________________
૧૧૭
નમુનશુસં અરિહંતાણ સંપ્રાપ્તિના ભેદોના પરિચ્છેદથી, શું થાય ? એથી કહે છે – સાક્ષાત્કારિત્વના યોગથી અર્થાત્ કેવલની જેમ=ોતાને કેવલજ્ઞાનની જેમ, સાક્ષાત્કારિત્વના યોગરૂપ કારણથી, તેને સર્વત્વની સંસિદ્ધિ હોવાથી શ્રોતયોગીને સર્વજ્ઞત્વની સંસિદ્ધિ હોવાથી, મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષો શાસ્ત્રથી જ સર્વથા જણાતા નથી, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષો શાસ્ત્રથી જ સર્વથા જણાય છે એમ સ્વીકારીએ તો શ્રોતૃયોગીને સર્વજ્ઞત્વની સંસિદ્ધિ થાય, એમ કેમ સ્વીકારવું પડે ? તેમાં હેતુ બતાવે છે –
અધિકૃત એવા હેતભેદોનો=મોક્ષપ્રાપ્તિના અધિકૃત એવા ઉપાથવિશેષોનો, આના દ્વારા=શાસ્ત્ર દ્વારા, સર્વથા પરિચ્છેદનો યોગ છે=સર્વ પ્રકારો વડે બોધની પ્રાપ્તિ છે, અને તેથી મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષોનો શાસ્ત્ર દ્વારા સર્વથા પરિચ્છેદનો યોગ થવાથી, ત્યારે=શ્રવણકાળમાં જ યોગમાર્ગનાં શાસ્ત્રો સાંભળતી વખતે જ, સિદ્ધિપદની આપ્તિ હોવાથી મુક્તિપદની પ્રાપ્તિ હોવાથી, મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષો શાસ્ત્રથી જ સર્વથા જણાતા નથી, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.
પૂર્વમાં કહ્યું તેમ મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષ શાસ્ત્રથી જ સર્વથા જણાય છે એમ સ્વીકારીએ તો શ્રોતૃયોગીને શ્રવણકાળમાં જ સિદ્ધિપદની પ્રાપ્તિ થાય, એમ કેમ સ્વીકારવું પડે ? તેમાં હેતુ કહે છે –
અયોગી કેવલીપણાની પણ શાસ્ત્રથી જ અયોગીકેવલીરૂપ સ્વભાવના ભવનરૂપે અવગતિનો પ્રસંગ છે; કેમ કે અવિષયમાં પણ=શાસ્ત્ર જે પ્રકારના યોગમાર્ગનો બોધ કરાવી શકતું નથી તે પ્રકારના બોધવા અવિષયમાં પણ, શાસ્ત્રના સામર્થનો અભ્યાગમ કરાવે છd=શાસ્ત્રના તે અવિષયભૂત યોગમાર્ગનો બોધ કરાવવાના સામર્થનો સ્વીકાર કરાય છતે, આ રીતે પણ=અયોગીકેવલી સ્વભાવના ભવનરૂપે પણ, શાસ્ત્રના સામર્થનો પ્રસંગ છે. પા. શ્લોક-૧ની વ્યાખ્યાઃ આ થાય પૂર્વપક્ષના મતે હવે કહે છે એ થાય – આમ પણ હો=ોતુયોગીને શ્રાવણકાળમાં જ સર્વશત્વની સંસિદ્ધિ અને સિદ્ધિપદની પ્રાપ્તિ થાય એમ પણ હો, અમને કઈ બાધા છે? અર્થાત્ અમને કોઈ બાધા નથી, આ પ્રકારના અહીં પૂર્વપક્ષના મતમાં, કહે છે=ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે –
અને આ અનંતરઉદિત=પૂર્વશ્લોકમાં કહેવાયું છે, આમ નથી=પૂર્વશ્લોકમાં કહેવાયું એમ નથી; કેમ કે શાસ્ત્રથી અયોગીકેવલીત્વનો અવગમ થયે છતે પણ સિદ્ધિની અસિદ્ધિ છે, જે કારણથી આમ છે=શાસ્ત્રથી અયોગીકેવલીપણાનો બોધ થયે છતે પણ સિદ્ધિની અસિદ્ધિ છે એમ છે, તે કારણથી પ્રાતિભશાનથી સંગત=માર્ગાનુસારી પ્રષ્ટિ ઊહરૂપ જ્ઞાનથી યુક્ત, સામર્થયોગ છે=સામર્થપ્રધાન યોગ સામર્થયોગ છે, પ્રક્રમથી ક્ષપકશ્રેણીગત ધર્મનો વ્યાપાર જ ગ્રહણ કરાય છે, તેના યોગીને સ્વસંવેદનથી સિદ્ધ સામર્થયોગવાળા યોગીને સ્વઅનુભવથી સિદ્ધ. એવો આ=સામર્થયોગ, અવાગ્ય