________________
પ્રશ્નોત્તરી
૧૦
જીવો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ રાશિ પ્રમાણ છે. પ્રશ્ન ૬૦. બાદર અગ્નિકાયના એક નાનામાં નાના તણખામાં સ્કૂલ દષ્ટિથી કેટલા જીવો છે. તે કઈ રીતે સમજવા? ઉત્તરઃ બાદર અગ્નિકાયના એક નાનામાં નાના તણખામાં અસંખ્યાતા જીવો છે.તે જીવો નું એટલે કે તે દરેકજીવોની ખસખસનાદાણા જેટલી કાયા કરવામાં આવે તો તે જીવો લાખ યોજનનાં પ્રમાણવાળા જંબૂદ્વિપમાં સમાતા નથી. પ્રશ્ન ૬૧. અગ્નિકાય જીવોને નિપુણ બુદ્ધિથી જાણવા જોઈએ.શાથી? ઉત્તર અગ્નિકાય જીવોને મહાપુરુષોએ નિપુણ બુદ્ધિથી જાણવા એમ કહ્યું છે. તેમાં કારણ એ છે કે અગ્નિકાય જીવોની વિરાધનામાં પ્રાયઃ કરીને એ કાયના જીવો ની વિરાધના થાય છે કારણ કે પાણીના અંશ થોડા ઘણા હોય ત્યા અગ્નિ ઉત્પન્ન થાય છે. જયાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય તે શાત્રવચન છે. માટે વનસ્પતિના જીવો આવે, પાણી, પૃથ્વી ઉપર રહે છે. માટે પૃથ્વીકાયના જીવો આવે તેની વિરાધના થાય. વાયુકાયના જીવો ઉડતા હોય છે. અને ત્રસકાયના જીવો ઉડતા ઉડતા પડે માટે છએ કાયની વિરાધના અગ્નિકાયની વિરાધનામાં હોય માટે મહાપુરુષોએ કહ્યું છે કે નિપુણ બુદ્ધિથી જાણવા જોઇએ.
હવે વાયુકાય જીવોનું વર્ણન કરાય છે. - ઉભામગ ઉકકલિયા મંડલિ મહ શુદ્ધ ગુંજવાયાય
ધણ તણુ વાયાઈઆ ભેયાખલુ વાઉકાયસ્સા . ભાવાર્થ ઊંચે ચડતો વાયુ, ગોળ ગોળ ભમતો વાયુ, મહા વાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત (ઘાટો વાયુ) તથા તનવાત (પાતળો વાયુ) ઇત્યાદિ વાયુકાય જીવોના ભેદો કહેલા છે. પ્રશ્ન ૬૨. વાયુકાય જીવો ક્યા ક્યા પ્રકારે કહેલા છે? ઉત્તરઃ વાયુકાય જીવો આ પ્રકારે કહેલા છે. જેમ કે સંવર્તકવાયુ કે જે વાયુ બહાર રહેલા ઘાસ આદિ ને બીજા સ્થાનમાં નાખે છે. થોડી થોડી વાર રહી રહીને વાયતે ઉત્કલિકવાયુ કહેવાય, મંડળીકવંટોળીયા વાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો વાયુ. ઘનવાત એટલે ઘાટો વાયુ અને તનવાત એટલે પાતળો વાયુ ઇત્યાદિ વાયુકાય જીવોનાં ઘણા પ્રકારો હોય છે.