Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ ફેક્ટરીના માલિકે રુઆબ છાંટતા હોય તે રીતે કહ્યું, “જો આ રીતે મોડા જ આવવું હોય તો ફેક્ટરીના કારીગર નહીં, પણ ફેક્ટરીના માલિક બનો. બાકી દરેક કારીગરે પોતાનો સમય સાંચવવો જોઈએ.” માલિકનું આ મહેણું મોરિસને હાડોહાડ લાગી ગયું અને એણે એનું રાજીનામું ધરી દીધું. સાથી કારીગરો તો સ્તબ્ધ બની ગયા. માલિકે પણ સખ્તાઈ દાખવવા માટે એ રાજીનામું સ્વીકારી લીધું. સાથી કારીગરોએ મોરિસને સલાહ આપી કે માલિકનાં આવાં વચનોથી અકળાઈ જવાય નહીં. હવે માફી માગીને રાજીનામું પાછું ખેંચી લે. કોઈએ કહ્યું, “મોરિસ, નોકરી કરવી હોય તો આટલા બધા સંવેદનશીલ થવાય નહીં. માલિક ભલે ઠપકો આપે, આપણે એક કાને સાંભળીને બીજા કાનથી કાઢી નાખવાનો. આવી વાતોથી મનમાં માઠું લગાડાય નહીં.” મોરિસ અડગ રહ્યો. એણે બીજે દિવસે પોતાની ફેક્ટરી બનાવવાનો પ્રયત્ન આરંભ્યો. સમય જતાં મોરિસે પોતાની ફેક્ટરી ઊભી કરી. માલિકે આપેલાં મહેણાંને પુરુષાર્થના પડકારરૂપે સ્વીકારીને એણે પોતાની સઘળી કુશળતા કામે લગાડી અને સમય જતાં એણે જગવિખ્યાત બનેલી નાની મોરિસ મોટરનું ઉત્પાદન કર્યું. ૬૨ જન્મ : ૧૦ ઑક્ટોબર, ૧૮૭૭, વૉર્સેસ્ટર, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૨ ઑગસ્ટ, ૧૯૬૩, નુલિડ, ઑક્સફર્ડશાયર, ઇંગ્લૅન્ડ જીવનનું જવાહિર સ્નેહની સભરતા સૂક્ષ્મ અવલોકનશક્તિ અને વિષયવસ્તુ પ્રમાણે તાદશ દશ્યો સર્જવાની કુશળતા ધરાવનાર અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકિન્ઝના પિતા નૌકાદળમાં એક સામાન્ય કારકુન તરીકે નોકરી કરતા હતા. ગરીબાઈને કારણે એમના પિતાને દેવું થયું હતું અને પરિણામે એમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. અત્યંત નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં ચાર્લ્સ ડિકિન્ઝના પિતા પુત્રને ભણાવવા ચાહતા હતા, જ્યારે ચાર્લ્સ ડિકિન્ઝને તેની માતા મજૂરીએ વળગાડી દેવા ચાહતી હતી. ચાર્લ્સ કન્ઝને એમના પિતાની ઇચ્છા વિરુદ્ધ માતાએ મજૂરીએ લગાડી દીધા. બાર વર્ષના ચાર્લ્સ ડિકિન્ઝે એક દુકાનમાં શીશી પર લેબલ લગાડવાનું કામ કર્યું, પરંતુ આ બાળપણના દુઃખદ અનુભવોની છાયા અને માતાની કઠોરતા ચાર્લ્સ ડિકિન્ઝ વનભર ભૂલ્યા નહીં. ચાર્લ્સ ડિકિન્ગને બાળમજૂર તરીકે લાંબો સમય મજૂરી કરવી પડી નહીં. પંદરમા વર્ષે અભ્યાસ છોડીને વર્તમાનપત્રોના જીવનનું જવાહિર ૬૩

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82