Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 10
________________ જીવવિચાર અધ્મય તૂરી ઉસ મટ્ટી પાહાણ જાઈઓ-ણેગા । સોવીરંજણ લુણાઈ પુઢવી ભેયાઈ ઇચ્ચાઈ ॥ ૪ ॥ ભાવાર્થ : અબરખ, તેજંતૂરી, ખારો, માટી પથ્થરોની અનેક જાતિઓઆંખમાં આંજવાનો સૂરમો,મીઠા વગેરે પૃથ્વીકાય જીવોનાં ભેદો જાણવા. ॥ ૪ ॥ પ્રશ્ન ૩૦. પૃથ્વીકાય જીવોના ભેદો કેટલા કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉત્તર : પૃથ્વીકાય જીવોનાં ભેદો શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં કહેલાં છે. જેમ કે સ્ફટિક, મણિરૂપ, રત્નરૂપ, પરવાળારૂપ, હિંગલોક, હડતાલ, પારો, મણશીલરૂપ (પૃથ્વીનું નામ વિશેષ)સોના વગેરેની સાત પ્રકારની ધાતુઓની ખાણો, લાલમાટી, અરણેટ્ટો, પાલેવાની જાતિ, અબરખ, તેજંતુરી, ખારી માટીની જાતિઓ, પત્થરની અનેક પ્રકારની જાતિઓ, આંખમાં આંજવાનો સુરમો, મીઠું, સીંધવ વગેરે અનેક પ્રકારના પૃથ્વીકાય જીવોના ભેદો કહેલા છે તે બાદર પૃથ્વીકાય જીવોના ભેદો જાણવા. પ્રશ્ન ૩૧. (૧) પૃથ્વીકાય જીવોનાં ભેદો કેટલાં છે ? ક્યા ક્યા ? ઉત્તર ઃ પૃથ્વીકાય જીવોનાં ભેદો બે પ્રકારે છે તે આ પ્રમાણેઃ (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય (૨) બાદર પૃથ્વીકાય. પ્રશ્ન ૩૨. (૨) સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉત્તર ઃ સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો બે પ્રકારે છે તે આ પ્રમાણે છે :(૧) અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય, (૨) પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય. પ્રશ્ન ૩૩. બાદર પૃથ્વીકાય જીવો કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉત્તર : બાદર પૃથ્વીકાય જીવો બે પ્રકારે છે : (૧) અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય, (૨) પર્યાપ્તા બાદર પૃથ્વીકાય. પ્રશ્ન ૩૪. અપર્યાપ્તાના કેટલા ભેદો છે ? ક્યા ક્યા? ઉત્તર : અપર્યાપ્તાના બે ભેદો છે : (૧) લબ્ધિ અપર્યાપ્તા, (૨) કરણ અપર્યાપ્તા પ્રશ્ન ૩૫. લબ્ધિ અપર્યાપ્તા જીવો કોને કહેવાય છે ? ઉત્તર : જે જીવોને જેટલી પર્યાપ્તિઓ આગળ કહેવામાં આવશે તેમાંથી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 260