________________
૧૯૮
ચંદ્રની સંખ્યા સાથે ગુણાકાર કરીએ ત્યારે ઈચ્છેલા દ્વીપ અને સમુદ્રને વિષે પ્રહાદિકનું પ્રમાણ જાણવું. એટલે એક ચંદ્રના પરિવારમાં પ્રહાદિકની જે સંખ્યા ઉપર બતાવી છે, તેનાથી જે દ્વીપ કે સમુદ્રના જેટલી સંખ્યાવાળા ચંદ્ર હોય તેની સાથે તેને ગુણાકાર કરવાથી ઈચ્છિત દ્વીપ કે સમુદ્રના ચોને પરિવાર આવી શકે છે. ૧૮૦
હવે લવણસમુદ્ર વિગેરેમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા
ચઉ ચઉ બારસ બારસ, લવણે તહ ધાઈયશ્મિ
સસિસૂસ પરદહિદીસુ અ, તિગુણ પુન્વિલ્લસંજુત્તા. ૧૮૧ પર્યામિ-ધાતકી ખંડમાં ! તિગુણ-ત્રણ ગુણ
-ત્યાંથી આગળ | | પુથ્વિલસંજુત્તા-પૂર્વના સહિત
અર્થ:–લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર ને ચાર સૂર્ય, તથા ધાતકી ખંડમાં બાર ચંદ્રને બાર સૂર્ય છે. આગળના સમુદ્રમાં અને દ્વીપમાં ત્રણ ગુણ કરીને પૂર્વ સહિત કરવાથી તેમની સંખ્યા આવે છે. ૧૮૧
વિવેચન –લવણસમુદ્રમાં ચાર ચંદ્ર અને થાર સૂર્ય છે, તથા ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. ત્યાર પછી કાલોદધિ વિગેરે સમુદ્રમાં અને આગળના દ્વિીપમાં પૂર્વના દ્વીપ સમુદ્રમાં જે ચંદ્ર સૂર્યની સંખ્યા છે તેને ત્રણ ગુણા કરી તેમાં તેની પૂર્વના સર્વ ચંદ્ર અને સૂર્યની સંખ્યા સંયુક્ત કરવાથી તે સમુદ્ર અને દ્વીપમાં ચંદ્ર