરી શકે છે અને જો તેમ ન માનવામાં આવે તો ભૂતકાળના કોઈક તીર્થંકરથી બધા ભવ્યજીવોને બીજાધાન, ઉભેદ આદિની પ્રાપ્તિ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય, ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે બીજાધાન થવા છતાં બધા ભવ્યજીવોની મુક્તિ થતી નથી, પરંતુ જે ભવ્યજીવો બીજાધાન કર્યા પછી અપ્રમાદથી યોગમાર્ગનું સેવન કરે છે તેઓની જ મુક્તિ થાય છે, માટે ભગવાન બધા ભવ્યજીવોને ઉપકાર કરનાર છે તેમ સ્વીકારી શકાશે તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
બીજાધાન પણ અપુનબંધક જીવને જ થાય છે, અન્યને થતું નથી અને બીજાધાન થયા પછી તે જીવનો એક પુદ્ગલપરાવર્ત જ સંસાર છે, અધિક સંસાર નથી; કેમ કે બીજાધાનની પ્રાપ્તિ પછી કોઈક જીવ પ્રમાદબહુલ બને તોપણ એક વખત મોક્ષને અનુકૂળ બીજાધાનરૂપ ગુણ પ્રાપ્ત કર્યા પછી એક પુદ્ગલપરાવર્તની અંદર જ તે જીવનું સદ્દીર્ય અવશ્ય ઉલ્લસિત થશે અને અવશ્ય તે જીવ એક પુદ્ગલપરાવર્તની અંદર જ મોક્ષને પામશે, તેથી જો ભૂતકાળના કોઈક તીર્થકરથી બધા ભવ્યજીવોને બીજાધાન પ્રાપ્ત થયું હોય તો અલ્પકાળમાં જ સર્વ ભવ્યજીવો અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરી, પરંતુ બધા ભવ્યજીવોએ મોક્ષ પ્રાપ્ત કર્યો નથી, તેથી નક્કી થાય છે કે બધા ભવ્યજીવોને ભગવાન ઉપકાર કરી શકતા નથી.
આ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે બીજાધાનથી સંવિભક્ત જીવોના ભગવાન નાથ છે; કેમ કે ભગવાન તેઓનું જ રાગાદિ ઉપદ્રવોથી રક્ષણ કરે છે અને દુર્ગતિઓના પાતથી રક્ષણ કરે છે, માટે ભગવાન તેઓના નાથ છે. ll૧૧ાા સૂત્ર :
તોાિ ા૨ાા