Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ મૂક અને અપંગ વૉશિંગ્ટન હવે શું કરી શકશે ? હૉસ્પિટલની પથારીમાં પડેલા વૉશિંગ્ટનને એકાએક ખ્યાલ આવ્યો. એણે આંગળીની ભાષા શોધી કાઢી. એના દ્વારા એ પુલ કેમ બાંધવો એની સૂચના આપવા લાગ્યો. એની આંગળીની ચેષ્ટાની એ ભાષા એની પત્ની બરાબર સમજતી થઈ અને પુલ બાંધતા ઇજનેરોને સૂચના આપતી ગઈ. તેર-તેર વર્ષ સુધી વૉશિંગ્ટને પોતાની એક આંગળીથી સૂચનાઓ આપી. પરિણામે બૅકલિન બ્રિજ તૈયાર થયો. આ બ્રિજ આજે ઇજનેરી વિદ્યાનું એક આશ્ચર્ય ગણાય છે ! રુડ્યાર્ડ કિપ્લિગનું બાળપણનું નામ જોસેફ રુડ્યાર્ડ હતું. એમના પિતા ૉન અસ્વીકારનો લૉકેવુડ કિપ્લિગ મ્યુઝિયમના ડિરેક્ટર હતા અને ભારતીય કલા-કારીગરીના Iટ નિષ્ણાત તરીકે ખ્યાતનામ હતા. આનંદ | રુડ્યાર્ડ કિપ્લિગ છ વર્ષના થયા ત્યારે અંગ્રેજોની માફક ભારતમાં રહેતાં એમનાં માતા-પિતાએ એમને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. ઇંગ્લેન્ડમાં સંવેદનહીન કુટુંબ વચ્ચે એમનો ઉછેર થયો. એમની આંખો નબળી હોવાથી મોટા જાડાં ચશ્માં પહેરતા અને તેને કારણે બાળકો સાથેની કોઈ રમતમાં એ ભાગ લઈ શકતા નહિ. એમના ‘બા બા બ્લેકશીપમાં એમના બાળપણના દુર્ભાગ્યની છાયા જોઈ શકાય છે. એ પછી સોળ વર્ષની વયે કિપ્લિગ ભારત પાછા આવ્યા અને સિમલામાં રહીને સાહિત્યસર્જન કરવા લાગ્યા. ૧૮૮૯માં એમના વિનોદયુક્ત કાવ્યસંગ્રહ સહુનું ધ્યાન ખેંચ્યું. ૧૮૮૯માં રુડ્યાર્ડ કિપ્લિગે અમેરિકાના ‘સાન ફ્રાન્સિસ્કો એક્ઝામિનર'માં પોતાની એક કૃતિ મોકલી અને એને અસ્વીકારના જન્મ : ૨ મે, ૧૮૩૭, સેક્સોનબર્ગ, પેન્સિલવેનિયા, અમેરિકા અવસાન : ૨૧ જુલાઈ, ૧૯૨૬, ટ્રેનટોન, ન્યૂજર્સ, અમેરિકા ૯૪ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૯૫

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82